વિવેકાનંદ કહાણી !

January 12, 2011 at 1:29 am 24 comments

વિવેકાનંદ કહાણી !

કહું વિવેકાનંદ કહાણી,

સાંભળજો, આ વાત મારી !………(ટેક)


છે ૧૮૬૩ની સાલે,જાન્યુઆરી માસે ૧૨મી તારીખ,

છે એ કલક્ત્તા શહેરે,એક બાળ-જન્મ ખુશીની તારીખ,

લાવે જે “નરેન્દ્રનાથ દત્ત”ને આ જગતમાં !…..કહું….(૧)


હોય વકીલ વિશ્વનાથ દત્ત, જેના પિતાજી,

હોય ભુવનેશ્વરી દેવી, જેના માત્રુશ્રી,

છે એ નરેન્દ્ર, એમના સંતાનરૂપે જગતમાં !…..કહું…(૨)


જેણે “બી.એ.”ની ડીગ્રી સાથે ભણતર પુરૂ કર્યું,

જેણે વાંચન થકી, જગતનું ખુબ જાણી લીધું,

છે એ યુવાન પ્રભુની શોધમાં આ જગતમાં !…..કહું…..(૩)


જેને મળે રામક્રુષ્ણ પરમહંસ જેવા માનવી,

વિરોધ કરી, ચર્ચા કરનાર નરેન્દ્રને સાંભળે આ દિવ્ય માનવી,

જેને નરેન્દ્ર અંતે “ગુરૂ” કહે આ જગતમાં !…..કહું …..(૪)


૧૮૮૭માં ગુરૂ મ્રુત્યુ બાદ, નરેન્દ્ર થાય વિવેકાનંદજી,

ભારત અને વિદેશ ગુરૂ-વિચારોભર્યો સંદેશ ફેલાવે વિવેકાનંદજી,

“રામક્રુષ્ણ મઠ” કે “રામક્રુષ્ણ મીશન”બને જગતમાં !…કહું ….(૫)


હિન્દુ ધર્મ નથી ખોટો, પણ બીજા ધર્મો પણ છે ખરા,

“ઉઠો ! જાગો ! અને “મંજીલ” ના મળે ત્યાં સુધી ના થોભો જરા !”

“જનસેવા” એ જ “પ્રભુસેવા”નો મંત્ર દીધો એમણે આ જગતમાં !….કહું ….(૬)


૧૮૯૩ની ચીકાગોની “પારલામેન્ટ ઓફ વર્લ્ડ રીલીજીઅન” હંમેશા યાદગાર રહેશે,

“બ્રધર્સ એન્ડ સીસ્ટર્સ ઓફ અમેરીકા”થી શરૂ થયેલ વિવેકાનંદ ભાષણ કદી ના ભુલાશે,

વિદેશ અને ભારતમાં થયેલ હિન્દુ ધર્મ પ્રચાર આજે અમર છે જગતમાં !…..કહું ….(૭)


ભલે, ૧૯૦૨માં ચોથી જુલાઈના દિવસે એમની અંતિમ વિદાય રહી,

વિવેકાનંદ તો ખરેખર અમર છે,કરેલા કાર્યો અને વાણી થકી,

આ જ “વિવેકાનંદ કહાણી” ચંદ્ર કહે છે આ જગતમાં !………કહું……(૮)

 

કાવ્ય રચના…ડીસેમ્બર,૧૨, ૨૦૧૦…સીડની ઓસ્ટ્રેલીઆ               ચંદ્રવદન.


Wonderful and amazing speech, with tremendous thought-out words made it so
precious – from Shree Swami Vivekanand, before our times and how true some
of the things he said

Short and powerful.What a command of English Language he had 120 years
back!

Listen to Actual Voice of Swami Vivekananda in his Famous speech at World
Conference in Chicago on 9/11/1893. Click on the link below.
http://www.udeps.com/Vivekananda.html

 

બે શબ્દો…

આજની કાવ્ય-પોસ્ટ છે “વિવેકાનંદ કહાણી !”.


જો હું આ પોસ્ટને “નરેન્દ્રનાથ દત્ત કહાણી” નામકરણે પ્રગટ કરત, તો અનેક વાંચકો વિચારમાં પડી પુછતે “આ કોણ વ્યક્તી ?”


આપણે સૌ આ નરેન્દ્રનાથને “સ્વામી વિવેકાન્દ” નામે જાણીએ છીએ !

નરેન્દ્રનાથ દત્ત નામે કલકત્તા શહેરમાં એમનો જન્મ તારીખ ૧૨મી જાન્યુઆરી ૧૮૬૩માં થયો હતો.

“બી.એ.”ની ડીગ્રી સાથે કોલેજ અભ્યાસ પુર્ણ કરી, અનેક પુસ્તક-વાંચન દ્વારા “જ્ઞાન” મેળવી, નરેન્દ્ર “પ્રભુની શોધ”માં હતો. અનેકને એ સવાલ કરતો “પ્રભુ છે તો ક્યાં છે ?”

એવી શોધમાં એને એક દિવ્ય પુરૂષ “રામક્રુષ્ણ પરમહંસ”નો ભેટો થયો. રામક્રુષ્ણજીએ નરેન્દ્રના આત્માની “જ્યોત”ને પારખી લીધી. રામક્રુષ્ણજી નરેન્દ્રને શાન્તીથી સાંભળતા રહ્યા.

નરેન્દ્રના વિચારો..વિરોધોને સાંભળ્યા !….અંતે, નરેન્દ્ર એમનાથી પ્રભાવીત થયા ! જાણે એને “પ્રભુના દર્શન ” થયા..એણે રામક્રુષ્ણજીને “ગુરૂ” માન્યા !

ગુરૂના મ્રુત્યુ બાદ, એમણે “સાધુ-જીવન”અપનાવી “વિવેકાનંદ”નામ સ્વીકાર્યું

ભારતમાં ગુરૂ વિચારો સાથે હિન્દુ ધર્મનું મહત્વ સૌને સમજાવ્યું.

હિન્દુ ધર્મનો પ્રચાર જગતમાં કરવા અમેરીકા, અને યુરોપનો પ્રવાસ કર્યો….આ પ્રવાસોમાં આવે ચીકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મોની સભા ! જ્યાં એમણે “જે શબ્દો”થી ભાષણની

શરૂઆત કરી, અને સૌને પ્રભાવીત કર્યા તે માનવ ઈતિહાસમાં હંમેશા “યાદગાર” રહેશે.

એ જ ભાષણ એમના જ અવાજમાં જ્યારે મેં મોકલેલા “ઈમેઈલ” દ્વારા સંભળ્યા ત્યારે મારૂ હૈયું નાચી ઉઠ્યું….અને એ શબ્દો મારા મનમાં ગુંજવા લગ્યા….અને વિવેકાનંદજી વિષે

વધુ જાણવાની ઈચ્છાઓ થઈ….જે વાંચ્યું એ આધારીત આજની પોસ્ટની કાવ્ય રચના એક પોસ્ટરૂપે છે.

પહેલા થયું “આજે જ પ્રગટ કરી સૌને આનંદીત કરૂં “…..પણ, ૧૨મી જાન્યુઆરી થોડા દિવસોમાં જ હતી.

અંતે નિર્ણય લીધો કે ૧૨મી જાન્યુઆરી, અને એમના જન્મદિવસે જ પ્રગટ કરીશ !

આજે છે ૧૨મી જાન્યુઆરી ૨૦૧૧…અને આજે તમે સૌ આ કાવ્યને પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

આશા છે કે આ પોસ્ટ સૌને ગમે !


ડો ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…
Today is 12th of JANUARY….and it is the BIRTHDAY of SWAMI VIVEKANAND.
So the Kavya (Poem) as “VIVEKANAND KAHANI” in Gujarati is published as a Post.
Along with the Kavya there is LINK to hear the ACTUAL SPEECH in Vivekanand’s voice that was delivered at the “WORLD CONFERENCE on the RELIGIONS” at Chicago in 1893.
Even if you do not like the KAVYA…please CLICK on the LINK & hear the voice of SWAMI VIVEKANAND,
Thanks for READING this Post & LISTENING to Swami Vivekanand.
DR. CHANDRAVADAN MISTRY

Advertisements

Entry filed under: કાવ્યો.

અરે, આ તો વર્ડપ્રેસની શુભ શરૂઆત ! નૃત્ય શું છે ? કોઈ કહેશો મને !

24 Comments Add your own

 • 1. pragnaju  |  January 12, 2011 at 1:43 am

  હંમણા ભયંકર સ્નોઈંગમા શિકાગો ઘેરાયું છે. ત્યાં સ્વામી વિવેકાનંદની આપેલ પ્રવચનોની યાદ કરીએ.હાવર્ડ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપકના પ્રયાસથી સ્વામીજીને કેવળ પાંચ મિનિટનો સમય આપવામાં આવ્યો. ભાષણનો પ્રારંભ સ્વામીજીએ “મારા ભાઇઓ તથા બહેનો” એવાં એકદમ નવા અને અનોખા સંબોધનથી કર્યું ત્યારે આખો સભા સ્થળ તાલીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો. “લેડીઝ એન્ડ જેન્ટલમૅન” સાંભળવાવાળી અમેરિકી જનતા પ્રતિ ભાઇ-બહેનનો પવિત્ર સંબંધ પેદા કરવાવાળા આ ભારતીય સંન્યાસીની ધ્વનિ આખા દેશમાં ગાજી ઊઠી. પાંચ મિનિટની જગ્યાએ એ દિવસે જનતાના પ્રબળ આગ્રહથી એક કલાકનો સમય આપવામાં આવ્યો. હવે તો સંમેલનમાં અને સંમેલનની બહાર સ્વામીજીના વ્યાખ્યાનોની ધૂમ મચી ગઈ. હિંદુ ધર્મની આ યુક્તિયુક્ત અને સુંદર વ્યાખ્યાથી અમેરિકી જનતાનો મંચ મુગ્ધ થઈ ગયો.તેમનું જીવન અને કથન હજુ ઘણાને પ્રેરણારુપ છે

  Reply
 • 2. અક્ષયપાત્ર/Axaypatra  |  January 12, 2011 at 3:42 am

  ચન્દ્રભાઈ, આ ઓડિયો સંભળાવવા બદલ ખુબ ખુબ આભાર. આપે અંજલિ પણ સુંદર ભાવભરી આપી છે. ધન્યવાદ !

  Reply
 • 3. • » નટખટ સોહમ રાવલ « •  |  January 12, 2011 at 4:39 am

  સ્વામી વિવેકાનંદની એકાગ્રતા ગજબની હતી.આવા સમયે એક પ્રસંગ યાદ આવે છે…

  એકવાર તેઓ નદીકીનારે ફરતા હતા એવામાં એમની નજર નદીકિનારે રમતા છોકરાઓ ઉપર પડી.એ લોકો નદીમાં બંદૂકથી કશુક નિશાન તાકતા હતા પણ એકેયનું નિશાન યોગ્ય ઠેકાણે લાગતું ન હતું.આ જોઇ વિવેકાનંદ દુર ઉભા રહી હસતા હતા.આથી છોકરાઓ ચિડાયા અને બોલ્યા કે હસ્યા કરતા એકવાર નિશાન તાકી જુઓ.આ કામ તમે માનો છો એટલુ સહેલું નથી.તરત જ સ્વામીજી એ નિશાન તાક્યું અને સીધુ જ યોગ્ય ઠેકાણે લાગ્યું.ચોકરાઓ તો બધા વિચારમાં જ પડી ગયા.એટલામાં એક છોકરો બોલ્યો, કે તમારે તો રોજ પ્રેક્ટીશ હશે.ત્યારે વિવેકાનંદે જવાબ આપ્યો કે, બેટા, આ બંદૂક મે પહેલી વાર જ હાથમાં પકડી છે.!

  મતલબ કે એકાગ્રતા એ સૌથી અગત્યની છે

  -નટખટ

  Reply
 • 4. પરાર્થે સમર્પણ  |  January 12, 2011 at 5:33 am

  આદરણીય સો. શ્રી ચન્દ્રવદનભાઈ ,
  એક યુગ પુરુષ માટે જન્મથી કર્મ સુધીની કાવ્યનુપ્રાસમાં અજબ કહાની,
  ભારતીય સંસ્કૃતિ નો જગત આકાશમાં ઝંડો ફેલાવનારમહા માનવ
  સંત વિવેકાનાન્દાજી નો એક પુકાર ચન્દ્ર પુકાર દ્વારા શબ્દદેહે સુવર્ણ
  સમાન છે…અભિનંદન સાહેબ…

  Reply
 • 5. faltu011  |  January 12, 2011 at 5:36 am

  શ્રી ચન્દ્રવદનભાઈ આપે સુંદર શબ્દોથી વિવેકાનંદ કહાણી જણાવી છે .

  Reply
 • 6. ishvarlal r. mistry  |  January 12, 2011 at 6:07 am

  Hello Chandravadanbhai,
  Very nice video tape of Swami Vivekanand he was a great Saint.His way of adressing will always be remembered Brothers & Sisters what a loving thought and kindness to human beings.Thanks for sharing well done.
  Ishvarbhai R. Mistry.

  Reply
 • ડૉ. ચંદ્રવદનભાઈ, (ચંદ્ર પુકાર)

  સૌ પ્રથમ સ્વામીજીના જીવન નું આપે કરેલ સુંદર કવન માટે આપને મારા વંદન !

  સાથે સાથે સ્વામીજી ની દિવ્યવાણી પણ સાંભળવા મળી. તેમના જન્મ દિવસ સાથે અનોખી વંદના કરવામાં આવી તે બહુજ પસંદ આવી.

  તેમના વિશે વધુ શું લખું. તેમની વારંવાર પોસ્ટ તો અમે અમારાં બ્લોગ પર મૂકીએ છીએ જ. આજે પણ તેમના પ્રસંગની યાદ સાથેની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર છે જ.

  Reply
 • 8. himanshupatel555  |  January 12, 2011 at 10:21 pm

  અદભૂત માણસનું અદભૂત જીવનકથન અને તમારી આગવી શૈલી બધું ખૂબ ગમ્યું, આભાર.

  Reply
 • 9. Chirag  |  January 12, 2011 at 10:59 pm

  સ્વામી વિવેકાનંદને આ રીતે અંજલી આપવા બદલ અભિનંદન.

  જો કે, આ જે ઓડિયો/વિડીયો છે એ સ્વામીજીનો પોતાનો અવાજ નથી. શબ્દો સાચા છે, બોલનાર કોઈ ત્રાહિત જ છે.

  Reply
  • 10. DR. CHANDRAVADAN MISTRY  |  January 12, 2011 at 11:03 pm

   Chirag,
   I was under the misunderstanding of this being HIS RECORDED VOICE. Thanks for your VISIT/COMMENT ..& your VALUABLE INPUT to the Fact on the VIDEO.
   THANKS !
   Please REVISIT my Blog !
   DR. CHANDRAVADAN MISTRY

   Reply
 • 11. girishparikh  |  January 13, 2011 at 2:56 am

  By the grace of God I am a staunch devotee of SwamI Vivekananda. In fact i consider him my Real Elder Brother. (He is everyone’s Real Elder Brother.)

  Inspired by Richard Attenborough’s film GANDHI, I have written 200-page screenplay in English for the three-hour epic period feature film VIVEKANANDA. Have been looking for a right filmmaker.
  Chandravadanbhai: I believe you live in Los Angeles. Can you suggest filmmaker(s)?

  Chirag is right. There is no recording of actual voice of Swamiji.

  Swamiji started his September 11 (yes, 9/11) speech at the World’s Parliament of Religions which opened on that date in 1893 in Chicago with the words “Sisters and brothers of America”, not “Brothers and sisters of America.”
  Girish Parikh
  Modesto California
  Blog: http://www.girishparikh.wordpress.com

  Reply
  • 12. chandravadan  |  January 14, 2011 at 11:33 pm

   Girishbhai,
   From MODESTO, CA to LANCASTER CA.
   I had been ALWAYS wishing you visit my Blog.
   THANKS for your VISIT/COMMENT for the Post of VIVEKANANDJI.
   I am happy to learn about your ADMIRATION for him & even HAPPIER to know that you have a FILM SCRIPT of his Life.
   My BEST WISHES to you that you find a PRODUDER who is WILLING to read your Script & may it be ACCEPTED for a FILM.
   I also visited your Blog as per the LINK.
   Please DO re-visit my Blog Chandrapukar !
   DR. CHANDRAVADAN MISTRY

   Reply
 • 13. Ramesh Patel  |  January 13, 2011 at 4:13 am

  વિવેકાનંદ તો ખરેખર અમર છે,કરેલા કાર્યો અને વાણી થકી,

  આ જ “વિવેકાનંદ કહાણી” ચંદ્ર કહે છે આ જગતમાં !………કહું……(૮)

  કાવ્ય રચના…ડીસેમ્બર,૧૨, ૨૦૧૦…સીડની ઓસ્ટ્રેલીઆ ચંદ્રવદન.
  સુંદર કવન માટે આપને અભિનંદન
  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 14. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  January 13, 2011 at 6:41 am

  અતિ સુંદર ભાવભરી અંજલી … ! આપને મારા વંદન !

  Reply
 • 15. અખિલ સુતરીઆ  |  January 14, 2011 at 2:07 am

  અહિ એકત્રીત થયેલ સાક્ષરોમાંથી કોઇ જાણતું હોય તો મને જણાવશો કે સ્વામીજીએ 24.12.1892 ને કન્યાકુમારી પહોંચતા પહેલા.કરેલ ભારતભ્રમણ દરમ્યાન રાષ્ટ્રના કયા રાજય, વિસ્તાર, શહેર અને ગામડાઓનો પ્રવાસ કર્યો હતો ?

  Reply
  • 16. chandravadan  |  January 14, 2011 at 8:10 am

   I wish “someone” will answer your Question.
   If NOT, I WILL !
   DR. CHANDRAVADAN MISTRY
   BUT….
   most important thing is YOU had paid this VISIT..read this POST..and then posted this COMMENT.
   THANKS !

   Reply
 • 18. Dr P A Mevada  |  January 14, 2011 at 5:55 pm

  આવો સરસ કાવ્યમય વિચાર આવ્યો અને મજાની માહિતિ સભર રચના કરી, અભિનંદન.

  Reply
 • 19. DR. CHANDRAVADAN MISTRY  |  January 14, 2011 at 8:11 pm

  PLEASE refer to the COMMENT NO. 14 of AKHILBHAI SUTARIA.
  The VIVEKANAND BHARAT YATRA which began on JULY 1888 at VARANASI and after the TOUR of the NORTH going upto SRINAGAR, KASHMIR, ..he went to the WEST COAST of BHARAT travelling through RAJASTAN MAHARASTRA , GUJARAT & then to KARNATAKA & KERALA & FINALLY at KANYAKUMARI on the Christmas Eve ( 24th Dec 1892) & what was said came to be known as “1892 KANYAKUMARI RESOLVE”
  After that he proceedeed to go to CHICAGO for the CONFERENCE & arrived in CHICAGO in JULY 1893 & after he got the Premission to adderss the Conference he delivered the FAMOUS SPEECH on SEP 11. 1893
  The LINK for these INFO is>>>>

  http://en.wikipedia.org/wiki/Swami_Vivekananda
  Hope you get more details of this BHARAT YATRA via the LINK.
  DR. CHANDRAVADAN MISTRY

  Reply
 • 20. hema patel  |  January 15, 2011 at 5:13 pm

  બહુજ સુન્દર અને સરળ ભાષામાં વિવેકાનંદ નુ આખુ જીવન ચરિત્રનુ
  વર્ણન કર્યુ છે . સરસ રીતે રજુઆત કરી છે . ખરેખર સાચી શ્રધ્ધાનજલિ .
  અર્પણ કરી છે .

  Reply
 • 21. Bina  |  January 15, 2011 at 8:14 pm

  બહુજ સરસ રીતે રજુઆત કરી છે.
  Also please visit http://binatrivedi.wordpress.com/2009/03/18/thoughts-of-swami-vivekananda at my blog. Thanks Bina.

  Reply
 • 22. Capt. Narendra  |  January 17, 2011 at 2:08 am

  ઘણા દિવસ બાદ આપની મુલાકાત લેતાં ઘણો આનંદ થયો – ખાસ તો સ્વામી વિવેકાનંદની જન્મતિથીના અનુષંગે આપે લખેલ કાવ્ અને “બે શબ્દો” વાંચીને. આપને તથા આપના વાચકોને જાણીને ખુશી ઉપજશે કે સ્વામીજીએ બંગાળીમાં કાવ્યો લખ્યા હતા, જેમાંના એકનું અંગ્રેજી ભાષાંતર અહીં આપવાની રજા લઉં છું:

  One circle more the spiral path of life ascends

  And time’s restless shuttle – running back and fro

  Through maze of warp and woof
of shining
 threads of life – spins out a stronger piece.
  Hand in hand they stand – and try to
fathom depths whence
Springs eternal love, each in other’s eyes;
  And find

  No hold o’er that age but brings the youth anew
  
And time – the good, the pure, the true.
  – Swami Vivekananda

  આ કાવ્ય શ્રી. અંશુલ ચતુર્વેદીના બ્લૉગમાં આપેલ એક લિંક દ્વારા ઉપલબ્ધ થયું, જે માટે તેમનો અહીં આભાર માની લઇએ!

  Reply
 • 23. Dilip Gajjar  |  January 17, 2011 at 9:21 am

  Sunder post vivekanand na janm dine..me temna 12 volume ek pachhi ek vaanchi lidha..yuvaanima…

  Reply
 • 24. Jahiraj  |  January 12, 2013 at 12:14 am

  ऊठो जागो ओर ध्य प्राप्ती सुधी मडया रहो

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

January 2011
M T W T F S S
« Dec   Feb »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: