શ્રી રામ મહિમા !

એપ્રિલ 12, 2011 at 12:21 એ એમ (am) 11 comments

 

 1. Ram,Lakshman,Sita&Hanuman
 
 

શ્રી રામ મહિમા !

શ્રી રામ, જય રામ, જય જય રામ,
  
જીવન જીવતા, જપો તમે રામ નામ,
  
ગુણલા એના પ્રેમથી ગાતા જાઓ,
 
આ ભવસાગરને તમે તરતા જાઓ,….શ્રી રામ (૧)
 
માનો એને શ્રી  વિષ્ણુ અવતાર,
 
સૌનો એ તો છે તારણહાર,….શ્રી રામ…(૨)
 
છે એતો કૌશલ્યા-દશરથનંદન દુલારો,
 
છે એતો અયોધ્યા નગરી પ્યારો…,શ્રી રામ….(૩)
 
માનવરૂપે એને તમે નારાયણ જાણો,
 
સીતારૂપે જાનકીને તમે નારાયણી માનો,…શ્રી રામ…(૪)
 
પિતા વચન પાલન કાજે,
 
તજી રાજપાટ વનવાસ જે સ્વીકારે, ….શ્રી રામ…(૫)
 
પથ્થર બની અહલ્યાને ઠોકરે મુક્તિ આપે,
 
 શ્રધ્ધા સ્વીકારી, શબરીને એતો ઉગારે…..શ્રી રામ…(૬)
 
સુગ્રીવને  મિત્ર બનાવી, બલીને એતો મારે,
 
હનુમાનજીને એતો પરમ-ભક્ત પદ આપે,…શ્રી રામ….(૭)
 
રાવણ સંહારી, એતો ફરી ધર્મ સ્થાપના કરે,
 
યુગનો રાક્ષસી-ભાર ઉતારી, પ્રુથ્વીને ઉગારે, ….શ્રી રામ…(૮)
 
યદી કોઈ પુર્ણ શ્રધ્ધા સહીત રામ પૂકારે,
 
રક્ષા કાજે રામજી દોડીને રે આવે,….શ્રી રામ….(૯)
 
જ્ઞાની, ઋષીમુનીઓ રામ મહિમા ગાતા જાય,
 
હૈયે રામજીને રાખી, ચંદ્રને તો આનંદ આનંદ થાય !….શ્રી રામ…(૧૦)
 
 
કાવ્ય રચનાઃ તારીખ એપ્રિલ,૧૧, ૨૦૧૧                    ચંદ્રવદન.
 

બે શબ્દો…

આ વર્ષ “રામ નવમી” મંગળવાર, એપ્રિલ,૧૨, ૨૦૧૧ના શુભ દિવસે છે.
 
એ યાદ કરતા, ઉપર પ્રગટ કરેલી રચના શક્ય થઈ.
 
આ પોસ્ટરૂપે મારા પ્લાન પ્રમાણે નથી.
 
પ્રભુની આ જ ઈચ્છા હશે કે આગળની તૈયાર કરેલી પોસ્ટને બદલે આજે આ “શ્રી રામ મહિમા”ની પોસ્ટ પ્રગટ થાય.
 
સૌને હૈયે રામજી બિરાજે…અને સૌ પર શ્રી રામની ક્રુપા વરસે, એવી મારા અંતરની પ્રાર્થના !
 
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
FEW   WORDS…
 
Today’s Post is a Kavya on Shree Ram.
 
On April,12,2011 is the RAM NAVMI Day.
 
May the Blessings of Shree Ramji be on All.
 
Dr. Chandravadan Mistry.

Entry filed under: કાવ્યો.

ભારતમાતા રડે છે કેમ આજે ? હનુમાનજીને વંદન !

11 ટિપ્પણીઓ Add your own

 • 1. Ramesh Patel  |  એપ્રિલ 12, 2011 પર 1:53 એ એમ (am)

  હૈયે રામજીને રાખી, ચંદ્રને તો આનંદ આનંદ થાય !….શ્રી રામ…(૧૦)
  શ્રીરામચરિત્ર ભાવથી આપે ગાયું અને આનંદ આ યુગવર્તી રામકથાથી ઝીલ્યો.સૌએ.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 2. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  એપ્રિલ 12, 2011 પર 3:59 એ એમ (am)

  શ્રીમાન. ડૉ.ચન્દ્રવદન સાહેબ

  ” રામનવમી ” શુભ અવસરે આપે સુંદર રચના મુકીને

  અમને આનંદ આપ્યો તે બદલ તમારા પરિવારને મારા

  તરફથી અંતરની શુભકામનાઓ.

  ” વળી આપનું ચન્દ્ર જેવુ વદન એવો અર્થ નામ પરથી

  નીકળે તેથી આપ દ્વારા સુંદર પોસ્ટ જ મુકાય ”

  અભિનંદન સાહેબ

  ડૉ.કિશોરભાઈ પટેલ

  જવાબ આપો
 • 3. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  એપ્રિલ 12, 2011 પર 9:57 એ એમ (am)

  ડૉ.ચંદ્રવદનભાઈ,

  શ્રી રામ પ્રભુનો મહિમા ગાવા માટે કોઈ પ્લાન કે સમય નક્કી કરવો જરૂરી નથી, આપે તો સુંદર રચના દ્વારા શ્રી રામજીના ગુણલા ગયા એ જ પ્રભુની કૃપા છે.

  રામ નવમીના શુભ અવસરે આપને તેમજ આપના પરિવારને અંતરની શુભેચ્છાઓ.

  જવાબ આપો
 • 4. pragnaju  |  એપ્રિલ 12, 2011 પર 11:40 એ એમ (am)

  અમારા બ્લોગ પર ભાઇ શ્રી ચિરાગભા ઇનો પ્રતિભાવ એટલો સુંદર છે કે તે જ જણાવું ,,,,
  રામ નામ અગ્નિ તત્વ નો મંત્ર છે, જે નાભિમા રહેલા કારણશરીરનો નાશ કરવા કારણભુત છે. આ જ કદાચ રામ-રાવણ યુધ્ધનો અર્થ છે? કારણશરીરનો નાશ થાય એટલે સમ્પુર્ણ મુક્તિ.

  જવાબ આપો
 • 5. puthakkar  |  એપ્રિલ 12, 2011 પર 6:50 પી એમ(pm)

  મંથરાના મનમાં ભરત પ્રત્યે રાગ હતો એટલે રામ પ્રત્યે દ્વેષ થયો. મંથરાએ કૈકેયીના કાનમાં ઝેર રેડ્યું. કૈકેયી પણ ભરત પ્રત્યેના રાગમાં ફસાઇને શ્રી રામ પ્રત્યે દ્વેષ કરી બેઠા, કૈકેયીએ દશરથ આગળ તે બધું વ્યક્ત કર્યું અને દશરથ પણ કૈકેયી જેવા માનુની, યુવાન અને કુશળ રાણીના મોહમાં બંધાયેલા હતા. એટલે કૈકેયીએ અગાઉના બાકી વચન માંગીને રામને વનવાસ આપવાનું નિર્મિત કરી દીધું. દશરથને રામ અતિ પ્યારા અને વ્હાલા હોવા છતાં ના-ગમતું ભાવિ રચાઇ ગયું અને દશરથજીની મનોદશા એવી થઇ ગઇ કે સુપુત્ર રામને વન જવા વિષે કશું કહી જ ના શક્યા. જેને કૈકેયીએ એ રીતે ઘટાવ્યું અને રામને કહ્યું કે, વચન આપીને બેઠા છે એટલે હવે એ શું બોલવાના છે? રઘુવંશી છે હવે વચનથી વિચલિત નથી થઇ શકતા અને વચન પાળવા માટે કહી શકતા નથી. દશરથની મનોદશા કલ્પી ના શકાય તેવી ગમગીન અને દુખથી ભરેલી બની.

  જ્યારે રામને આ વાત કૈકેયી વડે કહેવામાં આવી ત્યારે રામ જરા પણ વિચલીત નથી થતાં. તેમના પિતા કે માતા કૈકેયી પ્રત્યે કોઇ જ કુભાવ આવવા નથી દેતા. બલ્કે રામ તેથી વિપરીત કહે છેઃ એમાં શું, મારા પિતાની ઇચ્છાની જ મને ખબર પડવી જોઇએ, તેમણે મને આજ્ઞા પણ આપવાની જરૂર નથી.

  શ્રી રામ વધુમાં કહે છે, હું વનમાં જઇશ તેથી મને મુનીઓ મળશે, તેમના દર્શન થશે. ઇષ્ટની આરાધના થશે.

  આમ મંથરા મારફત કૈકેયીમાં અને કૈકેયી મારફત દશરથજીમાં આવેલી નકારાત્મક વાત જ્યારે શ્રી રામ પાસે આવે છે ત્યારે શ્રી રામ તેના માત્ર હકારાત્મક જ પ્રત્યાઘાત આપે છે. અને નકારાત્મકતાને આગળ વધારતા નથી- બેવડાવતા નથી. માત્ર સારી જ વાત. અને એ પણ દિલની સચ્ચાઇથી. આમ રામ એ માનવ નહીં પણ મહામાનવ હતા. અને માટે જ માનવમાંથી ભગવાના ગણાયા છે. ભગવાન ગણાયા એ તેમના ગુણને આભારી છે. જ્યારે આપણે રામને ભગવાન ગણીએ તો તે માત્ર તેમના દેહમંદિરથી ઓળખાતા રામ નહીં પણ તેમના મનના આંતરીક સૌદર્યથી ઓળખાતા રામ છે..

  ડો. ચંદ્રવદનભાઇને અભિનંદન આજે રામનવમી નિમિત્તે આવા શ્રી રામના ગુણગાન યાદ કરાવી મનમંદિરમાં શ્રી રામને બિરાજમાન કર્યા.

  જવાબ આપો
 • 6. ishvarlal r. mistry  |  એપ્રિલ 12, 2011 પર 8:56 પી એમ(pm)

  Very nicely said Chandravadanbhai about Ram, I like your wording in the form of Bhajan, well done , Happy Ramnavmi ,
  “Shri Ramchandra Bhagwan ki Jai.” They say Ram was born noon time so they have Bhajan day time,This weekend there is programme at Sunnyvale Hindu Temple from Noon to 5pm.
  Thank you for remembering Ram Bhagwan.Very nice to read comments about Ramji.

  Thanks.
  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 7. Dilip Gajjar  |  એપ્રિલ 12, 2011 પર 9:23 પી એમ(pm)

  શ્રી ચન્દ્રવદનભાઈ આપની રચના વાંચી ..રામ ચંદ્ર ભગવાનને યાદ કર્યા ..
  યદી કોઈ પુર્ણ શ્રધ્ધા સહીત રામ પૂકારે,

  રક્ષા કાજે રામજી દોડીને રે આવે,….શ્રી રામ….(૯)

  જ્ઞાની, ઋષીમુનીઓ રામ મહિમા ગાતા જાય,

  હૈયે રામજીને રાખી, ચંદ્રને તો આનંદ આનંદ થાય !….શ્રી રામ…(૧૦)

  જવાબ આપો
 • 8. Dr P A Mevada  |  એપ્રિલ 13, 2011 પર 10:24 એ એમ (am)

  Excellent, Dr Chandravadanbhai. Nice and lyrical poem on Lord Ram.

  જવાબ આપો
 • 9. ishvarlal r. mistry  |  એપ્રિલ 13, 2011 પર 6:16 પી એમ(pm)

  Hope this is what is required.

  જવાબ આપો
 • 10. કેદારસિંહજી મે જાડેજા  |  એપ્રિલ 19, 2011 પર 8:10 એ એમ (am)

  (કૈકેઇ ના) બે વચનો

  મને રાજ રમત માં ફસાવી, મને ભોળિ ને ભરમાવી..

  સંકટ વેળા સંગે રહી ને, બની સારથિ આવી
  જાણ્યો જ્યારે જીવ જોખમ માં, બગડી બાજી બનાવી…

  સ્વાર્થ ભર્યો છે સ્નેહ તમારો, માનેતી કહીને મનાવી
  દશ દિવસ થી નોબત વાગે, યાદ મારી કાંન આવી..

  બોલ થકી છો આપ બંધાણા, રઘૂકૂળ રીત તમારી
  આપો વચનો યાદ કરીને, આજ ઘાડી હવે આવી..

  ભૂપ ભરત ને રામજી વનમાં, ચૌદ વરષ દે વિતાવી
  જરકસી જામા પિતાંબર ત્યાગી, તરસી વેશ ધારાવી..

  રૂઠી કૈકેઇ ને રાજન રડતાં, યાદ અંધોની આવી
  બ્રહ્મ ના પિતાની કરૂણ કહાણી, “કેદાર” કરમે બનાવી..

  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.
  http://www.kedarsinhjim.blogspot.com

  જવાબ આપો
 • 11. પરાર્થે સમર્પણ  |  એપ્રિલ 20, 2011 પર 4:19 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  જ્ઞાની, ઋષીમુનીઓ રામ મહિમા ગાતા જાય,
  હૈયે રામજીને રાખી, ચંદ્રને તો આનંદ આનંદ થાય !….શ્રી
  ખુબ સુનદર ભાવ વિભોર થઈને આપે ભગવાન રામની ગુણ ગાથા રચી છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: