માનવ તંદુરસ્તી (૨૧)…”ડોકટરપૂકાર”(૬)…ડાયાબીટીસના રોગ વિષે !

ઓક્ટોબર 13, 2010 at 1:51 પી એમ(pm) 16 comments

 

 
 
 

 
 
 File:Illu pancrease.svg
 
 
picture islets of langerhans
 
 

માનવ તંદુરસ્તી (૨૧)…”ડોકટરપૂકાર”(૬)

તમે “તંદુરસ્તી”ની પોસ્ટોમાં “એન્ડોક્રીન સીસ્ટમ” વિષે વાંચ્યું !
 
અનેક “હોર્મોન્સ” જે પ્રમાણે કાર્ય કરે તે જાણ્યું !
 
એ “હોર્મોન્સ” જો બરાબર કાર્ય ના કરે તો, અનેક રોગો થવાની શક્યતા રહે !
 
બધા જ રોગો વિષે એક પોસ્ટ દ્વારા કહેવું અશક્ય ….આજે આપણે “ડાયાબીટીસ” રોગ વિષે ચર્ચા કરીએ !
 

તો…સવાલ હોય>>>>>

ડાયાબીટીસ”નો રોગ એટલે શું ?
 
શા કારણે આ રોગ થાય ??
 
રોગ છે એ કેવી રીત જાણી શકાય? એના ચિન્હો શું ???
 
આ રોગની સારવાર વિષે માહિતી આપશો ???? 
 
ડાયાબીટીસના રોગ વિષે !

અને….જવાબ “ડોકટરપૂકાર”રૂપે છે>>>>

 

સવાલોના જવાબ આપું તે પહેલા, થોડી ચર્ચા !
 
આજ “મેડીકલ હેવાલો” આધારીત, “ડાયાબીટીસ”ની બિમારી જાણે વિશ્વમાં વધતી જાય છે !
ભારતમાં અને પરદેશમાં રહેતા ભારતીજનોમાં આ રોગ અનેક હોય એવું જાણવા મળે.
અને, અમેરીકાના રહીશોમાં પણ આ રોગ જાણે વધી રહ્યો છે એવા સમાચાર જાણવા મળે છે.
અરે, દુઃખભરી વાત તો એ કે આજે નાના બાળકોમાં પણ આ રોગ પારખવામાં આવે..ખાસ કરીને જેમનું વજન વધારે હોય યાને જેઓ “ઓબીસ” ( ) હોય તેઓને આ રોગ હોય છે !
 
હવે, પ્રથમ સવાલ લઈએ ….”ડાયાબીટીસ” રોગ એટલે શું ?
 એના જવાબરૂપે ….
 
જ્યારે  ખોરાક ખાધા પછી  માનવીના શરીરના “પેનક્રીઆસ” જરૂરત પ્રમાણે “ઈનસુલીન” હોર્મોન્સ બનાવી ના શકે, અને જેના કારણે, લોહીમાં સુગર યાને “ગ્લુકોસ”(GLUCOSE ) જે “નોરમલ” રહેવો જોઈએ તેના કરતા વધારે હોય ત્યારે “ડાયાબીટીસ”નો રોગ થયો એવું કહેવામાં આવે.
 
લોહીમાં “નોરમલ” ગ્લુકોસ લેવલ કેટલું ? ….ભુખ્યા પેટે લોહીનો “ટેસ્ટ” કરો તો એ ૧૦૦ mg(100mg) કે છું હોય….અને ખાધા બાદ તપાસતા એ ૧૪૦ mg(140mg)નજીક હોય.
જ્યારે, લોહીમાં વધારે “ગ્લુકોસ” ભ્રમણ કરે ત્યારે..એ લોહી કિડનીમાંથી પસાર થાય ત્યારે પેશાબ સાથે શરીર બહાર આવે…એથી પહેલા લોહીની “ટેસ્ટ” જલ્દી અને સરળતાથી  થઈ ના શકતી ત્યારે “ડાયાબીટીસ”ના રોગને જાણવા “યુરીન યાને પેશાબ”ને તપાસવામાં આવતો…..એવા સમયે “ડાયાબીટીસ”ની શરૂઆત જ થઈ હોય તે જાણી શકાતું નહી.
 
હવે, સવાલ બીજા..”આ રોગ થવાના કારણો શું છે? ” ના જવાબરૂપે…>>>> 
 
એટલું જાણીએ કે જ્યારે શરીરનું “પેનક્રીઆસ” જરરૂત પ્રમાણે “ઈનસુલીન” બનાવી ના શકે ત્યારે “ડાયાબીટીસ” થાય…પણ, આવું શા માટે થાય ? આ જાણકારી માટે “રીસર્ચ” ચાલું જ છે…અત્યાર સુધી ઘણું જાણ્યું છે….તેમાં વંશવેલાનો ફાળો..કે “જિન્સ” (GENES) માં ખરાબી કે કોઈવાર “ઈનફેક્શન કે “ટોક્ષીન” (INFECTION or TOXINS ) નો ફાળો પણ જાણવા મળ્યો છે….ખરૂં કારણ એક કે અનેક કારણો થકી આ રોગ???…પણ આ રોગને વધુ જાણવાના પ્રયાસોમાં અનેક “રીક્ષ ફેક્ટર્સ” (RISK FACTORS ) જાણવા મળ્યા છે તે પર ધ્યાન આપવા “ડોકટરી સલાહો” હોય છે ! તે હવે આપણે વિગતે જાણીએ…>>
 
(૧) ફેમીલી કે વંશવેલાના કારણે( FAMILY INHERITENCE)
 
કોઈને “ડાયાબીટીસ ” હોય ત્યારે આપણે વધુ તપાસ કરા જાણીએ કે એના પરિવારમાં કે નજીકના સગામાં આ રોગ હોય છે. ….માતા કે પિતાને જો આ રોગ હોય તો એ રોગની શક્યતા બાળકોમાં વધે…ફક્ત એક હોય તો ૫૦ ટકા..અને જો બન્નેને હોય લગભગ ૧૦૦ ટકા…..પણ, કોઈવાર બાળકમાં રોગ ના આવે ત્યારે ત્યારે એ “સ્કીપ” ( ) થયો એવું કહેવાય..કોઈવાર, માતપિતામાં રોગ ના હોય છતાં બાળકમાં રોગ..તો કારણ ??..કદાચ, એના દાદા દાદીના વંશમાં હશે એવું પણ હોય શકે !
 
(૨) માનવીના “જિન્સ” (GENES ) માં વાંધો
 
રોગીઓના “જિન્સ” વિષે “રીસર્ચ” થઈ છે અને હજું ચાલુ છે …કોઈવાર કોઈ “જિન” પર ખરાબી જાણવા મળી છે …આનું શું કારણ જો જાણી શકાય તો સારવાર કરવામાં જરૂર ફાયદો હશે !
 
(૩) “ઓટોઈમ્યુનીટી” (AUTO IMMUNITY )
 
“ડાયાબીટીસ”ના રોગને બે વિભાગમાં નિહાળવામાં આવે છે ….”ટાઈપ વન” (TYPE 1  ) અને ” ટાઈપ ટુ” (TYPE 2 ) 
જે “ટાઈપ વન ડાપાબીટીસ” હોય તે નાના બાળકોમાં જોવા મળે છે …અહી જાણકારી પ્રમાણે  શરીરમાં “ઈનસુલીન” બની ના શકે કારણ કે એનું શરીર “ઓટો એન્ટીબોડીસ” (AUTO ANTIBODIES ) બનાવે …આ કારણ “ટાઈપ 2 ડાયાબીટીસ” માટે ના  લાગું પડે !
(૪) “વાઈરલ ઈનફેક્શન્સ” ( VIRAL INFECTIONS)
અત્યારની જાણકારી પ્રમાણે, જ્યારે કોઈને “કોક્ષાકી-બી વાઈરસ ઈનફેક્શન”(COXSACKIE B VIRUS INFECTION હોય ત્યારે તેને “ડાયાબીટીસ” રોગ થાય છે ..આ વાઈરસ પેનક્રીઆસના “બીટા સેલ્સ” (BETA CELLS ) જે “ઈનસુલીન” ( INSULIN) બનાવે તેને મારી નાંખે …આ કારણે રોગ થયાનું જાણમાં છે !
આ વાઈરસ સિવાય બીજા પણ હોય તો ??
(૫) “બેક્ટેરીઅલ ઈનફેક્શન” કે “ટોક્ષીનની અસર”  ( BACTERIAL INFECTIONS & TOXINS)
 આ વિષે પણ કોઈવાર, રોગ થયાનું જાણ્યાનું છે…..શંકાઓ છે ..ભવિષ્યમાં કાંઈ વધુ જાણવા મળી શકે !
ઉપરના કારણો  સિવાય…અનેક “રીક્ષ ફેક્ટરો” (RISK FACTORS ) નો ફાળો હોય તે જાણવાનું અગત્યનું છે !…આ માટે માનવી “કંટ્રોલ” કરી શકે અને રોગની સારવારરૂપે હોય શકે છે !
(૧) ખોરાક યાને ” ડાયટ “( DIET)
ડાયાબીટીસની સારવાર માટે શૂ ખવું કે કેટલું ખાવું એ અગત્યનું છે.
જે ખોરાકોમાં “કારબોહાડ્રેટ્સ” (CARBOHYDRATES ) વધારે હોય તેવા ખોરાકમાં લેવાથી લોહીમાં ખાંડ યાને “સુગર”નું પ્રમાણ વધે ….એથી સલાહો છે કે આવી કાળજી લેવી જોઈએ !
(૨) ચાલવું કે કોઈ “એક્ષરસાઈઝ”  (EXERCISES )
ખોરાક ઓછો કે વધારે હોય પણ કાંઈ જ કાર્ય કરતા ના હોય તો એમાંથી “શક્તિ” ના બનતી હોવાના કારણે લોહીમાં “સુગર” વધારે રહે ! …તો, ડાયાબીટીસના “કન્ટ્ર્રોલ” માટે ચાલવું કે અન્ય “એક્ષરસાઈઝ” કરવાનું કાર્ય પણ અગત્યનું છે .
(૩) વજનમાં વધારો યાને “ઓબેસીટી ” (OBESITY )
જ્યારે સુગર શક્તિ માટે વપરાય નહી ત્યારે એ શારીરમાં ચરબી કે “ફેટ” (FAT ) રૂપે ભેગી થાય..શરીર્નું વજન વધે. ….અને, જ્યારે આ પ્રમાણે થાય ત્યારે, “ઈનસુલીન” જે પ્રમાણે કાર્ય કરે તેમાં તકલીફો ઉભી થાય…અને, સારવાર હોવા છતાં રોગનો જોઈએ તેવો “કન્ટ્રોલ” ના હોય શકે !આથી જ દર્દીઓને વજન ઓછું કરવાની સલાહો હોય છે .
(૪) ચિન્તાઓ અને “ઈમોશનલ સ્ટ્રેસીસ” (EMOTIONAL STRESSES )
‘ચિન્તા ‘ એ અનેક રોગોનું મૂળ હોય છે..તે પ્રમાણે, “ડાયાબીટીસ” માટે પણ ફાળો ભ્સ્જવે…એથી એ દુર કરવા માટે સલાહો હોય છે …જીવનના “સ્ટ્રેસીસ” (STRESSES ) શરીર અંદરનું “વાતાવરણ” બદલે છે ..જુદા જુદા “હોર્મોન્સ” બને એના કારણે “ઈનસુલીન”ની અસર કમ થાય.
(૫) ધુમ્રપાન યાને “સ્મોકીન્ગ” (SMOKING )
“સ્મોકીન્ગ” ની ખરાબ અસર અનેક રોગો પર હોય શકે તે પ્રમાણે ડાયાબીટીસ માટે !…આ ટેવ છોડી દીધા બાદ, ડાયાબીટીસનો “કન્ટ્રોલ” સારો હોય શકે એવા પુરાવા ઘણા છે !
(૬) માનવીની ઉંમર યાને “એઈજ” (AGE )
 ઉપરના પાંચ માટે માનવ “કન્ટ્રોલ” કરી શકે..પણ ઉંમર પર એનો કાબુ નથી !..જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ડાયાબીટીસ થવાની શક્યતાઓ વધે…એથી જે કોઈને આ રોગ ના હોય તો પણ ઘડપણ નજીક આવે તેમ આ રોગની શક્યતા વધે એ જાણી કાંઈ સારૂં ના લાગે ત્યારે કે “રુટીન ચેક”માં લોહીમાં “સુગર”કેટલી છે જાણવું અગત્યનું છે !
(૭) પ્રેગન્ન્સી સાથે “ગેસ્ટેશનલ ડાયાબીટીસ” (GESTATIONAL DIABETES)
જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે એના શરીરમાં “હોર્મોન્સ”નું વાતાવરણ બદલાય છે..એના કારણે લોહીમાં સુગર વધે છે અને કોઈને ડાયાબીટીસ થાય તેને આ નામે ઓળખ આપી છે !
(૮) કૉઈ દવાઓ લેવાના કારણે (SIDE EFFECTS of some DRUGS)  
ખેંચ યાને “સીઝર્સ” (Seizures )ની દવા “ડાઈલાન્ટીન” (DILANTIN ) ..તેમજ અન્ય કારણે “સ્ટેરોઈડ્સ” (STEROIDS ) દવાઓ ડાયાબીટીસ કરે છે
(૯) કોઈ “જેનેટીક” રોગો (GENETIC FACTORS) 
કોઈક “જેનેટીક” (Genetics ) રોગો સાથે ડાયાબીટીસ જોવા મળે છે દાખલારૂપે…”ડોન્સ સીન્ડ્રોમ” (Downs Syndrome )…”ટરનર સીન્ડ્રોમ” ( Turner Syndrome)
ડાયાબીટીસ રોગ ના ચિન્હો યાને “સીમ્ટ્મ્સ” (SYMPTOMS )  કેવા હોય ?
આ સવાલનો જવાબ આપતા પહેલા, આપણે જાણીએ બે જાતના જુદા જુદા નામે ડાયાબીટીસને !
(૧) “ડાયાબીટીસ ટાઈપ વન”(DIABETES TYPE 1)
આવા રોગને “ઈનસુલીન ડીપેન્ટ્ડન્ટ ડયાબીટીસ” (INSULIN DEPENDENT DIABETES ) કે “જુવેનાઈલ ઓનસેટ ડયાબીટીસ” (JUVENILE ONSET DIABETES ) કહેવામાં આવે છે….અહી નાના બાળકોમાં આ રોગ હોય
અહી,શરીર પોતાની સામે જ “ઓટોએન્ટીબોડીઝ” (AUTOANTIBODIES ) બનાવે, અને જે પેનક્રીઆસના જે સેલ્સ(CELLS ) “ઈનસુલીન” બાનવતા હોય તેને કામ ના કરવા દેય….આ પ્રમાણે હોવાના કારણે બહારથી “ઈનસુલીન “ઈનજેક્સન”થી આપવાની જરૂર પડે!
(૨) “ડાયાબીટીશ ટાઈપ ટુ”(DIABETES TYPE 2)
આ ડાયાબીટીસને ” નોન ઈનસુલીન ડીપેન્ડન્ટ ડાયાબીટીસ મેલીટસ” (NON INSULIN DEPENDENT DIABETES MELLITUS )  અગર  ” એડ્લ્ટ ઓનસેટ ડયાબીટીસ મેલીટસ ” (ADULT ONSET DIABETES MELLITUS ) કહેવામાં આવે છે…અહી દર્દીનું પેનક્રીઆસ ઈનસુલીન તો બાવી શકે પણ જરૂરત પ્રમાણે ના કરી શકે….એનું કારણ એ કે એના ઈનસુલીન બનાવતા સેલ્સ મરણ પામે કે ઓછા રહે ….જે વ્તક્તીને આ રોગ ના હોય પણ મોટી ઉંમર થતા રોગ જણાય છે…મુખ્ય ભાગે, ડાયાબીટીસના દર્દીઓ  હોય તેઓને આ ટાઈપના રોગના હોય છે !…દવાઓ પહેલા ..અને ત્યારબાદ, ઈનસુલીન સારવાર માટે હોય છે.
 
હવે, રોગના “સીમ્ટમ્સ” ( ) જાણીએ>>>>( SYMPTOMS of DIABETES)
  
(૧) ઘણીવાર પેશાબ કરવા જવું ( Polyuria)
(૨) વધારે તરસ લાગવી (Increased Thirst )
(૩) વધારે ભુખ લાગવી (Polyphagia )
(૪) શરીરનું વજન ઘટવું (Loss of Body Weight )
(૫) જલ્દી થાક લાગવો (Tiredness)
(૬)મસલ્સ કઠણ થઈ ખેંચવા (Muscle Cramps)
( ૭) રાત્રીએ ઘણીવાર પેશાબ કરવા ઉઠવું (Nocturia)
(૮) આંખે ઝાંખુ દેખાવું ( Blurred Vision)
(૯) પેટમાં દુઃખવું ,,ઉલટી થવી (Abdominal Pain & Vomiting)
(૧૦) હાથ/પગે ઝંઝણી થવી કે બહેર મારી જવી (Numbness & Tingling of Hands & legs)
ઉપરના ચિન્હો સાથે….
(૧) બરાબર પાણી ના પીવાથી “ડીહાઈડ્રેશન (DEHYDRATION )  કારણે બ્લડ પ્રેસર ઓછું થવું (HYPOTENSION) અને પડી જવું
(૨) રાત્રીએ બરાબર ના સુવાથી દિવસમાં બેચેની…કાર્યમા બરબર ધ્યાન ના અપાય (Lack of Sleep..and Difficulty to concentrate )
(૩) વાગ્યું હોય ત્યારે જલ્દી સારૂં ના થવું  …”ઈનફેક્શન” (INFECTION ) થઈ પાકવું
(૪) ઘણીવાર પેશાબનું “ઈનફેક્શન” થાવું (Frequent Urine Infections)
આ બધું જ ધીરે ધીરે થતું હોય ..ઘણીવાર “કાઈ નથી” કહી એના પર વધારે વિચારો ના કરવાના કારણે રોગ છે કે નહી એની જાણ મોડી થાય છે.
અને રોગ છે અની જાણકારી ના હોય તો…લોહીમાં “સુગર” કોઈવાર ખુબ જ વધી જવાથી વ્યક્તી “બેભાન” (COMA ) પણ થઈ શકે !..કૉઈવાર આવી ઘટના થાય ત્યારે જ રોગની જાણ થાય.
કોઈવાર…..પગે કે હાથે વાગ્યું હોય અને “ચાંદુ” થયું હોય અને એ પાકે કે સારૂં નાથાય ત્યારે ડોકટર પાસે જતા, રોગ પરખાય !( Non Healing of Wounds)
 
હવે,…છેલ્લો સવાલ રહે….આ રોગની સારવાર યાને “ટ્રીટમેન્ટ” (TREATMENT ) શું ???…>>>>>
તો, એના જવાબરૂપે…..>>>
  
પ્રથમ દર્દીએ સ્વીકારવાનું રહે કે આ રોગ જીવનભરનો છે ! ( Diabetes is a LIFE LONG DISEASE )
સારવાર કે કાળજી લેવાથી રોગને ધીમો (SLOW DOWN ) કરી શકાય, અને એ રોગથી થતા “કોમ્પ્લીકેશન્સ”(COMPLICATIONS ) જલ્દી ના થાય એવા પગલાઓ લઈ શકાય…અને સારવારથી સર્વ જીવન જીવે તેવું જીવન જીવી શકાય (NORMAL LIFE)
 
(A)રોગ સારો થાય તે માટે મદદરૂપ થતા કર્યો ( SUPPORTIVE THERAPY or CARE )
 
આ ઘણી જ અગત્યની વાત છે !
(૧) આ રોગના દર્દીએ રોગ કેવી રીતે થાય વિગેરેનું જણવું અગત્યનું છે આ જ્ઞાન આપવાની પહેલી ફરજ ! (PATIENT EDUCATION) 
(૨) કેવો અને કેટલો ખોરાક યોગ્ય કહેવાય તેના પર ધ્યાન આપવું (DIETARY ADJUSTMENTS )
(૩) ચાલવું કે કોઈ કસરત કરવી (WAKING & EXERCISES )
(૪) વજન વધારે હોય તો ઓછું કરવાની સલાહો (REDUCTION in OVERWEIGHT )
(૫) ચિન્તાઓ દુર…”સ્ટ્રેસીસ” (STRESSES) ના રાખવા માટે પ્રયાસો…જેમ કે “મેડીટેશન” ( MEDITATION )
(૬) સીગારેટ પીતા હોય તો એ ટેવ છોડવાની સલાહ( To quit SMOKING)
(૭) પગો/હાથોની સંભાળ…કાઈ પગે વાગે નહી(HAND /FOOT CARE) …ચામડી મુલાયમ રહે તે માટે “ક્રીમ” (CREAM)
ઉપરની સંભાળ સાથે….ડાયાબીટીસ સાથે થતા રોગો માટે સારવાર પણ અગત્યની છે !
(૧) “હાઈ બ્લડ પ્રેસર ” (HIGH BLOOD PRESSURE)) હોય તો એ માટે દવાઓ
(૨) લોહીમાં “કોલેસ્ટ્રોલ” (CHOLESTEROL)  ) વધેલો હોય તો તે માટે સારવાર
(૩) હ્રદયની “કોરોનરૉ આરટરી”( CORONARY ARTERIES) સાંકડી થઈ હોય તે માટે સારવાર
 
(B) રોગના માટે “મેડીકલ ટ્રીટમેન્ટ ” ( MEDICAL TREATMENT)
 
અહી, આપણે “ટીકડી” (Tablets ) રૂપે મોથી લેવાય એવી દવાઓ …અને “ઈનસુલીન ” વિષે ચર્ચા કરવાની રહે !
(અ). મોથી લેવાતી દવાઓ (ORAL MEDICATIONS)
 
આજે શોધોના કારણે અનેક નવી નવી દવાઓ મળે છે !..જુદા જુદા રસાયણોથી બનતી આ દવાઓ આ પ્રમાણે છે .
(૧) એન્ટીડયાબીટીક દવાઓ (ANTI DIABETIC MEDICINES ) તરીકે મારકેટ કરેલી દવાઓ..
>>>> “સુફોનીલ યુરીઆ”માંથી (SUPHONYL UREA )
આ દવાઓ પહેલી થઈ હતી..અને હવે તો અમાં પણ નવી નવી દવાઓ મળે છે !
આ દવાઓ “પેનક્રીઆસ ગ્લાન્ડ”પર અસર કરી, વધારે “ઈનસુલીન” બનાવવા માટે મદદરૂપ થાય છે…જુની દવા “ડાયાબીનેસ” (DIABINESE ) …હવે તો નાના નાના ડોઝમાં નવી દવા “ડાયાબેટા”( DIABETA)
>>>>>”બાઈગ્વાનાઈડ્સ” ( BIGUANIDES )
આ નામની દવાઓ “લીવર” (LIVER ) પર અસર કરી ત્યાં “ગ્લુકોસ” (Glucose) બનતો ઓછો કરે છે…આ દવાઓમાં છે “મેટફોર્મીન” (METFORMIN ) ….આજે રોગની સારવાર માટે આ અનેકને આપવામાં આવે છે.
>>>>>”આલફા ગ્લુકોસાઈડઈઝ ઈનહીબીટર્સ” ( ALPHA GLUCOSIDASE INHIBITORS)
આ દવાઓ આંતરડાઓ પર અસર કરે છે…અને, આંતરડામાંથી લોહીમાં જતા “ગ્લુકોસ” ( ) અટકાવવામાં મદદરૂપ થાય છે ..દાખલારૂપે “એકટોસ” (ACTOS)
(૨) “થાયાઝોલીડીનડીઓન્સ” (THIAZOLADINEDIONES )
આવી દવાઓ “ઈનસુલીન”ને વધારે અસરકારક બનાવી મદદરૂપ થાય છે …દાખલારૂપે….
(૩) “મેગલીટીનાઈડ્સ” (MEGLITINIDES)
આ પેનક્રીઆસ પરે અસર કરી  વધારે “ઈનસુલીન”બનાવવા ફાળો આપે છે …દાખલારૂપે…
(૪) “ડી ફેનાઈલ આલાનીન ડેરીવેટીવ્સ” ( D-PHENYLALANINE DERIVATIVES)
આ દવાઓ પેનક્રીઆસને વધારે ઈન્સુલીન બનાવવા મદદરૂપ થાય છે..દાખલારૂપે….
(૫) “એમીલીન સીનથેટીક ડેરીવેટીવ્સ” (AMYLIN DERIVATIVES)
એમીલીન એ એક શરીરમાં બનતો “હોર્મોન” છે..એના જેવા આકાર અને એના જેવું જ કામ કરતી દવાઓ “ઈન્જેકશ” (INJECTION ) થી આપવામાં આવે છે જેનાથી લોહીમાં “ગ્લુકોસ”નો “કન્ટ્રોલ” વધે છે….જ્યારે “ઈનસુલીન”થી થતી સારવાર દ્વારા પણ “કન્ટ્રોલ” ના હોય ત્યારે,આ દવા સાથમાં આપવામાં આવે છે…એક દવાઓનું નામ છે “પ્રેમલીનટાઈડ” (PRAMLINTIDE ) જેને મારકેટમાં “સીમલીન” (SYMLIN ) કહેવાય છે !
(૬) “ઈનક્રેટીન માઈમાટીક્સ” (INCRETIN MIMETICS )
આ દવાઓ પણ શરીરમાં બનતા હોર્મોન જિવી અસર કરી મદદરૂપ થાય છે…દાખલારૂપે “એક્ષાનાટાઈડ” …યાને ” બાયેટા” (EXENATIDE or BYETTA)
 
(બ) “ઈનસુલીન થેરાપી (INSULIN THERAPY )
 
પહેલા ફક્ત પ્રાણીઓના પેનક્રીઆસમાંથી આ દવારૂપે આપવામાં આવતી …આજે તો શોધોના કારણે “સીનથેટીક”(SYNTHETIC ) અને “હુમન ઈન્સુલીન” (HUMAN INSULIN ) જેવી દવાઓ મારકેટમાં મળે છે !
જુદા જુદા નામે વેચાય છે…પણ અહી આટલું જણવાની જરૂર કે….તરત અસર કરે તે “રેગ્યુલર ઈનસુલીન” (REGULAR INSULIN)…….જેની સાથે કાંઈ ફેરફારો કરી  અસર વધારે સમય રહે તેવી ” લોન્ગ એક્ટીન્ગ ઈનસુલીન” (LONG ACTING INSULINS ) અનેક જાતની દવાઓ મળે છે !
 
જુદા જુદા નામો અંગ્રજીમાં આ પ્રમાણે છે>>>>(1) Regular Insulin  (2) Humalog (3) Novolog ( 4) Zinc Insulin (5) Humulin -N (6) NPH Insulin  (7) Ultra Lente Insulin ( 8) Insulin Glargine or Lantus Insulin..Etc
ડોકટર સુગર કેટલી અને ક્યારે વધારે છે એ આધારીત કઈ અને કેટલા ડોઝમાં ” ઈનસુલીન” આપવી એ નક્કી કરે.
 
(C) પેનક્રીઆટીક આઈલેટ સેલ્સ ટ્રાન્સપ્લાન્ટ (PRANCREATIC ISLET CELLS TRANSPLANT)
 
જ્યારે, નાના બાળકોને “ટાઈપ વન”નો રોગ હોય…ઈનસુલીન થેરાપી (Insulin Therapy ) જ એનો આધાર હોય ..એના “કોન્ટ્રોલ”માં તકલીફો હોય ત્યારે, સર્જરી કરી ઈનસુલીન બનાવતા “સેલ્સ” ટ્રાન્સપ્લન્ટ કરાય છે..જે કોઈ હોસ્પીતાલમા થાય છે !
 
આ પ્રમાણે…..
સમયસર રોગની સારવાર કરવી જેથી રોગના “કોમ્પ્લીકેશ્ન્સ” (COMPLICATIONS ) થતા અટકાવવા મદદ થાય…..ખરાબ અસરથી નીચેના “કોમ્પ્લીકેશન્સ” (Complications ) હોય શકે>>>
(૧) કિડની પર અસર એટલે ….DIABETIC NEPHROPATHY
( ૨)  આંખો પર અસર એટલે….DIABETIC RETINOPATHY
(૩) નર્વ્સ પર અસર એટલે….DIABETIC NEUROPATHY
આ સિવાય ….સાથે “હાઈ બ્લડ પ્રસર” ..”હાઈ કોલેસ્ટ્રોલ” ..કે “કોરોનરી આરટરી ડિઝીઝ” હોય તે પ્રમાણે દવાઓ !
 

અંતે, મારે આટલું જ કહેવું છે કે….>>>

ડાયાબીટીસ એક એવો રોગ છે કે એની શરૂઆત જાણવા માટે ઘણીવાર ઢીલ થાય છે કારણ કે શરૂઆતમાં ચિન્હો એકદમ રોગ વિષે શંકાઓ ના લાવી શકે..પણ જો ફેમીલીમાં આ રોગ હોય તો સારા હોય ત્યારે પણ “બ્લડ ટેસ્ટ” કરાવવું એ એક ફરજ માની કરાવશો તો આ રોગની જલ્દી પરખ હશે….એક્વાર, રોગ છે એ જાણતા એનો “સ્વીકાર” અગત્યનો છે…અને સાથે સાથે, એ પણ સમજવું રહ્યું કે આ રોગ જીવનભર છે….નાબુદ કરવાની શક્યતાનો મોહ છોડી, કેવી રીતે બ્લડ સુગર લેવલ “નોરમલ” જેવા રાખવા એ પર ધ્યાન આપી “ડોકટરી સલાહો”નું પાલન કરવું ….જે થકી, જ્યારે ડોકટર “હીમોગ્લોબીન  એ વન સી” (Hemoglobin A1C )નો ટેસ્ટ કરે ત્યારે “નોરમલ” હોય કે “નોરમલ જેવું ” હોય !

આજે અનેક કહેવાવાળા હોય છે કે ” આ પાનનો દવા” કે “આ મુળીયાની દવા” કે પછી, “કારેલા” વિગેરેથી રોગ નાબુદ….હા, કડવા તત્વો ખાવાથી “થોડી સારી અસર” હોય શકે..કદાચ કોઈમાં “ઔષદી” તત્વો હોય શકે, અને રોગના “કન્ટ્રોલ”માટે સહકાર આપે..પણ જયારે “દાવો” હોય કે રોગ આનાથી “નાબુદ” ત્યારે જરા વિચારી કરજો…એવી સારવારથી સારૂં લાગે તો ભલે ચાલુ રાખો ..પણ સમય સમયે ડોકટર પાસે જઈ “બ્લડ ટેસ્ટ” જરૂર કરાવજો !

“એલોપથી” માં ઉપર મુજબની સારવાર છે..ભવિષ્યમાં શોધોના કારણે “જીભ નીચે ઈનસુલીન” હોય શકે…”જિન્સ”પર શોધોના કારણે દવાઓ લેવાની ના રહે.., કે પછી, “ઈનસુલીન બનવતા પેનક્રીઆસના ‘બીટા સેલ્સ’ લેબોરેટરીમાં બનાવી આ રોગને “નાબુદ” કરશે..કોણ જાણે ??

કદાચ આ પોસ્ટમાં ઘણી જ માહિતી મુકાય છે !
 
તેમ છતાં, આ વાંચી, તમારી “ડયાબીટીસ”ની સમજ જો વધી ..તો મારો આ પોસ્ટ પ્રગટ કરવાનો હેતુ પુર્ણ થયો એવું હું માનીશ !….અને, હૈયે ખુશી અનુભવીશ !
 
અનેકને ડયાબીટીસનો રોગ હોય, એથી મારી વિનંતી છે કે તમારા સગા-સ્નેહીઓ કે મિત્રોને આ પોસ્ટ વાંચવા જરૂર કહેશો તો મને ખુબ જ આનંદ થશે !
 
>>>>ડો. ચંદ્રવદન
 
 
FEW   WORDS …
 
Today it is Wednesday…and it is October, 13th 2010….and it is my Birthday !
I am publishing a HEALTH Post as a  QUESTION & ANSWER …& it is on DIABETES MELLITUS.
 
Diabtetes Mellitus is a Disease that affect so many people. I thought that by this Post , many will understand this disease better…..and will  become serious to take care with the body with the DIET..EXERCISES,,,& the needed MEDICINES..oral medications..& if needed take INSULIN as per the Advices of the Doctors.
If one take the treatment, he/she can CONTROL the Disease…prevent or delays the COMPLICATOIONS….& thus able to PROLONG LIFE….& have “better Life”.
The Future Treatment of this Disease can change with the newer discoveries on GENES…or STEM CELL RESEARCH & the TRANSPLANTATION of  BETA CELLS of the Pancreas that produce the INSUIN !
 
One tool in the management of this Disease is the Hemoglobin A1C ( Hb A1C) …if elevated it means your Diabetes is NOT CONTROLLED well ! ( Normal Level 5-6…if diabetes the Doctors want it to be lees than 7 & close to 6 with the Treatment )
The Diagrams may assist you to understand where the Insulin producing Organ PANCREAS is located in the Body.
 
I hope you enjoyed reading this Post !
 
Hoping to see you on this Blog for theNew Post on HEALTH !
 
DR. CHANDRAVADAN MISTRY

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માનવ તંદુરસ્તી (૨૦) …”ડોકટરપૂકાર” (૫)…પ્રોસ્ટેટ ગ્લાન્ડ વિષે ! માનવ તંદુરસ્તી (૨૨)…”ડોકટરપૂકાર”(૭)…એચ આઈ વી ઈન્ફેકશન અને એઈડ્સ

16 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ઓક્ટોબર 13, 2010 પર 2:35 પી એમ(pm)

  ખૂબ સુંદર માહિતી .
  ૧૯૨૧માં ઈન્સ્યુલીન શોધાયું ત્યારે અમારા નાના સસરાજીએ મુંબાઈમા મંગાવ્યું હતું.! અમારા કુટુંબમા કોઈને ડાયાબીટીસ નથી પણ ગમે તે રોગ હોય ઘણા ખરા તબિબો કહેતા હોય છે કે તમે કાર્બ અને બ્લડપ્રેશર સમતોલ રાખો બાકીનું સંભાળી લઈશ આથી આ અંગે વારંવાર સમજાવવું પડે છે કદાચ આ વાતનું પુનરાવર્તન થતુ હોય તો પણ આટલું ખૂબ જરુરી છે .
  ભૂખ્યા પેટે ૯૦ મી.ગ્રામ અને જમ્યા પછી ૧૩૦ મી.ગ્રામથી બ્લડ સુગરનું રીડીંગ વધારે આવે તો ડાયાબીટીસની શરૂઆત થઈ ગણાય
  જેના માતાપિતા, દાદા દાદી કે નાના નાની કે ફોઈ કાકા કે મામાને ડાયાબીટીસ હોય તેવા લોકોએ બ્લડ સુગરની તપાસ કરાવી લેવી જોઈએ
  જેનું વજન વધારે હોય તેવા સ્ત્રીપુરૂષોએ પોતાના બોડી માસ ઈન્ડેક્ષ માપ કઢાવી લેવું જોઈએ.
  ફક્ત ગળ્યું ખાવાથી ડાયાબીટીસ થાય નહીં વધારે પડતું અને વધારે કેલરીવાળો ખોરાક ખાવાથી વજન એટલે કે ચરબીના જથ્થાથી વજન વધે.
  તમારે જે ખાવું હોય તે ખાઓ પણ પુરૂષોને ૨૦૦૦ કેલરી જોઈએ અને સ્ત્રીઓને ૧૮૦૦ કેલરી જોઈએ.
  માનસિક તનાવ તમારો દુશ્મન છે એ યાદ રાખોઃ. મગજને વ્યસ્ત અને ત્રસ્ત રાખશો તો તેને વધારે લોહી અને વધારે ઓક્સીજન જોઈશે. શરીરના બીજા અંગોની જરૂરીઆતના ભોગે મગજને માનીતું ના કરશો. મન શાંત હશે તો ખોટા વિચારો નહીં આવે. ખળખળાટ વહેતી નદીને કિનારે ઉભા રહીને જોવામાં જે મઝા છે તે મઝા નદીના પ્રવાહમાં તણાવાની નથી એ યાદ રાખો.
  ડાયાબીટીસ વિષેની અદ્યતન માહિતી પણ જાણી લોઃ એ. ડાયાબીટીસના દર્દી માટે લોહીનું શરીરમાં વ્યવસ્થિત પરિભ્રમણ એ ખૂબ અગત્યનું છે. આ માટે જીંદગીના અંત સુધી નિયમિત ૪૦ મિનિટની ચાલવાની કે ગમતી કોઈ પણ કસરત એક પણ દિવસ પાડ્યા વગર કરો. તનાવ મુક્ત કસરત કરો. ચાલવાનું ના ફાવે તો સ્વીમીંગ કરો અથવા સ્ટેશનરી સાયકલ ચલાવો.
  અઠવાડીયે એકવાર ઉપવાસ કરો, જેનાથી શરીરને – હોજરી અને આંતરડાને અને પેન્ક્રીઆસને આરામ મળે.મૂળ વાત ફરીફરીને તનાવની છે એ યાદ રાખો.
  ડાયાબીટીસની પહેલીવાર ખબર પડે ત્યારે તાત્કાલીક દવા ચાલુ ના કરો અને અથવા જુદી જુદી વૈકલ્પિક થેરેપી – આયુર્વેદ, હોમિયોપેથી વગેરે – એક સાથે શરૂ ના કરો. ડાયાબીટીસ થવાનું મુખ્ય કારણ પેન્ક્રીઆસ જન્મથી નબળું છે અથવા વધારે ગળપણ ખાઈને તમે નબળંુ બનાવ્યું છે. આ પેન્ક્રીઆસ બદલવાની શોધ ભવિષ્યમાં આવે ત્યારે ખરી પણ અત્યારે તો જે છે તેનાથી ચલાવવાનું છે. જેમ બહુ વાંચવાથી આંખો નબળી પડે ત્યારે આખી જીંદગી ચશ્મા પહેરવા પડે તેમ તમારું પેન્ક્રીઆસ નબળું પડી ગયું છે તેને મદદ કરવા આખી જીંદગી ‘ઈન્સ્યુલીન’ લેવું પડે તો લેવાનું. કડુ કરીયાતુ પીવાથી, લીમડા કે કારેલાનો રસ પીવાથી ડાયાબીટીસ મટી જાય એવી વાતો સાંભળીને પ્રયોગ ના કરશો. આ બધી વાતો પ્રાથમિક તબક્કામાં છે. ખાત્રી આપી શકાય નહીં.
  ડી. નાઈટ્રીક ઓક્ષાઇડ, ક્રોમીઅમ, આર્જીનના, કાળા મરી, લસણ, જીનસેંગી હીમોક્ષાઈ-૧૧, રીઝર્વેરોલ સપ્લીમેન્ટ તરીકે લો. પહેલાં જણાવ્યું તે પ્રમાણે ડાયાબીટીસના દર્દીઓ માટે લોહીનું શરીરમાં વ્યવસ્થિત પરિભ્રમણ ખૂબ અગત્યનું છે, જેથી પેન્ક્રીઆસને ઈન્સ્યુલીન ઉત્પન્ન કરવાના કાર્યમાં વિક્ષેપ ના પડે. આ માટે કસરત તો કરવી જ પડશે પણ હવે અદ્યતન પ્રયોગોથી એવું સિદ્ધ થયું છે કે મોટી ઉંમરે તેમજ ડાયાબીટીસવાળા દર્દીને જે ‘ન્યુરાઈટીસ’ એટલે કે પગ અને હાથની આંગળીઓમાં ઝણઝણાટી થાય, પગ ખંેચાય, ગાદી ઉપર ચાલતા હોય તેવું લાગે ત્યારે તેમાં વિટામીન બી-૧, બી-૬ અને બી-૧૨ તો થોડી મદદ કરશે જ પણ જો તમે એવો ખોરાક કે એવો ઉપચાર કરો જેનાથી ‘નાઈટ્રીક ઓક્ષાઈડ’ શરીરમાં ઉત્પન્ન થાય અને તેનું લેવલ સતત જળવાય તો પગના અંગુઠા કે આંગળીમાં ઈજા થઈ હોય ત્યારે લોહીનું પરિભ્રમણ બરોબર હોય તો ગેન્ગ્રીન થવાની શક્યતા જતી રહે. આમાં ઉપચારમાં ઠંડા અને ગરમ પાણીમાં પગને વારાફરતી બોળવાની ક્રિયા, માલીશ તો મદદ કરશે પણ મથાળે બતાવેલા સપ્લીમેન્ટમાં અગત્યના ૧. ક્રોમીઅમ ૨. વેનેડીઅમ ૩. મેગ્નેશ્યમ ૪. ઝીંક વગેરે લેવાથી ઈન્સ્યુલીન રેઝીસ્ટન્સ ઓછો થાય અને ડાયાબીટીસ પર કાબુ મેળવાય. આ સિવાય હિમોક્ષાઈડ-૧૧ સપ્લીમેન્ટ લેવાથી નાઈટ્રીક ઓક્ષાઈડનું લેવલ શરીરમાં જળવાય, બ્લડ સરક્યુલેશન સરસ રીતે થાય અને ડાયાબીટીસ કાબુમાં રહે. આ સિવાય ‘રીઝર્વેશેલ’ નામનો પદાર્થ જે કાળી દ્રાક્ષમાંથી મળે છે તે લેવાથી પણ ડાયાબીટીસના દર્દીનો ઇન્સ્યુલીન રેઝીસ્ટન્સ ઓછો થાય છે અને બ્લડસુગર લેવલ ઘટે છે. એક વધારાનો એમીનો એસીડ આર્જીનીન પણ નાઈટ્રીક ઓક્ષાઈડનું લેવલ જાળવવામાં મદદ કરે છે અને તે રીતે ડાયાબીટીસના દર્દીને રોગ કાબુમાં રાખવામાં મદદ કરે છે. જીનસંગ, કાળા મરી, લસણ પણ તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારવામાં મદદ કરે છે, જેથી ડાયાબીટીસ કાબુમાં આવે છે. એને મિત્ર બનાવવા તેની પૂરતી કાળજી લો એટલે કે ખોરાકમાં સાચવો. ગળ્યું ના ખાઓ. વજન ના વધારો. નિષ્ણાત ડૉક્ટરને તેનો હવાલો સોંપી દો. કસરત એક પણ દિવસ કરવાનું ભૂલો નહીં. માનસિક તનાવ ઓછો કરવા મનગમતી પ્રવૃતિ કરો

  જવાબ આપો
 • 2. Ramesh Patel  |  ઓક્ટોબર 14, 2010 પર 7:02 એ એમ (am)

  Rajrog…ડાયાબીટીસ
  bye bye sweet….
  very very informative.True Picture..very useful.

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 3. chandravadan  |  ઓક્ટોબર 14, 2010 પર 3:38 પી એમ(pm)

  This is an Email Response of NALIN MEHTA for the Post from Ahmedabad Gujarat>>>>>
  A portion of the Email is….

  Flag this messageRe: NEW POST…..HEALTH POST on DIABETES MELLITUSWednesday, October 13, 2010 10:54 PMFrom: “Nalin Mehta” View contact detailsTo: “chadravada mistrythanks for your wonderful contribution through Health Post on various aspects under Medicine
  Kamuben ne yad jarurthi aapsho…….again you deserve our thanks for sparing your valuable time for the benefit of the society
  nalin

  જવાબ આપો
 • 4. chandravadan  |  ઓક્ટોબર 14, 2010 પર 4:47 પી એમ(pm)

  This is an Email Response of BHARATBHAI ( Priest at the Temple Norwalk, CA USA for this Post on Health>>>>
  RE: Fw: NEW POST…..HEALTH POST on DIABETES MELLITUSThursday, October 14, 2010 9:00 AMFrom: “BharatKumar Rajgor” View contact detailsTo: “chadravada mistry” Jayshreekrishna Bahuj Saras Tamari Badhi Vato sara Hoychhe.

  જવાબ આપો
 • 5. ishvarlal r. mistry  |  ઓક્ટોબર 16, 2010 પર 5:04 પી એમ(pm)

  Namaste Chandravadanbhai,
  Very good information on diabetes thankyou for sharing your knowledge very helpful.

  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 6. neetakotecha  |  ઓક્ટોબર 17, 2010 પર 12:21 એ એમ (am)

  khub saras mahiti.mmara group ma nana bachcha o thi karine mari age na sudhi ne pan aa rog thai gayo che hu badhane vanchavish.aa lekh..thankss bhai..

  જવાબ આપો
 • 7. Bina  |  ઓક્ટોબર 19, 2010 પર 9:05 પી એમ(pm)

  Very good information on “ડાયાબીટીસ” રોગ . Thankyou Doctor!

  જવાબ આપો
 • 8. usha  |  ઓક્ટોબર 19, 2010 પર 11:30 પી એમ(pm)

  ચન્દ્રવદનભાઈ,
  સર્વપ્રથમ તો આપને આપના જન્મદિનની મુબારક અને પરમકૃપાળુ પરમાત્મા અપ્ને તંદુરસ્ત એવું દિર્ઘાયુ બક્ષે એવે શુભકામનાઓ. આપની પોસ્ટ વાંચવી ગમી અને માહિતી સારીએવી ઉપયોગી છેદરેકે જાણવી જરૂરી છે. આભાર.
  ઉષા.

  જવાબ આપો
 • 9. યશવંત ઠક્કર  |  ઓક્ટોબર 20, 2010 પર 2:17 એ એમ (am)

  શ્રી ચંદ્રવદનભાઈ,
  ફરીથી આપને ધન્યવાદ. ખૂબ જ ઉયોગી માહિતી આપો છો. અન્ય પ્રકારનાં લખાણો જરૂરી છે તેમ આવાં લખાણો પણ જરૂરી છે. વધારે જરૂરી છે.
  આપની રજૂઆત જ એવી હોય છે કે: બધું જાણવાની મરજી થાય. ને સ્પષ્ટ લખવા છતાં હળવાશ જાળવી રાખો છો જેથી કરીને અમારી જેવા ગભરાઈ ન જાય!
  ખૂબ જ આભાર.

  જવાબ આપો
 • 10. Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )  |  ઓક્ટોબર 21, 2010 પર 4:31 એ એમ (am)

  Wish you a Belated Birthday and many many Happy and Healthy returns of the Day.

  ગઈકાલે આ પોસ્ટ ઉપર કોમેન્ટ મુકવાની ઘણી try કરી પણ થઈ શકી નહિ … કઈ સમજાયું નહિ … વારે વારે this page cannot be displayed આવી જતું હતું. તેથી આજે ફરી આવી .

  This is really a wonderful information, Thanks a lot to you for the same…. I have sent link to this page of yours to almost all my near and dear ones. Thank a lot on their behalf also.

  I am copying this article in my word with little bigger fonts and getting printouts to send it to those relatives who really need this information but do not have access to computers. I hope you do not mind.

  Regards,
  Paru .

  જવાબ આપો
  • 11. chandravadan  |  ઓક્ટોબર 21, 2010 પર 5:29 એ એમ (am)

   Paru,
   I am SO HAPPY to read your COMMENT after a short break….Your visit/comment mean a lot to me !
   I am happy to note that you liked thid Post on Diabtes Mellitus….& even happier to know that you had passed on this INFO to others you know. THANKS !
   Your desire to COPY in BIGGER FONTS & sent it out to others is really appreciated !
   DR. CHANDRAVADAN (Chandrapukar)

   જવાબ આપો
 • 12. Rajnikant M. Raval  |  ઓક્ટોબર 26, 2010 પર 2:13 એ એમ (am)

  Dr. Chandravadanji,
  Namste.Thanks for nice, informative and very useful article
  about RAJROG MADHUPRAMEH.
  Regards.
  Rajni Raval.

  જવાબ આપો
  • 13. chandravadan  |  ઓક્ટોબર 26, 2010 પર 7:48 પી એમ(pm)

   Dear Rajnikant,
   THANKS for your visit/comment for this Post.
   You are invited to view other Posts on HEALTH ..OR you can view different Posts on HOME of this Blog.
   Please DO revisit>>>DR. CHANDRAVADAN

   જવાબ આપો
 • 14. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 22, 2010 પર 9:22 એ એમ (am)

  Today it is Wednesday…and it is October, 13th 2010….and it is my Birthday
  This COMMENT was POSTED by DILIPBHAI on another POST of the 3RD BIRTHDAY of CHANDRAPUKAR…..Thinking of MY BIRTHDAY…It is DELETED from that POST as requested BUT posted as a LATE SHUBHECHCHHA for me with ALL THANKS to DILIPBHAI.

  . Dilip Gajjar | November 22, 2010 at 8:06 am

  જન્મ દિવસ આજે આવ્યો જન્મની યાદ તાજી લાવ્યો
  ઉમંગને ઉલ્લાસ લાવ્યો ભેટ સોદાગ મિત્રો લઇ આવ્યો

  એક છોડ પર પર નાની કુમળી કળી બની ને આવ્યા તા
  અબુધ અબોલ અજાણ્યા થઈને સૃષ્ટિતલ પર આવ્યા તા
  ક્યા ખબર હતી આ બધી તમે નોંધ્યો તેથી યાદ આવ્યો
  શું હતો શું થઈ ગયો પૂછવા જન્મદિવસ આજે આવ્યો

  જન્મદિવસના આ દિવસે નાનકડી ભેટ લાવ્યો છું
  શબ્દોના નાનકડા રૂપમાં ભાવની ભરતી લાવ્યો છું
  ઈચ્છાઓ સદઈચ્છા બને, સદઈચ્છાઓ યદ્ઈચ્છા બને
  તેવી અંતરની મહેચ્છાની થોડીક શુભેચ્છા લાવ્યો છું

  શ્રી ચન્દ્રવદનભાઈ આપના આ પાવન જન્મદિને સ્વરચિત થોડીક પંક્તિઓ દ્વારા અભિનંદન અર્પું છું ..
  ચન્દ્ર જેમ જ બુદ્ધિની દાહકતા કરતા ભાવની શીતળતાને મહત્વ આપ્યું છે અને ચંદ્ર જેમ જ કલાઓ કમાઈ જગતને દાન પણ આપ્યું છે આમ શીતળતા, ઉદારતા કર્તુત્વ અને દાનયુક્ત આપનું જીવન સૌન્દર્ય ઝળહળ રહે એજ અભિલાષા

  જવાબ આપો
 • 15. Gandabhai vallabh  |  નવેમ્બર 25, 2010 પર 4:00 એ એમ (am)

  ડાયાબીટીસ વીશે સરસ વીગતવાર માહીતી આપે આપી. હાર્દીક આભાર.
  ડાયાબીટીસના આયુર્વેદીક ઉપચારો વીશે મારી પોસ્ટની લીન્ક:
  http://gandabhaivallabh.wordpress.com/2010/06/14/%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AC%E0%AB%80%E0%AA%9F%E0%AB%80%E0%AA%B8/

  જવાબ આપો
  • 16. chandravadan  |  નવેમ્બર 25, 2010 પર 4:35 એ એમ (am)

   Gandabhai,
   Thanks for your COMMENT here.
   It was nice of you to add the LINK to your Blog for the ARYUVEDIC TREATMENTS.
   In the FUTURE, we can EXPLORE other areas where such LINKS are possible between our 2 BLOGS
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 347,769 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: