માનવ તંદુરસ્તી (૨૨)…”ડોકટરપૂકાર”(૭)…એચ આઈ વી ઈન્ફેકશન અને એઈડ્સ

ઓક્ટોબર 21, 2010 at 1:21 એ એમ (am) 12 comments

 

HIV structure

Papular cutaneous Kaposi’s Sarcoma

માનવ તંદુરસ્તી (૨૨)…”ડોકટરપૂકાર”(૭)

તમે “ઈમ્યુન્લોલોજી” ( ) યાને માનવ શરીર રક્ષણ વિષે પોસ્ટ વાંચી હતી !
એ પોસ્ટ તમે ફરી વાંચો..અને તમારી સમજ તાજી કરો !
તમે જાણશો કે આ “સીસ્ટમ” બરાબર કાર્ય ના કરે તો ઘણા જ રોગો હોય શકે !
બધા જ રોગો વિષે ચર્ચા કરવી અશક્ય છે…પણ આપણે “એચ આઈ વી ઈન્ફેક્શન ” અને “એઈડ્સ” ( ) વિષે ચર્ચાઓ કરીએ તો કેવું ?
તમોને ગમશે !

તો, સવાલો છે…>>>>

(૧) “એચ આઈ વી” એટલે શું ?…”એચ આઈ વી ઈનફેક્શન” અને “એઈડ્સ” ( ) વચ્ચે શું ફેર ?
(૨) કેવી રીતે જાણવું કે આ રોગ થયો છે ??
(૩) આ રોગ માટે સારવાર શું ???

અને, એના જવાબોરૂપે છે….>>>>>

“એચ આઈ વી” (H I V ) એક ” વાઈરસ” છે !
જ્યારે, આ વાઈરસ માનવીના પ્રવેશી, એના “સેલ્સ” (Cells )માં જઈ શરીરના “સેલ્સ” આ વાઈરસ સંખ્યામાં  ત્યારે આપણે કહીએ કે આ વ્યક્તિને “એચ. આઈ. વી. ઈન્ફેક્શન” (Hiv Infection ) થયું છે.
જ્યારે આ વાઈરસ સંખ્યામાં વધી, આ “સેલ્સ”ને પોતાનું કાર્ય ના કરવા ત્યારે એ વ્યક્તિમાં “એચ આઈ વી ડીઝીઝ” (HIV Disease ) યાને રોગ છે એવું કહેવામાં આવે.
જ્યારે આ રોગ કારણે “નોરમલી” ના થાય એવા રોગો સાથે થાય કે એના “ટી સેલ્સ” (T Cells )માંથી “સી ડી ફોર” (CD4 ) ૨૦૦થી નીચે થઈ જાય ત્યારે એ વ્યક્તિની “રક્ષણ શક્તિ” ઘણી જ ઓછી થઈ ગઈ હોય એવા સમયે આપણે એમ કઃઈએ કે આ વ્યક્તિને “એઈડ્સ” (AIDS ) થયો છે !
આ સમજ ઘણી જ અગત્યની છે !
હવે, આટલું જાણ્યા બાદ, આ વાઈરસ વિષે વધુ ચર્ચા કરીએ !
રોગીઓની સારવાર કરતા ડોકટરો “નવા જ લાગતા” રોગનું જાણ્યું …એ પર “રીસર્ચ” થવા લાગી…અને એક “નવું જ” વાઈરસ એવા રોગીમાં નિહાળવા લાગ્યા….”હ્યુમન” યાને માનવના શરીરની રક્ષણ કરતા “સેલ્સ”માં આ વાઈરસ પ્રવેશી,  હતી…. માનવ સેલ્સમાં હાની પહોંચાડતી …અને જ્યારે આ વાઈરસનું નામ આપવાનું થયું ત્યારે આ બધી જ વિગોતોને ધ્યાનમાં લેતા ” હ્યુમન ઈમ્યુનડેફીસીઅનસી વાઈરસ ” ( ) નામ આપવામાં આવ્યું…આ જાણકારી ૧૯૮૧માં થઈ હતી !..એ જાણકારી બાદ, અનેક નવું નવું જાણી માનવીએ એ રોગ માટેની સારવાર સારી કરી છે કે આજે આ રોગના રોગીઓ “નોરમલ” જીવન જીવી શકે છે !
જેમ અસલ વર્ષો પહેલા “ટીબી ” કે “લેપ્રસી” કે “સીફીલીસ” જેવા રોગોના દર્દીઓને ” તીરસ્કાર યાને “સોસીઅલ સ્ટીગમા” (Social Stigma ) સાથે જોવામાં આવતા તે પ્રમાણે શરૂઆતમાં આ રોગના દર્દીઓએ આવું જ સહન કરવું પડ્યું હતું !…..અહી જે સંજોગો સાથે દર્દીઓ જોવા મળતા એના કારણે આવું હ્શે..પણ, ખરેખર તો “અજ્ઞાનતા” અનું કારણ હતું !…..”ગેય” વ્યક્તિઓમાં કે “ડ્રગ એડીક્ટ્સ”(Drug Addicts ) માં વધારે જણવા મળતું … “મ્યુકોસા બ્રેકડાઉન” (Mucosa Breakdown ) અને ડ્રગ લોહીમાં લેવા ખરાબ “નીડલ્સ” (Needles ) વપરાતી તે એ રોગ થવાનું  ખરૂં કારણ હતું ..ત્યારબાદ, એ રોગ અનેકમાં જોવા મળતો ….અને, “એજ્યુકેશન”(Education )ના કારણે માનવ જાતીએ આ રોગનો સ્વીકાર કર્યો છે એ “સોસીયલ સ્ટીગમા” (Social Stigma ) હવે ધીરે ધીરે દુર થતો જાય છે !
આજે, વિશ્વમાં ૩૦ મીલીઅન( આ “ઈનફેક્શન”ના દર્દીઓ છે….એમાંથી અનેકને “એઈડ્સ” છે !
સવાલ રહે…”એચ. આઈ. વી. ” () ઈનફેક્શન કેવી રીતે થઈ શકે ?>>>>
જયારે કોઈ રોગી હોય અને એના “બોડી ફ્લુઈડ્સ ” (Body Fluids ) દાખલારૂપે ” લોહી, સીમેન, વેજાઈનલ ફ્લુઈડ, અને સ્ત્રીનુ બ્રેસ્ટ મીલ્ક (Breast Milk )  જો બીજી વ્યક્તિના લોહીમાં પ્રવેશ કરી શકે ત્યારે જ બીજી વ્યક્તિને એવો રોગ થાય !
આ વાઈરસ મોની મ્યુકોસા (Mucosa ) આનસ કે સેક્ષ ઓરગન્સ (Anus or Sex Organs )  કે “બ્રોકન સ્કીન (Broken Skin ) મારફતે લોહીમાં પ્રવેશ કરી શકે છે !
તો, રોગ થવાના કારણો….>>>
(૧) ડ્રગ એડીક્ટ દર્દીઓ એકબીજાની “નીડલ” (Needles ) વાપરે એથી .
(૨)  “અન પ્રોટેક્ટેડ સેક્ષ” (Unprotected Sex ) ના કારણે,
(૩) ઉપ્રરમા બે મુખ્ય કારણો સિવાય….
>>>ઈન્ફેક્ટેડ માતાઓના “બ્રેસ્ટ મીલ્ક”(Breast Milk )  દ્વારા…આ હવે ધીરે ધીરે ઓછું થાય છે ..”એજુકેશન”ના લીધે !
>>>રક્ત દાન યાને “બ્લડ ડોનેશન” દ્વારા..આ પહેલા થતું ..હવે તો “સ્ક્રીનીન્ગ” (Screening ) બહું સારી રીતે થાય છે એટલે આ શક્યતા રહી નથી !
>>>રોગીના શરીરે “વુન્ડ” (Wound ) હોય ત્યારે એનું લોહી હાથમાં ઝખમ હોય અને “ગ્લોવ્સ” (Gloves ) પહેર્યા ના હોય તો આ શક્યતા રહે ..પણ હવે તો “હાઈજીનીક “(Hygienic ) કાળજી લેવાના કારણે અસંભવ રહે છે !

અહી અગત્યનું કહેવાનું રહે આ રોગ વિષે જે ખોટી માન્યતાઓ છે એ દુર કરવાની રહે !..અને તમે જાણો કે >>>>

તમોને  નીચે ઉલ્લેખ કર્યો તેનાથી આ રોગ ના હોય શકે …..>>>
>>>રોગીને પકડવાથી કે એને ભેટવાથી યાને “હગ” (Hug ) કરવાથી રોગ ના હોય શકે !
>>> રોગીના વાસણો કે ટેલીફોન પકડવાથી રોગ ના થાય !
>>>પબલીક બાથ્સ કે સ્વીમીન્ગ પુલ્સ (Public Bath or Swimming Pool ) વાપરવાથી આ રોગ ના થાય !
>>>માંકડ કે બીજા “બગ્સ” (Bed Bugs or other Bugs ) કરડવાથી આ રોગ ના થાય !
માટે આવા રોગીઓથી દુર ના ભાગો…એમના પર સહનુભુતી દર્શાવો..મદદરૂપ થાઓ !
હવે, સવાલ રહે …આ રોગના ચિન્હો યાને “સીમ્ટમ ” ( SYMPTOMS ) શું ??
આ જવાબ આપું તે પહેલા આ રોગનો “કનફર્મ ડાયાનોસસ ” (Confirmed Diagnosis ) ક્યારે હોય તે જાણીએ !
પ્રથમ તો શરીરમા છે કે નહી તે જાણવા માટે “એચ. આઈ. વી . ટેસ્ટ ” (HIV Test ) કરવાની જરૂર પડે..આ ટેસ્ટ લોહીમાં આ વાઈરસની સામે “એન્ટીબોડીસ ” (Antibodies ) છે કે નહી તે બતાવે…આ ટેસ્ટ જુદી જુદી રીતે કરવામાં આવે પણ એક ટેસ્ટ …”એલીસા ટેસ્ટ”(ELISA TEST).
જેનું પુરૂ નામ છે ” એનઝાય્મ લીન્ક્ડ ઈમ્યુઅનોસોરબન્ટ એસે (ENZYME- LINKED IMMUNOSORBENT ASSEY )
એકવાર, આ ટેસ્ટ “પોઝીટીવ” (Positive ) હોય તો એની સાથે  “સીડી ફોર કાઉન્ટ” (CD4 ) ટેસ્ટ પણ કરવામાં આવે..જેથી રોગ હોય તો એવા સ્ટેજમાં છે તે જાણી શકાય..અને જો કાઉન્ટ ૨૦૦થી નીચે હોય તો એને “એઈડ્સ” (AIDS ) છે એવું કહી શકાય.
આ અગત્યનું છે !
આ રીતે રોગ છે એ જાણી શકાય…
પણ,…..આ રોગના ચિન્હો પહેલા પહેલા રોગની ઓળખ ના આપી શકે..અને જ્યારે પાછળથી વાઈરસ વધી જાય ત્યારે જ આ રોગ પારખી શકાય !
તો, રોગના “સીમટ્મ્સ” (SYMPTOMS ) જાણીએ>>>>
(૧) ઘણા માણસોના શરીરમાં આ વાઈરસ પ્રવેશે ત્યારબાદ, એ નોરમલ હોય અને ઈનફેક્શન છે તે જાણી પણ ના શકાય..શંકાઓ હોય અને ટેસ્ટ કરતા જ જાણ થાય!
(૨) કેટલાક લોકોને આ વાઈરસ શરીરમાં ગયા બાદ, થોડા દિવસો કે થોડા અઠવાડીઆ બાદ, “ફ્લુ જેવા સીમ્પટમ્સ” (Flu like Symptoms ) થાય..જેમ કે તાવ,…થાક લાગવો…માથાનો દુઃખાવો થવો…તો કોઈને ગળાના “લીમઅ નોડ્સ” (Lymph Nodes )મોટા થઈ જાય
આટલું થયા બાદ, બધુ જાણે સારૂં હોય એવું લાગે !
(૩) આ “ઈનફેક્શન” થયા બાદ, કોઈવાર મહિનાઓ કે વર્ષો સુધી કાઈ ના પણ થાય..પણ શક્યતા એ કે ધીરે ધીરે, જુદા જુદા ચિન્હો જોવા મળે….
>>>વાઈરસ “સેલ્સ”માં વધે..ધીરે ધીરે, શરીરની “ઈમ્યુન સીસ્ટમ” બરાબર કામ કરી ના શકે
>>>આ વાઈરસ શરીરના પ્રથમ રક્ષણ માટે જરૂરીત સેલ્સ યાને “સીડી ફોર સેલ્સ” ( ) ને મારે
>>>>એકવાર, આ રક્ષણ કરતી સીસ્ટમ નબળી બને એટલે નીચેનું હોય શકે…..
(૧) શક્તિ બરાબર ના રહે (No Energy)
(૨) વજન ઓછું થાય (Weight Loss)
(૩) ઘણીવાર તાવ અને પરસેવો થવો (Frequent FEVERS & SWEATING)
(૪)ઈસ્ટ કે ફન્ગલ ઈનફેક્શન ઘણીવાર, થાય ત્યારે જલ્દી સારૂં ના થાય (Yeast /Fungal Infection)
(૫)ઘણીવાર ચામડી પર “રેશ” (SKIN RASHES)
(૬)  યાદશક્તિ ગુમાવવી (MENTALCONFUSION & FORGETFULNESS)
(૭) મો તેમજ જેનાઈટલ કે એનલની જ્ગ્યાએ “હરપીઝ ઈનફેક્શન” થવા (MOUTH/GENITAL/ANAL SORES)
અને જ્યારે “સીડીફોર સેલ કાઉન્ટ” ( ) ૨૦૦થી નીચે જતા “એઈડ્સ” ( ) થાય ત્યારે>>>>
જે આમ ના થાય તેવા “ઓપચ્યુનીસ્ટ્ક ઈન્ફેક્શન્સ” (Opportunistic Infections)  થાય અને શરીરના અનેક ઓરગન્સ (Organs ) ને અસર પડે !
જેથી ચિન્હો હોય શકે>>>>
(૧) ઉધરસ તેમજ શ્વાસ લેવામાં તકલીફ (Cough/Shortness of Breath )
(૨) ખેંચ કે શરીરનું “બેલન્સ” ના રહેવું (Seizures & Imbalance)
(૩) ખોરાક ગળવામાં તકલીફો (Difficulty of Swallowing)
(૪) મનમાં ગુંચવાય અસમજ અને યાદશક્તિ ના રહે (Mental Confusion & Forgetfulness)
(૫) ઘણીવાર ઝડા થવા (Frequent Diarrhea)
(૬) તાવ ફરી ફરી (Frequent Fevers)
(૭) આંખે અંધારા ( Blurred Vision)
(૮) ઉલટી કરવા જવું કે ઉલટી થવી (Nausea & vomiting & Abdominal Pains)
(૯) થાક લાગવો અને વજન ઓછું થવું ( Fatigue & Weight Loss)
(૧૦) માથાનો દુઃખાવો અને સાથે ગરદનમાં દુઃખવો (Headaches & Neck Stiffness)
(૧૧) બેભાન થઈ જાવું (COMA)
(૧૨) ઉપરના ચિન્હો સાથે આ રોગ સાથે જ હોય શકે એવા રોગો ….
>>>”કપોસીસ સારકોમા” (KAPOSIS SARCOMA )
>>>”લીમ્ફોમાસ” (LYMPHOMAS )
>>>”સરવાઈકલ કેન્સર ” ( CERVICAL CANCERS)
હવે, આપણે આ રોગની સારવાર વિષે ચર્ચા કરીએ …..>>>
એકવાર, શરૂઆતમાં આ રોગ માટે દવાઓ ના હતી ….આજે અનેક નવી નવી દવાઓ છે ..અને નવી શોધો તતી રહે છે !
આ બધી જ દવાઓના નામો કહેવા તો અસંભવ, પણ ટુંકાણમાં સમજ આપવા પ્રયત્ન કરીશ.
આ “એચ.આઈવી વારસ્ર”ને મારે એવી જુદી જુદી ફેમીલીની “એન્ટીવાઈરલ” (ANTIVIRAL ) દવાઓ હોય છે..નવી દવાઓ વધારે અસર કરે તેવી પણ હોય છે…એક દવા બરાબર કામ ના કરે ત્યારે બીજી વધારે અસર કરે…બે દવાઓ એક સાથે ઘણીવાર આપવામાં આવે છે..આ બધી જ દવાઓ મોંઘી હોય છે….આથી અનેક “ચેરીટેબલ ઓરગનાઈઝેશ્ન્સ” (CHERITABLE ORGANISATIONS ) ગરીબ દેશોના દર્દીઓને સહકાર આપે છે..આ એક આનંદની વાત છે !
(૧) “રીવર્સ ટ્રાન્સ્કીટેઈસ ઈનહીબીટર્સ (REVERSE TRANSCIPTASE INHIBITORS)
(અ) ન્યુક્લોસાઈડ/ન્યુક્લોટાઈડ રીવર્સ ટ્રાન્સ્ક્રીપટેઈસ ઈનહીબીટર્સ(NUCLOSIDE/NUCLEOTIDE Reverse Transcriptase INHIBITORS )
દાખલારૂપે….
>>>કોમ્બીવીર ( COMBIVIR)
>>>રેટ્રોવીર (RETROVIR)
>>>એપીવીર (EPIVIR)
(બ) “નોન-ન્યુક્લોસાઈસાઈડ રીવર્સ ટ્રાન્સ્ક્રીપટેઈસ ઈનહીબીટર્સ (NON-NUCLEOTIDE Reverse Transcriptase INHIBITORS)
દાખલારૂપે….
>>>સસ્ટીવા (SUSTIVA)
>>>વાઈરામ્યુન ( VIRAMUNE)
(૨) “પ્રોટીએસ ઈનહીબીટર્સ (PROTEASE INHIBITORS)
દાખલારૂપે….
>>>વાઈરાસેપ્ટ (VIRACEPT )
>>>પ્રીઝીસ્ટા (PREZISTA)
(૩) “ફ્યુઝન ઈનહીબીટર્સ (FUSION INHIBITORS)
દાખલારૂપે…ફ્યુઝેઓન (FUZEON)
(૪) “એન્ટ્રી ઈનહીબીટર્સ (ENTRY INHIBITORS)
દાખલારૂપે…
>>>મેરાવાઈરોક (MERAVIROC)
(૫) “ટ્ન્ટેગ્રેઈસ ઈનહીબીટર્સ (INTEGRASE INHIBITORS )
દાખલારૂપે…
રાલ્ટેગ્રાવીર (RALTEGRAVIR)
આ બધી જ વાયરસને મારે એવી દવાઓ વાઈરસની અંદર જુદી જુદી જગ્યાએ કામ કરી એની અસર કરે છે, અને તે પ્રમાણે જુદા જુદા નામો છે..આ બધા નામો યાદ કરવાની વાત નથી …ફક્ત તમોને ખ્યાલ આવે કે આજે અનેક દવાઓ સારવાર માટે છે !
આ દવાઓ સિવાય..”.વિક્સીન”(VACCINE ) તેમજ અન્ય શોધો દ્વારા…તેમજ “એજ્યુકેશન” (EDUCATION ) દ્વારા આ રોગ એક દિવસ નાબુદ હોય શકે….પણ તે પહેલા, ઘણું જ કરવાનું બાકી છે !
આશા છે કે આ “ઝલકરૂપી” માહિતી દ્વારા તમો “એચ.આઈ.વી ઈનફેક્શન” કે “એઈડ્સ” (HIV INFECTION or AIDS ) ને વધુ સમજી શક્યા હશો….જો એ પ્રમાણે શક્ય થયું તો હું એમ માનીશ કે મરી એક ઈચ્છા પુર્ણ થઈ !
આ પોસ્ટ ગમે તો “બે શબ્દો”રૂપી જાણ કરવા વિનંતી !
>>>ડો. ચંદ્રવદન

FEW  WORDS

Today, it is Thursday and it is October, 21, 2010.
I am at Sydney, Australia to see my Grandson…our 1st Grandson !
This is the 1st ever Post published from Australia..& NOT from U.S.A.
This Post is a Question-Answer Post on Health…& the Topic is “H. I. V.. INFECTION”  and the late Stage of this Disease called ” A. I. D. S. ”

The Post gives the Informations about ” What is this DISEASE.”….How to RECOGNISE or DIAGNOSE this…..and about the TREATMENT.
It also removes the MYTHS & FEARS about this Disease ,…..This is VERY IMPORTANT !

I hope you like this Post !

DR. CHANDRAVADAN MISTRY

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માનવ તંદુરસ્તી (૨૧)…”ડોકટરપૂકાર”(૬)…ડાયાબીટીસના રોગ વિષે ! માનવ તંદુરસ્તી (૨૩)…”ડોકટરપૂકાર ( ૮)…..ચામડીના રોગો.

12 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ઓક્ટોબર 21, 2010 પર 2:38 એ એમ (am)

  ખૂબ સરસ વિગતે અગત્યની માહિતી બદલ ધન્યવાદ.કેટલીક વાતમા
  પુનરાવરતન થાય છતા જણાવીએ જેથી તે અંગે ગેરસમજને અવકાશ ન રહે
  વૈદ્યકીય ભાષામાં રેટ્રોવાયરલ કહે છે, કારણ કે તે પોતાના જંતુ પેશીના ડી એન એમાં છોડી દયે છે, તેને લીધે શરીરમાંની પેશી એચ.આય.વી વિષાણુનું કારખાનુ બને છે અને તેને લીધે દુહેરી પરિણામ થાય છે. એકબાજુ તે શરીરનું સૌરક્ષણ કરતું નથી તો બીજી બાજુ વધુ વિષાણુને જન્મ આપી બીજી પેશીઓને પણ સંસર્ગિત કરે છે. એચ.આય.વીના વિષાણુ પોતાની અંદર મોટા પ્રમાણમાં બદલાવ કરી શક્તા હોઇ શરીરમાંની લિમ્ફેટિક સિસ્ટમમાં અથવા બીજા ભાગોમાં લપાતો અને આવી જગ્યાએ આપણો અડ્ડો બનાવે જેને લીધે ઔષધ અથવા પ્રતિકાર કરનાર આ પેશી સુધી પહોંચી શક્તા નથી.

  એચ.આય.વીનો ચેપ કેમ લાગે?
  એચ.આઇ.વીનો વિષાણુ વીર્ય મારફત, યોની સ્ત્રાવ મારફત, રક્ત દ્વારા તથા સ્તનપાન દ્વારા ચેપ લગે છે.

  ચેપ લાગવાના પ્રમુખ માર્ગો નીચે પ્રમાણે

  * અસુરક્ષિત યૌન સંબધ.
  * ચેપી રક્ત દ્વારા.
  * ચેપી રક્તવાળી સોઇ, ઇંજેકશન દ્વારા
  * ગર્ભવતી મહિલા દ્વારા બાળક્ને ગર્ભ અવસ્થામાં અથવા સ્તનપાન દ્વારા.

  એચ.આઇ.વી વિષાણુનો સહજ પ્રચાર શાને લીધે? અથવા ક્યા માર્ગે?
  લૈંગિક સંબંધ દ્વારા એચ.આઇ.વીના ચેપની શક્યતા વધે છે જે વ્યક્તિને ગુપ્ત રોગ હોઇ ઉપચાર લેતા નથી, બળાત્કારને લીધે એચ.આઇ.વીના સંક્રમણની શક્યતા મોટા પ્રમાણમાં વધે છે.

  એચ.આઇ.વી સંસર્ગિત વ્યક્તિ મારફત લૈંગિક સંબંધ દ્વારા તેના જોડીદારને વિષાણુ સંસર્ગિત થવાની શક્યતા એ પ્રતીપિંડ નિર્માણ થવાના પહેલા વધુ હોય છે. વ્યક્તિ સંસર્ગિત થયા પછીના ટપ્પામાં વધુ સંસર્ગિત થાય છે, કારણ શરીરમાંની પ્રતિકારક શક્તિ એ વિષાણુની તુલનામાં ઓછી હોય છે.

  એચ.આઈ.વીનો પ્રસાર સેવાથી થતો નથી? અથવા ક્યા માર્ગે થાય છે?
  એચ.આઇ.વીનો વિષાણુ શરીરની બહાર સહજ રીતે જીંવત રહેતુ નથી, તેને લીધે સ્વચ્છતા ગૃહ વાપરવાથી, આલીંગન આપવાથી, ચુંબન અથવા હાથમાં હાથ લેવાથી, થાળી અથવા પાણી પીવાના વાસણોનો વપરાશ કરવાથી, અથવા ઉધરસ ખાવાથી પ્રસરતો નથી. મચ્છરના કરડ્વાથી પણ એચ.આઇ.વીનો પ્રસાર થતો નથી. એચ.આઇ.વીના વિષાણુ જે લાળમાં જોવા મળ્યા છે તે પણ દીર્ઘ ચૂંબનથી એચ.આઇ.વીનો ચેપ લાગ્ય઼્આના પુરવા મળ્યા નથી. મોઢામાં જખમ હોય તો મધ્યમ ચુંબન દ્વારા પણ એચ.આઇ.વીના ચેપની શક્યતા નકારી શક્તા નથી.

  એચ.આઇ.વીના સંક્રમણનો ક્રમ

  * તીવ્ર સંસર્ગ.
  * લક્ષણવિરહીત લાંબા સમય પછી પણ પ્રયોગશાળામાં રોગના જંતુની તપાસ જરૂરી છે.
  * પ્રતિકાર શક્તીના અભાવે સંન્ધિસાધુની બિમારી જે મૃત્યુનુ મુખ્ય કારણ હોય છે/(દા.ત. ટી.બી

  જવાબ આપો
  • 2. chandravadan  |  ઓક્ટોબર 21, 2010 પર 7:39 એ એમ (am)

   Pragnajuben,
   Thanks a lot for reading this Post, and your Comment.
   What I was unable to express in GUJARATI WORDS you said that so nicely in your Comment in GUJARATI.
   Please DO revisit this Post & read other Comments…& you are WECOMED to add further info related to this Post OR the HUMAN HEALTH in general !
   DR. CHANDRAVADAN

   જવાબ આપો
 • 3. pravina Avinash  |  ઓક્ટોબર 21, 2010 પર 3:01 પી એમ(pm)

  you provided info. in simple manner and included details. Thanks

  જવાબ આપો
 • 4. ishvarlal r. mistry  |  ઓક્ટોબર 21, 2010 પર 5:45 પી એમ(pm)

  Chandravadanbhai,

  Thankyou for the post on HIV and other health issues it is very educational and beneficial to us. Best wishes.

  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 5. Ramesh Patel  |  ઓક્ટોબર 21, 2010 પર 5:51 પી એમ(pm)

  ડો.શ્રી ચંદ્રવદનભાઈ
  આપે ખૂબ જ જહેમતથી આ બહુ ઉપયોગી લેખની પ્રસાદી ધરી છે. વિસ્તૃત રીતે વિષય પર
  પ્રકાશ પથર્યો છે. સુશ્રી પ્રજ્ઞાનજુબેને પણ એટલાજ ઉંડાણથી વિષ્લેષણથી લેખમાળા ને ઓપ
  આપ્યો છે. આટલી વયે તેમની સ્ફૂર્તિ માટે અહોભાવ થાય છે. અભિનંદન આ જનહીતની કથા માટે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 6. Harnish Jani  |  ઓક્ટોબર 22, 2010 પર 1:22 એ એમ (am)

  Doctor Saheb- This is what I ubderstood- That in transfering the disease”Brocken skin” is required– So can we say-that if one person has HIV-and other is healthy but if the other person has a cut on sexual organ- The HIV can be transmitted. Plz explain-
  How dentists get affected ?

  જવાબ આપો
  • 7. chandravadan  |  ઓક્ટોબર 22, 2010 પર 9:32 એ એમ (am)

   Harnishbhai,
   Thanks for your Comment !
   The main source of HIV Infection is the INFECTED BLOOD.
   The infectected blood can transmit the VIRUS to the Healthy person via BROKEN SKIN or a WOUND..or via MUCOSAL LESION in the MOUTH/ANUS/ VAGINA etc…OR via the HIV infected NEEDLES (eg, Drug Addicts or those sharing needles).
   The other source of HIV infection is via SEMEN (of Males) or VAGINAL FLUIDS ( of FEmales)…..or the MILK of the Lactating infected MOTHERS.
   In the Dentist Office…infected person can have his BLOOD infect the insruments….need of disinfecting !…and the dentist not wearing Gloves or not following proper hyegenic methods is at risk to get infected with the HIV
   .
   I hope I have answered your concerns !
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 8. pragnaju  |  ઓક્ટોબર 22, 2010 પર 1:01 પી એમ(pm)

  કોમેંટ પર કોંમેંટ અંગે માફી સાથે
  SEMEN (of Males નાંથી એચ આઇ વી ચેપ વગર સ્ત્રી બીજ ફરટીલાઈઝ થઈ શકે છેઆ વાયરસ કરતા.સ્પર્મ વધુ ગતિશીલ છે તેથી તેના સ્પેશિયલ ફીલ્ટર દ્વારા સ્પર્મને છૂટા પાડવામાં આવે છે ખાસ કરીને સૅરૉગેટ માતૃત્વ બાદ વધુ ચોક્કસાઇ નો વધુ વિકાસ થયો છે

  જવાબ આપો
 • 9. dilip  |  ઓક્ટોબર 24, 2010 પર 1:49 પી એમ(pm)

  Shree Chandravadanbhaai, kjub j mehnat ane lokoni health ni kaalji ane jaagruti mate aape AIDs ane HIV vishe khub j vigatvaar mahiti aapi..aapni aa sevabhavnane hu birdaavu chhu..khub khub shubhechchaa aape australia mathi pan mail karyo..aapni birthday sunder rite ujavaai hashe grandson na janm saathe…

  જવાબ આપો
 • 10. SURESH  |  એપ્રિલ 14, 2012 પર 4:32 પી એમ(pm)

  એઈડ્સના શરુઆત ના લક્ષણો કેટલા સમય઼ મા જોવા મડે ?

  જવાબ આપો
  • 11. DR. CHANDRAVADAN MISTRY  |  એપ્રિલ 17, 2012 પર 12:11 એ એમ (am)

   ભાઈશ્રી સુરેશ​,
   પ્રતિભાવ માટે આભાર​.
   તમે પોસ્ટ વાંચી, અને જાણ્યું કે “એચ​.આઈ.વી. ઈનફેકશન​” એટલે વાઈરસ ફક્ત લોહીમાં…..અને ત્યારબાદ​, જો એના કારણે લોહીના “સીડી ફોર​” સેલ્સ ધીરે ધીરે ઓછા …અને એના કારણે “ઈમ્યુઅન સીસ્ટમ​”બગડી જાય​, અને અન્ય રોગો થાય​..જેના લક્શણો હોય શકે…ઉધરસ​, અને શ્વાસની તકલીફો (ફેફસામાં નીમોનીઆ ) કે ચામડીનો રોગ ચાંદારૂપે..કે મગજના ઈનફેક્શનના કારણે યાદશક્તિ ઓછી થ​વી વિગેરે….આ બધા કે કોઈક લક્શણો રોગ આધારીત નજરે પડે અને એની સાથે સીડી ફોર ઓછા નંબરે, ત્યારે એ “એઈડ્સ​”નો બિમારી કહેવાય​….થોડા અઠ​વાડિયામાં કે મહિનાઓમાં હોય શકે !
   આશા છે કે…આ જ​વાબ સંતોષકારક હશે !…ડો. ચંદ્ર​વદન​

   જવાબ આપો
 • 12. Thakorbhai patel Vesma  |  એપ્રિલ 22, 2012 પર 4:57 પી એમ(pm)

  Vanchi mahitgar thayo . Aabhar

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 347,765 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: