મહાત્મા ગાંધીની છે આ કહાણી !

January 30, 2011 at 1:28 am 27 comments

 

 

 

Mohandas Karamchand Gandhi

 

મહાત્મા ગાંધીની છે આ કહાણી !

મહાત્મા ગાંધીની છે આ કહાણી,

ભલે,જાણી તમે, સાંભળજો ફરી એ જ કહાણી,

બસ, આટલી જ વિનંતી છે મારી !………..(ટેક)

સૌરાષ્ટની ભુમી, અને પોરબંદર શહેરમાં જન્મ જેનો થાય,

જે,મોહનદાસ કરમચંદ ગાંધી નામે મોટો રે થાય,

જે,ઈંગલેન્ડ વધુ અભ્યાસ કરી, બેરીસ્ટર રે થાય,

એવા ગુજરાત સુપુત્ર……બન્યા મહાત્મા ગાંધી જો !…….મહાત્મા….(૧)

બેરીસ્ટર તરીકે કામ કરવા, સાઉથ આફ્રીકાની સફર જે કરે,

“એપાર્ટેઈડ રાજનિતી” સામે પડકાર કરી જે ત્યાં લડે,

ભારતમાતાની “આઝાદી”ની પૂકાર સાંભળી, જે ભારત પાછા ફરે,

એવા દેશપ્રેમી……બન્યા મહાત્મા ગાંઘી જો !……..મહાત્મા…..(૨)

 

ભારતવાસીઓ અંગ્રેજોની ગુલામીથી થાકી પૂકારે,

જનતાને હ્રદયથી જાણવા, જે ગામો અને શહેરો ફરે,

દુઃખી માનવહૈયાને જાણી,ભારતની આઝાદી ચળવળમાં જે ભળે,

એવા દેશ નેતા……બન્યા મહાત્મા ગાંધી જો !……મહાત્મા……(૩)

“અહિંસા”નો માર્ગ અપનાવી, “સત્યાગ્રહ” જે કરે,

પ્રભુને ઓળખી, “ભક્તિપંથે” પણ જે રહે,

અંગ્રેજી સત્તા સામે “ભારત એકતા” ની બ્યુગલ જે બજાવે,

એવા વીરપુરૂષ…….બન્યા મહાત્મા ગાંધી જો !……મહાત્મા…..(૪)

 

બંદુકો કે તલવારોથી જે શક્ય ના હોય શકે,

“ગાંધી સત્યાગ્રહ”માર્ગે જે શક્ય બને,

અને, ૧૯૪૭માં “સ્વતંત્ર ભારત”જગતનો એક દેશ બને,

એવી આઝાદી આપનાર……..બન્યા મહાત્મા ગાંધી જો !…..મહાત્મા…..(૫)

હિન્દુ મુશલમાન એકતા ભંગ થતા, દર્દ જેના હૈયે થયું,

તોફાનો બંધ કરવા, “ભુખ હડતાલ”કરી, જેણે સહન કર્યું,

અંતે,”શાંતી” નિહાળી, હૈયું જેણે હલકું કર્યું,

એવા પ્રભાવશાળી….બન્યા મહાત્મા ગાંધી જો !……મહાત્મા….(૬)

 

“ભારત” અને “પાકીસ્તાન”નામે બે ટુકડા પડે,

“થયું આવું” બાપુ થકી, કોઈક એવા દોષરૂપી વિચારો કરે,

અને, બાપુની હત્યા કરવા, ભારતમાં “ગોડસે” બને,

“હે! રામ !”કહી, ગોડસે-ગોળીઓ ઝીલનાર……બન્યા મહાત્મા ગાંધી જો !…..મહાત્મા….(૭)

એવા મહાન આત્માને નિહાળી, સૌ જાણે જેને “મહાત્મા”સ્વરૂપે,

પૂજવા લાયક ગણી, કોઈક માને જેને “દેવતા”સ્વરૂપે,

સમયના વહેણમાં ભુલી,કોઈક પૂછશેઃ કોણ હતો એવો “માનવી”સ્વરૂપે ?

એવી મહાન વ્યક્તી……બન્યા મહાત્મા ગાંધી જો !……મહાત્મા……(૮)

કહાણી “બાપુ”ની કહેતા, “ચંદ્ર” ગદ ગદ બને !

“બાપુ”ની યાદમાં, જે એ લખે તે એક “કાવ્ય-કહાણી” બને !

એવા “બાપુ”ને ભારતજનો “રાષ્ટપિતા”પ્યારથી કહે !

એવા બાપુ……બન્યા મહાત્મા ગાંધી જો !……મહાત્મા…..(૯)

 

કાવ્ય રચના…જાન્યુઆરી, ૫, ૨૦૧૧                   ચંદ્રવદન

 

 

 

બે શબ્દો…

આજે છે ૩૦મી જાન્યુઆરી, ૨૦૧૧ની તારીખ !

જાન્યુઆરી,૩૦ એટલે યાદ આવે ૩૦મી જાન્યુઆરી,૧૯૪૮ની તારીખ !

આ દિવસે દિલ્હીમાં પ્રાર્થનાના સમયે, એક યુવાન “નથ્થુરામ ગોડસે” ગાંધીજી સામે જઈ બંદુકની ગોળીઓથી દેશના પ્યારા “બાપુ”ની હ્ત્યા કરે છે,

અને બાપુએ એ દિવસે એમના પ્રાણ તજ્યા હતા.

આજે એ દિવસની ઘટનાને યાદ કરતા, “ગાંધીજી જીવન”ને એક કાવ્યમાં મઢી, મેં એક રચના પોસ્ટરૂપે પ્રગટ કરી છે.

અહી, આ “બે શબ્દો”માં ગાંધીજી વિષે હું વધુ લખતો નથી…પણ, મારા અંતરના ઉંડાણમાંથી આટલું એક “અંજલી”રૂપે લખું છું…..

મોહનદાસ કરમચંદ ગાંધી, એક મહાન વ્યક્તી હતા કે જેમણે એમનું જીવન દેશ માટે અર્પણ કરી, અને એમના

માર્ગે  હિન્દુ મુશલીમ “એકતા” શક્ય થઈ, અને એ જ કારણે અંગ્રેજોએ “નમતું” આપ્યું, અને દેશ “આઝાદ” થયો.

ગાંધીજીના જીવનને તપાસી, “ભુલો શોધનારાઓ”ને ભુલો જરૂર મળી જશે…કિન્તું, એઓ આ “ઘટના” કેવા સંજોગોમાં

થઈ હતી તેને ધ્યાનમાં લેવા એઓ તૈયાર ના થાય, અને એને “યોગ્યતા” આપવાના બદલે ફક્ત “ટીકા” કરવા એમની

શક્તિ વાપરવા અચકાતા નથી….ચાલો, પળ માટે એઓ જો પોતાને નિહાળી, “માનવ અપુર્ણતા”ના દર્શન કરે તો, જરૂર

એઓ પણ  ગાંધીજીને એક “દિવ્ય આત્મા” તરીકે સ્વીકાર કરી, ભારતની આઝાદી માટેનો ગાંધીજીનો “ફાળો”જોઈ,

ભારતના “રાષ્ટપિતા”ને વંદન કરવા પ્રયાસ કરે,તો, મારા હૈયે ખુબ જ આનંદ હશે !

આશા છે કે આ પોસ્ટનું “કાવ્ય”…તેમજ આ “બે શબ્દો” વાંચવા તમો સૌને ગમે !

આજે સૌ ગાંઘીજીને યાદ કરી, એમને “અંજલી” આપવાની તક લઈ, સત્યના માર્ગ પર જવા માટે મનમાં “વિચારો” લાવી, એ વિચારોને “અમલ”માં મુકવા પ્રયાસો આરંભ કરે…તો એ ગાંધીજીને

“ખરી શ્રધ્ધાજંલી” હશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today it is 30th January 2011.

This day in 1948, Gandhji departed from this World, slained by the Bullets from the Gun of one person, NATHTHURAM GODSE. It was tragic !

By this Kavya-Post, I pay my Tribute..my ANJALI to the Great Soul..MAHATMA GANDHI. May you all join me & pay your RESPECTS to him by your own words.

I hope you like this Post !

DR. CHANDRAVADAN MISTRY.

 

Advertisements

Entry filed under: કાવ્યો.

મારે એક કવિતા લખવી છે ! શાને કહો છો આવું ?

27 Comments Add your own

 • 1. ishvarlal r. mistry  |  January 30, 2011 at 2:42 am

  Very good history of Mahatma Gandhi he was a Great man.
  Thanks for sharing your thoughts.He sacrificed a lot for India and freed India from British.
  Ishvarbhai R. Mistry.

  Reply
 • 2. pragnaju  |  January 30, 2011 at 2:46 am

  સુંદર કાવ્યાંજલી
  ગાંધીજી લોકજાગૃતિ માટે વક્તવ્ય આપે છે, પદયાત્રાઓ કરે છે – માત્ર એટલું જ નહિ આયુર્વેદિક, નેચરોપથી, ધ્યાન, ચિંતન,મનન, રામનામ, ધર્મ, ગૃહસ્થ જીવનના ધર્મો, સામાજિક નીતિ, રાજનીતિ, અર્થશાસ્ત્ર વિ. એટલા બધા વિષયોનો સ્પર્શ ગાંધીજીએ કર્યો છે.
  છેવાડાનો માણસ જેણે ગાંધીજીને કદી જોયા પણ ન હોય..એ એમ કહેતો કે ‘હું ગાંધીજીના વિચારો પર જીવન જીવવાનો પ્રયત્ન કરું છું.‘રામનામ’ વિશે ગાંધીજીની એક સુંદર નાનકડી પુસ્તિકા છે. આ પુસ્તિકામાં ‘રામનામ’ વિશે એમના વિચારોની ઊંચાઈ જે દેખાય છે એ ભાગ્યે જ જગતના કોઈ પુસ્તકમાં શોધી જડે. કેટલી સ્પષ્ટ, સરળ અને સહજ વાત. એમ લાગે
  છે કે ગાંધીજી શબ્દોથી નહીં પણ અનુભૂતિથી લખતા હતા.
  ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજી તેમના રોજિંદા કાર્યક્રમ મુજબ સાંજના સમયે પ્રાર્થના સભામાં જવા નીકળ્યા. ગાંધીજી મનુબહેન અને આભાબહેન ગાંધીના ખભે હાથ રાખી ચાલતા હતા. તેઓ જેવા પ્રાર્થના સભામાં પહોંચ્યા એટલે ત્યાં ઉપસ્થિ લોકો તેમને હાથ જોડી વંદન કરવા લાગ્યા. ગાંધીજીને વંદન કરવા થોડી ધક્કામુકી પણ થઈ. ગાંધીજી પોતાના બંને હાથ લોકો સમક્ષ જોડી રહ્યા હતા એ જ ક્ષણે … બંદૂકમાંથી ગાંધીજી ઉપર ત્રણ ગોળીઓ છોડી. ગોળી વાગતા જ ગાંધીજી ‘હે રામ!‘ બોલી ઢળી પડ્યા.
  ગાંધી નિર્વાણ દિને આપણે પૂ. મહાત્મા ગાંધીજીના વિચારો ને આત્મસાત કરીએ અને આપણા સહુના વ્હાલા બાપુ ને હ્ર્દયસ્થ કરીએ.પૂ. ગાંધીજીના ચરણોમાં વંદન .

  Reply
 • 3. Rekha Sindhal  |  January 30, 2011 at 3:06 am

  સુંદર ભાવાંજલિ !

  Reply
 • 4. praheladprajapati  |  January 30, 2011 at 5:24 am

  beautyfull bhavanjli

  Reply
 • 5. Ramesh Patel  |  January 30, 2011 at 7:09 am

  એવા “બાપુ”ને ભારતજનો “રાષ્ટપિતા”પ્યારથી કહે !
  એવા બાપુ……બન્યા મહાત્મા ગાંધી જો !……મહાત્મા…..(૯)

  ચંદ્રવદન
  ………………….
  પૂ. ગાંધીજીના ચરણોમાં વંદન .સુંદર ભાવાંજલિ
  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 6. pragnaji  |  January 30, 2011 at 11:15 am

  બીજાં બધાં કામો વચ્ચે – જેણે આઝાદીના શ્વાસ આપ્યાં તેનાં શ્વાસ ખૂટ્યાની તારીખ ભૂલી જઈએ તે પહેલાં તેમની પુણ્યતિથિએ શત શત વંદન સહ…ખુબ જ સુંદર ..ખુબ જ સુંદર ….
  મહાત્માની છે આ કહાણી બાપુ
  ભલે,જાણી તમે,
  સાંભળજો ફરી એ જ કહાણી .

  બે શબ્દો-ગાંધી બાપુ
  સંત ફકીરો જેવા બાપુ
  હિંસા ના સાગરમાં જેમ
  કોઈ હોય કરુણા નો ટાપુ
  એવા હતા આપણા ગાંધી બાપુ…Read more of this post. શબ્દોનુંસર્જન…http://shabdonusarjan.wordpress.com/

  Reply
 • કાવ્ય રચના સાથે જે બે શબ્દો દ્વારા માહ્ત્મા ગાંધીજીનું જે માહાત્મય છે તે સમજાવવાનો નાજૂક પ્રયાસ કરેલ છે તે જ આજના તેમજ પૌરાણિક વિચાર શ્રેણીમાં બંધ બેસેલા કે આધુનિકતાના આંચળા સાથે ફરનાર માટે ખૂબજ અગત્યનો સંદેશ છે. જે વધુ પસંદ આવેલ છે.

  સાબરમતી કે સંત તું ને કર દિયા કમાલ….

  યોગ્ય શ્રધ્ધાંજલી બદલ આભાર !

  Reply
 • 8. Jayendra Thakar  |  January 30, 2011 at 6:03 pm

  પુજ્ય બાપુજીને યાદ કરવા માટે આભાર!

  Reply
 • 9. Harnish Jani  |  January 30, 2011 at 8:33 pm

  ગાંધીજીની મૃત્યુ તિથી એ અંજલી-
  તમારો આબાર.

  Reply
 • 10. પરાર્થે સમર્પણ  |  January 30, 2011 at 8:43 pm

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદ ભાઈ

  કહાણી “બાપુ”ની કહેતા, “ચંદ્ર” ગદ ગદ બને !
  “બાપુ”ની યાદમાં, જે એ લખે તે એક “કાવ્ય-કહાણી” બને !
  એવા “બાપુ”ને ભારતજનો “રાષ્ટપિતા”પ્યારથી કહે !
  એવા બાપુ……બન્યા મહાત્મા ગાંધી જો !……મહાત્મા…..
  શહીદ દિને “ચંદ્ર પુકાર” દ્વારા એકદમ હદયના ભાવોથી છલકતી સુંદર શ્રદ્ધાંજલિ ……

  Reply
 • 11. pravina Avinash  |  January 31, 2011 at 2:22 am

  Very nicely narrated the life history of our
  Pu, Mahatmaa Gandhiji

  Reply
 • 12. ishvarlal r. mistry  |  January 31, 2011 at 2:53 am

  Chandravadanbhai,
  You described the history of GandhiBapuji very well in your poem a job well done , thanks.very good tribute for Pu,Mahatmaa Gandhiji.

  Ishvarbhai R. Mistry.

  Reply
 • 13. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  January 31, 2011 at 7:11 am

  Thanks for such a wonderful tribute to our beloved Bapu.

  Reply
 • 14. Ullas Oza  |  January 31, 2011 at 10:27 am

  સુંદર ભાવાંજલિ. આજના જમાનામા ફરી ઍક ‘ગાંધી’ ની જરૂર છે.

  Reply
 • 15. shirish dave  |  January 31, 2011 at 4:02 pm

  રાષ્ટ્રભવનનો સૌથી ઉંચો છેલ્લો મજલો,
  ઘેરાઈને એ જ્વાળાઓથી
  બળી પડીને ભસ્મ થયો,
  ખબર પડી ત્યારે અમને તો
  કે, ઘરમાં લાગી છે આગ.
  (“સૂતકી માલા” ના આધારે)

  (એ દિવસ હતો ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮)

  Reply
 • 16. pravinshah47  |  January 31, 2011 at 9:42 pm

  ગાંધીજીના વિચારોનું થોડું પણ પાલન કરીએ તો એમને સાચી અંજલી આપી કહેવાય. ખુબ સાચી વાત.
  પ્રેરણાદાયી કવિતા.
  પ્રવીણ શાહ

  Reply
 • 17. kanoobhai mistry  |  February 1, 2011 at 2:27 am

  enjoyed the GANdhijees post

  Reply
  • 18. chandravadan  |  February 1, 2011 at 7:30 pm

   કનુભાઈ, તમે પહેલીવાર “ચંદ્રપૂકાર”ની આ પોસ્ટ વાંચી, તમારો આ પ્રતિભાવ આપ્યો તે માટે ખુબ ખુબ આભાર ! ફરી પણ આપશો એવી આશા.>>ચંદ્રવદન
   AND…
   To say again..THANKS A LOT, Kanoobhai !
   Chandravadan

   Reply
 • 19. Rajul Shah  |  February 1, 2011 at 2:30 pm

  બાપુની યાદમાં અપાયેલી આ કાવ્યાંજલીમાં બાપુનુ જીવન જે રીતે વણી લીધુ છે એના માટે અભિનંદન.

  Reply
 • 20. chandravadan  |  February 1, 2011 at 7:17 pm

  This is an EMAIL RESPONSE of MOHANBHAI FATANIA of USA to this Post>>>>

  Re: NEW POST…..મહાત્મા ગાંધીની છે આ કહાણી !
  Monday, January 31, 2011 8:06 AM
  From:
  “Mohan Fatania”
  View contact details
  To:
  “chadravada mistry”
  Dear Chandravadanbhai, Hare Krishna. How are you? Wish you well.I read the poem you wrote in respect of Mahatma Gandhiji in celebration of India indepndence day on 30th January 1948. The words mentioned in the poem are wonderful and giving whole history of Indian independene as well as life style of Gandhiji.Congratulations from Mohanbhai Fatania, Atlanta.

  Reply
 • 21. dilip Gajjar  |  February 2, 2011 at 2:11 pm

  Wonderful tribute to Mahatma gandhiji..You have involved Bapus life in this poem and I am very much impressed by bapus life..
  Ahins vrat dharine hind chhodoni kari haankal
  Khami tran goli gandhiye aho shi kurbaane chhe
  Balidano didha chhe temne so so salaami chhe
  vatan sangraamni bhulaay na tevi kahani chhe
  -dilip gajjar

  Reply
 • 22. DR. CHANDRAVADAN MISTRY  |  February 2, 2011 at 8:08 pm

  For this Post on GANDHIJI, one EMAIL RESPONSE >>>>>

  To:
  “chadravada mistry”
  It is better to forget ગાંધી and move forward..

  AND the RESPOSE given by me>>>>>

  એક પવિત્ર આત્મા,
  નમસ્તે !
  ગાંધીજીની પોસ્ટ વાંચ્યા બાદ, તમારો ઈમેઈલથી ઉપર મુજબનો પ્રતિભાવ આવ્યો. વાંચ્યો…અને પ્રતિભાવ માટે આભાર.તમે તમારા હ્રદયનો વિચાર લખ્યો કે “ગાંધીજીજે ભુલી જઈ આગળ ચાલો !”..તમારા હ્રદયમાં આવો વિચાર કેમ આવ્યો? તમે જો લખ્યું હોત કે..”ગાંધીજીએ જે દેશની આઝાદી માટે જે કર્યું હતું તે માટે વંદન કે આભાર, પણ હવે આગળ ચાલો !” તો હું એ સમજી શકતે…તમારા જવાબમાં ગાંધીજી પ્રત્યે ઘણી જ “નારાજી” લાગી….જો તમે મારી પોસ્ટ ધ્યાનથી વાંચી હોત તો “બે શબ્દો”માં મે ગાંધીજીને “પુરા ચાહનારા” હોય શકે એવો ઉલ્લેખ કર્યો હતો, અને વિનંતી કરી હતી કે એક પળ માટે એમણે જે બલીદાન આપેલ તે માટે “વંદન નહી તો આભાર” દર્શાવશો તો મને આનંદ હશે “….તમે જે પ્રમાણે લખ્યું તે આધારીત તમારા હ્રદયમાં એવા આત્માની “પૂકાર” સાંભળવા સમય ના હતો…ચાલો, એક દિવસ એવો દિવસ હશે, એવી આશા !તમારી “જીવનની આગેકુચ”માં ગોડસેની યાદમાં તમે અજાણે ગાંધીજીને યાદ કર્યા જ છે, કે હશે, કે કરતા હશો…તો એવી યાદમાં તમારા હ્રદયમાં “સત્ય”નો પ્રકાશ થાય..અને “પ્રેમ” વહે. પ્રેમમાં જ પ્રભુભક્તિ છે, પ્રેમમાંથી જ “જનસેવા” ! પ્રભુ તમોને તંદુરસ્તી બક્ષે !
  આટલું લખ્યું તેમ છતાં હું કહું છું કે તમે જે પ્રમાણે લખ્યું તે માટે તમારો “હક્ક” છે. જવાબરૂપે મારાથી જો ભુલ થઈ હોય તો માફ કરશો.>>>>ચંદ્રવદન
  I hope the Person who had expresed his VIEWS, reads my REASONSE. I admire him for “telling truthfully what was in his mind”…I MUST say here that my respose is based on my understanding, & I may erred to know his “inner views or feelings” If I erred, my APOLOGY !
  CHANDRAVADAN MISTRY

  Reply
 • 23. તપન પટેલ  |  February 4, 2011 at 3:06 am

  ખુબ સુંદર….

  Reply
 • 24. P Shah  |  February 4, 2011 at 10:26 am

  સાબરમતીના સંતને યોગ્ય શ્રધ્ધાંજલી !

  Reply
 • 25. himanshupatel555  |  February 5, 2011 at 2:10 pm

  ગુજરાતી ગૌરવને સુંદર અંજલી.

  Reply
 • 26. Nehal  |  September 11, 2012 at 5:20 am

  chrandrapukar is very interesting

  Reply
  • 27. chandravadan  |  September 11, 2012 at 5:30 pm

   Nehal,
   I am sure this is your 1st visit to my Blog.
   Thanks for your visit/comment.
   I invite you to visit “other sections” of my Blog too.
   You will be informed of the New Post on HOME of the Blog.
   Hope to see you again.
   All the Best to you !
   Chandravadan

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

January 2011
M T W T F S S
« Dec   Feb »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: