નાઈલ નદી અને ઈજીપ્તના સબંધો !

એપ્રિલ 1, 2011 at 12:17 પી એમ(pm) 21 comments

  

 
 
 

 

 

 
 
 
 
 
 

નાઈલ નદી અને ઈજીપ્તના સબંધો !

ઉંડા છે નાઈલ નદી અને ઈજીપ્તના સબંધો,

કહું છું હું વાત એવા જ સબંધોની !………(ટેક)

અરે, છે કુદરતનો ખેલ ન્યારો, જે જગતમાં રહે,

સરોવર વીકટોરીઆમાંથી જન્મી, જે વહે, 

આફ્રીકાની દેહ પર રમી, જે મેડીટેરીઅન સાગરને મળે,

એવી નાઈલ નદીની વાત છે અહી !……ઉંડા છે…….(૧)

સહારાના રણમાં, એ તો માનવઓનો પ્રાણ છે,

નાચતી, મલકાતી, એ તો આફ્રીકા ખંડની માત છે,

ઈજીપ્તની માનવ સંસ્ક્રુતીનો એ તો આધાર છે,

એવી નાઈલ નદીની વાત છે અહી !…..ઉંડા છે…….(૨)

૫૦૦૦ વર્ષો પહેલા, સીવીલાઈઝેશન ઈજીપ્તનું પ્રગતિ-શિખરે હતું,

જે કંઈ શક્ય થયું, તે ફળદ્રુપ જમીનના આધારે હતું,

ઈજીપ્તની ધરતીને ફળદ્રુપ કરનાર એક નદી કારણ હતું,

એવી નાઈલ નદીની વાત છે અહી !…..ઉંડા છે…….(૩)

પુરાણોની ગૌરવ-ગાથા તો ઈતિહાસે રહે,

આજનું ઈજીપ્ત પણ નાઈલ નદીને વંદન કરે,

માનવ સંસ્ક્રુતીનો આધાર જ પાણી, એવું ‘ચંદ્ર’ કહે !

એવી નાઈલ નદીની વાત છે અહી !……ઉંડા છે…..(૪)

 

કાવ્ય રચનાઃ તારીખ માર્ચ,૨૨,૨૦૧૧              ચંદ્રવદન

 
 

બે શબ્દો…

આજની પોસ્ટ  એક ઈમેઈલમાં નાસાના એક એસ્ટ્રોનાટે(Douglas Wheelock)  “સ્પેઈસ સ્ટેશન”માંથી પાડેલા ફોટાઓ

નિહાળી, એક કાવ્ય-રચના શક્ય થઈ તેના કારણે છે.

 ફક્ત નાઈલ નદીને આકાશમાંથી જે પ્રમાણે ફોટામાં નિહાળી, અને જે સુંદરતાના દર્શન થયા,

તે આધારીત, ઈજીપ્તની યાદ તાજી થઈ…અને કાવ્યરૂપે લખાણ લખવા પ્રેરણા થઈ.

આશા છે તમોને આ પોસ્ટ ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી  

 
FEW  WORDS….
  
Today’s Post is a KAVYA on the RIVER NILE..and its relationship to the Land of EGYPT.
There are some Photos taken from the Space Station..& it shows the NILE RIVER.
Please enjoy the Post !
DR. CHANDRAVADAN MISTRY

Entry filed under: કાવ્યો.

પત્ની અને પતિ સંવાદ ! મારૂં મન !

21 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  એપ્રિલ 1, 2011 પર 12:43 પી એમ(pm)

  વાહ
  થોડું વધુ…
  નાઈલ નદીના ખીણ પ્રદેશનો દક્ષિણી ભાગ ભૂમધ્ય રેખાની સમીપ આવેલો છે, અતઃ અહીં ભૂમધ્યરેખીય જલવાયુ જોવા મળે છે. અહીં આખું વર્ષ ઊઁચું તાપમાન રહેતું હોય છે તથા વર્ષા પણ બારેમાસ થતી હોય છે. વાર્ષિક વર્ષાની સરેરાશ ૨૧૨ સે. મી. જેટલી હોય છૅ. ઉચ્ચ તાપક્રમ તથા અધિક વર્ષાના કારણે અહીં ભૂમધ્યરેખીય સદાબહાર જંગલો જોવા મળે છે. નાઈલ નદીના મધ્યવર્તી ભાગમાં સવાના તુલ્ય જલવાયુ જોવા મળે છે. જે ઉષ્ણ પરન્તુ કુછ વિષમ હોય છે તેમ જ વર્ષાની માત્રા અપેક્ષાકૃત ઓછી હોય છે. આ પ્રદેશમાં સવાના નામ વડે ઓળખાતા ઉષ્ણ કટિબન્ધીય ઘાસનું મેદાન જોવા મળે છે. અહીં જોવા મળતાં ગુંદર આપતાં વૃક્ષોના કારણે સૂદાન વિશ્વભરમાં સૌથી વધુ ગુંદરનું ઉત્પાદન કરતો દેશ છે. ઉત્તરી ભાગમાં વર્ષાના અભાવના કારણે ખજૂર, કાંટાળી ઝાડીઓ તેમ જ બાવળ વગેરે મરુસ્થલીય વૃક્ષ જોવા મળે છે. ઉત્તરદિશામાં આવેલા ત્રિકોણ પ્રદેશ (ડેલ્ટા ક્ષેત્ર)માં ભૂમધ્યસાગરીય જલવાયુ જોવા મળે છે. અહીં વર્ષા મુખ્યત્વે શિયાળાની ઋતુમાં થાય છે.મને સૌથી વધુ ગમતી આશ્ચર્યકર્તા કહીકત.ઈજિપ્તની નાઈલ નદીના કિનારે બે મૂર્તિ બનેલી છે. સ્થાનિક લોકો તેને ક્લોસી ઓફ મેમનોન કહે છે. આમ છતાં એવું માનવામાં આવે છે કે તેનું મેમનોન્સ સાથે કોઈ સંબંધ નથી. પથ્થરની વિશાળ મૂર્તિઓ 3400 વર્ષથી જૂની છે. આજના લક્ઝર શહેરમાં તે આવેલી છે
  પ્રાચીન ઈજિપ્તના સૌથી મોટા મંદિરની સામે આ મૂર્તિઓ બનાવવામાં આવી છે. આજે અહીં ફક્ત બે મૂર્તિઓ રહી ગઈ છે. મંદિરના અવશેષણ પણ લગભગ નાશ પામ્યા છે. તે નાશા પામ્યા અંગે પણ અનેક કારણો રજૂ કરવામાં આવ્યા છે. અમુક લોકોને લાગે છે કે નાઈલ નદીમાં પૂર આવવાને કારણે મંદિર નાશ પામ્યું હતું. આશરે ૧3 ફૂટના પ્લેટફોર્મ પર ૬0 ફૂટ ઉંચી આ મૂર્તિઓ બનાવવામાં આવી છે. બંને વચ્ચે 50 ફૂટનુ અંતર છે. દરેકનું વજન ૭00 ટન કહેવામાં આવી રહ્યું છે.
  જે પથ્થર પર આ મૂર્તિ બનાવવામાં આવી છે, તે પણ અહીં મળતો નથી. આવો પથ્થર અહીંથી ૬૭૫ દૂર કેરોમાં મળે છે. પછી એ જમાનામાં એ લોકો આવડા મોટા પથ્થરો કેવી રીતે અહીં લાવ્યા હતાં એ પણ એક પ્રશ્ન છે. જો નાઈલના રસ્તે આ પથ્થરો લાવવામાં આવ્યા હોય તે તેના માટે કેવડી મોટી નાવ બનાવવી પડે. અનેક સંશોધન બાદ પણ આ પ્રશ્નો વણઉકેલાયેલા રહ્યા છે.
  ઘેરું રહસ્ય..ઈજિપ્તના લક્ઝર શહેરમાં નાઈલ નદીના કિનારે બનેલી પથ્થરની બે મૂર્તિઓ કેવી રીતે બનાવવામાં આવી હશે તે એક રહસ્ય બની રહ્યું છે.

  જવાબ આપો
  • 2. મુર્તઝા પટેલ  |  એપ્રિલ 1, 2011 પર 2:00 પી એમ(pm)

   પ્રજ્ઞાબેન, હું તો જ્યારે જ્યારે પણ પિરામીડની નીચે ઉભો રહી એને જોયા કરું છું ત્યારે ઓલમોસ્ટ બધાંજ મિસરવાસીઓની જેમ મને પણ એના બાંધકામ વિશે હજુયે રહસ્ય લાગ્યા કરે છે. કાંઈક ગજબની અનુભૂતિ થાય છે અહીના ઐતિહાસિક સ્મારકો પાસે…

   જવાબ આપો
 • 3. સુરેશ  |  એપ્રિલ 1, 2011 પર 1:32 પી એમ(pm)

  એના કાંઠે આપણો દોસ્ત મુર્તુઝા રહે છે.
  દિલદાર જણ.
  અને મારા ગામ અમદાવાદનો …

  જવાબ આપો
 • 4. Capt. Narendra  |  એપ્રિલ 1, 2011 પર 1:58 પી એમ(pm)

  ઇજીપ્ત-નાઇલનું દર્શન કરાવવા માટે આભાર! ઘણી યાદો તાજી કરાવી. એગાથા ક્રિસ્ટીથી માંડી ઇન્ડીયાના જોન્સ અને મારા હા, સુરેશભાઇ, અમદાવાદની પણ! ગુજરાત કૉલેજમાં ચાલતા અરબીના ક્લાસ ભરતો ત્યારે અમારા મૌલાના સાહેબને અલ અઝહર યુનિવરસિટીમાં શિક્ષણ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા તે પણ યાદ આવ્યું. આભાર ચંદ્રવદનભાઇ/

  જવાબ આપો
 • 5. himanshu patel  |  એપ્રિલ 1, 2011 પર 2:35 પી એમ(pm)

  બે પ્રવાહી સંબંધોની દિલ્દાર અભિવ્યક્તિ ખૂબ ગમી.

  જવાબ આપો
 • 6. Chetu  |  એપ્રિલ 1, 2011 પર 7:37 પી એમ(pm)

  નાઇલ નદી સુદાન થઇ ને પછી ઇજીપ્તને મળે છે.. એક્વાર નાઇલ નદીનુ પાણી પિએ તેને દુનિયાના કોઇ જ ખંડનું પાણી ના ભાવે .. અમારા સુદાનમાં નાઇલ ના પાણી થી જ અનાજ – શાક -ફળ પાકે ..!! એના જેવી મિઠાશ ક્યાય જોવા ના મળે .. સિવાય કે ઇજીપ્ત ..
  @ પ્રજ્ઞાબેન, ખરી વાત છે ગુંદર પણ અન્હી જેવો ક્યાંય જોવા મળે નહી ..

  જવાબ આપો
  • 7. chandravadan  |  એપ્રિલ 1, 2011 પર 11:15 પી એમ(pm)

   Chetu,
   Thanks for your Comment from Sudan.
   I did not know you are now in Sudan.
   All the Best to you & your Family.
   Dr. Chandravadan

   જવાબ આપો
 • 8. Harnish Jani  |  એપ્રિલ 2, 2011 પર 11:48 પી એમ(pm)

  Good poem and good write up- I wonder what makes you to write aboute Nile and Egypt?

  જવાબ આપો
 • 9. ishvarlal r. mistry  |  એપ્રિલ 3, 2011 પર 1:41 એ એમ (am)

  Very nice poem describing Nile river , amazing white Nile and Blue Nile what a creation , one of the longest river starting from lake Victoria through Sudan meeting the Mediterranean sea. Well said Chandravadanbhai meeting historical Egypt beautifying Egypt shore.The river very needed in desert africa.

  Thanks.
  Ishvarbhai R. Mistrry.

  જવાબ આપો
 • 10. pravina  |  એપ્રિલ 3, 2011 પર 3:20 એ એમ (am)

  Good feelings about Niles and Egypt. River Nile can be compared to our Ganga.

  જવાબ આપો
 • 11. neetakotecha  |  એપ્રિલ 3, 2011 પર 4:31 એ એમ (am)

  amne to ahiya betha betha thodu janva maliyu..khub saras..

  જવાબ આપો
 • 12. પરાર્થે સમર્પણ  |  એપ્રિલ 3, 2011 પર 6:11 એ એમ (am)

  આદરણીય શ્રી ચંદ્રવદનભાઈ,

  લ્યો ઘેર બેઠા ગંગા એ કહેવત મુજબ અમેરિકામાં બેઠા બેઠા

  નાઇલ, સુદાન અને ઈજીપ્ત ના દર્શન થયા અને કૈક જાણવા મળ્યું.

  એક આનંદ થયો કે શ્રી મુર્તુઝાભાઈ અને ચેતુભાઈ ગુજરાતી બંકા સુદાન

  અને ઈજીપ્તમાં રાજ કરે છે. શ્રી પ્રજ્ઞાજુ બહેન ખુબ વિશાલ જ્ઞાન ધરાવે

  છે. તેઓ જયારે કોઈ વિષય પર અભિપ્રાય ધ્યાનથઈ જાણવા માણવા

  જેવો હોય છે….. ખુબ સરસ.

  જવાબ આપો
 • 13. chetu  |  એપ્રિલ 3, 2011 પર 8:21 પી એમ(pm)

  @ . પરાર્થે સમર્પણ – આપ સુદાન આવો તો વધુ જાણવા મળે. . 🙂 – Chetna Shah

  જવાબ આપો
 • 14. Dilip Gajjar  |  એપ્રિલ 4, 2011 પર 5:55 પી એમ(pm)

  ખૂબ જ સુંદર માહિતી મળી નાઇલ વિષે ..aapni kavita pan vaanchi ane khub gami..

  જવાબ આપો
 • 15. sapana  |  એપ્રિલ 5, 2011 પર 1:49 એ એમ (am)

  સરસ કાવ્ય!!એક સવાલ..ફુરાત નદી અને નાઇલ બન્ને એક જ છે કે ફુરાત બીજી નદી છે? પ્રજ્ઞાજુબેન અથવા ચંદ્રવદનભાઈને ખબર હોય તો..
  સપના

  જવાબ આપો
  • 16. chandravadan  |  એપ્રિલ 5, 2011 પર 1:47 પી એમ(pm)

   સપનાબેન,

   કુરાત નદી અને નાઈલ નદી એક કે નહી ? તમે પુછ્યું પણ મને ખબર ના હતી. અને

   મેં પ્રજ્ઞાજુબેનને સવાલ કર્યો….તો જવાબરૂપે એમણે નીચે મુજબ લખ્યું>>>>>

   ઇરાક માં દજલા અને ફુરાત દેશની બે મુખ્ય નદિઓ છે જે તેના ઇતિહાસને ૫૦૦૦ વર્ષ પાછળ લઇ જાય છે. અહીં દોઆબેમાં જ મેસોપોટામિયાની સંસ્કૃતિનો ઉદય થયો હતો.
   ઇરાકના ઇતિહાસમાં અસીરિયાનાં પતન પછી વિદેશી શક્તિઓનું પ્રભુત્વ રહ્યું છે. ફારસી શાસનમાં રહેવા પછી (સાતમી સદી સુધી) આનાપર અરબોનું પ્રભુત્વ બની રહ્યું, આરબ શાસનના સમયે અહીં ઇસ્લામ ધર્મ આવ્યો અને બગદાદ અબ્બાસી ખિલાફતની રાજધાની રહી. તેરમી સદીમાં મંગોલ આક્રમણથી બગદાદનું પતન થઈ ગયું અને તેના અમુક વર્ષો પછી તુર્કોં (ઉસ્માની સામ્રાજ્ય)નું પ્રભુત્વ અહીં બની ગયું. વર્તમાનમાં અમેરિકાના નેતૃત્વમાં નૅટોની સેનાની અહીં ઉપસ્થિતિ રહેલી છે.
   રાજધાની બગદાદ સિવાય બસરા, કિરકુક તથા નજફ અન્ય મોટા શહેરો છે. અહીંની મુખ્ય બોલચાલની ભાષા અરબી અને કુર્દી ભાષા છે પણ બન્નેમાંથી કોઈને પણ સાંવિધાનિક દરજ્જો નથી મળ્યો.
   ફુરાત ઉપર પહોંચ્યા અને પાણી ઉપર કબ્જો કરી લીધો અને ખોબામાં પાણી લીધું પણ જ્યારે ઇમામ(અ .સ.)ના ઘરનાઓની તરસ યાદ આવી તો પાણીને ફેંકી દીધું અને કહ્યું: یَ

   Sapanaben.This is the answer to your question.

   જવાબ આપો
 • 17. Ramesh Patel  |  એપ્રિલ 5, 2011 પર 3:37 એ એમ (am)

  પ્રાચીન સંસ્કૃતિની જનેતા એટલે જગ પ્રસિધ્ધ નાઈલ નદી, આપે જે ભાવ કવિતામાં છલકાવ્યા,
  એ હૃદયને સ્પર્શી ગયા.સુશ્રી પ્રજ્ઞાનજુબેનનો પ્રતિભાવ પણ મજાનો જાણવા લાયક લાગ્યો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 18. chandravadan  |  એપ્રિલ 5, 2011 પર 1:50 પી એમ(pm)

  This was an Email Response for the Post>>>>

  Re: નાઈલ નદી અને ઈજીપ્તના સબંધો !Saturday, April 2, 2011 7:50 AMFrom: “Mohan Fatania” View contact detailsTo: “chadravada mistry” Bhai Shree Chandravadanbhai, Hare Krishna.Wonderful, wonderful, wonderful and congratulations for Nile Nadi Kavya. It is with whole history of Nile and Ejiept.From Mohanbhai Fatania. At;anta.

  જવાબ આપો
 • 19. chandravadan  |  એપ્રિલ 5, 2011 પર 1:54 પી એમ(pm)

  A Portion of an Email Response from UK>>>>

  Re: નાઈલ નદી અને ઈજીપ્તના સબંધો !Friday, April 1, 2011 7:29 AMFrom: “savarkar vinayak” >View contact detailsTo: “chadravada mistry” >Priya Chandravadan ji
  NAMASTE

  Wonderful thoughts in the ‘Kavya’.
  One word is in Foreign,………….
  Kindly note for future, please…
  ઈજીપ્તની યાદ ( સ્મરણ ) તાજી થઈ…અને કાવ્યરૂપે
  Pranam

  જવાબ આપો
 • 20. Thakorbhai & Parvatiben Mstry  |  એપ્રિલ 6, 2011 પર 5:24 પી એમ(pm)

  It is a coincidence that you have written a poem about mighty River Nile because we are going on River Nile Cruise on 18.9.2011 visiting various temples and the historic remnants of ancient civilization which goes back to thosands of years before Christ. Exellent poem giving information about Nile’s source and its importance to countries through which it passes to meet Mediterranean Sea. If there was no Nile, there would not have been the development of the ancient civilization.

  જવાબ આપો
 • 21. pravinshah47  |  એપ્રિલ 7, 2011 પર 5:47 પી એમ(pm)

  નાઇલ નદીની વાત ખૂબ જ ગમી. એક વાર ઇજીપ્તના પીરામીડો જોવા જવું છે. આપણા બ્લોગ મિત્રો ઈજીપ્ત અને સુદાનમાં રહે છે તે જાણી ઘણો આનંદ થયો.
  પ્રવીણ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: