હનુમાનજીને વંદન !

એપ્રિલ 18, 2011 at 1:00 પી એમ(pm) 11 comments

 

A Fine Painting of Veer Hanuman
 
 
 

હનુમાનજીને વંદન !

ચૈત્ર સુદ પુનમ છે,
 
આજ હનુમાન જયંતિ છે,
 
હનુમાનજીને યાદ કરી,
 
બોલો, જય બજરંગબલી !…….(ટેક)
 
પવન પુત્ર, કેશરી-અંજલી નંદન,
 
શીશ નમાવી, કરૂં હું તમોને વંદન,
 
સ્વીકારો, વંદન મારા, ઓ, હનુમંતા !……ચૈત્ર સુદ….(૧)
 
બચપણે રવિ ભક્ષવા દોડનારા,
 
ઈન્દ્ર વ્રજ ઘા સહન કરી,હનુ કહેવાયા,
 
સ્વીકારો, વંદન મારા, ઓ હનુમંતા !……ચૈત્ર સુદ….(૨)
 
ગુરૂ સુર્ય દેવ પાસે વિધ્યા શીખનારા,
 
ગુરૂ-દક્ષીણામાં સુગ્રીવ સહાયનું વચન દેનારા,
 
સ્વીકારો, વંદન મારા, ઓ હનુમંતા !……ચૈત્ર સુદ….(૩)
 
વનવાસી પ્રભુ રામજીને મળનારા,
 
પાયે લાગી, રામજીને હૈયે રાખનારા,
 
સ્વીકારો, વંદન મારા, ઓ હનુમંતા !…..ચૈત્ર સુદ……(૪)
 
સીતા માતા શોધમાં લંકા ઉડનારા,
 
રામ-રાવણ લડાઈમાં ભાગ લેનારા,
 
સ્વીકારો, વંદન મારા, ઓ, હનુમંતા !…ચૈત્ર સુદ……(૫)
 
હિમાલયથી પર્વત ઉચકી ઉડનારા,
 
લક્ષમણજીને સજીવન કરનારા,
 
સ્વીકારો, વંદન મારા, ઓ, હનુમંતા !….ચૈત્ર સુદ…..(૬)
 
ભૈયા પવન પુત્ર ભીમને મળનારા,
 
કુરૂક્ષેત્રે અર્જુન રથ ધજામાં રહેનારા.
 
સ્વીકારો, વંદન મારા, ઓ, હનુમંતા !….ચૈત્ર સુદ…(૭)
 
ભ્રમચારી, રામ ભક્ત છો અતી ન્યારા,
 
સંકટ મોચન, છો સૌના પ્યારા,
 
સ્વીકારો, વંદન મારા, ઓ, હનુમંતા !….ચૈત્ર સુદ…..(૮)
 
છાતી ચીરી, રામ-સીતાના દર્શન સૌને દેનારા,
 
એવા, પરમ પદી રામ-ભક્ત છો દુલારા,
 
સ્વીકારો, વંદન મારા, ઓ, હનુમંતા !….ચૈત્ર સુદ…(૯)
 
યાદ કરી, જે કોઈ ભજે હનુમંતા,
 
દયા કરી, એ તો સહાય કરનારા,
 
સ્વીકારો, વંદન મારા, ઓ, હનુમંતા !…..ચૈત્ર સુદ…..(૧૦)
 
શ્રધ્ધા સહીત, જે કોઈ હનુમાનજીને પૂકારે,
 
શનિ રાહુ કે ભુત પ્રેત  દુર જ  ભાગે,
 
સ્વીકારો, વંદન મારા, ઓ, હનુમંતા !……ચૈત્ર સુદ…(૧૧)
 
ઋષીમુનીઓ ‘ને તુલસી કહે હનુમાન મહિમા ન્યારો,
 
ચંદ્ર કહે, ભાવથી પૂકારો, તો સહારે આવશે હનુમાન મારો !…..ચૈત્ર સુદ…..(૧૨)
 
 
કાવ્ય રચના ઃ તારીખ, એપ્રિલ ૧૩,૨૦૧૧                      ચંદ્રવદન.
 
 

બે શબ્દો…

એપ્રિલની ૧૨મી તારીખે “રામ નવમી”ના દિવસે રામજીને યાદ કરી ખુશી હૈયે ભરી.
 
અને ૧૩મી એપ્રિલે હનુમાનજીને યાદ કર્યા.
 
અને એપ્રિલ ૧૮, ૨૦૧૧ અને ચૈત્ર સુદ પુનમના શુભ દિવસે “હનુમાન જયંતિ”હશે એનું યાદ કર્યું.
 
રામજી જ જાણે કહેતા હોય કે ” મારા પરમ ભક્તને ભુલીશ નહી….એની યાદ વગર તારી સાધના પુરી નથી! “
 
બસ, આવા વિચાર દ્વારા એક પ્રભુ-પ્રેરણા હતી !
 
 એવી પ્રેરણાના આધારે હનુમાનજી વિષે જે જાણ્યું હતું તે સિવાય વધુ જાણવા માટે ઈચ્છા થઈ.
 
અને…..અંતે આ રચના શક્ય થઈ !
 
સૌને ગમે એવી આશા.
 
હનુમાનજીની ક્રુપા સૌ પર વરસે એવી પ્રાર્થના !
 
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
FEW  WORDS…
 
You are reading a Kavya Post on Shree HANUMANJI.
 
May the BLESSINGS of Hanumanji be on ALL.
 
Hope you enjoy reading this Post.
 
 
Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

શ્રી રામ મહિમા ! ૧૯મી એપ્રિલની માત યાદ !

11 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  એપ્રિલ 18, 2011 પર 1:05 પી એમ(pm)

  બજરંગબલી કી જય

  જવાબ આપો
 • 2. Vinod Prajapati  |  એપ્રિલ 18, 2011 પર 1:39 પી એમ(pm)

  Jai BajrangBail, very good Kavya !!!!

  જવાબ આપો
 • 3. ishvarlal r. mistry  |  એપ્રિલ 18, 2011 પર 4:51 પી એમ(pm)

  BajrangBali ki Jai. Hanmanji place is always up ,Was a great Devotee of Shri Ram. Very good Kavya of Hanumanji ,Thanks for remembering him and sharing.

  જવાબ આપો
 • 4. himanshu patel  |  એપ્રિલ 19, 2011 પર 4:00 એ એમ (am)

  હનુમાનજીને વંદન !

  જવાબ આપો
 • 5. Ramesh Patel  |  એપ્રિલ 19, 2011 પર 4:10 એ એમ (am)

  સંકટ મોચન, છો સૌના પ્યારા,

  સ્વીકારો, વંદન મારા, ઓ, હનુમંતા !….ચૈત્ર સુદ…..(૮)

  છાતી ચીરી, રામ-સીતાના દર્શન સૌને દેનારા,

  એવા, પરમ પદી રામ-ભક્ત છો દુલારા,
  ………………………………………
  Very nice.

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 6. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  એપ્રિલ 19, 2011 પર 9:16 એ એમ (am)

  ડૉ.ચંદ્રવદનભાઈ,

  હનુમાનજી મહારજનો મહિમા કાલી ઘેલી ભાષામાં રચવાની જે કોશીશ કરેલ છે તેમા આપનો તેના પ્રત્યેના ભાવ પ્રગટ થયેલ જોવા મળે છે.

  હનુમાનજી મહારજનો મહિમા સાથે સાથે તેનામાં રહેલાં ગુણ ગ્રાહી થવું પણ એટલું જ જરૂરી છે.

  હનુમાનજી મહારજમાંથી એક ઉત્તમ ગુણ જરૂર મેળવવો જોઈએ અને તે છે સમર્પણની ભાવના. પોરા ચરિત્રમાં તેમની માલિક પ્રત્યેની સમર્પણની ભાવના દ્વારા આપણે ઘણું જ શીખવાનું છે.

  સુંદર ભાવવાળી રચના !

  જવાબ આપો
 • 7. hemapatel  |  એપ્રિલ 19, 2011 પર 10:59 એ એમ (am)

  શ્રીહનુમાનજી મહિમા વાંચીને મન ભક્તિભાવથી પ્રફૂલીત થઈ ગયુ .
  હનુમાન દાદાને કોટી કોટી નમસ્કાર .

  જવાબ આપો
 • 8. pravina Avinash  |  એપ્રિલ 19, 2011 પર 11:50 એ એમ (am)

  પવન પુત્ર હનુમા્ન કી જ્ય

  જવાબ આપો
 • 9. Capt. Narendra  |  એપ્રિલ 20, 2011 પર 1:10 એ એમ (am)

  मनोजवं मारूततुल्य वेगं, जितेंद्रियम् बुद्धिमतांवरीष्ठम्।
  वातात्मजं वानरयूथमुख्यं, श्रीरामदूतं शरणं प्रपद्ये।।

  જય શ્રી હનુમાન!

  જવાબ આપો
 • 10. પરાર્થે સમર્પણ  |  એપ્રિલ 20, 2011 પર 4:26 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  ઋષીમુનીઓ ‘ને તુલસી કહે હનુમાન મહિમા ન્યારો,
  ચંદ્ર કહે, ભાવથી પૂકારો, તો સહારે આવશે હનુમાન મારો !…..ચૈત્ર સુદ
  જરૂરથી હાજરા હજૂર પવન પુત્ર હનુમાન દાદા આવશે.
  પવનપુત્ર હનુમાન દાદાની જીવન કથા ભાવવાહી શબ્દાવલી દ્વારા
  પ્રસ્તુત કર્યા છે. ધન્યવાદ

  જવાબ આપો
 • 11. • » નટખટ સોહમ રાવલ « •  |  મે 11, 2011 પર 5:23 એ એમ (am)

  હનુમાનદાદા આજના કળયુગમાં હાજરા-હાજુર દેવ છે.હુ પણ થોડા સમયમાં હનુમાનજીની એક પોસ્ટ મુકવાનો છુ>

  જય શ્રી રામ…જય હનુમાન

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: