Archive for જાન્યુઆરી 12, 2011

વિવેકાનંદ કહાણી !

વિવેકાનંદ કહાણી !

કહું વિવેકાનંદ કહાણી,

સાંભળજો, આ વાત મારી !………(ટેક)


છે ૧૮૬૩ની સાલે,જાન્યુઆરી માસે ૧૨મી તારીખ,

છે એ કલક્ત્તા શહેરે,એક બાળ-જન્મ ખુશીની તારીખ,

લાવે જે “નરેન્દ્રનાથ દત્ત”ને આ જગતમાં !…..કહું….(૧)


હોય વકીલ વિશ્વનાથ દત્ત, જેના પિતાજી,

હોય ભુવનેશ્વરી દેવી, જેના માત્રુશ્રી,

છે એ નરેન્દ્ર, એમના સંતાનરૂપે જગતમાં !…..કહું…(૨)


જેણે “બી.એ.”ની ડીગ્રી સાથે ભણતર પુરૂ કર્યું,

જેણે વાંચન થકી, જગતનું ખુબ જાણી લીધું,

છે એ યુવાન પ્રભુની શોધમાં આ જગતમાં !…..કહું…..(૩)


જેને મળે રામક્રુષ્ણ પરમહંસ જેવા માનવી,

વિરોધ કરી, ચર્ચા કરનાર નરેન્દ્રને સાંભળે આ દિવ્ય માનવી,

જેને નરેન્દ્ર અંતે “ગુરૂ” કહે આ જગતમાં !…..કહું …..(૪)


૧૮૮૭માં ગુરૂ મ્રુત્યુ બાદ, નરેન્દ્ર થાય વિવેકાનંદજી,

ભારત અને વિદેશ ગુરૂ-વિચારોભર્યો સંદેશ ફેલાવે વિવેકાનંદજી,

“રામક્રુષ્ણ મઠ” કે “રામક્રુષ્ણ મીશન”બને જગતમાં !…કહું ….(૫)


હિન્દુ ધર્મ નથી ખોટો, પણ બીજા ધર્મો પણ છે ખરા,

“ઉઠો ! જાગો ! અને “મંજીલ” ના મળે ત્યાં સુધી ના થોભો જરા !”

“જનસેવા” એ જ “પ્રભુસેવા”નો મંત્ર દીધો એમણે આ જગતમાં !….કહું ….(૬)


૧૮૯૩ની ચીકાગોની “પારલામેન્ટ ઓફ વર્લ્ડ રીલીજીઅન” હંમેશા યાદગાર રહેશે,

“બ્રધર્સ એન્ડ સીસ્ટર્સ ઓફ અમેરીકા”થી શરૂ થયેલ વિવેકાનંદ ભાષણ કદી ના ભુલાશે,

વિદેશ અને ભારતમાં થયેલ હિન્દુ ધર્મ પ્રચાર આજે અમર છે જગતમાં !…..કહું ….(૭)


ભલે, ૧૯૦૨માં ચોથી જુલાઈના દિવસે એમની અંતિમ વિદાય રહી,

વિવેકાનંદ તો ખરેખર અમર છે,કરેલા કાર્યો અને વાણી થકી,

આ જ “વિવેકાનંદ કહાણી” ચંદ્ર કહે છે આ જગતમાં !………કહું……(૮)

 

કાવ્ય રચના…ડીસેમ્બર,૧૨, ૨૦૧૦…સીડની ઓસ્ટ્રેલીઆ               ચંદ્રવદન.


Wonderful and amazing speech, with tremendous thought-out words made it so
precious – from Shree Swami Vivekanand, before our times and how true some
of the things he said

Short and powerful.What a command of English Language he had 120 years
back!

Listen to Actual Voice of Swami Vivekananda in his Famous speech at World
Conference in Chicago on 9/11/1893. Click on the link below.
http://www.udeps.com/Vivekananda.html

 

બે શબ્દો…

આજની કાવ્ય-પોસ્ટ છે “વિવેકાનંદ કહાણી !”.


જો હું આ પોસ્ટને “નરેન્દ્રનાથ દત્ત કહાણી” નામકરણે પ્રગટ કરત, તો અનેક વાંચકો વિચારમાં પડી પુછતે “આ કોણ વ્યક્તી ?”


આપણે સૌ આ નરેન્દ્રનાથને “સ્વામી વિવેકાન્દ” નામે જાણીએ છીએ !

નરેન્દ્રનાથ દત્ત નામે કલકત્તા શહેરમાં એમનો જન્મ તારીખ ૧૨મી જાન્યુઆરી ૧૮૬૩માં થયો હતો.

“બી.એ.”ની ડીગ્રી સાથે કોલેજ અભ્યાસ પુર્ણ કરી, અનેક પુસ્તક-વાંચન દ્વારા “જ્ઞાન” મેળવી, નરેન્દ્ર “પ્રભુની શોધ”માં હતો. અનેકને એ સવાલ કરતો “પ્રભુ છે તો ક્યાં છે ?”

એવી શોધમાં એને એક દિવ્ય પુરૂષ “રામક્રુષ્ણ પરમહંસ”નો ભેટો થયો. રામક્રુષ્ણજીએ નરેન્દ્રના આત્માની “જ્યોત”ને પારખી લીધી. રામક્રુષ્ણજી નરેન્દ્રને શાન્તીથી સાંભળતા રહ્યા.

નરેન્દ્રના વિચારો..વિરોધોને સાંભળ્યા !….અંતે, નરેન્દ્ર એમનાથી પ્રભાવીત થયા ! જાણે એને “પ્રભુના દર્શન ” થયા..એણે રામક્રુષ્ણજીને “ગુરૂ” માન્યા !

ગુરૂના મ્રુત્યુ બાદ, એમણે “સાધુ-જીવન”અપનાવી “વિવેકાનંદ”નામ સ્વીકાર્યું

ભારતમાં ગુરૂ વિચારો સાથે હિન્દુ ધર્મનું મહત્વ સૌને સમજાવ્યું.

હિન્દુ ધર્મનો પ્રચાર જગતમાં કરવા અમેરીકા, અને યુરોપનો પ્રવાસ કર્યો….આ પ્રવાસોમાં આવે ચીકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મોની સભા ! જ્યાં એમણે “જે શબ્દો”થી ભાષણની

શરૂઆત કરી, અને સૌને પ્રભાવીત કર્યા તે માનવ ઈતિહાસમાં હંમેશા “યાદગાર” રહેશે.

એ જ ભાષણ એમના જ અવાજમાં જ્યારે મેં મોકલેલા “ઈમેઈલ” દ્વારા સંભળ્યા ત્યારે મારૂ હૈયું નાચી ઉઠ્યું….અને એ શબ્દો મારા મનમાં ગુંજવા લગ્યા….અને વિવેકાનંદજી વિષે

વધુ જાણવાની ઈચ્છાઓ થઈ….જે વાંચ્યું એ આધારીત આજની પોસ્ટની કાવ્ય રચના એક પોસ્ટરૂપે છે.

પહેલા થયું “આજે જ પ્રગટ કરી સૌને આનંદીત કરૂં “…..પણ, ૧૨મી જાન્યુઆરી થોડા દિવસોમાં જ હતી.

અંતે નિર્ણય લીધો કે ૧૨મી જાન્યુઆરી, અને એમના જન્મદિવસે જ પ્રગટ કરીશ !

આજે છે ૧૨મી જાન્યુઆરી ૨૦૧૧…અને આજે તમે સૌ આ કાવ્યને પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

આશા છે કે આ પોસ્ટ સૌને ગમે !


ડો ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…
Today is 12th of JANUARY….and it is the BIRTHDAY of SWAMI VIVEKANAND.
So the Kavya (Poem) as “VIVEKANAND KAHANI” in Gujarati is published as a Post.
Along with the Kavya there is LINK to hear the ACTUAL SPEECH in Vivekanand’s voice that was delivered at the “WORLD CONFERENCE on the RELIGIONS” at Chicago in 1893.
Even if you do not like the KAVYA…please CLICK on the LINK & hear the voice of SWAMI VIVEKANAND,
Thanks for READING this Post & LISTENING to Swami Vivekanand.
DR. CHANDRAVADAN MISTRY

જાન્યુઆરી 12, 2011 at 1:29 એ એમ (am) 24 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,824 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31