Archive for જાન્યુઆરી 1, 2011

સમુદ્ર મંથન !

 

 

 

 

સમુદ્ર મંથન !

સમુદ્ર-મંથન થયું કે નહી ?
છોડો એ, કથા-સાર જાણવો છે કે નહી ?…..(ટેક)

જગતમાં માનવીઓ, વ્રુત્તિ જેમની હોય સારી કે નબળી,
માનવીઓને નિહાળી, માનો દેવો- અસુરો અહી એ ધડી !
એવું દ્રશ્ય નિહાળી, પૂરાણોની વાત સમજવા કરો !…..સમુદ્ર-મંથન…(૧)

ચાલો, પૂરાણોમાં કથા છે દેવો અને દાનવોની,
“અમર થાવું છે અમને !” કરે છે શરૂઆત લડાઈની !
પણ, સમુદ્રમાંથી અમ્રુત કાઢવું કેમ ?……સમુદ્ર-મંથન….(૨)

મેધ્ય પર્વત ફરતે વાસુકી નાગ વીટાતા, બને મંથન દોર,
કાચબા સ્વરૂપે સહે પર્વતભાર,એમાં હોય દર્શન વિષ્ણુ જોર !
અમ્રુત કુંભ મળે, પણ કોણ છે પ્રથમ હક્કદાર ? ……સમુદ્ર-મંથન…..(૩)

ચતુરાયથી દેવો અમ્રુત પી, અમર બને ,
બન્ને લડતા, દેવો સ્વર્ગમાં અને અસુરો પાતાળે રહે !
આજ છે કહાણી પૂરાણની !…..સમુદ્ર-મંથન…..(૪)

અરે, સ્વર્ગ છે ક્યાં ?
અરે, પાતાળ કે નર્ક છે ક્યાં ?
છે જગત અને માનવીઓ અહી !….સમુદ્ર-મંથન…(૫)

કરે સતકર્મો માનવી, બની દેવ બનાવે સ્વર્ગ અહી,
કરે બુરા કામો માનવી, બની અસુર, બનાવે નર્ક અહી !
આવું જ હૈયાનું સમુદ્ર-મંથન હંમેશા થયા કરે અહી !…..સમુદ્ર-મંથન….(૬)

કાવ્ય રચના,,,તારીખ સેપ્ટેમ્બર ૧૮, ૨૦૧૦                ચંદ્રવદન.

 

બે શબ્દો…

આજે છે શનિવાર, અને જાન્યુઆરીની પહેલી તારીખ !

યાને આજે શરૂ થાય છે ૨૦૧૧નું “નવું વર્ષ ” !

આજની “કાવ્ય પોસ્ટ ” છે “સમુદ્ર મંથન “.

આ કાવ્ય રચના કેવી રીતે થઈ ?

આજે નવા વર્ષના શુભ દિવસે શા માટે પોસ્ટરૂપે પ્રગટ છે ?

ચાલો, વાતો કરીએ !

સેપ્ટેમ્બર ૨૦૧૦નો માસ હતો…..મારા એક મિત્ર તરફથી એક ઈમેઈલ આવે. જેમાં અંગ્રેજી લખાણમાં થાઈલેન્ડના “બેનકોક”ના એરપોર્ટ પર “સુંદર અને મોટું ” એક “ડીસપ્લેય” હતું , અને જેનું નામકરણ હતું “સમુદ્ર મંથન” !…સાથે, સુંદર ફોટા હતા, જેમાં દેવો અને દાનવો હિન્દુ પુરાણોમાં થયેલ ઉલ્લેખે “સમુદ્ર મંથન” કરી રહ્યાનું દ્રશ્ય હતું.

જે આપણને ભારતના એરપોર્ટો પર ના જોવા મળે તે ત્યાં નિહાળી, હું અનેક વિચારોમાં હતો…..વિચારો બાદ વિચારો !…અને પ્રભુ પ્રેરણાથી આ રચના શક્ય થઈ હતી !

તો, આજે એ રચના શા માટે પોસ્ટરૂપે ?

માનવીઓ છે બધા આ સંસારમાં.

માનવીઓ સત્ય અને અસત્યનો સામનો કરતા રહે છે !

જાણે, માનવીઓને “સંસારનું મંથન” કરવું પડે છે….જે “મંથન”માં હોય “અમ્રુત” યાને “સતકર્મો” તરફ કે પછી “વીષ” યાને “અધર્મ કે પાપો” તરફ વળી મેળવવાની તકો…..આવું “સંસાર મંથન” તો રોજ હોય….પણ આજે નવા વર્ષે એનું પોસ્ટરૂપે પ્રગટ કરવું મને યોગ્ય લાગ્યું. એથી જ આજે આ પોસ્ટ છે.

અંતે કહેવું છે કે….માનવીએ સંસારમાં જ રહી, “સંસાર મંથન” કરતા, અમ્રુતરૂપી સતકર્મો કરી,અહી જ “સ્વર્ગ” મેળવવાનું છે, અને એ સિવાય બીજા સ્વર્ગની આશાઓ છોડવી રહી, અને એમાં જ પ્રભુ પણ સમાયેલો છે, એથી એ પ્રભુને પણ પામે છે !

નવું વર્ષ એટલે ગતવર્ષ યાને ભુતકાળ પર નજર કરવાની તક !….અને ખોટા રસ્તે હોય તો સુધરવાની તક….સાચા રસ્તે હોય તો વધુ ઉત્સાહથી આગેકુચ કરવા માટેની તક !

સૌને ૨૦૧૧ના નવા વર્ષની “શુભેચ્છાઓ” !

આશા છે સૌને આ પોસ્ટ ગમે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today it is JANUARY 1st 2011.

Today, it is the NEW YEAR !

Today, it is the KAVYA-POST “SAMUDRA MANTHANA”

The Story of “Samudra Manthan” is told as he “churning of the Ocean” to get the AMRUT..that makes one IMMORTAL. As per the Story, DEVTA drink it & the ASURO are deprived of it.

In this World, the HUMANS have to CHURN this SANSAR on the daily basis….so one takes the “right path”in one’s Life.

I, thought, this is the RIGHT POST for this New Year’s Day !

I hope you like this Post !

DR. CHANDRAVADAN MISTRY

જાન્યુઆરી 1, 2011 at 1:07 એ એમ (am) 22 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31