દીકરી તો દયાની મૂર્તિ !

ફેબ્રુવારી 25, 2011 at 12:50 પી એમ(pm) 17 comments

 

Sunday School Illustration - Royalty Free Stock Photo
 
 
 
Father and Daughter On A Carousel - Royalty Free Clipart Picture

દીકરી તો દયાની મૂર્તિ !

દીકરી તો દયાની મૂર્તિ કહેવાય,

જેને હોય દીકરી એ તો ભાગ્યશાળી કહેવાય !…..(ટેક)

દીકરી, પિતા ઘરે રહી,પિતાની સેવા માટે આતુર રહે,

દીકરી,પ્રેમ ઉભરાવી,પિતાની ચિંતાઓ દુર કરે,

અરે,દીકરી તો પિતાના હૈયે વસે !

ખરેખર,દીકરી તો છે બાપનું હૈયું રે !……દીકરી તો દયાની…..(૧)

દીકરી પરણે ત્યારે કન્યાદાન સમયે પિતા રડે,

જાણી, પોતાનું જ હૈયું હશે દુર, એ તો રૂદન કરે,

અરે,દીકરી તો પિતાના હૈયે વસે !

ખરેખર,દીકરી તો છે બાપનું હૈયું રે !……દીકરી તો દયાની…..(૨)

પિતા ઘર છોડી,દીકરી તો પતિ ઘર જાય જો,

મા-બાપના સંસ્કારો બળે,જીવન એનું વહેતું જાય જો,

અરે,દીકરી તો પિતાના હૈયે વસે !

ખરેખર,દીકરી તો છે બાપનું હૈયું રે !….દીકરી તો દયાની….(૩)

માતા હરિદ્વાર, પિતા પ્રયાગ, દીકરી નજરે,

અને,પતિ બને ગંગાસાગર,દીકરી નજરે,

અરે,દીકરી તો ગંગા-સ્વરૂપે, પિતા-હૈયે વસે !

ખરેખર,દીકરી તો છે બાપનું હૈયું રે !……દીકરી તો દયાની….(૪)

અંતે,ચંદ્ર કહે….

મુરારીબાપુ મુખે”દીકરી દેવો ભવ !”ના શબ્દો વહે,

દીકરીના પિતા સ્વરૂપે એવા મોરારી વંદન રહે,

અરે,ચાર દીકરીના આ પિતા દીકરીઓને હૈયે ભરે,

“ખરેખર,ખુબ જ ભાગ્યશાળી હું”ના ચંદ્રશબ્દો ગગને ગુંજે !…..દીકરી તો દયાની…..(૫)

કાવ્ય રચના…તારીખ ડીસેમ્બર,૩૦,૨૦૧૦         ચંદ્રવદન.


 

મારી દષ્ટિએ મા એ મમતાનીમૂર્તિ છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે. એ મમતા છોડીને પતિગૃહે જાય છે. એના વાત્સલ્યનું સ્થાન પણ બદલાતું હોય છે, પરંતુ એનું દયાપણું અકબંધ રહે છે. અને તે ખાસ કરીને પિતા તરફથી એની દયા, મારા અનુભવમાં, ખૂબ જ વિશેષ હોય છે.
દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના વિવેક અને મા-બાપના સંસ્કારના બળે સહી લેતી હોય છે
, જીરવી લે છે, પરંતુ એના બાપને કાંઈ થાય એ એના માટે સદાય અસહ્ય હોય છે. કોઈ એને કહે કે તારા પિતાની તબિયત બરાબર નથી. બસ,
દીકરીની સ્થિતિ દીકરી જ જાણે.
મારી સમજ કાંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે
, પરંતુ પુત્રી એ તો પિતાનું સ્વરૂપ છે. પુત્રએ બાપનો હાથ છે, પરંતુ દીકરી એ બાપનું હૈયું છે. અને એટલે જ તો બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે, એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે. અને એટલે જ તો આપણા સમર્થ લોકકવિ શ્રી દાદભાઈએ કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યો
આવી અનુભૂત વાત ગાઈ છે.
દીકરીને વળાવે ત્યારે બાપની ઉંમર હોય એના કરતાં થોડાં વરસ વધી ગઈ હોય એવું અનુભવાય અને લોકોને લાગે પણ
, પરંતુ એ જ દીકરી સાસરેથી બાપને મળવા આવે ત્યારે બાપ પાછો હોય એટલી ઉંમરવાળો દેખાય અને ગામડાંમાં તો દોડી પડે, મારો બાપ આવ્યો….મારો દીકરો આવ્યો….

એમાંય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ વધારે નાનો (નાના) થઈ જતો હોય છે. જુવાન દીકરી વૃધ્ધ બાપની મા બની જતી હોય છે. અને મા જેમ બાળકને આગ્રહ કરીને જમાડે
,
સાચવે વગેરે ભાવ દીકરી બાપ તરફ વહાવતી હોય છે. એટલે દીકરીવાળો બાપ ક્યારેય નમાયો નથી હોતો.
ઘરથી દૂર હોવાનું મારે ખૂબ બને છે. કુટુંબીજનો મારા સાંનિધ્યથી દૂર હોય છે
, પણ તેનાથી લાગણીનાં બંધનો વધુ મજબૂત થયાં છે. મારી દષ્ટિએ એ અપવાદ પણ હોઈ શકે, કારણકે હું શરિરથી બહાર ફરતો હોઉં છું, પણ મનથી તેમના તરફ અને એ લોકો મારા તરફ વધારે રહ્યાં છે. એથી અમારું મમતાનું બંધન વધુ મજબૂત થયું છે. અને મારું રામકથાનું જે આ સતત અભિયાન છે, આ પરંપરા છે, મિશન છે, તેમાં સમગ્ર પરિવારનું બહુ જ મોટું યોગદાન છે. નહીંતર મને બરાબર યાદ છે, મારી સૌથી નાની દીકરી શોભના, નાની હતી ત્યારે વડોદરાની કથામાં હું જઈ રહ્યો હતો. મારો નિયમ છે કે હું કથામાં જાઉં ત્યારે બધાં બાળકોને મળીને જાઉં. વહેલું નીકળવાનું હોય તો તેમને જગાડીને કહેતો જાઉં કે હું જાઉં છું. એક વખત શોભનાએ મને પૂછેલું ત્યારે મને આંસુ આવી ગયાં. પ્રશ્ન ખૂબ જ કરૂણાથી ભરેલો હતો. એણે મને એમ જ પૂછયું, “આ બધી કથાઓ મોટાભાઈ તમારે જ કરવાની છે ?”
શોભના મને મોટા ભાઈ કહે છે. ત્યારે હું સમજી શક્યો હતો કે એને મારું અહીંથી જવું ગમતું નથી. પણ મારા જીવનકાર્યમાં શોભનાનો ખૂબ સહયોગ રહ્યો છે.
રામચરિત માનસમાં લખ્યું છે
– “પુત્રી પવિત્ર કિયેઉ કુલ દોઉ” યાનિ પુત્ર બાપના એક જ કુળને તારે છે, પરંતુ દીકરી બન્ને કુળને, એટલું જ નહીં, ત્રણેય કુળને તારતી હોય છે. ગંગાજીના ત્રણ મહત્વના વિશેષ પાવન સ્થાનો હરિધ્વાર, પ્રયાગ અને ગંગાસાગર. દીકરીરૂપી ગંગા માટે અથવા ગંગા જેવી દીકરી માટે, મા હરિધ્વાર છે,
બાપ પ્રયાગ છે અને પતિ ગંગાસાગર છે. એ ત્રણેયને ધન્ય અને પવિત્ર કરે છે આવું મારું દર્શન છે.
હા
, દેશ, કાળ અને વ્યકિતને લીધે આમાં અપવાદો હોઈ શકે, પરંતુ મારી અંત:કરણની પ્રવૃત્તિ આવું કહે છે :

દીકરી (દુહિતા) દેવો ભવ.
  
  

બે શબ્દો…

આજની કાવ્ય-પોસ્ટનું નામ છે “દીકરી તો દયાની મૂર્તિ”.
જે કંઈ કાવ્યરૂપે લખ્યું તે માટે મોરારી બાપુએ લખેલા શબ્દોએ પ્રેરણા આપી છે.
આ કાવ્યમાં દીકરી અને પિતા ના સ્નેહસબંધની વાત છે.
આશા છે કે આ પોસ્ટ સૌને ગમે.
વાંચી “બે શબ્દો” અભિપ્રાયરૂપે લખશો એવી આશા.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
  
FEW WORDS…
Today’s Post is a Post on Daughter & Father Relationship.
It is filled with the “special love” which often can not be told in words but only “experienced by the Father or the Daughter”
The Post was inspired after reading a Gujarati Article on this subject written by Shree MorariBapu.
Hope you like this Post.
Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

નિતાબેન અને સાસુસેવા ! ભૂલેચૂકે ના પડશો માંદા !

17 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ફેબ્રુવારી 25, 2011 પર 1:16 પી એમ(pm)

  કેટલાય ચિંતકોએ આ અંગે લખ્યું

  કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, તળાવે નવ પડજો રે સૈ
  અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
  દાદા હો દીકરી, દાદા હો દીકરીથી
  માંડી આ રીતે દિકરી અંગે લાગણી ઉજાકર કરવા પ્રયત્નો થયા

  વિધાતાએ દીકરી ઘડીને, ત્યારે ખૂબ ખાંતે
  કસબી હાથેથી એણે કરી કમાલ!

  સવારની તાજપ જો દીકરો,
  દીકરી સાંજની કુમાશ.

  દિવસ રાતનાં બન્ને છેડા,
  બંન્નેનો સરખો સમાસ.

  અને હજુ પણ થાય છે,તેમા સમાજમા પરિવર્તન પણ આવ્યું છે

  છતા કોઈ જગ્યાએ હજુ દિકરીને અન્યાય થાય છે હજુ આપના જેવા પ્રયત્નોની જરુર છે

  ભલેને ગંમ્મતમા કહેવાતું

  દિકરી અને ગાય ફવે ત્યાં જાય…

  ખૂબ સરસ ભાવ/રજુ કરતા રહો

  જવાબ આપો
 • 2. Reading  |  ફેબ્રુવારી 25, 2011 પર 3:06 પી એમ(pm)

  સુંદર રચના.
  દીકરી તો ઘરાનો સદાય હસતો ચહેરો છે.મારી પાસે ૩૦૦ જેટલી દીકરી વિશે કવિતાઓ છે. જેમાં આજ એકનો ઉમેરો થયો.
  અભિનંદન.

  જવાબ આપો
 • 3. Reading  |  ફેબ્રુવારી 25, 2011 પર 3:11 પી એમ(pm)

  ડોક્ટર સાહેબ,
  મારા બ્લોગની મુલાકાત લેજો ને મારી કવિતા{શ્યામ સરીતા} માં જરુરી સુચન કરશો.
  હજુ તો કવિતા લખવાની શરુઆત છે.
  આભાર.

  http://ghanshyam69.wordpress.com

  જવાબ આપો
 • 4. Harnish Jani  |  ફેબ્રુવારી 25, 2011 પર 5:43 પી એમ(pm)

  મારે તો બે દીકરીઓ છે-એટલે ડબલ ફાયદો.

  જવાબ આપો
 • 5. ishvarlal r. mistry  |  ફેબ્રુવારી 25, 2011 પર 5:44 પી એમ(pm)

  Chandravadanbhai , what you said in your poem is very true and must remeber that.Your thoughts are great about daughter is the image of father and her love for father is always caring for his well being.She is also the asset of family.Father always says take care of you sister.Well said.

  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 6. પરાર્થે સમર્પણ  |  ફેબ્રુવારી 25, 2011 પર 8:58 પી એમ(pm)

  આદરણીય ડો.શ્રી ચંદવદનભાઈ

  આપણી કવિતા અને કાવ્ય ની નીચે આપેલ સમજ ખુબ ડામી. દીકરી

  એટલે પ્રેમ વાત્સલ્ય કરુણા એમ બધા પ્રેમરૂપી ઝરણાનો સાગર હોય છે.

  પિતાની વધારે લાગણી દીકરી દર્શાવે છે અને કરુણા અનુભવે છે.

  ડોક્ટર સાહેબ ડોકટરી સાથે કાવ્ય રસ .લેખન રસ કરુણા રસ હાસ્ય રસ

  વિશેષ વ્યક્તિ માટે રસ કુટુંબ ભાવના રસ એમ બધા રસ ઘોળીને એક સુન્દર

  ચન્દ્રપુકાર રસ બ્લોગ સાગરમાં વલોવી અમોને જાણકારી રૂપી માખણ કાયમ

  પીરસો છો તે માટે અમો ભાગ્યશાળી છીએ…નમસ્કાર અને વંદન.

  જવાબ આપો
 • 7. અક્ષયપાત્ર/Axaypatra  |  ફેબ્રુવારી 25, 2011 પર 9:00 પી એમ(pm)

  સાચે જ દીકરી એટલે પ્રેમનો સ્ત્રોત !

  જવાબ આપો
 • 8. Capt. Narendra  |  ફેબ્રુવારી 25, 2011 પર 9:12 પી એમ(pm)

  કેટલી સરસ ભાવના! અમારે એક છે, ૧૨૦ કરોડમાં એક. અનન્યા! કો’ક જીપ્સી જણના બ્લૉગમાં વાંચેલ પાત્ર જેવી! આપે તેને અપની કવિતામાં સજીવ કરી.

  જવાબ આપો
  • 9. chandravadan  |  ફેબ્રુવારી 25, 2011 પર 9:37 પી એમ(pm)

   Narendrabhai, Thanks for your comment.
   You mention of ythe Post “Ananya” on your Blog .
   I just went again to your Blog ..and the LINK to read that Post is>>>>

   http://captnarendra.blogspot.com/2011/02/blog-post_9468.html
   Hope the Readers of this Post will visit the Blog GYPSY’s DIARY & read it.
   Chandravadan

   જવાબ આપો
 • 10. Dilip Gajjar  |  ફેબ્રુવારી 25, 2011 પર 9:33 પી એમ(pm)

  પણ આપે સુંદર કાવ્ય રચ્યું ..
  ….અને ખાસ તો,….વિષેષતઃ
  દીકરી તો ભાવની મૂર્તિ કહેવાય
  દીકરી તો ગૌરવની મૂર્તિ કહેવાય
  દીકરી તો અસ્મિતાની મૂર્તિ કહેવાય
  દીકરી તો તેજસ્વિતાની મૂર્તિ ગણાય
  દીકરી તો કરુણાની મૂર્તિ કહેવાય
  દીકરો તો વ્હાલનો દરિયો કહેવાય
  મેં પણ એક પંક્તિમાં દીકરીનું ગૌરવ પ્રદર્શિત કર્યું જેમ આપે કર્યું ..

  એકથી કૃતાર્થ થા તુજને મળી છે દીકરી
  સાનમાં સમજી જજે લાગી તેને પણ લોટરી
  દયા ભૂતેષુ …..ન મનુષ્યેશુ

  જેને હોય દીકરી એ તો ભાગ્યશાળી કહેવાય !…..(ટેક)

  દીકરી, પિતા ઘરે રહી,પિતાની સેવા માટે આતુર રહે,

  દીકરી,પ્રેમ ઉભરાવી,પિતાની ચિંતાઓ દુર કરે,

  અરે,દીકરી તો પિતાના હૈયે વસે !

  ખરેખર,દીકરી તો છે બાપનું હૈયું રે !……દીકરી તો દયાની…..(૧)

  અરે,ચાર દીકરીના આ પિતા દીકરીઓને હૈયે ભરે,

  “ખરેખર,ખુબ જ ભાગ્યશાળી હું”ના ચંદ્રશબ્દો ગગને ગુંજે !

  જવાબ આપો
 • 11. praheladprajapati  |  ફેબ્રુવારી 25, 2011 પર 11:03 પી એમ(pm)

  દીકરી ઘરથી નીકળી [[કાવ્ય ]
  =======================
  ભરીલેવાદે ઓખમો નકશા એના રોજ બરોજના
  મારો આ ટહુકો હ્દયનો જાયછે જુદો થવા
  ગઈ લઉં હેતનો ગાણો છે અવસર પૂરો થવા
  વળાવી લઉં આયખાનું નજરાણું તે સુખી જોવા
  ઉછરી મારા ઓગણે જિંદગી લીલી સમ કરી ને
  ઉજાળવા વન્સ બાપનો દીકરી ઘર થી નીકળી
  પંડ નું પારેવું ,જીગરથી જડેલું રે હવે છૂટી જવા
  સહી લઉં ડંખ, હદયના,હમેશો તેને હસતી જોવા
  અનમોલ રતન બાપનું હદય તિજોરી ખાલી થવા
  ઘોડિયાઘરથી નીકળી દીકરી જાય ભવ ઉજાળવા
  ઘર થી નીકળી દીકરી હદયથી નીકળી જ નથી
  ઉડે તે પહેલો ચૂમી લઉં રે દીકરી પરદેશી પંખી

  જવાબ આપો
 • 12. nabhakashdeep  |  ફેબ્રુવારી 25, 2011 પર 11:06 પી એમ(pm)

  પિતા ઘર છોડી,દીકરી તો પતિ ઘર જાય જો,
  મા-બાપના સંસ્કારો બળે,જીવન એનું વહેતું જાય જો,
  અરે,દીકરી તો પિતાના હૈયે વસે !
  ખરેખર,દીકરી તો છે બાપનું હૈયું રે !….દીકરી તો દયાની….(૩)
  માતા હરિદ્વાર, પિતા પ્રયાગ, દીકરી નજરે,
  અને,પતિ બને ગંગાસાગર,દીકરી નજરે,
  અરે,દીકરી તો ગંગા-સ્વરૂપે, પિતા-હૈયે વસે !
  ……………………………….
  આપે પિતૃ હૃદયથી જે ભાવ ઝીલ્યા છે એ અમૃત ઝરતી લાગણીથી હ્ર્દયને સ્પર્શી જાયછે.
  દિકરી એટલે સાચે જ હૃદયથી છલકતી વિધાતાની અમર કૃતિ.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 13. અશોક જાની ' આનંદ'  |  ફેબ્રુવારી 26, 2011 પર 5:14 એ એમ (am)

  હું ય પરદેશમાં રહેતી એક દીકરીનો પિતા છું, દીકરી તરફ પિતાના પ્રેમનો મનેય અનુભવ છે તેથી આગળની ‘માંદા પાડવા વાળી’ રચના જેવો પ્રતિભાવ આપી પુનરાવર્તન નહિ કરું…..

  પણ મારી વાત વિચારી જોજો

  જવાબ આપો
 • 14. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  ફેબ્રુવારી 26, 2011 પર 12:35 પી એમ(pm)

  ડૉ.ચંદ્રવદનભાઈ,

  દીકરી એ પિતાની દુખતી રગ / નબળાઈ છે, એવું નથી કે માતાને તેના માટે પ્રેમ નથી હોતો પરંતુ દીકરીને વાહલ પિતા તરફથી વધુ પ્રાપ્ત થતો હોય છે,
  આપની દીકરી પ્રત્યેનો વ્હાલ જાણી ખુશી થઇ.

  દીકરી કોને ના ગમે ? જેના ભાગ્યમાં કઠણાઈ જ હોય તેવાં ને !

  દીકરી તો વ્હાલનો દરિયો .

  આપનો દીકરી પ્રત્યેનો સ્નેહ, પ્રેમ ખૂબજ પસંદ આવ્યો.

  જવાબ આપો
 • 15. Dr Sudhir Shah  |  ફેબ્રુવારી 26, 2011 પર 5:39 પી એમ(pm)

  excelent continue to write

  જવાબ આપો
 • 16. dina maheria  |  જુલાઇ 1, 2011 પર 10:23 એ એમ (am)

  khubj saras rachana

  જવાબ આપો
 • 17. dina maheria  |  જુલાઇ 1, 2011 પર 10:25 એ એમ (am)

  khubj saras rachana lagi.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,061 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 123456
78910111213
14151617181920
21222324252627
28  

%d bloggers like this: