હું ,તું , કે અન્ય !

December 21, 2010 at 4:52 am 13 comments

http://piyuninopamrat.files.wordpress.com/2010/09/229-counselling-london-psychotherapy.jpg

THIS PHOTO with  ONE PERSON ALONE  OUTSIDE

That PERSON can be I…YOU ..or  SOMEONE ELSE !

( HU….TU….or ANYA  on this EARTH)

હું ,તું , કે અન્ય !

હું ,તું, કે અન્ય છે આજે,

હું , તું, કે અન્ય હશે કાલે ?

કોણ જાણે ?…પ્રભુ જાણે !……(૧)


હું, તું , કે અન્ય છે બધા માનવીઓ,

હું, તું, કે અન્યમાં કોણ “માનવતા”ભર્યા માનવીઓ ?

કોણ જાણે ?..પ્રભુ જાણે !……(૨)


હું,તું,કે અન્યથી છે આ આ સંસાર,

હું,તું કે અન્ય વગર રહે આ સંસાર,

કોણ જાણે ? પ્રભુ જાણે !અને, સૌ જાણી ભુલે !….(૩)


હું,તું, કે અન્ય બંધાયેલ છેજન્મ-મરણના દોરે,

હું,તું, કે અન્ય નથી અમર, છતાં “અમરતા”કેમ ઈચ્છે ?

કોણ જાણે ? પ્રભુ જાણે ! અને સૌ જાણી ભુલે !….(૪)


અંતે “હું”મટી ચંદ્ર કહે…..


જન્મ લીધો તો મ્રુત્યુ જરૂર છે એવું જાણજે !

આજે છીએ,ના હોઈશું કાલે કે ભવિષ્યમાં એવું પણ જાણજે !

કરવું જે તે કરજે આજ, કાલ પર કાંઈ ના છોડજે !

પ્રેમ-ભાવ, દયા-લાગણી દ્વારા “માનવતા”ખીલતી રાખજે !

તો..સંસારના “મોહ-માયા”સબંધો તારા છુટશે !

“મોક્ષ કે પ્રભુ ખુદ મળ્યા તને એવું માનજે !


કાવ્ય રચના…તારીખ ડિસેમ્બર,૨૦,૨૦૧૦            ચંદ્રવદન.

બે શબ્દો…

આજની કાવ્ય-પોસ્ટ નહી…પણ “બીજી” પોસ્ટ પ્રગટ કરવા વિચાર હતો.


પણ, એ પોસ્ટ તો મારે “ક્રીસમસ”ના દિવસે પ્રગટ કરવા નિર્ણય લઈ લીધો હતો.


તો, શું કરૂં ?


મુજવણમાં હતો…ડીસેમ્બરની ૨૦ તારીખ હતી !


પ્રભુ પ્રેરણાથી આજની પોસ્ટ “હું , તું, કે અન્ય !”ની રચના શક્ય થઈ.

આ કાવ્ય દ્વારા એક જ સંદેશ છે…..સંસારની “મોહમાયા”કારણે આપણે સૌ માનવીઓ

“સત્ય”ને ભુલી જઈએ છીએ….અમર નથી છતાં “અમરતા”ની ઈચ્છાઓ રાખતા રાખતા,

જાણે આપણે “અમર” જ છીએ એવા “ભ્રમ”માં રહી જીવનની સફર ચાલુ રાખીએ છીએ,

આ જ આપણી “અજ્ઞાનતા”!

આપણું જીવન “અલ્પ” છે …ક્યારે “દોરી” ટુટે એ કોઈ ના જાણે !..એથી જે “શુભ કાર્યો”

કરવાના તે “આજે જ “કરો !

બસ, આટલો જ સંદેશ છે !

આશા છે કે “કાવ્ય”રૂપે આ સંદેશો તમોને ગમ્યો હશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

The Post after the LAST Post was a DIFFERENT KAVYA..and was intended for the Publication on the CHRISTMAS DAY. But thinking that so many days still to go before the Christmas, I was wondering what to do.

Then just yesterday (Dec.20th) I was in my “deep thoughts”….I saw MYSELF…YOU ..& OTHERS as the HUMANS of this World.

The Idea of “HU..TU…ke ANYA” was staying within my MIND.

As I thought….God gave the WORDS…and finally a POEM in Gujarati.

That is the POEM (Kavya) you are reading today as a Post.

The MESSAGE is >>>> We as the HUMANS often FORGET that we are MORTAL Beings. The DEATH is certain and can come UNEXPECTEDLY.

So one MUST NOT POSTPONE “Good things” as “TOMORROWS ” may never come. Do things TODAY !

Hoping you like this POST and the MESSAGE !

DR. CHANDRAVADAN MISTRY

Advertisements

Entry filed under: કાવ્યો.

ડોશીએ ચિંતાઓ મટાડી ! ધિલન પ્યારો !

13 Comments Add your own

 • 1. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  December 21, 2010 at 9:21 am

  જન્મ લીધો તો મ્રુત્યુ જરૂર છે એવું જાણજે !

  આજે છીએ,ના હોઈશું કાલે કે ભવિષ્યમાં એવું પણ જાણજે !

  કરવું જે તે કરજે આજ, કાલ પર કાંઈ ના છોડજે !

  પ્રેમ-ભાવ, દયા-લાગણી દ્વારા “માનવતા”ખીલતી રાખજે !

  so very true… !!!

  Reply
 • 2. Dilip Gajjar  |  December 21, 2010 at 2:02 pm

  આ કાવ્ય દ્વારા એક જ સંદેશ છે…..સંસારની “મોહમાયા”કારણે આપણે સૌ માનવીઓ

  “સત્ય”ને ભુલી જઈએ છીએ….અમર નથી છતાં “અમરતા”ની ઈચ્છાઓ રાખતા રાખતા,

  જાણે આપણે “અમર” જ છીએ એવા “ભ્રમ”માં રહી જીવનની સફર ચાલુ રાખીએ છીએ,
  આ જ આપણી “અજ્ઞાનતા”!

  આપણું જીવન “અલ્પ” છે …ક્યારે “દોરી” ટુટે એ કોઈ ના જાણે !..એથી જે “શુભ કાર્યો”

  કરવાના તે “આજે જ “કરો !

  હું ,તું, કે અન્ય છે આજે,
  હું , તું, કે અન્ય હશે કાલે ?
  કોણ જાણે ?…પ્રભુ જાણે !……(૧)
  સમજણ અને અનુભવના આધારે માનવ હું તું અને અન્યને ..આપણે માં પલટાવી શકે
  હું તું ને અન્યને ..એક પંથના મુસાફિર માની વર્તી સજકે પણ ..
  મૂઢ માણસ ..મોહ અને અજ્ઞાનવશ ..પડતો જાય નીજને પાડો જાય અને કામાંધ બની પાપ આચરતો જાય પાછો ધર્મનો અંચળો ઓઢ્તો જાય ને બધાને મૂરખ બનાવતો જાય છે ..તમે સાચું કહી દીધું
  અસત્યમ અપ્રતીષ્ઠ્મ જગદ આહુર અનીશ્વ્ર્મ

  Reply
 • 3. pragnaju  |  December 21, 2010 at 3:05 pm

  પ્રેમ-ભાવ, દયા-લાગણી દ્વારા “માનવતા”ખીલતી રાખજે !
  તો..સંસારના “મોહ-માયા”સબંધો તારા છુટશે !
  “મોક્ષ કે પ્રભુ ખુદ મળ્યા તને એવું માનજે !
  ખૂબ સુંદર
  સમસ્યાઓનાં વાદળ ઘેરાય ત્યારે શંકાશીલ બનવા કરતાં શ્રદ્ધાશીલ રહેવું લાખ દરજ્જે સારૂં. આપણને ઈશ્વરના આશીર્વાદ ખપે છે, પણ મસ્તક નમાવવાનો અધિકાર આપણા હાથમાં રાખીએ છીએ. ઈશ્વરને અઘૂરૂં અર્પણ ગમતું નથી ! દૈવી શક્તિ આપણી અડખે-પડખે આપણો હાથ ઝાલવા તત્પર જ હોય છે. એની મદદની માત્રાનો આધાર આપણી શ્રદ્ધાના ઊંડાણ પર હોય છે.જિંદગી છે એટલે સમસ્યાઓ તો આવવાની જ. એને આવતી રોકવાનું આપણા હાથમાં નથી પણ સમસ્યાઓની સામે ઢાલ બનીને અડીખમ ઉભા રહેવાનું તો આપણા હાથમાં છે. સમસ્યાઓ સામે લડવાની રેડીમેઈડ ફોર્મ્યૂલાઓ મળતી નથી. હા, એ માટેનું માર્ગદર્શન આપણને પ્રાપ્ત થાય એવી અનુભવવાણી મદદરૂપ થઈ શકે. પ્રાર્થના અને આઘ્યાત્મિક શક્તિ આપણને સ્ફૂર્તિવંત રાખી શકે. સમસ્યાઓ અને કટોકટીની ક્ષણોને તમે જો સુપેરે નિયંત્રિત કરી શકો તો તેમાંથી ભવ્ય વિજયનો માર્ગ સ્વતઃ તૈયાર થવા માંડશે. દિમાગની સર્જનાત્મક શક્તિ આપણી રાહ જોઈને બેઠી હોય છે કે આપણે અનિર્ણયાત્મકતાનાં વાદળ વિખેરીને પૂરી તાકાત અને સંકલ્પશક્તિથી કાર્યરત બનીએ. માણસને વાદળો સર્જતાં આવડે છે, પણ એમને વિખેરતાં નથી આવડતું ! પરિણામે વાદળો વિખેરાવાને બદલે માણસને વેરવિખેર કરીને ચાલતાં થાય છે. ગમતાનો જ ગુલાલ નહીં, પણ વણગમતાનો ગુલાલ કરવાની આવડત એ પણ જિંદગી જીતવાની જડીબુટ્ટી છે.

  Reply
 • 4. hema patel  |  December 21, 2010 at 5:19 pm

  પૃથ્વી એ મૃત્યુલોક છે , તો આ લોક્માં આવ્યા પછી તેમાંથી કોઈ
  બાકાત ન રહી શકે . અમર થવાની ઈચ્છા રાખીજ ન શકાય . હા સારા
  કામ કરીને નામ અમર થઈ શકે . પરંતુ માનવીની જીન્દગી મૃત્યુ પછી
  નાશ થવાની જ છે , આતો સનાતન સત્ય છે .

  Reply
 • 5. sapana  |  December 21, 2010 at 5:43 pm

  સત્ય પર ચાલવું અને અજ્ઞાનતા ને દૂર કરવી ..આજનાણ કાજ આજે કરો કોઈ નેકી કરવી હોય તો દોડો રાહ ના જુઓ..લાગણી ના દુભવો પ્રેમથી જીવો અને જીવવા દો…આભાર ચંદ્રવદનભાઈ..
  સપના

  Reply
 • 6. chandravadan  |  December 21, 2010 at 10:11 pm

  This is an EMAIL RESPONSE from UK after this New Post>>>

  Re: Fw: NEW POST……હું ,તું , કે અન્ય !
  Tuesday, December 21, 2010 1:00 PM
  From:
  “Kantilal Parmar”
  View contact details
  To:
  “chadravada mistry”
  Cc:
  “CHANDRAKANT TANNA
  નમસ્તે શ્રી ડૉ. ચંદ્રકાંતભાઈ આભાર આપના ઈમેલ માટે. ગઈ કાલે મારા મિત્ર શ્રી ચંદ્રકાંતભાઈ સાથ વાતો કરતા હતા તેમાં આપને યાદ કર્યા કે આપ સમાજ માટે ઘણું કામ કરો છો, આપ વિગતે સમજાવશો એ આશાથી આ સાથ એમનો ઈમેલ આપ્યો છે. શ્રી ચંદ્રકાંતભાઈ પોર્ટુગલ મપુટો પહેલાંનું એલ એમ ત્યાં રહે છે. ઉંચા ખ્યાલો સાથ સામાજીક કામોમાં સક્રિય ફાળો આપે છે. આપ ઝાંબિયા હતા તે એમને જાણ કરી છે.
  મળીને મને થોડી માહિતી આપશો એ આશા.
  હેપી ક્રીસ્ટમસ, સૌને મુબારક.
  આવજો.
  કાંતિલાલ પરમાર
  હીચીન

  Reply
 • 7. himanshupatel555  |  December 22, 2010 at 12:26 am

  હું ,તું, કે અન્ય છે આજે,
  હું , તું, કે અન્ય હશે કાલે ?
  કોણ જાણે ?…પ્રભુ જાણે !……(૧
  એટલેતો કહ્યું છેને કાલ કરે સો આજ આજ કરે સો અબ..
  ટૂંકા આયુષ્યમાં લાંબું જીવવાનો મર્મ તમે સરસ સમ્જાવ્યો…

  Reply
 • 8. Ramesh Patel  |  December 22, 2010 at 12:47 am

  હું,તું,કે અન્યથી છે આ આ સંસાર,

  હું,તું કે અન્ય વગર રહે આ સંસાર,
  ………….
  આજે છીએ,ના હોઈશું કાલે કે ભવિષ્યમાં એવું પણ જાણજે !

  કરવું જે તે કરજે આજ, કાલ પર કાંઈ ના છોડજે !
  ……………………….
  સરળ પણ લાખેણી વાત આપની આ કવિતામાં છલકી રહી છે. ઝીંદગી એ ચગડોળે ગૂમવા જેવું છે.
  પરિસ્થિતિ વિકટ હોય ત્યારે શ્રધ્ધા અને આત્મવિશ્વાસ જ બહાર કાઢે છે. પ્રભુએ લાગણીસભર દિલ
  દીધું છે અને તે અનુભવાય જ, છતાં પરમ સત્ય ‘જે જન્મ્યું એ જાય” એટલું જ સત્ય છે.
  સરસ ચીંતન..અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 9. ishvarlal r. mistry  |  December 22, 2010 at 1:00 am

  Chandravadanbhai,
  Very nice poem good meaning behind.Faith helps every soul though this body is not here for ever ,one day end will come that this is the law of nature. Thanks for sharing your thoughts. Good intentions always make a way.

  Ishvarbhai R. Mistry.

  Reply
 • 10. Dr P A Mevada  |  December 23, 2010 at 4:41 am

  પ્રેમ-ભાવ, દયા-લાગણી દ્વારા “માનવતા”ખીલતી રાખજે !
  Excellent line, very appropriate for Christmas Season. Rightly told the truth in few lines. Congrates!

  Reply
 • 11. P Shah  |  December 23, 2010 at 2:01 pm

  માનવતાને ખીલતી રાખવાની વાત બહુ ગમી.
  થોડામાં ઘણું સમજાવી દીધું ચંદ્રવદનભાઈ.

  Reply
 • 12. પરાર્થે સમર્પણ  |  December 24, 2010 at 5:50 am

  આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ,

  એક ડોક્ટર સાહેબ કે જે વિજ્ઞાનમાં શ્રધ્ધા ધરાવે છતાયે

  ભારતીય સંસ્કૃતિને નહી ભૂલી ઈશ્વરમાં આસ્થા ધરાવે

  અવનવું કાવ્ય સર્જન કરી શકે એજ ભવ્ય સંસ્કૃતિના વારસાના

  ગુણોનું પ્રતિક છે. માનવ મોહ માયા તહજી શકતો નથી. અમરતાની

  આશા અને સુખો માટે ધર્મનો અંચળો ઓઢે છે.

  ” ભાઈ ભાઈ રે આખો કેમ ફૂટી કેમ ફૂટી,

  તને જમડા લેશે લુંટી રે આખો કેમ ફૂટી.

  ચોરે બેસી કરે ચડીયો , હાક , હુકમ ને હોટી ( સોટી )

  પણ કાર્ય કર્મ ભોગવવા પડશે ,

  તારી સાથે ના આવે એક લોટી , રે ભાઈ આખો કેમ ફૂટી…..

  ખુબ જ સરસ કાવ્ય દિલમાં ભાવના પરોવીને રચ્યું છે.

  Reply
 • 13. pravina Avinash  |  December 24, 2010 at 11:50 am

  હું ,તું, કે અન્ય છે આજે,
  હું , તું, કે અન્ય હશે કાલે ?
  કોણ જાણે ?…પ્રભુ જાણે !……(૧
  This is the facts of life.
  Nicely pointed out.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

December 2010
M T W T F S S
« Nov   Jan »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: