ભાઈ, માંદા પડો !

February 27, 2011 at 1:30 pm 19 comments

A black and white version of a vintage illustration of a nurse tending to a patient photo

ભાઈ, માંદા પડો !

તમે માંદા પડો તો, ડોકટરી ધંધો ચાલે,

ભાઈ,માંદા પડો ! ભાઈ, માંદા પડો !………(ટેક)

ડોકટરી કાર્ય તો એક સેવા રહી,

નવ જમાનામાં એ તો “બીઝનેસ”બની,…..તમે માંદા ….(૧)

ડોકટર તો પહેલા દર્દીના ઘરે જતા,

હવે તો ઓફીસ બોલાવી,માંગે પૈસા પહેલા,…..તમે માંદા….(૨)

નવજમાનામાં પણ છે ડોકટરો એવા,

એઓ તો પારખી,રોગ નાબુદ કરે તેવા,….તમે માંદા……(૩)

સલાહો રીટાયર્ડ થયેલ ડોકટરોની લેજો,

પરસનલ ડોકટરને કદી ના ભુલી જાશો,…..તમે માંદા….(૪)

માંદગી માંગે તેથી કદી ના રે આવે,

ના કરો દેહની કાળજી,તો એ વહેલી આવે,…..તમે માંદા….(૫)

ચંદ્ર કહેઃ કદી તમે માંદા જો પડો,

તો, ડોકટરને તમે જલ્દી મળો !…..તમે માંદા ……(૬)

 

તારીખ ફેબ્રુઆરી, ૨૬,૨૦૧૧              ચંદ્રવદન.

 
 
 

બે શબ્દો…

૨૬મી ફેબ્રુઆરીનો દિવસ..અને ગિરીશભાઈ પરીખ “ચંદ્રપૂકાર” પર પધાર્યા. એમણે એ સમયે પ્રગટ કરેલી
પોસ્ટ “ભૂલે ચૂકે ના પડશો માંદા” વાંચી, અને પ્રતિભાવરૂપે સલાહ આપી કે “માંદા પડો  તો મારો ધંધો ચાલે” એવા ભાવોભર્યું
કાવ્ય પ્રગટ કરો. એવો વિચાર મનમાં ના હતો.
હું તો રીટાયર્ડ થઈ ગયો હતો….ના નોકરી કે ધંધો !
છતાં…..
ગિરીશભાઈના શબ્દોએ  “એક વિચાર” આપ્યો..અને પ્રભુએ “પ્રેરણા” આપી !
અને ૨૬મી તારીખે જ શબ્દો વહી ગયા, અને આ “કાવ્યજેવી” રચના શક્ય થઈ.
અને, આજે તમે એ વાંચી રહ્યા છો.
આ રચનામાં ભુતકાળના ડોકટરોની સાથે “નવયુગ”ના ડોકટરોની સરખામણી કરી.
સાથે એવો પણ ઉલ્લેખ કર્યો કે આજે નવા ડોકટરો નવા નવા ઈલાજો પણ જાણે છે.
આપણે જાતે દેહની કાળજી લેવી એ અગત્યનું છે..અને, જ્યારે પણ “માંદગી” આવે ત્યારે
જલ્દી ડોકટરની સલાહો લેવી કે સારવાર સમયસર થઈ શકે !
બસ, આ જ એક સંદેશો હતો !
આશા છે કે આ પોસ્ટ સૌને ગમે….ગિરીશભાઈ આવશોને વાંચવા ?
  
ડો. ચંદ્રવદન મિસ્ત્રી .
 
FEW WORDS
  
Today’s Post is the result of the SUGGESTION of Girishbhai Parikh…and the INSPIRATION from the God.
It is in contrast to the Prevously published Post “BHULE CHUKE NA PADSHO MANDA “
It must be read with the DEEPER MEANING conveyed within.
One must PERSONALLY take the responsiblity to take care of one’s Body & prevent the ILLNESS…..if you are not well, you must seek the Doctor;s advices early.
I hope you like this Post !
 
DR. CHANDRAVADAN MISTRY.
 
Advertisements

Entry filed under: કાવ્યો.

ભૂલેચૂકે ના પડશો માંદા ! સ્વાર્થ વગરનું જીવન !

19 Comments Add your own

 • 1. pragnaju  |  February 27, 2011 at 2:18 pm

  ડોકટર તો પહેલા દર્દીના ઘરે જતા,
  હવે તો ઓફીસ બોલાવી,માંગે પૈસા પહેલા,…..તમે માંદા….(૨)
  નવજમાનામાં પણ છે ડોકટરો એવા,
  એઓ તો પારખી,રોગ નાબુદ કરે તેવા,

  આપની વ્યંગ પધ્ધતિની રચના ગમી
  .કેટલૂકવાર તે વધુ અસરકર્તા હોય છે.
  હંમણા ઝંડુ બામ એ સીનેમાના ગાનનુ જય હો જેવૂ પ્રેસક્ષોનૂ માનીતુ બન્યું છે તે ભટ્ટ્જીની વાત યાદ આવે છે
  ‘ઝંડુ ભટ્ટજી તમને ખબર છે? ભગવાનજી શેઠને દીવાનપદેથી છૂટા કરીને જામનગર બહાર મોકલી દીધા છે?’
  ‘મને એની ખબર છે બાપુ!’ મરકીને ઝંડુ ભટ્ટ બોલ્યા ‘આખું નગર જાણે છે અને હું ન જાણું?’
  ‘એના ઘરે પણ કોઇ જતું નથી, તો પછી તમે કેમ જાઓ છો’
  ‘હું વૈદ છું માટે બાપુ.’
  ‘પણ તમે મુખ્ય વૈદ તો જામના પરિવારના છો.’
  ‘પણ બાપુ! આ વૈદ અને આ રાજવી, સૌથી અલગ છે.’
  ‘લો, કરો વાત’ જામ હસ્યા, ‘હું પણ અલગ છું?’, ‘હાસ્તો.’, ‘કઇ રીતે.’
  ભટ્ટજી ગંભીર બનીને બોલ્યા. ‘રાજા પરમેશ્વરનો અંશ છે. પરમેશ્વર માત્ર એનો અપરાધ કરનાર એકને જ સજા આપે છે પણ એના પરિવારને સુખી રાખે છે. કેમ કે એ પરમેશ્વર છે.’ અને ઉમેર્યું. ‘આપનામાં મને પરમેશ્વરના અંશના ઘણા સમયથી દર્શન થાય છે.’
  ‘કેવી રીતે ભટ્ટજી?
  ‘હું આપના અણગમતા માણસોની દવા કરંુ છું છતાં આપ મને રોકતા ટોકતા નથી… આપ રાજા તરીકેની આપની લાયકાત વ્યક્ત કરી રહ્યા છો. શાણો અને સમજુ રાજા આપના જેવો જ હોય, જેનામાં સમજણ અને માનવતા એક્સાથે હોય. આપનો ક્રોધ કે કોપ કેવળ માણસના અવગુણ માટે હોય છે. માણસ માટે ક્યારેય નહીં. હું આ વાત લાંબા સમયથી જાણું છું. એક વૈદ તરીકે આપે મારી પ્રતિષ્ઠાને વધાવી છે… બાપુ જામ! ઘણું જીઓ.’ ભટ્ટજી હસ્યા.
  ઝંડુ ભટ્ટની આ તાત્વિક સમજણ ઉપર રાજી થઇને જામ પણ હસી પડ્યા. ‘ભટ્ટજી! હવે આપ એક જ દાડમ નહીં પણ આખો કરંડિયો લઇ જાઓ, શેઠજીની દીકરી માટે. વસતીની દીકરી મારી પણ દીકરી ગણાય… મારા વતી એની ખબર પૂછજો.’
  ‘પણ બાપુ, લોકો આ વાત જાણીને વધારે અકળાશે.’
  ‘હું અને તમે તો અકળાતા નથીને? લોકોને માનવું હોય એ માનવા દો. આપણે એ આપણે અને લોકો એ લોકો છે.’
  અને ઝંડુ ભટ્ટ હર્ષથી છલકતી પાંપણે રાજાને જોઇ રહ્યા.
  કદાચ આ સાત્વિકતાને લીધે અમેરિકાનું ઔષધ માટે કડક વલણ રાખનારે ઝંડુ ફાર્મસીને માન્યતા આપી હશે અને અહીંના એકે એક ઇંડીયન સ્ટોરમા તે મળે છે અને….

  Reply
 • 2. praheladprajapati  |  February 27, 2011 at 3:20 pm

  fine . nice,
  ડોકટર તો પહેલા દર્દીના ઘરે જતા,
  હવે તો ઓફીસ બોલાવી,માંગે પૈસા પહેલા,…

  Reply
 • 3. ishvarlal r. mistry  |  February 27, 2011 at 6:35 pm

  Chandravadanbhai what you have said in your poem is very true.Take care of your body so better safe then sorry.Very nice meaning and something to remember .Time has changed from past.Doctors visiting patient now patient goes to Doctor.

  Ishvarbhai R. Mistry.

  Reply
 • 4. girishparikh  |  February 27, 2011 at 7:28 pm

  ચંદ્રવદનભાઈઃ ‘ભાઈ માંદા પડો’ તમે પ્રભુની પ્રેરણાથી સર્જ્યું — હું તો માત્ર નિમિત્ત છું. એ પહેલાંનું માંદા ન પડવા વિશેનું તમારું કાવ્ય સુરેશ દલાલના ગદ્ય-લખાણ પરથી સર્જાયું હતું. ‘ભાઈ માંદા પડો’ કાવ્ય એ પછી લખાયું, એટલે બન્ને કાવ્યોના પાયામાં સુરેશ દલાલ છે. બન્ને કાવ્યોને મઠારી આપવાની એમને વિનંતી કરવાની તમને નમ્ર વિનંતી કરું છું. એ કેવી રીતે કાવ્યો મઠારે છે, અને મઠારેલાં કાવ્યો કેવાં બને છે એ જાણવા આતુર છું. એક સિધ્ધ્હસ્ત કવિની કવ્યોને મઠારવાની પ્રક્રિયા તથા પરિણામ જાણવાથી દરેક કવિને લાભ જ થશે.
  સજેશનઃ ‘બહેન માંદાં પડો …’ એ પંક્તિ કાવ્યમાં ઉમેરી શકાય.

  Reply
 • 5. Ramesh Patel  |  February 27, 2011 at 7:29 pm

  માનવતાથી ઉભરાતી આ કવિતા છે. આજે આધુનિક તબિબી વિજ્ઞાનની સારવાર મોંઘી જ છે અને
  તે માટે ધન વગર ના ચાલે પણ ભાવના ઊંચી હોય ને જોવાની દૃષ્ટિ અલગ હોય તો ,આ સંસારમાં
  પ્રભુતા જેવા ગુણૉથી આ વ્યવસાય અમૃત ઢોળે.સૌથી સારી વસ્તુ વ્યક્તિ જાતે તંદુરસ્તી માટે
  જાગૃત થાય. એક ડોક્ટર તરીકે આપે કાર્કિર્દી દીપાવી છે પણ ભારતીયતાની મહેક આપના
  ઉરમાંથી પ્રગટી વારેવારે અનુભવાય છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 6. girishparikh  |  February 27, 2011 at 7:42 pm

  આ કાવ્યને મઠારવાની ખાસ જરૂર નહીં પડે એમ લાગે છે. કાવ્યમાં ‘બહેન માંદાં પડો’ પંક્તિ ઉમેરો તો શીર્ષક ‘ભાઈ માંદાં પડો … બહેન માંદાં પડો’ કરી શકાય.
  એક અંગત વાત જણાવી દઉં: મારા જમાઈ ડૉક્ટર છે, પણ ગુજરાતી વાંચતા નથી!

  Reply
 • 7. pravina Avinash  |  February 27, 2011 at 9:40 pm

  માંદા પડવની લાગે મઝા
  પડ્યા પછી લાગે સજા

  Reply
 • 8. neetakotecha  |  February 27, 2011 at 10:04 pm

  Dr. ni jarurat badhane pade che..pan bhagvan kare aaj kal na DR. no panaro koine na pade..ketli kamau vruti ane be rokthok kahe che ke amara mata pita e ketla RS khrchya che amne bhanavana to vasul to dardi o pase j thay ne..bimar padta dar lage che…

  Reply
 • 9. बीना  |  February 27, 2011 at 10:31 pm

  🙂

  Reply
 • 10. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  February 28, 2011 at 11:49 am

  No Mama… this can’t be you….us….

  એક ડોક્ટરની પ્રાર્થના

  એક ડોક્ટરની પ્રાર્થના

  એ મોટી વિડંબના છે ભગવાન,
  કે મારી આજીવિકાનો આધાર લોકોની માંદગી પર છે;
  પણ એ મારું સદભાગ્ય પણ છે
  કે લોકોની પીડા દૂર કરવાની
  એમની સેવા દ્વારા મારા સ્વાર્થને ક્ષીણ કરવાની
  એક ઉત્તમ તક તેં મને આપી છે.
  મારા પર આ તેં બહુ મોટી જવાબદારી મૂકી છે.
  એ જવાબદારીનું હું ગંભીરતાપૂર્વક પાલન કરી શકું
  એવી મને શક્તિ આપજે.
  દરદીને હું, મારી આવડતની કસોટીનું સાધન ન ગણું;
  રોગ-સંશોધન કે પ્રયોગો માટેનું પ્રાણી ન ગણું;
  કેવળ પૈસા કમાવા માટેનું માધ્યમ ન ગણું;
  તેને સાજો કરવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ ન રાખું.
  તેનો ઉપચાર કરતાં,
  તે શ્રીમંત છે કે ગરીબ એ લક્ષમાં ન લઉં
  એવી મને સદબુધ્ધિ આપજે.
  તેની બધી જ ફરિયાદો હું ચિત્ત દઈને સાંભળું;
  તનની સાથે તેના મનની તકલીફો પણ ધ્યાનમાં લઉં;
  નિદાન અને દવા ઉપરાંત,
  આશા અને આશ્વાસનના બે સ્નેહાળ શબ્દોની પણ
  તેને ખૂબ જરૂર હોય છે એ ભૂલી ન જાઉં;
  તેની સાથે સંકળાયેલ સ્વજનોની સ્વાભાવિક ચિંતા
  અને તેની આર્થિક સ્થિતિનો પણ ખ્યાલ રાખું –
  એવી અનુકંપા, ધીરજ, ઉદારતા મને આપજે.
  આ વ્યવસાય પુણ્યનો છે,
  પણ તેમાં લપસવાનું પણ ઘણું છે;
  તેમાં હું મારી જાતને જાળવી રાખું.
  ગંભીર નિર્ણય લેવાની કપરી ક્ષણ આવે ત્યારે
  વ્યાવસાયિક જવાબદારી, મનુષ્ય તરીકેની નિષ્ઠા
  અને દરદીના કુટુંબના વિશ્વાસુ મિત્ર તરીકેની
  ભૂમિકા વચ્ચે સમતોલપણું જાળવી શકું
  એવાં મને વિવેક અને સ્થિરતા આપજે.
  અને આ બધોયે વખત
  સૌથી મહાન ઉપચારક તો તું જ છે,
  સ્વસ્થતાનો સ્ત્રોત તારામાંથી જ વહી આવે છે
  હું તો માત્ર નિમિત્ત છું
  એ હંમેશાં યાદ રાખી શકું
  એવી મને શ્રધ્ધા આપજે.

  સાભાર: અધ્યાત્મ આરોગ્ય- ભાગ 2

  Reply
 • 11. hema patel  |  February 28, 2011 at 12:20 pm

  હા, સાચેજ આજના જમાનામાં પણ ભારતમાં અમુક ડા. જોયા છે,
  જે તેમના વ્યવસાયને સેવા સમજીને કામ કરે છે અને અમુક ડા.
  ખુલ્લેઆમ લુટ ચલાવતા હોય છે .અમેરિકામાં તો મને નથી
  લાગતુ કોઈ ડા. સેવા કરતા હોય ! ! !

  Reply
 • 12. સુરેશ જાની  |  February 28, 2011 at 2:51 pm

  વાહ! મજા આવી ગઈ.આકવિતા હા.દ. પર કોપી કરું તો ?

  Reply
  • 13. chandravadan  |  February 28, 2011 at 2:56 pm

   Sureshbhai,
   Welcome to Gujarati WebJagat !
   Welcome to Chandrapukar !
   It will be my honor to have it on HD !
   Go ahead !
   But do not forget to revisit !
   Chandravadan (CM)

   Reply
 • 14. Reading  |  February 28, 2011 at 3:44 pm

  ચંદ્રવદનભાઈ,
  વર્તમાન યુગમાં આપણી તંદુરસ્તી આપણા હાથમાં કહેવત યોગ્ય છે.
  http://ghanshyam69.wordpress.com

  Reply
 • ડૉ. ચંદ્રવદનભાઈ,

  આપની રચના વાંચી અને અમે અમારાં બ્લોગમાં થોડા સમય એક પોસ્ટ ઝંડુ ભટ્ટજી ની મૂકેલ તે યાદ આવીગઈ. હકીકતમાં આ સમયમાં ડોક્ટરને હાથ લાગ્યા તો દર્દીની શી વળે થાય છે તે તો તેનો ભગવાન અને જેની ઉપર વીતી હોય તે દર્દી જ જાણે !?

  આપને કદાચ થશે કે આવું નથી ? તો તે આપનો અનુભવ / વિચાર છે પરંતુ મારે ના કહેવું જોઈએ છતાં કહું છું કે હું પણ કર્મ સંજોગે આરોગ્ય જગત સાથે છેલ્લા ૨૧ વર્ષથી વ્યવસાયથી સંકળાયેલ છું અને જાતે અનુભવેલ છે.

  એ હકીકત છે કે પોતાનું આરોગ્ય પોતાના હાથમાં છે.

  Reply
  • 16. chandravadan  |  February 28, 2011 at 7:55 pm

   Ashokbhai,
   Your comment appreciated.
   I read of Zandu Bhattji in the 1st comment on this Post (from Pragnajuben). Is that the same ?
   You may read that Comment by revisiting my Blog & reading the entire comment !
   Chandravadan

   Reply
 • 17. pravinshah47  |  February 28, 2011 at 10:08 pm

  દેહની કાળજી કરી માંદા ન પડવું વધુ સારું છે. સાવ સાચી વાત.
  પ્રવીણ શાહ

  Reply
 • 18. sapana  |  March 3, 2011 at 9:47 pm

  હા હા સરસ કાવ્ય બન્યું…ભાઈ,માંદા પડો..ડોકટરની પૈસા બનાવાની વૃતી વિષે સચોટ કાવ્ય..પ્રભુની પ્રેરણા ખરી વાત..
  સપના

  Reply
 • 19. chandravadan  |  March 4, 2011 at 2:54 am

  5 who had clicked “Like the Post” & of these 3 posted the Comments while 2 (Mita Bhojak & Ashok Modhvadia) only clicked for liking this Post
  Thanks to ALL !
  Please do revisit !
  Chandravadan

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

February 2011
M T W T F S S
« Jan   Mar »
 123456
78910111213
14151617181920
21222324252627
28  

%d bloggers like this: