આ શું થઈ રહ્યું છે,કોઈ કહેશો મને ?

March 18, 2011 at 12:31 pm 21 comments

 

 
 
 
 

 

આ શું થઈ રહ્યું છે,કોઈ કહેશો મને ?

આ શું થઈ રહ્યું છે, કોઈ કહેશો મને ? (ટેક)
 
ભાષા બને છે શબ્દોથી,
શબ્દો બને છે વાચાથી,

જો વાચા મળી છે માનવીને,

તો, ભાષા બનાવી છે માનવીએ
માનવીએ જ બનાવી, તો શાને લડો છો ?…..આ શું થઈ….(૧)
 
શબ્દો નહી,પણ માનવી જ બનાવે ધર્મને,
કોઈ કહે, હિન્દુ છું હું,
કોઈ કહે, મુશલમાન છું હું.
સૌ કહે, માનવી છું હું,
સૌ માનવીઓ તો, શાને લડો છો ?….આ શું થઈ…..(૨)
 
અંગ્રેજી ભાષામાં લખતા, અંગ્રેજ કહેવાય નહી,
હિન્દી ભાષામાં લખતા,હિન્દુ કહેવાય નહી,
ઉર્દુ ભાષામાં લખતા, મુશલમાન કહેવાય નહી,
પણ, જરૂર સૌ માનવી કહેવાય,
સૌ એક છે તો, શાને લડો છો ?……આ શું થઈ ……(૩)
 
પૈસાને લક્ષ્મી ના કહી, ડોલર કે દોલત કહું તો શુ છે ?
ઉર્દુ ભાષાના શબ્દ “દીલ” અને સંસ્કુતભાષાના “હ્રદય” એક જ નથી ?
અને, માફી કે ક્ષમા બદલે “સોરી” કહું તો એમાં કાંઈ ભુલ છે ?
વિશ્વની ભાષાઓ સૌ માનવીની, ધર્મ નહી ફક્ત માનવી જ હક્કદાર છે,
એક  જ હક્કદાર, તો શાને લડો છો ?……આ શું થઈ………(૪)
 
“ચંદ્ર”તો એક માનવી,અને ભાષાની શુધ્ધતા વિષે અજાણ છે,
જુદી જુદી ભાષા શબ્દો સહારે એના ગુજરાતી લખાણો છે,
નથી કવિ કે સાહિત્યકાર, અને ચિન્તા મુક્ત છે,
તો, લખે દીલ હ્રદય કે હાર્ટ,ભુલ લાગે ક્ષમા કરજો એને !
ના લડો, અને સૌ એક માનવ બનો !………આ શું થઈ…….(૫)
 
 
કાવ્ય રચના…તારીખ માર્ચ, ૧૪, ૨૦૧૧                     ચંદ્રવદન
 
 

બે શબ્દો…

આજે જે કાવ્ય-પોસ્ટ પ્રગટ થઈ છ્વે તેની રચના થોડા દિવસો પહેલા જ થઈ હતી.
 
શા કારણે ?
 
એક ઈમેઈલ મળ્યો..જેમાં ઉલ્લ્લેખ હતો કે થોડા “ઉર્દૂ” શબ્દો છે..અને શીખ હતી કે
સંસ્ક્રુત પાયાથી બનેલા ગુજરાતી શબ્દો હોય તો યોગ્યતા રહે.
 
એક રીતે આ સલાહમાં કંઈક યોગ્યતા કહી શકાય.
 
પણ જો……
 
અંગ્રેજી શબ્દ વપરાસ માટે વિરોધ ના હોય તો ?
તો, મારૂં માનવું છે કે  આ વિરોધમાં કાંઈક બીજું  કારણ હોય શકે !
 
આ કાવ્ય દ્વારા મેં મારા વિચારો પ્રગટ કર્યા.
 
તમે સૌ વાંચશો તો મને આનંદ થશે.
જો પ્રતિભાવ આપશો તો વધુ આનંદ હશે.
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 
 
 
FEW   WORDS…
 
Today’s Post was supposed to be another Kavya-Post.
 
Man can plan anything..but it’s God’s Will that Happen.
 
That does not mean that Man must not think rationally & Plan.
 
Today’s Post is a Kavya I was inspired to write to convey a simple
Message “A  Language made up of so many words is Man-made..& that all languages must be treated with the respect, even if it is the Language of a Person you may not like”
 
I hope you like this Post !
 
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

ફક્ત જોઈએ છે ! શું થઈ રહ્યું છે જગતમાં ?

21 Comments Add your own

 • અંગ્રેજી ભાષામાં લખતા, અંગ્રેજ કહેવાય નહી,
  હિન્દી ભાષામાં લખતા,હિન્દુ કહેવાય નહી,
  ઉર્દુ ભાષામાં લખતા, મુશલમાન કહેવાય નહી…………. nice !
  to learn and master foreign languages is today’s need this does not mean you do not care for your mother tongue.

  Reply
  • 2. chandravadan  |  March 18, 2011 at 1:07 pm

   પારૂ,

   હમણા જ થોડી મીનીટો પહેલા જ આ પોસ્ટ પ્રગટ કરી.

   અને તારો જ પ્રથમ પ્રતિભાવ.

   વાંચી આનંદ !..આભાર મામાનો.

   અને હા, કહેવાનું તો ભુલી ગયો..તારા જ બ્લોગ પર પોસ્ટો વાંચતા ફુલ ગમ્યું તે જ અહી છે !
   DR. CHANDRAVADAN MISTRY

   Reply
 • 3. pragnaju  |  March 18, 2011 at 2:14 pm

  સ રસ રચના

  “ચંદ્ર”તો એક માનવી,અને ભાષાની શુધ્ધતા વિષે અજાણ છે,
  જુદી જુદી ભાષા શબ્દો સહારે એના ગુજરાતી લખાણો છે,
  નથી કવિ કે સાહિત્યકાર, અને ચિન્તા મુક્ત છે,
  તો, લખે દીલ હ્રદય કે હાર્ટ,ભુલ લાગે ક્ષમા કરજો એને !
  ના લડો, અને સૌ એક માનવ બનો !………આ શું થઈ……

  પોતાના આંતરિક અસ્તિત્વની શોધ કરવાનો આ પ્રયાસ અહં ઓછો કરે છે.અને સૌથી મહત્વનો તેના પ્રત્યે ભાવ આવે એનાથી રુડું શું? પછી બુધ થવા તરફ ગતિ થાય તે પ્રભુ કૃપા. બુધ એટલે જાગૃત થવું. પોતાની જાતને જાગૃત કરવી અને પછી બીજાને જાગૃત કરવા માટે જાગૃત બનવું. તમારા આંતરચક્ષુ હજી ખૂલ્યાં નથી.તે ખોલવા બુદ્ધિની જરૂર છે. બુદ્ધિ એ વર્તમાનમાં રહેવાની ક્ષમતા છે.જ્ઞાન દ્વારા તમારી સ્મૃતિ વિશાળ અને વિશાળ બને છે, પરંતુ તમારી બુદ્ધિ વિશાળ બનતી નથી.બુદ્ધ એ પ્રકાશ છે તેઓ પ્રકાશ બની ચૂક્યા છે. આથી તેઓ સહજ રીતે બીજાને પણ પ્રકાશ બતાવે છે. તેમનો અંધકાર અદૃશ્ય થઈ ગયો છે. તેમની આંતરજ્યોતિ ઉજ્જવળ રીતે પ્રકાશી રહી છે.

  Reply
 • 4. ishvarlal r. mistry  |  March 18, 2011 at 6:01 pm

  Very good poem about language the more language you can speak the better but it is important to be able to speak your mother language.No need to grief or quarrel but improve yourself.Like you mentioned plan should be rational and you will succeed in achieving, its like ones intention is good it will overcome all the obstacles.by God’s grace. The goal is to help others very good thoughts.

  Ishvarbhai R. Mistry.

  Reply
 • 5. Ramesh Patel  |  March 18, 2011 at 6:29 pm

  ખૂબ જ ઊંચી વાત કહી આપે આ કાવ્ય દ્વારા. માનવીય ગુણોનું મૂલ્ય સનાતન છે.
  ભાષા થકી જ વિકાસ યાત્રાની શરુઆત થઈ છે ,હવે સમજદારી ટકાવીએ તો ઘણા
  પ્રશ્નો ઉભાથતા જ અટકી જાય.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 6. પરાર્થે સમર્પણ  |  March 18, 2011 at 9:01 pm

  આદરણીય શ્રી ડો. ચંદ્રવદનભાઈ,

  ખુબ અલોલીક્તાથી મનમાં ઉદભવેલા ભાવોને કાવ્યમાં ઢાળ્યા છે.

  ભાષાની ભૂમિને શોધતા માણસ વહેચાઈ ગયો

  સતાની દોડમાં દોડતા પ્રદેશવાદ ફેલાઈ ગયો

  સ્વાર્થની લાલસામાં માનવતાને ભુલાવી ગયો

  જેને કારણે છે બધું એની ભક્તિને વિસરી ગયો

  સાહેબ ખુબ સુનાદ્ર રીતે કાવ્ય રસમાં તરબોળ કરી દીધા

  Reply
 • 7. Pancham Shukla  |  March 18, 2011 at 9:42 pm

  સૌહાર્દપૂર્ણ વાતનું પદ્ય.

  અંગ્રેજી ભાષામાં લખતા, અંગ્રેજ કહેવાય નહી,
  હિન્દી ભાષામાં લખતા,હિન્દુ કહેવાય નહી,
  ઉર્દુ ભાષામાં લખતા, મુશલમાન કહેવાય નહી,
  પણ, જરૂર સૌ માનવી કહેવાય,

  સરસ.

  Reply
 • 8. સુરેશ જાની  |  March 19, 2011 at 2:43 pm

  दिलसे जो बात निकलती है. असर रखती है
  पर नહીં, ताकते पરवाझ मगर रखती है ।

  એક મુસ્લીમ મિત્રે સંભળાવેલો બહુ જ ગમતો શેર.

  Reply
 • 9. himanshu patel  |  March 19, 2011 at 2:44 pm

  umaashankar joshini jema tame pan vishvamaanvi banavani bhavana vyakta kari che sarasa.

  Reply
 • 10. sapana  |  March 19, 2011 at 3:13 pm

  અને, માફી કે ક્ષમા બદલે “સોરી” કહું તો એમાં કાંઈ ભુલ છે ?
  વિશ્વની ભાષાઓ સૌ માનવીની, ધર્મ નહી ફક્ત માનવી જ હક્કદાર છે,

  સાચે સર્વાંગ સુંદર રચના…માનવી માનવી તરીકેબું માન જાળવે તો પણ આ ધર્મનાં અંતર ઓછા થાય!!
  સપના

  Reply
 • 11. pravina  |  March 19, 2011 at 3:58 pm

  Very nice creation.Whaever is happeningin the world is out of
  control.. We just have to try for ‘ Good Human being’.

  Reply
 • 12. Capt. Narendra  |  March 19, 2011 at 6:12 pm

  ….અને વાચા છે વિચારની પુ્ત્રી! વાહ, ખુબ સરસ વિચાર, વાચા અને શબ્દ.

  Reply
 • 13. praheladprajapati  |  March 20, 2011 at 1:14 am

  બહુજ ઉંચી, છે
  ==========
  માનવ તેની ભાષા થી ઓળખાય છે પણ
  માનવતા તેના કર્મો થી ઓળખાય છે

  અંગ્રેજી ભાષામાં લખતા, અંગ્રેજ કહેવાય નહી,
  હિન્દી ભાષામાં લખતા,હિન્દુ કહેવાય નહી,
  ઉર્દુ ભાષામાં લખતા, મુશલમાન કહેવાય નહી,

  Reply
 • 14. Arvind Adalja  |  March 20, 2011 at 2:51 am

  “માનવ તેની ભાષા થી ઓળખાય છે પણ
  માનવતા તેના કર્મો થી ઓળખાય છે

  અંગ્રેજી ભાષામાં લખતા, અંગ્રેજ કહેવાય નહી,
  હિન્દી ભાષામાં લખતા,હિન્દુ કહેવાય નહી,
  ઉર્દુ ભાષામાં લખતા, મુશલમાન કહેવાય નહી,”
  બહુજ સાચી વાત કરી છે આપે ભાષા નહિ પણ માનવતા જ મોટી છે. અને વળી જોઅંગ્રેજી શબ્દો વાપરવામાં કોઈ ક્ષોભ ના નડતો હોય તો ઉર્દુ માટે શા માટે ક્ષોભ હોવો જોઈએ ! અંગ્રેજી તો આપણી ગુલામી માનસિકતા પ્રગટ કરે છે અને તેના વપરાશથી આપણે અર્થાત મોટા ભાગના ગુજરાતીઓ/ભારતીઓ ગૌરવ અનુભવે છે જે શરમજનક નથી ? અરે મોટાભાગના ગુજરાતીઓ ગુજરાતી માતૃભાષા હોવા છતાં સાચું બોલી કે લખી ના શકતા હોવા વિષે ક્ષોભ અનુભવવાને બદ્લે ગૌરવ લેતા રહે છે.

  Reply
 • 15. Dilip Gajjar  |  March 20, 2011 at 5:24 am

  પણ, જરૂર સૌ માનવી કહેવાય,
  સૌ એક છે તો, શાને લડો છો ?……આ શું થઈ ……(૩)

  ખૂબ જ સમજદારીનો સંદેશ .. વ્યક્તિ, ભાષા ,પ્રાંત, હિંદુ મુસ્લીન જેઓ ભેદને પોતાનો ધર્મ, ખરે ખર અજ્ઞાન છે પણ ધર્મ માની અમારા રસ્તા અલગ કહેતા ફરે અને વેરનો એકડો ઘૂંટતા રહે તો સત્યાનાશ વાલે છે ..પાયામાં પ્રેમ અને માનવ્ય ની સમજ નથી તેમને મૂઢ કહે છે ..મૂઢચિત્ત વાળા મનમાં ગયેલી વાત જલ્દી પલટાતી નથી . ન તું પ્રતિનિ વિષ્ટ મુર્ખ્જ્નમારાધાયેત ..એમ કહ્યું છે મુરખને બ્રહ્મ પણ પ્રસન્ન ન કરી શકે..આપ ખો તે અનુભવ મને પણ થઇ ગયો છે …એક ચુસ્ત હિંદુ એ ..જનાબ ને બદલે શ્રીમાન ન કહેવાય ?…ત્યારે મને પણ આપના જેવો જ અનુભવ થયેલ કે ..ભાષાના ફેરથી કોઈ હિંદુ કે મુસલમાન નથી ઘન મુસલમાન ગુજરાતી છે ..પોતાનો સાચો ધર્મ કયો તે એક શોધ છે અને ..વર્તનથી જ તે ધરમ પરખાય છે કોઈ અન્ય લેબલથી નહીં ..કે જન્મગત જે માન્યતામાં જન્મ્યા હોય તેનાથી નહીં .
  દિલીપ

  Reply
 • ડૉ.ચંદ્રવદનભાઈ,

  અંગ્રેજી ભાષામાં લખતા, અંગ્રેજ કહેવાય નહી,
  હિન્દી ભાષામાં લખતા,હિન્દુ કહેવાય નહી,
  ઉર્દુ ભાષામાં લખતા, મુશલમાન કહેવાય નહી,
  પણ, જરૂર સૌ માનવી કહેવાય,
  સૌ એક છે તો, શાને લડો છો ?……આ શું થઈ ……(૩)

  ખૂબજ સુંદર રચના. આપની રચના વાંચી કબીર સાહેબ નો એક દોહો યાદ આવી ગયો.

  કબીર કુવા એક હૈ
  પનિહારી અનેક
  બર્તન ન્યારે ન્યારે
  પાણી સબ મેં એક.

  આભાર !

  Reply
 • 17. hemapatel  |  March 20, 2011 at 2:49 pm

  એકદમ ઉચા અને ઉમદા વિચારો . આપે ખરેખર તદન સત્ય હકિકત
  દર્શાવી છે . ખૂબજ સુન્દર રચના .

  Reply
 • 18. chandravadan  |  March 20, 2011 at 7:24 pm

  This was an Email Response from Mohanbhai Fatania of USA….Reading this & all Posts>>>

  Flag this messageRe: NEW POST….આ શું થઈ રહ્યું છે,કોઈ કહેશો મને ?Sunday, March 20, 2011 11:24 AMFrom: “Mohan Fatania” View contact detailsTo: “chadravada mistry” Dear Chandravadanbhai, Hare Krishna. Same to you for Holi. It was nice to speak to you on telephone. I read all of your emails with great interest.Congratulations. Thanks and Hare Krishna from Mohanbhai Fatania, Atlanta.

  Reply
 • 19. chandravadan  |  March 24, 2011 at 2:23 am

  This was an Email Response to this Post>>>>>

  Re: NEW POST….આ શું થઈ રહ્યું છે,કોઈ કહેશો મને ?Tuesday, March 22, 2011 7:02 PMFrom: “Manibhai Patel” >View contact detailsTo: “chadravada mistry”

  aabhaar !m.

  Reply
 • 20. razia  |  March 24, 2011 at 1:27 pm

  પૈસાને લક્ષ્મી ના કહી, ડોલર કે દોલત કહું તો શુ છે ?
  ઉર્દુ ભાષાના શબ્દ “દીલ” અને સંસ્કુતભાષાના “હ્રદય” એક જ નથી ?
  અને, માફી કે ક્ષમા બદલે “સોરી” કહું તો એમાં કાંઈ ભુલ છે ?
  વિશ્વની ભાષાઓ સૌ માનવીની, ધર્મ નહી ફક્ત માનવી જ હક્કદાર છે,
  એક જ હક્કદાર, તો શાને લડો છો ?……આ શું થઈ………
  સુંદર વાત કહી આપે ડો.સાહેબ!!! આપના બ્લોગ પર અગાઉ આવી હતી મને પણ યાદ છે. પણ હું મારી ટ્રાંસ્ફર તથા સાઉદી અરેબીયા ની વિઝિટ અને માતા-પિતા ના અવસાન આ બધું જ એક સાથે બનતા થોડું બીઝિ થઈ ગઈ હતી.

  હવે આપના બ્લોગ પર મારી કમેંટ હશે જ.

  http://raziamirza.blogspot.com
  http://www.listenme.jagranjunction.com

  Reply
  • 21. chandravadan  |  March 24, 2011 at 1:53 pm

   રઝિયાબેન,

   તમે તરત “ચંદ્રપૂકાર”પર આવ્યાનો ખુબ જ આનંદ !

   જવાબરૂપે અંગ્રેજીમાં લખતો હતો, અને થયું ગુજરાતીમાં જ સ્વાગત કરૂં , અને લખી રહ્યો છું. ગુજરાતી લખાણમો

   બ્લોગ નિહાળ્યો હતો. તો, બીજી “લીન્ક” દ્વારા તમારા હિન્દી લીપીમા લખ્લું વાચ્યું……

   सलाम एक ग़रीब की महानता को
   વાંચતા આ તમારી માતા વિષે હતું ? મારી હિન્દી ભષામાં સમજ કમ છે..તો ઈમૅઈલથી વિગતે જાણ કરવા વિનંતી .

   ફરી મારા આ બ્લોગ પર આવશો ..અને તમારા સુંદર પ્રતિભાવો વાંચવાનો લ્હાવો આપતા રહેશો !>>>>>ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

March 2011
M T W T F S S
« Feb   Apr »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: