હરીષ ભીમાણીની કહાણી

ફેબ્રુવારી 19, 2011 at 1:48 પી એમ(pm) 23 comments

 

 
Pink Cymbidium Hybrid Orchid

 

હરીષ ભીમાણીની કહાણી

અરે, હરીષ ભીમાણીને જાણો તમે ?

કહું છું કહાણી એમની, સાંભળો જરા ધ્યાનથી તમે !……(ટેક)

એક મારવાડી કુટુંબે જન્મ જેનો થાય,

ભણીને કેમીકલ એન્જીનીયર જે થાય,

એવા વિરલાની આ વાત છે,

તમે  સાંભળો તો જરા !……….અરે…..(૧)

કેમીકલ એન્જીનીયર તરીકે નોકરી જે સ્વીકારે,

ત્યારે,”રેડીઓ એનાઉન્સર”થાવું મન જેનું પૂકારે,

એવા વિરલાની આ વાત છે,

તમે સાંભળો તો જરા !…….અરે……(૨)

“આકાશવાણી”ના ઓડીશન માટે પ્રથમ પગલું જે ભરે,

“યુવાની”થી”જનરલ”કરતા, ફીલ્મો તરફ જે વળે,

એવા વિરલાની આ વાત છે,

તમે સાંભળો તો જરા !…..અરે….(૩)

વિનય ગુપ્તાજી, બાળગોવિન્દ શ્રીવાસ્તવજી ‘ને વિનોદ શર્માજીનું માર્ગદર્શન જેને મળે,

સ્ટેજ પર આવવું, અને “સુર સંગીત” તરફ જે વળે,

એવા વિરલાની આ વાત છે,

તમે સાંભળો તો જરા !…..અરે….(૪)

કામ નાનું કે મોટું હોય, રસથી જે કરે,

રવિવારના ન્યુઝકાસ્ટર તરીકે એ તો સૌને ગમે,

એવા વિરલાની આ વાત છે,

તમે સાંભળો તો જરા !……અરે….(૫)

“કોહીનુર”સીરીઅલ સાથે અન્ય સીરીઅલોના ડાયાલોગો જે લખે,

શ્રીધર ક્ષીરસાગરના ટીવી સીરીઅલનો આધાર હરીષ રહે,

એવા વિરલાની આ વાત છે,

તમે સાંભળો તો જરા !…..અરે……(૬)

લતાજી પ્રેમથી કોલાપુર પ્રોગ્રામ માટે જેને બોલાવે,

એવા લતાજી વિદેશની ટુર માટે આવવા આગ્રહ જેને કરે,

એવા વિરલાની આ વાત છે,

તમે સાંભળો તો જરા !……અરે….(૭)

એડવર્ટાઈઝની દુનિયામાં હરીષ-આવાજ છે પ્યારો.

મહાભારતના સીરીઅલમાં ડાયાલોગો અને “સમય”માં છે હરીષ પ્યારો,

એવા વિરલાની આ વાત છે,

તમે સાંભળો તો જરા ! …….અરે…..(૮)

“જ્યાં દામ કે નામ નહી, ત્યાં કામ નહી”

ઉંડો કામનો રસ હોય જ્યારે, મળે હરીશને બધુ જ જગમાં અહી,

એવા વિરલાની આ વાત છે,

તમે સાંભળો તો જરા !…..અરે….(૯)

ફેબ્રુઆરી,૧૫,ના શુભ દિવસની આ વાત છે,

જ્યાં “હરીષ ભીમાણી”ના બર્થડેની વાત છે,

એવા વિરલાની આ વાત છે,

તમે સાંભળો તો જરા !……અરે….(૧૦)

જુગ જુગ જીવો હરીષભાઈ તમે !

ચંદ્ર અભિનંદન સ્વીકારજો તમે !

એવા વિરલાની આ વાત છે,

તમે સાંભળો તો જરા !….અરે…..(૧૧)

 

કાવ્ય રચના…તારીખ ફેબ્રુઆરી,૧૫મ ૨૦૧૧          ચંદ્રવદન

લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ, અમેરીકા

The LINK for VIDEO CLIP of HARISH BHIMANI
 
http://www.youtube.com/watch?v=udRDK84W98U&feature=player_embedded
 
 

બે શબ્દો…

આજની પોસ્ટ છે કાવ્યરૂપે “હરીષ ભીમાણી” વિષે !
  
સુરતથી પિયુશભાઈનો ઈમેઈલ આવ્યો.
  
હરીષભાઈની બર્થડે માટે એમણે “ઈન્ટરવ્યુ”..જે વીડીઓ ક્લીપ્સમાં હતું.
જે જાણ્યું તે મેં કાવ્યરૂપે પ્રગટ કર્યું છે.
  
પિયુશભાઈએ આ માહિતી એમના “બ્લોગ” પર મુકી હતી તેની
“લીન્ક” નીચે છે>>>>
 
 
See Harish Bhimaniji’s interview by me on occasion of his Birthday on the link given bellow.
देखीये श्री हरीष भीमाणीजी का साक्षात्कार उनके जनम दिन पर ।
જુઓ, શ્રી હરીષ ભીમાણીજી સાથે એક વાર્તાલાપ તેઓનાં જનમ દિન પર. .
 
http://radionamaa.blogspot.com/2011/02/blog-post_15.html
 
FEW WORDS
 
Before the Email of PIYUSHBHAI…I did not know about HARISH BHIMANI.
He was the VOICE of SAMAY of MAHABHARAT TV SERIES.
Knowing about his life,I was impressed & so this Post.
Hope you like it !
 
DR. CHANDRAVADAN MISTRY
 

Entry filed under: કાવ્યો.

લાલ ફુલોભર્યો ડ્રેસ નિતાબેન અને સાસુસેવા !

23 ટિપ્પણીઓ Add your own

 • 1. girishparikh  |  ફેબ્રુવારી 19, 2011 પર 4:43 પી એમ(pm)

  હરીશ ભીમાણીનો હું પણ ચાહકુ છું. કાવ્ય ગમ્યું.

  –ગિરીશ પરીખ

  બ્લોગઃ http://www.girishparikh.wordpress.com

  જવાબ આપો
 • 2. pragnaju  |  ફેબ્રુવારી 19, 2011 પર 6:11 પી એમ(pm)

  ્શ્રી હરીષ ભીમાણીને હેપી બર્થ ડે
  તમને ધન્યવાદ

  જવાબ આપો
 • 3. Rekha Sindhal  |  ફેબ્રુવારી 19, 2011 પર 8:08 પી એમ(pm)

  હેપી બર્થડે વિશીશ સરસ રીતે વ્યક્ત કરી છે.
  શુભકામનાઓ સાથે……..

  જવાબ આપો
 • 4. praheladprajapati  |  ફેબ્રુવારી 19, 2011 પર 10:25 પી એમ(pm)

  nice details in poet,about harish bhimani

  જવાબ આપો
 • 5. Capt. Narendra  |  ફેબ્રુવારી 19, 2011 પર 10:48 પી એમ(pm)

  આભાર ચંદ્રવદનભાઇ, શ્રી હરીશભાઇ ભિમાણીના જન્મદિનના સમાચાર આપવા માટે. ખાસ આનંદ તો આપે તેમના વિશે આપેલી માહિતી જાણીને થયો.

  બૉર્ડર પરથી રજા ગાળવા ૪૦-૪૫ વર્ષ પહેલાં મુંબઇ ગયો હતો ત્યારે હરીશભાઇને રેડીયો અનાઉન્સર તરીકે જોયા હતા. ત્યાર પછી ‘મહાભારત’ સિરીયલના “સમય – સુત્રધાર” તરીકે તેમનો ધીર ગંભીર અવાજ સાંભળી ખરેખર કાલનારાયણને સાંભળતા હોઇએ તેવું લાગતું હતું. ફરી એક વાર યાદ તાજી કરાવવા માટ આભાર.

  જવાબ આપો
 • 6. chandravadan  |  ફેબ્રુવારી 19, 2011 પર 11:00 પી એમ(pm)

  This was an Email Response for the Post>>>>>

  Re: NEW POST…..હરીષ ભીમાણીની કહાણીSaturday, February 19, 2011 7:37 AMFrom: “Jay Gajjar” >View contact detailsTo:THANKS CHANDRAVADANBHAI,
  VERY GOOD.
  CONGRATULATIONS
  JAY GAJJAR
  MISSISSAUGA, CANADA

  જવાબ આપો
 • 7. Harnish Jani  |  ફેબ્રુવારી 19, 2011 પર 11:50 પી એમ(pm)

  Is Harishbhai your friend? I m forwarding you blog to Harishbhai’s brother Surendra Bhimani who is a film critic in Newyork.

  જવાબ આપો
  • 8. Ullas Oza  |  ફેબ્રુવારી 20, 2011 પર 8:14 એ એમ (am)

   Thanks for giving some info about Shri Surendra Bhimani who was my class-mate in Sydenham College, Mumbai. I shall be happy to have his e-mail address.

   જવાબ આપો
 • 9. Ramesh Patel  |  ફેબ્રુવારી 20, 2011 પર 1:19 એ એમ (am)

  એવા વિરલાની આ વાત છે,
  તમે સાંભળો તો જરા !…..અરે….(૯)
  ફેબ્રુઆરી,૧૫,ના શુભ દિવસની આ વાત છે,
  જ્યાં “હરીષ ભીમાણી”ના બર્થડેની વાત છે,
  એવા વિરલાની આ વાત છે,

  શ્રી હરીષ ભીમાણીને હેપી બર્થ ડે..‘મહાભારત’ સિરીયલના “સમય – સુત્રધાર”

  આભાર… પિયુશભાઈ..Dr. ચંદ્રવદનભાઇ .

  જવાબ આપો
 • 10. ishvarlal r. mistry  |  ફેબ્રુવારી 20, 2011 પર 2:15 એ એમ (am)

  Happy Birthday to Harishbhai your friend. Youhave done a good poem very nicely done.
  Ishvarbhai R Mistry.

  જવાબ આપો
 • 11. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  ફેબ્રુવારી 20, 2011 પર 2:54 એ એમ (am)

  આદરણીયશ્રી.

  જન્મદિનની શુભકામનાઓ

  જુગ જુગ જીવો હરીષભાઈ તમે !
  ચંદ્ર અભિનંદન સ્વીકારજો તમે !
  એવા વિરલાની આ વાત છે,
  તમે સાંભળો તો જરા !….અરે

  ” કિશોરનો શોર પણ આપને જન્મદિન મુબારક માટે
  આપનાં આંગણે પ્રતિક્ષા કરે છે જેનો સ્વીકાર કરશોજી.”

  લિ.કિશોરભાઈ પટેલ

  જવાબ આપો
 • 12. pravinshah47  |  ફેબ્રુવારી 20, 2011 પર 3:56 એ એમ (am)

  હરીશભાઈ ભીમાણીનો અવાજ તો મહાભારત સીરીયલમાં સંભાળ્યો હતો. આજે તેમના વિષે ઘણી વાતો જાણવા મળી.
  પ્રવીણ

  જવાબ આપો
 • 13. Ullas Oza  |  ફેબ્રુવારી 20, 2011 પર 8:21 એ એમ (am)

  કવિતા માટે આભાર ચંદ્રવદનભાઈ.
  હરીશ ભિમાણી ને જન્મદિનની શુભેચ્છા.
  તેમનો અવાજ ક્યાંક ને ક્યાંક – સીડી વિ. માં હમેશાં ગુંજતો રહે છે.
  જીયો હજારો સાલ !
  ઉલ્લાસ ઑઝા

  જવાબ આપો
 • 14. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  ફેબ્રુવારી 20, 2011 પર 12:56 પી એમ(pm)

  nice way to wish a birthday.. !

  જવાબ આપો
 • 15. pravina  |  ફેબ્રુવારી 20, 2011 પર 2:18 પી એમ(pm)

  Happy birth day, Harishbhai.
  Very happy to know about his journey in life.

  જવાબ આપો
 • 16. hema patel  |  ફેબ્રુવારી 20, 2011 પર 2:42 પી એમ(pm)

  ચન્દ્રવદનભાઈ, આપે બુહુજ સુન્દર રીતે જન્મ દિવસની શુભકામનાઓ
  પાઠવી છે.હરિષભિમાણીને કોણ નથી ઓળખતુ પરંતુ તેમના જીવનની
  માહિતી એક કવિતા રૂપે આપવા બદલ ધન્યવાદ.
  Happy birthday to Hrish bhimani .

  જવાબ આપો
 • 17. પિયુષ મહેતા-સુરત.  |  ફેબ્રુવારી 20, 2011 પર 3:12 પી એમ(pm)

  ડો. ચન્દ્રવદનભાઈ,
  નમસ્કાર,
  આપની પોસ્ટનાં મેઈલ્સ તો મને મળતા રહે છે, જેમાં કવિતા, વ્યક્તિ પરિચય અને આરોગ્ય નાં વિષયો સામેલ હોય છે, પણ આટલા અફાટ જ્ઞાનનાં મહાસાગરમાંથી આપણે ફક્ત થોડા મોતી મેળવી શકીએ છીએ. તેથી અસંખ્ય મેઈલ્સ નો પ્રવાહ વહેતો હોય ત્યારે ક્યારેક પેન્ડીંગ મેઈલ્સ માં રહી જતા પણ હોય છે, અને કવિતાની મને કુદરતી બક્ષીસ નથી જ. પણ મારા બ્લોગ રેડિયોનામા (જે ખરેખર મારો નથી પણ તે બ્લોગ રચયીતાઓએ મને પોતાનાં સમૂહમાં ભેળવ્યો છે), રેડિયોનામાં પર જેટલી શુભેચ્છા સંદેશ આવ્યા તેનાં કરતા અહીં વધારે આવ્યા. અને તેની પણ ખૂબી એ રહી કે આપનાં ઉપરાંત ફક્ત ને ફક્ત શ્રી રમેશભાઈ પટેલ જ એવા ટિપણીકાર રહ્યા કે જેમણે મને પણ યાદ કર્યો. પણ તમે શ્રી હરીશભાઈનો આ વિડીયો વધૂ લોકો સુધી પહોંચાડવાનું ઉમદા કાર્ય કરવા માટે ઘન્યવાદ ને પાત્ર છો જ. અને કવિતા માટે પણ. પણ એક જાણ માટે વાત, કે શ્રીધર ક્ષીરસાગર નામ છે. આ તમારી કવિતામાં ફેરવી નાખશો. રેડિયો એડરવર્ટાઈઝીંગનાં પ્રણેતા હતા, સ્વ. બાલ ગોવિંદ શ્રી વાસ્તવજી, જેમને લગભગ 7 વર્ષપહેલા હું મળ્યો હતો.
  પિયુષ મહેતા.
  સુરત-395001.

  જવાબ આપો
  • 18. chandravadan  |  ફેબ્રુવારી 22, 2011 પર 11:21 પી એમ(pm)

   પિયુષભાઈ….

   તમે “ચંદ્રપૂકાર”પર પધારી, આ પોસ્ટ વાંચી તમારો પ્રતિભાવ પણ આપ્યો તે માટે આભાર !

   તમે મને ઈમેઈલથી જાણ કરી કે હરીષભાઈને ઈમેઈલ કરી આ પોસ્ટરૂપે જે પ્રગટ થયું તે વિષે લખ્યું. અને

   તે માટે પણ ખુબ ખુબ આભાર !

   હરીષભાઈ જો સાઈટ પર પધારી અંગ્રેજી લખાણ વાંચી, “બે શબ્દો” જો લખે તો ખુબ જ આનંદ હશે !

   પિયુષભાઈ, તમે ફરી “ચંદ્રપૂકાર” પર આવજો.

   >>>>ચંદ્રવદનભાઈ

   જવાબ આપો
 • 19. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  ફેબ્રુવારી 20, 2011 પર 3:31 પી એમ(pm)

  ડૉ. ચંદ્રવદનભાઈ,

  હરીશ ભીમાણી નો સ્વર તો સાંભળેળ પરંતુ આજે તેમનો પરિચય અને તમને વિડિયો મારફત રૂબરૂ મળવા નું પણ થયું. તેમની ક્લિપ્સ જોઈ આનંદ થયો.

  હરીશભાઈનો પરિચય આપવા બદલ આભાર !

  જવાબ આપો
 • 20. પરાર્થે સમર્પણ  |  ફેબ્રુવારી 21, 2011 પર 4:13 એ એમ (am)

  આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ,

  આદરણીય શ્રી હરીશ ભીમાણીનો મહાભારતમાં અવાજ સાંભળ્યો

  પણ આજે વિસ્તૃત જાણકારી મળી. અવાજની દુનિયાના બેતાજ

  બાદશાહને જન્મ દિવસની શુભ કામના. धन्यवाद लो अब सुनो

  में स्वप्न हु और में भली भाती जनता हु की चन्द्रकी छाया सबने

  देखि होगी परन्तु चन्द्रकी पुकार में सुनाता हु. ये उन दिनोकी बात हे

  की जब चन्द्र ओस्त्रेलियामे था तब भी आप उनकी पुकार सुन शकते थे

  और आज बेकर फिल्द्से भी तजि आवाज हरिशके जन्म दिन पर काव्य

  द्वारा सुनाई जाती हे. में स्वयम उनकी वात सुन रहा हु.

  में हरीश यानिकी समय चंदव्द्न्जी की शुभ कामं स्वीकारता हु ( એમ બોલશે )

  જવાબ આપો
 • 21. sapana  |  ફેબ્રુવારી 22, 2011 પર 7:04 એ એમ (am)

  happy bday harishbahi. chandravadanbhai jyare duniya mitrone niche kevi rite paadava ane vagar karne badala kevirite leva bijani pragati joi irsha karavi evama padya che tyare tame nisvarth dosti nibhavi rahya cho e jani aannd thayo . phone kari mari tabiyat puchava mate aabhar
  ek mitr sapana

  જવાબ આપો
 • 22. chandravadan  |  ફેબ્રુવારી 22, 2011 પર 11:41 પી એમ(pm)

  The Comments for this Post were forwarded to HARISHBHAI by PIYUSHBHAI MEHTA as follows>>

  જનમ દિન પર નાં બધાઈ સંદેશાઓ.Sunday, February 20, 2011 7:34 AMFrom: “PIYUSH MEHTA” View contact detailsBcc: emsons13@verizon.netઆદરણિય શ્રી હરીશભાઈ,
  રેડિયોનામાની લિન્ક લઈને અમેરિકાનાં એક બ્લોગર ડો. ચન્દ્રવદન મિસ્ત્રીજીએ આપનાં પર એક કાવ્ય લખ્યૂ છે, જે મારાથી જરા પણ કરી નહીં શકાય. અને ખૂબી એ થઈ કે રેડિયોનામા પર 8 ટિપણી આવી પણ ડો. સાહેબનાં બ્લોગ પર 16 ટિપણી આવી અને ત્યાર બાદની મારી આભાર માટેની છે.

  આ બધા જ જનમ દિન નાં અભિનંદન સંદેશ અહીં રજૂ કર્યા છે, કારણ કે આપની વ્યસ્તતા ને કદાચ આપને માટે રોજ બ્લોગ જોવા શક્ય નહીં બને. તો આ મેઈલ એક વખત કોઈ સમયે પૂરો જોવાઈ જશે.

  SO….Those who had expressed their Joy at reading this Post ..& wishing HAPPY BIRTHDAY to Harishbhai had reached the Birthday Boy Harishbhai.
  Just for Info to ALL.
  Hope Harishbhai himself view this Post..even if he is unable to read the contents in Gujarati.may be he will be able to read the “Few Words” in English.
  A Wishful Thinking !
  Chandravadan

  જવાબ આપો
 • 23. chandravadan  |  ફેબ્રુવારી 23, 2011 પર 2:42 પી એમ(pm)

  This was an Email Response>>>>
  From: “pallavi mistry” >View contact detailsTo: “chadravada mistry” >visited ur site and read @ Harish Bhimani.
  thanks

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 391,415 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28  

%d bloggers like this: