જોજો ડુબે ના નૈયા મારી !

December 9, 2010 at 8:50 pm 16 comments

જોજો ડુબે ના નૈયા મારી !

મારી નૈયા ભવસાગરમાં, ઓ રે પ્રભુજી !
જીજો ડૂબે ના નૈયા મારી, ઓ રે પ્રભુજી !
હૈયે આશાઓ રાખી,
હંકારું નૈયા મારી ,
નથી મળતો  કિનારો ….
આવો પ્રભુજી ….માંગુ છું સાથ તમારો !…..જોજો …(૧)
ઠંડા પવને નૈયા હાલે,
મોજાઓમાં  એ તો  ડોલે,
નથી મળતો કિનારો ….
આવો પ્રભુજી ….માંગુ છું  સાથ તમારો !….જોજો …(૨)
નથી લાવ્યો પુણ્યોનો  સથવારો,
લાવ્યો છું પાપોનો ભારો,
નથી મળતો કિનારો …..
આવો પ્રભુજી …માંગું છું સાથ તમારો !….જોજે ….(૩)
છિદ્રો ઘણાં રે પડ્યા,
આંખે અંધારા આવી રહ્યા ,
નથી મળતો કિનારો …..
આવો પ્રભુજી …માંગુ છું સાથ તમારો !…જોજે …(૪)
શ્રધ્ધાના હલેસાં છે હાથમાં,
હવે, છે તું મારી સાથમાં,
મળ્યો છે કિનારો  ….
હવે, તારજે, ઓ રે મારા પ્રભુજી …..(૫)

કાવ્ય રચના …તારીખ ઓક્ટોબર, ૯, ૨૦૧૦         ચંદ્રવદન

બે શબ્દો…

આજ્ની પોસ્ટ છે એક કાવ્ય પોસ્ટ !

“જો જો ડુબે ના નૈયા મારી !”ની કાવ્ય રચનામાં માનવીને જગતમાં ખોવાયેલો હોય એવા દર્શન કરી,

મેં પોતાને એવા જ સ્વરૂપે નિહાળી, મારા હ્રદયના “ભાવો” શબ્દોમાં પીરસ્યા છે.

આપણે સૌ માનવીઓ આ જગતમાં જન્મ લઈ, આપણી “જીવન સફર”શરૂ કરીએ છે.

અને, આવી સફરમાં હૈયે અનેક “આશાઓ” હોય છે.

એની સાથે અનેક “નિરાશાઓ”પણ હોય છે !…અનેક “મુશીબતો”નો સામનો તો કરવો જ પડે !

આપણે સૌ માનવીઓ અંતિમ “મંઝીલ” યાને “કિનારો”ની શોધમાં હોઈએ છીએ.

પણ…..અનેકવાર, આ શોધ માટેના પ્રયાસો ઘણીવાર અનેક “ભુલો” બાદ હોય છે !

તેમ છતાં….

જો માનવીને “ખરો કિનારો” શું છે એનું “જ્ઞાન” જો થઈ જાય, તો એ “પરમ તત્વ”નો સ્વીકાર

કરી, એની તરફ વળે છે..એ એનો “કિનારો” છે….અને જ્યારે એ માનવી “શ્રધ્ધા” સાથે

“સતકર્મ”નો માર્ગ અપનાવે તો  એને એની સફરમાં ફક્ત “આનંદ” જ છે !

અંતે મારે એટલું જ કહવું છે કે….આ કાવ્ય રચનામાં એક જ

સંદેશો  હતો…એ હતો , આત્માની પૂકાર સાંભળી, માનવીએ

“પ્રભુશ્રધ્ધા”નો સહારો લઈ, “સતકર્મ”નો માર્ગ અપનાવવો !

આશા છે કે તમોને આ રચના અને આ સંદેશો ગમ્યો.

ડો. ચંદ્રવદન.

FEW  WORDS…

Today this is another KAVYA Post.

The Title is ” JO JO DUBE NAA NAIYA MAARI”….meaning “Hoping My Boat Does Not Sink”.

In this Poem, the BOAT is compared to the HUMAN LIFE. As Humans, we all make lots of MISTAKES and often are on the WRONG PATH  & we can not reach the SHORE or our GOAL in LIFE.

In such circumstances, once we march forward with the FAITH in GOD, we are then guided by HIM and we are able to reach the SHORE or KINARO..ie the ULTIMATE GOAL of the ” GOD REALISATION” which may be MUKTI of the HINDU or HEAVEN or HEAVEN-LIKE PLACE of other Faiths.


I hope you like this Post ..and the Message !

DR. CHANDRAVADAN MISTRY

Advertisements

Entry filed under: કાવ્યો.

નલીનભાઈ, સાંભળજો આ અંજલી મારી ! ડોશીએ ચિંતાઓ મટાડી !

16 Comments Add your own

 • 1. pragnaju  |  December 9, 2010 at 9:41 pm

  શ્રધ્ધાના હલેસાં છે હાથમાં,
  હવે, છે તું મારી સાથમાં,
  મળ્યો છે કિનારો ….
  હવે, તારજે, ઓ રે મારા પ્રભુજી
  શિવ સત્ય અને સુંદર વાત
  ગૃહસ્થ માટે ખુબ જ મહત્વપુર્ણ કાર્ય છે. ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું છે કે કળયુગમાં મનુષ્ય સંસારના ભવસાગરમાં પોતાના જીવનરૂપી નૈયા જો ભૌતિકતાનું એક જ હલ્લેસુ મારતાં રહીશું તો ત્યાંને ત્યાં ગોળ ગોળ જ ફરતાં રહીશું પરંતુ જેવો તે પોતાના બીજા હાથમાં આધ્યાત્મિકતાનું હલ્લેસુ પકડી લેશે તો તે તુરંત જ તરી જશે.કળયુગની અંદર આટલી બધી ઉપાધિયોના ભવસાગરની વચ્ચે આપણે આપણું ધ્યાન ગાગરરૂપી ઈશ્વર પર કેંદ્રીત કરીને થોડીક હદ સુધી પોતાના જીવનને સાર્થક કરી શકીયે છીએ. યાદ આવી સૂફીની રચના
  મેં નામ જપું નીસ દીન તેરા, તુ પાલનહારા હે
  મેં ધ્યાંન ધરું તેરા રબ તુ, મનરંજનહારા હે

  કહીએ ક્યા તેરે કરિશ્મોંકો, હર ઝર્રા હર શૈ કરિશ્મા હે
  યે રાઝ ભરા આલમ તેરા, તુ સરજનહારા હે

  તીન્કેસી હે નાઝૂક યે નૈયા, ભવસાગર દેખકે ડર જાઊં
  ભવસાગર પાર કરાનેકો, તુ ખેવનહારા હે

  ઉલ્ઝા હું જબ મેં કાંટોમેં, રોયા હું અંધેરી રાતોમેં
  બક્ષ તેરી રહેમત ઓર દયા, તુ તારનહારા હે

  મેં કરકે ગુનાહ પચતાયા હું, ઠોકર પર ઠોકર ખાયા હું
  અબ આકે ખડા હું દ્વાર તેરા, તુ બક્ષનહારા હે

  અદભૂત નિરાલી શાન તેરી દેખી હે ઈસ દિવાનેને
  બચપનસે ‘સૂફી’ કો માલૂમ હે, તુ ઉસ્કા સહારા હે

  Reply
 • 2. Harnish Jani  |  December 10, 2010 at 1:01 am

  પ્રભૂજીને નાવિક બનાવી દો અને ચિંતા છોડો-એ નૈયા પાર ઉતારશે.

  Reply
 • 3. sapana  |  December 10, 2010 at 2:13 am

  ચન્દ્રવદનભાઈ પ્રભુને આટલી આરાજક્તાથી બોલાવો અને ન સાંભળે એવુ બને?.. જે નાવનો ખૈવૈયો પ્રભુ હોય એને કોને ડૂબાડે?
  સરસ કાવ્ય ખૂબ ગમ્યુ..જ્યારે તમારી બુક વામ્ચુ તમારો ઈશ્વર પ્રત્યેનો ભાવ દેખાય..
  સપના

  Reply
 • 4. pravina Avinash  |  December 10, 2010 at 5:27 am

  Very nice poem. You have poured your heart in it.

  Reply
 • 5. ishvarlal r. mistry  |  December 10, 2010 at 6:45 am

  Chandravadanbhai,
  Very nice poem very good meaning behind it. Well said ,some thing to keep in mind always to reach the goal of life.Best wishes and thankyou for sharing your thoughts.

  Ishvarbhai R. Mistry.

  Reply
 • 6. Shashikant Mistry  |  December 10, 2010 at 4:37 pm

  Well said. Just from the heart..
  That is why it touches all.

  Shashibhai

  Reply
 • 7. Ramesh Patel  |  December 10, 2010 at 8:36 pm

  ભક્તીસભર અંતરથી વહેતી આપની આ રચનામાં લય સાથે ઊંડું ચીંતન છે.
  આપણી મનઃસ્થિતિ સરસ રીતે વર્ણવી છે.
  મારા પિતાશ્રી આ ભજનની પંક્તિઓ ઘણીવાર ,કોઈ બનાવના સંદર્ભમાં યાદ કરતા..
  જીવનની નાવના ડોલે
  હો! પ્રભુ તારે હવાલે.
  …………………………………….
  સુ શ્રી પ્રજ્ઞાનજુ બહેન ,કેટલો સરસ પ્રતિભાવ આપે છે..ખૂબ જ આનંદ થયો આ પોષ્ટથી .

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
  • 8. chandravadan  |  December 10, 2010 at 8:49 pm

   Rameshbhai,
   Thanks for your words for me.
   You write “so nice peoms”….and you are so graceous to read my “HradayBhavo” within my simple words even when they are unoraganised or “unpoetic”. Really appreciate your encouragement.
   I AGREE with you TOTALLY in your comment for PRAGNAJUBEN.She is an “ocean of Gyan” and yet she expresses her “love & guidance” to ALL in her comments for the Posts on Chandrapukar & so many other BLOGS. I am always THANKFUL to her !
   DR. CHANDRAVADAN MISTRY

   Reply
 • 9. hemapatel.  |  December 11, 2010 at 12:55 am

  જેની નાવમાં પ્રભુ સાથે બેઠા હોય, અને ભરોસો હોય, પ્રભુ
  સાથે છે એટલે ભવસાગર પાર થઈ જવાનો જ છે ,અને
  કિનારો મળી જવાનો છે .

  Reply
 • 10. પરાર્થે સમર્પણ  |  December 11, 2010 at 2:28 am

  આદરણીય શ્રી ચંદ્રવદનભાઈ,

  આપની વાત સાચી છે આત્મશ્રદ્ધાથી પ્રભુનો સહારો લઈએ તો

  પ્રભુ જરૂર સાભળે છે. પેલું એક ભજન છે કે

  નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાયે ના

  ઝાંખો ઝાંખો દીવો મારો જોજે ઓલવાય ના

  આપને તો ભોળા શમ્ભુ શિવે શિર ધારણ કરેલા છે એટલે આપનો

  પોકાર જલ્દી સંભળાય.. કેમ ખરું ને ” ચંદ્ર પુકાર” સુંદર સંદેશ.

  ( ખાલી ગમ્મતમાં લખ્યું છે નાનો સમજી માફ કરશોજી )

  સ્વપ્ન

  Reply
  • 11. chandravadan  |  December 11, 2010 at 3:10 am

   “સ્વપ્ન”નામે તમે તમારો પ્રતિભાવ આપ્યો. પ્રતિભાવ માટે આભાર !

   “શિવ શંભુ”ને મારા શીરે મુકવા માટે “ખુશીભર્યો” આભાર !

   તમે “ગમ્મત”માં લખ્યું હશે પણ મારા માટે તમારા શબ્દો હંમેશા

   ખુશી જ લાવે છે !….તમે તમારા બ્લોગ પર “સુંદર” રચનાઓ

   પ્રગટ કરો છે….તમારા પર તો “માતા સરસ્વતી”ની ક્રુપા છે, અને

   તામારી પાસે “શબ્દોનો ભંડાર” છે…મારી પાસે તો એવો “ભંડાર”

   નથી …..પણ પ્રભુ-પ્રેરણાઓથી કંઈક શક્ય થાય છે..આ તો સૌની

   “ઉદારતા” કે અનેક પ્રતિભાવો દ્વારા “ઉત્તેજન” આપે છે કે “ચંદ્રપૂકાર”

   દ્વારા મારા “હ્રદયભાવો”નો સ્વીકાર થાય છે !

   તમારો બ્લોગ “સુંદર” છે….તમારી રચનાઓ દ્વારા “અનેક વિચારો” છે

   આ જવાબ આપું તે પહેલા જ હું તમારા બ્લોગ પર ગયો..અને અત્યારની

   પોસ્ટમાં “યમરાજ”ના ઉલ્લેખ સાથે એક સરસ સંદેશ છે.

   આ પ્રમાણે, તમે તમારો સંદેશો પોસ્ટરૂપે આપતા જ રહેશો..અને “ચંદ્રપૂકાર”

   પર જરૂર આવતા જ રહેશો. તમારા શબ્દો વાંચી મને ખુબ જ આનંદ થાય

   છે !>>>>”ચંદ્રપૂકાર” લખું કે ચંદ્રવદન ?
   DR. CHANDRAVADAN MISTRY

   Reply
 • 12. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  December 11, 2010 at 3:57 am

  અતિ સુંદર ભક્તીસભર રચનામાં શ્રદ્ધા સાથે ઊંડું ચીંતન છે ….. આ વાંચીને એક પ્રાર્થના ગીત યાદ આવી ગયું …
  નૈયા ઝુકાવી મેં તો ..જોજે ડૂબી જાય ના … ઝાંખો ઝાંખો દીવો મારો જો રે બુઝાય ના …..સાથે ઊંડું ચીંતન છે.

  Reply
 • 13. Muknd Desai'MADAD'  |  December 13, 2010 at 12:31 pm

  સુન્દર

  Reply
 • 14. Dilip Gajjar  |  December 14, 2010 at 5:44 pm

  મારી નૈયા ભવસાગરમાં, ઓ રે પ્રભુજી !
  જીજો ડૂબે ના નૈયા મારી, ઓ રે પ્રભુજી !
  ઈશ્વરભક્તિ જીવનનો આધાર, પ્રેમનો આધાર, કર્મનો આધાર હોય તો તમે પ્રભુને પ્રાર્થ્યું તેમ ..પ્રભુ જ નૈયા તારે ..કેમ કે બધું હોવા છતાં નૈયા ડૂબે ..
  કેમ કે આપની બધી સમજ સરખી ન પણ હોય પાયામાં બધું હોય છતાં ..
  નથી લાવ્યો પુણ્યોનો સથવારો,
  લાવ્યો છું પાપોનો ભારો,
  નથી મળતો કિનારો …..
  આવો પ્રભુજી …માંગું છું સાથ તમારો !….જોજે ….(૩)

  આપે સુંદર કહ્યું કાવ્યમાં ..કે પાપોનો ભારો છે ..હવે સામાન્ય રીતે એવું બને છે કે પાપીને તેના પાપ ખુલે તો ..ક્રોધ આવે અને આવા ક્રોધમાં તે ..શ્રાપ પણ આપવા લાગે ..બદ દુઆ દે….પણ આવી બદ દુઆઓમાં શું અસર ? જે પોતાના પાપ ઢાંકવાનું જ સાધન બની રહે ..
  પણ ભક્ત સાચા અંતર થઈ પ્રભુને પરાર્થે તો તેના પાપ માફ કરી દે છે ..તે માફ કરનાર છે ..
  શ્રદ્ધા વિશ્વાસ આશા આ બધા મુલ્યો હો દૃઢ થાય તો નૈયા તારે જ અને સાચું સાધન છે ભક્તિ !
  ભક્તિ જ ક્ષુદ્ર પ્રેમ ને દિવ્ય પ્રેમ ..કોઈ પર મુકેલા હીન વિશ્વાસને પરમ વિશ્વાસ અને મૂઢ આશા ને સમજ યુક્ત અભિલાષામાં લઇ જાય કે તું છે તો હું છું ..તું જ પહેલી આશ ..
  કોઈ એકાદ માનવ ભક્તિને પાયો માનીને પ્રેમ અન્ય માણસને વિશ્વાસ સહકાર આપતો હોય છતાં ..સામાન્ય માનવ નહીં સમજી શકે તેનો આધાર અને તે તેના કૃત્યને
  અર્થાત કોઈને પ્રેમ આપે તો કામ કોઈને સહકાર કરે તો ગરજ અને ભક્ત કહે તોય પાગલ તરીકે ખપાવે છે !
  સાચા ભક્તનું દિલ કદી તૂટે નહીં
  સાચો ભક્ત પોતાના પાપો બદલ અન્યને બદદુઆ ન દે
  કોઈ ભક્તિ સમજી પ્રેમ સહકાર અને સત્કાર્ય કરે તેનું અવમુલ્યન ન કરે
  અને આવું અવમુલ્યન કરનાર ને પણ પ્રભુ તો સંભાળે જ છે …

  આપનું કાવ્ય એક સતસંગ નો અનુભવ કરાવે છે અને આનાથી સુંદર બીજી કંઈ પ્રાર્થના હોય !
  દિલીપ ગજજર

  Reply
 • 15. sudhir patel  |  December 15, 2010 at 3:08 am

  Enjoyed your very nice ‘Bhajan’ with deep feelings!
  Sudhir Patel.

  Reply
 • 16. પંચમ શુક્લ  |  December 16, 2010 at 11:40 pm

  ભાવભર્યું ભજન.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

December 2010
M T W T F S S
« Nov   Jan »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: