સમુદ્ર મંથન !

જાન્યુઆરી 1, 2011 at 1:07 એ એમ (am) 22 comments

 

 

 

 

સમુદ્ર મંથન !

સમુદ્ર-મંથન થયું કે નહી ?
છોડો એ, કથા-સાર જાણવો છે કે નહી ?…..(ટેક)

જગતમાં માનવીઓ, વ્રુત્તિ જેમની હોય સારી કે નબળી,
માનવીઓને નિહાળી, માનો દેવો- અસુરો અહી એ ધડી !
એવું દ્રશ્ય નિહાળી, પૂરાણોની વાત સમજવા કરો !…..સમુદ્ર-મંથન…(૧)

ચાલો, પૂરાણોમાં કથા છે દેવો અને દાનવોની,
“અમર થાવું છે અમને !” કરે છે શરૂઆત લડાઈની !
પણ, સમુદ્રમાંથી અમ્રુત કાઢવું કેમ ?……સમુદ્ર-મંથન….(૨)

મેધ્ય પર્વત ફરતે વાસુકી નાગ વીટાતા, બને મંથન દોર,
કાચબા સ્વરૂપે સહે પર્વતભાર,એમાં હોય દર્શન વિષ્ણુ જોર !
અમ્રુત કુંભ મળે, પણ કોણ છે પ્રથમ હક્કદાર ? ……સમુદ્ર-મંથન…..(૩)

ચતુરાયથી દેવો અમ્રુત પી, અમર બને ,
બન્ને લડતા, દેવો સ્વર્ગમાં અને અસુરો પાતાળે રહે !
આજ છે કહાણી પૂરાણની !…..સમુદ્ર-મંથન…..(૪)

અરે, સ્વર્ગ છે ક્યાં ?
અરે, પાતાળ કે નર્ક છે ક્યાં ?
છે જગત અને માનવીઓ અહી !….સમુદ્ર-મંથન…(૫)

કરે સતકર્મો માનવી, બની દેવ બનાવે સ્વર્ગ અહી,
કરે બુરા કામો માનવી, બની અસુર, બનાવે નર્ક અહી !
આવું જ હૈયાનું સમુદ્ર-મંથન હંમેશા થયા કરે અહી !…..સમુદ્ર-મંથન….(૬)

કાવ્ય રચના,,,તારીખ સેપ્ટેમ્બર ૧૮, ૨૦૧૦                ચંદ્રવદન.

 

બે શબ્દો…

આજે છે શનિવાર, અને જાન્યુઆરીની પહેલી તારીખ !

યાને આજે શરૂ થાય છે ૨૦૧૧નું “નવું વર્ષ ” !

આજની “કાવ્ય પોસ્ટ ” છે “સમુદ્ર મંથન “.

આ કાવ્ય રચના કેવી રીતે થઈ ?

આજે નવા વર્ષના શુભ દિવસે શા માટે પોસ્ટરૂપે પ્રગટ છે ?

ચાલો, વાતો કરીએ !

સેપ્ટેમ્બર ૨૦૧૦નો માસ હતો…..મારા એક મિત્ર તરફથી એક ઈમેઈલ આવે. જેમાં અંગ્રેજી લખાણમાં થાઈલેન્ડના “બેનકોક”ના એરપોર્ટ પર “સુંદર અને મોટું ” એક “ડીસપ્લેય” હતું , અને જેનું નામકરણ હતું “સમુદ્ર મંથન” !…સાથે, સુંદર ફોટા હતા, જેમાં દેવો અને દાનવો હિન્દુ પુરાણોમાં થયેલ ઉલ્લેખે “સમુદ્ર મંથન” કરી રહ્યાનું દ્રશ્ય હતું.

જે આપણને ભારતના એરપોર્ટો પર ના જોવા મળે તે ત્યાં નિહાળી, હું અનેક વિચારોમાં હતો…..વિચારો બાદ વિચારો !…અને પ્રભુ પ્રેરણાથી આ રચના શક્ય થઈ હતી !

તો, આજે એ રચના શા માટે પોસ્ટરૂપે ?

માનવીઓ છે બધા આ સંસારમાં.

માનવીઓ સત્ય અને અસત્યનો સામનો કરતા રહે છે !

જાણે, માનવીઓને “સંસારનું મંથન” કરવું પડે છે….જે “મંથન”માં હોય “અમ્રુત” યાને “સતકર્મો” તરફ કે પછી “વીષ” યાને “અધર્મ કે પાપો” તરફ વળી મેળવવાની તકો…..આવું “સંસાર મંથન” તો રોજ હોય….પણ આજે નવા વર્ષે એનું પોસ્ટરૂપે પ્રગટ કરવું મને યોગ્ય લાગ્યું. એથી જ આજે આ પોસ્ટ છે.

અંતે કહેવું છે કે….માનવીએ સંસારમાં જ રહી, “સંસાર મંથન” કરતા, અમ્રુતરૂપી સતકર્મો કરી,અહી જ “સ્વર્ગ” મેળવવાનું છે, અને એ સિવાય બીજા સ્વર્ગની આશાઓ છોડવી રહી, અને એમાં જ પ્રભુ પણ સમાયેલો છે, એથી એ પ્રભુને પણ પામે છે !

નવું વર્ષ એટલે ગતવર્ષ યાને ભુતકાળ પર નજર કરવાની તક !….અને ખોટા રસ્તે હોય તો સુધરવાની તક….સાચા રસ્તે હોય તો વધુ ઉત્સાહથી આગેકુચ કરવા માટેની તક !

સૌને ૨૦૧૧ના નવા વર્ષની “શુભેચ્છાઓ” !

આશા છે સૌને આ પોસ્ટ ગમે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today it is JANUARY 1st 2011.

Today, it is the NEW YEAR !

Today, it is the KAVYA-POST “SAMUDRA MANTHANA”

The Story of “Samudra Manthan” is told as he “churning of the Ocean” to get the AMRUT..that makes one IMMORTAL. As per the Story, DEVTA drink it & the ASURO are deprived of it.

In this World, the HUMANS have to CHURN this SANSAR on the daily basis….so one takes the “right path”in one’s Life.

I, thought, this is the RIGHT POST for this New Year’s Day !

I hope you like this Post !

DR. CHANDRAVADAN MISTRY

Entry filed under: કાવ્યો.

ધિલન પ્યારો ! અરે, આ તો વર્ડપ્રેસની શુભ શરૂઆત !

22 ટિપ્પણીઓ Add your own

  • 1. Ramesh Patel  |  જાન્યુઆરી 1, 2011 પર 3:32 એ એમ (am)

    વિચાર મંથનથી જ અમૃત કુંભ પ્રાપ્ત થાય.સુંદર વિચારોની સૌરભ સાથે ,નવા વર્ષની શુભેચ્છાઓ
    મજેદાર લાગી.આપને નવું વર્ષ સુખ શાન્તી અને તંદુરસ્તી સાથે ,કૌટુમ્બિક લાગણિઓથી
    ભીંજવતું રહે એવી પ્રભુ પ્રાર્થના.
    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો
  • 2. pravina Avinash  |  જાન્યુઆરી 1, 2011 પર 3:40 એ એમ (am)

    Happy New Year
    today is 1-1-11
    Samudra Manthan is happened or not we donot know
    Vichar Manthan is a good work
    visit http://www.pravinash.wordpress.com

    જવાબ આપો
  • 3. પરાર્થે સમર્પણ  |  જાન્યુઆરી 1, 2011 પર 4:28 એ એમ (am)

    આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ,

    કરે સતકર્મો માનવી, બની દેવ બનાવે સ્વર્ગ અહી,
    કરે બુરા કામો માનવી, બની અસુર, બનાવે નર્ક અહી !
    આવું જ હૈયાનું સમુદ્ર-મંથન હંમેશા થયા કરે અહી !…..સમુદ્ર-મંથન….(૬)

    ખરી સોનાના સુરજ જેવી અમૃતમય વાત આપે કાવ્યરસમાં પીરસી.
    ડોક્ટર સાહેબ સમુદ્ર મંથન દ્વારા ચન્દ્રની ઉત્પતિ થઇ અને આજે પણ
    મધુરી ચાંદનીનો શીતલ પ્રકાશ આનંદ અર્પે છે બસ વીતેલા વર્ષમાં
    ચન્દ્ર પુકાર સુંદર કૃતિઓ દ્વારા પ્રકાશતો રહ્યો તેમ ૨૦૧૧ ના વર્ષમાં
    પૂર્ણ ચન્દ્ર પુકાર લ્હેરતો , વિસ્તરતો અને મ્હેકતો રહે એવી શુભ કામના
    ૨૦૧૧ ના નવા વર્ષની શુભ કામના………

    જવાબ આપો
  • 4. અશોક જાની ' આનંદ'  |  જાન્યુઆરી 1, 2011 પર 5:42 એ એમ (am)

    ‘Samudra Manthan’ ane tena parthi ‘Sansar Manthan’ no vichar gamyo, nava vasshe aap tatha aapna swajano ne shubh kamans.

    Aap ni kavita/geet vishe janavu ke andar no vichar pauranik ane vicharshil chhe, pan ghani jagyae pras ane lay ni unap vartay Chhe. Satya kahevathi kharab lagyu hoy to dargujar karasho.

    જવાબ આપો
    • 5. chandravadan  |  જાન્યુઆરી 1, 2011 પર 7:30 એ એમ (am)

      અશોકભાઈ,

      તમે “ચંદ્રપુકાર” પર પધારી, પ્રતિભાવ આપ્યો તે માટે હું ધન્ય છું. મેં તમારી કાવ્ય રચનાઓ ક્યાંક વાંચી છે એવું થાય છે. તમે સુંદર લખો છો !

      “કાવ્ય જેવું “કંઈક લખ્યું, અને તેમાં ભરેલો “વિચાર” તમોને ગમ્યો એની ખુશી….પંણ…..કાવ્ય લખાણરૂપે યોગ્ય કહેવાયું નથી. એ તમારૂં અનુમાન

      બરાબર છે.

      “છંદ”કે કોઈ બીજી “કાવ્યભાષા”નો હું અજાણ છું !

      “ગુજરાતી ભાષા ભંડાર”નો પણ અજ્ઞાની છું !

      એથી, જે સ્વરૂપે તમે વાંચ્યું એમાં ભુલો અનેક છે.

      તમે જે સત્ય દર્શાવ્યું તેથી મને જરા પણ ખોટું લાગ્યું નથી.

      પણ…એક જ નમ્ર વિનંતી છે>>>>

      તમે “ચંદ્રપૂકાર” પર ફરી ફરી પધારજો….તમારો પોતાનો બ્લોગ હોય તો જણાવશો.

      મને યાદ આવે છે કે તમારી રચના પ્રવિણભાઈ શાહના બ્લોગ પર વાંચી હતી !

      નુતન વર્ષ ની “શુભેચ્છાઓ” માટે આભાર !…..તમોને અને તમારા પરિવારને નવા વર્ષની મારી શુભેચ્છાઓ સ્વીકારશો !

      >>>>>ચંદ્રવદન

      જવાબ આપો
  • 6. pragnaju  |  જાન્યુઆરી 1, 2011 પર 12:58 પી એમ(pm)

    ૨૦૧૧ના નવા વર્ષની “શુભેચ્છાઓ” !
    માનવીએ સંસારમાં જ રહી, “સંસાર મંથન” કરતા, અમ્રુતરૂપી સતકર્મો કરી,અહી જ “સ્વર્ગ” મેળવવાનું છે, અને એ સિવાય બીજા સ્વર્ગની આશાઓ છોડવી રહી, અને એમાં જ પ્રભુ પણ સમાયેલો છે, એથી એ પ્રભુને પણ પામે છે !સુંદર વાત

    જવાબ આપો
  • 7. ishvarlal r. mistry  |  જાન્યુઆરી 1, 2011 પર 7:29 પી એમ(pm)

    Well said Chandravadanbhai,
    Try and get best out it and good things will happen very good thoughts for the New Year. Happiness is within donot have to go anywere ,your thoughts that are pure good kind keep you near God.He will lead you to happiness we must have faith.
    Best wishes for New Year and God Bless. Thanks for sharing.
    Jai Shri Krishna.
    Ishvarbhai R. Mistry.

    જવાબ આપો
  • 8. himanshu patel  |  જાન્યુઆરી 1, 2011 પર 10:10 પી એમ(pm)

    તમારું આગવું વિચાર મંથન આ નવા યુગને માર્ગદર્શક બની રહે તે સાથે
    નુતન વર્ષ ની શુભેચ્છાઓ.

    જવાબ આપો
  • 9. vijay shah  |  જાન્યુઆરી 1, 2011 પર 11:03 પી એમ(pm)

    saras kruti
    Wishing you happy new year

    જવાબ આપો
  • 10. chandravadan  |  જાન્યુઆરી 2, 2011 પર 3:26 એ એમ (am)

    EMAIL Message to the Post of SAMUDRA MANTHAN>>>

    Re: Fw: સમુદ્ર મંથન !
    Saturday, January 1, 2011 3:41 AM
    From:
    “Bihari Intwala”
    View contact details
    To:
    “chadravada mistry”
    Hi Dr. CM and Ben and children,

    WISH YOU THE BEST OF THE BEST HAPPY NEW YEAR, 2011 AND GREAT HEALTH.
    We are doing well and Maa is doing very well too. Did receive your card from Australia.

    With love and blessings,

    Bhavna and Bihari

    જવાબ આપો
  • 11. Dr P A Mevada  |  જાન્યુઆરી 2, 2011 પર 8:39 એ એમ (am)

    ડૉ. શ્રી ચન્દ્રવદનભાઈ,
    તમારી રચના ખૂબજ સરસ રીતે કહેવાનું કહી દે છે, અને તમારી ટિપ્પણીઓ બાકી રહેલું પુરુ કરે છે, કોઈ પણ અભિપ્રાય આથી વિષેસ ના હોઈ શકે. અભિનંદન.

    જવાબ આપો
  • 12. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  જાન્યુઆરી 2, 2011 પર 11:33 એ એમ (am)

    Very nice … Chandamama , you’ve provided good food for thought ..as a New Year Feast …… ! Very well said .

    જવાબ આપો
  • 13. chandravadan  |  જાન્યુઆરી 2, 2011 પર 8:41 પી એમ(pm)

    Read this Post & EMAIL RESPONSE from Canada>>>>

    Re: સમુદ્ર મંથન !
    Saturday, January 1, 2011 12:37 AM
    From:
    “gajjar
    View contact details
    To:

    New Year Greeting
    Dear Friends
    Wish you and your family
    very very happy and prosperous
    New Year.
    May God bless you and your family
    very very happy, healthy
    and prosperous New Year
    and many years to come.
    Neil, Sona, Kanta and Jay Gajjar
    Mississauga, Ontario, Canada

    જવાબ આપો
  • 14. dhavalrajgeera  |  જાન્યુઆરી 2, 2011 પર 8:47 પી એમ(pm)

    કરે સતકર્મો માનવી, બનાવે સ્વર્ગ અહી,

    કરે બુરા કામો માનવી, બનાવે નર્ક અહી !

    આવું જ હૈયાનું સમુદ્ર-મંથન થયા કરે અહી.

    “સંસાર મંથન” કરતા ચન્દ્ર, અમ્રુતરૂપી સતકર્મો કરી,

    ,અહી જ “સ્વર્ગ” મેળવવાનું છે સંસાર મહી!

    Rajendra Trivedi,M.D.
    http://www.bpaindia.org

    જવાબ આપો
  • 15. Dilip Gajjar  |  જાન્યુઆરી 2, 2011 પર 11:10 પી એમ(pm)

    અરે, સ્વર્ગ છે ક્યાં ?
    અરે, પાતાળ કે નર્ક છે ક્યાં ?
    છે જગત અને માનવીઓ અહી !….સમુદ્ર-મંથન…(૫)
    કરે સતકર્મો માનવી, બની દેવ બનાવે સ્વર્ગ અહી,
    કરે બુરા કામો માનવી, બની અસુર, બનાવે નર્ક અહી !
    આવું જ હૈયાનું સમુદ્ર-મંથન હંમેશા થયા કરે અહી !…..સમુદ્ર-મંથન….(૬)
    શ્રી ચન્દ્રવદનભાઈ, સાદર નમસ્કાર…
    ખુબ જ સુંદર સંદેશ આપતી જગતની ઉત્તમ રુપકકથા..ખુબ જ ભ્રામક વાત કે આ બન્યુ કે નહિ…તે જરુરી નથી..રોજ બનતુ રહે છે ..આપણા પર નિર્ભર છે તેમાની વારતા તો શાશ્વત સન્દેશ જ આપે છે જે હજારો સાલ પહેલા કેમ શક્ય નથી ? અને આજે પણ શક્ય છે..વિચાર મન્થન..સત્કર્મ મંથનમાંથી..નવનીત મળે તે કદી પણ સંસારના છીછરા પાણી કે વિક્રુતિમાં ભળી ન જાય..સ્વરગ અને નરક આ સંકલ્પનાઓ બહુ મોટી અને અગત્યની છે કોઈ લલ્લુ પંજા પામરમાનવનાં ભેજાની નીપજ નથી..જે પોતાને સો કોલ ભૌતિક સમ્પતિથી મોટા સમજે..બેંગકોગના એરપોરટ પર આ રાખ્યુ ચ્હે તે ખુબ જ ગૌરવાસ્પદ ગણાય..આટ્લી અસિમિતા તો જાણે વૈદીક ્ધર્મ પાલતા ને પણ નથી..ખુબ સુંદર છે આપનું કાવ્ય ..

    જવાબ આપો
  • 16. Bina  |  જાન્યુઆરી 3, 2011 પર 6:39 પી એમ(pm)

    ખુબ જ સુંદર સંદેશ આપે છે આપનું કાવ્ય . નુતન વર્ષ ની શુભેચ્છા !

    જવાબ આપો
  • 17. chandravadan  |  જાન્યુઆરી 3, 2011 પર 8:30 પી એમ(pm)

    An EMAIL RESPONSE to the Post>>>>>

    Re: સમુદ્ર મંથન !
    Sunday, January 2, 2011 1:16 PM
    From:
    “Mohan Fatania”
    View contact details
    To:
    “chadravada mistry”
    Dear Chandravadanbhai, Hare Krishna and very happy new year to you and to your family. Thanks from Mohanbhai Fatania. Atlanta.

    જવાબ આપો
  • 18. chandravadan  |  જાન્યુઆરી 3, 2011 પર 8:33 પી એમ(pm)

    An EMAIL RESPONSE for the Post from RAJULBEN>>>>

    Re: Fw: સમુદ્ર મંથન !
    Saturday, January 1, 2011 10:14 PM
    From:
    “Rajul Shah”
    View contact details
    To:
    “chadravada mistry”
    ચંદ્રવદનભાઈ.

    કરે સતકર્મો માનવી, બની દેવ બનાવે સ્વર્ગ અહી,
    કરે બુરા કામો માનવી, બની અસુર, બનાવે નર્ક અહી !
    આવું જ હૈયાનું સમુદ્ર-મંથન હંમેશા થયા કરે અહી …

    સુંદર અને સત્ય કથન .. દરેક ધર્મમાં પણ આજ વાત ઘંટ વગાડીને કહેવામાં આવે છે ને?

    Rajul Shah

    જવાબ આપો
  • 19. hema patel  |  જાન્યુઆરી 4, 2011 પર 9:38 પી એમ(pm)

    બહુજ સુન્દર અને ઉમદા વિચારો . તદન સાચી વાત છે .સ્વર્ગ
    અહીયા છે અને નર્ક પણ અહીયા જ છે .તેવીજ રીતે અમૃત પણ
    અહીયાં મળશે અને વિષ પણ અહીયાં જ મળવાનુ છે .માણસને
    પોતાના હાથમાં જ છે શુ પ્રાપ્ત કરવુ છે ?

    જવાબ આપો
  • 20. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  ફેબ્રુવારી 9, 2011 પર 7:57 એ એમ (am)

    આદરણીય ડો. ચંદ્રવદનભાઈ

    આપના વદન પર ચન્દ્ર જેવી શીતળતા ના પુકાર વડે આપના સતકાર્યો

    આપ સમાજ સુધી પહોંચાડો છો, તેની સમાજ હકારાત્મક નોંધ લે છે,

    સાત સમંદર પાર સુધી આપની કીર્તિ ફેલાય એવી શુભકામનાઓ.

    ડૉ.કિશોરભાઈ પટેલ

    http://shikshansarovar.wordpress.com

    જવાબ આપો
  • 21. Gopal Parekh  |  મે 24, 2012 પર 5:13 એ એમ (am)

    kavita gamee, abhinandan !
    gopal

    જવાબ આપો
  • 22. Pushpa Rathod  |  ઓક્ટોબર 16, 2013 પર 8:07 એ એમ (am)

    thank u sir, માનવીએ સંસારમાં જ રહી, “સંસાર મંથન” કરતા, અમ્રુતરૂપી સતકર્મો કરી,અહી જ “સ્વર્ગ” મેળવવાનું છે, અને એ સિવાય બીજા સ્વર્ગની આશાઓ છોડવી રહી, અને એમાં જ પ્રભુ પણ સમાયેલો છે, એથી એ પ્રભુને પણ પામે છે !

    જવાબ આપો

Leave a reply to ડો. કિશોરભાઈ એમ. પટેલ જવાબ રદ કરો

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,354 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31