નલીનભાઈ, સાંભળજો આ અંજલી મારી !

December 5, 2010 at 8:02 pm 14 comments

 

 

 

 

 

http://piyuninopamrat.files.wordpress.com/2010/09/3502085373_edc2c369921.jpg

 

નલીનભાઈ, સાંભળજો આ અંજલી મારી !

પ્રભુ પાસે રહી, પ્રભુ પ્યારા બની,

નલીનભાઈ,સાંભળજો આ અંજલી મારી !

છે ચંદ્ર-વિનંતી એવી !……………………..(ટેક)

 

પ્રથમ, કાર્તિકના મોટાભાઈ સ્વરૂપે જાણી,

“નલીનભાઈ” કહી, મુજ હૈયે ખુશીઓ આણી,

ત્યારે, તમહૈયે શું રે થયું ?

માનું કે,હશે એ જરૂર ખુશીઓ ભર્યું !……પ્રભુ પાસે….(૧)

 

અમેરીકામાં તમો આવ્યાનું જાણી,

તમોને મળી, મુજ હૈયે ખુશીઓ આણી,

ત્યારે, તમહૈયે શું રે થયું ?

માનું કે, હશે એ જરૂર ખુશીઓ ભર્યું !…….પ્રભુ પાસે….(૨)

 

ઈમેઈલથી તમ હૈયાનું જાણી,

કરેલ ચર્ચાઓએ મુજ હૈયે ખુશીઓ આણી,

ત્યારે, તમહૈયે શું રે થયું ?

માનું કે, હશે એ ખુશીઓ ભર્યું !……પ્રભુ પાસે…..(૩)

 

અને હવે…..

પ્રભુધામે અચાનક તમે, એવું જાણી,

મુજ હૈયાનું દર્દ દર્શાવ્યું નયને આંસુંઓ આણી,

ત્યારે, તમહૈયે શું રે થયું ?

હું ના જાણું,માનું કે હશે એ શાન્તી ભર્યું !…..પ્રભુ પાસે….(૪)

 

હવે, પરિવારના સૌ  શોધે છે તમોને,

એવી શોધમાં નિહાળું પ્રભુગોદમાં તમોને,

અને, એવા સમયે હું સાંભળું…..

“ક્યાં છો તમે નાથ મારા ?”અનસુયા શબ્દો,

ક્યાં છો તમે તાત મારા?”નેહા-પ્રિયા-ચિરાગ શબ્દો,

ત્યારે, ચંદ્ર સૌને કહે…..

નલીનભાઈ તો છે પ્રભુધામે પ્રભુગોદમાં,

નલીનભાઈ તો છે અમર પરલોકમાં,

તમ મીઠી યાદમાં નલીનભાઈ છે અમર આલોકમાં

ત્યારે,શું થાય છે નલીન હૈયામાં ?

માનું કે, વરસાવે એ આશિર્વાદો સૌ પરિવારજનોમાં !…..પ્રભુ પાસે….(૫)

 

 

કાવ્ય રચના..તારીખ ડીસેમ્બર, ૩, ૨૦૧૦                ચંદ્રવદન

સીડની, ઓસ્ટ્રેલીઆ

 

 

 

 

 

બે શબ્દો…

આજે કાવ્ય પોસ્ટરૂપે છે એક “અંજલી”.

એ છે એક વ્યકતી વિષે !

એ છે નલીનભાઈ મહેતા વિષે !

૧૯૭૭માં પીટ્સબર્ગ પેનસીલવેનીઆમાં હું ત્યાંની “સેડીસાઈડ હોસ્પીતાલ”માં “ઈનટરનલ મેડીસીન”ની ટ્રેઈનીન્ગ કરતો

હતો ત્યારે એ જ સમયે એ જ હોસ્પીતાલમાં ડો. કર્તિક મહેતા “ક્લર્કશીપ”કરતા હતા…..અને, હું કાર્તિકને મળ્યો…એ મારો

મિત્ર થઈ ગયો…એ દિવસથી શરૂ થયેલ મિત્રતા માટે પ્રભુનો આભાર દર્શાવવાની તક લઈ રહ્યો છું.

નલીનભાઈ એટલે કાર્તિકના “મોટાભાઈ”..જેને મેં પણ મોટાભાઈ સ્વરૂપ જ માન આપ્યું હતું.

એઓ જ્યારે એમેરીકા આવ્યા ત્યારે એમને મળવાનો લ્હાવો મળ્યો.

હું એમને વધુ જાણતો થયો…અને એમના પ્રેમાળ સ્વભાવ દ્વારા આનંદ મેળવતો રહ્યો.

ઈમેઈલ દ્વારા સંપ્રક થોડા દિવસો પહેલા જ સીડનીથી કરી આનંદ માણ્યો.

અને અચાનક…..

લેન્કેસ્ટરથી કાર્તિકનો ઈમેઈલ આવ્યો….એમના અવસાનના સમાચાર જાણી, મારા હૈયે ખુબ જ દુઃખ

થયું …મારા મનમાં નલીનભાઈ રમવા લાગ્યા….જુની યાદ તાજી થઈ…અને પ્રભુપ્રેરણાથી  મારા

હૈયામાંથી જે શબ્દો વહ્યા તેને જ આ “અંજલી” સ્વરૂપ મળ્યું છે, એ જ આજે અહી એક “કાવ્ય-પોસ્ટ”રૂપે

પ્રગટ કર્યું છે.

અંતે….મારે એટલું જ કહવું છે કે પ્રભુ એમના પવિત્ર આત્માને

“પરમ શાન્તી” બક્ષે !…અને એમના પરિવારના સૌને આ

દુઃખ સહન કરવા શક્તિ આપે.

આપ સૌએ આ પોસ્ટ વાંચી, એ માટે આભાર !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today’s Post is the “ANJALI..KAVYA POST”.
After the publication of the last Post of ” SHANE UTAVAL KARE “, the plan was to publish another Kavya-Post,
That Kavya was not published.
Often the HUMANS makes the PLANS….& then the Planned does not happen as the FINAL PLAN is by GOD.
Unexpected Events DO happen !
And it did !
Now you are viewing this “ANJALI KAVYA” as a Post.
It is my way of “expression of my feelings” for an individual…NALINBHAI.
It is my TRIBUTE to him !
I expressed those Feelings to Late NALINBHAI MEHTA’s Family.
Now, as a Post, I share those feelings with you ALL.

Thanks for reading this Post.

DR. CHANDRAVADAN MISTRY

 

Entry filed under: કાવ્યો. Tags: .

શાને ઉતાવળ કરે છે તું ? જોજો ડુબે ના નૈયા મારી !

14 Comments Add your own

  • 1. dhavalrajgeera  |  December 5, 2010 at 8:32 pm

    પ્રભુ એમના આત્માને “શાન્તી” બક્ષે !…અને એમના પરિવારને આ
    દુઃખ સહન કરવા શક્તિ આપે.

    Reply
  • 2. પરાર્થે સમર્પણ  |  December 6, 2010 at 1:08 am

    આદરણીય શ્રી ચંદ્રવદનભાઈ,

    પ્રભુધામે અચાનક તમે, એવું જાણી,

    મુજ હૈયાનું દર્દ દર્શાવ્યું નયને આંસુંઓ આણી,

    ત્યારે, તમહૈયે શું રે થયું ?

    હું ના જાણું,માનું કે હશે એ શાન્તી ભર્યું !…..પ્રભુ પાસે….

    મિત્ર ભાઈને એક કાવ્ય સર્જન દ્વારા અંજલી આપવનો સુંદર અને નમ્ર પ્રયાસ.

    નલીનભાઈના આત્માને પરમ કૃપાળુ પ્રભુ શાંતિ અર્પે.

    Reply
  • 3. ishvarlal r. mistry  |  December 6, 2010 at 1:21 am

    Na,maste Chandravadanbhai,
    Sorry to hear about sudden passing away of your friend Nalinbhai may his soul rest in peace and God give strength to the family of his loss. You have nicely expressed in your poem .Thankyou for sharing.
    Ishvarbhai R. Nistry.

    Reply
  • 4. pragnaju  |  December 6, 2010 at 2:01 am

    પ્રભુ એમના આત્માને “શાન્તી” બક્ષે ! તેમના જવાથી આપણ સૌ સ્નેહીજનોને

    દુઃખ સહન કરવા શક્તિ આપે.

    Reply
  • 5. Ramesh Patel  |  December 6, 2010 at 3:46 am

    નલીનભાઈના આત્માને પરમ કૃપાળુ પ્રભુ શાંતિ અર્પે.
    આદરણીય શ્રી ચંદ્રવદનભાઈ,
    એમના પરિવારને આ
    દુઃખ સહન કરવા શક્તિ આપે.

    Ramesh Patel(Aakashdeep)

    Reply
  • 6. Dilip Gajjar  |  December 6, 2010 at 9:06 pm

    KHub bhaavsabhar antahkaran thi anjali..kaavy hruday ne shparshi jaay tevu..Nalinbhaina aatma ne shaanti male ej praarthana..

    Reply
  • 7. Harnish Jani  |  December 6, 2010 at 11:20 pm

    બહુ અસરકારક અંજલી- ધન્યવાદ.

    Reply
  • 8. DR. CHANDRAVADAN MISTRY  |  December 6, 2010 at 11:56 pm

    This is an EMAIL RESPONSE to this Post>>>>

    Re: NEW POST…..ANJALI to NALINBHAI
    Sunday, December 5, 2010 12:23 PM
    From:
    “C S Bhatt”
    View contact details
    To:
    “chadravada mistry”
    priy bhai chandravadan:

    please convey my condolences to shri kartikbhai abour his motabhai (Nalinbhai) eternal journey. cycles of life and death are very mysterious and the only relief can be found thro. bhajans and prathana. may his soul rest in everlasting peace and may the divine provide each family member strength and courage to sustain this difficult time. jay shri krushna!!!!!

    chnadrashekhar

    Reply
  • 9. Dr P A Mevada  |  December 7, 2010 at 4:34 pm

    આપે સરસ શોકાંજલી આપી તમારા વડિલ સમા, મિત્રના ભાઈને.
    તમને પણ મારું આ ગીત ગમશે,

    વ્હાલાં સિધાવો ટાણું હવે પાછા વળવાનું,
    ભલો આ સાથ સિમાડા સુધી….મારે આગળ એકલા જવાનું.

    સાથે ફર્યાને સાથે ખરચ્યું ઘણું,
    આ મનખા દેહનું નાણુ,
    આખરી વિદાય આ વસમી લાગે પણ,
    આમજ મેળામાં મળવાનું…મારે આગળ એકલા જવાનું.

    “સાજ” મેવાડા
    આખી પોષ્ટ મારા બ્લોગ પર છે.

    Reply
  • 11. rekhasindhal  |  December 8, 2010 at 12:10 am

    પ્રભુ નલીનભાઈના આત્માને પરમ શાંતી અર્પે ! !

    Reply
  • 12. sapana  |  December 8, 2010 at 1:34 am

    પ્રભુ એમના પવિત્ર આત્માને
    “પરમ શાન્તી” બક્ષે !…અને એમના પરિવારના સૌને આ
    દુઃખ સહન કરવા શક્તિ આપે.ચંદ્રવદનભાઈ..તમે દિલના એટલા માયાળુ છો એટલે બધાં તમને પોતાનાં માનવા લાગે છે…માનવધર્મની બેમિસાલ મિસાલ!!આભાર for just being you!!
    સપના

    Reply
  • 13. chandravadan  |  December 15, 2010 at 12:32 am

    TO ALL who had Posted their COMMENTS fot this Post
    THANKS A LOT !
    To ALL those who had taken the time & READ this Post
    THANKS too !
    DR. CHANDRAVADAN MISTRY

    Reply
  • 14. પંચમ શુક્લ  |  December 16, 2010 at 11:41 pm

    વડીલ મિત્રને ઉચિત કાવ્યઅંજલી.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,154 hits

Disclimer

December 2010
M T W T F S S
« Nov   Jan »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: