નલીનભાઈ, સાંભળજો આ અંજલી મારી !

ડિસેમ્બર 5, 2010 at 8:02 પી એમ(pm) 14 comments

 

 

 

 

 

http://piyuninopamrat.files.wordpress.com/2010/09/3502085373_edc2c369921.jpg

 

નલીનભાઈ, સાંભળજો આ અંજલી મારી !

પ્રભુ પાસે રહી, પ્રભુ પ્યારા બની,

નલીનભાઈ,સાંભળજો આ અંજલી મારી !

છે ચંદ્ર-વિનંતી એવી !……………………..(ટેક)

 

પ્રથમ, કાર્તિકના મોટાભાઈ સ્વરૂપે જાણી,

“નલીનભાઈ” કહી, મુજ હૈયે ખુશીઓ આણી,

ત્યારે, તમહૈયે શું રે થયું ?

માનું કે,હશે એ જરૂર ખુશીઓ ભર્યું !……પ્રભુ પાસે….(૧)

 

અમેરીકામાં તમો આવ્યાનું જાણી,

તમોને મળી, મુજ હૈયે ખુશીઓ આણી,

ત્યારે, તમહૈયે શું રે થયું ?

માનું કે, હશે એ જરૂર ખુશીઓ ભર્યું !…….પ્રભુ પાસે….(૨)

 

ઈમેઈલથી તમ હૈયાનું જાણી,

કરેલ ચર્ચાઓએ મુજ હૈયે ખુશીઓ આણી,

ત્યારે, તમહૈયે શું રે થયું ?

માનું કે, હશે એ ખુશીઓ ભર્યું !……પ્રભુ પાસે…..(૩)

 

અને હવે…..

પ્રભુધામે અચાનક તમે, એવું જાણી,

મુજ હૈયાનું દર્દ દર્શાવ્યું નયને આંસુંઓ આણી,

ત્યારે, તમહૈયે શું રે થયું ?

હું ના જાણું,માનું કે હશે એ શાન્તી ભર્યું !…..પ્રભુ પાસે….(૪)

 

હવે, પરિવારના સૌ  શોધે છે તમોને,

એવી શોધમાં નિહાળું પ્રભુગોદમાં તમોને,

અને, એવા સમયે હું સાંભળું…..

“ક્યાં છો તમે નાથ મારા ?”અનસુયા શબ્દો,

ક્યાં છો તમે તાત મારા?”નેહા-પ્રિયા-ચિરાગ શબ્દો,

ત્યારે, ચંદ્ર સૌને કહે…..

નલીનભાઈ તો છે પ્રભુધામે પ્રભુગોદમાં,

નલીનભાઈ તો છે અમર પરલોકમાં,

તમ મીઠી યાદમાં નલીનભાઈ છે અમર આલોકમાં

ત્યારે,શું થાય છે નલીન હૈયામાં ?

માનું કે, વરસાવે એ આશિર્વાદો સૌ પરિવારજનોમાં !…..પ્રભુ પાસે….(૫)

 

 

કાવ્ય રચના..તારીખ ડીસેમ્બર, ૩, ૨૦૧૦                ચંદ્રવદન

સીડની, ઓસ્ટ્રેલીઆ

 

 

 

 

 

બે શબ્દો…

આજે કાવ્ય પોસ્ટરૂપે છે એક “અંજલી”.

એ છે એક વ્યકતી વિષે !

એ છે નલીનભાઈ મહેતા વિષે !

૧૯૭૭માં પીટ્સબર્ગ પેનસીલવેનીઆમાં હું ત્યાંની “સેડીસાઈડ હોસ્પીતાલ”માં “ઈનટરનલ મેડીસીન”ની ટ્રેઈનીન્ગ કરતો

હતો ત્યારે એ જ સમયે એ જ હોસ્પીતાલમાં ડો. કર્તિક મહેતા “ક્લર્કશીપ”કરતા હતા…..અને, હું કાર્તિકને મળ્યો…એ મારો

મિત્ર થઈ ગયો…એ દિવસથી શરૂ થયેલ મિત્રતા માટે પ્રભુનો આભાર દર્શાવવાની તક લઈ રહ્યો છું.

નલીનભાઈ એટલે કાર્તિકના “મોટાભાઈ”..જેને મેં પણ મોટાભાઈ સ્વરૂપ જ માન આપ્યું હતું.

એઓ જ્યારે એમેરીકા આવ્યા ત્યારે એમને મળવાનો લ્હાવો મળ્યો.

હું એમને વધુ જાણતો થયો…અને એમના પ્રેમાળ સ્વભાવ દ્વારા આનંદ મેળવતો રહ્યો.

ઈમેઈલ દ્વારા સંપ્રક થોડા દિવસો પહેલા જ સીડનીથી કરી આનંદ માણ્યો.

અને અચાનક…..

લેન્કેસ્ટરથી કાર્તિકનો ઈમેઈલ આવ્યો….એમના અવસાનના સમાચાર જાણી, મારા હૈયે ખુબ જ દુઃખ

થયું …મારા મનમાં નલીનભાઈ રમવા લાગ્યા….જુની યાદ તાજી થઈ…અને પ્રભુપ્રેરણાથી  મારા

હૈયામાંથી જે શબ્દો વહ્યા તેને જ આ “અંજલી” સ્વરૂપ મળ્યું છે, એ જ આજે અહી એક “કાવ્ય-પોસ્ટ”રૂપે

પ્રગટ કર્યું છે.

અંતે….મારે એટલું જ કહવું છે કે પ્રભુ એમના પવિત્ર આત્માને

“પરમ શાન્તી” બક્ષે !…અને એમના પરિવારના સૌને આ

દુઃખ સહન કરવા શક્તિ આપે.

આપ સૌએ આ પોસ્ટ વાંચી, એ માટે આભાર !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today’s Post is the “ANJALI..KAVYA POST”.
After the publication of the last Post of ” SHANE UTAVAL KARE “, the plan was to publish another Kavya-Post,
That Kavya was not published.
Often the HUMANS makes the PLANS….& then the Planned does not happen as the FINAL PLAN is by GOD.
Unexpected Events DO happen !
And it did !
Now you are viewing this “ANJALI KAVYA” as a Post.
It is my way of “expression of my feelings” for an individual…NALINBHAI.
It is my TRIBUTE to him !
I expressed those Feelings to Late NALINBHAI MEHTA’s Family.
Now, as a Post, I share those feelings with you ALL.

Thanks for reading this Post.

DR. CHANDRAVADAN MISTRY

 

Advertisements

Entry filed under: કાવ્યો.

શાને ઉતાવળ કરે છે તું ? જોજો ડુબે ના નૈયા મારી !

14 ટિપ્પણીઓ Add your own

  • 1. dhavalrajgeera  |  ડિસેમ્બર 5, 2010 પર 8:32 પી એમ(pm)

    પ્રભુ એમના આત્માને “શાન્તી” બક્ષે !…અને એમના પરિવારને આ
    દુઃખ સહન કરવા શક્તિ આપે.

    જવાબ આપો
  • 2. પરાર્થે સમર્પણ  |  ડિસેમ્બર 6, 2010 પર 1:08 એ એમ (am)

    આદરણીય શ્રી ચંદ્રવદનભાઈ,

    પ્રભુધામે અચાનક તમે, એવું જાણી,

    મુજ હૈયાનું દર્દ દર્શાવ્યું નયને આંસુંઓ આણી,

    ત્યારે, તમહૈયે શું રે થયું ?

    હું ના જાણું,માનું કે હશે એ શાન્તી ભર્યું !…..પ્રભુ પાસે….

    મિત્ર ભાઈને એક કાવ્ય સર્જન દ્વારા અંજલી આપવનો સુંદર અને નમ્ર પ્રયાસ.

    નલીનભાઈના આત્માને પરમ કૃપાળુ પ્રભુ શાંતિ અર્પે.

    જવાબ આપો
  • 3. ishvarlal r. mistry  |  ડિસેમ્બર 6, 2010 પર 1:21 એ એમ (am)

    Na,maste Chandravadanbhai,
    Sorry to hear about sudden passing away of your friend Nalinbhai may his soul rest in peace and God give strength to the family of his loss. You have nicely expressed in your poem .Thankyou for sharing.
    Ishvarbhai R. Nistry.

    જવાબ આપો
  • 4. pragnaju  |  ડિસેમ્બર 6, 2010 પર 2:01 એ એમ (am)

    પ્રભુ એમના આત્માને “શાન્તી” બક્ષે ! તેમના જવાથી આપણ સૌ સ્નેહીજનોને

    દુઃખ સહન કરવા શક્તિ આપે.

    જવાબ આપો
  • 5. Ramesh Patel  |  ડિસેમ્બર 6, 2010 પર 3:46 એ એમ (am)

    નલીનભાઈના આત્માને પરમ કૃપાળુ પ્રભુ શાંતિ અર્પે.
    આદરણીય શ્રી ચંદ્રવદનભાઈ,
    એમના પરિવારને આ
    દુઃખ સહન કરવા શક્તિ આપે.

    Ramesh Patel(Aakashdeep)

    જવાબ આપો
  • 6. Dilip Gajjar  |  ડિસેમ્બર 6, 2010 પર 9:06 પી એમ(pm)

    KHub bhaavsabhar antahkaran thi anjali..kaavy hruday ne shparshi jaay tevu..Nalinbhaina aatma ne shaanti male ej praarthana..

    જવાબ આપો
  • 7. Harnish Jani  |  ડિસેમ્બર 6, 2010 પર 11:20 પી એમ(pm)

    બહુ અસરકારક અંજલી- ધન્યવાદ.

    જવાબ આપો
  • 8. DR. CHANDRAVADAN MISTRY  |  ડિસેમ્બર 6, 2010 પર 11:56 પી એમ(pm)

    This is an EMAIL RESPONSE to this Post>>>>

    Re: NEW POST…..ANJALI to NALINBHAI
    Sunday, December 5, 2010 12:23 PM
    From:
    “C S Bhatt”
    View contact details
    To:
    “chadravada mistry”
    priy bhai chandravadan:

    please convey my condolences to shri kartikbhai abour his motabhai (Nalinbhai) eternal journey. cycles of life and death are very mysterious and the only relief can be found thro. bhajans and prathana. may his soul rest in everlasting peace and may the divine provide each family member strength and courage to sustain this difficult time. jay shri krushna!!!!!

    chnadrashekhar

    જવાબ આપો
  • 9. Dr P A Mevada  |  ડિસેમ્બર 7, 2010 પર 4:34 પી એમ(pm)

    આપે સરસ શોકાંજલી આપી તમારા વડિલ સમા, મિત્રના ભાઈને.
    તમને પણ મારું આ ગીત ગમશે,

    વ્હાલાં સિધાવો ટાણું હવે પાછા વળવાનું,
    ભલો આ સાથ સિમાડા સુધી….મારે આગળ એકલા જવાનું.

    સાથે ફર્યાને સાથે ખરચ્યું ઘણું,
    આ મનખા દેહનું નાણુ,
    આખરી વિદાય આ વસમી લાગે પણ,
    આમજ મેળામાં મળવાનું…મારે આગળ એકલા જવાનું.

    “સાજ” મેવાડા
    આખી પોષ્ટ મારા બ્લોગ પર છે.

    જવાબ આપો
  • 11. rekhasindhal  |  ડિસેમ્બર 8, 2010 પર 12:10 એ એમ (am)

    પ્રભુ નલીનભાઈના આત્માને પરમ શાંતી અર્પે ! !

    જવાબ આપો
  • 12. sapana  |  ડિસેમ્બર 8, 2010 પર 1:34 એ એમ (am)

    પ્રભુ એમના પવિત્ર આત્માને
    “પરમ શાન્તી” બક્ષે !…અને એમના પરિવારના સૌને આ
    દુઃખ સહન કરવા શક્તિ આપે.ચંદ્રવદનભાઈ..તમે દિલના એટલા માયાળુ છો એટલે બધાં તમને પોતાનાં માનવા લાગે છે…માનવધર્મની બેમિસાલ મિસાલ!!આભાર for just being you!!
    સપના

    જવાબ આપો
  • 13. chandravadan  |  ડિસેમ્બર 15, 2010 પર 12:32 એ એમ (am)

    TO ALL who had Posted their COMMENTS fot this Post
    THANKS A LOT !
    To ALL those who had taken the time & READ this Post
    THANKS too !
    DR. CHANDRAVADAN MISTRY

    જવાબ આપો
  • 14. પંચમ શુક્લ  |  ડિસેમ્બર 16, 2010 પર 11:41 પી એમ(pm)

    વડીલ મિત્રને ઉચિત કાવ્યઅંજલી.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 272,476 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: