માનવ તંદુરસ્તી (૨૩)…”ડોકટરપૂકાર ( ૮)…..ચામડીના રોગો.

October 25, 2010 at 8:35 pm 14 comments

(1)VITILIGO
vitiligo

(2)SHINGLES (HERPES ZOSTER)

shingles rash

(3)MEASLES
Measles

(4)CHICKEN POX
xxxxxxx

(5)ECZEMA

atopic dermatitis feet

(6)RINGWORM (FUNGAL INFECTION)

ringworm rash

(7)LUPUS ( Butterfly Rash of Face)

lupus rash

(8)WARTS

warts

(9) MELANOMA (Malignant)

melanoma

 

માનવ તંદુરસ્તી (૨૩)…”ડોકટરપૂકાર ( ૮)

તમે “ડરમાટોલોજી” (DERMATOLOGY ) નામે પોસ્ટ વાંચી ..અને ચામડી વિષે જાણ્યું !
ચામડીના અનેક રોગો હોય છે !
કેટલાક ચામડીના રોગો  અન્ય સીસ્ટમના રોગો સાથે જોવા મળે અને કોઈવાર એ નિહાળી ડોકટરને એ મુખ્ય રોગ માટે શંકાઓ થાય, અને તે પ્રમાણે “ટેસ્ટો” કરતા એ મુખ્ય રોગનો “ડાયાગ્નોસીસ” (DIGNOSIS ) થાય છે !
અનેક ચામડીના રોગો ….પણ “ખજવાળ” (Itching..PRURITUS) ) કે થયેલા દર્દ લાલ કે સુજેલું બને યાને “રેશ” (RASH ) હોય…આ પ્રમાણે થવાના અનેક કારણો !

તો, સવાલ/સવાલો રહે>>>>

“ખજવાળ” સાથે કે એના વગર ચામડીના રોગો વિષે ઝલક આપશો ?
ચામડીના રોગોના કારણો વિષે જરા ઝલક આપશો ??

અને, એના જવાબરૂપે “ડોકટરપૂકાર” છે>>>>

ચામડીના રોગો….>>>>
ચામડી સારી હોય..અને એકદમ ચામડી પર “ડાગ કે ડાગો” નજર પડે …સાથે ઘણીવાર “ખજવાળ” (ITCHING ) હોય !
તો, કોઈવાર, ફક્ત “ડાગ” અને એ મોટો થતો જાય પણ સાથે ખજવાળ ના હોય !
કોઈવાર આ ચામડીનો રોગ મટે નહી અને કાયમ માટે યાને “ક્રોનીક” (CHRONIC ) રહે !
તો, આપણે, નીચે પ્રમાણે નિહાળી શકીએ >>>
ચામડી પર થતા ડાગ/દર્દને “ડરમાટાઈટીસ “(DERMATITIS)   કહેવાય છે અને જે નીચે મુજબ હોય શકે !>>>
(૧) એકદમ શરૂ થયેલા રોગો યાને “એક્યુટ ” (ACUTE)
ખજવાળ સાથે .કોઈવાર ખજવાળ વગર ….ચામડી પર લાલ દુખાવો  કે ઉપસેલા ડાગો
(૨) ધીરે શરૂઆત, અને કાયમ રહે યાને “ક્રોનીક (CHRONIC)
સુકા “સ્કેઈલ્સ”(SCALES)  સાથે કે વગર
આ પ્રમાણે ડાગો થતા ચામડીમા થયેલા “ઈનફ્લામેશ” (INFLAMMATION ) ને “ડરમાટાઈટીસ ” (DERMATITIS)  નામે ઓળખ આપવામં આવે છે !
એકવાર આપણે જાણ્યું કે “ડરમાટાઈટીસ” (DERMATITIS ) કોને કહેવામાં આવે..તો, હવે બીજા સવાલનો જવાબ જાણીએ …
એ થવાના કારણો શું ??
(૧) એકદમ લાલ /સુજેલા ગુમડા જેવા કે પછી ચામડીના ઉપર જ ડાગરૂપે …>>>
>>>”એલર્જી”(ALLERGY )ના કારણે …
(એ) “એટોપીક ડરમાટાઈટીસ  યાને એક્ષીમા (EXCEMA)
(બી) “કોન્ટાક ડરમાટાઈટીસ ” ( CONTACT DERMATITIS)
(સી) કોઈક “ઈનફેક્શ”(INFECTION ) ના કારણે
અહી જુદા જુદા કારણો હોય શકે….
>>>>”બેક્ટેરીઅલ ઈનફેક્શ” (BACTERIAL INFECTIONS)
>>>>”ફન્ગલ ઈનફેક્શન” (FUNGAL INFECTIONS)
>>>>”વાઈરલ ઈન્ફેક્શન (VIRAL INFECTIONS)
(ડી) દવાઓ લેતા હોય તેના કારણે જેને “ડરમાટાઈટીસ મેડીકોસા” (DERMATITIS MEDICOSA) ) કહેવામાં આવે !
અહી ડોકટર સવાલો કરતા, દર્દી કઈ દવા લેતો હોય તે જાણી શંકાઓ કરીને રોગનો “ડાયાનોસીસ”(DIAGNOSIS) કરે !
>>>>દાખલારૂપે “સલફા ડ્રગ્સ”ની “એલરજી” (SULPHA DRUG ALLERGY ) હોય તો આવું હોય શકે !
(ઈ) સુર્યના કિરણોની અસરને લીધે( SUNLIGHT DAMAGE)
ખાસ કરીને ધોળી ચામડીવાળા વધારે સમય તાપમાં હોય ત્યારે “સનબર્ન” (SUNBURNT ) થાય અને એમાંથી “ડરમાટાઈટીસ” થઈ શકે
(એફ) કોઈ બીજા શરીરના રોગના કારણે (SYSTEMIC ILLNESSES)
દાખલારૂપે>>>>
….”સીસ્ટમીક લુપસ એરીથોમાટોસીસ (Systemic Lupus Erythematosis..SLE ) રોગમા ચહેરા પર “બટરફ્લાઈ પેટર્ન”(Butterfly Pattarn ) માં “ડરમાટાઈટીસ”  હોય છે
…..”સીફીલીસ”( Syphilis)જેવા રોગોમાં ચામડી પર ડાગો હોય છે .
……”એઈડ્સ”(AIDS ) ના રોગમાં “કપોસીસ સારઓમા”(Kaposis Sarcoma) )ના ઉપસેલા ચામડીના “લીઝન્સ” (Lesions)
(જી) કોઈ કાયમ માટે રહેતા સુકા “સ્કેઈલ્સ” (Scales) ) સાથે ચામડીનો રોગો
દાખલારૂપે>.>>>> “”સારાયસીસ” (PSORIASIS )
હવે, આ જુદા જુદા રોગોની સારવાર શું ???
(૧) અનેકવાર, એકદમ ચામડી પર ખજવાળ શરૂ થાય અને કોઈ જગ્યાએ “રેશ ” (RASH ) જોતા, સાધારણ દર્દ હોય તો…દુકાનમાં વેચાતૉ દવાઓ  સહાય હરી શકે !..પણ જો સારૂં ના લાગે તો ડોકટરને મળવાનું રહે !
>>>”એન્ટીહીસ્ટામીન્સ” ( ANTIHISTAMINICS)
..દાખલારૂપે “બેનાડ્રીલ” (BENADRYL ) …કે નવી દવાઓ ” “ક્લેરીટીન કે ઝરટેક” (CLARITIN  or ZYRTEC)
>> જુદા જુદા “લોશન્સ” (LOTIONS  ) સુકી ચામડીને મુલાયમ કરી રાહત આપે છે !
(૨) ઉપરની સારવારથી સારૂં ના લાગે તો ડોકટર પાસે “પ્રીક્રીપ્શન ડ્રગ્સ” (PRESCIPTION DRUGS) લેવાની જરૂરત પડે
>>>દાખલારૂપે “સ્ટેરોઈડ્સ દવાઓ ” (STEROIDS DRUGS)
(૩) જે રોગ હોય તેના કારણે ચામડીનો રોગ હોય તો એ રોગની સારવારથી એ મટે છે .દાખલારૂપે “સીફીલીસ” (SYPHYLIS)
(૪) કોઈવાર રોગ સારો થતો ના હોય ત્યારે કે જ્યારે પણ ચામડીમાં “કેન્સર”(CANCER ) હોવાની શંકાઓ ત્યારે “સ્કીન બાયોપ્સી (SKIN BIOPSY ) કરવાની રહે !
દાખલારૂપે જરા કાળા ડાગ જેવું હોય અને જો “મેલીગનન્ટ મેલાનોમા” (MALIGNANT MELANOMA ) માટે શંકા હોય આ “બાયોસ્પી” જલ્દી તકે કરવી રહે !
કોઈવાર એવું લાગે કે આ રોગ “ઈનફેક્શ” (INFECTION ) ના કારણે છે તો આ પ્રમાણે “બાયોપ્સી” કરતા ખરા રોગની પરખ થાય છે !
(૫) બીજા રોગો માટે લેવાતી દવાના કારણે હોય તો એવી દવા બંધ કરવી અગત્યનું છે !
(૬) જો “રબરના ગ્લોવ્સ”(RUBBER GLOVES ) કે “નીકલ”(NICKEL )ની એલર્જીના કારણે “કોન્ટાક્ટ ડરમાટાઈટીસ” (CONTACT DERMATITIS )  હોય તો એવી ચીજો શરીરથી દુર કરવાની રહે !

અંતે મારે કહવું છે કે>>>>ચામડીના રોગો અનેક કારણોસર હોય શકે….પણ, “એલર્જી” ( ) ઘણીવાર અગત્યનો ફાળો ભજવે છે !…અને, કોઈ રોગો સારવારથી સારા થઈ જાય..તો, કોઈક રોગો નાબુદ ના થઈ શકે પણ સારવારથી થોડી રાહત થઈ શકે….કોઈક રોગો “ચેપી” હોય (ખાસ કરીને વાઈરલ), એથી એ જાણી ડોકટરી સલાહો પ્રમાણે યોગ્ય કરવું રહ્યું …આ પોસ્ટમાં વર્ણન ઓછું પણ “પિક્ચરો”દ્વારા કંઈક સમજ આપવા મારો પ્રયાસ છે !

આશા એટલી જ કે આ પોસ્ટ સૌને ગમે !
આ પોસ્ટ સાથે “ડોકટરપૂકાર”રૂપી  પોસ્ટો પુરી થાય છે !
અને, “માનવ તંદુરસ્તી ” નામે આ છેલ્લી પોસ્ટ છે !
હવે પછી, નવા વિષયે પોસ્ટો હશે..તો, જરૂરથી વાંચવા પધારશો !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW  WORDS

Today, it is MONDAY OCTOBER, 25, 2010…. & this is the 2nd Post on HUMAN HEALTH from Sydney, Australia. The Post is another QUESTION-ANSWER Post & it is on SKIN DISEASES.
You had read a Post giving the INFO on Skin.
This Post describes some possible illnesses of Skin…..some skin lesions due to the INFECTIONS..some due to ALLERGIC REACTIONS…..some as a part of the SYSTEMIC DISORDERS.
The HISTORY from the Patient is very important for the DIGNOSIS of the SKIN CONDITION.
After giving the above details, the Post gives some BASIC TREATMENT.
I hope the PHOTOS accompanying the Post write-up may give better understanding of the different Skin Conditions.
Hope you like reading this Post.
Your Comments will be appreciated !

DR. CHANDRAVADAN MISTRY

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health. Tags: .

માનવ તંદુરસ્તી (૨૨)…”ડોકટરપૂકાર”(૭)…એચ આઈ વી ઈન્ફેકશન અને એઈડ્સ ચંદ્રવિચારો શબ્દોમાં (૧૬)

14 Comments Add your own

  • 1. pragnaju  |  October 25, 2010 at 11:18 pm

    ફોટા સાથે ખૂબ વિગતવાર ત્વચાના રોગ અને ઉપચારની માહિતીઅમારા પ્રિય આધ્યાત્મિક કાવ્યમા ખંજવાળનો ઉલ્લેખ છે તેનાથી પૂરક માહિતી/થોડું પુનરાવર્તનથી શરુ કરીએ.
    પામ્યા તેને માપ્યું નહીં
    ને માપીને ના પામ્યા,
    માણ્યું તેનું ગાણું નહીં
    ને રહ્યું તેની ખજવાળ
    …પામ્યા તેને માપ્યું નહીં
    ને માપીને ના પામ્યા,
    માણ્યું તેનું ગાણું નહીં
    ને રહ્યું તેની ખજવાળ
    ………………….. મન તું ભીતરને અજવાળ
    .

    નોની નિયમિત લેવાથી થતા લાભો:
    ૧. યાદશકિત અને એકાગ્રતા વધારે છે. કોષોને પુન:જીવન આપે છે.
    ૨. લોહીને શુદ્ધ કરે છે. માનસિક તાણ ઓછી કરે છે. પાચન શકિતને બહેતર બનાવે છે.
    ૩. શારીરિક પીડાનું શમન કરે છે. રોગ પ્રતિકાર તંત્રને બહેતર કરે છે.
    ૪. ચામડી અને વાળને તંદુરસ્ત અને ચમકદાર રાખે છે.
    ૫. આ એક ઉરચ સ્તરનો એન્ટિ ઓકિસડન્ટ છે, જેનાથી તમારું શરીર ઝેરી તત્ત્વોથી સુરક્ષિત રહે છે.
    ૬. કેન્સરનું જૉખમ ઓછું થાય છે.
    ૭. સાંધાની તકલીફો, ડાયાબિટિસ, હૃદયરોગ થવાની શકયતા ઘટે છે.
    ૮. બધા પ્રકારના ઘા વખતે ખૂબ લાભદાયી છે. જીવનશકિત વધારે છે.

    કોષોના નિર્માણમાં અણુસ્તરે કામ કરતું હોય એવું નોની જેવું બીજું કોઇ ટોનિક નથી. મહાન આધુનિક વિજ્ઞાની ડો. રાલ્ફ હૈનિકીએ નોની વિષે અનેક અભ્યાસ કર્યા તથા નોનીફળમાં પ્રોઝિરોનાઇન અણુને ઓળખ્યા. એમના મતાનુસાર આ અણુ આપણા શરીરના એન્ઝાઇમ પ્રોઝિરોનાનેઝ સાથે મળીને ઝિરોનાઇન નામનું એલ્કોલાઇટ બનાવે છે. હોર્મોન, એન્ટીબોડીઝ અને એન્ઝાઇમ રૂપે કામ કરતાં કેટલાય અનિવાર્ય પ્રોટીનને પોતાનું કામ કરવા ઝિરોનાઇનની જરૂર હોય છે. શરીરમાં કેટલાક પ્રોટીન તો ઝિરોનાઇન વગર કામ જ નથી કરી શકતા.

    ********************************************

    ઘલખડી વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગંદકીએ માજા મુકી છે તેને કારણે અવારનવાર લોકો માંદગીમાં સપડાતા હોય છે. છેલ્લા આઠ દિવસથી આ વિસ્તારમાં ચીકુનગુનિયાનો વાવર છે. સ્થાનિક તબીબો પાસેથી મળતી વિગતો અનુસાર છેલ્લા એકાદ અઠવાડિયામાં સરેરાશ ૨૫થી વધુ દર્દીઓે જનરલ પ્રેક્ટીશનર્સ પાસે આવ્યા છે. જેમાં દર્દીઓને શરીર પર ખજવાળ આવવી ખાસ કરીને શરીરના સાંધા જકડાય જવા અને તેમાં સખત દુખાવો થવો તેમજ તાવ આવવો શરીર પર ચાંઠા થવા જેવા લક્ષણો છે

    ‘વિરુદ્ધ આહાર’ એ ચામડીના રોગોનું એક મોટામાં મોટું કારણ છે. દૂધ સાથે ફળો, દૂધ સાથે ખટાશ, તલ સાથે ગોળ, ફ્રૂટ સલાડ, મિલ્ક શેઈક, બજારમાં વેચાતો ‘મેંગો મિલ્ક શેઈક’ નામનો કેરીનો રસ વગેરે ખંજવાળ, ખરજવું, કોઢ, સોરાઈસીસ જેવા અનેક ચર્મરોગોનું મહત્વનું કારણ બને છે.

    કેટલાક લોકોને કૃમિના કારણે, ગુદાના ભાગમાં ખંજવાળ આવે છે. સ્ત્રીપુરુષોને ગુપ્ત ભાગમાં પણ સખત ખૂજલીની તકલીફ થતી હોય છે. ખરજવું કે ખસ જેવો કોઈ રોગ થયેલ હોય તો જે તે સ્થાનમાં ખૂજલી આવતી હોય છે. એ જ રીતે કેટલાક લોકોને આખા શરીરમાં ખૂજલી થતી હોય છે.

    આવી બધી તકલીફમાં ઉપયોગી થાય એવા આ ઉકાળામાં લીમડાની અંતરછાલ (કે લીમડો), કરંજ, દારૂ હળદર, ચંદન, જટામાંસી, ગરમાળો, કુટજ-કડો, સરસવ, જેઠીમધ અને નાગરમોથ એમ દસ દ્રવ્યોનો સમાવેશ થાય છે. આ દ્રવ્યોને સરખા ભાગે લઈ બરાબર સાફ કરી અધકચરા (યવકૂટ) ખાંડી એક કાચની બરણીમાં આ ભૂકો ભરી રાખવો. પચીસ ગ્રામ જેટલો ભૂકો બે ગ્લાસ પાણીમાં પલાળી ધીમા તાપે ઉકળવા દેવો. એકાદ કપ જેટલું પ્રવાહી બચે ત્યારે ઉતારી, ગાળીને ઠરે ત્યારે પી જવું. સવારસાંજ આ પ્રયોગ ચાલુ રાખવો. ખંજવાળનું પ્રમાણ વધારે હોય તો આની સાથે કિશોર ગૂગળ, આરોગ્યવર્ધિની અને ગંધક રસાયનની બે બે ગોળી સવારસાંજ લઈ શકાય. આ સિવાય કોઈ વિશેષ સ્થાનમાં ખંજવાળ આવતી હોય ત્યારે આ ઉકાળા ઉપરાંત ચિકિત્સામાં જરૂરી ફેરફાર કરવો જોઈએ. ચર્મરોગ હરતેલ, અર્કતેલ, કચ્છુ રાક્ષસ તેલ કે મહામરિચ્યાદિ તેલનો પણ જે તે સ્થાન પર લગાવવામાં ઉપયોગ કરી શકાય.ખૂજલી આવતી હોય એવી વ્યક્તિ લીમડાના પાંદડા નાંખીને ઉકાળેલા પાણીથી સ્નાન કરે તો પરિણામ જલદીથી મળે છે.

    હવે આ અંગે તબિબની સલાહ લઈ ઉપયોગમા લઈ શકાય તેવી વાત
    …………………………….
    . નોની કોષોના સ્તરે કામ કરે છે. એ કારણે એની અસર કેવળ બીમારીનાં લક્ષણો પર નહીં, એના મૂળ કારણ પર થાય છે.
    નોનીનાં મુખ્ય ઘટક: નોનીમાં વિટામીન એ, સી, ઇ, બી, બી૨, બી૧૨, કેિલ્શયમ, આયર્ન, નાયસિન, ફોલિક એસિડ, પેન્ટોથેનિક એસિડ, સોડિયમ, પોટેશિયમ મેંગેનિઝ, ઝિંક, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, માલિબ્ડેનમ, કાર્બોહાઇડ્રેટ્સ જેવા મહત્ત્વપૂર્ણ પદાર્થોતો હોય જ છે. એ સાથે જ ૧૫૦† આઇસોલેટેડ ન્યૂટ્રાસિટિકલ્સ પણ ભરપૂર પ્રમાણમાં મળે છે.
    નોની નિયમિત લેવાથી થતા લાભો:તેના બીજા લાભ ઉપરાંત . ચામડી અને વાળને તંદુરસ્ત અને ચમકદાર રાખે છે. આ એક ઉરચ સ્તરનો એન્ટિ ઓકિસડન્ટ છે, જેનાથી તમારું શરીર ઝેરી તત્ત્વોથી સુરક્ષિત રહે છે.. બધા પ્રકારના ઘા વખતે ખૂબ લાભદાયી છે. જીવનશકિત વધારે છે.
    કોષોના નિર્માણમાં અણુસ્તરે કામ કરતું હોય એવું નોની જેવું બીજું કોઇ ટોનિક નથી. મહાન આધુનિક વિજ્ઞાની ડો. રાલ્ફ હૈનિકીએ નોની વિષે અનેક અભ્યાસ કર્યા તથા નોનીફળમાં પ્રોઝિરોનાઇન અણુને ઓળખ્યા. એમના મતાનુસાર આ અણુ આપણા શરીરના એન્ઝાઇમ પ્રોઝિરોનાનેઝ સાથે મળીને ઝિરોનાઇન નામનું એલ્કોલાઇટ બનાવે છે. હોર્મોન, એન્ટીબોડીઝ અને એન્ઝાઇમ રૂપે કામ કરતાં કેટલાય અનિવાર્ય પ્રોટીનને પોતાનું કામ કરવા ઝિરોનાઇનની જરૂર હોય છે. શરીરમાં કેટલાક પ્રોટીન તો ઝિરોનાઇન વગર કામ જ નથી કરી શકતા.
    ———————————-એક સત્ય ઘટના જેમા નિદાન કરવામા તકલીફ પડી હતી!ભાઈ ડૉ.તપનનો કેસ…
    વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ સર્જન ડૉ. મહેતાના કાન સુધી જઇ પહોંચી. ડૉ. મહેતા વગર આમંત્રણે દોડી આવ્યા. તપનને તપાસી લીધો. એનો કેસપેપર વાંરયા વગર સીધો અને એકમાત્ર સવાલ પૂછ્યો, ‘તને લોહી પડવાની શરૂઆત થઇ એની પહેલાં તેં કોઇ ટેબ્લેટ ગળી હતી ખરી? કોઇ પણ અન્ય બીમારી માટે દવા લીધેલી હતી ખરી?’ પથારીમાં પડેલા તપને સ્મૃતિ ઉપર વજન મૂકીને જવાબ શોધી કાઢયો, ‘હા, મને સાધારણ તાવ આવ્યો હતો, એટલે મેં કેમિસ્ટની દુકાને જઇને તાવની ગોળી માગી હતી.’ ‘એ ગોળીનું નામ એનાિલ્જન હતું?’ ‘હા, એ ગોળી ખાધા પછી મારો તાવ તો તરી ગયો, પણ બીજા દિવસની સવારથી મારા પેશાબમાં લોહી પડવું શરૂ થઇ ગયું હતું.’ ‘બેટા, એમ સમજ કે પેશાબ વાટે લોહી નહીં, પણ તારી જિંદગી જઇ રહી હતી! પણ હવે તું ચિંતા ન કરીશ. હું આવી ગયો છું, હું તને મરવા નહીં દઉં.’ દસ મિનિટ પછી દસ જેટલા ધુરંધર કન્સલ્ટન્ટ ડોકટરો સમક્ષ ડો. મહેતા પોતાનું અનુભવ-વિશ્વ ઠાલવી રહ્યા હતા, ‘તપનને બીજું કંઇ નથી, પણ એ જી-સિકસ પી.ડી.નો કેસ છે. એના શરીરમાં આ નામનાં એક ખાસ તત્ત્વની ણપ છે. માટે એને કેટલીક ખાસ દવાઓ આપી શકાય તેમ નથી. એમાં સામાન્ય તાવ માટે એણે લીધેલી એનાલ્જિનની ગોળી પણ આવી જાય છે. તરત જ એના શરીરે ગોળીની સામે પ્રતિક્રિયા બતાવવી શરૂ કરી દીધી. પરિણામે છોકરો મરવા જેવો થઇ ગયો.’ ‘તો હવે સારવારમાં શું આપવું?’ ‘સારવારમાં એટલું જ કરો, એને આપો છે એ બધી જ સારવાર બંધ કરી દો! તપન ચોવીસ કલાકમાં સાજો થઇ જશે. હા, એણે જે લોહી ગુમાવ્યું છે એ સરભર તો કરવું જ પડશે, પણ એ લોહી એના નિકટનાં સગાંનું હોવું જૉઇએ અને અમુક ખાસ પરીક્ષણો કયાô પછી જ આપવું જોઇએ. ‘ડો. મહેતાએ મત જણાવ્યો. આવું લોહી તપનના મામા નિરંજનભાઇ તરફથી મળી ગયું. તપન ઝડપથી બેઠો થઇ ગયો. મોતના મુખમાંથી પાછો ફરેલો તપન અત્યારે તો પચાસ વરસનો થઇ ચૂકયો છે. પૂરેપૂરો તંદુરસ્ત છે. એનો યુવાન પુત્ર કદાચ પપ્પાના આ જીવલેણ અનુભવમાંથી પ્રેરણા મેળવીને ડોકટર બની ચૂકયો છે.અને વેસ્મા,
    ઘલખડી વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગંદકીએ માજા મુકી છે તેને કારણે અવારનવાર લોકો માંદગીમાં સપડાતા હોય છે. છેલ્લા આઠ દિવસથી આ વિસ્તારમાં ચીકુનગુનિયાનો વાવર છે. સ્થાનિક તબીબો પાસેથી મળતી વિગતો અનુસાર છેલ્લા એકાદ અઠવાડિયામાં સરેરાશ ૨૫થી વધુ દર્દીઓે જનરલ પ્રેક્ટીશનર્સ પાસે આવ્યા છે.
    જેમાં દર્દીઓને શરીર પર ખજવાળ આવવી ખાસ કરીને શરીરના સાંધા જકડાય જવા અને તેમાં સખત દુખાવો થવો તેમજ તાવ આવવો શરીર પર ચાંઠા થવા જેવા લક્ષણો છે
    હવે આયુર્વેદના અનુભવી વૈદ્યોની વાત…
    ‘વિરુદ્ધ આહાર’ એ ચામડીના રોગોનું એક મોટામાં મોટું કારણ છે. દૂધ સાથે ફળો, દૂધ સાથે ખટાશ, તલ સાથે ગોળ, ફ્રૂટ સલાડ, મિલ્ક શેઈક, બજારમાં વેચાતો ‘મેંગો મિલ્ક શેઈક’ નામનો કેરીનો રસ વગેરે ખંજવાળ, ખરજવું, કોઢ, સોરાઈસીસ જેવા અનેક ચર્મરોગોનું મહત્વનું કારણ બને છે.
    કેટલાક લોકોને કૃમિના કારણે, ગુદાના ભાગમાં ખંજવાળ આવે છે. સ્ત્રીપુરુષોને ગુપ્ત ભાગમાં પણ સખત ખૂજલીની તકલીફ થતી હોય છે. ખરજવું કે ખસ જેવો કોઈ રોગ થયેલ હોય તો જે તે સ્થાનમાં ખૂજલી આવતી હોય છે. એ જ રીતે કેટલાક લોકોને આખા શરીરમાં ખૂજલી થતી હોય છે.
    આવી બધી તકલીફમાં ઉપયોગી થાય એવા આ ઉકાળામાં લીમડાની અંતરછાલ (કે લીમડો), કરંજ, દારૂ હળદર, ચંદન, જટામાંસી, ગરમાળો, કુટજ-કડો, સરસવ, જેઠીમધ અને નાગરમોથ એમ દસ દ્રવ્યોનો સમાવેશ થાય છે. આ દ્રવ્યોને સરખા ભાગે લઈ બરાબર સાફ કરી અધકચરા (યવકૂટ) ખાંડી એક કાચની બરણીમાં આ ભૂકો ભરી રાખવો. પચીસ ગ્રામ જેટલો ભૂકો બે ગ્લાસ પાણીમાં પલાળી ધીમા તાપે ઉકળવા દેવો. એકાદ કપ જેટલું પ્રવાહી બચે ત્યારે ઉતારી, ગાળીને ઠરે ત્યારે પી જવું. સવારસાંજ આ પ્રયોગ ચાલુ રાખવો. ખંજવાળનું પ્રમાણ વધારે હોય તો આની સાથે કિશોર ગૂગળ, આરોગ્યવર્ધિની અને ગંધક રસાયનની બે બે ગોળી સવારસાંજ લઈ શકાય. આ સિવાય કોઈ વિશેષ સ્થાનમાં ખંજવાળ આવતી હોય ત્યારે આ ઉકાળા ઉપરાંત ચિકિત્સામાં જરૂરી ફેરફાર કરવો જોઈએ. ચર્મરોગ હરતેલ, અર્કતેલ, કચ્છુ રાક્ષસ તેલ કે મહામરિચ્યાદિ તેલનો પણ જે તે સ્થાન પર લગાવવામાં ઉપયોગ કરી શકાય.ખૂજલી આવતી હોય એવી વ્યક્તિ લીમડાના પાંદડા નાંખીને ઉકાળેલા પાણીથી સ્નાન કરે તો પરિણામ જલદીથી મળે છે.
    કેટલાક ડર્મેટોલોજીસ્ટ કહે છે કે વૈદ્યોના ઔસધમા પ્લેસીબો અસર જ વધુ હોય છે.અમારું નમ્ર માનવું છે કે નુકશાન ન કરે તેવી દવાઓ આ રીતે પણ રાહત આપતી હોય તો પણ શો વાંધો.?.જ્યારે દર્દીના ચહેરા પર રાહતનો આનંદ માણીએ ત્યારે તેનો અણસાર થઈ યાદ આવે
    મન તું ભીતરને અજવાળ.અને રક્ત-પરુ નીંગળતા ઘાવાળા દર્દીને તમારા હાથનો સ્પર્શ કરો અને તેનો સંતોષ માણો.વિદાય લેતા પહેલા તેને ભેટી કહો..દાદા,તમને જરુર સારું થઈ જશે.

    Reply
    • 2. chandravadan  |  October 26, 2010 at 1:46 am

      પ્રજ્ઞાજુબેન,

      તમારો માહિતીભર્યો પ્રતિભાવ વાંચ્યો !

      ખુબ ખુબ આભાર !

      કાવ્યરૂપે “ખજવાળ”થી શરૂઆત !

      બિમારીના કારણો કહી, “યોગ્ય” પ્રદાર્થો અને વીટામીનો “લાભ” જણાવ્યો.

      ડો. મહેતાની કહાણી કહેતા, તાવની ગોળીની બુરી અસર વિષે વર્ણન હતું…અને, “ચીકન ગુનીઆ”ના રોગની “ઝલક” આપી.

      હર્બલ દવાઓના લાભો પણ કહ્યા.

      પ્રથમ પ્રતિભાવમાં ભુલથી “બેવાર માહિતી” મુકી તે રદ કરી છે….ફરી પધારી વાંચવા વિનંતી !

      હવે, મારે કંઈક અગત્યનું કહેવું છે>>>>>
      “ટોનીક ચીજો” એટલે શરીરને જે તંદુરસ્ત રાખે તે !…..એ લેવાથી “લાભ” જ છે !
      ખોરાક/પરેજી માટે આર્યુવેદીક દવાઓ માટે મહત્વ અપાયું છે….એવું મહત્વ “એલોપથી”માં નથી……એલોપથીમાં રોગોના “ચિન્હો”કેમ દુર થાય કે ઉંડાણમાં “જંતુઓ” કે અન્ય કારણો માટે “ભાર” અપાય છે..ત્યારે આર્યુવેદીક જાણકારી દવાઓ “મુળ કારણ”ને ધ્યાનમાં લઈ “કમપ્લીટ સારવાર”માટે સલાહો આપે છે…..અત્યારે “એલોપથી” એ આર્યુવેદીક સારવારથી થતા “ફાયદાઓ”ની કબુલાત કરી છે..પણ મારૂં માનવું છે કે ભવિષ્યમાં આ “બે જ્ઞાન જાણકારી”નું મિલન હશે…જે સર્વ માનવીઓ માટે લાભદાયક હશે !

      ડો. ચંદ્રવદન મિસ્ત્રી

      Reply
  • 3. pragnaju  |  October 25, 2010 at 11:23 pm

    માફ કરજો પહેલી રફ કોપી પણ છપાઈ છે તો ઉપરનો ભાગ કાઢી નાંખવા વિનંતિ

    Reply
    • 4. chandravadan  |  October 26, 2010 at 10:43 pm

      Pragnajuben,
      I had DELETED some portion from your FIRST COMMENT.
      I am HAPPY to read your EMAIL with the NICE THOUGHTS..& I am publishing as a COMMENT from you.
      YOUE EMAIL>>>>>

      Re: NEW POST….SKIN DISORDERS અને શારિરીક,માનસિક અને આધ્યાત્મિક સ્વસ્થતા
      Tuesday, October 26, 2010 2:38 PM
      From:
      “pragna vyas”
      View contact details
      To:
      “chadravada mistry”

      આ આપને ઠીક લાગે તો છાપશો .
      તે પહેલા આપણા મિત્રોના ચિંતન જાણવા,સમજવા પ્રયત્ન કરીએ.
      તો, સવાલ/સવાલો રહે
      “ખજવાળ” સાથે કે એના વગર ચામડીના રોગો વિષે ઝલક આપશો ?
      ચામડીના રોગોના કારણો વિષે જરા ઝલક આપશો ?”
      આપને પહેલા પણ જણાવેલું કે વેદની દ્રુષ્ટિએ સ્વસ્થ એટલે શારિરીક,માનસિક અને આધ્યાત્મિક સ્વસ્થ.
      અમારો પ્રયાસ આ રીતે સમન્વય કરવાનો છે.
      સંતનું દર્શન
      માણ્યું તેનું ગાણું નહીં
      ને રહ્યું તેની ખજવાળ
      તેમાંથી ભીતરને અજ્વાળ..
      .વિતરાગ અંગે દાદાની દ્રુષ્ટિ જોઈએ
      ‘અનંત અવતારથી દર્શનમોહને લીધે ઊભી થયેલી આ સંસાર જંજાળ છે, તે સમ્યક્દર્શન થાય ત્યારે દર્શનમોહ તૂટે. જગત શાથી ઊભું રહ્યું છે ? દર્શનમોહથી. આટઆટલું કરવા છતાં મુક્તિને કેમ નથી પામતાં ? દર્શનમોહ નડે છે. કોઈ માણસ રાતે જમ્યો હોય, પણ સવારે પાછી કકડીને ભૂખ લાગી હોય, તો એ સોનાની દુકાન કે સાડીની દુકાન ના જુએ. પણ એને તો કંદોઈની દુકાન જ દેખાય. શાથી ? એનું ચિત્ત ખાવા માટે જ ભટકયા કરતું હોય ? દેહમાં ભૂખની ‘ઇફેક્ટ’ થઈ એટલે ખાવાનો મોહ થયા કરે, એનું નામ દર્શનમોહ. દેહને વિષયની ભૂખ લાગે તો સ્ત્રીનો મોહ જાગે. એટલે આ દર્શનમોહથી તો આવતા અવતારનાં બીજ નાખે છે ને ? તેથી આવતા અવતારનો સંસાર ઊભો કરે છે. વીતરાગને એકુય નજર ના લાગે. માટે સંસારથી છૂટવું હોય તો વીતરાગ થા. પણ વીતરાગ કેવી રીતે થાય ? દર્શનમોહ તૂટે એવી કોઈ રીત કર ! દર્શનમોહથી સંસાર ઊભો રહ્યો છે.
      મોક્ષે જવું હોય તેણે સ્ત્રી જાતિ ઉપર કે સ્ત્રીએ પુરુષ જાતિ ઉપર દ્રષ્ટિ જ માંડવાની બંધ કરવી. નહીં તો આનો ઉકેલ જ નહીં આવે. આ ચામડી કાઢી નાખે તો શું દેખાય ? પણ આ માણસો તો આમે ય એવા ગંધાય છે કે એમ થાય કે આ તો કઈ જાતના માણસ છે ! પહેલાંના કાળમાં એવી સ્ત્રીઓ હતી પદ્મિની-સ્ત્રીઓ, તે સુગંધ આવે, બાજુમાં બેઠી હોય તો પણ અહીં સુગંધ આવ્યા કરે. અત્યારે તો આ પુરુષોમાં બરકત જ નથી, ને સ્ત્રીઓમાં પણ બરકત નથી. બધો ફેંકી દેવાનો માલ, કાઢી નાખવાનો માલ કહેવાય, રબીશ મટીરિયલ્સ. એમાં પાછો મોહ ચોંટાડે. અલ્યા, એમાં કશું મોહ રાખવા જેવું તને લાગ્યું ? કેમ ધોળી ચામડી હોય તેથી ? સીલબંધ પેટ્રોલના ડબ્બા હોય, હવા પણ ના નીકળે એવા હોય, છતાં આ રૂમમાં કોઈ બીડી પીવે તો ય ડબ્બા સળગી જાય. માટે સ્ત્રી-પુરુષોએ ‘બીવેર ઓફ પેટ્રોલ’ એવું બોર્ડ મારવું.
      ‘આ સ્ત્રી છે’ એમ જુએ છે. એ પુરુષનો મહીં રોગ હોય તો જ સ્ત્રી દેખાય, નહીં તો આત્મા જ દેખાય અને ‘આ પુરુષ છે’ એમ જુએ છે, એ એનો સ્ત્રીનો રોગ છે. નીરોગી થાય તો મોક્ષ થાય. અત્યારે અમારી નીરોગી અવસ્થા છે. તે મને એવો વિચાર જ ના આવે. ફક્ત ખોખાં જુદાં છે એવું રહે, એ સ્વાભાવિક છે, પણ એવું લક્ષ રહે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે, એવી બધી ભાંજગડ નહીં. એ તો મહીં એ રોગ હોય ત્યાં સુધી જ એવું દેખાડે છે. જ્યાં સુધી એ રોગ છે ત્યાં સુધી આપણે પરેજીમાં શું કરવું જોઈએ ? કે ઉપયોગ જાગૃત રાખવો. આવું દેખાય કે તરત જ શુદ્ધાત્મા જુઓ. આ ભૂલ ખવડાવી એને દેખત ભૂલી કહેવાય છે. પુરુષને પુરુષનો રોગ ના હોય તો આ સ્ત્રી છે એવું ના દેખાય અને સ્ત્રીને સ્ત્રીનો રોગ ના હોય તો આ પુરુષ છે એવું ના દેખાય. બધામાં આત્મા દેખાય.
      વીતરાગો એટલું જ જોતા હતા કે માણસની પ્રાકૃતિક શક્તિ ઉત્પન્ન થવી, વ્યય થવી અને આજની શક્તિ, એ બધી શક્તિઓને ત્રિકાળ જ્ઞાનથી જોતા હતા. ઉત્પન્ન, વ્યય બધું સંપૂર્ણપણે જાણતા હતા એટલે એમને રાગ ઉત્પન્ન ના થાય પછી. આ રાગ ઉત્પન્ન થવો એ તો એકલા વર્તમાનકાળના જ્ઞાનથી થાય છે. એક તો પોતાના સ્વરૂપનું અજ્ઞાન અને વર્તમાનકાળનું જ્ઞાન, તે પછી એને રાગ ઉત્પન્ન થાય. બાકી જો એને એમ સમજાય કે આ ગર્ભમાં હતી તો આવી દેખાતી હતી, જન્મી ત્યારે આવી દેખાતી હતી, નાની બેબી થઈ ત્યારે આવી દેખાતી હતી, પછી આવી દેખાતી હતી, અત્યારે આવી દેખાય છે, પછી આવી દેખાશે, ઘૈડી થશે ત્યારે આવી દેખાશે, પક્ષાઘાત થશે ત્યારે આવી દેખાશે, નનામી કાઢશે ત્યારે આવી દેખાશે, આવી બધી અવસ્થાઓ જેને લક્ષમાં છે, એને વૈરાગ શીખવવાનો ના હોય ! આ તો જે આજનું દેખાય છે તે દેખીને જ મૂર્છિત થઈ જાય છે. એને વૈરાગ શીખવાનો છે. વીતરાગો બહુ ડાહ્યા હતા. કોઈ પણ વસ્તુ આવી તો એમને મૂર્છા ઉત્પન્ન ના કરાવે કારણ કે એ વસ્તુને વીતરાગો ત્રણે ય કાળથી જોઈ શકતા હતા.’

      Reply
  • 5. Harnish Jani  |  October 26, 2010 at 10:21 pm

    ઘણું જાણવા મળ્યું-ધન્યવાદ.

    Reply
  • 6. neetakotecha  |  October 27, 2010 at 6:04 am

    khub janva maliyu..mara sasu hamna pathaari ma j che..age 77 years..thoda divas pahela emno ek kan suji gayo..dr..ne bataviyu emne dava lakhi aapi..mati gayu..kale bija kan ma taklif thai hu emne pachi lai gai..dr e joyu ane teb lakhi aapi..me puchyu sena lidhe thay che aavu to emne kahyu neeta ben suta j hoy che to vad nu pan infection hoy..sasuji ne pida bahu che..mane taklif thay che joine ..
    teb nu nam….ZITHROX..500

    Reply
    • 7. chandravadan  |  October 27, 2010 at 8:18 pm

      Neetaben….
      Thanks for your comment !
      You are doing the “SEVA” to your mother-in-law, & it is one of the “greatest”duty of your life.
      If a person you care is in PAIN..to relieve that pain is the 1st thing. If you have to give any medicine to do that you MUST NOT delay.
      When you are daily observing an elderly bedridden person you are EMOTIONALLY touched & often your Heart hurts…BUT if you are giving your 100% you must not go on any GUILT TRIPS.
      For the bedridden person after taking care of the PAIN 2 things are important>>>
      1…Daily BED BATHS to keep the skin moist & CLEAN..you may consider using some ANTISEPTIC use with the baths
      2 Frequent TURNING of the person from one position to another so there is NO CONSTANT PRESSURE on one site Thus SKIN BREAKDOWN or ULCERS are prevented.
      Your mother-in law was given an antibiotic called ZYTHROMYCINE ( which is a NEW Erythromycin) When the infection occurs one needs to take the ANTIBIOTIC. Giving VITAMIN Pills mat help increase the “infection fighting power ”
      I hope this RESPONSE is liked by you !
      DR. CHANDRAVADAN

      Reply
  • Nice…. informative… in fact all your post as Dr. Pukar are really good ones … the time and effort you’ve put to enlighten the common people are worth appreciating.
    Thanks and Regards
    Paru.

    Reply
  • 9. pravina  |  October 28, 2010 at 1:25 am

    Your informations are interesting. You have to publish book for common people like us.

    Reply
    • 10. chandravadan  |  October 28, 2010 at 10:44 pm

      પ્રવિણાબેન….

      તમે પધારી તમારો પ્રતિભાવ આપ્યો…તે માટે આભાર !

      તમે મારા મનમા એક વિચારના “બીજ” રોપ્યા !….બધી જ “હેલ્થ”ની પોસ્ટો એક “પુસ્તક” સ્વરૂપે !….પ્રભુની ઈચ્છા હશે તો એવું પણ શક્ય હશે !>>>>ચંદ્રવદનભાઈ.

      Reply
  • 11. dilip Gajjar  |  October 28, 2010 at 8:16 pm

    ચામડીના રોગ વિષે શ્રી ચન્દ્રવદન્ભાઈ આપે ખુબ સુંદર માહિતિ આપી અને પ્રગ્નાજુ બેને પણ સુંદર ટોનીક વિષે વાત કરી ઉપકારક માહિત આપી તેઓ આધ્યાત્મીક પણ છે તે જાણી આનંદ..

    Reply
  • 12. Ramesh Patel  |  October 30, 2010 at 7:31 pm

    ખૂબ જ માહિતી સભર અને ઉપયોગી લેખમાળા સર્વને બહુ જ ઉપયોગી થશે. આપે આપના
    જ્ઞાનના દીપકથી સાચી દિવાળી ઉજવી જીવન ઉજાશ અને મહેક ફેલાવી છે.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Reply
  • 13. ishvarlal r. mistry  |  October 31, 2010 at 6:01 pm

    Hello Chandravadanbhai,
    Very good information on skin disease , you are helping us a lot for sharing your knowledge.
    Thankyou chandravadanbhai keep up the good work.
    Ishvarbhai R. Mistry.

    Reply
  • 14. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  November 19, 2011 at 9:18 am

    આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ

    ખુબજ સરસ માહિતી જાણવા મળી

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,082 hits

Disclimer

October 2010
M T W T F S S
« Sep   Nov »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: