શું થઈ રહ્યું છે જગતમાં ?

માર્ચ 20, 2011 at 4:54 પી એમ(pm) 15 comments

 

 
 

શું થઈ રહ્યું છે જગતમાં ?

 

શું થઈ રહ્યું છે જગતમાં ?…શું ખરેખર,

પ્રલય આવી રહ્યો છે ?…..(ટેક)

જાપાન નજીક સમુદ્રમાં ધરતીકંપ એક મોટો,

સુનામી બની, સમુદ્ર ધરતી પર જતા જોયો,

કેદી ન્યુક્લીયર શક્તિ હવામાં જવા પ્રયાસો કરે !

તો, માનવી શું કરે ?………શું થઈ રહ્યું……..(૧)

 

મીડલ ઈસ્ટની ધરતી પર જે થઈ રહ્યું,

એવું સ્વપ્નમાં ના કોઈએ વિચાર્યું,

મોરોક્કોમાં એક માનવી આગ કરી જલે !

તો,બીજા માનવીઓ શું કરે ?…..શું થઈ રહ્યું …..(૨)

 

બળવો થતા, મોરોક્કોની સરકાર બદલાય છે,

બળવા કારણે,ઈજીપ્તમાં ફેરફારો થાય છે,

બાહરેનથી લીબીયામાં માનવ-શક્તિ દેખાય છે !

હવે, માનવી શું કરે છે તે કંઈક સમજાય છે !……શું થઈ રહ્યું ….(૩)

 

પુરાણો કહે પ્રલય થયો હતો, અને થશે,

મહાભારતરૂપી  ધર્મયુધ્ધ દ્વારા પ્રલય હશે ?

અરે, એ તો, કુદરતની શક્તિ દ્વારા પ્રભુ-ઈચ્છારૂપે હશે !

તો,ઓ માનવી પ્રલયની ચિન્તા ના કર હવે !…..શું થઈ રહ્યુ…..(૪)

 
 

કાવ્ય રચનાઃતારીખ માર્ચ, ૧૯, ૨૦૧૧              ચંદ્રવદન

 
 

બે શબ્દો….

આજનૉ પોસ્ટ માટે આજે જ પ્રેરણા મળી.
  
ટીવી પર જગતના બે વિસ્તારના જ સમાચાર….જાપાન અને મીડલ ઈસ્ટ !
  
અત્યારે સવારમાં લીબીયા પર લીબીયા બહારના દેશો ત્યાના રહીશોની  મદદે.
  
હવે શું થશે ?
  
આ વિચાર સાથે માનવી હંમેશા પ્રલયની કલ્પનાઓ કરે તેનું યાદ આવ્યું.
અને આ રચના !
  
સૌને ગમે એવી આશા.
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
 
 
FEW   WORDS…
 
Today it is March 19th 2011.
Today, in the early morning, on the TV are the news of Libya ‘s Gadaffi’s Forces attacked by  the UNO blessed World Forces to prevent  the massive Human killings by tha advancing Gadaffi’s Forces.
There are only the News of  Japan’s Disaster..and this Fighting in Libya.
This inspired me to write this Poem.
Hope you like it !
Dr. Chandravadan Mistry
 
 
 
 
 
 
 
 
 
 
 

 

Entry filed under: કાવ્યો.

આ શું થઈ રહ્યું છે,કોઈ કહેશો મને ? હોલ ઈન ધ ક્લાઉડ !

15 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  માર્ચ 20, 2011 પર 5:34 પી એમ(pm)

  ટોકિયોના શિન્તો ધર્મ પાળનારા આ આફતને જાપાની ભાષામાં ‘તેમ્બાત્સુ’ કહે છે. એટલે કે ભગવાને મોકલેલી સજા કહે છે.
  ટીવી રિપોર્ટર ગ્લેન બેકએ પણ કહ્યું કે આ ભૂકંપ ઈશ્વર તરફથી ચેતવણીનો પૈગામ છે.
  એક પૂજનીય જૈન ગુરુએ કહ્યું કે જાપાન ઉપરની આ આફતને ઈશ્વરીય સજા ગણાય
  રિપોર્ટર લી જેય વોકરે લખ્યું છે કે ટોકિયોના ૭૮ વર્ષના બુઝુર્ગ ગવર્નર શિન્તારો ઇશિહારાએ ધડાકો કરીને કહ્યું કે ‘આ આફત એક ડિવાઈન પનિશમેન્ટ છે.’ ‘જાપાનીઓ ખૂબ જ ઇગોથી પીડાતા હતા. બધા ગ્રીડી બની ગયા હતા. સ્વાર્થી અને અહ્મના બંદા બની ગયેલા. તેની આ શિક્ષા છે.!
  તેવી જ પોલીટીકલ આફતો માટે મંતવ્યો છે
  પણ અમે તો સામાન્ય જન છીએ અને અમારી ભાવના તો તેઓને થાય તે રીતે મદદ અને પ્રાર્થના કરવાની છે.સંતો,નેતાઓ અને પ્રેસવાળાની વાત તે જાણે…

  જવાબ આપો
  • 2. chandravadan  |  માર્ચ 20, 2011 પર 6:03 પી એમ(pm)

   પ્રજ્ઞાજુબેન,

   આ પોસ્ટ માટે એક સુંદર પ્રતિભાવ આપ્યો તે માટે આભાર !

   અન્ય કહે છે કે આ જાપાન માટે એક કુદરતની સજા છે.

   સજા છે કે નહી એ તો પ્રભુ જાણે !

   તમે અંતે લખ્યું તે પ્રમાણે, માનવ તરીકે આફતમાં આવેલા માનવીઓને સહાય કરવી એ જ સૌની ધર્મરૂપી ફરજ બની જાય છે !

   >>>ચંદ્રવદન.

   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 3. ishvarlal r. mistry  |  માર્ચ 20, 2011 પર 6:31 પી એમ(pm)

  Very good post Chandravadanbhai, We should be concern about disaster many wrongful death of people and unrest in Libya .We should pray for them and help in any way we can.We cannot control Nature but we should pray for prevention of such disaster.
  Thankyoufor sharing your thoughts.

  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 4. Capt. Narendra  |  માર્ચ 20, 2011 પર 7:56 પી એમ(pm)

  “રે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો…”ની પ્રેરણા એક પક્ષી પર પૌણથી ઘા કરતા માનવીને જોઇએ આપણા પ્રખ્યાત કવિના મનમાં ઉપજી અને કાવ્ય રચનાબહાર પડી, તેવું જ અહીં તમે ક્રયું છે, જે આપની ઉર્મિશીલતાન દર્શાવે છે. સાથે ફોટોગ્રાફ્સ આપીને તેની અસર એકદમ વધારી. જાપાન માટે આપણે કોઇ ફાળો આપવો હોય તો કોઇ આધારભૂત સંસ્થાની માહિતી અહીં આપશો તો આભારી થઇશ.

  જવાબ આપો
 • 5. Dilip Patel  |  માર્ચ 20, 2011 પર 9:34 પી એમ(pm)

  જાપાનમાં અને જગતમાં ઘટી રહેલી સાંપ્રત ઘટનાઓને આપે સુપેરે શબ્દદેહ આપીને તેમજ ઈમેજમાં મઠારીને મૂકી છે.

  મુરબ્બી શ્રી ચંદ્રવદનભાઈ, અત્રે કેપ્ટન શ્રી નરેંદ્રભાઈની ભલામણના પ્રત્યુત્તરમાં આ માહિતી મૂકેલી છે. આપનો આભાર.
  To help the people of Japan, BAPS Charities has begun “Japan Disaster Relief Fund”. Currently, they are in the process of assessing the various organizations with which they can partner to provide immediate aid.

  To donate, kindly visit
  http://www.bapscharities.org/japan or https://my.bapscharities.org

  અસરગ્રસ્ત સર્વે જનો અંદ જાપાન જલ્દી પીડારહિત અને પગભર થાય એ માટે પ્રાર્થના સહ.

  દિલીપ ર. પટેલ

  જવાબ આપો
 • 6. chandravadan  |  માર્ચ 20, 2011 પર 11:22 પી એમ(pm)

  Narendrabhai,
  Thanks for your comment & the suggestion to give the Guidance for the Donations to Japan victims.
  Dilipbhai,
  Thanks for your comment & the info for the Donation.
  NOW.
  Please read this>>>>>

  The Organisations accepting Donations for Japan Victims>>>>>

  http://mywebtimes.com/archives/ottawa/display.php?id=426554
  Red Cross

  http://www.worldvision.org/content.nsf/pages/japan-hea-2011-eappeal-pg4?open&campaign=113655219
  World Vision

  https://www.mercycorps.org/donate/japan?source=55400&gclid=CIeQvZ-i3qcCFQlPgwodAFT49Q
  MercyCorps

  The above are some places you can think of if you desire to make the Donations

  But you must READ this below before you give ANY DONATION >>>>

  Better Business Bureau: Donor alert — Giving to Pacific tsunami and Japanese earthquake victims
  3/14/2011

  CONTACT:

  Susan Bach, Director of Communications
  PHONE: 414- 847- 6085
  FAX: 414-302- 0355
  E-MAIL: sbach@wisconsin.bbb.org
  Be Sure Disaster Relief Charities are Legit and Equipped to Help
  DR. CHANDRAVADAN MISTRY

  જવાબ આપો
 • 7. Ramesh Patel  |  માર્ચ 21, 2011 પર 1:37 એ એમ (am)

  ડોશ્રી ચન્દ્રવદનભાઈએ આજની આ વેદનાભરી સમસ્યાને ભાવુક હૃદયથી ઝીલી અને શબ્દ દેહને
  ચિત્રો વડે અનુભૂતિ સુધી લઈ ગયા. કુદરતની સર્જક અને વિનાશી શક્તિઓને પરમ ચૈતન્યની
  કૃપાથી અકર્તા ભાવે ઝીલતા રહીએ.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 8. P Shah  |  માર્ચ 21, 2011 પર 5:34 એ એમ (am)

  જે સર્જન કરે છે તેને વિસર્જનનો અધિકાર છે, શું આ જગતનો સર્જક એ અધિકારની રૂએ આ વિસર્જન કરી રહ્યો છે !? આ બધું વિચારવું અને વિચારી એનું વિષ્લેશણ કરવું એ આપણી શક્તિની બહારની અને અવિવેકી વાત છે. રમેશભાઈએ કહ્યું તેમ–
  કુદરતની સર્જક અને વિનાશી શક્તિઓને પરમ ચૈતન્યની
  કૃપાથી અકર્તા ભાવે ઝીલતા રહીએ.
  અને જાપાન માટે આપણે યથાશક્તિ ફાળો આપીએ.
  ચંન્દ્રવદનભાઈ, આપના ભાવૂક હૃદયને સલામ !

  જવાબ આપો
 • 9. Shashikant Mistry  |  માર્ચ 21, 2011 પર 1:10 પી એમ(pm)

  Chandravadanbhai,

  All your recent posts indicate how sensitive you are to the sufferings of mankind.

  The happenings can be called as punishments from God.
  Our duty is to help those who are suffering as best as we can.
  God only knows why He is punishing these communities.

  Shashibhai

  જવાબ આપો
 • 10. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  માર્ચ 21, 2011 પર 2:59 પી એમ(pm)

  આદરણીય શ્રી ડૉ.ચંદ્રવદનભાઈ,

  જાપાન ની વેદના આપે કવન સ્વરૂપે શબ્દોમાં કંડારી અને તેનું દ્રશ્ય આંખ સામે ખળું કરી આપેલ છે. ઈશ્વર શું ઈચ્છે છે તે તો તેજ જાણે, આપણે જાપાન સાથે સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે પ્રાર્થના તો જરૂર કરી શકીએ.

  એક ભજનની પંક્તિ યાદ આવે છે.

  તું સર્જાવે, તું સંહારે પણ એ
  રાખે નહિ નિશાની …
  ઈશ્વર તું પણ છે વિજ્ઞાની ….

  જવાબ આપો
 • 11. Bina  |  માર્ચ 21, 2011 પર 10:56 પી એમ(pm)

  જાપાન ઉપરની આ આફતને ઈશ્વરીય સજા ગણાય. I totally agree with Pragnajuben. It is really a sad event.

  જવાબ આપો
 • 12. pravinshah47  |  માર્ચ 22, 2011 પર 2:54 એ એમ (am)

  જગતમાં બની રહેલી ખરાબ ઘટનાઓથી દુખી થઇ રહ્યા છીએ.
  આપે આ દુખને કવિતા દ્વારા વાચા આપી છે.
  પ્રવીણ શાહ

  જવાબ આપો
 • 13. Dr Sudhir Shah  |  માર્ચ 22, 2011 પર 11:56 એ એમ (am)

  nice poem

  જવાબ આપો
 • 14. પરાર્થે સમર્પણ  |  માર્ચ 22, 2011 પર 7:26 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  પુરાણો કહે પ્રલય થયો હતો, અને થશે,
  મહાભારતરૂપી ધર્મયુધ્ધ દ્વારા પ્રલય હશે ?
  અરે, એ તો, કુદરતની શક્તિ દ્વારા પ્રભુ-ઈચ્છારૂપે હશે !
  તો,ઓ માનવી પ્રલયની ચિન્તા ના કર હવે !…..શું થઈ રહ્યુ
  દુનિયા ભરમાં થઇ રહેલા પ્રલય અને યુધ્ધના બનાવો સાંકળીને સુંદર કાવ્ય સર્જને વ્યથા વ્યક્ત

  કરી છે. જે પોષતું તે મારતું કુદરતનો અકળ ક્રમ છે. અને હજુ ઘણા દેશોમાં આ ક્રમ આકાર લઇ

  રહ્યો છે મને તો આપણા રાજકારણીઓની મહાદશા દેખાઈ રહી છે.તેમને પણ ભાગવાની જગ્યા નહી જડે.

  જવાબ આપો
 • 15. dhavalrajgeera  |  માર્ચ 23, 2011 પર 5:51 એ એમ (am)

  Dear Chandra…Narenbhai,Rameshbhai and Dilipbhai I am in LAX and will love to join with all of you to plan for Japan and Middle East Help! Call me if you want to see me !!!!
  Please call Jitubhai Trivedi where i am visiting. Rajendra Trivedi, M.D.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: