મન સ્થીરતા!

મે 1, 2011 at 1:40 pm 12 comments

 

DH16.gif
 

 

મન સ્થીરતા!

એકવાર, મેં મારા મનને પૂછ્યું,”કેમ રખડે છે તું ?”
 
તો, એ કહે, “એક જગાએ ના ગમે,કંટાળી રખડું છું હું “
 
ત્યારે, મેં એને કહ્યું, “એ તો ખોટું કહે છે તું ”
 
શરમાય એ કહે, “રખડવું એ જ મારો સ્વભાવ છે, એથી ભટકું હું”
 
ત્યારે, ખુશી સાથે મેં પુછ્યું, “કેમ શાંત કરવું તને ?”
 
જરા અચકાય એ કહે, “રાઝ એનો કહું તો કોણ ચંચળ કહેશે મને ?”
 
હું પણ ગુંચવાયો,અને એક પણ શબ્દ ના બોલ્યો હું ,
 
ત્યારે, મન ગુંગળાય કહે, “શાને કેદી મુજને કરે છે તું ?”
 
શબ્દો મનના એવા સાંભળી, જાગી વિચારોમાં હતો હું !
 
“અરે, ઓ મન મારા ધન્ય છે તને !
 
ના કહ્યું કાઈ, પણ એક ચાવી મળી છે મને,
 
“શાન્તી, અને ધ્યાન”માં છુપાય છે કેદ તારી,
 
એવી “સ્થીરતા” માટે હવે છે પ્રભુપ્રાર્થના મારી !”
 
 
કાવ્ય રચના..તારીખ સેપ્ટેમ્બર, ૨૩, ૨૦૧૦         ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો…

આજની પોસ્ટ છે…..”મન સ્થીરતા” વિષે.

આ કાવ્ય દ્વારા એક જ સંદેશ છે……”ચંચળ મન”ને જ્યારે આપણે કાબુમાં લાવીએ ત્યારે જ “મોહમાયા” ધીરે ધીરે છુટે છે, અને એની સાથે, “ભક્તિ પંથ” તરફ પણ આગેકુચ થાય છે !

કાવ્ય તેમજ સંદેશો તમોને ગમે એવી આશા !

ડો.ચંદ્રવદન મિસ્ત્રી.

 
 
FEW  WORDS…
 
Today’s Post is on the “Control of the Mind”.
 
A Kavya in Gujarati with a Message as below.>>>>
 
As you do that, the Worldly desires become less, you are on the “Path of the Truth” and you have the “inner Happiness” & the “Divine” within you shines.
 
Hope you like the Post !
 
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

સત્યસાંઈબાબાને વંદન ! જગતમાં જે આવ્યા તે ગયા !

12 Comments Add your own

 • 1. pragnaju  |  મે 1, 2011 at 2:01 pm

  “શબ્દો મનના એવા સાંભળી, જાગી વિચારોમાં હતો હું !
  “અરે, ઓ મન મારા ધન્ય છે તને !
  ના કહ્યું કાઈ, પણ એક ચાવી મળી છે મને,
  “શાન્તી, અને ધ્યાન”માં છુપાય છે કેદ તારી
  એવી “સ્થીરતા” માટે હવે છે પ્રભુપ્રાર્થના મારી !””
  આ મનને નીરખવાની ખૂબ સુંદર વાત તે પંથ પર આગળ લઇ જશે.સંતો શાસ્ત્રોને સમજાવતા કહે છે કે બહારની તમામ પ્રવૃતિઓનો ત્યાગ કરી આપણે અંતરાત્માને જ પ્રાધાન્ય આપવું પડશે.આત્મભાવ પ્રાપ્ત કરવા આપણા મનને મનાવવુ પડશે. આપણુ મન વૈચારિક દિશા બદલશે. ત્યારપછી જ આત્મદશા પામવાની શરૂઆત થશે. મનના આવેગોનું આપણે શુધ્ધિ કરણ કરવાનું છે. જ્યારે આવેગોનું શુધ્ધિકરણ થશે ત્યારે આપણી દોષ દ્રુષ્ટિ પણ ગુણ દ્દ્રુષ્ટિમાં પરિવર્તિત થશે. આપણી વાસનાઓ પણ ઉપાસનામાં રૂપાંતરીત થશે. અત્યારે આપણુ મન ગંદાપાણી જેવું છે. નિર્મળ પાણી જેવું મન આરાધનાથી થાય છે. આપણા મનના શુધ્ધિકરણ માટે ક્ષમાપના ખૂબ જરુરી.કોઇપણ વ્યકિત સાથે થયેલા અણબનાવોને અવગણી મનમાંથી કાઢી નાંખી મનને સ્વચ્છ -પવિત્ર કરવાનું છે. સ્વચ્છ થયેલું મન આત્માને પુષ્ટ કરે છે આ જ સાચું ઔષધ છે.ધર્મ કરવા માટે મન શુભ અને શુધ્ધ ભાવોથી ભરેલું જોઇએ. હકીકતમાં આપણું મન સ્વચ્છ નથી તેના કરતા મોટી સમસ્યા એ છે કે આપણું મન સ્પષ્ટ નથી. સ્પષ્ટતા હોય તો સ્વચ્છતા અને સુંદરતા આવી શકે…

  Reply
 • 2. sapana  |  મે 1, 2011 at 3:19 pm

  મન માકડા જેવું છે એને બાંધવું જ પદે સ્થિર કરવું જ પડે ચન્દ્રવદનભાઈ આપની પોસ્ટ ભક્તિભાવ તરફ લઈ જાય છે ખૂબ આનંદની વાત છે…
  સપના

  Reply
 • 3. Ishvarbhai R. Mistry  |  મે 1, 2011 at 5:44 pm

  To control mind is very difficult , but Bhakti , Knowledge,good thoughts , God’s grace helps ,Very nicely said in your poem Chandravadanbhai ,very good comments by readers.thankyou for sharing your thoughts.

  Ishvarbhai R. Mistry.

  Reply
 • 4. venunad  |  મે 1, 2011 at 5:45 pm

  Dear Dr. Chandravadan,
  You are already inclined to write on spirituality. Carry on nice to have such a journey ahead.

  Reply
 • 5. પરાર્થે સમર્પણ  |  મે 2, 2011 at 1:23 am

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ

  સરસ કાવ્ય ગમ્યું ખુબ જ

  મન ની ચંચળતા શાંત થયા પછી જ મોહ માયા અને સ્વાર્થના બંધનો તૂટે છે

  Reply
 • 6. Ramesh Patel  |  મે 2, 2011 at 6:01 pm

  ખુબ જ સરળ રીતે આ મહાનાયકને આપે ઓળખી લીધો ને મનને ચળવા ના દેવાનો ઉત્તમ
  ઉપાય પણ કહી દીધો.ખૂબ જ સરસ વિષય અને ભાવ.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 7. pravina Avinash  |  મે 3, 2011 at 1:12 am

  મન મિત્ર છે
  મન પવિત્ર છે
  અભ્યાસ મનને સ્થિર કરે છે
  મનનો સ્વભાવ ચંચળ છે

  સાદી સીધી ભાષામાં મમમે સરસ રીતે વર્ણવ્યું છે.

  Reply
 • 8. સુરેશ જાની  |  મે 3, 2011 at 2:36 am

  એક કરવા જેવો પ્રયોગ .
  એવો સંકલ્પ કરો કે, હવે શું વિચાર આવશે, તે હું જોઈશ.
  અને કોઈ વિચાર જ નહીં આવે.
  આને કદાચ પ્રેક્ષાધ્યાન કહે છે.
  એક સરસ પુસ્તક – વાંચવા ખાસ ભલામણ
  http://eckharttolle.mybigcommerce.com/products/The-Power-of-Now-%28Paperback%29.html
  An amazing book, MUST read, Available in all libraries.

  Reply
 • 9. hemapatel  |  મે 3, 2011 at 8:36 pm

  તદન સાચી વાત કરી છે , ધ્યાનથી મન એકદમ શાંત થાય છે અને સ્થિર
  બની , એકાગ્ર બનતાં મનનુ ભટકવાનુ બંધ થઈ જાય છે . અને બધી
  ઈન્દ્રીયો પર પણ કાબૂ આવી જાય છે .

  Reply
 • 10. Capt. Narendra  |  મે 3, 2011 at 11:05 pm

  મનને ઓળખી તેની સાથે વાત કરી શક્યા એ જ મોટી વાત છે. મનની શાંતિ અને અધ્યત્મ તરફ ચાલવાનું આ પહેલું પગલું કાવ્ય દ્વારા દર્શાવવા માટે આભાર..

  Reply
 • 11. P U Thakkar  |  મે 4, 2011 at 1:32 pm

  અંતરના ઓરડે

  એક ડૂબકી, શાંત અંતરના ઓરડે,
  શાંતિની ચીર નિદ્રામાં જાગૃત,
  બીજુ કંઇ નહીં, બસ, જાગૃતિ.

  ન અંજપાનો અહેસાસ, બસ, શાંતિનો સાથ.
  ન આશા, ન ઉર્મિ, ન અપેક્ષાનો કોલાહલ,
  ન ઇચ્છા, ન અપેક્ષા ન અજંપાની પ્રત્યાશા.

  જાણે અંતરના ઉંડાણથી ઉભરતું એક ઝરણું,
  આનંદ અને સ્નેહની નદીમાં તરતુ અસ્તિત્વ.

  ન કોઇ આધાર, પણ નિરાધાર નહીં,
  ન વાત કે ચીત, બસ સત્ ચિત અને આનંદ.
  ન જીત કે અસ્તિત્વની મથામણ.

  કલ્પનાઓના ગગનોનો ક્ષય,
  ન શબ્દ, અ-શબ્દ, ગાઢ શાંતિનો પોકાર,
  અ-શબ્દ, બસ – સત્ ચિત અને આનંદ.
  – પી. યુ. ઠક્કર

  જ્યારેઃ-
  ‘‘શાન્તિ અને ધ્યાન” માં છુપાય છે કેદ તારી,
  એવી “સ્થિરતા” માટે હવે છે પ્રભુપ્રાર્થના મારી !”

  પછી તો અંતરના ઓરડે બસ સત્ ચિત અને આનંદ જ..
  એ જ મન દ્વારા પહોંચી શકાય..

  જે મન કહે છેઃ-
  ‘‘જરા અચકાય એ કહે, “રાઝ એનો કહું તો કોણ ચંચળ કહેશે મને ?”

  હું પણ ગુંચવાયો,અને એક પણ શબ્દ ના બોલ્યો હું ,

  ત્યારે, મન ગુંગળાય કહે, “શાને કેદી મુજને કરે છે તું ?”

  Reply
 • આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,,
  મન ની આપે વાત કરી પરંતુ આ મન યોગી, જોગી કે ભોગી કોઈના વશમાં એમ રહે તેમ નથી.
  મનને વશમાં લેવા કરતાં તેને વાળતા શિખવું મને જરૂરી લાગે છે. કારણ વશમાં લેવા જતા કદાચ દાબ આવી જતા સ્પ્રિંગની જેમ ગમે ત્યારે ઊછળશે.

  એક સંત માહ્ત્માએ બહુજ સરસ ઉદાહરણ આપેલ કે એક મણ =૪૦ શેર (હિન્દીમાં મન ગુજરાતીમાં મણ ) (શેર-સિંહ) જો એક સિંહને કાબુમાં કે વશમાં લેવો જેટલો અઘરો કે મુશ્કેલ છે તો આ મન તો ચાલીશ શેરનું બનેલ છે. તેને વશમાં કઈરીતે લઇ શાક્ય ?

  બસ આટલું સમજાય તો મન સાથે શું કરવું તેનો અભ્યાસ કરી શકાય.

  સુંદર વાત આપે કહી.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

મે 2011
M T W T F S S
« Apr   Jun »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: