૧૯મી એપ્રિલની માત યાદ !

એપ્રિલ 19, 2011 at 9:00 પી એમ(pm) 11 comments

Mother and Child
 
 

 

૧૯મી એપ્રિલની માત યાદ !

આવ્યો ૧૯મી એપ્ર્રિલનો દિવસ ફરી,
 
માતા પ્રભુધામે,આજ જગમાં નથી !…….(ટેક)
 
બચપણે વ્હાલથી રમાડ્યો હતો મુજને,
મસ્તી કરી સતાવી હતી ખુબ જ તુજને,
 
યાદ તારી, આજ નયને આંસુડા લાવે !…….આવ્યો…(૧)
 
છોડીને તને, દુર આફ્રીકા ગયો હતો હું રડતા રડતા,
છોડી ભારત, મળવા મને આવી હતી તું હસતા હસતા,
 
યાદ તારી, આજ નયને આંસુડા લાવે !…આવ્યો….(૨)
 
ફરી છોડી તને, એકલો અમેરીકા આવ્યો હતો હું,
દુર તું એકલી, મળવાની આશમાં જીવી રહે તું,
 
યાદ તારી, આજ નયને આંસુડા લાવે !……આવ્યો..(૩)
 
મળે તું ૧૯૮૫માં, આનંદ મુજ હૈયે વહે,
મળી મુજને ફરી, આનંદ તુજ હૈયે વહે,
 
યાદ તારી, આજ નયને આંસુડા લાવે !….આવ્યો…(૪)
 
૧૯૮૮ની સાલમાં, નથી તું, કેમ એવું હું માનું ?
પ્રભુ પાસે તું, છતાં, કેમ એવું સ્વીકારૂ હું ?
 
યાદ તારી, આજ નયને આંસુડા લાવે !….આવ્યો…(૫)
 
હવે, કહેવું નથી કાંઈ, જો હ્રદયનું બધુ કહી દીધુ,
ચંદ્ર તો હંમેશા તારો કહી, મન મનાવી લીધુ,
 
યાદ તારી, આજ નયને આંસુડા લાવે !….આવ્યો…..(૬)
 
 
 
કાવ્ય રચનાઃ તારીખ એપ્રિલ,૧૩, ૨૦૧૧               ચંદ્રવદન.
 
 

બે શબ્દો…

એપ્રિલ માસ એટલે મારી માતા પ્રભુધામે ગયાનું યાદ આવે.

હું એ યાદ સાથે પ્રભુનું નામ જોડી પ્રાર્થના કરૂં.

પણ ૧૩મી એપ્રિલના દિવસે એવી યાદ સાથે કંઈક લખવા પ્રેરણા થઈ.

અને, કાવ્ય જેવી રચના થઈ.

એ જ તમો એક પોસ્ટરૂપે વાંચો છો.

માતાના  આશિર્વાદ સૌ પર વરસતા રહે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 
 
FEW  WORDS…
 
On 19th April 1988..my mother had heft this World.
 I had in the past published a Kavya Post too.
 But..today remembering her this a New Post !.
May this Post make you remember your MOTHER….who can be still in this WORLD..or even if she departed to the NEW WORLD…or PRABHUDHAM.
Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

હનુમાનજીને વંદન ! સત્યસાંઈબાબાને વંદન !

11 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  એપ્રિલ 19, 2011 પર 11:58 પી એમ(pm)

  શત શત પ્રણામ માતતત્વને

  જવાબ આપો
 • 2. Ramesh Patel  |  એપ્રિલ 20, 2011 પર 1:31 એ એમ (am)

  ભાવ સભર રચના. મા અને સંતાનની અતૂટ સ્નેહ સમર્પણના બંધનની વાત સૌના હૃદયમાં
  આપે રમાડી દીધી. શત શત વંદન માતૃત્ત્વને.

  રમેશ પટેલ(આકાશદીપ).

  જવાબ આપો
 • 3. પરાર્થે સમર્પણ  |  એપ્રિલ 20, 2011 પર 4:23 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  હવે, કહેવું નથી કાંઈ, જો હ્રદયનું બધુ કહી દીધુ,
  ચંદ્ર તો હંમેશા તારો કહી, મન મનાવી લીધુ,
  યાદ તારી, આજ નયને આંસુડા લાવે !….આવ્યો…
  માતૃ ભક્તિ અને માતૃ પ્રેમની વંદના કરતુ એક પુત્ર દ્વારા
  રચાયેલું એક સુંદર કાવ્ય સર્જન ….ધન્ય માતૃ પ્રેમ વન્દના
  કરતા એક માનવતા ડોક્ટર સાહેબને

  જવાબ આપો
 • 4. ishvarlal r. mistry  |  એપ્રિલ 20, 2011 પર 5:36 એ એમ (am)

  Very good poem about remembering Mother .well said, It is always nice to remember Mother because she brought us in this world.Thanks for sharing your story.

  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 5. pravina  |  એપ્રિલ 20, 2011 પર 12:35 પી એમ(pm)

  મા તે મા બીજા વગડાના વા

  માતૃદેવો ભવ

  માતાને દંડવત પ્રણામ

  જવાબ આપો
 • 6. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  એપ્રિલ 20, 2011 પર 3:39 પી એમ(pm)

  ડૉ.ચંદ્રવદનભાઈ,

  આપે મા ને યાદ કરી અને મા ની યાદ અપાવી . મા વિશે કશું કહી શકાય તેવી હું લાયકાત ધરાવતો હોઉં તેવું મને સમજાતું નથી કારણ મા નું સ્થાન કદી કોઈથી પૂરાય નહિ અને તેના અગણિત ઉપકાર તેમના બાળકો પર સદા હોય છે જે કડી કોઈથી ચૂકવાય નહિ તેવી મારી સમજણ છે. તેની ખોટ સદા સાલતી હોય.

  મા ને સદા વંદન હો જો.

  જવાબ આપો
 • 7. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  એપ્રિલ 22, 2011 પર 12:59 પી એમ(pm)

  ડો.ચન્દ્રવદન સાહેબ

  આપે ‘ મા ‘ ની મમતાનો સ્વીકાર કર્યો, સાચી કદી ખોટ પુરી ન શકાય.

  જે હ્રદયની વાતો કરી તે દિલને ખુબજ અસર કરી ગઈ.

  ” સાહેબ પ્રભુની લીલા માનવ પામર છે. ”

  ડૉ.કિશોરભાઈ પટેલ

  જવાબ આપો
 • 8. dilip Gajjar  |  એપ્રિલ 23, 2011 પર 12:51 પી એમ(pm)

  હવે, કહેવું નથી કાંઈ, જો હ્રદયનું બધુ કહી દીધુ,
  ચંદ્ર તો હંમેશા તારો કહી, મન મનાવી લીધુ,

  યાદ તારી, આજ નયને આંસુડા લાવે !….આવ્યો…..(૬)
  Aapna baane aape sunder bhaavaanjli arpi..baa ni yaad aavta..haiyu bharai aave..
  aape sunder abhivyakti kari..bhina thai javaayu..

  જવાબ આપો
 • 9. hemapatel  |  એપ્રિલ 23, 2011 પર 9:45 પી એમ(pm)

  માતા અને પૂત્ર પ્રેમથી છલકતી માતૃ વંદના .

  જવાબ આપો
 • 10. Dr P A Mevada  |  એપ્રિલ 25, 2011 પર 3:19 પી એમ(pm)

  માના પ્રેમ તોલે કોઈ ના આવે. સરસ ભાવભિની શ્રધાંજલી.

  જવાબ આપો
 • 11. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  એપ્રિલ 28, 2011 પર 5:55 પી એમ(pm)

  સુંદર ભાવ સભર કાવ્ય સર્જન …. સરસ ભાવભિની શ્રધાંજલી. …

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: