મારૂં મન !

એપ્રિલ 5, 2011 at 4:31 પી એમ(pm) 20 comments

 

 

meditation
 

મારૂં મન !

વેબજગત પર મન મારૂં મને લઈ ગયું,
  
અનેક બ્લોગો પર વાંચવાનું શક્ય થયું,
 
એક બ્લોગની એક પોસ્ટ ખુબ જ ગમી,
 
મારા જ મનમાં વિચારોરૂપે એ તો રમી,
 
“લખ કવિતા એની”મુજને મન કહે,
 
“ના”કહી, મન મનાવવાના મારા પ્રયાસો રહે,
 
તો, કવિતા લખવાના વિચારોમાં મન રમતું રહે,
 
રમતા, રમતા,અજાણે એક કવિતા બને,
 
પ્રેરણા આપનાર બ્લોગને મન ખુશખબર કહે,
 
તો, નારાજ થઈ ,મન મારૂં પાછું વળે,
 
“શા માટે નારાજ ?” મન પ્રષ્ન એવો કરે,
 
“જે થવાનું તે થયા કરે”મન જ જવાબરૂપે કહે,
 
અને, મન વિચારો તરત બદલાય જાય,
 
અને, હું મારા મન સાથે ફરી ખુશ થાય !
 
કાવ્ય રચના..તારીખ ફેબ્રુઆરી,૧૯,૨૦૧૧         ચંદ્રવદન
 
 

બે શબ્દો…

આ રચના એક પોસ્ટ વાંચ્યા બાદ થયેલા ઈમેઈલ “વાર્તાલાપ” આધારીત છે.

પણ…એ “મનની ચંચળતા”ના દર્શન કરાવે છે.

આપણું મન જ આપણી “ઈચ્છાઓ” પૂરી કરે છે, અને “નિરાશાઓ”પણ લાવે છે.

આપણી “વિચારધારા” બદલવાની શક્તિ દ્વારા જ મનને “સ્થીર” કરી શકાય.

આપણા “આત્મબળ” જ મનને કાબુમાં રાખી, જીવનમાં  “આનંદ” આપે છે !

>>>>ચંદ્રવદન મિસ્ત્રી

 
FEW  WORDS…
 
Today’s Post is on “MAN” ( Meaning MIND).
 
Human Mind never remains still……It experinces “successes” and “failures”.
One can control the Mind with the “Self control” via the Meditation and the “Guidance from one’s Soul”.
 
The Poem is a description of my “wandering Mind”…..and eventual “submission” of the Mind to Self and the change on my thinking.
 
Hope you like the Post .
 
Dr. Chandravadan Mistry
 

Entry filed under: કાવ્યો.

નાઈલ નદી અને ઈજીપ્તના સબંધો ! ભારતમાતા રડે છે કેમ આજે ?

20 ટિપ્પણીઓ Add your own

 • 1. Arvind Adalja  |  એપ્રિલ 5, 2011 પર 5:06 પી એમ(pm)

  આપની વાત સાચી છે તમામ સુખ અને દુઃખનું કારણ માત્ર અને માત્ર મન જ હોય છે. મન રડાવે તો મન હસાવે પણ ખરું ! મન પ્રકૃતિથી જ ચંચળ છે. અને ક્યારે કેમ વર્તશે તેની આગાહી કરવી કપરી બની રહે છે. મન ઉપર કાબુ મેળવવો અત્યંત કઠિન છે. દરેક વ્યક્તિનું મન અલગ અલગ રીતે જ વિચારતું હોય છે અને તેથી જ કોઈ પણ બનાવ કે લખાણ ઉપર એક સરખા કે એક સમાન પ્રતિભાવ મળતા હોતા નથી.

  જવાબ આપો
 • 2. pragnaju  |  એપ્રિલ 5, 2011 પર 6:07 પી એમ(pm)

  અને, મન વિચારો તરત બદલાય જાય,
  અને, હું મારા મન સાથે ફરી ખુશ થાય !
  પણ એને સાચવવું પડે
  મન, મોતી ને વેણ, એને
  નહીં સાંધો, નહીં રેણ
  મનના અમારું ગમતું ગીત ગુંજ્યું
  તોરા મન દર્પણ કહલાએ
  ભલે બુરે સારે કર્મોં કો દેખે ઔર દિખાએ
  તોરા મન દર્પણ કહલાએ…
  મન હી દેવતા, મન હી ઈશ્વર, મન સે બડા ન કોય
  મન ઉજિયારા જબ-જબ ફૈલે જગ ઉજિયારા હોય
  ઇસ ઉજલે દર્પણ મેં પ્રાણી ધૂલ ન જમને પાએ
  તોરા મન દર્પણ કહલાએ…
  સુખ કી કલિયાં દુખ કે કાંટે મન સબકા આધાર
  મન સે કોઈ બાત છિપે ના મન કે નૈન હજાર
  જગ સે કોઈ ભાગ લે ચાહે, મન સે ભાગ ન પાએ
  તોરા મન દર્પણ કહલાએ…
  તન કી દૌલત ઢલતી છાયા મન કા ધન અનમોલ
  તન કે કારણ મન કે ધન કો મત માટી મેં રોલ
  મન કી કદર ભુલાને વાલા હીરા જન્મ ગંવાએ
  તોરા મન દર્પણ કહલાએ..

  જવાબ આપો
 • 3. Bina  |  એપ્રિલ 5, 2011 પર 11:06 પી એમ(pm)

  Well said about the wandering mind!

  જવાબ આપો
 • 4. Ramesh Patel  |  એપ્રિલ 5, 2011 પર 11:26 પી એમ(pm)

  તન કી દૌલત ઢલતી છાયા મન કા ધન અનમોલ
  તન કે કારણ મન કે ધન કો મત માટી મેં રોલ
  મન કી કદર ભુલાને વાલા હીરા જન્મ ગંવાએ
  તોરા મન દર્પણ કહલાએ..
  ……………………………………..
  “જે થવાનું તે થયા કરે”મન જ જવાબરૂપે કહે,

  Your poem theme is expressed well as said above.

  Enjoyed sweetness of poem.

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 5. sapana  |  એપ્રિલ 6, 2011 પર 1:03 એ એમ (am)

  ચંદ્રવદનભાઈ..મનની વાત લખવી એને કાવ્ય કહે છે અને કાવ્ય બની જતી મનની વાત્થી કદી નારાજ ન થવુ…ખૂબ મનને ગમી જાય એવી કવિતા..
  સપના

  જવાબ આપો
 • 6. Rajendra Trivedi, M.D.  |  એપ્રિલ 6, 2011 પર 4:35 એ એમ (am)

  “જે થવાનું તે થયા કરે”મન જ જવાબરૂપે કહે,

  અને, મન વિચારો તરત બદલાય જાય,

  અને, હું મારા મન સાથે ફરી ખુશ થાય !

  મન, મોતી ને વેણ, એને
  નહીં સાંધો, નહીં રેણ!

  જવાબ આપો
 • 7. સુરેશ જાની  |  એપ્રિલ 6, 2011 પર 5:55 એ એમ (am)

  છ મહિના નેટ પરથી સન્યાસ લઈ જુઓ.

  ઘણું બધું નવું કરી શકશો!!
  ઓરીગામી શીખવું હોય તો એક વીક ડલાસ આવી જાઓ. રોજનું એક મોડલ બનાવતાં શીખવીશ. અને સુડોકૂ ઉકેલવાની ચાવીઓ બોનસમાં !!!

  જવાબ આપો
 • 8. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  એપ્રિલ 6, 2011 પર 11:33 એ એમ (am)

  very well said….its difficult to tame the mind …. ! I feel it has never ending wishes and tries to achieve what has been denied the most !
  That’s why I said …
  http://piyuninopamrat.wordpress.com/2011/03/05/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%A8-2/

  જવાબ આપો
 • 9. pravina  |  એપ્રિલ 6, 2011 પર 12:05 પી એમ(pm)

  Man is miracle. Sky and sea is not limitless. “man”is.
  Very nicely said.

  જવાબ આપો
 • 10. Shashikant Mistry  |  એપ્રિલ 6, 2011 પર 5:26 પી એમ(pm)

  Chandravadanbhai,

  I am amazed at your ability to write a poem on any subject !

  It is true that mind is the root cause of bondage as well as

  salvation. Bandhan or Moksha.

  Shashibhai

  જવાબ આપો
 • 11. ishvarlal r. mistry  |  એપ્રિલ 6, 2011 પર 5:45 પી એમ(pm)

  Well said Chandravadanbhai mind is very difficult to control, Every hour day it can change, but by knowledge Bhakti and Blessings of God we can control,good news bad news can effect it.Spiritual knowledge helps to.Thanks for sharing everyones thoughts.
  Very helpful. Mind can help you reach your goal.
  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 12. Capt. Narendra  |  એપ્રિલ 7, 2011 પર 2:57 એ એમ (am)

  મન અશ્વ છે અને બુદ્ધી તેની લગામ. યોગ્ય સ્થળે લગામ કસવાથી મનને માળવે તો ઠીક, તેને પાર કવિતાના પ્રદેશમાં પણ લઇ જાય – જેમ આપનું મન આપને લઇ ગયું, અને કવિતા રચાઇ ગઇ! આનંદ મળ્યો કવિતા વાંચીને.

  જવાબ આપો
 • 13. himanshu patel  |  એપ્રિલ 7, 2011 પર 3:12 એ એમ (am)

  કાવ્યમાટે મન દ્વંદ્વ જામે એ તો સ્ફૂરણ કહેવાય અને ત્યાંજ કાવ્ય ગર્ભસ્થ છે.

  જવાબ આપો
 • 14. hemapatel  |  એપ્રિલ 7, 2011 પર 10:46 એ એમ (am)

  તદન સાચી વાત કરી ચન્દ્રવદનભાઈ .સાચેજ મનુષ્ય શરીરમાં, મનુષ્ય
  જીવનમાં એક મન જ એવુ છે જે મનુષ્યને કઠપૂતલીની જેમ નચાવે છે .
  ઈન્દ્રીઓ ઉપર કાબુ હોય તોજ સાચા ખોટાનુ ભાન થાય .

  જવાબ આપો
 • 15. pragnaju  |  એપ્રિલ 7, 2011 પર 12:30 પી એમ(pm)

  શ્રી નરેન્દભાઇના સુંદર પ્રતિભાવના અનુસંધાનમા સંતવાણી યાદ આવી
  બુધ્ધિ સારથી કૃષ્ણ જગદગુરુ છે.જ્યારે ગુરુ તમારી પાસે કંઈક માગે ત્યારે એમ સમજજો કે હવે નિર્વાણનો સમય પાકી ગયો છે; નિર્વાણ તમારી મુઠ્ઠી માં આવી ગયું છે.
  ગુરુ – કૃષ્ણ – ચાર વસ્તું માગે છે.
  મન માગે છે.ગુરુ આપણા મલિન મનને માગે છે. કારણ કે ગુરુ પાસે એવી શક્તિ છે કે તે આપણા મલિન મનને સ્વચ્છ કરી; પવિત્ર બનાવી આપણને પાછુ આપે છે. ગુરુ જ આપણું મન છે. મન ગુરુ પાસે રહે તો તે ફિક્ષ ડિપોઝીટમાં મુકેલ નાણાની માફક એકદમ સુરક્ષિત રહે છે. ગુરુ મનને દુરસ્ત કરનાર કારીગર છે.ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.
  ગુરુ બીજી માગણીમાં આપણને તેના ભક્ત બનવાનું કહે છે. પૂજ્ય મધુસુદન સરસ્વતી મહારાજ ભક્તિની વ્યાખ્યા કરતાં કહે છે કે જ્યારે આપણું ચિત દ્રવિત થઈ જાય અને એક ધારા બની વિશેષ પ્રેમ સાથે કોઈની સ્થિતિને જોવાનું શરુ કરે તો તે ભક્તિ છે.
  ભગવાન શ્રી કૃષ્ણ સર્વ ધર્મ પરિતાજ્ય… કહે છે. તો એવો પ્રશ્ન પેદા થાય કે જો ધર્મ છોડવાનો જ હોય તો તેને પકડવાનો શું કામ ?કોઈ પણ વસ્તુને છોડવા માટે તે વસ્તુને પહેલાં પકડવી પડે. કોઈ વસ્તુને પકડ્યા વિના કેવી રીતે છોડાય ? વસ્તુ પકડ્યા પછી તે રસહીન લાગતાં તેને છોડી શકાય. આમ થાય તો જ છોડવાની વૃત્તિ પેદા થાય. છોડવાની વસ્તુને જાણ્યા પછી જ છોડાય. આવું જ ધર્મને છોડવાનું છે.
  ગુરુની ત્રીજી માગણી તેમના માટે કાર્ય કરવાની છે. ગુરુ કહે છે કે તું મારા માટે કાર્ય કર. બીજાનું ભલું કરવું એ ગુરુનું કાર્ય છે. એટલે આપણે બીજાનું ભલું કરીએ તે ગુરુનું કાર્ય કરવા સમાન છે.
  ગુરુને પ્રણામ કર; ગુરુને નમસ્કાર કર.
  પહેલી માગણી ગુરુને મન આપવા માટેની છે જેને મનસ્કાર કહેવાય અને ચોથી માગણી નમસ્કાર કરવાની છે. આમ મનસ્કારથી નમસ્કારની યાત્રા ગુરુ પૂર્ણિમાની ગુરુ વંદના છે.નમન એટલે ન મન. મનથી મુક્તિ એટલે નમન.બુધ્ધિ ભૂમિ છે અને વિચાર હળ છે. જનક રાજા બુધ્ધિ રુપી ભૂમિમાં વિચાર રુપી હળ ચલાવે છે તેથી તેના પરિણામ સ્વરુપ જાનકી – શાંતિ પેદા થાય છે.

  જવાબ આપો
  • 16. chandravadan  |  એપ્રિલ 7, 2011 પર 2:46 પી એમ(pm)

   પ્રજ્ઞાજુબેન,

   તામારા પ્રથમ પ્રતિભાવ માટે…અને આ બીજા સુંદર પ્રતિભાવ માટે ખુબ ખુબ આભાર>>>>>ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 17. Dr P A Mevada  |  એપ્રિલ 7, 2011 પર 3:51 પી એમ(pm)

  બસ નિંજાનંદમાં મસ્ત રહેવું એ વાત ગમી.
  લખવા સાથે સબંધ થાય એજ ઘણુંજ મહત્વનું છે. આભિનંદન તમારી લાગણીઓને કાવ્યમાં મૂકો છો, તે ગમ્યું

  જવાબ આપો
 • 18. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  એપ્રિલ 7, 2011 પર 5:28 પી એમ(pm)

  આદરણીય શ્રી ચંદ્રવદનભાઈ,

  મન ને સમજવું કે વશમાં રાખવું ખૂબજ કઠિન છે. જે અનેક ભાવોને સતત ઉત્પન કરે છે અને મારે પણ છે.

  નિજાનંદમાં સાધુ-સંત કે યોગી માહ્ત્મા પણ રેહવાની કોશીશ કરતાં હોય છે, પરંતુ તે શક્ય છે ખરું ?

  મનના ભાવો ને સુંદર રીતે રજૂ કરેલ છે.

  જવાબ આપો
 • 19. તપન પટેલ  |  એપ્રિલ 8, 2011 પર 3:08 પી એમ(pm)

  ખૂબ સરસ

  જવાબ આપો
 • 20. ashok rchauhan  |  મે 11, 2011 પર 6:08 એ એમ (am)

  weri good poem&god photograph

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: