આજ છે બાવીસમી નવેમ્બરનો શુભ દિવસ !

November 22, 2010 at 12:48 am 40 comments

 

 

 

 

Image and video hosting by TinyPic

Image and video hosting by TinyPic

આજ છે બાવીસમી નવેમ્બરનો શુભ દિવસ !

આજ છે બાવીસમી નવેમ્બરનો શુભ દિવસ !
અરે, એ તો  “ચંદ્રપૂકાર”નો જન્મ દિવસ !…….(ટેક)
“ચંદ્રપૂકાર”નો જન્મ હતો ૨૦૦૭ની સાલે,
ગુજરાતી બ્લોગ જગતમાં સફર કરતા,હૈયે ખુશી આવે !
એ મુજહૈયાની ખુશી કહું છું આજે !…….આજ છે …..(૧)
પહેલી “ચંદ્રપૂકાર”ની બર્થ ડે ઉજવી હતી ૨૦૦૮ની સાલે,
કાવ્યો, ટુંકી વાર્તા સુવિચારોના પ્રતિભાવો વાંચી,આનંદ હૈયે આવે !
એ મુજહૈયાની ખુશી ખહું છું આજે !…..આજ છે…..(૨)
બીજી “ચંદ્રપૂકાર”ની બર્થ ડે ઉજવી હતી ૨૦૦૯ની સાલે,
આવે મહેમાનો અનેક જે સુંદર પ્રતિભાવો પણ આપે !
એ મુજહૈયેની ખુશી કહું છું આજે !……આજ છે…..(૩)
હવે, “ચંદ્રપૂકાર”ની  ત્રીજી બર્થ ડે છે આ ૨૦૧૦ની સાલે,
જાન્યુઆરીથી અનેક “માનવ તંદરસ્તી” પોસ્ટો સૌ નિહાળે !
એ મુજહૈયાની ખુશી કહું છું આજે !……આજ છે ….(૪)
અરે…ઓ…સૌ સાંભળો….
“ચંદ્રપૂકાર”ની મહેક થકી….
આજે ૮૧૦૦૦ થી વધુ મહેમાનો  આવ્યાની છે ખુશી !
આજે ૨૩૯ પો સ્ટો પ્રગટ કર્યાની છે ખુશી !
આજે ૩૫૩૫ પ્રતિભાવો મળ્યાની છે ખુશી !
બસ, એ મુજહૈયાની ખુશી કહું છું આજે !…..આજ છે….(૫)
“ચંદ્રપૂકાર”ની જન્મ તારીખ નવેમ્બરમાં છે અ વિચાર સાથે સેપ્ટેમ્બર/ઓક્ટોબર માસમાં
એક કાવ્યરૂપે પોસ્ટ પ્રગટ કરી , આ ખુશી દર્શાવવા અનેકવાર મનમા થયું….કોઈ શબ્દો
મનમાં આવ્યા ખરા….પણ અંતે તો નવેમ્બર માસમાં કાવ્ય સ્વરૂપ શક્ય થયું !
કાવ્ય રચના તારીખ…નવેમ્બર ૧૩, ૨૦૧૦           ચંદ્રવદન.

બે શબ્દો…

આજે છે “ચંદ્રપૂકાર”ની જન્મ તારીખ !
કાવ્યરૂપે મેં મારી ખુશી દર્શાવી બધું જ કહી તો દીધું છે,……પણ, “બે શબ્દો” ના લખું તો મારા દીલમાં “સંતોષ” ના હશે…તો, લખી રહ્યો છું !
ગુજરાતી બ્લોગ જગતમાં “ચંદ્રપૂકાર” તો ત્રણ વર્ષનું મારૂં વ્હાલું બાળક છે….અને, જે પ્રમાણે, અનેક મહેમાનો અહી પધાર્યા તેથી મને આનંદ તો જરૂર થાય, પણ….સાથે સાથે એવો વિચાર આવે કે ..” ચંદ્રપૂકાર”રૂપી બાળક તો અનેકનું વ્હાલું છે !” આજે, આ બ્લોગના જન્મદિવસે હું એમના “પ્રેમ” માટે એમનો “આભાર” દર્શાવી રહ્યો છું….અને વિનંતી કરૂં છું કે આ બાળકને પ્રેમ આપવા ફરી ફરી પધારતા રહેશે !
અહી મારે સૌને પૂછવું છે કે “માનવ તંદુરસ્તી”નામકરણે જે પોસ્ટો પ્રગટ કરવાનું શરૂ કર્યું અને જે પોસ્ટો એમણે વાંચી તે ગમી ? આ રીતે પોસ્ટો પ્રગટ કરવી એ યોગ્ય કહેવાય ?…ભલે, તમોને બીજી કાવ્યરૂપી કે અન્ય પોસ્ટો માટે રસ હોય તો પણ આ વિષે તમારો “પ્રતિભાવ” જરૂરથી આપશો એવી આશા !..સાથે સાથે, એ પણ પૂછવું છે કે ” વ્યક્તી પરિચય ..મિત્રતા” નામે પ્રગટ કરેલી પોસ્ટો ગમી કે નહી ?”
કાવ્યો, ટુંકી વાર્તા સુવિચારો વિગેરે તો “ચંદ્રપૂકાર” પર ચાલુ જ રહેશે ….પણ ભવિષ્યમાં કંઈક નવું શરૂ કરવા વિચાર થાય છે . એ વિચાર છે “માનવ જીવન સફર”! આવા નામકરણે પોસ્ટો દ્વારા માનવીના જીવનમાં જેની અસર થતી હોય તેના વિષે લખવું કે અને ત્યારબાદ, માનવીઓમાં  થઈ ગયેલા “મહાન આત્મા”ઓ વિષે લખું કે જે થકી, વર્તમાનમાં જીવી રહેલા માનવીઓને “પ્રેરણાઓ” મળી શકે ! આમારૂં “સ્વપ્નું ” છે….સકાર થશે કે નહી એ હું ના જાણું …એ પ્રભુ પર છોડ્યું છે !

અંતે મારે લખવું છે કે….ત્રણ વર્ષના સમયગાળામાં જે “ચંદ્રપૂકાર” પર શક્ય થયું તે નીચે મુજબ છે>>>>

 

 

કુલ્લે મેહમાનો…..૮૧,૦૦૦થી વધુ….(૮૧,૨૦૦+ )

 

કુલ્લે પ્રગટ થયેલી પોસ્ટો….૨૩૮ + આજની આ પોસ્ટ= ૨૩૯

 

કુલ્લે મળેલા પ્રતિભાવો….૩,૫૩૫

સૌને જય શ્રી ક્રુષ્ણ !…..સૌને નમસ્તે ! !

>>>>ચંદ્રવદન

FEW  WORDS…

Today, it is MONDAY…and  NOVEMBER,22, 2010.
The date of NOVEMBER,22, 2010 means it is the BIRTHDAY ( JANMDIVAS) of my Blog CHANDRAPUKAR.
This is DAY of JOY for me !
This is the DAY I want to SHARE my JOY with ALL !
Without your SUPPORT….CHANDRAPUKAR may be UNKNOWN.
I take the opportunity to THANK YOU ALL !
I request you ALL to keep VISITING this Blog…..Your each visit mean a LOT to me !
Your each COMMENT adds the ENERGY within me to DO BETTER.
Some of your comments had infuenced me to be INNOVATIVE…Eg, HEALTH POSTS came into existance by “someone” suggesting me.
As per the Indian Calender it is the NEW YEAR of 2067.
Soon the end of the DECEMBER will bring the NEW YEAR of 2011.
I pray to GOD that he gives me the ENERGY & VISION to publish Posts that bring HAPPINESS to YOU ALL….my READERS !
Thanks for your this VISIT….your patience to READ this Post.
Many many THANKS for your COMMENTS…..I will read ALL YOUR COMMENTS !
AND…..
This Post is published from SYDNEY, AUSTRALIA where I am briefly here to enjoy with our 1st GRANDSON DHILAN…..This may be Post of CHANDRAPUKAR BIRTHDAY CELEBRATION  away from Home LANCATER, CALIFORNIA, USA for the 1st Time !

DR. CHANDRAVDAN  MISTRY

 

Advertisements

Entry filed under: કાવ્યો.

અરૂણ શ્રધ્ધાજંલી ! શાને ઉતાવળ કરે છે તું ?

40 Comments Add your own

 • 1. pragnaju  |  November 22, 2010 at 1:42 am

  ત્રીજો જન્મ દિન મુબારક
  એમ લાગે છે કે જાણે હંમણા બ્લોગ શરુ થયો.
  તેને ઘણા પ્રતિભાવ પ્રતિસાદ મળ્યા પણ આ બ્લોગ તેનો મોહતાજ નથી.સત્વશીલ અને જીવનપ્રેરક લેખો ,કાવ્યો વિ.દ્વારા. આ એક એવા પ્રકારનું સાહિત્ય છે કે જે આપણને વાંચીને વિચારતા કરી મૂકે. જીવનની સમસ્યાઓનો સામનો કરવામાં ઢાલસમું બની રહે. અને આપણી આંતરિક શક્તિઓથી આપણને અવગત કરે.આ ઉપરાંત આરોગ્ય શ્રેણીના લેખોએ સામાજીક જાગતિ અને ધર્મના સાધન -તંદુરસ્તી અંગે નવી જ દ્રષ્ટિ આપી છે.આ અંગે ઘણું લખાય પણ ટૂંકમા મનુષ્યને ઓજસ્વી અને મેઘાવી બનાવે એવું એવું વાંચન આ બ્લોગ માણી તે પ્રમાણે જીવનમા ઉતારીએ તો વધુ લાભ થાય..
  ગોવર્ધન ઉઠાવવાનું કામ આખું ગોકુળ ભેગું થાય તોય થઈ શકે તેમ નથી. એની માટે તો એક કૃષ્ણ જ પર્યાપ્ત છે. સારા વિચારોથી વ્યક્તિની ચેતનાને સ્પર્શે. અને કૃષ્ણતત્વ આપણામાં જન્મે છે ‘

  Reply
 • 2. venunad  |  November 22, 2010 at 3:31 am

  “ચન્દ્રપુકાર” ના ત્રીજા જન્મ દિવસે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનો ‘VENUNAD’ તરફથી.
  “સાજ” મેવાડા

  Reply
 • 3. Mita Bhojak  |  November 22, 2010 at 4:37 am

  આપના બ્લોગના ત્રીજા જન્મદિવસના અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  Reply
 • 4. હિરેન બારભાયા  |  November 22, 2010 at 4:37 am

  Congratulations for completing 3 years.. and I wish you to complete more than 30 years and keep spreading knowledge and experience…

  Regards,
  Hiren

  Reply
 • 5. સુરેશ જાની  |  November 22, 2010 at 5:33 am

  જન્મદિન મુબારક ..
  એક રચના અહીંના એક મિત્ર માતે બનાવી હતી, તે કોઈને પણ લાગુ કરી શકાય તેવી હોવાથી અહીં તમને અર્પણ કરું છું —–

  છંદ ભુજંગી
  ————————-

  દશેયે દિશામાં સજાવી દિવાળી
  બધાંયે દિલો દે વહાલી વધાઈ.
  કરોડો મહિના સુખેથી વિતાવો
  શમાવી વિતાપો, મઝા લો, પ્રકાશો.

  Reply
 • 6. atuljaniagantuk  |  November 22, 2010 at 5:47 am

  ચન્દ્ર પુકાર ગુંજતી રહે
  કાવ્ય ઝરણ વહેતાં રહે
  બ્લોગ-નક્ષત્રે આપના બ્લોગની કળાં
  વધઘટ થતી દેખાયે પણ છે ઝળાહળાં
  આગળ ધપતી આ સફરમાં સહુ કોઈ સાથે ચાલે
  પડતા-આખડતા સહુ કોઈ બ્લોગ-આનંદમાં મ્હાલે
  પુકારો ને પડકારો, દેકારા ને લલકારો, ભપકાઓ ને ઠઠારાઓ
  શુભેચ્છા છે સહુને એવી જેને જેવું આવડે તેવું સહુ કોઈ ઠપકારે

  ચન્દ્ર – પુકારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..

  Reply
 • 7. આગંતુક  |  November 22, 2010 at 5:49 am

  ચન્દ્ર પુકાર ગુંજતી રહે
  કાવ્ય ઝરણ વહેતાં રહે
  બ્લોગ-નક્ષત્રે આપના બ્લોગની કળાં
  વધઘટ થતી દેખાયે પણ છે ઝળાહળાં
  આગળ ધપતી આ સફરમાં સહુ કોઈ સાથે ચાલે
  પડતા-આખડતા સહુ કોઈ બ્લોગ-આનંદમાં મ્હાલે
  પુકારો ને પડકારો, દેકારા ને લલકારો, ભપકાઓ ને ઠઠારાઓ
  શુભેચ્છા છે સહુને એવી જેને જેવું આવડે તેવું સહુ કોઈ ઠપકારે

  ચન્દ્ર – પુકારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..

  Reply
 • Dear Chandrapukar,
  Today seems to be a perfect time,
  to tell you, how nice you are,and
  how nice it is to be around you,
  how nice it is to read and visit you,
  how nice it is to know Chandamama.
  I wish you a finest years ahead,and more special joy to share,as Chandamama and Chandrpukar seems to be a perfect pair!!!!
  Congratulations,and keep posting Chandamama… may Chandrapukar achieve new heights in coming years.

  Regards,
  Paru Krishnakant

  http://piyuninopamrat.wordpress.com/wp-admin/post.php?post=1066&action=edit

  Reply
 • 9. Capt. Narendra  |  November 22, 2010 at 6:46 am

  Many happy returns of the day, “Chandrapukar”! It has been my pleasure following your blog and be an insignificant part of it. We hope to see more and more of it and for many more years.

  Reply
 • 10. Rajul Shah Nanavati  |  November 22, 2010 at 7:07 am

  બ્લોગ જગતના જન્મદિનના હાર્દિક વધામણા.

  Reply
 • 11. Valibhai Musa  |  November 22, 2010 at 7:28 am

  ‘ચન્દ્રપુકાર’ ની ઓસ્ટ્રેલીઆ મુકામે ત્રીજી વર્ષગાંઠ ઉપર તમને ખૂબ ખૂબ અભિનંદન, ચન્દ્રવદનભાઈ.

  સ્નેહાધીન,

  વલીભાઈ

  Reply
 • 12. Mukund Desai'MADAD'  |  November 22, 2010 at 7:31 am

  Happy Birth Day!

  Reply
 • 13. Dilip Gajjar  |  November 22, 2010 at 8:11 am

  ચંદ્રવદન ભાઈ, આપના બ્લોગનો જન્મદિન ..અભિનંદન ..
  આપનો જન્મ દિન સમજી મેં કોમેન્ટ આપી તે રદ કરશો હું એકદમ ભાવમાં આવી ગયેલ ..

  Reply
  • 14. chandravadan  |  November 26, 2010 at 5:21 am

   This EMAIL RESPONSE as if written as REPLY to DILIPBHAI, bur REALLY posted as THANKS to ALL others who had visited & posted a COMMENT for the Post.
   Namely>>>
   (1) Ishvarbhai Mistry (2) Harnishbhai Jani (3) Binaben (4) Vijay Shah (5) Popatbhai Patel (6) Shirish Dave (7) Harshad/Madhav (8) Sapanaben (9) Himanshubhai Patel (10) Ratilalbhai Chandaria (11) Pallavi Mistry (12)Prempriya
   DR. CHANDRAVADAN MISTRY

   Reply
 • 15. pravina Kadakia  |  November 22, 2010 at 8:34 am

  Happy 3rd Birthday. Terrible Two is over, so we will get
  more wonderful posts.
  Congretulations.
  please visit http://www.pravinash.wordpress.com

  Reply
 • 16. અક્ષયપાત્ર/Axaypatra  |  November 22, 2010 at 2:53 pm

  Congratulation for your creations. it will help may readers. wish you all the best for many more birthdays.

  Reply
 • 17. યશ ની ગુજ્જુ દુનિયા  |  November 22, 2010 at 3:43 pm

  હજી ગઈ કાલે જ ચાંદો સોળે કળાએ ખીલ્યો હતો અને આજે ચન્દ્રપુકાર…
  ખુબ ખુબ અભિનંદન….જળહળતા ૩ વર્ષ પૂરા કરીને ૪થા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે હાર્દિક અભિનંદન….
  ભગવાન તમને બળ અને શક્તિ પૂરી પાડે જેથી તમે આવી રીતે જ વધારે ને વધારે બ્લોગ દ્વારા ગુજરાતી ભાષાની સેવા કરી શકો…

  Reply
 • 18. Thakorbhai & Parvatiben Mistry  |  November 22, 2010 at 4:11 pm

  ભાઈ શ્રી ચંદ્રવદન – આપના ચન્દ્રપુકાર બ્લોગ ને શરૂ કરીએ આજે ૩ વર્ષ થયા જાણી અત્યંત ખુશી થઇ. ત્રણ વર્ષમાં આપના બ્લોગે ઘણી અને સૂંદર પ્રગતિ કરી છે. આપે આપના કાવ્ય રચનાનું રસપાન કરાવ્યું અને હાલ માનવ શરીરરચના શાસ્ત્ર શરલ ભાષામાં લખી જણાવ્યું તે ખરેખર પ્રસંશાપાત્ર છે. ત્રીજા વર્ષગાંઠ પર અમારા અંતરના અભિનંદન.
  ઠાકોરભાઈ મિસ્ત્રી

  Reply
 • 19. Jayendra Thakar  |  November 22, 2010 at 4:36 pm

  Congratulation! Many more returns of this wonderful day.

  Reply
 • 20. Ramesh Patel  |  November 22, 2010 at 4:40 pm

  ચંદ્રની અમૃત સમ શીતલ વર્ષા ‘ચંદ્ર પુકાર’ દ્વારા આપે સતત આંતરિક અને બાહ્ય જગતના
  શ્રેય માટે વરસાવી છે. આપના બ્લોગની દરેક પોષ્ટ વાંચી કઈંક લાભ મેળવ્યો છે જ અને
  સાથે સાથે એક આત્મિય આનંદ પણ અનુભવ્યો છે.ત્રીજા વર્ષના મંગલ વધામણાં સાથે
  ખૂબ ખૂબ શુભેચ્છા આપને, આપના પરિવારને તથા ‘ચંદ્રપુકાર’ને.

  રમેશ પટેલ(આકાશદીપ)કેલીફોર્નીઆ.

  Reply
 • 21. hemapatel.  |  November 22, 2010 at 5:28 pm

  તમારા બ્લોગના જન્મ દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવુ છુ.
  આવીજ રીતે હમેશાં લખતા રહો અને વાંચક બ્લોગ જગતને જ્ઞાન
  પીરસતા રહો એવીજ પ્રભુને પ્રાર્થના કરુ છુ .

  આજની રચના અતિ સુન્દર .

  Reply
 • 22. chandravadan  |  November 23, 2010 at 12:34 am

  આ પોસ્ટ જે કોઈએ વાંચી તેઓ સૌને મારો આભાર !

  અનેક વ્યક્તીઓએ “પ્રતિભાવો” આપ્યા.

  પહેલા વિચાર આવ્યો કે…..એક એક પ્રતિભાવ નીચે હું મારા “બે શબ્દો” લખું.

  પછી થયું કે એ પ્રમાણે તો અનેક “બીજા” પ્રતિભાવો હોય શકે.

  અંતે વિચાર આવ્યો કે સૌને “એક પ્રતિભાવ” દ્વારા આભાર દર્શાવું !
  તો….સૌને જણાવવાનું કે>>>>

  (૧) પ્રજ્ઞાજુબેન…..આ પોસ્ટ પ્રગટ થઈ અને તમે પહેલા પધાર્યા.

  બેન, તમે “ત્રીજા જન્મદિન મુબારક”પાઠવતા, તમે થોડા શબ્દોમાં “ગીતા” કહી દીધી.

  પણ, “ચંદ્રપૂકાર”તો નથી ગીતા, અને નથી “ગીતા કહેનાર”ક્રુષ્ણ !

  છતાં, દરેક માનવીમાં “ક્રુષ્ણ તત્વ”જરૂર હોય છે….મારામાં પણ છુપાયલું છે…એ જ્યારે

  બહાર પ્રગટ થાય ત્યારે “એની જ ” પ્રેરણાઓ સમાયેલી છે.

  મારી “પુસ્તક વાંચન-યાત્રા” અલ્પ છે !

  હું તો ફક્ત મારી “હ્રદયની પૂકાર” શબ્દોમાં મુકી પોસ્ટરૂપે પ્રગટ કરું છું

  તમોને આ પોસ્ટો ગમે છે તે જાણી, મારા હૈયે ખુબ જ ખુશી છે !

  ઉત્તેજન રેડવા માટે..અને આજના પ્રતિભાવ માટે આભાર !>>>>>ચંદ્રવદન

  (૨) પ્રવિણભાઈ (સાજ)….તમે “ચંદ્રપૂકાર”પર પધારી, જન્મદિવસની શુભે્ચ્છાઓ માટે ખુબ ખુબ આભાર !>>>>ચંદ્રવદન

  હું એ વાંચી તમારા બ્લોગ પર ગયો…”વેણુનાદ”પર તમે સર્જન છો તે જાણી આનંદ!

  તમે કાવ્યરચનાઓ કરો છો….કરતા રહો !

  ફરી “ચંદ્રપૂકાર” પર પધારતા રહેશો !>>>>>ચંદ્રવદન

  (૩)મીતાબેન….તમે પધારી શુભેચ્છાઓ પાઠવી તે માટે આભાર..ફરી પધારજો >>>ચંદ્રવદન

  (૪) હિરેનભાઈ..

  તમે અંગ્રેજીમાં શુભેચ્છાઓ પાઠવી..અને વધુ નવી પોસ્ટોની આશાઓ દર્શાવી તે માટે આભાર !>>>>ચંદ્રવદન

  (૫)સુરેશભાઈ…

  ઘણા લાંબા સમય બાદ, “ચંદ્રપૂકાર” પર પધારવું…..”જ્ન્મદિન મુબારક” પાઠવતા, એક મિત્ર માટે લખેલી રચના મને

  અર્પણ કરી…યાને એક બીજા મિત્રને અર્પણ કરી.

  “થોડા શબ્દોમાં” તમે જે લખ્યું તે માટે ખુશીભર્યો આભાર>>>>ચંદ્રવદન

  (૬)…(૭) અતુલ….

  “ચંદ્રપૂકાર”ને મુબારક આપતા જે “સુંદર શબ્દો” લખ્યાં તે હંમેશા યાદ રહેશે..મારા હૈયામાં રહેશે !

  “આંગતુક”નામે ફોટા સાથે પણ સંદેશો હતો તે રાખ્યો છે…આભાર !>>>>ચંદ્રવદન

  (૮) પારૂ…

  અંગ્રેજીમાં “સુંદર શબ્દો” સાથે અભિનંદન પાઠવ્યા તે વાંચી “મામા” રાજી….અને મામા રાજી તો “ચંદ્રપૂકાર”ને પણ ખુશી મળી ગઈ !

  આભાર>>>છંદ્રવદન

  (૯)નરેન્દ્રભાઈ…

  તમે તો મને ઘણો જ ઉત્સાહ આપ્યો છે..ફરી ફરી મારા બ્લોગ પર આવી !

  અને, આ પોસ્ટ માટે આવી અભિનંદન પાઠવ્યા…આભાર !>>>>ચંદ્રવદન

  (૧૦)રાજુલબેન….

  તમારી “હાર્દિક વધામણા”નો ચંદ્રને “ચંદ્રપૂકાર” માટે આભારભર્યો સ્વીકાર છે >>>>ચંદ્રવદન

  (૧૧)વલીભાઈ…

  તમારા “અભિનંદન” મારા હ્ર્દયની તિજોરીની “ઝવેરાત” છે…આભાર !>>>>ચંદ્રવદન

  (૧૨)મુકુન્દભાઈ….

  સમય સમયે તમે “ચંદ્રપૂકાર” આવો જ છો.

  આ પોસ્ટ માટે “શુભેચ્છાઓ” માટે આભાર !>>>>>ચંદ્રવદન

  (૧૩) પ્રવિણાબેન…

  તમે અંગ્રેજીમાં “અભિનંદન” પાઠવતા, “નવી સુંદર” પોસ્ટો માટે આશાઓ રાખી.

  તો…એ માટે મારા પ્રયત્નો હશે…..તમોને નિરાશા ના મળે એવી મારી આશાઓ .

  અભિનંદન માટે આભાર!>>>>ચંદ્રવદન

  (૧૪)રેખાબેન….

  બેન..સમય સમયે તમે મારા બ્લોગ પર આવો જ છો.

  તમારા અંગ્રેજીમાં પાઠવેલા પ્રતિભાવમાં તમારા “હ્રદયના ઉંડાણ”માંથી શુભેચ્છાઓ હતી તે

  આભાર સાથે સ્વીકારી છે !>>>>>ચંદ્રવદન

  (૧૫) યશભાઈ….

  કેવા સુંદર શબ્દો લખ્યા !

  પ્રભુને કરેલી તમારી પ્રાર્થનાઓના બળે મારી સેવા ચાલુ રહેશે. આભાર !>>>>ચંદ્રવદન

  (૧૬)ઠાકોરભાઈ તેમજ પાર્વતિબેન…

  નમસ્તે !

  તમે મારા વડિલ છો !

  તમારા શબ્દો મારા માટે “આશિર્વાદ” છે !…આભાર !>>>>ચંદ્રવદન

  (૧૭)જયેન્દ્રભાઈ…

  અંગ્રેજીમાં પાઠવેલા અભિનંદન માટે આભાર !>>>ચંદ્રવદન

  (૧૮)રમેશભાઈ…

  તમે તો અનેકવાર “ચંદ્રપૂકાર” પર આવી મને ઉત્તેજન આપ્યું જ છે !

  તમે તો સુંદર રચનાઓ લખો છો…મારા “રચનારૂપી” લખાણોમાં મારી ભુલોને ના

  નિહાળી, તમે મારા “હ્રદયભાવો”નો સ્વીકાર કર્યો એ તમારી ઉદારતા છે !

  તમે મારા મિત્ર છો…હંમેશા રહેશો !

  આભાર !>>>>>ચંદ્રવદન

  (૧૯)હેમાબેન….

  તમોને થોડા સમયથી જાણતા થયો છું ….પણ તમે “ચંદ્રપૂકાર” પર આવી તમારા શબ્દોથી

  મને આનંદ આપ્યો છે !

  શુભેચ્છાઓ માટે આભાર !>>>>>ચંદ્રવદન

  (૨૦) દિલીપભાઈ….

  શું લખુ ?

  તમે તો અનેકવાર “ચંદ્રપૂકાર” પર આવી, ઉત્સાહ રેડ્યો છે !

  અભિનંદન માટે આભાર !>>>ચંદ્રવદન

  Reply
 • 23. ishvarlal r. mistry  |  November 23, 2010 at 3:28 am

  Congractulations Chandravadanbhai 3 rd year what an achievement best wishes may we continue more of your blocks that help us a lot in our life. May God bless you with more knowledgeto shareamong us.
  Ishvarbhai R, Mistry.

  Reply
 • 24. chandravadan  |  November 23, 2010 at 9:24 am

  This is an EMAIL from HARNISH JANI.
  Wishes for Chandrapukar Post the BLOG & ME>>>>

  Re: NEW POST…..BIRTHDAY of CHANDRAPUKAR
  Monday, November 22, 2010 8:24 AM
  From:
  “harnish Jani”
  View contact details
  To:
  “chadravada mistry”
  મારાથી આપનો બ્લોગ નથી ખૂલતો-
  હેપી બર્થ ડે-શતમ જીવ શરદ;
  Many happy returns of the day-Enjoy the life.
  Harnish

  Reply
 • 25. Bina  |  November 23, 2010 at 3:55 pm

  આપના બ્લોગના ત્રીજા જન્મદિવસના અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

  Reply
 • 26. chandravadan  |  November 23, 2010 at 6:55 pm

  This is an EMAIL RESPONSE to the POST>>>>>>

  Re: Fw: NEW POST…..BIRTHDAY of CHANDRAPUKAR
  Monday, November 22, 2010 1:59 AM
  From:
  “vijay shah”
  View contact details
  To:
  “chadravada mistry”
  abhinandan

  Reply
 • 27. chandravadan  |  November 23, 2010 at 6:59 pm

  This is an EMAIL RESPONSE for the POST>>>>>>>

  E: NEW POST…..BIRTHDAY of CHANDRAPUKAR
  Sunday, November 21, 2010 11:30 PM
  From:
  “Popatbhai Patel”
  View contact details
  To:
  Chandravadan/Chandrapukar
  Very Very Happy birthday.

  Reply
 • 28. chandravadan  |  November 23, 2010 at 7:02 pm

  This is an EMAIL RESPONSE to the POST>>>>>>>>

  નવા વર્ષની શુભેચ્છા
  Monday, November 22, 2010 9:40 AM
  From:
  “Deejay. Thakore”
  View contact details
  To:

  મુ.ડો.શ્રી.ચંન્ર્દવદનભાઇ,

  જયશ્રીક્રીષ્ણ, નવા વર્ષની શુભેચ્છા અને ચંન્ર્દપૂકાર ખૂબ પ્રગતિ કરે અને અમે વર્ષો વર્ષ વાંચતા રહીએ……….એવી શુભકામના.

  God bless you and Chandra Pukar.

  Deejay.

  Reply
 • 29. chandravadan  |  November 23, 2010 at 7:05 pm

  This is an EMAIL RESONSE to the POST>>>>>>
  BIRTHDAY wishes to CHANDRAPUKAR
  Tuesday, November 23, 2010 8:07 AM
  From:
  “shirish dave”
  View contact details
  To:
  “chadravada mistry”
  Message contains attachments
  1 File (20KB)

  * 007.JPG007.JPG

  HAPPY BIRTH DAY AND

  ALL THE BEST WISHES

  shirish dave

  Reply
 • 30. DR. CHANDRAVADAN MISTRY  |  November 24, 2010 at 12:09 am

  This EMAIL RESPONSE was from RATILALBHAI…whom I RESPECT so much.
  This Message is his BLESSINGS for ME and my Blog CHANDRAPUKAR>>>>>>

  Re: NEW POST…..BIRTHDAY of CHANDRAPUKAR
  Sunday, November 21, 2010 9:41 PM
  From:
  “RP Chandaria”
  View contact details
  To:
  “chadravada mistry”
  Dear Chandravadanbhai

  Wishing you a Happy Birthday with Good Health, Happiness and Longevity

  Enjoy the day with your family.

  With regards
  RATILAL CHANDARIA

  Reply
 • 31. chandravadan  |  November 24, 2010 at 12:19 am

  This is the EMAIL RESPONSE from PALLAVIBEN & Family with the FEELINGS for ME and my Blog CHANDRAPUKAR.
  I had posted the MESSAGE as a COMMENT here>>>>>>

  Re: Fw: NEW POST…..BIRTHDAY of CHANDRAPUKAR
  Tuesday, November 23, 2010 12:21 AM
  From:
  “pallavi mistry”
  View contact details
  To:
  “chadravada mistry”
  HAPPY BIRTHDAY, CHANDRAVADANBHAI,
  MAY GOD BLESS EACH DAY OF UR LIFE WITH JOY
  Pallavi Parivar

  Reply
 • 32. Madhav / Harshad  |  November 24, 2010 at 12:26 pm

  Congratulations !!

  Reply
 • 33. sapana  |  November 24, 2010 at 9:48 pm

  ચંદ્રપૂકારને જન્મદિવસ મુબારક..
  પારકાને પોતાના કરવાની કળા મુબારક
  બ્લોગ જગતમાં પ્રેમથી મળ્યાં મુબારક
  કોઇ નથી પારકું ચંન્દ્રપૂકાર માટે
  બધાં ની દોસ્તી મુબારક
  હશે આવાં ભાગ્યે લોકો દુનિયામાં
  ચંદ્રપૂકાર લાગે કોઇ દેવદૂત મુબારક
  ઝળહળ ઝળહળ ચંદ્રપૂકાર બ્લોગ જગતમાં
  ચંદ્રમા જેમ ચમકે નભમા.
  મારાં અંતરની દુઆ છે
  ચંદ્રપૂકાર રહે ચંન્દ્રની જેમ આ તારાઓની વચે..
  સપના

  Reply
 • 34. himanshupatel555  |  November 25, 2010 at 5:12 am

  બ્લોગનો જન્મદિવસ મુબારક હો અને આવા અનેક આવે તે જ અભ્યર્થના..
  અને વધારે માહિતિપ્રદ બને તે અપેક્ષા…..

  Reply
 • 35. Prempriya  |  November 25, 2010 at 5:21 am

  Many many returns of the day (sorry I missed it)
  Your blog is really very nice
  May God gift you lots of thoughts to make us happy and delightful through you best creations…..

  Reply
 • 36. chandravadan  |  November 27, 2010 at 6:26 am

  This is an EMAIL RESPONSE for this Post>>>>>>

  Flag this message
  Re: NEW POST…..BIRTHDAY of CHANDRAPUKAR
  Friday, November 26, 2010 8:41 PM
  From:
  “C S Bhatt”
  View contact details
  To:
  “chadravada mistry”
  priy bhai chandravadan:

  congratulations to kaviraj and his website, what a creation? hope you both are well and enjoying the life. what’s the update on your daughter her new new born baby? i am sure both must be doing well. are you still in Sydney?

  it.s pretty cold here. please keep in touch. jay shri krushna!!!!!

  Chandrasekhar

  Reply
 • 37. sudhir patel  |  November 29, 2010 at 1:23 am

  ‘ચન્દ્રપુકાર’ની ત્રીજી વર્ષ-ગાંઠ પર આપને ખૂબ ખૂબ અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

  Reply
 • 38. Jagadish Christian  |  November 30, 2010 at 1:21 am

  ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના.

  Reply
 • 39. પરાર્થે સમર્પણ  |  November 30, 2010 at 5:51 am

  આદરણીય શ્રી ડોક્ટર ચંદ્રવદનભાઈ ,

  ચન્દ્રપુકાર ના પ્રાગટયને ત્રણ વર્ષના વહાણાં વાયા,

  અંતરના ઉમળકાથી અમે ચંદ્રવદનજીને ફૂલડે વધાવ્યા.

  આશા ને ઉમંગો દિલના છે કઈક એવા નવલા ,

  ચન્દ્ર નો શીતલ પ્રકાશ પુકાર કરતો ધરતી અને ગગન આંબે.

  આપના બ્લોગના ત્રણ વર્ષના પ્રસંગે ખુબ ખુબ અભિનંદન.

  હજારો પોસ્ટ, લાખો મહેમનો હજાર પ્રતિભાવોથી ચન્દ્ર્પુકારનું આગણું

  છલકાઈ ઉઠે. જુગ જુગ જીવે ચન્દ્રપુકાર.

  સ્વપ્ન જેસરવાકર

  Reply
 • 40. તપન પટેલ  |  December 15, 2010 at 2:42 am

  માફ કરજો પણ ઘણા સમય પછી તમને શુભેચ્છા આપું છું…..
  તમારા બ્લોગના ત્રણ વર્ષ પુરા થયા ખુબ ખુબ અભિનંદન….

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

November 2010
M T W T F S S
« Oct   Dec »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: