સ્વાર્થ વગરનું જીવન !

March 5, 2011 at 2:07 pm 27 comments

સ્વાર્થ વગરનું જીવન !

જે અન્યને આપ્યું, તે માટે “વાહ વાહ”ની આશાઓ નથી,
છતાં, મનમાં કોઈકવાર, “થેન્ક યુ”ની આશાઓ હતી !
સત્ય પંથે જીવનમાં આગેકુચ કરતો હતો,
છતાં,મનમાં કોઈકવાર અસત્યના વિજયનો વિચાર આવ્યો હતો !
પ્રેમ, દયા ભાવ હૈયે ખીલવી, જીવન જીવતો હતો,
છતાં, મનમાં કોઈકવાર થયેલા ગેરલાભો જાણવા માંગતો હતો !
જીવનમાં સુખોની ‘ને ધ્યેય હાસીલ કરવા આશાઓ ભરી હતી,
શું એમાં સ્વાર્થ તરફ મુજ જીવનની મંજીલ હતી ?
પ્રભુની યાદ કરતા, બધુ જ જીવનમાં કર્યું હતું,
છતાં, દુઃખ નિરાશાભર્યું  એ જીવન શાને હતું ?
સત્ય પંથ સાથે દયા, પ્રેમ અપનાવતા જીવનમાં,
દુઃખ નિરાશાનો અસ્વીકારમાં ના છુટે સ્વાર્થ જીવનમાં !
કર્મ કરી નિહાળો જીવનના સુખો દુઃખોને સમભાવે,
આવી પ્રભુ શરણાગતીમાં સ્વાર્થ દુર ભાગે !
>>>>>ચંદ્રવદન
કાવ્ય રચના,,તારીખ..ઓકટોબર,૭, ૨૦૧૦

બે શબ્દો…

આજની આ પોસ્ટ કેવી રીતે થઈ તે વિષે જાણો !
ઓકટોબર ૭, ૨૦૧૦ના દિવસે ડો. રાજેન્દ્રભાઈ ત્રિવેદીનો એક ઈમેઈલ આવ્યો….જેમાં એક અંગ્રેજીમા પ્રશ્ન હતો…તે નીચે મુજબ હતો>>>>
Subject: question
I have heard many times to be filled with spiritualism, love, give, don’t look for returns, be truthful, listen.  Dr. Trivedi, I think I have done this all my life, been comassionate, listened,done my best, yet it appears that it is not enough to make one person happy.  When does selfism come into play.  If I was to leave my present place to forill my dreams, spiritualsm, goals, and happiness, would that de selfishness?
Looking for you answer.  I trust you muchly.
આ ઈમેઈલ મેં ફરી ફરી વાંચ્યો…..પ્રશ્ન કરનાર જણાવતો હતો કે એ એક “આદર્શ માનવી” તરીકે એનું જીવન જીવતો હતો, છતાં, જીવનનો “આનંદ” ન હતો..જીવનમાં “સ્વાર્થ”ની સમજ માટે મુજવણમાં હતો……હું પણ વિચાર કરતો રહ્યો…..ઈમેઈલમાં એના જ શબ્દો ચુંટ્યા….અને પ્રભુપ્રેરણાથી આ રચના શક્ય થઈ !
આ કાવ્યમાં મેં એનું જ જીવનમાં જે એણે કર્યું હતું તે લઈ…મનની “અશાન્તી” સાથે જોડી…..અને અંતે એને પ્રભુ પાસે લાવી, શક્ય કે અશક્ય કાર્યોને પ્રભુને “અર્પણ”કરવાની શીખ આપવા પ્રયાસ કર્યો…એ જ “પ્રભુ શરણાગતી” જે થકી, માનવીનો “સ્વાર્થ” દુર થાય છે !
આશા છે કે તમે આવો “ભાવ” કાવ્યમાં નિહાળશો !
>>>ચંદ્રવદન.
FEW  WORDS…
Today’s Post is an answer to a question raised by someone via an Email communication.
The question raised was about the “selfless actions”…..The questioner seems to be doing “ideally” and yet not happy or satisfied.
I used his words in this Kavya (Poem)..and brought him closer to the Divine and guided him to the “total submission” to the Almighty..Thus all the ACTIONS become “SELFLESS ACTIONS”
I hope you like this Post.
DR. CHANDRAVADAN MISTRY
Advertisements

Entry filed under: કાવ્યો.

ભાઈ, માંદા પડો ! ફક્ત જોઈએ છે !

27 Comments Add your own

 • 1. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  March 5, 2011 at 4:23 pm

  પ્રભુની યાદ કરતા, બધુ જ જીવનમાં કર્યું હતું,
  છતાં, દુઃખ નિરાશાભર્યું એ જીવન શાને હતું ?

  ખુબજ સરસ સાહેબ

  કિશોરભાઈ

  Reply
 • 2. pragnaju  |  March 5, 2011 at 6:00 pm

  સત્ય પંથ સાથે દયા, પ્રેમ અપનાવતા જીવનમાં,
  દુઃખ નિરાશાનો અસ્વીકારમાં ના છુટે સ્વાર્થ જીવનમાં !

  કર્મ કરી નિહાળો જીવનના સુખો દુઃખોને સમભાવે,
  આવી પ્રભુ શરણાગતીમાં સ્વાર્થ દુર ભાગે !
  સરસ
  મન માટે કામ, ક્રોધ અને લોભ સમ્યક માત્રામાં આવશ્યક છે.
  કામ ન હોય તો કોઈ કાર્ય જ ન કરે અને કર્મ યોગ જ સ્માપ્ત થઈ જાય.
  સમર્પણ એ છે જે આપણે કંઈક બીજાને આપીએ છીએ અને છતાંય આપણી હયાતી રહે છે. જ્યારે શરણાગતી એ છે જેમાં પોતે પણ ખતમ થઈ જાય છે. શરણાગતી એ અદ્વૈત છે જ્યારે સમર્પણ એ દ્વૈત છે.

  Reply
 • 3. Ramesh Patel  |  March 5, 2011 at 6:04 pm

  મનમાં ઉઠતા ભાવો એ જીવનની કહાણી છે કે તે વડે જીવન ચાલે છે. આપે સંવેદનાના આ તરંગોને
  કવનમાં ઝીલી લીધા છે. આ સૌની રામ કહાણી છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 4. Capt. Narendra  |  March 5, 2011 at 6:27 pm

  ખુબ સરસ ભાવ! આમ પણ ડૉક્ટરોને પોતાના કાર્યક્ષેત્રમાં જતાં પહેલાં હિપોકદ્રેટસનું વચન સ્વીકારે છે ત્યારથી તેમનો કર્મયોગ શરૂ થઇ જાય છે. આ જ દૃષ્ટી આપના જીવનમાં અગ્રેસર રહી છૈ, જે કાવ્યરૂપે પ્રકટ થઇ.

  Reply
 • 5. Dr Sudhir Shah  |  March 5, 2011 at 6:44 pm

  સરસ, saras its nice

  Reply
 • 6. girishparikh  |  March 5, 2011 at 7:27 pm

  ચન્દ્રવદનભાઈઃ તમારી આ પોસ્ટ, તમારી અન્ય પોસ્ટોની જેમ, ચિંતન માગી લે છે — જે મારા મનમાં શરૂ થઈ જ ગયું છે.
  પ્રજ્ઞાજુબહેનના શબ્દો, “શરણાગતી એ અદ્વૈત છે જ્યારે સમર્પણ એ દ્વૈત છે” પણ ચિંતન માગી લે છે.
  મારા મનમાં સતત ચાલી રહેલું ચિંતન મારા પ્રગટ થનાર પુસ્તક ‘આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન’ ના સંદર્ભમાં છે. ધીમે ધીમે ચિંતનમાથી ચરીતાર્થ થતી યોજનાઓ વિશે રસ ધરાવનાર ભાવકોને જણાવવા પ્રયત્ન કરીશ.
  –ગિરીશ પરીખ E-mail: girish116@yahoomail.com

  Reply
 • 7. girishparikh  |  March 5, 2011 at 7:32 pm

  Please correct my E-mail address. It should be girish116@yahoo.com . Thanks.

  Reply
 • 8. નટવર મહેતા  |  March 5, 2011 at 9:05 pm

  બહુ સરસ માનનિય ચંદ્રકાંતભાઈ..
  સ્વાર્થ અને નિસ્વાર્થ વચ્ચે હંમેશ એક આછી જવનિકા હોય છે.

  સ્વ નો અર્થ સમજે એ સ્વાર્થ ન રાખે.

  સ્વની ઓળખ, ખુદની ઓળખમાં આયખું આખું પુરુ થઈ જાય તો ય સમજ ન પડે. હું નવસારી ટાટા સ્કૂલમાં ભણતો ત્યારે અમારા આચાર્ય વિદ્વાન જે જે શુક્લ સાહેબ હતા. સંસ્કૃતના ખાં સાહેબ.. (??)
  સાથે સાથે અંગ્રેજીના પણ પુજારી.

  એઓ કહેતાઃ Know thyself. એઓ રવિવારે Know thyself સેન્ટર ચલાવતા. અને હું એમાં જતો. કોઈ તત્વજ્ઞાનની વાત નહિં. બસ, જે તે ઘડી તમારા મનમાં ચાલતો હોય એ એક વિચાર પર ચિતન કરવાનું.

  ખેર.. આમ તો આપના બ્લોગની મુલાકાત લેતો રહું છું પણ સમયના અભાવે મારા પ્રતિભાવ આપી નથી શક્તો. અમેરિકી લાઈફ સ્ટાઇલથી આપ પરિચિત છો જ.

  આભાર.

  Reply
  • 9. chandravadan  |  March 5, 2011 at 9:31 pm

   નટવરભાઈ,

   આજે આપનો પ્રતિભાવ વાંચી ખુબ જ આનંદ થયો !

   તમે ઘણા સમય બાદ આવ્યા, તે માટે પણ ખુબ જ અનંદ !

   અને, તમે પ્રતિભાવમાં પ્યારા “નવસારી”ની યાદ તાજી કરી તે માટે પણ આનંદ.

   “સ્વ”ને જ્યારે “હું “માં જ નિહાળીએ ત્યારે આપણે “હું” બહાર જઈ શકતા નથી…..પણ જ્યારે ઉંડો વિચારે કરી “મનન” કરીએ

   ત્યારે તમારા શિક્ષકની શીખ “Know Thyself” તરફ તમે વળો છો..અને સાચુ જ્ઞાન મળે છે !

   તમારા પ્રતિભાવ માટે આભાર ….અને ફરી પધારવા વિનંતી !>>>>>ચંદ્રવદન

   DR. CHANDRAVADAN MISTRY

   Reply
 • 10. sapana  |  March 5, 2011 at 9:46 pm

  પ્રભુની યાદ કરતા, બધુ જ જીવનમાં કર્યું હતું,
  છતાં, દુઃખ નિરાશાભર્યું એ જીવન શાને હતું ?

  બધાં માનવને આ અનુભવ થાય છે…ઈશ્વર કરે એજ બરાબર છે છતાં આ ભાવ આવી જાય છે એમાં પણા આપણા ઇન્સાનોની નબળાઈ છે ઇશ્વર કરે એ બધું સારુ જ છે તો નિરાશા ન આવવી જોઇએ ..હવે એના માટે મન મજબુત કરવુ પડશે…તમે મારી ખબર પૂછવા ફોન કર્યો હતો તેના માટે આભાર!! વળી દોસ્તીમા આભાર શ્બ્દ ભારે લાગે પણ તમે લાગણી બતાવી તેથી..
  સપના
  સપના

  Reply
 • 11. ishvarlal r. mistry  |  March 5, 2011 at 10:27 pm

  Very goood poem with good meaning Truth path and kindness follow it in life give and donot look for return should be the way of life. Well said Chandravadanbhai very good thoughts.
  Ishvarbhai R. Mistry.

  Reply
 • 12. himanshu patel  |  March 6, 2011 at 4:18 am

  આત્મ ઓળખની સંવેદના સરસ આલેખાઈ છે.આવા ઉત્તમ વિચારો આપ્યા કરજો.

  Reply
 • 13. SARYU PARIKH  |  March 6, 2011 at 3:48 pm

  ભાઈશ્રી,
  બહુ સરસ વિચારોની દોર પકડી.
  સેવાનુ કામ કરતા અનેક વખત આ સવાલો ઉભા થાય અને થવા જ જોઈએ.
  Introspection.

  Saryu Parikh

  Reply
  • 14. chandravadan  |  March 6, 2011 at 4:07 pm

   સર્યુબેન,

   ઘણા સમયથી મારા હૈયે આશા હતી કે એક દિવસ સર્યુબેન જરૂરથી “ચંદ્રપૂકાર” પર આવશે.

   તમે પધારી, જે પ્રતિભાવ આપ્યો તે માટે આભારભર્યો આનંદ !

   ફરી પણ પધારજો!

   તમે એક “સોસીયલ વર્કર”તરીકે સેવા યજ્ઞ ચાલુ કર્યો છે તે ચાલુ રાખજો !

   …..>>>ચંદ્રવદન

   DR. CHANDRAVADAN MISTRY

   Reply
 • ડૉ. ચંદ્રવદનભાઈ,

  સ્વાર્થ -નીસ્વાર્થના ભાવને સરસ રીતે કવનમાં આલેખી દરેકને પોતાના જીવનમાં વિચારતા કરી દીધા.

  સરસ રચના.
  આભેદરેખા દેખાવમાં નહિવત છે તેવું લાગે , પરંતુ જો તે જીવનમાં આવી જાય તો અનેક પ્રશ્નો ઊભા કરી દે છે.

  Reply
 • 16. Dr P A Mevada  |  March 6, 2011 at 5:04 pm

  Nicely expressed. I join with all my bloger friends to appreciate it.

  Reply
 • 17. chandravadan  |  March 6, 2011 at 8:02 pm

  This was a Response from Rekhaben Sindhal of USA>>>>>

  Re: NEW POST…..on CHANDRAPUKARSunday, March 6, 2011 8:53 AMFrom: “Rekha Sindhal” View contact detailsTo: “chadravada mistry” માનનીય ચંદ્રવદનભાઈ,

  હમણાં એક પરીક્ષા આપવાની છે તેનું વાંચવામાં, અને ગણિતના વર્ગોમાંથી રસોઈનો સમય માંડ નીકળે છે. ત્રણ ચાર મહિના સુધી બ્લોગ પર પ્રતિભાવ ન આપી શકાય તો આપ સમજી શકશો અને ભાવ વહેંચતા રહેશો તેવી આશા.

  દિલગીરી સાથે……

  – Rekha Sindhal

  AND I sent this REPLY to Rekhabeb>>>

  રેખાબેન,

  આ ઈમેઈલ વાંચી મેં એને “તમારા પ્રતિભાવરૂપે” સાઈટ પર પ્રગટ કર્યું.

  અહી, મારી એક જ ઈચ્છા કે તમો પરિક્ષા પાસ કરો..ત્યારબાદ, સમય હોય ત્યારે

  ફરી “ચંદ્રપૂકાર” પર આવી તમારા સુંદર પ્રતિભાવો જરૂરથી આપશો !

  >>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY

  Reply
 • 18. સુરેશ જાની  |  March 7, 2011 at 2:42 am

  I learned a bit attending session on ‘Art of living’

  Some day I amy write on it at a greater length.

  But in nut shell

  SECRET of AOL ..

  સાધના, સત્સંગ અને સેવા

  Reply
 • 19. Harnish Jani  |  March 7, 2011 at 10:41 pm

  સુંદર રચના-લખે ગુજરાત.

  Reply
 • 20. praheladprajapati  |  March 7, 2011 at 10:49 pm

  sundar , srs ,
  ડો. સાહેબ, બહુજ સરસ ભાવ, અપેક્ષા વગરની ,જીવન ચર્યા ,એજ જીવનનું ધેય
  જો હોય તો દુખ ને કોઈ જ સ્થાન હોતું નથી, કે સુખ થી છકી જવાતું નથી , લેશ
  માત્ર સ્વાર્થ ની ભાવના હોય તો , દુખ નો દ્વાર જોવો પડે છે

  જીવનમાં સુખોની ‘ને ધ્યેય હાસીલ કરવા આશાઓ ભરી હતી,
  શું એમાં સ્વાર્થ તરફ મુજ જીવનની મંજીલ હતી ?

  Reply
 • 21. પરાર્થે સમર્પણ  |  March 7, 2011 at 11:56 pm

  આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ,

  કર્મ કરી નિહાળો જીવનના સુખો દુઃખોને સમભાવે,
  આવી પ્રભુ શરણાગતીમાં સ્વાર્થ દુર ભાગે !

  “સ્વાર્થના ઘોડા છુટા ચરતા રહ્યા માનવ સ્વભાવમાં
  નિસ્વાર્થી ક્યાંક મળે સામા આ જીવન કેરા સંગ્રામમાં”

  ખબ જ સરસ રીતે અંતરના ભાવ ઘૂંટીને કાવ્ય રસ પીરસ્યો છે.
  દુનિયાના એક અગ્રીમ કક્ષાના ડોક્ટર સાહેબને નિહાળવાનો અને
  તેમના કાવ્ય સ્વાદને માણવાનો અનેરો અવસર સાપડે છે
  થોડું લખું છું ચાર લાઈનમાં આપના મારે…. આશીર્વાદની અપેક્ષાએ..
  હું કોમ્પટન કેલીફોર્નીયા ( લોસ એન્જલસ )માં છું.

  “ફ્રીવે પાંચથી નિહાળું નવ્વાણું નોર્થમાં
  તો બેકર્સ ફિલ્ડ ઘણું દુર જ દેખાય
  પણ રોજ સાજે નીરખું સુંદર ગગનને
  તો ચન્દ્ર પુકાર હર હમેશ સંભળાય “

  Reply
  • 22. chandravadan  |  March 8, 2011 at 1:27 am

   ગોવિન્દભાઈ,

   પ્રતિભાવ માટે આભાર !

   હું તો એવું માનતો હતો કે તમે ન્યુયોર્ક તરફ રહો છો.

   હું તમોને એ પ્રમાણે જવાબ આપવાની તૈયારીમાં હતો..અને રમેશભાઈનો ફોન આવ્યો.

   જાણ્યું કે તમે તો કેલીફોર્નીઆમાં જ છો ! આનંદ ! ખુબ જ આનંદ !

   ફરી “ચંદ્રપૂકાર” પર પધારજો !

   મળીશું કોક સમયે..જ્યારે પ્રભુ ઈચ્છા હશે !>>>ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   Reply
 • 23. Ullas Oza  |  March 8, 2011 at 10:40 am

  Nice words to express basic philosophy of life.

  Reply
 • 24. Rajul Shah  |  March 8, 2011 at 1:01 pm

  જે અન્યને આપ્યું, તે માટે “વાહ વાહ”ની આશાઓ નથી,
  છતાં, મનમાં કોઈકવાર, “થેન્ક યુ”ની આશાઓ હતી !
  સત્ય પંથે જીવનમાં આગેકુચ કરતો હતો,
  છતાં,મનમાં કોઈકવાર અસત્યના વિજયનો વિચાર આવ્યો હતો !

  એકદમ સ્વભાવિક માનવ સહજ વિચારોની અભિવ્યક્તિ. આમાં થી જે પર રહી શકે એને જ સાધુ કે સંત કહી શકાયને???

  Reply
 • 25. chandravadan  |  March 8, 2011 at 1:45 pm

  This was an Email for the Post>>>>

  Flag this messageRe: NEW POST…..on CHANDRAPUKARTuesday, March 8, 2011 2:17 AMFrom: “savarkar vinayak” View contact detailsTo: “chadravada mistry” >Priya Chandravadnbhai ji
  SADAR NAMASTE

  Nice poem as always. …… a few .. words, if corrected would be even better like fresh flowers in a vase!
  Pranam

  Reply
 • 26. તપન પટેલ  |  March 8, 2011 at 2:31 pm

  ખૂબ સરસ…
  મનુષ્ય વૃદ્ધ થાય છે પણ તેનો સ્વાર્થ ક્યારેય વૃદ્ધ થતો નથી

  Reply
 • 27. chandravadan  |  March 9, 2011 at 3:02 am

  This was an Email Response for this Post…

  Re: Fw: NEW POST…..on CHANDRAPUKARMonday, March 7, 2011 8:16 PMFrom: “Gopal Shroff” >View contact detailsTo: “chadravada mistry” >Thankyou.

  AND MY RESPONSE>>>>>
  ગોપાલભાઈ,
  આભાર….તમે પોસ્ટ વાંચી, અને ઈમેઈલ મોકલ્યો.
  હવે, તમે ગુજરાતીમાં ટાઈપ કરો……સમય મળે ટ્રાઈ કરશો.>>>>ચંદ્રવદન

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

March 2011
M T W T F S S
« Feb   Apr »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: