Archive for જાન્યુઆરી 30, 2011

મહાત્મા ગાંધીની છે આ કહાણી !

 

 

 

Mohandas Karamchand Gandhi

 

મહાત્મા ગાંધીની છે આ કહાણી !

મહાત્મા ગાંધીની છે આ કહાણી,

ભલે,જાણી તમે, સાંભળજો ફરી એ જ કહાણી,

બસ, આટલી જ વિનંતી છે મારી !………..(ટેક)

સૌરાષ્ટની ભુમી, અને પોરબંદર શહેરમાં જન્મ જેનો થાય,

જે,મોહનદાસ કરમચંદ ગાંધી નામે મોટો રે થાય,

જે,ઈંગલેન્ડ વધુ અભ્યાસ કરી, બેરીસ્ટર રે થાય,

એવા ગુજરાત સુપુત્ર……બન્યા મહાત્મા ગાંધી જો !…….મહાત્મા….(૧)

બેરીસ્ટર તરીકે કામ કરવા, સાઉથ આફ્રીકાની સફર જે કરે,

“એપાર્ટેઈડ રાજનિતી” સામે પડકાર કરી જે ત્યાં લડે,

ભારતમાતાની “આઝાદી”ની પૂકાર સાંભળી, જે ભારત પાછા ફરે,

એવા દેશપ્રેમી……બન્યા મહાત્મા ગાંઘી જો !……..મહાત્મા…..(૨)

 

ભારતવાસીઓ અંગ્રેજોની ગુલામીથી થાકી પૂકારે,

જનતાને હ્રદયથી જાણવા, જે ગામો અને શહેરો ફરે,

દુઃખી માનવહૈયાને જાણી,ભારતની આઝાદી ચળવળમાં જે ભળે,

એવા દેશ નેતા……બન્યા મહાત્મા ગાંધી જો !……મહાત્મા……(૩)

“અહિંસા”નો માર્ગ અપનાવી, “સત્યાગ્રહ” જે કરે,

પ્રભુને ઓળખી, “ભક્તિપંથે” પણ જે રહે,

અંગ્રેજી સત્તા સામે “ભારત એકતા” ની બ્યુગલ જે બજાવે,

એવા વીરપુરૂષ…….બન્યા મહાત્મા ગાંધી જો !……મહાત્મા…..(૪)

 

બંદુકો કે તલવારોથી જે શક્ય ના હોય શકે,

“ગાંધી સત્યાગ્રહ”માર્ગે જે શક્ય બને,

અને, ૧૯૪૭માં “સ્વતંત્ર ભારત”જગતનો એક દેશ બને,

એવી આઝાદી આપનાર……..બન્યા મહાત્મા ગાંધી જો !…..મહાત્મા…..(૫)

હિન્દુ મુશલમાન એકતા ભંગ થતા, દર્દ જેના હૈયે થયું,

તોફાનો બંધ કરવા, “ભુખ હડતાલ”કરી, જેણે સહન કર્યું,

અંતે,”શાંતી” નિહાળી, હૈયું જેણે હલકું કર્યું,

એવા પ્રભાવશાળી….બન્યા મહાત્મા ગાંધી જો !……મહાત્મા….(૬)

 

“ભારત” અને “પાકીસ્તાન”નામે બે ટુકડા પડે,

“થયું આવું” બાપુ થકી, કોઈક એવા દોષરૂપી વિચારો કરે,

અને, બાપુની હત્યા કરવા, ભારતમાં “ગોડસે” બને,

“હે! રામ !”કહી, ગોડસે-ગોળીઓ ઝીલનાર……બન્યા મહાત્મા ગાંધી જો !…..મહાત્મા….(૭)

એવા મહાન આત્માને નિહાળી, સૌ જાણે જેને “મહાત્મા”સ્વરૂપે,

પૂજવા લાયક ગણી, કોઈક માને જેને “દેવતા”સ્વરૂપે,

સમયના વહેણમાં ભુલી,કોઈક પૂછશેઃ કોણ હતો એવો “માનવી”સ્વરૂપે ?

એવી મહાન વ્યક્તી……બન્યા મહાત્મા ગાંધી જો !……મહાત્મા……(૮)

કહાણી “બાપુ”ની કહેતા, “ચંદ્ર” ગદ ગદ બને !

“બાપુ”ની યાદમાં, જે એ લખે તે એક “કાવ્ય-કહાણી” બને !

એવા “બાપુ”ને ભારતજનો “રાષ્ટપિતા”પ્યારથી કહે !

એવા બાપુ……બન્યા મહાત્મા ગાંધી જો !……મહાત્મા…..(૯)

 

કાવ્ય રચના…જાન્યુઆરી, ૫, ૨૦૧૧                   ચંદ્રવદન

 

 

 

બે શબ્દો…

આજે છે ૩૦મી જાન્યુઆરી, ૨૦૧૧ની તારીખ !

જાન્યુઆરી,૩૦ એટલે યાદ આવે ૩૦મી જાન્યુઆરી,૧૯૪૮ની તારીખ !

આ દિવસે દિલ્હીમાં પ્રાર્થનાના સમયે, એક યુવાન “નથ્થુરામ ગોડસે” ગાંધીજી સામે જઈ બંદુકની ગોળીઓથી દેશના પ્યારા “બાપુ”ની હ્ત્યા કરે છે,

અને બાપુએ એ દિવસે એમના પ્રાણ તજ્યા હતા.

આજે એ દિવસની ઘટનાને યાદ કરતા, “ગાંધીજી જીવન”ને એક કાવ્યમાં મઢી, મેં એક રચના પોસ્ટરૂપે પ્રગટ કરી છે.

અહી, આ “બે શબ્દો”માં ગાંધીજી વિષે હું વધુ લખતો નથી…પણ, મારા અંતરના ઉંડાણમાંથી આટલું એક “અંજલી”રૂપે લખું છું…..

મોહનદાસ કરમચંદ ગાંધી, એક મહાન વ્યક્તી હતા કે જેમણે એમનું જીવન દેશ માટે અર્પણ કરી, અને એમના

માર્ગે  હિન્દુ મુશલીમ “એકતા” શક્ય થઈ, અને એ જ કારણે અંગ્રેજોએ “નમતું” આપ્યું, અને દેશ “આઝાદ” થયો.

ગાંધીજીના જીવનને તપાસી, “ભુલો શોધનારાઓ”ને ભુલો જરૂર મળી જશે…કિન્તું, એઓ આ “ઘટના” કેવા સંજોગોમાં

થઈ હતી તેને ધ્યાનમાં લેવા એઓ તૈયાર ના થાય, અને એને “યોગ્યતા” આપવાના બદલે ફક્ત “ટીકા” કરવા એમની

શક્તિ વાપરવા અચકાતા નથી….ચાલો, પળ માટે એઓ જો પોતાને નિહાળી, “માનવ અપુર્ણતા”ના દર્શન કરે તો, જરૂર

એઓ પણ  ગાંધીજીને એક “દિવ્ય આત્મા” તરીકે સ્વીકાર કરી, ભારતની આઝાદી માટેનો ગાંધીજીનો “ફાળો”જોઈ,

ભારતના “રાષ્ટપિતા”ને વંદન કરવા પ્રયાસ કરે,તો, મારા હૈયે ખુબ જ આનંદ હશે !

આશા છે કે આ પોસ્ટનું “કાવ્ય”…તેમજ આ “બે શબ્દો” વાંચવા તમો સૌને ગમે !

આજે સૌ ગાંઘીજીને યાદ કરી, એમને “અંજલી” આપવાની તક લઈ, સત્યના માર્ગ પર જવા માટે મનમાં “વિચારો” લાવી, એ વિચારોને “અમલ”માં મુકવા પ્રયાસો આરંભ કરે…તો એ ગાંધીજીને

“ખરી શ્રધ્ધાજંલી” હશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today it is 30th January 2011.

This day in 1948, Gandhji departed from this World, slained by the Bullets from the Gun of one person, NATHTHURAM GODSE. It was tragic !

By this Kavya-Post, I pay my Tribute..my ANJALI to the Great Soul..MAHATMA GANDHI. May you all join me & pay your RESPECTS to him by your own words.

I hope you like this Post !

DR. CHANDRAVADAN MISTRY.

 

જાન્યુઆરી 30, 2011 at 1:28 એ એમ (am) 27 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,536 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31