અરૂણ શ્રધ્ધાજંલી !

નવેમ્બર 16, 2010 at 3:50 એ એમ (am) 16 comments

 

અરૂણ શ્રધ્ધાજંલી !

શ્રધ્ધાજંલીના ચંદ્રપુષ્પો, સ્વીકારજો અરૂણભાઈ તમે !……(ટેક)
જીવન તમારૂં આશા કિરણે આનંદમાં વહ્યું હતું ,
મોના,સીમા, પરીન પ્રેમ રંગમાં રંગાયું હતું,
જે અરવીન,પૌત્રોની ખુશીમાં ખીલ્યું હતું,
તમ પરિવારની યાદમાં અમર છો તમે !…..શ્રધ્ધાજંલી..(૧)
સગા-સ્નેહીઓ, મિત્રોના હૈયા જીત્યા હતા,
દર્દીઓના તો તમે વ્હાલા હતા,
સંસારી જીવનમાં કર્તવ્ય પાલનમાં રંગાયા હતા,
સંસારના માનવીઓની યાદમાં અમર છો તમે !…..શ્રધ્ધાજંલી….(૨)
દર્દ અન્યનું હલકું કે નાબુદ કર્યું હતું,
કોઈનુ જીવન પણ લંબાવ્યું હતું,
મ હૈયે માનવતાનું ફુલ હતું,
પ્રભુની યાદમાં અમર છો તમે !…શ્રધ્ધાજંલી……(૩)
ચંદ્ર હૈયે દર્દ, અને બોલાવે સારવાર માટે,
એન્જીઓગ્રામ બાદ, તમ-સલાહો બાયપાસ માટે,
નવજીવનમાં ચંદ્ર આજે તમને અંતીમ વિદાય આપે !
ચંદ્ર હ્રદયમાં રહી, અમર છો તમે !……શ્રધ્ધાજંલી …..(૪)
કાવ્ય રચના….તારીખ.ઓકટોબર,૧૫, ૨૦૧૦        ચંદ્રવદન

બે શબ્દો…

આજની પોસ્ટ છે એક કાવ્ય પોસ્ટ !


એ છે એક વ્યક્તીને “શ્રધ્ધાજંલી” !


એ વ્યક્તી તે મારા મિત્ર ડો. અરૂણભાઈ મહેતા.


એક ગુજરાતી ડોકટર તરીકે આ એન્ટોલોપ વેલી વિસ્તારે એ પહેલા હતા…૧૯૭૪-૭૫ની સાલથી !

હું જ્યારે ૧૯૮૧માં લેન્કેસ્ટરમાં આવ્યો ત્યારે એમનો પરિચય થયો….અને મિત્રતા થઈ.

૧૯૮૯ની સેપ્ટેમ્બર ૧૭ની તારીખ….મારી છાતીએ દુઃખાવો…..પ્રથમ ફોન કોલ અરૂણભાઈને !

હું પરિવાર સાથે હોસ્પીતાલ આવું તે પહેલા અરૂણભાઈ મારી રાહ જોઈ રહ્યા હતા.

“એન્જીઓગ્રામ” તરત કરી સલાહ હતી….”હાર્ટની બાઈપાસ સર્જરી”.

સર્જરી થઈ, અને મને “નવજીવન” મળ્યું….એ માટે અરૂણભાઈનો ફાળો !

અને….જ્યારે ઓકટોબર ૮, ૨૦૧૦ના દિવસે હોસ્પીતાલમાં દાખલ થઈ થોડા દિવસમાં પ્રાણ છોડ્યા

ત્યારે મારા હૈયે ખુબ જ દર્દ થયું !

ઓકટોબર ૧૩ ના દિવસે એમની “અગ્નીસંસ્કાર”ની અંતીમ પુજા…એ દિવસ એટલે મારા જન્મદિવસની

તારીખ…એ દિવસે મેં “બે શબ્દો” કહી આ મારા નવજીવન માટે આભાર દર્શાવ્યો.

અને….એમની યાદ કરતા, ઓકટોબર, ૧૫, ૨૦૧૦ના દિવસે પ્રભુપ્રેરણાથી આ રચના થઈ !


આજે એ “અંજલી” એક પોસ્ટરૂપે પ્રગટ કરી છે !

 

અંજલી એમના પત્ની આશાબેનને લખી પ્રથમ મોકલી હતી.

 

મને “નવજીવન” આપનાર અરૂણભાઈને વંદન !

પ્રભુ એમના આત્માને શાન્તી બક્ષે ….એવી પ્રાર્થના !


ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

 

 

FEW WORDS…

 

Today another ANJALI POST !

The ANJALI is to my Friend ARUN MEHTA !

When I came first to LANCASTER….I came to know Arunbhai….& he was my FRIEND !

He was the Cardiologist !

He was the one who treated me when I had the CHEST PAIN…..The angiogram showed the BLOCKAGES….and the BYPASS SURGERY was done. He played a role in EXTENDING my LIFE.

I SALUTE him !

DR. CHANDRAVADAN MISTRY

Entry filed under: કાવ્યો.

નરેન્દ્રભાઈને અંજલી ! આજ છે બાવીસમી નવેમ્બરનો શુભ દિવસ !

16 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  નવેમ્બર 16, 2010 પર 4:12 એ એમ (am)

  અનેક પ્રકારના મનુષ્યોમા કોઈક જીવન એવા હોય છે જે હૃદયને સીધું સ્પર્શી જાય છે. એ પ્રકારની વાતનિ યાદો સમાજ અને વ્યક્તિગત જીવન માટે પ્રેરણારૂપ બને છે. ક્યારેક એવું પણ બને કે કોઈ બનાવનું એકાદ વાક્ય મનમાં પથ્થરની લકીરની જેમ કોતરાઈ જાય. એ વાક્યમાંના શબ્દો અને પછી એ શબ્દોમાં રહેલા અક્ષરોનો નાદ આપણામાં સતત ગૂંજ્યા કરે. બસ, એ ભીતરની અનુભૂતિનો ધ્વનિ. જીવનને સ્પર્શી ગયેલી વાતોનું ગૂંજનની અમને અનુભૂતિ કરાવવા બદલ ધન્યવાદ
  આવા ઊમદા જીવનવાળા ડો. અરૂણભાઈ મહેતાને આમારી શ્રધ્ધાંજલી

  જવાબ આપો
  • 2. chandravadan  |  નવેમ્બર 17, 2010 પર 1:24 એ એમ (am)

   Pragnajuben,
   You were the 1st to post a Comment for this post !
   It was “spamed”…& now brought out and published.
   It shows your Comment again as your Email posted by me.
   I will NOT DELETE it and keep it !
   THANKS !
   CHANDRAVADANBHAI

   જવાબ આપો
 • 3. Ishvarlal R. Mistry  |  નવેમ્બર 16, 2010 પર 8:54 પી એમ(pm)

  Hello Chandtravadanbhai sorry to hear the death of Arunbhai Mehta .He was your best friend and helped you a lot. May his soul rest in peace. May God give strenth to family for his loss.

  જવાબ આપો
 • 4. chandravadan  |  નવેમ્બર 16, 2010 પર 11:41 પી એમ(pm)

  Pragnajuben,
  THANKS for your RESPONSE by EMAIL to me.
  I take the opportunity to PUBLISH it as your COMMENT for the Post.>>>>>>>>

  Re: NEW POST …ARUN SHADHDHANJALI
  Monday, November 15, 2010 8:18 PM
  From:
  “pragna vyas”
  View contact details
  To:

  અનેક પ્રકારના મનુષ્યોમા કોઈક જીવન એવા હોય છે જે હૃદયને સીધું સ્પર્શી જાય છે. એ પ્રકારની વાતનિ યાદો સમાજ અને વ્યક્તિગત જીવન માટે પ્રેરણારૂપ બને છે. ક્યારેક એવું પણ બને કે કોઈ બનાવનું એકાદ વાક્ય મનમાં પથ્થરની લકીરની જેમ કોતરાઈ જાય. એ વાક્યમાંના શબ્દો અને પછી એ શબ્દોમાં રહેલા અક્ષરોનો નાદ આપણામાં સતત ગૂંજ્યા કરે. બસ, એ ભીતરની અનુભૂતિનો ધ્વનિ. જીવનને સ્પર્શી ગયેલી વાતોનું ગૂંજનની અમને અનુભૂતિ કરાવવા બદલ ધન્યવાદ
  આવા ઊમદા જીવનવાળા ડો. અરૂણભાઈ મહેતાને આમારી શ્રધ્ધાંજલી

  જવાબ આપો
  • 5. chandravadan  |  નવેમ્બર 16, 2010 પર 11:45 પી એમ(pm)

   Pragnajuben,
   It is my pleasure to read your “thoughts” for the Post…..Thanks for your “Anjali” to Arunbhai Mehta !
   Please DO revisit my Blog & re ad this Post with Comments from OTHERS !
   CHANDRAVADAN

   જવાબ આપો
 • 6. Govind Maru  |  નવેમ્બર 17, 2010 પર 1:52 એ એમ (am)

  ડો. અરૂણભાઈ મહેતાને હાર્દીક શ્રધ્ધાંજલી…

  જવાબ આપો
 • 7. himanshupatel555  |  નવેમ્બર 17, 2010 પર 2:28 એ એમ (am)

  તમારા સાગરિત અરુણભાઈને મારી હ્રુદય પૂર્વક શ્રધ્ધાંજલી અને ઇશ્વરને પ્રાર્થના કે તેમના કુટૂંબને સહન કરવાની શક્તિ તથા આત્માને શાંતિ પ્રાપ્ત થાઓ, અસ્તુ.

  જવાબ આપો
 • 8. Ramesh Patel  |  નવેમ્બર 17, 2010 પર 9:17 પી એમ(pm)

  હ્ર્દયના સંબંધો જ લાગણી ભાવોના સ્પંદનો જગાવે છે.ડો.અરુણભાઈના આત્માને અક્ષર શાંતિ
  મળે અને કુટુમ્બીજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 9. Bedar lajpuri  |  નવેમ્બર 18, 2010 પર 2:41 પી એમ(pm)

  aaje tamara blog ma pravesh karta khub aanand thayo.aarite jarur malta rahishu tamara kavya nau pathan karyu khub saras chhe.

  જવાબ આપો
  • 10. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 18, 2010 પર 9:20 પી એમ(pm)

   બેદારભાઈ,

   તમે પહેલીવાર “ચંદ્રપૂકાર” પર આવ્યા, અને “બે શબ્દો” લખ્યા તેની પ્રથમ ખુશી !

   પોસ્ટરૂપી કાવ્યરચના વાંચી, તમોને ગમી એથી વધુ ખુશી !

   અને, “આ રીતે જરૂર મળતા રહીશૂં “ના તમારા શબ્દો વાંચી ખુબ ખુબ ખુશી !!

   દિલીપભાઈની ઓળખાણનો આનંદ હતો….હવે તમારા પરિચય સાથે વધુ આનંદ !!

   ફરી “ચંદ્રપૂકાર” પધારી “માર્ગદર્શન” આપી ઉત્સાહ રેડશો !>>>>>ચંદ્રવદન.

   જવાબ આપો
 • 11. Rajul Shah Nanavati  |  નવેમ્બર 19, 2010 પર 10:53 એ એમ (am)

  એક જીવ શીવને જઈ મળ્યો.

  સ્વજનની ખોટ ક્યારેય પુરાતી નથી. ઇશ્વર એમના સ્વજનને એમની ખોટ સહ્ય બને એવી ક્ષમતા આપે.

  જવાબ આપો
 • 12. Rajul Shah Nanavati  |  નવેમ્બર 19, 2010 પર 10:53 એ એમ (am)

  એક જીવ શીવને જઈ મળ્યો.

  સ્વજનની ખોટ તો ક્યારેય પુરાતી નથી.

  જવાબ આપો
 • 13. Dr P A Mevada  |  નવેમ્બર 19, 2010 પર 6:24 પી એમ(pm)

  Nicely written memory of late Dr. Arun Mehta. It ha come from the heart, no doubt about it.

  જવાબ આપો
 • 14. neetakotecha  |  નવેમ્બર 20, 2010 પર 12:26 એ એમ (am)

  teo hamna jya pan hoy ..sukh samrudhdhi samp ane shanti ne pame..

  જવાબ આપો
 • 15. chandravadan  |  નવેમ્બર 22, 2010 પર 12:23 એ એમ (am)

  Before I publish a New Post, I wish to THANK all who had visited & READ this Post…..and special THANKS to those who had posted their COMMENTS for this Post !
  DR. CHANDRAVADAN MISTRY

  જવાબ આપો
 • 16. hemapatel.  |  ડિસેમ્બર 1, 2010 પર 8:28 પી એમ(pm)

  તમારા મિત્રના આત્માને ભગવાન શાંતિ આપે.
  તમારા મિત્ર માટે તમારી લાગણી , પ્રેમ અને મિત્રના જવાનુ દુખ
  અને મિત્રએ કરેલો અહેસાન જે હ્ર્દયમાં છે તે કાવ્યમાં ઉતરી
  આવ્યા છે .

  જવાબ આપો

chandravadan ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 396,657 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: