શાને ઉતાવળ કરે છે તું ?

નવેમ્બર 27, 2010 at 7:01 પી એમ(pm) 20 comments

 

 

શાને ઉતાવળ કરે છે તું ?

શાને ઉતાવળ કરે છે તું? ઓ બાળ મારા,
રાખજે ધીરજ તું, ઓ બાળ મારા !…………(ટેક)
વર્ષો અનેક બાદ, પ્રભુપ્રસાદી છે તું !
મહિનાઓ અનેકથી પ્રેમથી સંભાળું છું,
હવે,તો થોડા દિવસોની જ વાત છે !
રાખજે ધીરજ તું…..અરે, ઓ બાળ મારા !…..શાને…(૧)
પેટમાં પોષણ તારું કરું છું હું,
થાય મોટો તું અને ખુશ રહું હું,
નવ માસ પુરા કરવાની જ વાત છે !
રાખજે ધીરજ તું ..અરે, ઓ બાળ મારા!….શાને…(૨)
ઉતાવળે હોસ્પીતાલે મુજને લાવ્યો છે તું,
ભલે લાવ્યો, કરજે આરામ પેટમાં રહી તું,
થોડા દિવસના આરામની જ વાત છે !
રાખજે ધીરજ તું, ઓ બાળ મારા !…..શાને….(૩)
પ્રભુએ જ બનાવ્યો છે તને,
પ્રભુ જે કરે તેનો સ્વીકાર છે મને !
આ તો,પ્રભુ ઈચ્છાની જ વાત છે !
રાખજે ધીરજ તું, ઓ બાળ મારા !…..શાને…(૪)
ધીરજ રાખી, પ્રભુને પ્રાર્થના કરૂં હું ,
જગતમાં બાળ આવકારો આપવા તૈયાર છું,
એક માત શક્તિની જ વાત છે !
રાખજે ધીરજ તું, ઓ બાળ મારા !…શાને…(૫)
કાવ્ય રચના.. તારીખ ઓકટોબર, ૧૦, ૨૦૧૦          ચંદ્રવદન

બે શબ્દો…

આજની કાવ્ય પોસ્ટ એક બાળકના માતાની પૂકાર છે !
નારીનો સ્વભાવ એટલે એક માતા બનવાની ઈચ્છા !
જ્યારે એ ગર્ભવતી ના હોય ત્યારે એ ગર્ભવતી થવા માટે આતુરતામાં…..અને જ્યારે એ ગર્ભવતી થઈ હોય ત્યારે એક “માતા”રૂપી વિચારોના આનંદમાં !
એ નવ માસ બાળને પેટમાં રાખી, એનું પોષણ કરવા ખુશી સાથે તૈયાર છે !
પણ જ્યારે….
સમય પહેલા બાળ આવશે એવા વિચારથી જે દર્દ અનુભવે તે એનું જ હ્રદય જાણે…કોઈ બીજી નારી સમજી શકે…પતિ કે કોઈ પુરૂષ એ ના સમજી શકે !
જો આવી ઘટના સાથે બાળને પુર્ણતાના મળે…પણ જગતના દર્શન કરી મોટો થઈ શકે તો માતા એનું બધું જ દુઃખ ભુલી જાય એને પ્રેમથી ઉછેળે છે…..પણ “અપુર્ણતા”ના કારણે કે કોઈ અન્ય કારણે એ બાળક મ્રુત્યુ હાલતે કે તરત મ્ર્રુત્યુ પામે ત્યારે જે માતા હ્રદયે દર્દ હોય તેનું કદી પણ શબ્દોમાં વર્ણન ના હોય શકે !
આ કાવ્યમાં એક ગર્ભવતી નારીને હોસ્પીતાલ સમય પહેલા દાખલ થવું…એવા સમયે એ નારી જે માતા બનવાની છે તેના હૈયે જે થાય તેની કલ્પના કરી આ રચના શક્ય થઈ છે
કાવ્યમાં આ “હ્રદયબાવ” દર્શાવવા મારો પ્રયાસ હતો….એ કાવ્યરૂપે સમજાયો ના હોય તો આ “બે શબ્દો” દ્વારા જાણી, તમે નારીને વધૂ સમજી, માન આપજો….માન ના આપો તો કાંઈ નહી, પણ કદી અપમાન ના કરશો !
આ પોસ્ટ તમો સૌને ગમે એવી આશા !
>>>ચંદ્રવદન.

FEW  WORDS…

Today is another KAVYA Post .

Today’s Post is 1st after the Post of the KAVYA of 3RD BIRTHDAY CELEBRATION Publication on 22ND November,2010.

This KAVYA ( Poem) is the FEELINGS of a WOMAN !
The MOTHERHOOD is the ULTIMATE HAPPINESS of any WOMAN !
This KAVYA brings a WOMAN who is PRAGNANT, and FEARING a PREMATURE DELIVERY of a CHILD.
If the child is born PREMATURE….& if that child reaches the MATURITY, then she, as a MOTHER forgets ALL SADNESS & DIFFICULTIES she had faced.
If she sees a DEAD CHILD…..or if that PREMATURE CHILD does not reach the MATURITY….the HURT within her HEART can NEVER be put in the WORDS.
No MAN can understand that HURT….may be another WOMAN can understand that DEEP HURT.

This Poem Post is to AWAKEN all MEN…..and realise the SACRIFICES a WOMAN makes in the HUMAN SOCIETY.
If his EGO does not allow him to RESPECT a NARI ( WOMAN )…then atleast HE MUST not DISRESPECT  the NARI.

Hope you like this Poem !

DR. CHANDRAVADAN MISTRY.

 

Advertisements

Entry filed under: કાવ્યો.

આજ છે બાવીસમી નવેમ્બરનો શુભ દિવસ ! નલીનભાઈ, સાંભળજો આ અંજલી મારી !

20 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  નવેમ્બર 27, 2010 પર 7:47 પી એમ(pm)

  વાહ
  માતાને સુમધુર ગીત દ્વારા સૂચનો!
  પ્રસૂતિ પૂર્વ ઘણી આવશ્યક એવી આર્થિક, સામાજિક, શારીરિક અને ઔથી જરુરી એવી માનસિક તૈયારીઓનું “હોમવર્ક “ કરવું પડે છે.
  સામાન્યતઃ પ્રત્યેક સ્ત્રીના ગર્ભધારણના સમયથીજ પ્રસુતિના સમય તારીખ વિશે ખ્યાલ ધરાવતી હોય છે. એટલે પ્રસૂતિના લગભગ બે-ત્રણ માસ અગાઉ થી જો થોડુ આયોજન વિચારી લેવાય તો આવનારી પ્રસૂતિ ખૂબ સરળ શાંતિમય અને આનંદદાયક બની રહે છે. વળી, નવજાત શિશુઓ સામાન્યતઃ સમયસર હોતા નથી!! નિયત તારીખની થોડુ આગળ કે પાછળ આવી જવુ એ એમની આદત ગણી શકાય! અને એટલા જ માટે પુખ્ત મનુષ્ય તરીકે પ્રત્યેક ભાવિ માતા-પિતા યુગલે ભાવિ પ્રસંગ માટે વિવિધ સમીકરણો વિચારી રાખવા જ રહ્યાં!!
  સૌથી પ્રથમ પ્રશ્ન આવે આવી પૂર્વ તૈયારી ક્યારે શરુ કરવી ? આમતો ગર્ભધારણ અના સમયથી જ ભાવિ માતા- પિતા ને પરિવારના વિવિધ સભ્યો કે “અનુભવી“ મિત્રો દ્વાઅરા વિવિધ પ્રકારે યોગ્ય જ્ઞાન પિરસાતુ જ રહે છે.! એટલે સગર્ભાવસ્થા અને પ્રસૂતિ અંગે આછી રૂપરેખા લગભગ દરેક માતાપિતા ધરાવતા જ હોય છે. પછી એ પ્રથમ પ્રસૂતિ હોય કે બીજી ! સગર્ભાવ્સ્થાનો ત્રીજો ત્રિમાસિક તબક્કો(third trimester) એ ભાવિ શિશુમાટે કેટ્લીક અત્યંત જરુરી તૈયારી માંગી લેછે. સદ્ભાગ્યે દરેક સભ્ય સંસ્કૃતિ માં આ માટે વિવિધ પ્રસંગો દ્વારા ભાવિ માતા- પિતા અને તેમના પરિવાર માટે યોગ્ય આયોજનનો સમય નિર્ધારીત થયેલ હોય જ છે.
  હવે તો સી સેકશન માટે પોતાને મનપસંદ મુહૂર્ત પ્રમાણે કોઈક મૅડીકલ વિમા અને આયકરવેરામા લાભ થાય તે રીતે પ્રસૂતિ કરાવે તો કોઈ વોટરબેબી માટે પાણીની અંદર પ્રસૂતિ કરાવે! અને કહે ..WATER BABY DON’T CRY BUT SMILE………………………………

  જવાબ આપો
 • 2. sapana  |  નવેમ્બર 27, 2010 પર 11:17 પી એમ(pm)

  સરસ કાવ્ય!!માતાની પૂકાર હ્રદય્ને સ્પર્શી જાય છે..
  સપના

  જવાબ આપો
 • 3. ishvarlal r. mistry  |  નવેમ્બર 28, 2010 પર 12:04 એ એમ (am)

  Well said Chandravadanbhai about Nari and bearing child and bring new life in this world. She deserves all praise for she has to go through and what attachment she has to the child and love and bond with each other which they only know more than father.
  Very good poem and meaning behind it.
  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 4. Ramesh Patel  |  નવેમ્બર 28, 2010 પર 2:56 એ એમ (am)

  માતા નવ આગુંતકને વધાવવા સદા તૈયાર હોય છે. તે અનેક વેદનાઓ હસતે મુખે સહન કરેછે.
  પોતાને તકલીફ હોય તો પણ દવા લેવામાં એટલી કાળજી રાખે કે ગર્ભના બાળકને કોઈ
  ક્ષતિ ના પહોંચે.ખરેખર માતૃ હૃદય એ ભગવાનની જગતને ધરેલી મહા પ્રસાદી છે.
  આ ભાવવાહી કવિતા એ આપના કોમળ હૃદયનો પરિચય આપે છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 5. Mohanish  |  નવેમ્બર 28, 2010 પર 5:24 એ એમ (am)

  Pranam Nana…

  Another of your wonderfull poetry. I always ready the poetries which you post on your blog. They are very heart touching and awesome.

  જવાબ આપો
  • 6. chandravadan  |  નવેમ્બર 28, 2010 પર 5:48 એ એમ (am)

   Mohanish,
   I am so happy to know that you read my Posts on my Blog…even happier to know that you posted a COMMENT for this Poem.
   I always remember you a lot… I remember your stay in Zambia…I wished to meet you in 2006…but was not possible & I always regreted…But one day we will meet !
   THANKS for your Comment. Please do Re-post a Comment for any Post you like !
   DR CHANDRAVADAN ( NANA)

   જવાબ આપો
 • 7. sudhir patel  |  નવેમ્બર 29, 2010 પર 1:20 એ એમ (am)

  માતૃત્વ ચાહતી માની લાગણીને વાચા આપતું સુંદર અને સરળ કાવ્ય!
  સુધીર પટેલ.

  જવાબ આપો
 • 8. Dr P A Mevada  |  નવેમ્બર 29, 2010 પર 6:27 એ એમ (am)

  Dear Dr. Chandravadanbhai,

  એક માત શક્તિની જ વાત છે !
  રાખજે ધીરજ તું, ઓ બાળ મારા !…શાને
  Excellent poem on feeling of yet to be a mother of a anticipating a bith. Yoy have put it very nicely.

  જવાબ આપો
 • 9. Shashikant Mistry  |  નવેમ્બર 29, 2010 પર 5:55 પી એમ(pm)

  Beautiful poem. Well done.
  It seems you expressed the feelings of Varsha.

  Shashibhai

  જવાબ આપો
 • 10. chandravadan  |  નવેમ્બર 30, 2010 પર 6:34 એ એમ (am)

  This is an EMAIL RESPONSE for this Post from REKHABEN>>>>

  Re: NEW POST…….શાને ઉતાવળ કરે છે તું ?
  Monday, November 29, 2010 2:20 PM
  From:
  “Rekha Sindhal”
  View contact details
  To:
  “chadravada mistry”

  પ્રભુને માતા અને બાળકનું રક્ષણ કરવું પડે તેવી સુંદર પ્રાર્થના વાંચી મન ભરાઈ આવ્યુ. બાળકની માતાને ઘણી શુભેચ્છાઓ !

  Rekha Sindhal

  http://axaypatra.wordpress.com

  જવાબ આપો
 • 11. pravina  |  નવેમ્બર 30, 2010 પર 11:23 પી એમ(pm)

  Very nicely said. Feelings of mother for the child is well expressed. . Best wishes.

  જવાબ આપો
 • 12. પંચમ શુક્લ  |  ડિસેમ્બર 1, 2010 પર 1:37 એ એમ (am)

  સુમધુર સૂચનોનું પદ.

  જવાબ આપો
 • 13. hemapatel.  |  ડિસેમ્બર 1, 2010 પર 8:07 પી એમ(pm)

  સુન્દર ભાવ સાથેનુ કાવ્ય . બહુજ સરસ .

  જવાબ આપો
 • 14. Dilip Gajjar  |  ડિસેમ્બર 1, 2010 પર 8:54 પી એમ(pm)

  પ્રભુએ જ બનાવ્યો છે તને,
  પ્રભુ જે કરે તેનો સ્વીકાર છે મને !
  આ તો,પ્રભુ ઈચ્છાની જ વાત છે !
  રાખજે ધીરજ તું, ઓ બાળ મારા !…..શાને…(૪)
  અભુતા ભાવ અને સ્થિતિની રચના ..હાલ બે દિ પહેલા અંત્યેષ્ટિ સંસ્કારમાં મહારાજ બોલ્યા કે પહેલો અને છેલ્લો સંસ્કાર આપને જોઈ શકતા નથી ,..જાતકર્મ સંસ્કાર જોઈ શકતા નથી .ખરેખર તો તે બીજો સંસ્કાર છે પહેલો ગર્ભાધાન પણ ન જોઈ શકાય..આપનું કાવ્યું ખુબ જ આસ્વાદ્ય છે ..અને માં પોતે જ ક્હેતી હોય બાળકને તેમ લાગે બાળક જન્મે તે સાથે બાળક માતૃત્વને ય જન્મ આપે છે ..આપના શાસ્ત્રકારો ..ગર્ભ નું દુખ કહે આ વાત ..વાહિયાત લાગે છે ..પુનર્જન્મ ના લીધે આમ કહેવાયું ..પણ માનવેતર યોની પણ ક્યાં ખરાબ છે જ્યાં બધું જ તેની સર્જન હોય..આપ આવા જ સુંદર કાવ્યો અમને પીરસતા રહો અને સ્વાદ ચખાડતાં રહો..આશીર્વાદ આપવાની પાત્રતા નથી ..

  જવાબ આપો
 • 15. himanshupatel555  |  ડિસેમ્બર 2, 2010 પર 4:26 એ એમ (am)

  સૂચનો ભર્યું માતૃત્વથી તરબતર પદ, બહુ ગમ્યું.

  જવાબ આપો
 • 16. jjkishor  |  ડિસેમ્બર 7, 2010 પર 2:16 એ એમ (am)

  પ્રસૂતિ એ એક માતાને, એક પિતાને જ નહીં, એક નવી શૃંખલાને જન્માવે છે. એનું મૂલ્ય તો આંકીએ ન એટલું ઓછું જ.

  જવાબ આપો
  • 17. chandravadan  |  ડિસેમ્બર 7, 2010 પર 4:48 એ એમ (am)

   જુગલકિશોરભાઈ….તમે “ચંદ્રપૂકાર”પર આવ્યા….અને “બે શબ્દો” લખ્યા તે માટે મારો ખુશીઓ ભર્યો “આભાર ” સ્વીકારશો…..પ્રજ્ઞાજુબેન મારી પોસ્ટો વાંચી પતિભાવો આપે ત્યારે કોઈક સમયે એમના ઈમેઈલોમાં તમોને “પૂજ્ય”કહી ઉલ્લેખ કરેલ તેનુ યાદ આવે….આજે તમે પ્રતિભાવ આપ્યો તેનો આનંદ છે!….”પ્રસૂતિ”ને જો ખરેખર માતાની “સહનશીલતાના શિખર”રૂપે ગણીએ તો પિતાનો ફાળાનું મુલ્ય એવા સમયે “પત્નીની આનંદભરી સેવા”માં આંકી શકાય….ફરી જરૂર પધારજો !>>>>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 18. praheladprajapati  |  જાન્યુઆરી 18, 2011 પર 9:37 પી એમ(pm)

  બહુજ સુંદર સર્જન

  જવાબ આપો
 • 19. praheladprajapati  |  જાન્યુઆરી 18, 2011 પર 9:38 પી એમ(pm)

  હદયને સ્પર્શતી રચના

  જવાબ આપો
  • 20. DR. CHANDRAVADAN MISTRY  |  જાન્યુઆરી 18, 2011 પર 11:07 પી એમ(pm)

   પ્રહલાદ,

   ઘણા સમય બાદ, તારૂં પધારવું…અને આ પોસ્ટ માટે એ પ્રતિભાવો આપ્યા, જે વાંચી મને ખુબ જ આનંદ થયો.

   ઘણીવાર બીજા બ્લોગો પર જતા તારા પ્રતિભાવરૂપી શબ્દો વાંચ્યા હતા, અને તારી “ચંદ્રપૂકાર”ની મુલાકાતને

   જરૂર યાદ કરી હતી. આ બે પ્રતિભાવો સાથે “ન્રુત્ય”ની પોસ્ટ પર મુકેલો પ્રતિભાવ પણ વાંચ્યો છે.

   ખુબ ખુબ આભાર !>>>>>ચંદ્રવદન

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,061 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: