ભૂલેચૂકે ના પડશો માંદા !

February 25, 2011 at 9:45 pm 15 comments

 

 
 

Child In Bed With Thermometer Clipart Image
 
 
A black and white version of a vintage illustration of a nurse tending to a patient photo
 
 
 
Doctor Listening To Patients Heart Beat - Royalty Free Clipart Picture

પડશો માંદા !

ભૂલે ચૂકે ના પડશો માંદા,
પડશો તો,તમારૂં આવી બન્યું ના, રહો સાજા !……(ટેક)
  
સગાવ્હાલા અને મિત્રો આવશે વહેલા વહેલા,
શુભેચ્છો બની, આપશે સલાહો,જાણે અનુભવીઓ હોય તેવા !
ત્યારે….. તમારો પિત્તો આકાશે જાશે,
અને, ગુસ્સો મનમાં દબાવી, “થેન્ક યુ”કહેતા જરા શાંતી આવે !……ભૂલે ચૂકે…(૧)
  
અરે, જાણે પોતે ડોકટર હોય એવી ભાષા બોલે,
“પડીકી” કે “કંઠમાળા”રૂપી ઈલાજોની પોલ ખોલે !
“એલોપથી”દવાઓ કદીના ફાયદાકારક કહી,
પીરસે “હોમીઓપથી”કે “ઊંટવૈદુ”ની કઢી !
ત્યારે…ઘરવાળા જો સાથ આપે ,
તો, ધક્કો મારી બહાર કાઢવાના વિચારો મનમાં લાવે !…..ભૂલે ચૂકે…(૨)
  
“કેન્સર”જેવો રોગ જાહેર કરી,
કોઈ ઈલાજો હવે નથી એવું કહી,
“લાંબુ આયુષ્ય”ના આશિર્વાદો દેતા,
 સાથે, “વીલબીલ”કર્યાનું પૂછવા હિંમત લેતા,
ત્યારે…..આંખે આંસું તમે અટકાવી,
“ભગવાન જે કરે તે હવે”કહી, વાતોનો અંત લાવે !……ભૂલે ચૂકે…..(૩)
  
દર્દી ઘરમાં ના હોય તો, મરણ સમયે  આવી,
લાગણીઓનો “દેખાવો” કરતા, સલાહો આપી,
મ્રુત્યુ સમયે ના કહેવા જેવી વાતો કરી,
દીલમાં દર્દ વધારી, લાવે એમના “ડાહપણ”ની પ્રદર્શન ઘડી,
ત્યારે….તમે કહો”પ્રાર્થનાનો સમય થયો છે”
અને, છટકવાના બહાના કાઢી, એઓ તો ઘર બહાર છે !……ભૂલે ચૂકે……(૪)
  
પ્રારંભ વ્યવ્યસ્થિત વાતાવરણથી કરનાર છે માનવી !
વ્યવસ્થામાં અવ્યવસ્થા કરનાર છે માનવી !
અવ્યવશામાં વ્યવસ્થા  કરનાર છે માનવી !
આ બધું જ શક્ય થવાનો “આધાર” જ માનવી !
ત્યારે….અંતે માનવી જ કહે……
“આવું ના હોય તો જન્મ- મરણ સુધી સમય કાઢવો મુશકીલ રહે !” ….ભૂલે ચૂકે….(૫)
  
  
કાવ્ય રચના..તારીખ સેપ્ટેમ્બર ૧૧, ૨૦૧૦           ચંદ્રવદન
  
  

બે શબ્દો…

આ કાવ્ય તમે વાંચ્યું ?
  
અહી શબ્દો બધા મારા નથી !
  
અહી, “સુરેશ દલાલ”ના એક લેખ દ્વારા પ્રેરણા મળી છે …અને એ લેખ છે>>>>
 
 

ભૂલેચૂકે તમે માંદા પડ્યા તો આવી જ બન્યું. સગાવ્હાલાં, મિત્રો, શુભેચ્છકો માંદગીને મહોત્સવ બનાવવા તૈયાર જ હોય છે. એમાં જો માંદગી ગંભીર હોય અને લાંબી ચાલી તો આવી જ બન્યું.

 

આવતાંની સાથે જ પૂછેઃ શું કમળો થયો છે? જો જો હં…અ… કમળામાં બહુ સંભાળવાનું. કમળામાંથી કમળી ક્યારે થાય એ કહેવાય નહીં. આપણા પેલા ગમનભાઈ નહીં એને કમળામાંથી કમળી થઈ અને તરત જ ઊપડી ગયા. કમળામાં બહુ જ ધ્યાન રાખવું પડે.

 

ડૉક્ટરની દવા પર બહુ આધાર જ રખાય નહીં. ભૂલેશ્વરમાં પડીકી મળે છે. કંઠમાળ પહેરો છો કે નહીં? કહેતા હો તો કાલે જ લાવી આપું. કંઈ કામ હોય તો વિના સંકોચે કહેજો.

 

અમારા એક ઓળખીતાને એવી ટેવ કે જ્યારે મળવા આવે ત્યારે એકની એક રેકર્ડ મૂકે. કહે કે કાળી રાતે પણ કામ પડે તો કહેજો. એક વાર મેં એમને કહ્યું કે એટલી જ પ્રાર્થના કરો કે કાળી રાત ન પડે.

 

તમે Allopathy કરતા હો તો, એ તમને Naturopathy નો માર્ગ બતાવે, Homeopathy, Acupressure, Acupuncture જાતજાતના નુસખા બતાવે. અનેક પ્રકારના ડૉક્ટર્સનાં નામ સૂચવે, Sympathy Wave શરુ થઈ જાય.

 

કેટલાક તો એટલે સુધી કહે કે ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે પણ વિલબીલ કર્યું છે કે નહીં? જિંદગીનો કોઈ ભરોસો નથી. એમાં વળી Cancer થયું. જીવલેણ રોગ છે. આમ જોઈએ તો દુનિયા આગળ વધી  છે પણ  Cancer ની કોઈ અકસીર દવા ક્યાં શોધી શક્યું છે?

 

માની લો કે કોઈકને ત્યાં મરણ થયું. ખબર હોય કે છેલ્લા છ મહીનાથી મરનાર હૉસ્પીટલમાં હતાં. છતાંયે પૂછે કે કેમ કંઈ અચાનક?

 

નખમાંયે રોગ નહોતો.

 

હકિકત એ હોય કે આખું શરીર રોગિસ્તાન થઈ ગયું હોય પણ આ તો બોલવા ખાતર બોલવાનું.

 

કોઈ મરણ પામે ત્યારે મરણનો પણ મોભો જળવાવો જોઈએ. મૌન એ કદાચ મોટામાં મોટી પ્રાર્થના છે.

 

લોકોને લાગણીનો દેખાડો કરવો છે. સારા-માઠા પ્રસંગનો અખાડો કરવો છે.

 

જતાં જતાં કંઈ કહેતા ગયા? છેલ્લી ઘડી સુધી ભાનમાં હતાં? જોકે, અગમચેતી હતા એટલે Will તો કર્યું હશે? છેલ્લે એમની પાસે કોણ હતું? આ તો લેણદેણની વાત છે. જેનો અહીં ખપ તેનો ત્યાં પણ ખપ. જોકે બે પાંચ વરસ ખેંચી કાઢ્યાં હોત તો સારું. પહાડ જેવો પહાડ ફાટી પડ્યો. મરનારની ઉંમર એંશીની હોય કે પચ્ચીસની. લાગણીશુન્ય વાક્યોના ખડકલા સામાજીક વહેવાર. કોઈને નાહવા-નિચોવવાનું હોય નહીં. છતાં પણ લૌકિક ખાતર આવવાનું.

 

મરનારનો છાપામાં ફોટો છપાય. અંગત શોકની જાહેરાત થાય. ગુણગાન ગવાય. આ બધું નિયમ પ્રમાણે. બધું જ ઉપરછલ્લું. જિંદગી પણ અને મરણ પણ. કશું જ અંદરછલ્લું નહીં.

 

પ્રારંભ વ્યવસ્થિત વાતાવરણથી કર્યો. આ વ્યવસ્થામાં અવ્યવસ્થા કરનારા પણ આપણે અને અવ્યવસ્થામાં વ્યવસ્થા કરનારા પણ આપણે. આપણે આવું બધું ન કરત તો મરણ સુધીનો આપણને જે સમય મળ્યો છે તે કેમ કરીને પસાર થાત?

 

લેખકઃ સુરેશ દલાલ

 

હવે મારે એટલું જ કહેવું છે કે.>>>>>સુરેશ દલાલને તો સૌ ગુજરાતી એક લેખક તરીકે જાણે જ છે….તમે ઉપર પ્રગટ કરેલો એમનો લેખ પ્રથમ વાંચો ! એ લેખ મને કોઈના ઈમેઈલથી મળ્યો હતો, અને એ વાંચી, મેં મારી પાસે રાખી મુક્યો હતો…એ ફરી વાંચતા,  એમના શબ્દો ચુંટ્યા, મારા શબ્દો જોડ્યા, અને જે સ્વરૂપ નિહાળો છો તે માટે પ્રભુ-પ્રેરણા સહીત સુરેશભાઈ દલાલનો આભારીત છું ….અને જેણે મને ઈમેઈલથી જાણ કરી હતી તેનો પણ આભાર !

>>>>>ચંદ્રવદન
 
FEW WORDS….
  

 

Today this is another New Kavya Post.
For the 1st time I am publishing 2 Posts on the same day..and the day is  25th February 2011.
This Poem is inspired by a Lekh in Gujarati by SURESH DALAL well-known in the GUJARATI SAHIITYA.
I hope you like this Rachana.
  
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

દીકરી તો દયાની મૂર્તિ ! ભાઈ, માંદા પડો !

15 Comments Add your own

 • 1. pragnaju  |  February 25, 2011 at 10:53 pm

  આવતાંની સાથે જ પૂછેઃ શું કમળો થયો છે? જો જો હં…અ… કમળામાં બહુ સંભાળવાનું. કમળામાંથી કમળી ક્યારે થાય એ કહેવાય નહીં. આપણા પેલા ગમનભાઈ નહીં એને કમળામાંથી કમળી થઈ અને તરત જ ઊપડી ગયા. કમળામાં બહુ જ ધ્યાન રાખવું પડે.
  વાહ
  કમળો ઉતારે અને પાણી પીળું કેવી રીતે થાય તે ભેદ હજુ પરખાયો નથી!
  અમારા સંત પકૃતિના ડૉ મહેતાસાહેબે વ્યવસાયમા ચાલતી અનીતિ અંગે દાખલાબંધ સમજાવ્યું હતુ ત્યાર્ર અમુજમા કોઇએ પૂછેલુ કે સાહેબ આ તો તમે તમારા પેટ પર કુહાડો મારો છો
  તેમ સરળ સ્વભાવના જ આવી વાત લખી શકે
  યાદ આવી
  કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
  આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?
  માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?

  લીમડાને આવી ગ્યો તાવ
  લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
  જાવ હજી ફાસ્ટફૂડ ખાવ….
  દવેભાઇના મોંઢે સાંભળેલું ત્યારે મન પ્રસન્ન થ ઈ
  ગયું હતુ.

  Reply
 • 2. nabhakashdeep  |  February 25, 2011 at 10:56 pm

  અરે, જાણે પોતે ડોકટર હોય એવી ભાષા બોલે,
  “પડીકી” કે “કંઠમાળા”રૂપી ઈલાજોની પોલ ખોલે !
  “એલોપથી”દવાઓ કદીના ફાયદાકારક કહી,
  પીરસે “હોમીઓપથી”કે “ઊંટવૈદુ”ની કઢી !
  ત્યારે…ઘરવાળા જો સાથ આપે ,
  તો, ધક્કો મારી બહાર કાઢવાના વિચારો મનમાં લાવે !…..ભૂલે ચૂકે…(૨)
  …….
  પ્રારંભ વ્યવ્યસ્થિત વાતાવરણથી કરનાર છે માનવી !
  વ્યવસ્થામાં અવ્યવસ્થા કરનાર છે માનવી !
  અવ્યવશામાં વ્યવસ્થા કરનાર છે માનવી !
  આ બધું જ શક્ય થવાનો “આધાર” જ માનવી !
  ત્યારે….અંતે માનવી જ કહે……
  “આવું ના હોય તો જન્મ- મરણ સુધી સમય કાઢવો મુશકીલ રહે !” ….ભૂલે ચૂકે….(૫)

  શ્રી સુરેશભાઈ દલાલનો લેખ જેટલો મજાનો છે તેટલી જ
  મજાની આપની કવિતા છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 3. Dilip Gajjar  |  February 26, 2011 at 12:04 am

  શ્રી ચંદ્રવદનભાઈ, ખૂબ જ મજાની કવિતા ..અને ઘણું સાચું કહી દે છે વ્યંગમાં…વિગતવાર …
  આપ ખૂબ વૈવિધ્ય સભર રચનાઓ પીરસો છો..
  “કેન્સર”જેવો રોગ જાહેર કરી,
  કોઈ ઈલાજો હવે નથી એવું કહી,
  “લાંબુ આયુષ્ય”ના આશિર્વાદો દેતા,
  સાથે, ”વીલબીલ”કર્યાનું પૂછવા હિંમત લેતા,
  ત્યારે…..આંખે આંસું તમે અટકાવી,
  “ભગવાન જે કરે તે હવે”કહી, વાતોનો અંત લાવે !……ભૂલે ચૂકે…..(૩)

  Reply
 • 4. પરાર્થે સમર્પણ  |  February 26, 2011 at 12:31 am

  આદરણીય ડો. શ્રી ચન્દ્રવદનભાઈ,

  સાહેબ ડોક્ટર થઈને આવી સલાહ આપશો તો દવાખનું કેમનું ચાલશે ? ( ગમ્મત )

  મફતમાં સલાહ આપવી એ માનવ સ્વભાવ છે . કોઈક તો એમ પૂછે કેટલા એટેક આવ્યા?

  તો જવાબ મળે કે બે આવ્યા તો પાછો ખે બસ હવે એક જ બાકી રહ્યો પછી પ્રભુ ભજન

  આદરણીય સુરેશ દળના લેખ જેટલો જ ભાવ આપે કાવ્યમાં પસરાવ્યો છે.

  Reply
 • 5. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  February 26, 2011 at 12:42 am

  આદરણીય ડો. શ્રી ચન્દ્રવદનભાઈ

  આપે તો સાચે જ આજે બધાને કાવ્યમય બનાવી દીધા,

  આપે તો કાવ્યમાં નાના-મોટા સરસ શબ્દોથી શણગારેલ

  દવાઓ, જડીબુટ્ટીઓ મોકલેલ છે, ડૉ.સાહેબ…………..!

  અમને ખુબજ ઉપયોગી થશે.

  અભિનંદન.

  ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

  Reply
 • 6. અશોક જાની ' આનંદ'  |  February 26, 2011 at 5:02 am

  માફ કરજો ચંદ્રવદનભાઈ..

  ઉપરના પ્રતિભાવો આપનાર બીજા મિત્રો સાથે હું સહમત નહિ થઇ શકું
  જે વાત શ્રી સુરેશ દલાલે ગદ્યમાં સુપેરે કરી છે તેને તમે ગીતમાં ઢાળવાના મોહમાં હાસ્ય પ્રેરકને બદલે હાસ્યાસ્પદ ગીતમાં ફેરવી નાખી છે. મેં તમને પહેલા જણાવેલું તેમ કાવ્ય કહેવાડાવવાના કોઈ લક્ષણ તેમાં ભાગ્યે જ છે.
  સાચું કહી તમને માઠું લગાડવા બદલ દિલગીર છું

  Reply
 • 7. અક્ષયપાત્ર/Axaypatra  |  February 26, 2011 at 11:11 am

  અને તો ય જો માંદા પડીએ તો ડોક્ટર ચંદ્રવદનભાઈ પાસે સારવાર કરવી જ્યાં દર્દી પ્રત્યે કરૂણા હોય.

  Reply
 • ડૉ. ચંદ્રવદનભાઈ,

  સુરેશભાઈના લેખને કાવ્યમાં ઢાળવાની કે ઓળખાવવાની કોશીશ એક દિવસ જરૂર કાવ્યના બંધારણની તરફ લઇ જશે, પ્રયત્ન અને હાર્દ જ મહત્વનું હોય જે જળવાયું લાગે છે.

  Reply
 • 9. girishparikh  |  February 26, 2011 at 6:09 pm

  સજેશનઃ ચન્દ્રવદનભાઈઃ કાવ્યમાં કસ જરૂર છે. સુરેશભાઈને જ વિનંતી કરોને કે કાવ્ય મઠારી આપે. યોગ્ય લાગે તો પછી બન્નેનાં નામો કાવ્યના સર્જકો તરીકે આપી શકાય. સુરેશભાઈ તો ગુજરાતી સાહિત્યમાં અમર છે જ. તમારું નામ અને કામ પણ અમર થઈ જાય.
  –ગિરીશ પરીખ
  Blog: http://www.girishparikh.wordpress.com
  E-mail: girish116@yahoo.com .

  Reply
 • 10. ishvarlal r. mistry  |  February 26, 2011 at 6:10 pm

  Chandravadanbhai ,
  What you said in your poem is very true people give you all kinds of their thoughts but at the end the specialist knows more about the case because of his knowledge even my doctor says follow the instructions of your specialist doctor. Further more Sureshbhai has mentioned lot of good things try to understand it. Very good poem thanks for sharing.

  Ishvarbhai R. Mistry.

  Reply
 • 11. girishparikh  |  February 26, 2011 at 7:26 pm

  ચંદ્રવદનભાઈઃ આ કાવ્યનું પ્રતિકાવ્ય લખવાનું સજેશન આપું છું. પ્રતિકાવ્યનું શિર્ષકઃ ‘ડૉક્ટરનું ગીત’. મુખડું: ‘માંદા પડો તો મારો ધંધો ચાલે …’
  –ગિરીશ પરીખ
  Blog: http://www.girishparikh.wordpress.com .

  Reply
  • 12. chandravadan  |  February 26, 2011 at 8:09 pm

   Girishbhai, Thanks for the suggestion.
   With God’s Grace, I just wrote “something” which I will publish it as my next Post. Please revisit to read that.
   Thanks !
   Chandravadan

   Reply
 • 13. बीना  |  February 27, 2011 at 3:15 am

  ડૉ. ચંદ્રવદનભાઈ, અભિનંદન, મજાની કવિતા!

  Reply
 • 14. venunad  |  February 27, 2011 at 10:44 am

  I my self has experienced such a situation. Even knowing that i am a doctor, people, even a non-educated servent will start giving his advice. You have rightly caught up the dramma.

  Reply
 • 15. hema patel  |  February 28, 2011 at 12:10 pm

  તદન સાચી હકિકત કહી છે .

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,104 hits

Disclimer

February 2011
M T W T F S S
« Jan   Mar »
 123456
78910111213
14151617181920
21222324252627
28  

%d bloggers like this: