ફક્ત જોઈએ છે !

માર્ચ 13, 2011 at 12:14 એ એમ (am) 22 comments

 

 
 

 

ફક્ત જોઈએ છે !

ના જોઈએ છે જંગલનું અંધકાર,
ના જોઈએ છે દિવસનું અજવાળું,
ના જોઈએ છે રાત્રીએ ગગનના ચંદ્ર તારલા,
ફક્ત જોઈએ છે માનવ જન્મ મારે !…(૧)
  
ના જોઈએ છે ફળો ચીકું કે કેરી,
ના જોઈએ છે પદ શાકાહરી કે માંસાહારી,
ના જોઈએ છે ભોજન ગરમ કે ઠંડુ,
ફક્ત જોઈએ છે પ્રભુપ્રસાદીનું પાણી !…(૨)
  
ના જોઈએ છે પૂછવાનું કેમ  વિશાળ સમુદ્ર,
ના જોઈએ છે પૂછવાનું કેમ નદી અને ઝરણા,
ના જોઈએ છે પૂછવાનું કેમ વાદળો,
ફક્ત જોઈએ છે જાણવું કેમ પવન અને વરસાદ ?….(૩)
 
ના જોઈએ છે ધન, દોલત, કે ઝવેરાત,
ના જોઈએ છે કિર્તી કે મહા વિજ્ઞાન,
ના જોઈએ છે વખાણો કે નામ,
ફક્ત જોઈએ છે માનવતા મુજ હૈયે !……(૪)
 
ના જોઈએ છે માનવીઓમાં વેર-ઝ્રેર, અને દુશમનતા,
ના જોઈએ છે માનવીઓમાં ઈર્ષા કે અભિમાન,
ના જોઈએ છે માનવીઓમાં ક્રોધ કે હિંસા,
ફક્ત જોઈએ છે “પ્રેમભર્યો”ભક્તિભાવ સૌમાં !…..(૫)
 
અને…..
 
કદી જો હશે માનવીઓમાં દયા-પ્રેમભાવ,
કદી જો હશે માનવીઓમાં માનવતા,
કદી જો હશે માનવીઓમાં “પરમ તત્વ”રૂપી ભક્તિભાવ,
 
તો…
 
ફક્ત જોઈએ છે ચંદ્રને જગતમાં ખરી શાન્તી !…(૬)
 
 
 
કાવ્ય રચના તારીખ સેપ્ટેમ્બર, ૨૬, ૨૦૧૦          ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો…

આ કાવ્ય તમે વાંચ્યું !
 
કેવી રીતે આ કાવ્ય લખવાની પ્રેરણા મળી ?
 
પોસ્ટ દ્વારા “અખંડ આનંદ”ના અંકો વાંચવા લ્હાવો મળે છે. …..આજે, સેપ્ટેમ્બરની ૨૬,૨૦૧૦ના દિવસે મારા હાથમાં અખંડ આનંદનો જુનો જુલાઈનો અંક હાથમાં આવ્યો….પાનો ફેવતા, હું હતો પાન ૫૪-૫૫ પર…લેખનું નામકરણ હતું ” પરમાત્મા સ્વરૂપ શું છે ? જાણવું કેમ ? “…..અને લેખ વાંચતા….હતા શબ્દો “પરમ તત્વને જાણી લીધું કે  તે જ સત્ય છે “….અને લેખમાં સમજ હતી માનવના “અવગુણો” અને “ગુણો” વિષે…અવગુણો દુર થતા ગુણો ખીલે છે ….
 
બસ, આ વિચાર આધારીત, “ના જોઈએ છે ” અને “ફક્ત જોઈએ છે “ની વિચારધારે આ કાવ્ય રચનાને સ્વરૂપ મળ્યું છે !
 
આશા છે કે આ મારો “હ્રદયભાવ” તમોને ગમશે !
 
વાંચી, “બે શબ્દો” જરૂર લખશો !
 
>>>>ચંદ્રવદન
 
FEW  WORDS…
 
Today’s Post is a Kavya Rachana ..the INSPIRATION for it was a Lekh in the ANAND ANAND Masik.
The message is to discard the “Avguno” and fill your Life with “Guno” ( Virtues).
I hope you like this Post.
 
Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

સ્વાર્થ વગરનું જીવન ! આ શું થઈ રહ્યું છે,કોઈ કહેશો મને ?

22 ટિપ્પણીઓ Add your own

 • 1. પરાર્થે સમર્પણ  |  માર્ચ 13, 2011 પર 2:29 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  કદી જો હશે માનવીઓમાં દયા-પ્રેમભાવ,
  કદી જો હશે માનવીઓમાં માનવતા,
  કદી જો હશે માનવીઓમાં “પરમ તત્વ”રૂપી ભક્તિભાવ,
  તો…
  ફક્ત જોઈએ છે ચંદ્રને જગતમાં ખરી શાન્તી !…(૬)
  માનવ જીવન ઝંખતી તમામ વસ્તુ ના માગી કવિ ફક્ત પરોપકાર અર્થે
  પાણી વરસાદ પ્રભુ પ્રસાદી અને માનવતા સાથે પરમ શાંતિ માગવાની
  અરજ કરી માણસે જીવનમાં શાને મહત્વ આપવું તે સુપરે સમજાવ્યું છે.
  વાહ સાહેબ વાહ જગતના મંગલ કર્યો માટે શું બીજાને પ્રેરણા આપતું કાવ્ય
  સર્જન કરી એક કુશાગ્ર અને પરોપકારી કવિના દર્શન કરવ્યા છે આપે.

  જવાબ આપો
 • 2. Dr P A Mevada  |  માર્ચ 13, 2011 પર 10:57 એ એમ (am)

  સરસ ચોટદાર રીતે, “જોઈએ છે” ની રજુઆત કરી.

  જવાબ આપો
 • 3. pragnaju  |  માર્ચ 13, 2011 પર 1:38 પી એમ(pm)

  ભાવ સભર સુંદર રચના
  વસી ખૂણે ખાતા મનુજ નજરે પુષ્કળ પડે
  અને વે’ચી ખાતા પણ બહુ વિવેકી જન જડે
  પરંતુ કૈં રાખ્યા વગર નિજ સંચ્યું જગતને
  સમર્પી સંતોષે વસવું વિરલાથી પ્રિય બને
  યાદ આવી પંક્તીઓ
  એક શાયર છું જીવન કર્મોથી ના અજ્ઞાન છું
  વેદનો પણ છું ઉપાસક કારીએ કુઅરાન છું
  કિંતુ જો ઈમાનની પૂછો તો આસિમ સાંભળો
  હું ન હિન્દુ છું ન મુસ્લિમ છું ફક્ત ઈન્સાન છું

  જવાબ આપો
 • 4. ishvarlal r. mistry  |  માર્ચ 13, 2011 પર 6:06 પી એમ(pm)

  Well said in your poem what is the fundamental thing in life,well described worth remembering it.keep moving along you are doing fine .thankyou for sharing your thougths Chandravadanbhai.

  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 5. Capt. Narendra  |  માર્ચ 13, 2011 પર 11:43 પી એમ(pm)

  કાવ્યમાં છલકે છે નમ્રતા અને પ્રભુપ્રત્યે ઋણની ભાવના. સુંદર અભિવ્યક્તિ સભર કાવ્ય પ્રસાદિ તરીકે અમને પહોંચાડવા માટે આભાર.

  જવાબ આપો
 • 6. સુરેશ જાની  |  માર્ચ 14, 2011 પર 12:55 એ એમ (am)

  અત્યંત ભાવવાહી રચના. કાશ આ ભાવ ખૂબ જ પ્રસરે .

  આજુબાજુ ગમે તેટલી ગંદકી ન હોય…

  વૈષ્ણવજન બનીએ.
  સાચા ખ્રિસ્તી બનીએ
  પાક મુસ્લિમ બનીએ
  તપસ્વી જૈન બનીએ
  સૌ માટે મંગળકામના ચાહતા બુદ્ધ બનીએ
  માનવતાવાદી વિવેકપંથી બનીએ.

  જવાબ આપો
 • 7. pravina  |  માર્ચ 14, 2011 પર 8:55 એ એમ (am)

  wonderful. Why You want it ?
  We have it !

  જવાબ આપો
 • 8. chandravadan  |  માર્ચ 14, 2011 પર 5:25 પી એમ(pm)

  This was an Email Response to the Post>>>>>

  Re: Fw: NEW POST……..ફક્ત જોઈએ છે !Sunday, March 13, 2011 11:46 PMFrom: “Dr. Sudhir Shah” >View contact detailsTo: “chadravada mistry” nice one …touched..

  thanks

  sudhir shah

  જવાબ આપો
 • 9. sapana  |  માર્ચ 14, 2011 પર 10:59 પી એમ(pm)

  ના જોઈએ છે ધન, દોલત, કે ઝવેરાત,
  ના જોઈએ છે કિર્તી કે મહા વિજ્ઞાન,
  ના જોઈએ છે વખાણો કે નામ,
  ફક્ત જોઈએ છે માનવતા મુજ હૈયે !……(૪)

  ના જોઈએ છે માનવીઓમાં વેર-ઝ્રેર, અને દુશમનતા,
  ના જોઈએ છે માનવીઓમાં ઈર્ષા કે અભિમાન,
  ના જોઈએ છે માનવીઓમાં ક્રોધ કે હિંસા,
  ફક્ત જોઈએ છે “પ્રેમભર્યો”ભક્તિભાવ સૌમાં !

  કાશ કે બધાં માનવ આ સમજે..તો સમાજ સુધાર્ની જરુર ના પડે,,
  સપના

  જવાબ આપો
 • 10. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  માર્ચ 15, 2011 પર 1:24 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ

  આપની ભાષામાં ચન્દ્ર જેવી શીતળતાનો અમને અહેસાસ થાય છે,

  અમને જોઈએ છે, માત્ર આપનો શીતળ પ્રેમ
  અમને જોઈએ છે, માત્ર આપનો ભીતરનો પ્રેમ,
  અમને જોઈએ છે, માત્ર આપનો નિ:સ્વાર્થ પ્રેમ…..!

  ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

  જવાબ આપો
 • 11. Ramesh Patel  |  માર્ચ 15, 2011 પર 5:02 એ એમ (am)

  ડોશ્રીચન્દ્રવદનભાઈ
  જીવન કેવું હોવું જોઈએ એ વાત , સમજી અનુભવી ને આપે સૌના હિતમાં પ્રસાદીની જેમ ધરી છે.
  ખૂબ જ ઉપયોગી અને સતપંથી…આપને ખૂબ ખૂબ અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 12. તપન પટેલ  |  માર્ચ 15, 2011 પર 2:16 પી એમ(pm)

  ખૂબ સરસ અને સમજવા જેવી વાત કહી…

  જવાબ આપો
 • 13. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  માર્ચ 15, 2011 પર 3:47 પી એમ(pm)

  ફક્ત જોઈએ છે માનવતા મુજ હૈયે !………ખૂબ સરસભાવ સભર સુંદર રચના.

  હું માનવી થઈને …માનવતા ખોળું છું !
  મુજમાં વસે પ્રભુને …. ભક્તિમાં ખોળું છું !
  છું પ્રીતીની પેદાશને …. પ્રેમભાવને ખોળું છું !

  પારૂ કૃષ્ણકાંત

  જવાબ આપો
 • 14. Harnish Jani  |  માર્ચ 15, 2011 પર 7:49 પી એમ(pm)

  વાહ વાહ (મારા બે શબ્દો)

  જવાબ આપો
  • 15. chandravadan  |  માર્ચ 15, 2011 પર 9:51 પી એમ(pm)

   HARNISHBHAI….

   ફક્ત બે શબ્દોની છે વાત !

   વાહ ! વાહ !

   કહે હરનિશભાઈ,

   આભાર ! આભારા !

   ચંદ્ર-શબ્દોનો ભાર.

   હરનિશ ચુપ !

   ચંદ્ર ચુપ !

   Dr. Chandravadan Mistry

   જવાબ આપો
 • 16. Dilip Gajjar  |  માર્ચ 16, 2011 પર 2:53 પી એમ(pm)

  શ્રી ચંદનભાઈ, પ્રતિભાવમાં આંખોના આંસૂ છે તે અર્પી દવ ….બીજું શું આપું …
  આપની આ રચના થી હૈયું ભાવ વિભોર બની ગયું …કેવું અંતર હોય તો આવા વિચાર બહાર આવે અને જોઈએ ન જોઈએ માં આટલા ઊંચા વિચાર આવે ..
  બસ આવું જ ..માનવીનું મન બને તે જોઈએ..
  ના જોઈએ છે માનવીઓમાં વેર-ઝ્રેર, અને દુશમનતા,
  ના જોઈએ છે માનવીઓમાં ઈર્ષા કે અભિમાન,
  ના જોઈએ છે માનવીઓમાં ક્રોધ કે હિંસા,
  ફક્ત જોઈએ છે “પ્રેમભર્યો”ભક્તિભાવ સૌમાં !…..(૫)

  જવાબ આપો
 • 17. praheladprajapati  |  માર્ચ 16, 2011 પર 4:10 પી એમ(pm)

  હદય ને ટચ કરતું કાવ્ય નું સર્જન , ધન્યવાદ

  જવાબ આપો
 • 18. Reading  |  માર્ચ 16, 2011 પર 6:26 પી એમ(pm)

  ડો.સાહેબ,
  ભાવસભર રચના…. નીચેની પંિકત ખુબ ગમી

  ના જોઈએ છે માનવીઓમાં વેર-ઝ્રેર, અને દુશમનતા,
  ના જોઈએ છે માનવીઓમાં ઈર્ષા કે અભિમાન,
  ના જોઈએ છે માનવીઓમાં ક્રોધ કે હિંસા,
  ફક્ત જોઈએ છે “પ્રેમભર્યો”ભક્તિભાવ સૌમાં !

  જવાબ આપો
 • 19. Dilip Patel  |  માર્ચ 17, 2011 પર 3:44 એ એમ (am)

  મુરબ્બી શ્રી ચંદ્રવદનભાઈ,

  અત્રે જેનો અતિરેક છે એવી બધી અનર્થકારી વસ્તુઓ નકારીને જેની અછત છે એવી પ્રેમ, ભક્તિભાવ અને માનવતા જેવી, વળી મહામૂલી વસ્તુ આપે વિવેક વાપરીને સુપેરે માગી લીધી છે.
  સદ્ભાવનાથી છલોછલ રચના.

  આભાર સહ,
  દિલીપ ર. પટેલ

  જવાબ આપો
  • 20. chandravadan  |  માર્ચ 17, 2011 પર 1:16 પી એમ(pm)

   દિલીપભાઈ,

   ઘણા સમય બાદ, તમે “ચંદ્રપૂકાર”પર પધારી એક સુંદર પ્રતિભાવ આપ્યો તે માટે આનંદભર્યો આભાર. ફરી પણ મુલાકાત લેશો. >>>>ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 21. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  માર્ચ 17, 2011 પર 11:29 એ એમ (am)

  ડૉ. ચંદ્રવદનભાઈ,

  કદી જો હશે માનવીઓમાં દયા-પ્રેમભાવ,
  કદી જો હશે માનવીઓમાં માનવતા,
  કદી જો હશે માનવીઓમાં “પરમ તત્વ”રૂપી ભક્તિભાવ,

  તો…

  ફક્ત જોઈએ છે ચંદ્રને જગતમાં ખરી શાન્તી !…(૬)

  બસ, હકીકતમાં બધું હોય કે ના હોય પરંતુ મનની શાંતિ જીવનમાં હોય તો બાકીના કોઈ તત્વની ક્ઘોત નહિ સારે.

  ખૂબજ સુંદર રચના.

  અભિનંદન !

  જવાબ આપો
 • 22. pravinshah47  |  માર્ચ 17, 2011 પર 3:00 પી એમ(pm)

  ભક્તિભાવ અને શાંતિની અપેક્ષા. ખૂબ જ ગમ્યું.
  પ્રવીણ શાહ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 394,955 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: