મારે એક કવિતા લખવી છે !

January 26, 2011 at 8:11 pm 17 comments

 

મારે એક કવિતા લખવી છે !

મારે એક કવિતા લખવી છે !…..(ટેક)
નથી વ્યાસ, નથી ગણેશ હું,
ના જાણૂં છંદ કે પધો હું ,
પણ, માનવ-સ્વરૂપે એક કવિતા લખવી છે !…મારે (૧)
નથી લખવી કવિતા ભર દિવસે,
નથી લખવી કવિતા ભર રાત્રીએ,
પણ, પ્રભાતે ઉઠી, એક કવિતા લખવી છે !…મારે…(૨)
હોય, ના હોય ઋતુ વસંત ભલે,
હોય ના હોય વરસતો મેધ ભલે,
પણ, જાગી, વિચારી, એક કવિતા લખવી છે !…મારે…(૩)
જગતમાં નિહાળી કંઈક હું લખું,
મનમાં વિચારી કંઈક હું લખું ,
અને, હવે,  સ્વપ્નોમાં સમજી કવિતા લખું !….મારે…(૪)
ઘણૂં કવિતારૂપે મેં લખ્યું ,
અને, ના લખવું કહી મેં લખ્યું,
અરે, આ શું થઈ રહ્યું ?…મારે…(૫)
સમજાય નહી, શાને આવું થઈ રહ્યું ?
સમજાય નહી, શું આ પાગલપણ રહ્યું ?
છે પ્રભુ-પ્રેરણાઓનું પરિણામ, એવું ચંદ્રે કહ્યું !….મારે..( ૬)

કાવ્ય રચના…તારીખ ઓકટોબેર,૧૩,૨૦૧૦        ચંદ્રવદન.

બે શબ્દો…

તારીખઃનવેમ્બર,૧,૨૦૧૦ના દિવસે “ચંદ્રવિચારો શબ્દોમાં (૧૬)”ની પોસ્ટ કરી, મેં જાહેર કર્યું હતું કે “હવે પછી બધી પોસ્ટો “કાવ્ય-પોસ્ટો” હશે”….અને, તારીખઃનવેમ્બર,૩,૨૦૧૦ના શુભ દિવસે પ્રથમ કાવ્ય-પોસ્ટ”દિવાળી ઉત્સવ”પ્રગટ કરી.ત્યારબાદ, તમે અનેક પોસ્ટો વાંચી. છેલ્લી પોસ્ટ “ન્રુત્ય શું? કોઈ કહેશો મને” સાથે કુલ્લે ૧૫ કાવ્ય-પોસ્ટો પ્રગટ થઈ છે……અને, આજે છે “મારે એક કવિતા લખવી છે !”. મેં મારા આગળના અનેક કાવ્યો કે લખાણોમાં ઉલ્લેખ કર્યો છે કે “હું નથી કોઈ કવિ” અને “ગુજરાતી ભાષા અને છંદ કે પદની કાવ્યભાષાનો અજ્ઞાની છું”. એવી, કબુલાત કરી તેમ છતાં, આજની પોસ્ટ દ્વારા ફરી આટલું વધુ કહું છું>>>>>

અનેકવાર, મારૂં મન જ મને પુછે…”ભાષા જ્ઞાનનો ખજાનો નથી, અને કાવ્ય રચનાની આવડત નથી તો શા માટે આવું ચાલુ રાખો છો ?”…ત્યારે, મારા અંતરમાં “કંઈક” થાય, અને જાણે પ્રભુ જ કહેતા હોય એવો ભાસ થાય કે “જે હ્રદયમાં છે તેને તું શબ્દોમાં જ મુકે છે, તો શાને તું ચિન્તાઓ કરે છે ?અને, ખરેખર કાવ્ય બન્યું કે નહી તેની ચિન્તાઓ છોડી દે “બસ, આજ મારી પ્રભુપ્રેરણારૂપી જીવનસફર છે.

આગળ પ્રગટ કરેલી કાવ્ય-પોસ્ટો ગમી હશે !….આજની આ કાવ્ય-પોસ્ટ પણ ગમશે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today it is 26th January..And, it is the REPUBLIC DAY of INDIA. While in SYDNEY, AUSRALIA..I learnt that 26th JANUARY is here celebrated as the AUSTRALIA DAY.

Today, I am publishing a New Kavya-Post “MARE EK KAVITA LAKHAVI CHHE”

The meaning of this Poem is “I WANT TO WRITE ONE POEM”

In this Poem, I am telling ALL that ” I am NOT a POET” & yet the “Inner Desires” force me to “write something in a Poem Format”. I only express “my thoughts & feelings of my Heart” and I do that “as if inspired by GOD.

As you read this  CORRECT my mistakes & “accept my feelings ”

Hope you had liked the OTHER KAVYA-POSTS…and you like TODAY’S POST.

DR. CHANDRAVADAN MISTRY.


 

Advertisements

Entry filed under: કાવ્યો.

નૃત્ય શું છે ? કોઈ કહેશો મને ! મહાત્મા ગાંધીની છે આ કહાણી !

17 Comments Add your own

 • 1. Ramesh Patel  |  January 26, 2011 at 8:31 pm

  જગતમાં નિહાળી કંઈક હું લખું,
  મનમાં વિચારી કંઈક હું લખું ,
  અને, હવે, સ્વપ્નોમાં સમજી કવિતા લખું !….મારે…(૪)
  ઘણૂં કવિતારૂપે મેં લખ્યું ,
  અને, ના લખવું કહી મેં લખ્યું,
  કેટલી સહજતાથી કુદરત સાથે આપે આત્મિયતાથી ખુદને કવિતામાં ઢાળી દીધા.મને
  સરળ વાત ગમી ગઈ.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
  • 2. chandravadan  |  January 26, 2011 at 8:43 pm

   રમેશભાઈ,

   હમણા જ આ પોસ્ટ કરી.

   જરા વિચારમાં હતો કે…..”ખરેખર આ પોસ્ટ પ્રગટ કરી તે યોગ્ય કર્યું ?”

   અને, એક પહેલો પ્રતિભાવ..અને હતો તમારો !

   જે શબ્દો તમે લખી તમે મને ઉત્તેજન આપ્યું તે કદી ભુલીશ નહી.

   તમે તો માતા સરસ્વતીની ક્રુપાથી સુંદર રચનાઓ કરો છો..તેમ છતાં, આવા શબ્દો થી પ્રતિભાવરૂપે જે લખું તે

   મારા માટે ઘણું છે ..આભાર !..ચંદ્રવદન

   Reply
 • 3. pragnaju  |  January 26, 2011 at 9:17 pm

  ‘મરીઝ’ કહે છે…
  ‘‘દર્દ રાખે છે દિલ બધા માટે
  એ સજા છે કવિ થવા માટે…’’
  બધાનું વિચારીને દુઃખી થવું અને સાથે સાથે એના દર્દમાં પોતાને સામેલ કરવો એ કવિ હોવાનો વૈભવ છે. કવિના દુઃખો વ્યવહાર જગતને નથી સમજાતા…
  ફાઝલી કહે તેમ
  ઘરનાં આંગણે
  પીપળાની ડાળીઓથી ઉછળીને
  આવતાં જતાં બાળકોની થેલીઓથી
  નીકળીને
  રંગ બેરંગી
  ચકલીઓની ચિં ચિં
  માં ઢળીને
  કવિતા જયારે મારા ઘેર આવતી હતી
  મારી કલમથી જલ્દી જલ્દી
  પોતાને પૂરે પૂરી વર્ણવી જતી હતી
  હવે બધાં દ્ર્શ્યો બદલાઇ ચુકયાં છે… બાળકની પગલી વામનની પગલીને પડકારે તો હસવું જ આવે ને ? કવિતા વિશે લખવું પણ એવું જ છે. આટલી ખબર પડે છે એ પણ કવિતાને જ આભારી છે

  Reply
  • 4. chandravadan  |  January 27, 2011 at 8:45 am

   Pragnajuben,
   Thanks for your nice Comment.
   Then I read your EMAIL>>>>>

   Re: PLEASE REPLY
   Wednesday, January 26, 2011 1:36 PM
   From:
   “pragna vyas
   View contact details
   To:
   “”chadravada mistry”
   આપની પ્રસાદીરૂપ આપની વેબસાઈટ મળતાં આનંદ થયો,
   પ્રત્યક્ષ મુલાકાત થઈ હોય એવો આનંદ થયો
   Reading your words made me HAPPIER.
   THANKS again
   Chandravadan

   Reply
 • 5. praheladprajapati  |  January 27, 2011 at 12:39 am

  સરસ શ્રીમાન શ્રી ચંદ્રવદનભાઈ
  તમારે લખવી ને અમારે સોભ્ળવી આ બન્નેની વચ્ચે ત્રીજા સેતુની જરૂર

  Reply
 • 7. ishvarlal r. mistry  |  January 27, 2011 at 5:29 am

  Very good way of writing poem through idea , and faith in God will always bring good results. well done Chandravadanbhai.
  Best wishes .

  Ishvarbhai R . Mistry.

  Reply
 • very nice…. Chandamama … so very honestly said…!

  જગતમાં નિહાળી કંઈક હું લખું,
  મનમાં વિચારી કંઈક હું લખું ……
  સમજાય નહી, શાને આવું થઈ રહ્યું ?
  સમજાય નહી, શું આ પાગલપણ રહ્યું ?
  છે પ્રભુ-પ્રેરણાઓનું પરિણામ, એવું ચંદ્રે કહ્યું !….મારે..( ૬)
  Regards,
  Paru.

  Reply
 • 9. Dilip Gajjar  |  January 28, 2011 at 11:43 am

  સમજાય નહી, શાને આવું થઈ રહ્યું ?
  સમજાય નહી, શું આ પાગલપણ રહ્યું ?
  છે પ્રભુ-પ્રેરણાઓનું પરિણામ, એવું ચંદ્રે કહ્યું !….મારે..( ૬)

  સમજાય નહી, શાને આવું થઈ રહ્યું ?
  સમજાય નહી, શું આ પાગલપણ રહ્યું ?
  છે પ્રભુ-પ્રેરણાઓનું પરિણામ, એવું ચંદ્રે કહ્યું !….મારે..( ૬)
  ચંદ્રવદનભાઈ, ગમી આપની કવિતા ..સહજ છે અને અંતરના ઊંડાણેથી આવી છે ..આ પાગલપણું સારું છે ..પ્રભુની કૃપા છે ..નહીં તો પ્રેક્ટીકલ લોકો ઘણા મંદિરના ધક્કા ખાધે રાખે છે તેને
  આવી પ્રેરણા નથી મળતી …મારા એક મિત્ર તેને મિત્ર બનાવેલા મોટી ઉંમરના મિત્રે ..અને જવાનીની વાતો કરે રાખે..ખૂબ પૈસવાન ..લક્ષ્મીજીના મંદિરે રોજ સાંજે જાય પણ દર્શન તો ત્યાં આવતી સ્ત્રી અને યુવતીઓ ના કરવા વધુ રસ !!!!!

  Reply
 • 10. Capt. Narendra  |  January 28, 2011 at 10:35 pm

  ‘કંઇક’ લખવું કહીને લખાય તે કવિતા નહિ, ન લખવું કહી લખાઇ જાય, પ્રભાત, મધ્યાહ્ન, સંધ્યા કે રાત્રીના બંધન સિવાય લખાઇ જાય અને જાગીને જોઇ વાંચતા પોતે જ અચંબો પામી જાય કે આ કેવી રીતે લખાયું, કોણે લખાવ્યું, મારા હૃદયના ભાવ કોણે જાણ્યા અને મારી પાસે લખાવ્યા, તે કવિતા – આ બધા વિચારો આપના આ કાવ્ય વાચનમાંથી ઉપજ્યા. સુંદર ભાવપૂર્ણ કાવ્ય મોકલ્યા બદ્દલ આભાર, ચંદ્રવદનભાઇ.

  Reply
 • 11. અક્ષયપાત્ર/Axaypatra  |  January 28, 2011 at 10:44 pm

  હ્રદયના ભાવોને સરળ રીતે વ્યક્ત કરતી કવિતા હમેંશા આનંદ આપે છે. આવા સુંદર ભાવોને વંદન !

  Reply
 • 12. ushapatel  |  January 28, 2011 at 11:38 pm

  મારી દ્રષ્ટિએ સાચી કવિતા એ હદયની ઉર્મિને બહાર લાવે.. લખતા લખતા ફાવટ એની જાતે જ આવડી જાય.. બસ કંઈક કાગઝ અને કલમ દ્વારા ઉર્મિઓને વહે તે કરો..આપણે બધાય એક જ ડાળનાં પંખી છીએને? ચંદ્રવદનભાઈ..મેં ફેસબુક પર પણ નોંધણી કરાવી છે..હાલમાં જ.. દિલીપભાઈ ગજ્જર ની ફેસબૂક પર મુલાકાત અવશ્ય થઈ છે. સોરી ઘણા સમયે નેટ પર મળ્યા હોઈશું ખરુંને? તમારી પોસ્ટ મને મળે છે અને વાંચુ છું. નવાવર્ષની શુભકામનાઓ..વધાઈઓ.
  હા મેં પણ મારો બ્લોગ ખોલ્યો છે કઈક લખવા.. તેની મુલાકાત અવશ્ય લેશોજી અને પ્રતિભાવ આપશો તેય ગમશે..એના ઉપર મેં કેટલીક પદ્યરચનાઓ મૂકેલ છે.
  Thanks and u r most wellcome at my blog..address is as below:
  http://ushapatel.wordpress.com

  Reply
 • 13. girishparikh  |  January 29, 2011 at 12:10 am

  ચંદ્રવદનભાઈ, તમારી કવિતા ગમી. હૃદયમાંથી આવતા શબ્દો સ્પર્શે છે.

  દિલીપભાઈની કોમેન્ટ ગમી. એમને એક વિનંતી કરું છું. હાલ હું http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘મારે થાવું છે અભિનેત્રી !’ નામનું હાસ્યરસ વાળું એકાંકી નાટક પોસ્ટ કરી રહ્યો છું. એમાંના એક મુખ્ય પાત્રનું નામ છે લક્ષ્મીપ્રસાદ શેઠ. દિલીપભાઈ, તમારી કોમેન્ટમાંની નીચેની વાત પરથી નાટકંમાં થોડુંક લખી શકું છું?

  “મારા એક મિત્ર તેને મિત્ર બનાવેલા મોટી ઉંમરના મિત્રે ..અને જવાનીની વાતો કરે રાખે..ખૂબ પૈસવાન ..લક્ષ્મીજીના મંદિરે રોજ સાંજે જાય પણ દર્શન તો ત્યાં આવતી સ્ત્રી અને યુવતીઓ ના કરવા વધુ રસ !!!!!”
  –ગિરીશ પરીખ

  Reply
 • 14. પરાર્થે સમર્પણ  |  January 29, 2011 at 1:50 am

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ

  હોય, ના હોય ઋતુ વસંત ભલે,
  હોય ના હોય વરસતો મેધ ભલે,
  પણ, જાગી, વિચારી, એક કવિતા લખવી છે !…મારે.

  લખો સાહેબ લખો કોણ ના કહે તેવું છે. લાખેણી લખો .
  ખુબ જ સુંદર વિચારને અંત સ્ફૂરણા થઈ છે. કુદરત ના
  સાનિધ્ય સાથે આત્મીયતા કેવી અંતરના ઉડાણમાંથી
  જેનું વદન ચન્દ્ર જેવું શીતલ અને મીઠો મધુર પ્રકાશ
  જગને બક્ષે છે ત્યાંથી કવિતા લખવાનો પોકાર થાય
  એટલે અમે આનદ અને આતુરતાથી કવિતાની રાહ જોઈએ.
  સાહેબ દિલના સુંદર શબ્દોનો કાવ્યમાં સમન્વય સાધ્યો છે.

  Reply
 • 15. અશોક જાની ' આનંદ'  |  January 31, 2011 at 11:50 am

  ચંદ્રવદનભાઈ, મોટી ઉંમરે લખવાની પ્રેરણા થવી એ સારી વાત છે, પણ તમે જો તેને કવિતાનું નામ આપો તો કવિતાના કેટલાંક નિયમો પાળવા પડે,જેમકે ગેયતા, પ્રાસ, વિ.. જો કાવ્ય અછાંદસ હોય તો તેમાં પણ ચમત્કૃતિ અને કાવ્યાત્મકતા હોવી જોઈએ બાકી આપણું લખાણ ગદ્ય હોય તો પણ શું વાંધો હોય…!!!! વિચારની અભિવ્યક્તિ તો ત્યાં પણ થાય જ છે.
  પહેલો જ પ્રતિભાવ આવો આપવા બદલ માફ કરશો પણ જેવું લાગ્યું તેવું લખ્યું.છે.

  Reply
 • 16. chandravadan  |  February 3, 2011 at 12:24 am

  સ્નેહી અશોકભાઈ…..તમે પધારી, જે પ્રતિભાવ આપ્યો તે માટે ખુબ જ આનંદ !…એક “ગુરૂ” પોતાના “શિષ્ય”ને નિહાળી, જે પ્રમાણે માર્ગદર્શન આપે તે પ્રમાણે જ તમે કર્યું છે. એ માટે આભાર ! તમે લખ્યું કે “વિચારની અભિવ્યક્તિ”ના દર્શન મારી રચનામાં ના થતા, આવો તમારો અભિપ્રાય હતો, એવું મારૂં અનુમાન છે. તમે કવિ છો, અને એમાં તમારૂં “ગુરૂતત્વ” પ્રતિભાવમાં તમે મુક્યું હતું…તો તમારા માટે “માફી”નો સવાલ આવતો જ નથી. તમારી “ટીકા” કે “માર્ગદર્શન”ને હું વંદન કરૂં છું ! જો તમે આ પ્રમાણે કરતા રહો તો મને એ વાંચી ખુબ જ આનંદ થશે. ..જો તમે ફરી ના આવો, તો હું એમ માનીશ કે તમે આ મારો જવાબ ના ગમ્યો કે તમે તમારા કામકાજમાં “બિઝી” છો……ફરી પ્રતિભાવ માટે આભાર !>>>>ચંદ્રવદન

  Reply
  • 17. અશોક જાની ' આનંદ'  |  February 3, 2011 at 6:00 am

   ભાઈ શ્રી ચંદ્રવદનભાઈ,
   તમારો પ્રત્યુત્તર વાંચ્યો, તેના સંદર્ભે જણાવવાનું કે એવું નથી કે તમારા લખાણમાં વિચારો અભિવ્યક્ત નથી થતા, પણ જો આપણને
   કાવ્ય સ્વરૂપમાં ફાવટ ન હોય તો ગદ્ય સ્વરૂપમાં લખી જ શકાય બીજા શબ્દો માં કહું તો તમારી કવિતાઓ જે ગદ્ય વધારે લાગે છે તેમાં
   ભાવાભિવ્યક્તિ ચોક્કસ છે જ ખાલી તેને કાવ્ય ગણવામાં મુશ્કેલી છે. કારણ કે દરેક કાવ્ય પ્રકારનું ચોક્કસ સ્વરૂપ અને બંધારણ છે કાવ્યમાં
   ગીત એવો પ્રકાર છે જેનું કોઈ ચોક્કસ બંધારણ નથી પણ લય બદ્ધતા અને પ્રાસ જેવા લક્ષણો તેની પૂર્વ શરત છે

   હું કોઈ મોટો કવિ નથી અને ગુરુ બનવાની મારી હેસિયત પણ નથી મેં જે પ્રતિભાવ આપેલો તે માત્ર મૈત્રી ભાવે જ, મારા લખાણમાં ટીકા
   કરવાનો આશય બિલકુલ ના હતો.તેની નોંધ લેશો. સંપર્કમાં રહેશો.

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

January 2011
M T W T F S S
« Dec   Feb »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: