નરેન્દ્રભાઈને અંજલી !

નવેમ્બર 12, 2010 at 5:30 એ એમ (am) 11 comments

નરેન્દ્રભાઈને અંજલી !

સ્વીકારજો, નરેન્દ્રભાઈ, આ અંજલી મારી !…..(ટેક)

જાણ્યા હતા તમોને, હેમંતના પ્યારા પિતા સ્વરૂપે,

જાણ્યા હતા તમોને, મોનાના પિતા સમાન સસરા સ્વરૂપે,

જાણ્યા હતા તમોને, દાર્શીની, અને શાલીનીના વ્હાલા દાદા સ્વરૂપે,

નથી તમો આ લોકમાં આજે !

છો તમો પ્રભુ પાસે આજે !……સ્વીકારજો….(૧)

જાણી, માન્યા હતા વડિલ પુજ્ય મારા,

જાણી, બન્યા હતા મિત્ર પ્યારા મારા,

જાણી, નિહાળ્યા હતા માનવી આનંદભર્યા મારા,

નથી તમો આ લોકમાં આજે !

છો તમો પ્રભુ પાસે આજે !……સ્વીકારજો…..(૨)

ફુલોની મહેકમાં, છો અમર તમે આજે !

દીપકની જ્યોતમાં, છો અમર તમે આજે !

સૌની મીઠી યાદમાં, છો અમર તમે આજે !

છો તમો આ લોકમાં આજે !

છો તમો પભુ પાસે આજે !…..સ્વીકારજો….(૩)

રચના તારીખ ઃ નવેમ્બર,૮,૨૦૧૦      ચંદ્રવદન.

બે શબ્દો…

“ખુલ્લી આંખના સપના”ના કાવ્ય બાદ, કોઈ બીજ કાવ્યને પ્રગટ કરવા વિચાર હતો !

પણ…..

એક ઘટના બનવી…..મારા હ્રદયને દર્દ અનુભવવાની ઘડી આવી…..અને, પ્રભુપ્રેરણાથી એક “અંજલી કાવ્ય”ની રચના !

આજે આ પોસ્ટ છે નરેન્દ્રભાઈ શાહ વિષે !

એ પોસ્ટ છે એમને “અંજલી”રૂપે !

નરેન્દ્ર શાહ એટલે મારા મિત્ર હેમંત શાહ ના પિતાજી !

નવેમ્બર,૬, ૨૦૧૦ના દિવસે અચાનક એમનું અવસાન….મેં આ સમાચાર સીડની ઓસ્ટ્રેલીઆમાં જાણ્યા. ખુબ જ દીલગીરી અનુભવી.

એમની યાદ સાથે જે શબ્દો વહ્યા તે જ એક “કાવ્ય”રૂપે પ્રગટ કર્યા છે.

પ્રભુ એમના આત્માને ચીર શાન્તી બક્ષે એવી પ્રાર્થના !

>>>>ચંદ્રવદન

FEW  WORDS…

Today’s Kavya Post is an “ANJALI” to NARENDRA SHAH, who had died suddenly on NOV. 6th 2010 at Lancaster, CA USA.
May his Soul rest in Peace with God !
Narendrabhai will be alive in the MEMORIES of those who knew him as a Human in this World….He will be always with his Family !

Dr. Chandravadan Mistry.

Entry filed under: કાવ્યો.

“ખુલ્લી આંખનાં સપનાં”ની કહાણી અરૂણ શ્રધ્ધાજંલી !

11 ટિપ્પણીઓ Add your own

 • 1. ishvarlal r. mistry  |  નવેમ્બર 12, 2010 પર 6:48 એ એમ (am)

  Very Sorry to hear about sudden Death of Narendrabhai Shah ,Pray his soul rest in peace .God give his family strength in this time of sorrow.Well said poem Chandravadanbhai. We all will miss him.

  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 2. sapana  |  નવેમ્બર 12, 2010 પર 12:51 પી એમ(pm)

  પ્રભુ એમના આત્માને શાંતિ બક્ષે! તમારો ભાવ જોઇને લાગે છે કે ચંદ્રવદન ભાઈ તમે ખરેખર એક સાચાં દિલનાં વ્યક્તિ અને એક સાચાં મિત્ર છો..A true friend!
  સપના

  જવાબ આપો
 • 3. Capt. Narendra  |  નવેમ્બર 12, 2010 પર 1:55 પી એમ(pm)

  મારા name-sakeના અવસાન બદ્દલ આટલી શ્રદ્ધાભરી અંજલિ વાંચી આપને તથા આપના મિત્રને મારી હૃદયપૂર્વકની સહાનુભુતિ પાઠવું છું..
  ઇશ્વર સદ્ગતના આત્માને ચિરશાંતિ અર્પે તેવી પ્રાર્થના

  જવાબ આપો
 • 4. hemapatel.  |  નવેમ્બર 12, 2010 પર 2:43 પી એમ(pm)

  તમારા મિત્ર નરેન્દ્ર્ભાઈના આત્માને શાંતિ મળે એવી પ્રભુને પ્રાર્થના .

  જવાબ આપો
 • 5. pragnaju  |  નવેમ્બર 12, 2010 પર 2:52 પી એમ(pm)

  પ્રભુ એમના આત્માને ચીર શાન્તી બક્ષે
  અને
  કુટુંબીજન,સ્નેહીજન તથા મિત્રોને આની વેદના સહન કરવાની શક્તી આપે

  એવી પ્રાર્થના ! તમારી ખુબ ગમી ગયેલી પંક્તી ટાંકુ

  ફુલોની મહેકમાં, છો અમર તમે આજે !
  દીપકની જ્યોતમાં, છો અમર તમે આજે !
  સૌની મીઠી યાદમાં, છો અમર તમે આજે !
  છો તમો આ લોકમાં આજે !
  છો તમો પભુ પાસે આજે !…..સ્વીકારજો

  જવાબ આપો
 • 6. himanshupatel555  |  નવેમ્બર 13, 2010 પર 12:28 એ એમ (am)

  તમારા દરેક દુખમાં મારો સાથ છે અને રહેશે તમે પણ કાળજી લેશો અને
  તમારા સહિત એમન કુટુંબીજનોને મારી સાંત્વના પાઠવશો.

  જવાબ આપો
 • 7. Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )  |  નવેમ્બર 13, 2010 પર 7:12 એ એમ (am)

  પ્રભુ એમના આત્માને શાન્તી બક્ષે અને કુટુંબીજન, તથા મિત્રોને દુખ સહન કરવાની શક્તી આપે .

  જવાબ આપો
 • 8. Ramesh Patel  |  નવેમ્બર 14, 2010 પર 10:27 પી એમ(pm)

  પ્રભુ એમના આત્માને ચીર શાન્તી બક્ષે
  અને
  તમારા સહિત એમન કુટુંબીજનોને મારી સાંત્વના પાઠવશો.

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 9. chandravadan  |  નવેમ્બર 15, 2010 પર 11:05 પી એમ(pm)

  THANKS a lot to ALL had posted these COMMENTS !

  When I wrote the Poem & sent to HEMANT SHAH, I wrote this to Hemant>>>>

  Hemant & ALL in the Family

  Please accept my Anjali to your Dad !
  Chandravadan

  AND…..Hemant wrote back this>>>>>>

  Chandravadanbhai

  Thank you for very nice anjali for my father.

  You will not believe just three days before he hospitalized he asked me about you and wanted to meet with you but I guess God has different way for him.

  Yes it was unfortunate for our family that we lost him but we are also very happy that he has lived his life with grace and happiness.
  Thank you for your the anjali.

  Hemant

  THESE WORDS MEANT A LOT to me !
  I feel content now after publishing this Rachana as a Post on Chandrapukar !

  જવાબ આપો
 • 10. Dilip Gajjar  |  નવેમ્બર 15, 2010 પર 11:55 પી એમ(pm)

  Prabhu temna aatmane shaanti arpe….mrutyu karun-mangal ghatana chhe aapnne vidaai thi dukh parlokma parmatmanu milan..
  aum shanti shanti shanti

  જવાબ આપો
  • 11. chandravadan  |  નવેમ્બર 22, 2010 પર 12:32 એ એમ (am)

   Dlipbhai,
   THANKS for your COMMENT !
   I had thanked all others who had posted their Comments before for this Post !
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,546 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: