નિતાબેન અને સાસુસેવા !

February 23, 2011 at 2:26 pm 27 comments

 

નિતાબેન અને સાસુસેવા !

સાસુને સાસુ નહી પણ મેં તો મા કહ્યા !
મા સ્વરૂપે નિહાળી, મેં તો અંતર ખોલી એને વ્હાલ કર્યા !…..(ટેક)

 
જનેતા સાથે રહી, હું તો મોટી રે થઈ,
સાસુની છત્રછાયામાં હું તો માતા બની,
પતિને અને સંતાનોને વ્હાલ કરી,
ઘરને મંદિર કરી, મેં તો હૈયે ખુશી ભરી !
લીલા છે પ્રભુ તારી અતી ન્યારી !…….સાસુને…..(૧)

 
આજ સાસુજી માંદા, અને છે ખાટલે,
દર્દ એમનું મુજ હૈયે મુજને સતાવે,
સેવા કરવા દેજે શક્તિ મુજને પ્રભુજી,
હશે ભુલો તો કરજે માફ, ઓ મારા પ્રભુજી !
લીલા છે પ્રભુ તારી અતી ન્યારી !……..સાસુને……(૨)

 
દવા આપી, દર્દ એમનું હું હલકું કરૂં,
તકલીફો એમની એને હું તો મારી ગણું,
ઉપરવાલા છે તારી જ ઈચ્છા એક સાચી,
નીચે રહેનાર હું ફક્ત અદા કરૂં ફરજ મારી !
લીલા છે પ્રભુ તારી અતી ન્યારી !…….સાસુને….(૩)

 
જે કર્યું કે કરૂં તે હું તો દીલથી કરૂં,
છોડી અફસોસ, પ્રભુજી તને વિનંતી કરૂં,
હવે તો છું હું શરણે તારી,
ના માંગુ છુટકારો, સંભાળજે સહન-શક્તિ મારી !
લીલા છે પ્રભુ તારી અતી ન્યારી !…….સાસુને…..(૪)

 
 કાવ્ય રચના…તારીખ ઓકટોબર, ૨૮, ૨૦૧૦        ચંદ્રવદન


બે શબ્દો…

આજની કાવ્ય-પોસ્ટ છે ” નિતાબેન અને સાસુસેવા” !
આ પોસ્ટ ખરેખર “સત્ય ઘટના” આધારીત છે.
પણ…..
આ ફક્ત નિતાબેનને જ ના લાગુ પડે !
જ્યારે પરિવારમાં સાસુ અને વહુના સબંધોનો સવાલ આવે ત્યારે ત્યારે વિચારો લાવે !
અને…”સાસુ વહુ કહાણી” બને !
જ્યારે વહુ પોતાને “દીકરી” સમજી સાસુને નિહાળે ત્યારે એને એની સાસુમાં “માતા”ના દર્શન થાય !
જ્યારે સાસુ વહુને “દીકરી” સ્વરૂપે નિહાળે ત્યારે એ સાસુ મટી “માતા” બની જાય છે !
જ્યારે પણ પરિવારમાં આવું “પરિવર્તન” શક્ય થાય ત્યારે ફક્ત “પ્રેમ” જ વહે છે !
અને….જ્યારે “સાસુ” સંજોગો કારણે “સેવા”ની આશાઓ મનમાં જાગ્રુત કરે તે પહેલા “વહુ” કદાચ પોતાની દીકરી કરતા પણ ઉંડા “ભાવ” સહીત સેવા આપે !

આ મારી કાવ્ય રચનાનો ફક્ત એક જ સંદેશ છે….સાસુએ “સાસુપણા”ના મોહનો ત્યાગ કરી, પરિવારમાં

આવેલ “વહુ”ને પોતાની જ “દીકરી” ગણવી….જો આટલી પહેલ સાસુની હશે તો વહુ પણ એની વ્રુત્તિ

બદલીને જરૂર “દીકરી” બનશે જ !…..જ્યાં જ્યાં આવું “પરિવારીક- પરિવર્તન”  હશે ત્યાં “પ્રેમ અને આનંદ”ના

દર્શન હશે !

આ સંસાર છે !….અનેક પરિવારોથી બનેલો છે….અને દરેક પરિવારમાં “નર-નારી”નો ફાળો છે …

પણ,…….નારી પાસે જ શક્તિ છે કે એ ઘરને “મંદિર” બનાવી શકે !…એવી શક્તિ “ખોટા પંથે”તો

એવા ઘરનો “નાશ કે અંત” !

આશા છે કે તમો સૌને આ પોસ્ટ ગમે !
મેં “ફક્ત મારા જ વિચારો” દર્શાવ્યા છે….અન્ય પાસે “બીજા વિચારો” હોય શકે.
તો…જરૂરથી આ પોસ્ટ વાંચી, તમે મારા વિચારોથી સહમત ના હોય તો પણ જણાવશો !

ડો. ચંદ્રવદન


FEW WORDS

Today’s Post ” Neetaben ane Sasuseva” is a Kavya-Post (Poem).
It examines the “Relationship of Daughter-in-Law and Mother-in-Law” with the Poem as a BASE of an Ideal Daughter-in-Law  (NEETABEN ) and her SEVA (Service)  towards her Mother-in-Law.
The MESSAGE is ” If a Daughter-in-Law (VAHU)regards herself as a DAUGHTER of the Mother-in-Law (SASU) & that the Mother-in-Law sees her own DAUGHER in the Daughter-in-Law…then there will be ALWAYS LOVE & UNITY in that Family”.
I hope like this Post & the Message !

DR. CHANDRAVADAN MISTRY

Advertisements

Entry filed under: કાવ્યો.

હરીષ ભીમાણીની કહાણી દીકરી તો દયાની મૂર્તિ !

27 Comments Add your own

 • 1. pragnaju  |  February 23, 2011 at 2:53 pm

  આજ સાસુજી માંદા, અને છે ખાટલે,
  દર્દ એમનું મુજ હૈયે મુજને સતાવે,
  સેવા કરવા દેજે શક્તિ મુજને પ્રભુજી,
  હશે ભુલો તો કરજે માફ, ઓ મારા પ્રભુજી !
  લીલા છે પ્રભુ તારી અતી ન્યારી !……..સાસુને……(૨)
  ખૂબ સુંદર
  ભાવાત્મક પ્રેરણાદાયક વાતો કાવ્ય સ્વરુપે ગમી

  Reply
 • 2. hema patel  |  February 23, 2011 at 3:50 pm

  તદન સાચી વાત છે , જો વહુ સાસુને પતિની નહી પરંતુ પોતાની
  માતા સમજે અને સાસુ વહુને પોતાની જ દીકરી સમજે તો આ
  સંસાર મીઠો બની જાય .

  Reply
 • 3. pravina  |  February 23, 2011 at 3:57 pm

  “સાસુ” એ પતિની જનેતા છે. એ સમજ આવે ત્યારે સાસુ માતા સમાન
  લા.ગે અને આવા પ્રેમ ભાવથી તેની સેવા કરે.
  સુંદર શૈલી

  Reply
 • 4. venunad  |  February 23, 2011 at 4:46 pm

  સરસ, ખૂબજ સરસ. ભગવાન કરે સૌ સાસુઓને નિતાબેન જેવી વહું મળે!

  Reply
 • 5. ishvarlal r. mistry  |  February 23, 2011 at 5:22 pm

  Well said Chandravadanbhai , that is how it should be to make the family happy and bring stong bond and happiness, very good thoughts hope everyone can follow this path through generations.

  Ishvarbhai R ./ Mistry.

  Reply
 • 6. pravinshah47  |  February 23, 2011 at 7:23 pm

  સાસુ વહુના પ્રેમભર્યા સંબંધની સરસ રજૂઆત.
  પ્રવીણ

  Reply
 • 7. nabhakashdeep  |  February 24, 2011 at 6:38 am

  સાસુ વહુના પ્રેમભર્યા સંબંધની સરસ રજૂઆત.
  આવેલ “વહુ”ને પોતાની જ “દીકરી” ગણવી….જો આટલી પહેલ સાસુની હશે તો વહુ પણ એની વ્રુત્તિ
  બદલીને જરૂર “દીકરી” બનશે જ !…..જ્યાં જ્યાં આવું “પરિવારીક- પરિવર્તન” હશે ત્યાં “પ્રેમ અને આનંદ”ના
  દર્શન હશે !
  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 8. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  February 24, 2011 at 7:37 am

  વાત છે તો સાચી ….. જો વહુ સાસુને પતિની નહી પરંતુ પોતાની માતા સમજે અને સાસુ વહુને પોતાની જ દીકરી સમજે તો તો એક આદર્શ સમાજનું નિર્માણ થાય ..પરંતુ કહેવામાં અને સમજવામાં ઘણોજ ફર્ક રહેલો છે ! આ સમજ બંને પક્ષે હોવી ઘટે, એક હાથે કદીયે તાળી પડતી નથી !

  Reply
 • 9. પરાર્થે સમર્પણ  |  February 24, 2011 at 8:48 am

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  દવા આપી, દર્દ એમનું હું હલકું કરૂં,
  તકલીફો એમની એને હું તો મારી ગણું,
  ઉપરવાલા છે તારી જ ઈચ્છા એક સાચી,
  નીચે રહેનાર હું ફક્ત અદા કરૂં ફરજ મારી !
  લીલા છે પ્રભુ તારી અતી ન્યારી !…….સાસુને….(૩)
  પ્રથમ તો નીતાબહેનને લાખ લાખ અભિનંદન.
  જેમને સાસુજીને માતાતુલ્ય ગની સેવા કરી જો નીતાબહેન
  જેવી સ્નેહની સર્વની જેવી સેવા રૂપી ગંગા દરેક વહુમાં જન્મે
  તો જીવન અને ધરતી સ્વર્ગ બની જાય. વૃધો તેમનું જીવન
  પારવાર સાથે વિતાવવાનું પસંદ કરે
  બીજું એક મહત્વનું કે આબધી સિરીયલોને મસાલો જે કલ્પિત
  અને સાચો પણ વાસ્તવિકતામાં છે તે બંધ થી જાય અને તેઓ
  પણ આવી સેવાભાવનાની કદર રૂપે સીરીયલ બનાવે.

  Reply
 • 10. Dr Sudhir Shah  |  February 24, 2011 at 8:56 am

  nice one…touched….wqanted more and more from you,

  also visit this link :http://drsudhirshah.wordpress.com/2011/02/24/252-vaishnav-ni-varta-84-vaishnav-ni-varta-even-today-shreeji/

  dr sudhir shah na vandan

  Reply
 • 11. Harnish Jani  |  February 24, 2011 at 2:41 pm

  Good subject- You have written icely-

  Reply
 • 12. Harnish Jani  |  February 24, 2011 at 2:41 pm

  NICELY and not icely

  Reply
 • આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

  આપની રચના અને તેમાં રહેલ હાર્દ સંદેશ પસંદ આવ્યો, પરંતુ આપે જે બે શબ્દમાં જે મ રૂપી સાસુને શીખ આપી તે જરા સમાજમાં નાં આવી. હકીકત એ નથી કે સાસુએ વહુ માટે દર્ષ્ટિકોણ બદલવો જોઈએ, પરંતુ મને એમ લાગે છે કે વહુએ દીકરી તરીકે જ રેહવું જોઈએ, અને દીકરી નો ભાવ મા સામે દરેક બાબત ગૌણ કરી આપશે.

  હું નથી કેહ્તો કે એવું બનું નથી, પરંતુ આજના આ સમયમાં એવું જરૂર નિહાળું છું કે મા દીકરીને સાસરે વળાવે છે ત્યારે સમય પ્રમાણે અલગ જ શીખ આપે છે કે બેટા કાંઈ તકલીફ હોય તો અમે બેઠા છે તું પાછી આવી જાજે. બધું જ કહ્યું નહિ કરવાનું, થોડું તારું પણ વર્ચસ્વ ઘરમાં રાખજે…વગેરે… જે આ જગદાનું મૂળ ઊભું કરે છે. જો તમે દીકરી જ છો તો પછી મા ગમે તેવી હોય, મનમાં કુભાવ નાં આવે તો બધું સમું સુતર ઉતારી જાય તેમ મને લાગે છે, કદાચ આ વિચાર પસંદ સૌને નાં પણ આવે ?

  Reply
  • 14. DR. CHANDRAVADAN MISTRY  |  February 24, 2011 at 3:43 pm

   અશોકભાઈ,

   તમે આવી પ્રતિભાવ આપ્યો તે માટે આભાર.

   તમે જે લખ્યું તેની સાથે હું સહમત નથી.

   “બે હાથે તાળી પડે !”

   વહુએ “દિકરી’ બની સાસરે રહેવું એ યોગ્ય કહેવાય..પણ ત્યારે એ સાસુને “મા” રૂપે નિહાળે છે.

   માનો કે એ એવી રીતે નિહાળતી નથી, અને જો સાસુ એને “દીકરી’ગણે તો ..સમયના વહેણમાં પરિવર્તન આવશે જે !

   હવે, તમે બીજી રીતે નિહાળો….સાસુ ઘરમા આવતી વહુને ફક્ત “દીકરી ” રૂપે નિહાળે તો વહુ દીકરી જેવું વર્તન ના કરતી હોય તો પણ

   ધીરે ધીરે બદલાય..પણ જો સાસુએ “સાસુપણું” જ રાખવું હોય તો વહુની સહન શક્તિની પણ હદ હોયને ?

   હવે બીજી વાત પર ચર્ચા>>>>

   તમે ઉલ્લેખ કર્યો કે દીકરીને વિદાય સમયે જે કહેવામાં આવે એ જ “ઝગડા”નું કારણ. ..એ માટે મારા વિચારો !

   પ્રથમ દરેક માતાપિતા માટે દીકરીની વિદાય એક આંસુઓ ભરેલી ઘટના છે. અહી દીકરી માટે એમનો જે “પ્રેમ” હોય તેના દર્શન થાય છે.

   પણ મુળ શીખ છે…..”દીકરી તું સાસરાની થજે !” ….અને સાથે “અમો છીએ”કહેવામાં કોઈ ભુલ નથી..કારણ કે અહી કહેવાનો મર્મ

   એટલો કે “તારા સુખ કે દુઃખના અમે ભગીદ્દાર છીએ…તારી સહાય કરવા માટે અમે છીએ”..દુર જતી દીકરી માટે “હિંમત” ભરી છે !

   અશોકભાઈ ..આ મારો અભિપ્રાય છે..અન્યના વિચારો જુદા હોય શકે !

   >>>ચંદ્રવદન

   Reply
 • ડૉ. ચંદ્રવદનભાઈ,

  આપે જણાવેલ વિચારોને જાણ્યા, આપના વિચારો સાથે હું અસહમત છું કે તે યોગ્ય નથી તે કોઈ વાત અહીં કેહવા નથી માંગતો; પરંતુ મે જે લાગણી દર્શાવી તેમાં હું એ જ કહેવા માંગુ છું કે મા ગમે તેવી હોય તો પણ મા છે, અને અપવાદરૂપ સિવાય હું નથી માનતો કે તે ઘરમાં આવેલ એક દીકરી /વહુ સાથે ક્યારેય સારું વર્તન નહિ કરે. હ, એ વાત સાથે સહમત છું કે તાળી એક હાથે ના પડે, અને એ જ વાત હું કેહવા માંગુ છું કે ક્યારેક તો સાસુને વહુની કદર થશે જ ! પરંતુ આપણે તો દીકરીને એ જ શીખ આપવી જરૂરી લાગે છે કે બેટા, હવે એ જ તારું ઘર ! જેથી જે છે અને જેવા છે તેણે તારે તારા કરી ને અપનાવજે, ઈશ્વર તારી સાથે જ છે, તને ક્યારેય મા-બાપની ખોટ નહિ સાલે .

  મને લાગે છે કે તેનાથી તેની આંતરિક હિંમત વધશે અને તે અન્ય કોઈ આશરાની પએક્ષાએ/આશાએ ખોટા પગલા નહિ ભરે.

  માફ કરજો હું બંને બાળકોનો પિતા છું અને બંને મને અતિ પ્રિય છે ,પરંતુ કદાચ આપના જેટલો અનુભવ નહિ હોય ?

  કોઈ વિચારીક ભાવનાથી ઠેશ પહોંચી હોય તો ક્ષમા છું છું.

  Reply
  • 16. chandravadan  |  February 24, 2011 at 5:50 pm

   Ashokbhai, Thanks for your counter Response. You have the right to keep “your opinion” and I still feel I can not “totally “agree to your stand. We will leave it at that. And,, I have daughters only but I expressed my views with lots of thoughts.
   And…you had not hurt my feelings by “opinion” which was different from my views.
   Hope you will continue to visit my Blog !
   Chandravadan

   Reply
 • 17. pragnaji  |  February 24, 2011 at 6:06 pm

  .આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

  આપની રચના અને તેમાં રહેલ હાર્દ સંદેશ પસંદ આવ્યો,કવિતાના માધ્યમ દ્વારા સુંદર સંદેશ હું તમારી સાથે સમંત થાવ છું
  એક વાત યાદ રાખવા જેવી માં તો માં જ પછી એ સાસુ હોય કે તમારી માં આખરે તો માં જ છે ..સબંધ ને કેવી રીતે પોષવા એ આપણી ઉપર છે ..આ સબંધ તો વાત્સલ્ય અને પ્રેમથી ભરેલો સબંધ છે . તેમાં કોઈ સ્વાર્થ નથી .જે .સબંધો સાચવવા માટે આપણે પ્રયત્ન ન કરવો પડે તેજ ખરો સબંધ .. સાસુ કે વહુને પ્રેમ કરવા પ્રયત્ન નહી કરતા .માત્ર .થોડી સાવધાની વર્તવાની જરુર છે..જેથી મુરજાય ન જાય …માત્ર મારપણાં નો અહેસાષ રાખશો તો આવું જ અનુભવશો ….
  દવા આપી, દર્દ એમનું હું હલકું કરૂં,
  તકલીફો એમની એને હું તો મારી ગણું,

  Reply
 • 18. Capt. Narendra  |  February 24, 2011 at 7:42 pm

  કેટલી સુંદર ભાવાત્મકતા અને સ્નેહની અભિવ્યક્તિ! આપના વિચારો ઘણા જ ગમ્યા. જેમ જુના જમાનાનાં ગીતમાં વહુએ ગાયેલા વેણીનાં ચાર ફૂલોમાંના બીજા ફૂલની મહેકનું વર્ણન કર્યું છે, તેવું આ લાગ્યું. એક પ્રશ્ન પૂછું?

  જમાઇ પાસેથી તેમનાં સાસુમાને આવો સ્નેહ અપાય છે? તેનં કોઇ ઉદાહરણ છે ખરા?

  Reply
 • 19. chandravadan  |  February 24, 2011 at 7:46 pm

  This was an Email Response from UK & the portion of it published as a Comment>>>

  Re: NEW POST….નિતાબેન અને સાસુસેવા !Thursday, February 24, 2011 11:20 AMFrom: “savarkar vinayak” >View contact detailsTo: “chadravada mistry” >Priya Chandravadan ji
  NAMASTE

  Very nice and great thoughts. In the write ups if few of thos words could be written in proper Gujarati …………………
  Pranam

  Reply
 • […] નિતાબેન અને સાસુસેવા ! […]

  Reply
 • 21. અક્ષયપાત્ર/Axaypatra  |  February 24, 2011 at 11:04 pm

  ધન્યવાદ આવા પરિવારોને જ્યાં સાસુ વહુ મા દીકરી બનીને રહેતા હોય.

  Reply
 • 22. neetakotecha  |  February 25, 2011 at 3:29 am

  thanksss bhai…hu to ek j vat samju ke mara mummy ne jo maai bhabhi n sachve to…bas pachi mara sasu mara sasu che e j bhuli jav..em j vicharu ke e j maa che..aa ek j vichar man ma rakhine aaje 25 varash thi emni sathe jivu chu..ane aanad che mane e vat no ke have emne dikra karta vadhare mari par vaha che..

  Reply
 • 23. Dilip Gajjar  |  February 25, 2011 at 8:19 am

  Sunder rachana..sasumani sevani..jyarae aaje..sasuvahu nu vartan kalushit hoy tyare aavi rachana sandesh aape..
  દવા આપી, દર્દ એમનું હું હલકું કરૂં,
  તકલીફો એમની એને હું તો મારી ગણું,
  ઉપરવાલા છે તારી જ ઈચ્છા એક સાચી,
  નીચે રહેનાર હું ફક્ત અદા કરૂં ફરજ મારી !
  લીલા છે પ્રભુ તારી અતી ન્યારી !…….સાસુને….(૩)

  Reply
 • 24. arvind adalja  |  February 25, 2011 at 8:31 am

  આપણાં સમાજની મોટેભાગે એ કરૂણતા રહી છે કે મા-બાપ દીકરીને વહુ થવા દેતા નથી તો વહુને દીકરી તરીકે સ્વીકારતા પણ નથી પરિણામે સાસુ-વહુ સંબંધો વણસે છે ! મેં એવા પરિવારો જોયા છે કે જયાં દીકરીને આધુનિક પહેરવેશ પહેરવાની માત્ર છૂટા જ નહિ પરંતુ મા-બાપ ઉતેજે પણ છે જ્યારે તે જ ઘરની વહુને સાડી સિવાય અન્ય કોઈ પહેરવેશ ધારણ કરવાની સખ્ત મનાઈ હોય છે. બંને આંખ સરખી રહે તે માટે વર્ષ દરમિયાન એક દિવસ પસંદ પસંદ કરી સાસુ દિન તરીકે અને એક દિવસ વહુ દિન તરીકે મનાવવાની શરૂઆત કરવી જોઈએ તેવા સુચનો મેં મારા બ્લોગ ઉપર કર્યા છે. સાસુ વહુના સંબંધો મા-દીકરી જેવા ત્યારે જ થઈ શકે અને હંમેશા માટે જાળવવા માટે મારા મતે સાસુઓએ પહેલ કરવી રહી અને પોતાના રૂઢિવાદી વહુ પ્રત્યેના અભિગમમં આમુલ પરિવર્તન લાવવું માત્ર જરૂરી જ નહિ પણ અનિવાર્ય છે.

  Reply
 • 25. તપન પટેલ  |  February 25, 2011 at 8:54 am

  ખુબ સરસ…
  બધી વહુઓ નીતાબેન જેવી બને તો સંસાર માં સુખોનું પ્રમાણ વધી જાય…

  Reply
 • 26. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  March 10, 2011 at 10:27 am

  આદરણીય સાહેબશ્રી.

  દરેક્નો પરિવાર સુખી રહે………….!

  Reply
 • 27. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  March 10, 2011 at 10:28 am

  દરેક સાસુને આવી વહુ અને વહુને આવી સાસુ મળે………….!

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

February 2011
M T W T F S S
« Jan   Mar »
 123456
78910111213
14151617181920
21222324252627
28  

%d bloggers like this: