માનવ તંદુરસ્તી (૨૦) …”ડોકટરપૂકાર” (૫)…પ્રોસ્ટેટ ગ્લાન્ડ વિષે !

ઓક્ટોબર 8, 2010 at 5:56 પી એમ(pm) 12 comments

 

BPH diagram

 
 
Prostate Gland Illustration 
 
 

 

 
 
 
  

માનવ તંદુરસ્તી (૨૦) …”ડોકટરપૂકાર” (૫)

તમે ” રીપ્રોડક્ટીવ સીસ્ટમ”ની પોસ્ટ વાંચી હશે !
આ પોસ્ટમાં પ્રતિભાવરૂપે પ્રજ્ઞાજુબેન વ્યાસે આપેલી “પ્રોસ્ટેટ કેન્સર”નૉ માહિતી વાંચી હશે !
ઘણીવાર, વડીલ પુરૂષોની સાથે ચર્ચાઓ કરતા, “પ્રોસ્ટ્રેટની સર્જરી” કરાવી…કે પછી, “મને તો ડોકરરે કહ્યું કે તને “પ્રોસ્ટ્રેટનો પ્રોબલેમ ” છે …પણ જ્યારે એ વિષે વધુ ચર્ચાઓ કરતા જાણવા મળે કે પ્રોસ્ટેટ વિષેનું “સમજ કે જ્ઞાન” અલ્પ હોય છે !
આથી, આ વિષયે કંઈક કહેવું યોગ્ય જ હશે !
 

તો સવાલ રહે>>>>>>

પ્રોસ્ટ્રેટ એટલે શું ?
“પ્રોસ્ટ્રેટનો પ્રોબલેમ એટલે શું હોય શકે ??
જરા વિગતે સમજાવશો ?

પ્રોસ્ટેટ ગ્લાન્ડ વિષે !

 
 

અને, “ડોકટરપૂકાર”રૂપી જવાબ હોય>>>>>

તમે ફરી “રીપ્રોડક્ટીવ સીસ્ટમ”ની પોસ્ટ વાંચો..અને સાથે પ્રગટ કરેલા પીકચરો નિહાળી “પ્રોસ્ટેટ ગ્લાન્ડ” ક્યાં છે તે જાણો !
હવે,….સવાલોનો પુરો જવાબ…..>>>>
“પ્રોસ્ટ્ર્ટ” એટલે શું ?
પ્રોસ્ટ્રેટ એક નાનો ગ્લાન્ડ છે..જે યુરીનરી બ્લેડરની નીચે છે અને, એના બે “લોબ્સ” વચ્ચેથી પેશાબની સાંકડી નળી “યુરેથ્રા” ( ) પસાર થાય છે….આ જાણવું જરૂરીત છે કારણ કે એ જાણતા, એ ગ્લાન્ડના રોગોને વધારે સમજી શકાય છે !…આ બ્લાન્ડમા બનતો રસ “સ્પ્રમાટીક ફ્લુઈડ” સાથે ભળી જતા, “રીપ્રોડક્શ”માં અગત્યનો ફાળો આપે છે !
પ્રોસ્ટ્ર્ટનો “પ્રોબ્લેમ” યાને બિમારી એટલે શું ???
આ પ્રોસ્ટ્રેટ ગ્લાન્ડમાં જુદી જુદી બિમારી હોય શકે !…પણ,..જયારે, કોઈ કહે કે મને “પ્રોસ્ટ્રેટનો પ્રોબ્લેમ” છે ત્યારે ૯૦થી વધારે ટકા એ મોટા થયેલા ગ્લાન્ડની વાતો કરે..જેને “બેનાઈન પ્રોસ્રેટીક હાઈપરપ્લેસીઆ” ( BENIGN PROSTATIC HYPERPLASIA or often called BPH)
ચાલો, તેમ છતાં, આપણે જુદા જુદા રોગો વિષે જાણીએ !
 
(૧) “પ્રોસ્ટ્રેટાઈતીસ” (PROSATITIS )
 
જ્યારે, ગ્લાન્ડ પરે કારણોસર સોજો આવે યાને “ઈનફ્લેમેશન” (INFLAMATION ) થાય ત્યારે “પ્રોસ્ટ્રેટાઈટીસ” (PROSATITIS ) છે એવું કહેવામાં આવે…અનેકવાર બેક્ટેરીઆ(BACTERIA ) જતુંઓના “ઈનફેક્શન”ના કારણે હોય..ત્યારે પેટ્ના નીચેના ભાગમાં દુઃખાવો, ફરી ફરી પેશાબ થવો એવા ચિન્હો હોય ..પેશાબમાં ઈનફેક્શ છે હોય એવું લાગે પણ પેશાબ તપાસતા એ બરાબર હોય..”એન્ટીબાયોટીક્સ” (ANTOBIOTICS )દવાઓથી રાહત મળે ..ઘણીવાર લાંબા સમય માટે દવાઓ લેવી પડે !…આવી બિમારી પુરૂષોમાં કોઈવાર હોય, અને તે પણ જ્યારે એ ગ્લાન્ડ વધી ગયો હોય ત્યારે !
 
(૨) “બેનાઈન પ્રોસ્ર્ટેટીક હાઈપરપ્લેસીઆ” (BENIGN PROSTATIC HAPERPLASIA…BPH )
 
આનો અર્થ એટલો જ કે….ગ્લાન્ડની સાઈઝ મોટી છે અને એ “કેન્સર નથી “…અહી “બેનાઈન” ( )નો અર્થ જે થયું છે તે “કેન્સર”નથી !
જન્મ પછી, આ ગ્લાન્ડ એની “નોરમલ”માં હોય..ત્યારબાદ,પુરૂષોની ઉંમર વધતા એ મોટો થતો જાય…અને, ૫૦વર્ષની ઉંમરે ૫૦ ટકા જેવા પુરૂષોનો “પ્રોસ્ટ્રેટ ગ્લાન્ડ” (PROSTATE GLAND ) મોટો થઈ ગયો હોય ..પણ એમાંથી ૧૦ ટકા પુરૂષોને સારવારની જરૂરત પડે કારણ કે એઓને પેશાબ કરવા માટે કે અન્ય તકલીફો હોય !
પ્રથમ જ્યારે ચિન્હો કે ત્કલીફો કારણે આ પ્રોબ્લેમની શંકા થાય ત્યારે “ઉલ્ટ્રાસાઉન્ડ” કરાવાની સલાહ હોય છે..સાથે સાથે “બ્લડ” અને “યુરીન” ટેસ્ટો (BLOOD & URINE TESTS  ) કરાવવાની સલાહો હોય છે ..અહી “પ્રોસ્ટ્રેટ સ્પેસીફીક એન્ટીજન,,યાને “પી એસ એ”  (PROSTATE SPECIFIC ANTIGEN or PSA ) ની ટેસ્ટ અગત્યની છે કારણ કે એ “નોરમલ” હોય તો ડોકટર ભારપુર્વક કહી શકે કે “તને કેન્સર જેવું નથી ” !
 
આ રોગના ચિન્હો યાને “સિમ્પ્ટમ્સ” (SYMPTOMS ) શું ???
  
આ જાણવું પણ અગત્યનું છે કારણ કે એ જાણતા તમે શંકાઓ સાથે તમે “ડોકટરી સલાહો” જલ્દી લેવા જાઓ !
(૧) વધારે વાર પેશાબ કરવા જવું( INCREASE FREQUENCY of URINATION)
(૨) પેશાબ એકદમ ના શરૂ થાય..થોડા દબાણ અને થોડી વાર લાગે ( DELAY in INITIATING URINATION)
(૩) રાત્રીએ અનેકવાર પેશાબ કરવા ઉઠવું પડે ( NOCTURIA)
(૪) પેશાબની ધાર જોઈએ તેવા ફોર્સમાં ના હોય કે “ડ્રીબલ” (DRIBLING of URINE ) થાય
(૫) પેશાબ કરતા ઝાર કે દુઃખાવો ( PAIN or BURNING in URINATION)
(૬) પેશાબ કરી લીધા બાદ, એવું થાય કે હજુ બ્લેડરમા પેશાબ બકી રહી ગયો છે ( FEELING of INCOMPLETE EMPYING of the BLADDER)
આ બધા કારણો/તકલીફો સાથે પુરૂષ રાત્રીએ પેશાબ કરવા અનેકવાર ઉઠતા, એની ઉંગ બગડે છે જેની અસર શરીરની તંદુરસ્તી પર પડે છે ..એ ત્યારે “ડોકટરી સલાહો” લેવા તૈયાર થાય છે !
 
તો,,હવે સારવાર શું ??
 
(૧) દવાઓરૂપી સારવાર  ( MEDICAL TREATMENT) 
 
જ્યારે પ્રથમવાર, રોગી ડોકટરને મળે ત્યારે “ટેસ્ટો” બાદ “ડાયાગ્નોસીસ” (DIAGNOSIS ) થઈ જાય ત્યાર બાદ, દવાઓ લેવાની સલાહ હોય !
>>>આલ્ફા બ્લોકર્સ ( ) દવાઓ હોય શકે ..દાખલારૂપે..હાઈટ્રીન (HYTRIN ) ..કે “ફ્લોમેક્ષ” (FLOMAX)
>>>આલ્ફા રીડ્ક્ટેઈસ ઈનહીબીટર્સ (ALPHA REDUCTASE INHIBITORS ) નામની દવાઓ ..દાખલારૂપે…”પ્રોસ્કાર” (PROSCAR )  કે “એવોડાર્ટ” (AVODART )
 
(૨) સર્જરી કરી પ્રોસ્ટ્રેટ ગ્લાન્ડને કાઢી નાંખવો (PROSTATECTOMY )
પહેલા આ સર્જરી એક મોટી સર્જરી હતી …હવે તો “લેપરોસ્કોપી” ( ) થી પણ આ શક્ય છે
આ ગ્લાન્ડ કાઢી નાખ્યા બાદ, થોડી “ઈરેલ્ટાઈલ ડીસફુક્ષન” (ERECTILE DYSFUNCTION ) તકલીફ હોય શકે !…પણ પેશાબની તકલીફો દુર  થાય છે. આ સર્જરી કરાવવી યોગ્ય અને અગત્યની છે કારણ કે જો પેશાબનળી એકદમ બંધ થાય તો પેશાબ યુરીનરી બ્લેડર ભર્યા બાદ યુરેટરો દ્વારા ઉપર કિડનૉઓમાં જાય..અને ત્યાં “હાઈડ્રોનેફ્રોસીસ “(HYDRONEPHROSIS ) થાય ..જેના કારણે “કિડની ફેલીયર “( KIDNEY FAILURE) પણ થઈ શકે !
 

હવે. મારે અગત્યનું કહેવું છે>>>>પુરૂષો ઘણીવાર તકલીફોને ગણકારે નહી….તકલીફો વધી સહન ના થાય ત્યારે ઉપચાર કરવા તૈયાર થાય છે…એ ઢીલના કારણે કદાચ એ રોગ જો “કેન્સર” હોય તો એના “ડાયાગ્નોસીસ”માં મોડું થાય, કે જેના માટે જીવનભર અફસોસ રહી જાય ! હું તો એ સલાહ આપું કે ૫૦ કે વધુ ઉંમર થાય એટલે દરેક પુરૂષે એકવાર ડોકટરને મળી, બ્લડ ટેસ્ટ કરાવી એના “પી અસ એ” લેવેલને જાણવો જોઈએ ..ભલે પેશાબની તકલીફો હોય કે નહી !..બીજું કે સમયસર સારવાર કરવાથી “રિનલ કે કિડની ફેલીયર”થતા અટકાવી શકો છો !

આજની પોસ્ટ ગમી ?
આ સલાહો ફક્ત પુરૂષો માટે જ નથી !….પત્ની તરીકે નારી પણ ભાગ ભજવી શકે છે !…પતિને ડોકટર પાસે સલાહો આપીને !
જે વાંચ્યું તેથી તમારી “સમજઃ માં વધારો થયો તો મને ખુશી હશે !
 
>>>>ડો. ચંદ્રવદન
 
FEW  WORDS…
Today’s Post is about the PROSTATE GLAND !
It tells what this Gland is & where it is located in the Male Human Body.
Men as they age, the Prostate Gland size increases….many have ENLARGED PROSTATE….this may be asympomatic in many…some may have mild sympoms…some have SEVERE Symptoms..and a FEW may need the Surgery to remove the Gland.
The most IMPORTANT MESSAGE in this Post is that ALL MEN whether having symptoms or not MUST see a Doctor after 50, and have the Blood Test to find out the PSA Levels…If high, it suggest the possibility of the PROSTATE CANCER, needing further investigations & Follow Ups.
 
I hope you like this Post !
 
 
DR. CHANDRAVADAN MISTRY
 

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માનવ તંદુરસ્તી (૧૯) … “ચંદ્રપૂકાર”માં “ડોકટરપૂકાર” (૪)…રીનલ ફેલીયર/ડાયાલસીસ/ટ્રાન્સપ્લાન્ટ માનવ તંદુરસ્તી (૨૧)…”ડોકટરપૂકાર”(૬)…ડાયાબીટીસના રોગ વિષે !

12 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ઓક્ટોબર 8, 2010 પર 8:17 પી એમ(pm)

  અમારા સ્નેહી સબંધીઓમા પ્રોસ્ટેટની તકલીફથી મૃત્યુ થયા..સામાન્ય રીતે વૃધ્ધોને થતી તકલીફમા મૃત્યુ ઉંમરને કારણે થયું એમ મન મનાવતા આ અંગે અમારા કુટુંબી માટે તપાસ કરતા…
  . ડૉ. મહેશ આર. દેસાઈએ જણાવ્યું હતું કે, આ બિમારી પંચાવનથી ઉપરની ઉમર નાના વ્યકિતઓમાં વધુ જોવા મળે છે. જેમાં દર બે-બે વર્ષે તે વધતી જાય છે. લાંબાગાળે તેની અસર વર્તાય છે અને આ બિમારીથી દર્દીને ખુબજ રિબાવું પડે છે.
  હાલમાં આ બિમારી માટેની જે સારવાર ઉપલબ્ધ છે તે વધુ ખર્ચાળ અને જટિલ છે. પરંતુ જર્મનીના યુરોલોજીસ્ટ ડૉ. સ્ટીફન થ્રુ ઓફ મુનીય કે જેઓ રોબોટિક હાઈફુના નિષ્ણાત છે. જેઓએ રોબોટિક હાઈફુ એબલેથર્મ હાઈ ઈનટેનસટિી ફોકસ અલ્ટ્રા સાઉન્ડ ઈકવીપમેન્ટ વસાવ્યું છે.
  જેઓના સંપર્કમાં હોસ્પિટલના ડૉકટરો આવ્યા હતા અને રોબોટિક મશીન દ્વારા પ્રોસ્ટેટ કેન્સરની સારવાર કરવી ખુબજ સરળ છે. તેવું માલુમ પડયું હતું. આ હાઈફુ પઘ્ધતિએ એકયુરેટ, અસરકારક અને પુરેપુરી ક્ષતિ રહિત સારવાર આપતું હાઈ ઈન્ટેનસીટી ફોકસ અલ્ટ્રા સાઉન્ડ મશીન છે.
  આ મશીન દ્વારા દરેક કેસમાં એકથી અઢી કલાકમાં એનેસ્થેસીયા આપી સારવાર અપાય છે. રેડીએશન લાગતું નથી. જેથી ઝડપથી સારવાર બાદ રજા મળી જાય છે. આ પઘ્ધતિથી કેન્સર થયેલા ભાગ સિવાય આજુબાજુના અંગને નુકશાન પહોંચતું નથી. સારવારમાં રેડિએશન અને એનેસ્થેસિઆનો ઉપયોગ થાય છે. સારવાર ફરી કરી શકાય છે. સાથે સાથે સૌથી મહત્વનો ફાયદો એ છે કે, દરેક સ્ટેજના કેન્સર ઉપર આપી શકાય છે.
  સારવાર કેવી રીતે થાય છે ..?
  જેમ સૂર્યપ્રકાશનું કિરણ મેગ્નીફાઈડ ગ્લાસની આરપાર કરતાં નીચે રાખેલ પાન બાળી મુકે છે. તે વૈજ્ઞાનિક સિઘ્ધાંત ઉપર હાઈફુમાં ટ્રાન્સ્કુયસર દ્વારા સાઉન્ડ એનર્જી પ્રવાહીત કરવામાં આવે છે અને પ્રોસ્ટ્રેટ કેન્સરની સારવાર અપાય છે.તે સાથે
  એક ડોકટરી રમુજમા જાણવા મળ્યું કે…
  Federative Committee on Anatomical Terminology accepted “female prostate” as an accurate description of the Skene’s gland found in the G-spot area along the walls of the urethra. The male prostate is biologically homologous to the female G-spot,which was first hypothesized by Regnier de Graaf in 1672 where he observed that the secretions (female ejaculation) by the women’s G-spot “lubricates their sexual parts in agreeable fashion during coitus.”
  The prostate in men has been unofficially called the male G-spot because it can also be used as an erogenous zone. It is located about 50 mm (2 in) along the front wall of the anus, when aroused it is a walnut-shaped swelling.

  જવાબ આપો
 • 2. પરાર્થે સમર્પણ  |  ઓક્ટોબર 9, 2010 પર 2:12 એ એમ (am)

  આદરણીય શ્રી ચંદ્રવદનભાઈ,
  આજે આપના બ્લોગમાં વિચરણ કર્યું. ખુબ જ સુંદર
  અને માહિતી પ્રચુર બ્લોગ. શરીર ના રોગો અને ઉપચાર
  વિષે અનમોલ ,અમુલ્ય માહિતી .
  ખુબ જ સરસ . અભિનંદન, ધન્યવાદ ડોક્ટર સાહેબ.

  જવાબ આપો
 • 3. ishvarlal r. mistry  |  ઓક્ટોબર 10, 2010 પર 5:57 પી એમ(pm)

  Chandravadanbhai,
  Very good information about prostrate gland ,good to know about it because it can help lot of men . Thankyou for sharing your knowledge.
  Best wishes.
  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 4. Capt. Narendra  |  ઓક્ટોબર 10, 2010 પર 10:39 પી એમ(pm)

  ઘણા સમય બાદ આપના બ્લૉગમાં આવવાનો આનંદ અનુભવું છું. ચારે’ક અઠવાડીયા (થોડો સમય માવીથી ઘેર પાછો આવ્યો તે મૂકતાં બાકીના સમય માટે) ઇસ્ટ કોસ્ટ જવાનું થયું હતું તેથી આપની મુલાકાત ન લઇ શક્યો.

  આપનો પ્રોસ્ટેટ વિશેનો લેખ તથા પ્રજ્ઞાજુ બહેનની કમેન્ટ ઘણા રસપ્રદ લાગ્યા. મિત્રો-સંબંધીઓમાંથી કેટલાક પ્રોસ્ટેટનો ભોગ બન્યા હતા, પણ તે સંબંધી વિશદ માહિતી અત્યારે જાણવા મળી તે માટે આપનો આભાર માનું છું.

  જવાબ આપો
 • 5. Ramesh Patel  |  ઓક્ટોબર 11, 2010 પર 3:40 એ એમ (am)

  very useful and informative Lekha.Thanks for sharing such
  medical knowledge for the benefit of all.
  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 6. પટેલ પોપટભાઈ  |  ઓક્ટોબર 13, 2010 પર 1:14 એ એમ (am)

  મા.શ્રી ચન્દ્રવદનભાઇ,

  ” પ્રોસ્ટેટ વિષેનું “સમજ કે જ્ઞાન” અલ્પ હોય છે ! ” સાચી વાત.૫૦વર્ષની ઉપરના માટે ખૂબજ ઉપયોગી અને અમુલ્ય માહિતી..

  ખુબ જ સરસ, ઉપયોગી.લેખ

  જવાબ આપો
 • 7. ketan  |  સપ્ટેમ્બર 20, 2012 પર 9:15 પી એમ(pm)

  prostest nu operation ketlu jokhmi ganay?Aurvedik ane homeopethi mathi prostest na soja mate kai treatmet sari?

  જવાબ આપો
  • 8. DR. CHANDRAVADAN MISTRY  |  સપ્ટેમ્બર 20, 2012 પર 11:13 પી એમ(pm)

   કેતનજી,

   આવી પોસ્ટ વાંચી એ માટે આભાર.

   પ્રોસ્ટ્રેટની બિમારી એટલે (૧) ગ્લાડનો સોજો કે ઈનફેક્શન (૨) ગ્લાન્ડનો વધારો (સાઈઝ મોટી થવી) કે “ટ્યુમર” યાને ગાંઠ.

   જો ફક્ત સોજો કે ઈનફેક્શન હોય તો દવાઓ અને એન્ટીબાયોટીક્સ એલોપથી ઈલાજરૂપે…અને તે પ્રમાણે આર્યુવેદીક દવાઓ પણ ઈલાજરૂપે હોય શકે.

   જો ગ્લાન્ડ મોટો થયો હોય અને પેશાબનળી સાંકડી ના હોય તો એલોપથી દવાઓ આપાય ..તે જ પ્રમાણે આર્યુવેદીક દવાઓ હોય શકે.

   પણ જો ટ્યુમર હોય તો સર્જરી કરવી પડે, અને જો કેન્સર હોય તો બીજી દવાઓ.

   આર્યુવેદીક ઉપચાર વિષે મારૂં જ્ઞાન અલ્પ છે એથી એવી જાણકારીવાળાની સલાહો યોગ્ય હશે.

   ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 9. ARVIND JALELA  |  ડિસેમ્બર 15, 2012 પર 5:02 પી એમ(pm)

  મારા પિતાજી પ્રોસ્ટેટ કેન્સર છે.યોગ્ય ડોકટર અને સારવાર વિષે કહો. હોર્મોન ઉપચાર વિષે કહો.

  જવાબ આપો
  • 10. chandravadan  |  ડિસેમ્બર 28, 2013 પર 12:58 એ એમ (am)

   I remember sending you a Response via your Email.
   Please REVISIT my Blog !
   Thanks for your Visit/Comment.
   Dr Mistry

   જવાબ આપો
 • 11. ગુમાનસિંહ ચૌહાણ  |  ડિસેમ્બર 25, 2013 પર 9:59 એ એમ (am)

  ડોક્ટર સાહેબ,
  આપના લેખ વાંચી પ્રોસ્ટેટ વિષે ઘણી માહિતી મળી
  અભાર

  જવાબ આપો
  • 12. chandravadan  |  ડિસેમ્બર 28, 2013 પર 1:00 એ એમ (am)

   Gumansinhji,
   Thanks for your visit/comment.
   I am happy you liked the Info….You can read OTHER Posts on the HEALTH too.
   You will enjoy them….and you will know MORE about the HUMAN BODY.
   Dr, Mistry

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 347,769 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: