નૃત્ય શું છે ? કોઈ કહેશો મને !

જાન્યુઆરી 18, 2011 at 1:40 એ એમ (am) 18 comments

File:Navratri Garba.jpg

 શું? કોઈ કહેશો મને !

નૃત્ય શું છે ? એ કળા કે શું છે ?
કોઈ કહેશો મને એ ?…………….(ટેક)

નૃત્ય એટલે શરીરના અંગો પર કાબુ કરી,
અંગોને ઈચ્છાઓ મુજબ રમાડવું માની,
સમજ આવી પ્રથમ ખીલવો !………નૃત્ય….(૧)

અંગોને રમાડવા કેમ, કેવી રીતે પૂછતા,
નૃત્યને એક કળાસ્વરૂપે સ્વીકારતા,
તમ-સમજ ને એક શ્રધ્ધા બનાવો !……..નૃત્ય…..(૨)

નૃત્ય કેમ કરવું, કાયદાઓ જેના અમલમાં મુકતા,
અને, જાત જાતના નૃત્યોને જાણતા,
નૃત્ય-જ્ઞાની તમે ખુદ બનો !……..નૃત્ય….(૩)

“ભારત નાટ્યમ”કે અન્ય ભારતીય નૃત્ય નિહાળી,
“બોલ ડેન્સ” કે “રોક એન્ડ રોલ” વિષે જાણી,
સમજ કારણે નૃત્યને નમન હોય તમારી !…..નૃત્ય…(૪)

નૃત્ય શું છે? કંઈ સમજ્યા તમે ?
સમજ્યા કે ના સમજ્યા, હવે “નૃત્ય-ટીકા” ના કરશો તમે,
રહો નૃત્ય-જ્ઞાની, જો આવી “ચંદ્રવાણી” તમે અપનાવી !……નૃત્ય…(૫)

કાવ્ય રચના ..તારીખ સપ્ટેમ્બર ૨૫, ૨૦૧૦      ચંદ્રવદન

બે શબ્દો…

આજે તમે જે “નૃત્ય” વિષે કાવ્ય વાંચ્યું. તમે મને પૂછો કે આ કાવ્ય માટે કેવી રીતે પ્રેરણા મળી, તો મારે જવાબ આપવો જ રહે !
કોમ્પ્યુટર પર “પ્રજ્ઞાજુબેન”નો ઈમેઈલ આવ્યો…..એના પર અંગ્રેજીમાં લખાણ હતું …”DANCE ANIMATION”….આ ઈમેઈલની તારીખ હતી સપ્ટેમ્બર,૨૫, ૨૦૧૦….એની સાથે જે “એનીમેસન ડાન્સ”નું “એટેચમેન્ટ” હતું ..એ પણ ગમ્યું !
જે કંઈ શબ્દોમાં શક્ય થયું એ જ અહી પ્રગટ કર્યું છે. ………..

..અને જે “એનીમેસન ડાન્સ” નું મોકલ્યું હતું તે આજે તમે નિહાળી શકતા નથી, અને એને બદલે કોઈક બીજું નવરાત્રી સમયના “ડાન્સ”નું પીકચર નિહાળો છે !


આ “કાવ્યરૂપી વિચાર”માં ફક્ત મારે એટલું જ કહેવું હતું કે નૃત્ય એક કળા છે ..અને એ કળા તમોને ગમે કે ના ગમે…પણ તમારે “ટીકા” ના કરવી…ભલે તમોને ફક્ત “ક્લાસીકલ ડેન્સ” જ ગમે, તો પણ “રોક એન્ડ રોલ” નિહાળી એને “એક કળા” તરીકે ગણો !
આ મારી વિચારધારા કદાચ કોઈને ગમે…કોઈ મારી સાથે સહમત થાય…કોઈ ના થાય…..મેં મારો વિચાર જ અહી દર્શાવ્યો છે !
>>>>ચંદ્રવદન.
FEW WORDS…
Today is another Kavya Post.
It is with the Title “NRUTRAYA SHU ? KOI KAHESHO MANE”
It means “What is a Dance ? Will someone tell me tahat !”
By this Poem, my intent is to RESPECT all MUSIC.
And NOT to develope  HATRED towards ANY FORM of MUSIC.
I hope you like the POEM…and  the MESSAGE.
DR. CHANDRAVADAN MISTRY.

Entry filed under: કાવ્યો.

વિવેકાનંદ કહાણી ! મારે એક કવિતા લખવી છે !

18 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જાન્યુઆરી 18, 2011 પર 2:37 એ એમ (am)

  ન્રુત્ય એટલે શરીરના અંગો પર કાબુ કરી,
  અંગોને ઈચ્છાઓ મુજબ રમાડવું માની,
  સમજ આવી પ્રથમ ખીલવો !………ન્રુત્ય….(૧)
  અંગોને રમાડવા કેમ, કેવી રીતે પૂછતા,
  ન્રુત્યને એક કળાસ્વરૂપે સ્વીકારતા,
  તમ-સમજ ને એક શ્રધ્ધા બનાવો !……..ન્રુત્ય
  સ રસ
  ન્રુત્ય શબ્દ એટલા માટે કહેવામા આવ્યો છે કે તેમાં કલાકાર અને કલાનુ એક હોવાની સંભાવના સૌથી વધારે હોય છે. બીજી કળાઓમાં બન્નેમા ભેદ બનેલો રહે છે. ગાયન હોય કે વાદન કલાકાર ગમે તેટલુ સારૂ પ્રદર્શન કરે પરંતુ કળા અને તેમા દુરી બનેલી છે પણ જ્યાં સુધી ન્રુત્ય અને નાચવા વાળા એક ન થઈ જાય ત્યાં સુધી કળા પુર્ણ નથી થતી.
  પ્રક્રુતિ, પ્રમાત્મા, ન્રુત્ય અને નર્તકની જેમ છે. આપણે પરમાત્માને મળવા માંગતા હોઇએ તો એવી રીતે મળો જેમ પ્રક્રુતિ અને પરમાત્મા એક-બીજાને મળતા હોય. આ ભાવ આવવાથી જ આપણી અંદર પ્રસન્નતા જાગશે, અહીંયાથી ઉદાસી ખત્મ થઈ જશે. એટલે જેને પોતાની અંદર ભક્તિ જગાવવી હોય, તે પ્રક્રુતિને વધારે પ્રેમ કરે.
  મારા માનીતા બે શ્લોકો
  નિલિમ્‍પ નાથનાગરી કદમ્‍બ મૌલમલ્લિકા-નિગુમ્‍ફનિર્ભક્ષરન્‍મ ધૂષ્‍ણિકામનોહરઃ .
  તનોતુ નો મનોમુદં વિનોદિનીંમહનિશં પરિશ્રય પરં પદં તદંગજત્‍વિષાં ચયઃ 14
  દેવાંગનાઓંના માથામાં ગૂઁથેલા પુષ્‍પોંની માળાઓમાંથી ખરતાં સુગંધમય પરાગથી મનોહર, પરમ શોભાના ધામ મહાદેવજીના અંગોંની સુંદરતા પરમાનંદયુક્‍ત અમારા મનની પ્રસન્નતાને હંમેશા વધારે છે.
  પ્રચણ્‍ડ વાડવાનલ પ્રભાશુભપ્રચારણી મહાષ્ટસિદ્ધિકામિની જનાવહૂત જલ્‍પના .
  વિમુક્‍ત વામ લોચનો વિવાહકાલિકધ્‍વનિઃ શિવેતિ મન્‍ત્રભૂષગો જગજ્જયાય જાયતામ્‌

  જવાબ આપો
  • 2. Dilip Gajjar  |  જાન્યુઆરી 22, 2011 પર 2:07 પી એમ(pm)

   પ્રગ્નાન્જુ, આપે સુંદર સમજા આપી નૃત્ય વિષે ..કલાકાર અને કલા ખૂબ નજીક છે જેમ ગાયન કળા ..એકરૂપ થઇ જાય નૃત્યકાર ચાલ્યો જાય ને માત્ર નૃત્ય બચે ..
   શિવ તાંડવ સ્તોત્રમાંથી જ આ શ્લોક છે ને ? ખૂબ સુંદર છે ..રાવણ ર્વીરચિત

   જવાબ આપો
 • 3. Bhupendrasinh Raol  |  જાન્યુઆરી 18, 2011 પર 3:23 એ એમ (am)

  કલા અને કલાકારનું અદ્વૈત રચાય તે નૃત્ય.બેલે હોય કે ભારતીય બધા ક્લાસિકલ છે.રોક એન્ડ રોલ મુક્ત છે,નિયમોથી પર હશે.સુફી નૃત્ય ધ્યાન માટે વપરાય છે.સુંદર કાવ્ય.

  જવાબ આપો
 • 4. ishvarlal r. mistry  |  જાન્યુઆરી 18, 2011 પર 4:08 એ એમ (am)

  Indian music has a lot of meaning ,the art and the way it is played express lot to understand music., and rethym makes it more lively.
  well expressed.

  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 5. અશોક મોઢવાડીયા  |  જાન્યુઆરી 18, 2011 પર 11:18 એ એમ (am)

  સુંદર ભાવ વ્યક્ત કર્યો.
  ’હવે “નૃત્ય-ટીકા” ના કરશો તમે,’ …
  આ ચંદ્રવિચાર સર આંખો પર.

  ઢોલ ઢબુકે, પગ થરૂકે
  (કોઇના) મનનાં માણિગરો મણિયારો રમે
  અને અમે ’ભાઇ-…ભાઇ….’નાં હોંકાર પડકારા ના કરીએ
  તો તો બહેરા મૂંગા જ ગણાયે ! — આભાર.

  જવાબ આપો
 • 6. Harnish Jani  |  જાન્યુઆરી 18, 2011 પર 1:35 પી એમ(pm)

  Nrutya- A Poetry in motion.

  જવાબ આપો
 • 7. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  જાન્યુઆરી 18, 2011 પર 2:29 પી એમ(pm)

  નૃત્ય એ પણ એક આરાધના -પૂજાનો પ્રકાર છે, કલા કોઈપણ હોય તેની પ્રશંસા ના કરી શકાય તો ટીકા તો ના જ કરાય….આપની વાત સાથે સંમત છું.

  http://das.desais.net

  જવાબ આપો
 • 8. himanshu patel  |  જાન્યુઆરી 18, 2011 પર 2:51 પી એમ(pm)

  સંગીત મુદ્રાઓની સરવણી છે.જેમ વરસાદના પાણીને ગતિ છે તેમ અંગેઅંગમાં
  ભાવને અને સમસ્ત રસસીધ્ધાંતને ગતિ છે,તો એ કળા કેમ ના ગમે???સિવાયકે તમે અરસિક હો..કાલે .ઇન્ડિયા જઈ રહ્યો છું પાછો ફરીશ ત્યારે મળીશું.

  જવાબ આપો
 • 9. અક્ષયપાત્ર/Axaypatra  |  જાન્યુઆરી 18, 2011 પર 2:54 પી એમ(pm)

  નૃત્ય વિષે આપનું કાવ્ય અને બધાના અભિપ્રાય વાંચી આનંદ થયો.

  જવાબ આપો
 • 10. ishvarlal r. mistry  |  જાન્યુઆરી 18, 2011 પર 6:01 પી એમ(pm)

  Nrutya your music very glad to read so many comments ,very interesting it should be part of our life to give us happiness.

  Ishvarbhai r. Mistry.

  જવાબ આપો
 • 11. praheladprajapati  |  જાન્યુઆરી 18, 2011 પર 9:33 પી એમ(pm)

  બહુ જ સરસ , ધન્યાદ

  જવાબ આપો
 • 12. પરાર્થે સમર્પણ  |  જાન્યુઆરી 19, 2011 પર 7:18 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ

  નૃત્ય શું છે? કંઈ સમજ્યા તમે ?
  સમજ્યા કે ના સમજ્યા, હવે “નૃત્ય-ટીકા” ના કરશો તમે,
  રહો નૃત્ય-જ્ઞાની, જો આવી “ચંદ્રવાણી” તમે અપનાવી !

  વાહ સાહેબ નૃત્યના પ્રકાર સાથે સમજ આપી છે.

  ચન્દ્ર બધી જાતના પુકાર કરી શકે છે. અભિનંદન… વાહ

  જવાબ આપો
 • 13. Ramesh Patel  |  જાન્યુઆરી 19, 2011 પર 9:48 પી એમ(pm)

  નૃત્ય એક સાધના છે. નૃત્ય એક સડેશ દેતી કળા છે. અંગ પ્રદર્શન હેતુ વગર થાય ને ટીકા થાય
  એ પણ વ્યાજબી છે. એક ધોરણનું મોરલ જળવાય તો સૌ સાથે બેસી માણી શકે.
  આપની વાત પણ નવું માર્ગદર્શન આપે છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 14. Capt. Narendra  |  જાન્યુઆરી 20, 2011 પર 4:59 પી એમ(pm)

  I endorse what Harnishbhai has said about the poem – but shall alter the words of appreciation: Its Poetry in Motion! Well written.

  જવાબ આપો
 • 15. Dr P A Mevada  |  જાન્યુઆરી 21, 2011 પર 1:45 પી એમ(pm)

  Surprizingly a new subjet to write. Congratulation.

  જવાબ આપો
 • 16. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  જાન્યુઆરી 21, 2011 પર 2:46 પી એમ(pm)

  ડૉ ચંદ્રવદન, (ચન્દ્રપુકાર)

  નૃત્ય કલા એ આપણી સંસ્કૃતિની એક પોરી સૃષ્ટિ ના સમાજને મોતી ભેટ છે, જે કલા સાથે આરાધના પણ છે જે ભાગ્યે જ કોઈને પસંદ ના હોય ! અને જેને નથી પસંદ તેની કર્મની કઠણાઈ સિવાય શું કહે?

  જવાબ આપો
 • 17. pravina  |  જાન્યુઆરી 25, 2011 પર 12:06 એ એમ (am)

  Nritya is an ART. It represents the culture.
  It requires Devotion.
  It always get appreciated.

  જવાબ આપો
 • 18. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  ફેબ્રુવારી 14, 2011 પર 11:34 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ

  નૃત્ય એ મસ્તિસ્કની ભાષા છે,

  સાહેબ આપના કરકમળમાં આપની કલમ નૃત્ય કરે છે,

  ખુબ ખુબ ધન્યવાદ

  ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 372,874 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: