માનવ તંદુરસ્તી (૧૯) … “ચંદ્રપૂકાર”માં “ડોકટરપૂકાર” (૪)…રીનલ ફેલીયર/ડાયાલસીસ/ટ્રાન્સપ્લાન્ટ

ઓક્ટોબર 1, 2010 at 10:45 પી એમ(pm) 19 comments

 

 
 
 
 
 
 
 
 
 
 
 Fresenius 2008H
 
 HEMO DIALYSIS MACHINE
 
 
Stages of Chronic Kidney Disease
Stage Description GFR Level
Normal kidney function
Healthy kidneys
90 mL/min or more
Stage 1
Kidney damage with normal or high GFR
90 mL/min or more
Stage 2
Kidney damage and mild decrease in GFR
60 to 89 mL/min
Stage 3
Moderate decrease in GFR
30 to 59 mL/min
Stage 4
Severe decrease in GFR
15 to 29 mL/min
Stage 5
Kidney failure
Less than 15 mL/min or on dialysis
 
 
 
 

માનવ તંદુરસ્તી (૧૯) … “ચંદ્રપૂકાર”માં “ડોકટરપૂકાર” (૪)

આજની પોસ્ટ સવાલ-જવાબરૂપી પોસ્ટ છે ! 
તમે આગળ “તંદુરસ્તી”ની પોસ્ટો વાંચ્યા બાદ, અત્યારે, બીજી છે (૬) પોસ્ટો જુદી જુદી સીસ્ટમો વિષે વાંચી. અને, આથી કુલ્લે ૧૮ પોસ્ટો વાંચી.
હવે, સવાલ-જવાબરૂપી પોસ્ટ વાંચી રહ્યા છો !
 

એક સવાલ કે સવાલો>>>>>

 

રીનલ ફેલીયર/ડાયાલસીસ/ટ્રાન્સપ્લાન્ટ

 
અત્યારની પોસ્ટોમાં એક પોસ્ટ હતી “કિડની અને યુરીનરી સીસ્ટમ” ….એ ફરી વાંચો ..અને સાથે સાથે એના પ્રતિભાવો વાંચતા, તમે “કિડની કે રીનલ ફેલીયર” ના અનેક કારણો જાણી શકશો.
પણ,…..સવાલો રહે છે ….>>>>
કીડની કે રીનલ ફેલીયર એટલે શું ?
એવા ફેલીયર માટે શું કરવું કે એનો ઉપચાર શું ?
“ડાયાલસીસ” ( )  અને “કિડની કે રીનલ “ટ્રાન્સપ્લાન્ટ” (  ) એટલે શું ? એ વિષે કાંઈ સમજાવશો ?
 

એના જવાબરૂપે “ડોકટર પૂકાર” >>>>>>

(A) પ્રથમ, રીનલ ફેલીયર એટલે શું તે સમજીએ !
જ્યારે, “કિડનીઓ” એ જે કાર્ય કરતી હોય તે ના કરી શકે ત્યારે આપણે કહીએ કે આ માનવીને “કિડની ફેલીયર” થયું છે…અહી એ જાણવું અગત્યનું છે કે એક કિડની ખરાબ હોય તો બીજી કિડની આ કાર્ય ઉપાદી લેય છે …આથી જ્યારે શરીરની બન્ને કિડનીઓ બરાબર કામ ના કરે ત્યારે જ આ હોય શકે !
નોરમલ કિડનીઓ ૯૦-૧૦૦ ટકા કાર્ય કરે…પણ જ્યારે ૧૦-૧૫ ટકા કે ઓછું કાર્ય શક્ય હોય ત્યારે શરીર પર ખરાબ અસરો થવા લાગે ..અને ત્યારે, એ કાર્ય “સારવાર”થી થાય તો જ માનવીનું જીવન ટકી રહે ..એ સારવાર હોય…….>>>>>>
(૧)  “રીનલ યાને કિડની ડાયાલસીસ” (RENAL or KIDNEY DIALYSIS )
(૨) “કિડની ટ્રાન્સપ્લાન્ટ”  (KIDNEY TRANSPLANT )
 અહી જે માનવીની બન્ને કિડની કામ નાકરે ત્યારે સર્જરી કરી એના દેહમાં પેટની અંદર “કામ કરતી કોઈની કિડની ” મુકી જીવનદાન આપવું …અહી મુકાયેલી કિડનીને “ટ્રાન્સપ્લાન્ટેડ કિડની” (TRANSPLANTED KIDNEY ) કહેવામાં આવે છે.
“રીનલ ફેલીયર” જલ્દી કે ધીરે ધીરે થાય..અને એ આધારીત …..
(૧) “એક્યુટ રીનલ ફેલીયર” (ACUTE RENAL FAILURE )
(૨) “ક્રોનીક રીનલ ફેલીયર ” (CHRONIC RENAL FAILURE )
કોઈવાર, ગંભીર બિમારીના કારણે “એક્યુટ રીનલ ફેલીયર” (ACUTE RENAL FAILURE ) થાય ત્યારે એવા રોગની સારવાર સાથે “ટેમ્પેરરી ડયાલસીસ” કરવાથી એ કીડનીઓ “નોરમલ” કામ કરતી થઈ જાય ..તો કોઈવાર, કીડનીનું કામ પહેલા જેવું ના રહે અને જરા “રીનલ ફેલીયર”ની અસર રહી જાય !
જ્યારે, ધીરે ધીરે “ફેઈલ” થતી જાય ત્યારે આપણે “બ્લડ ટેસ્ટો આધારીત જુદી જુદી સ્ટેજો (STAGES )માં રોગ છે એવું કહીએ …..નોરમલ કિડની એક મીનીટમાં  ૯૦થી વધારે cc ના લોહીને “ફીલટર ” (FILTER ) કરી શકે ….એનાથી ઓછું કાર્ય એટલે “ફેલીયર” …અને જ્યારે ૩૦cc થી ઓછું હોય ત્યારે ૪થી ૫મી સ્ટેઈજ (4th & 5th Stage of Chronic Renal Failure  ) નું ફેલીયર  હોય અને ત્યારે  “ડયાલસીસ” કે “રીનલ ટ્રાન્સપ્લાન્ટ”ની જરૂરત પડે !
રીનલ ફેલીયરના ચિન્હો શું ? કેવી રીતે એની ખબર પડે ??
જ્યારે, કિડની એનું કામ ના કરી શકે ત્યારે એના રોગીને નીચે મુજબના “સીમ્પટમ” હોય શકે……>>>>
(૧) થાક લાગવો  ( Feeling Tired)
(૨) ચેહેરા કે પગે સોજા આવવા (Swelling of Face or Legs)
(૩) ઉલટી થવી ( Vomitting)
(૪) સુવા માટે તકલીફ ..(Difficulty to Sleep)
(૫) બરાબર ભુખ ના લાગવી ( No Appetite)
(૬) મોંમાંથી બુરી ગંધ (Foul Smell from the Mouth)
(૭) મનની સ્થીરતા ના રહે અને કંઈમા ધ્યાન ના આપી શકાય ( Unable to Concentrate)
( ૮) પગે કે હાથે “ઝાઝણી” કે એવા ચિન્હો ( Numbness or Tingling of Hands or Feet )
(૯) આખા શરીરે ખજવાળ (Itchiing of the Body) 
 

સારવાર…>>>

(A ) ડાયાલસીસ ”
અહી બે જાતની સારવાર હોય શકે !
(૧) “પેરીટોનીઅલ ડાયાલસીસ ” (PERITONEAL DIALYSIS) 
અહી, લોહીને બહાર લઈ જવા વગર સારવાર હોય શકે !….અહી પેટમાં “કેથેટર” (Catheter ) મુકી, પેટની “પેરીટોનીઅલ કેવીટી “( Peritoneal Cavity)માં સ્પેસીઅલ ફ્લુઈડ (Special Fluid ) મુકી ત્યાં થોડો સમય રાખવાથી ત્યાં આવતા લોહીમાંથી અશુધ્ધ તત્વો પેટમા જઈ શકે ..અહી “પેરીટોનીઅલ મેમ્બ્રેઈન (Peritoneeal Membrane ) એક મોટા “ફીલટર ” તરીકે કામ કરે ..આવા “એક્ષચેઈજો (EXCHANGES ) ઘણા કરવા પડે …અને રોજ કરવાનું રહે …આ પ્રમાણે કરતા, પેટમા “ઈનફેક્શન” (Infection ) થવાની સંભવતા રહે છે !
(૨) “હેમો ડાયાલસીસ” (HEMO DIALYSIS )
“હીમો” એટલે બ્લડ !….યાને અહી, રોગીના હાથમાં એની “આરટરી” (ARTERY ) અને “વેઈન” (VEIN ) ને જોડી એ જ્ગ્યાએ નળીઓ ફુલે છે …આને “એ.વી ફીસ્ટુલા” (A. V. FISTULA ) કહેવામાં આવે છે …જ્યારે “ડાયાલીસ” કરવાનો સમય થાય ત્યારે મશીનની નળીઓ શરીરના ભમણ કરતા લોહીને મશીન તરફ લઈ જવામાં આવે …અહી મશીનના “ફીલટર” દ્વારા લોહી શુધ્ધ થઈ જાય….આ પ્રમાણે થતા, ૪-૫ કલાકો થઈ જાય..અને આવું કર્યા બાદ, થોડા સમય માટે દેહનું વાતાવરણ યોગ્ય બની જાય ..એને સારૂં લાગે !…પણ, આ ફરી કરવાનું રહે..લગભગ એક અઠવાડીએ ત્રણ ( ૩) વાર કરવું પડે !
(B) “કિડની ટ્રાન્સપ્લાન્ટ” (KIDANEY TRANSPLANT )
જ્યારે, બન્ને કિડનીઓ કામ ના કરતી હોય ત્યારે, એની સારવારરૂપે સર્જરી કરી નવી કામ કરતી કિડની આપવાનો સવાલ આવે !…આ સારવારથી રોગીને જીવન દાન મળે છે …ડાયાલસીસથી જીવનદોર જે લાંબી થાય તેના કરતા. ૧૦-૧૫ વર્ષ લાંબુ આયુષ્ય હોય શકે છે !
અહી કેવી કિડની મળે તે આધારીત>>>
(૧) જીવતો દાન આપનાર યાને “લીવીન્ગ ડોનર” (LIVING DONOR ) કહેવાય
(૨) માનવી મરણ પામે ત્યારે એની ઈચ્છા મુજબ કિડનીઓ અના શરીરમાંથી કાઢી બેન્કમાંથી લેવામાં આવે ત્યારે “કાડાવરીક ડોનર” (CADAVARIC DONOR ) કહેવાય !
કેવી રીતે આ “ટ્રાન્સપ્લાન્ટ” થાય ???
જે “ડોનર”નૉ કિડની હોય તેને રોગીના શરીરમાં સર્જરી કરી મુકવાની રહે …..એ કિડની “યોગ્ય” છે કે નહી તે પહેલું નક્કી કરવું પડે…ત્યારબાદ, ઓપરેશન !…કામ ના કરતી કિડનીઓને તેમ જ રહેવા દેય..અને, નવી કિડની ને જારા નીચે “ઈલીઆક ફોસા” ( ) માં મુકી, એની “રીનલ આરટરી” (Renal Artery ) ને રોગીની “એક્ષટરનલ ઈલીઆક આરટરી” (External Iliac Artery ) સાથે જોડવામાં આવે..અને એની “રીનલ વેઈન”ને “રોગીની “એક્ષટરનલ ઈલીઆક વેઈન ” (External Iliac Vein ) સાથે જોડવામા આવે..અને છેલ્લે એના “યુરેટર”(Ureter ) ને રોગીના “યુરેટર” સાથે જોડતા નવી કિડની માં બનતો “પેશાબ” “યુરીનરી બ્લેડર” (Urinary Bladder ) માં જઈ બહાર આવી શકે !
આ “ટ્રાન્સપ્લાન્ટ “કરેલી કિડની ને યુરીન બનાવી બરાબર કરતા થોડા દિવસો લાગે ( લીવીન્ગ ડોનર હોય તો ૩-૪ દિવસ…અને કેડાવરીક હોય તો ૭-૧૫ દિવસ) ….આ ઓપરેશન કરતા પાંચ ( ૫) કલાક થાય….અને આ ઓપરેશનની સફળતા માટે રોગીનો દેહ  આ નવી કિડનિ સામે “એન્ટબોડીઝ” ( ) ના બનાવે તે માટે “ઈમ્યુનોસપ્રેસન્ટ” (IMMUNOSUPPRESSANT ) દવાઓ આપવી પડે..જે “જીવનભર” લેવી પડે છે !
 

હવે મારે એક અગત્યનું કહેવું છે……કિડનીનું દાન એ એક મોટું દાન છે !….જો કોઈ કિડની દાનરૂપે આપવાનો નિર્ણય કરે ત્યારે એ એની બે કિડની આપી એ રોગીઓને “જીવન દાન” આપી શકે છે..આ કંઈ નાની વાત નથી !….આ ચર્ચા “ઓરગન ડોનેશન”નો મહિમા આપે છે   આંખનીકોર્નીયા, કે અન્ય ઓરગનો દાનમાં આપી શકાય છે ! …..ભારતમાં આ શુભ કાર્યનો વધુ પ્રચાર થાય એવી આશાભરી પ્રાર્થના !

આ પોસ્ટ વાંચવા તમોને ગમે…આ પોસ્ટ વાંચી તમારી રોગ કે માનવ દેહ વિષે સમજ વધે …એવી મારી આશા છે !
તમે પણ આ પોસ્ટ વાંચી, તમારા “બે શબ્દો ” જરૂરથી લખશો એવી બીજી આશા !
>>>>ડો. ચંદ્રવદન
  
FEW  WORDS…
Today’s Post is a Question-Answer Post.
It is a discussion on RENAL FAILURE , its CAUSES…and then the TREATMENT for the CHRONIC RENAL FAILURE with DIALYSIS ..and eventually with the KIDNEY TRANSPLANT.
It stresses the importance of KIDNEY DONATONS…which can give a NEW LIFE to another HUMAN BEING !…Thus, the ORGAN DONATION can be one of the BEST GIFT

 from  any  individual !

DR. CHANDRAVADAN MISTRY

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માનવ તંદુરસ્તી (૧૮) “ડરમાટોલોજી” …DERMATOLOGY માનવ તંદુરસ્તી (૨૦) …”ડોકટરપૂકાર” (૫)…પ્રોસ્ટેટ ગ્લાન્ડ વિષે !

19 ટિપ્પણીઓ Add your own

 • 1. himanshupatel555  |  ઓક્ટોબર 2, 2010 પર 12:56 એ એમ (am)

  આ બધું વાંચવાનુ ગમે પણ એના વિશે લખ્વું શું ?માહિતિથી જ્ઞાન જરુર
  વધે છે.

  જવાબ આપો
  • 2. chandravadan  |  ઓક્ટોબર 2, 2010 પર 1:23 એ એમ (am)

   Himanshubhai,
   Thanks for your Comment ! You are the 1st to comment. You said “you like to read it “…well these words mean a lot for me. It means one person had read this Post (and may be his/her understanding of the Human Body or an Illness is better )…”shu lakhavu ?” evo prashna NA rakhsho..fari Padharjo !
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 3. ishvarlal r. mistry  |  ઓક્ટોબર 2, 2010 પર 6:08 એ એમ (am)

  HelloChandravadanbhai,
  Thankyou for posting thisinformation on kidney (sick kidney.) and how dialysis is required or better yet kidney transplant.
  Your information is very valuable many thanks.

  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 4. pragnaju  |  ઓક્ટોબર 2, 2010 પર 10:50 એ એમ (am)

  ખૂબ સુંદર માહિતીપૂર્ણ લેખ
  આમા કમનસીબી એ હોય છે કે ઘણા જાણકાર અભ્યાસુને પણ આ રીનલ ફેલ્યોર અંગે ઘણી મોડી ખબર પડે છે.કેટલાય આ અંગે જાણતા હોય તો પણ ઊપેક્ષા કરે છે અને કેટલાકમાં તો તબિબો જવાબદાર હોય છે!

  જવાબ આપો
 • 5. pravina  |  ઓક્ટોબર 2, 2010 પર 11:34 એ એમ (am)

  Very informative and interesting article. Thamks

  જવાબ આપો
 • 6. Bhupendradada & urmilaba  |  ઓક્ટોબર 3, 2010 પર 12:22 એ એમ (am)

  Dear Chandravadan
  Very informative
  Job well done
  Ben Patel
  Lancaster

  જવાબ આપો
 • 7. Ramesh Patel  |  ઓક્ટોબર 3, 2010 પર 4:59 એ એમ (am)

  તબીબી શાસ્ત્ર એટલે આપણા શરીર શાસ્ત્રની સંભાળ અને સુખાકારી સાથે સ્વાસ્થ્યના ઉપાય.
  આપે ખૂબ જ જહેમતથી સૌને ઉપયોગી લેખમાળાની પ્રસાદી ધરી.જેટલું વાંચીએ તેટલો
  લાભ વધું.અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 8. યશવંત ઠક્કર  |  ઓક્ટોબર 3, 2010 પર 11:06 એ એમ (am)

  ડૉ. ચન્દ્રવદનજી,
  માનવ શરીર બાબત સુંદર જાણકારી સરળ ભાષામાં આપીને ઘણી જ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છો તે બદલ આપનો આભારી છું.

  જવાબ આપો
  • 9. chandravadan  |  ઓક્ટોબર 3, 2010 પર 5:14 પી એમ(pm)

   યશવંતભાઈ,

   તમે “ગુજરાતી સાહિત્ય સંગમ”ના બ્લોગ પર જઈ, “મારૂં નિવ્રુત્ત જીવન”ની પોસ્ટ વાંચી પ્રતિભાવ આપ્યો…અને ત્યારબાદ, અહી “ચંદ્રપૂકાર” પર પધારી, આ પ્રતિભાવ આપ્યો. ઍ માટે ખુબ ખુબ આભાર !

   માનવ તંદુરસ્તી ની પોસ્ટ તમોને ગમી, તે માટે મને આનંદ !…..ફરી, પધારવા વિનંતી !>>>>>ચંદ્રવદન.

   જવાબ આપો
 • 10. sapana  |  ઓક્ટોબર 3, 2010 પર 4:59 પી એમ(pm)

  ઉપયોગી માહિતી આભાર..
  સપના

  જવાબ આપો
 • 11. chandravadan  |  ઓક્ટોબર 4, 2010 પર 1:48 પી એમ(pm)

  This is an Email Response to this Post by GULABBHAI MISTRY of UK>>>>>>
  RE: NEW POST….DOCTOR PUKAR (4)Monday, October 4, 2010 3:18 AMFrom: “Gulab Mistry” View contact detailsTo: “chadravada mistry”
  My reponse

  I think you should publish this in a booklet form in INdia.

  It will not be very expensive and could be very useful.

  It can be used like a bhajan book I see in every home but has better value as a reference book.

  You know hoow the unregulated medical machinery in INdia scrares the people away from greedy and unscruplous doctors in Inddia. Only the reach can consult them.

  You can price it at a nominal value and donate the proceeds to your favourite and deserving charity.

  REgards

  Gulab Mistry

  જવાબ આપો
  • 12. chandravadan  |  ઓક્ટોબર 4, 2010 પર 2:09 પી એમ(pm)

   સ્નેહી ગુલાબભાઈ,

   તમે “ચંદ્રપૂકાર”પર પ્રગટ કરેલી પોસ્ટો વાંચો છો તે માટે મને આનંદ છે !….સમય સમયે તમે મને “બે શબ્દો” લખો છો તેથી મને વધું આનંદ થાય છે.

   તમે જે ઈમેઈલથી તમારો વિચાર દર્શાવ્યો તે યોગ્ય જ છે !….થોડા સમય પહેલા, અમેરીકા રહેતા મારા એક મિત્ર તરફથી પણ આવો જ વિચાર હતો ..આ બધુ એક પુસ્તકરૂપે !

   આ એક સ્વપ્નરૂપે છે….એક દિવસ એ સાકાર હશે ! …અહી મારી એક જ ઈચ્છા રહે “આવી નાની પુસ્તક દ્વારા અનેકને ‘માનવ દેહ’ અને ‘રોગો’ વિષે જાણકારી હોય…અને અનેકને દેહ/રોગો માટે કાળજી લેવા માટે પ્રેરણાઓ મળે !”

   >>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 13. Soham Desai  |  ઓક્ટોબર 4, 2010 પર 4:37 પી એમ(pm)

  ભારતમાં organ donatition નો પ્રચાર કરવાની ઘણી જરુર છે. USA/Canada માં તો Driving License માં જ દર્શાવાય છે કે તમે આપવા માંગો છો કે નહિ.

  જવાબ આપો
 • 14. chandravadan  |  ઓક્ટોબર 5, 2010 પર 1:35 પી એમ(pm)

  This is an EMAIL RESPONSE from MRUNALINI UPADHYAY. I am sorry to note that the attempt to post as a COMMENT on the Site was not possible & so it was SO NICE of her to share with me. And I am SO HAPPY to share with ALL my READERS now>>>>>

  Flag this messageRe: Fw: NEW POST….DOCTOR PUKAR (4)Tuesday, October 5, 2010 5:53 AMFrom: “Mrunalini Upadhyay”View contact detailsTo: “chadravada mistry” ‘Error: please enter a valid email address ‘
  એવું લખાણ આવે છે.તેથી ઈ-મૅઈલથી કોમેંટ મોકલું છુ

  બાયો-એન્જીનીયરીંગ, સ્ટેમસેલ થેરાપી અને અંગ પ્રત્યારોપણની મેડીકલ ટેકનિકે સાથે મળીને એક નવો ચમત્કાર સર્જી બતાવ્યો છે.
  માનવ શરીરમાં ફેફસા, લીવર (યકૃત), કિડની (મૂત્રપીંડ), હૃદય વગેરે નુકસાન પામે અથવા પોતાની કામગીરી કરી શકે તેમ ન હોય ત્યારે, તબિબી જગત અંગ પ્રત્યારોપણનો સહારો લે છે. દાનમાં દાતા પાસેથી મેળવેલ અંગને ત્યારબાદ દર્દીનાં શરીરમાં ટ્રાન્સપ્લાંન્ટ કરવામાં આવે છે. દર્દી માટે આરોપીત કરેલ અંગ, બ્લડ ગુ્રપ, ટીશ્યુ મેચીંગ વગેરે પ્રક્રિયા કર્યા પછી પણ, દર્દીનાં શરીર માટે તાલમેલ સાધી શકતું નથી. દર્દીની એમ્યુન સીસ્ટમ એટલે કે રોગ પ્રતિકાર પ્રણાલી, ટ્રાન્સપ્લાંન્ટ થયેલ અંગને પરદેશી આક્રમણ ખોર સમજી નકારી કાઢે છે. તબિબો આ સમયે દર્દીનો પ્રત્યારોપીત અંગ પ્રત્યેનો વિરોધ નબળો પાડવા માટે, રોગપ્રતિકાર શક્તિને હળવી કરવા માટે ખાસ પ્રકારની દવાઓ આપે છે. આ દવાઓ ”એમ્યુનોસપ્રેસીવ ડ્રગ્સ” તરીકે ઓળખાય છે. જ્યારે કોઈ પણ દર્દીના શરીરમાં ફેફસા, લીવર, કીડની કે હૃદય જેવાં અંગનું ટ્રાન્સપ્લાંન્ટેશન કરવામાં આવે છે.
  ત્યારે, તેણે આખી જીંદગી એમ્યુનો સપ્રેસીવ ડ્રગ્સ લેવા પડે છે. એમ્યુનો સ્પ્રેસીવ ડ્રગ્સ, આખા શરીરની રોગ પ્રતિરક્ષા પ્રણાલીને અને કેન્સર જેવાં રોગો થવાની શક્યતા રહેલી હોય છે. તાજેતરમાં સ્પેનનાં એ બાર્સેલોના ખાતે આવેલ હોસ્પીટલ કલીનીક ઓફ બાર્સેલોનાનાં ડૉક્ટરે એક ચમત્કાર સર્જી બતાવ્યો છે. એમ્યુનો સપ્રેસીવ ડ્રગ્સ આપ્યા સિવાય શ્વાસનળી એટલે કે વિન્ડ પાઈપ જેને તબીબી ભાષામાં Trachea કહે છે તેનું સફળ પ્રત્યારોપણ કરી બતાવ્યું છે. સ્પેનનો કિસ્સો બીજી પણ ખાસ લાક્ષણિકતા ધરાવે છે. સ્પેનનાં ડૉક્ટર, ઈટાલી અને બ્રિટનનાં વૈજ્ઞાાનિકોએ ભેગા મળી સ્ટેમ સેલ વડે બનાવેલ ”હાઈબ્રીડ ઓર્ગન” એટલે કે બેકે વધારે વ્યક્તિનાં કોષોથી બનેલ અંગનું પ્રત્યારોપણ કર્યું છે. શા માટે દર્દીને એમ્યુનોસપ્રેસીવ ડ્રગ્સ આપવા પડયા નથી, એ વાતનું રહસ્ય ઉકેલીશું ત્યારે વિશ્વમાં બનેલ વર્લ્ડ રેકોર્ડ ઘટનાની આટીઘુટી આપોઆપ સમજાઈ જશે.
  મૂળ કોલંબીયાની પરંતુ સ્પેનમાં હાલ નિવાસ કરતી ૩૦ વર્ષની પરણિત સ્ત્રી કલેડિયા કાસ્ટીલોની આ કેસ ફાઈલ છે. ખાસી ઉધરસ અને શ્વાસની બિમારીથી પરેશાન કલેડિયા કાસ્ટીલો છેવટે સ્પેનનાં બાર્સેલોના ખાતે આવેલ હોસ્પીટલ કલીનીક ઑફ બાર્સેલોના પહોંચે છે. અહીંના તબીબો નિદાન કરીને કહે છે કે કલેડિયાને ટી.બી.ની બિમારી છે. તેનાં ડાબા ફેફસા ને મુખ્ય શ્વાસનળી સાથે જોડતો શ્વાસનળીનો ટુકડો ખૂબ જ સાંકડો થઈ ગયો છે. ડાબુ ફેફસુ પણ આંશિક રીતે નુકશાન પામ્યું છે. શરૃઆતમાં ડૉક્ટરો ‘સ્ટેન્ટ’ નામની પાતળી જાળી બગડેલા ભાગમાં ગોઠવી શ્વાસનળીને પહોળી કરવાનો પ્રયત્ન કરે છે. થોડાંક દિવસોનાં આરામ બાદ ફરીવાર કલેડિયાની તબીયત લથડે છે. સતત ચાર વર્ષથી પિડાતી કલેડિયાની હાલત માર્ચ-૨૦૦૮માં વધારે બગડે છે અને ફરીવાર તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવે છે.
  પરંપરાગત તબીબી ટ્રીટમેન્ટ પ્રમાણે હવે એક જ ઉપાય બચ્યો હતો, કલેડિયાની બગડેલી શ્વાસનળીનાં ટુકડા અને ડાબા ફેફસાને શરીરમાંથી કાઢીને ફેંકી દેવો. તબિબો જાણતા હતા કે આમ કરવાથી ૩૦ વર્ષની કલેડિયાની જીંદગી વધારે બદતર થઈ શકે તેમ હતી. જો તેનું બગડેલું અંગ કાઢી નાખવામાં આવે તો, બે બાળકોની માતાને સામાન્ય જીંદગી જીવવી મુશ્કેલ બની જાય. છેવટે થોરાસીક સર્જરી વિભાગનાં પ્રો. પાવલો મેકયારીની, કલેડિયાનો કેસ હાથમાં લે છે કારણ કે કલેડિયાને જીવતદાન આપવા હવે, પરંપરાગત તબીબી ટેકનિક વાપર્યા સિવાય કંઈક નવું કરી બતાવવાનો સમય આવી પહોંચ્યો હતો. ડૉ. પાવલો કલેડિયાનાં શરીરમાં ‘સ્ટેમસેલ’થી બનેલ શ્વાસનળીનું પ્રત્યારોપણ કરવાનો નિર્ણય કરે છે. સ્ટેમ સેલ સાથે ઘણા વિવાદો અને કાયદાકિય ગુચવણો ગુથાએલી છે. છેવટે તબિબી ઇતિહાસનાં નવાં પ્રયોગ માટે પ્રો. પાવલો હોસ્પીટલની એથીકસ કમીટીનાં સભ્યો, કેટલાન ટ્રાન્સપ્લાંન્ટ ઓર્ગેનાઈઝેશન અને કલેડિયા કાસ્ટીલોની અનુમતી મેળવી પોતાનો પ્રયોગ આગળ વધારે છે. પ્રો. પાવલો જાણતા હતા કે તબિબી જગત માટે સિમાચિહ્ન રૃપ પ્રયોગ કરવો તેમના એકલાના હાથની વાત નથી. તેમણે આ કામમાં ઇટાલી અને બ્રિટનનાં તબિબી વૈજ્ઞાાનિકોની મદદ લેવાનું આયોજન કરી રાખ્યું હોય છે. હવે પ્રો. પાવલો, કલેડીયાનાં શરીરમાં નવો શ્વાસનળીનો ટુકડો ટ્રાન્સપ્લાંન્ટ કરવા તૈયાર છે.
  ડૉ. પાવલો મેકયારીની છાતી અને ફેફસાની સર્જરી કરનાર નામચીન ડૉક્ટર છે. એમ.ડી. અને પી.એચ.ડી. ડીગ્રી ધરાવતાં ડૉ. પાવલોનું સંશોધન ક્ષેત્ર છે, હૃદય અને ફેફસાનું પ્રત્યારોપણ અને બાયો-આર્ટીફીશીઅલ લંગ (કૃત્રીમ ફેફસાનો) વિકાસ. બ્રેઈન હેમરેજથી મૃત્યુ પામેલ ૫૧ વર્ષનાં વ્યક્તિનાં શરીરમાંથી કલેડિયા માટે જરૃરી સાત સેન્ટીમીટર લાંબો શ્વાસનળીનો ટુકડો કાઢી લેવામાં આવે છે. શ્વાસનળીનાં ટુકડાને રસાયણોમાં પેક કરી, યુનિ. ઓફ પદુઆનાં વૈજ્ઞાાનિક ડૉક્ટર મારીઆ કોકનીને તાબડતોબ ઇટાલી મોકલી આપવામાં આવે છે.
  ડૉ. મારીઆ શ્વાસનળીનાં ટુકડા ઉપર રહેલ મૃત્યુ પામેલ વ્યક્તિનાં બધા જ કોષો ને રાસાયણિક પદ્ધતિ પાવરી સાફ કરી નાખે છે. સતત દોઢ મહીનો ૨૫ વાર અલગ અલગ ‘વૉશીંગ સાયકલ’ ટેકનિક વાપરી શ્વાસનળીનો ટુકડો તૈયાર કરે છે. ખરેખર તેને શ્વાસનળીનો ટુકડો ન કહેતા ફક્ત શ્વાસનળીનું જાળી યુક્ત માળખું જ કહેવું જોઈએ કારણ કે ડૉ. મારીઆએ શ્વાસનળીનાં ટુકડામાં કાર્ટીલેજ એટલે કે અસ્થીપીંજર માળખાકિય કોષો સિવાય કાંઈ જ રહેવા દીધું નથી. આ કોષોમાંથી પણ એન્ટીજેન એટલે કે પ્રતિરક્ષા દ્રવ્ય ધોઈ નાખવામાં આવ્યું છે. જો આમ કરવામાં ન આવ્યું હોત તો, દર્દીનાં અંગનાં કોષો તેને ઝડપથી સ્વીકારત નહીં. ‘એન્ટીજેન’ કોષમાં આવેલ એવો પદાર્થ છે, જે રોગપ્રતિરક્ષા માટે રોગાણુ સામે લડવાનું ‘પ્રતિવિષ’ એટલે કે ‘એન્ટીબોડી’ તૈયાર કરવામાં મદદરૃપ બને છે. એન્ટીજેન એક પ્રકારનાં એન્ઝાઈમ્સ એટલે કે પ્રકિણ્વો છે. જો તેને દુર કરવામાં આવે તો, દર્દીનું શરીર એન્ટીજેનની હાજરી પારખી પ્રતિવિષ બનાવે નહીં. ટુંકમાં દર્દીની રોગપ્રતિકાર પ્રણાલીને બેવકુફ બનાવવા શ્વાનસનળીમાં ટુકડામાંથી ‘એન્ટીજેન’ દુર કરવા જરૃરી હતાં. ડૉ. પાવલોનાં પ્રયોગનો બીજો હિસ્સો હવે બ્રિટનનાં વૈજ્ઞાાનિકો સંભાળવાનાં હતાં.
  ડૉ. પાવલો મેકયારીની, કલેડિયાનાં શરીરનાં તંદુરસ્ત જમણી બાજુનાં ફેફસાનાં આંતરીક ભાગ અને બાહ્યત્વચાનાં (એપીથીઅલ સેલ)નો થોડો જથ્થો અલગ તારવી લે છે. ડૉ. મારીઆએ તૈયાર કરેલ શ્વાસનળીનાં માળખા ઉપર આ કોષોનું આવરણ ચઢાવવું જરૃરી છે કારણ કે કલેડિયાનાં કોષોનાં આવરણથી બનેલ શ્વાસનળીનાં ટુકડાને તેનું શરીર નકારવાની પરિસ્થિતિ ઉભી થાય તેમ ન હતી. મુખ્ય સવાલ એ હતો કે ડૉ. પાવલો એ મેળવેલ કોષોનો જથ્થો ખુબ જ ઓછો હતો હવે શું કરવું ? ડૉ. પાવલો એ ‘સ્ટેમસેલ’ની મદદથી કલેડીયાનાં ફેફસાનાં કોષો (Choudrocytes) ને પ્રયોગશાળામાં ઉછેરી જરૃરી જથ્થો (માત્રા) મેળવવાનું પ્લાનીંગ કર્યું છે. પ્રયોગશાળામાં સ્ટેમસેલ સાથે ફેફસાનાં કોષો વિકસાવવાનું કામ ડૉ. પાવલોએ યુનિ.ઓફ બ્રિસબનનાં વૈજ્ઞાાનિકોને સોંપ્યું છે. ડૉ. પાવલો કલેડિયાનાં શરીરમાંથી બોનમેરો સેલ પણ અલગ તારવે છે. કારણ કે બોનમેરો સેલમાંથી બ્રિટનનાં વૈજ્ઞાાનિકો (યુક્ત) એડલ્ટ સ્ટેમસેલ મેળવવાનાં હોય છે. ડૉ. પાવલો મેકયારીની કલેડિયાનાં ફેફસાનાં કોષો અને બોનમેરોને બ્રિટનનાં વૈજ્ઞાાનિકોને મોકલી આપે છે.
  યુનિ.ઓફ બ્રિસ્ટલનાં વૈજ્ઞાાનિક માર્ટીન બિર્કહોલ અને પ્રો. એન્થની હોલેન્ડર બ્રિટનનાં સ્ટેમસેલ કલ્ટીવેશનનાં નિષ્ણાંત છે. પ્રો. પાવલો મેકયારીની એ મોકલેલ કલેડિયાનાં ફેફસા અને બોનમેરોનાં સેલ સેમ્પલ, આ બંને વૈજ્ઞાાનિકો પાસે પહોંચે છે. પ્રો. માર્ટીનની લેબોરેટરીમાં બોનમેરોમાંથી સ્ટેમ સેલ અલગ તારવવામાં આવે છે. સ્ટેમ સેલ એવા કોષો છે જેને બાહ્ય રીતે નિયત્રીંત કમાન્ડ આપી, શરીરનાં ગમે તે અંગનાં કોષો વિકસાવી શકાય છે. સ્ટેમ સેલ કિડનીનાં કોષ, ફેફસાનાં કોષ, ચેતાકોષ, સ્નાયુકોષ, હાંડકાનાં કોષ….તમે ઇચ્છો તે કોષોમાં રૃપાંતરીત કરી શકાય છે. ઓસ્ટીઓઆથ્રાટીસ માટે શોધવામાં આવેલ ટેકનિક વડે, કલેડિયાનાં શ્વાસનળીની ચામડીનાં કોષો, અસ્થીપીંજર (કાર્ટીલેજ)નાં કોષો (chondrocytes) ને અલગ તારવી તેમને વિકસીત કરવામાં આવે છે. વિકસિત કોષોને વળી પાછા પ્રો. પાવલો મેકયારીની પાસે મોકલવામાં આવે છે. ડૉ. મારીઆ કોકની એ પણ મૃત્યુ પામેલ વ્યક્તિનો સાત સેન્ટીમીટર શ્વાસનળીનો ટુકડો, ફ્રેમવર્ક બનાવી પ્રો. પાવલો ને મોકલી આપ્યો હતો. હવે ખરી કામગીરી ડૉ. પાવલો સંભાળવાનાં હતાં.
  યુનિ.ઑફ મિલાન, ઇટાલીનાં વૈજ્ઞાાનિક ડૉ. સાન્ડ્રા મેન્ટેરોએ બાયો-રીએકટર નામનું યંત્ર વિકસાવ્યું છે. પ્રો. પાવલો એ શ્વાસનળીનાં ટુકડા ઉપર, કોષોનું આવરણ ચઠાવી વાસ્તવિક શ્વાસનળીનો ટુકડો બનાવવા માટે ડૉ. સાન્ડ્રાનાં બાયોરીએકટરનો ઉપયોગ હવે કરવાનો હતો. બાયોરીએકટર એવી સીસ્ટમ છે જેમાં જૈવિક પ્રક્રિયા કે રૃપાંતરણ થાય છે. આ પ્રક્રિયામાં એન્ઝાઈમ્સ, સુક્ષ્મ જીવાણુઓ, વનસ્પતિ કોષો અથવા પ્રાણી જ કોષો ભાગ ભજવે છે. બાયોરીએકટર સુક્ષ્મ સજીવો કે કોષોની વૃદ્ધિ માટે વપરાય છે. તેનો બીજો ઉપયોગ ચોક્કસ જૈવિક પદાર્થને બદલવા અથવા નિયત્રીત વાતાવરણમાં ચોક્કસ ”રીએકશન” પ્રક્રિયા કરવા માટે થાય છે. પ્રો. પાવલોએ બાયોરીએકટરનો ઉપયોગ શ્વાસનળીનાં માળખા ઉપર બ્રિટનમાં તૈયાર થયેલ કોષોનું આવરણ વિકસાવવા માટે કર્યો છે. બસ હવે લગભગ બધી જ પ્રક્રિયાઓ પુરી થઈ ગઈ હતી.
  બાયોરીએકટરમાં તૈયાર થયેલ શ્વાસનળીનો ટુકડો તૈયાર થયો તે વિજ્ઞાાનની ભાષામાં ”હાઈબ્રીડ ઓર્ગન” એટલે કે વર્ણસંકર અંગ હતો. શ્વાસનળીનો ટુકડો તૈયાર કરવા બે વ્યક્તિનાં કોષો વપરાયા હતા. શ્વાસનળીનાં બાહ્ય કે આંતરીક આવરણમાં દર્દી કલેડીયાનાં કોષો લપેટાયેલા હતાં. જુન-૨૦૦૮માં કલેડિયા ઉપર પ્રો. પાવલો મેકયારીનીએ ”ટ્રાન્સપ્લાંન્ટ ઓપરેશન” કર્યું હતું. સાત સેન્ટી મીટર શ્વાસનળીનાં ટુકડામાંથી પાંચ સેન્ટીમીટર લાંબો શ્વાસનળીનો ટુકડો વાપરી કલેડિયાનાં ડાબા ફેફસાને મુખ્ય શ્વાસનળી સાથે જોડવામાં આવી. ઓપરેશન સફળ રહ્યું હતું. લગભગ પાંચ મહીના જેટલો સમય પસાર થઈ ગયો છે. કલેડીયાની હાલત સુધરી ગઈ છે. પહેલાં ડગલે ને પગલે હાફી જતી કલેડીયા, હવે રોકાયા વગર અડધો કી.મી. ચાલી શકે છે.
  સીડીની બે ફલાઈટ ચઢી શકે છે. રાતભર નાચી શકે છે. સમય પ્રયોગશીલ ઓપરેશનની મુખ્ય ખાસીયત એ છે કે કલેડીયાનાં શરીરમાં ”હાઈબ્રીડ ઓર્ગન”નું ટ્રાન્સપ્લાન્ટેશન થયું હોવા છતા, એમ્યુનો સપ્રેસીવ ડ્રગ્સ એને લેવાની જરૃર પડતી નથી. પ્રો. પાવલો, બ્રિટન અને ઇટાલીનાં યુનિવર્સિટીનાં વૈજ્ઞાાનિકોનાં સહીયારા પ્રયત્નથી મેડીકલ વર્લ્ડને નવી દીશા મળી છે. સ્ટેમસેલ થેરાપી, બાયોએન્જીનીયરીંગ અને બાયોરીએકટરે કમાલ કરી બતાવી છે. વિશ્વમાં દુર્લભ એવું શ્વાસ નળીનાં પ્રત્યારોપણનાં નવતર પ્રયોગે, મેડિકલ જગતમાં વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. પ્રો. પાવલો એ પોતાનાં પ્રયોગોની વિગતો, ૧૯ નવેમ્બરનાં ૦ ‘લાન્સેટ’ મેગેજીનની ઓનલાઈન એડીસનમાં આર્ટીકલ પ્રકાશીત કરીને આપી છે. પ્રો. પાવલોની ટીમનાં વૈજ્ઞાાનિક માર્ટિન બીર્ચહોલ કહે છે. ”અમે માનીએ છીએ કે અમારી સફળતા એ સર્જીકલ (શલ્ય ચિકિત્સા) ક્ષેત્રે નવા યુગની શરૃઆત કરી છે. અમને લાગે છે કે શ્વાસનળી જેવાં બંધારણમાં પોલા અંગે જેવાં કે જઠર, પિતાશય, કે પ્રજનન અંગોનાં ટ્રાન્સપ્લાન્ટેશન માટે અમે વાપરેલી ટેકનીક વાપરી શકાય તેમ છે.. દરેક અવયવને કેવી રીતે તંદુરસ્ત રાખવું અને તેના દાન કરી જીવન દાનમા મદદ કરવી તેની ઘણાને માહિતી હોતી નથી.આપનો આ પ્રયાસ સ્તુત્ય છે.તેની પૂરક જાણકારી… બાયો-એન્જીનીયરીંગ, સ્ટેમસેલ થેરાપી અને ઓર્ગન ટ્રાન્સપ્લાંન્ટ એટલે મેડીકલ ટેકનિકે સાથે મળીને એક નવો ચમત્કાર સર્જી બતાવ્યો છે.નવ શરીરમાં ફેફસા, લીવર (યકૃત), કિડની (મૂત્રપીંડ), હૃદય વગેરે નુકસાન પામે અથવા પોતાની કામગીરી કરી શકે તેમ ન હોય ત્યારે, તબિબી જગત અંગ પ્રત્યારોપણનો સહારો લે છે. દાનમાં દાતા પાસેથી મેળવેલ અંગને ત્યારબાદ દર્દીનાં શરીરમાં ટ્રાન્સપ્લાંન્ટ કરવામાં આવે છે. દર્દી માટે આરોપીત કરેલ અંગ, બ્લડ ગુ્રપ, ટીશ્યુ મેચીંગ વગેરે પ્રક્રિયા કર્યા પછી પણ, દર્દીનાં શરીર માટે તાલમેલ સાધી શકતું નથી. દર્દીની એમ્યુન સીસ્ટમ એટલે કે રોગ પ્રતિકાર પ્રણાલી, ટ્રાન્સપ્લાંન્ટ થયેલ અંગને પરદેશી આક્રમણ ખોર સમજી નકારી કાઢે છે. તબિબો આ સમયે દર્દીનો પ્રત્યારોપીત અંગ પ્રત્યેનો વિરોધ નબળો પાડવા માટે, રોગપ્રતિકાર શક્તિને હળવી કરવા માટે ખાસ પ્રકારની દવાઓ આપે છે. આ દવાઓ ”એમ્યુનોસપ્રેસીવ ડ્રગ્સ” તરીકે ઓળખાય છે. જ્યારે કોઈ પણ દર્દીના શરીરમાં ફેફસા, લીવર, કીડની કે હૃદય જેવાં અંગનું ટ્રાન્સપ્લાંન્ટેશન કરવામાં આવે છે.
  ત્યારે, તેણે આખી જીંદગી એમ્યુનો સપ્રેસીવ ડ્રગ્સ લેવા પડે છે. એમ્યુનો સ્પ્રેસીવ ડ્રગ્સ, આખા શરીરની રોગ પ્રતિરક્ષા પ્રણાલીને અને કેન્સર જેવાં રોગો થવાની શક્યતા રહેલી હોય છે. તાજેતરમાં સ્પેનનાં એ બાર્સેલોના ખાતે આવેલ હોસ્પીટલ કલીનીક ઓફ બાર્સેલોનાનાં ડૉક્ટરે એક ચમત્કાર સર્જી બતાવ્યો છે. એમ્યુનો સપ્રેસીવ ડ્રગ્સ આપ્યા સિવાય શ્વાસનળી એટલે કે વિન્ડ પાઈપ જેને તબીબી ભાષામાં Trachea કહે છે તેનું સફળ પ્રત્યારોપણ કરી બતાવ્યું છે. સ્પેનનો કિસ્સો બીજી પણ ખાસ લાક્ષણિકતા ધરાવે છે. સ્પેનનાં ડૉક્ટર, ઈટાલી અને બ્રિટનનાં વૈજ્ઞાાનિકોએ ભેગા મળી સ્ટેમ સેલ વડે બનાવેલ ”હાઈબ્રીડ ઓર્ગન” એટલે કે બેકે વધારે વ્યક્તિનાં કોષોથી બનેલ અંગનું પ્રત્યારોપણ કર્યું છે. શા માટે દર્દીને એમ્યુનોસપ્રેસીવ ડ્રગ્સ આપવા પડયા નથી, એ વાતનું રહસ્ય ઉકેલીશું ત્યારે વિશ્વમાં બનેલ વર્લ્ડ રેકોર્ડ ઘટનાની આટીઘુટી આપોઆપ સમજાઈ જશે.

  મૂળ કોલંબીયાની પરંતુ સ્પેનમાં હાલ નિવાસ કરતી ૩૦ વર્ષની પરણિત સ્ત્રી કલેડિયા કાસ્ટીલોની આ કેસ ફાઈલ છે. ખાસી ઉધરસ અને શ્વાસની બિમારીથી પરેશાન કલેડિયા કાસ્ટીલો છેવટે સ્પેનનાં બાર્સેલોના ખાતે આવેલ હોસ્પીટલ કલીનીક ઑફ બાર્સેલોના પહોંચે છે. અહીંના તબીબો નિદાન કરીને કહે છે કે કલેડિયાને ટી.બી.ની બિમારી છે. તેનાં ડાબા ફેફસા ને મુખ્ય શ્વાસનળી સાથે જોડતો શ્વાસનળીનો ટુકડો ખૂબ જ સાંકડો થઈ ગયો છે. ડાબુ ફેફસુ પણ આંશિક રીતે નુકશાન પામ્યું છે. શરૃઆતમાં ડૉક્ટરો ‘સ્ટેન્ટ’ નામની પાતળી જાળી બગડેલા ભાગમાં ગોઠવી શ્વાસનળીને પહોળી કરવાનો પ્રયત્ન કરે છે. થોડાંક દિવસોનાં આરામ બાદ ફરીવાર કલેડિયાની તબીયત લથડે છે. સતત ચાર વર્ષથી પિડાતી કલેડિયાની હાલત માર્ચ-૨૦૦૮માં વધારે બગડે છે અને ફરીવાર તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવે છે.

  પરંપરાગત તબીબી ટ્રીટમેન્ટ પ્રમાણે હવે એક જ ઉપાય બચ્યો હતો, કલેડિયાની બગડેલી શ્વાસનળીનાં ટુકડા અને ડાબા ફેફસાને શરીરમાંથી કાઢીને ફેંકી દેવો. તબિબો જાણતા હતા કે આમ કરવાથી ૩૦ વર્ષની કલેડિયાની જીંદગી વધારે બદતર થઈ શકે તેમ હતી. જો તેનું બગડેલું અંગ કાઢી નાખવામાં આવે તો, બે બાળકોની માતાને સામાન્ય જીંદગી જીવવી મુશ્કેલ બની જાય. છેવટે થોરાસીક સર્જરી વિભાગનાં પ્રો. પાવલો મેકયારીની, કલેડિયાનો કેસ હાથમાં લે છે કારણ કે કલેડિયાને જીવતદાન આપવા હવે, પરંપરાગત તબીબી ટેકનિક વાપર્યા સિવાય કંઈક નવું કરી બતાવવાનો સમય આવી પહોંચ્યો હતો. ડૉ. પાવલો કલેડિયાનાં શરીરમાં ‘સ્ટેમસેલ’થી બનેલ શ્વાસનળીનું પ્રત્યારોપણ કરવાનો નિર્ણય કરે છે. સ્ટેમ સેલ સાથે ઘણા વિવાદો અને કાયદાકિય ગુચવણો ગુથાએલી છે. છેવટે તબિબી ઇતિહાસનાં નવાં પ્રયોગ માટે પ્રો. પાવલો હોસ્પીટલની એથીકસ કમીટીનાં સભ્યો, કેટલાન ટ્રાન્સપ્લાંન્ટ ઓર્ગેનાઈઝેશન અને કલેડિયા કાસ્ટીલોની અનુમતી મેળવી પોતાનો પ્રયોગ આગળ વધારે છે. પ્રો. પાવલો જાણતા હતા કે તબિબી જગત માટે સિમાચિહ્ન રૃપ પ્રયોગ કરવો તેમના એકલાના હાથની વાત નથી. તેમણે આ કામમાં ઇટાલી અને બ્રિટનનાં તબિબી વૈજ્ઞાાનિકોની મદદ લેવાનું આયોજન કરી રાખ્યું હોય છે. હવે પ્રો. પાવલો, કલેડીયાનાં શરીરમાં નવો શ્વાસનળીનો ટુકડો ટ્રાન્સપ્લાંન્ટ કરવા તૈયાર છે.
  ડૉ. પાવલો મેકયારીની છાતી અને ફેફસાની સર્જરી કરનાર નામચીન ડૉક્ટર છે. એમ.ડી. અને પી.એચ.ડી. ડીગ્રી ધરાવતાં ડૉ. પાવલોનું સંશોધન ક્ષેત્ર છે, હૃદય અને ફેફસાનું પ્રત્યારોપણ અને બાયો-આર્ટીફીશીઅલ લંગ (કૃત્રીમ ફેફસાનો) વિકાસ. બ્રેઈન હેમરેજથી મૃત્યુ પામેલ ૫૧ વર્ષનાં વ્યક્તિનાં શરીરમાંથી કલેડિયા માટે જરૃરી સાત સેન્ટીમીટર લાંબો શ્વાસનળીનો ટુકડો કાઢી લેવામાં આવે છે. શ્વાસનળીનાં ટુકડાને રસાયણોમાં પેક કરી, યુનિ. ઓફ પદુઆનાં વૈજ્ઞાાનિક ડૉક્ટર મારીઆ કોકનીને તાબડતોબ ઇટાલી મોકલી આપવામાં આવે છે.
  ડૉ. મારીઆ શ્વાસનળીનાં ટુકડા ઉપર રહેલ મૃત્યુ પામેલ વ્યક્તિનાં બધા જ કોષો ને રાસાયણિક પદ્ધતિ પાવરી સાફ કરી નાખે છે. સતત દોઢ મહીનો ૨૫ વાર અલગ અલગ ‘વૉશીંગ સાયકલ’ ટેકનિક વાપરી શ્વાસનળીનો ટુકડો તૈયાર કરે છે. ખરેખર તેને શ્વાસનળીનો ટુકડો ન કહેતા ફક્ત શ્વાસનળીનું જાળી યુક્ત માળખું જ કહેવું જોઈએ કારણ કે ડૉ. મારીઆએ શ્વાસનળીનાં ટુકડામાં કાર્ટીલેજ એટલે કે અસ્થીપીંજર માળખાકિય કોષો સિવાય કાંઈ જ રહેવા દીધું નથી. આ કોષોમાંથી પણ એન્ટીજેન એટલે કે પ્રતિરક્ષા દ્રવ્ય ધોઈ નાખવામાં આવ્યું છે. જો આમ કરવામાં ન આવ્યું હોત તો, દર્દીનાં અંગનાં કોષો તેને ઝડપથી સ્વીકારત નહીં. ‘એન્ટીજેન’ કોષમાં આવેલ એવો પદાર્થ છે, જે રોગપ્રતિરક્ષા માટે રોગાણુ સામે લડવાનું ‘પ્રતિવિષ’ એટલે કે ‘એન્ટીબોડી’ તૈયાર કરવામાં મદદરૃપ બને છે. એન્ટીજેન એક પ્રકારનાં એન્ઝાઈમ્સ એટલે કે પ્રકિણ્વો છે. જો તેને દુર કરવામાં આવે તો, દર્દીનું શરીર એન્ટીજેનની હાજરી પારખી પ્રતિવિષ બનાવે નહીં. ટુંકમાં દર્દીની રોગપ્રતિકાર પ્રણાલીને બેવકુફ બનાવવા શ્વાનસનળીમાં ટુકડામાંથી ‘એન્ટીજેન’ દુર કરવા જરૃરી હતાં. ડૉ. પાવલોનાં પ્રયોગનો બીજો હિસ્સો હવે બ્રિટનનાં વૈજ્ઞાાનિકો સંભાળવાનાં હતાં.
  ડૉ. પાવલો મેકયારીની, કલેડિયાનાં શરીરનાં તંદુરસ્ત જમણી બાજુનાં ફેફસાનાં આંતરીક ભાગ અને બાહ્યત્વચાનાં સેલનો થોડો જથ્થો અલગ તારવી લે છે. ડૉ. મારીઆએ તૈયાર કરેલ શ્વાસનળીનાં માળખા ઉપર આ કોષોનું આવરણ ચઢાવવું જરૃરી છે કારણ કે કલેડિયાનાં કોષોનાં આવરણથી બનેલ શ્વાસનળીનાં ટુકડાને તેનું શરીર નકારવાની પરિસ્થિતિ ઉભી થાય તેમ ન હતી. મુખ્ય સવાલ એ હતો કે ડૉ. પાવલો એ મેળવેલ કોષોનો જથ્થો ખુબ જ ઓછો હતો હવે શું કરવું ? ડૉ. પાવલો એ ‘સ્ટેમસેલ’ની મદદથી કલેડીયાનાં ફેફસાનાં કોષો ને પ્રયોગશાળામાં ઉછેરી જરૃરી જથ્થો મેળવવાનું પ્લાનીંગ કર્યું છે. પ્રયોગશાળામાં સ્ટેમસેલ સાથે ફેફસાનાં કોષો વિકસાવવાનું કામ ડૉ. પાવલોએ યુનિ.ઓફ બ્રિસબનનાં વૈજ્ઞાાનિકોને સોંપ્યું છે. ડૉ. પાવલો કલેડિયાનાં શરીરમાંથી બોનમેરો સેલ પણ અલગ તારવે છે. કારણ કે બોનમેરો સેલમાંથી બ્રિટનનાં વૈજ્ઞાાનિકો એડલ્ટ સ્ટેમસેલ મેળવવાનાં હોય છે. ડૉ. પાવલો મેકયારીની કલેડિયાનાં ફેફસાનાં કોષો અને બોનમેરોને બ્રિટનનાં વૈજ્ઞાાનિકોને મોકલી આપે છે.
  યુનિ.ઓફ બ્રિસ્ટલનાં વૈજ્ઞાાનિક માર્ટીન બિર્કહોલ અને પ્રો. એન્થની હોલેન્ડર બ્રિટનનાં સ્ટેમસેલ કલ્ટીવેશનનાં નિષ્ણાંત છે. પ્રો. પાવલો મેકયારીની એ મોકલેલ કલેડિયાનાં ફેફસા અને બોનમેરોનાં સેલ સેમ્પલ, આ બંને વૈજ્ઞાાનિકો પાસે પહોંચે છે. પ્રો. માર્ટીનની લેબોરેટરીમાં બોનમેરોમાંથી સ્ટેમ સેલ અલગ તારવવામાં આવે છે. સ્ટેમ સેલ એવા કોષો છે જેને બાહ્ય રીતે નિયત્રીંત કમાન્ડ આપી, શરીરનાં ગમે તે અંગનાં કોષો વિકસાવી શકાય છે. સ્ટેમ સેલ કિડનીનાં કોષ, ફેફસાનાં કોષ, ચેતાકોષ, સ્નાયુકોષ, હાંડકાનાં કોષ….તમે ઇચ્છો તે કોષોમાં રૃપાંતરીત કરી શકાય છે. ઓસ્ટીઓઆથ્રાટીસ માટે શોધવામાં આવેલ ટેકનિક વડે, કલેડિયાનાં શ્વાસનળીની ચામડીનાં કોષો, અસ્થીપીંજર નાં કોષો ને અલગ તારવી તેમને વિકસીત કરવામાં આવે છે. વિકસિત કોષોને વળી પાછા પ્રો. પાવલો મેકયારીની પાસે મોકલવામાં આવે છે. ડૉ. મારીઆ કોકની એ પણ મૃત્યુ પામેલ વ્યક્તિનો સાત સેન્ટીમીટર શ્વાસનળીનો ટુકડો, ફ્રેમવર્ક બનાવી પ્રો. પાવલો ને મોકલી આપ્યો હતો. હવે ખરી કામગીરી ડૉ. પાવલો સંભાળવાનાં હતાં.યુનિ.ઑફ મિલાન, ઇટાલીનાં વૈજ્ઞાાનિક ડૉ. સાન્ડ્રા મેન્ટેરોએ બાયો-રીએકટર નામનું યંત્ર વિકસાવ્યું છે. પ્રો. પાવલો એ શ્વાસનળીનાં ટુકડા ઉપર, કોષોનું આવરણ ચઠાવી વાસ્તવિક શ્વાસનળીનો ટુકડો બનાવવા માટે ડૉ. સાન્ડ્રાનાં બાયોરીએકટરનો ઉપયોગ હવે કરવાનો હતો. બાયોરીએકટર એવી સીસ્ટમ છે જેમાં જૈવિક પ્રક્રિયા કે રૃપાંતરણ થાય છે. આ પ્રક્રિયામાં એન્ઝાઈમ્સ, સુક્ષ્મ જીવાણુઓ, વનસ્પતિ કોષો અથવા પ્રાણી જ કોષો ભાગ ભજવે છે. બાયોરીએકટર સુક્ષ્મ સજીવો કે કોષોની વૃદ્ધિ માટે વપરાય છે. તેનો બીજો ઉપયોગ ચોક્કસ જૈવિક પદાર્થને બદલવા અથવા નિયત્રીત વાતાવરણમાં ચોક્કસ ”રીએકશન” પ્રક્રિયા કરવા માટે થાય છે. પ્રો. પાવલોએ બાયોરીએકટરનો ઉપયોગ શ્વાસનળીનાં માળખા ઉપર બ્રિટનમાં તૈયાર થયેલ કોષોનું આવરણ વિકસાવવા માટે કર્યો છે. બસ હવે લગભગ બધી જ પ્રક્રિયાઓ પુરી થઈ ગઈ હતી.બાયોરીએકટરમાં તૈયાર થયેલ શ્વાસનળીનો ટુકડો તૈયાર થયો તે વિજ્ઞાાનની ભાષામાં ”હાઈબ્રીડ ઓર્ગન” એટલે કે વર્ણસંકર અંગ હતો. શ્વાસનળીનો ટુકડો તૈયાર કરવા બે વ્યક્તિનાં કોષો વપરાયા હતા. શ્વાસનળીનાં બાહ્ય કે આંતરીક આવરણમાં દર્દી કલેડીયાનાં કોષો લપેટાયેલા હતાં. જુન-૨૦૦૮માં કલેડિયા ઉપર પ્રો. પાવલો મેકયારીનીએ ”ટ્રાન્સપ્લાંન્ટ ઓપરેશન” કર્યું હતું. સાત સેન્ટી મીટર શ્વાસનળીનાં ટુકડામાંથી પાંચ સેન્ટીમીટર લાંબો શ્વાસનળીનો ટુકડો વાપરી કલેડિયાનાં ડાબા ફેફસાને મુખ્ય શ્વાસનળી સાથે જોડવામાં આવી. ઓપરેશન સફળ રહ્યું હતું. લગભગ પાંચ મહીના જેટલો સમય પસાર થઈ ગયો છે. કલેડીયાની હાલત સુધરી ગઈ છે. પહેલાં ડગલે ને પગલે હાફી જતી કલેડીયા, હવે રોકાયા વગર અડધો કી.મી. ચાલી શકે છે.
  સીડીની બે ફલાઈટ ચઢી શકે છે. રાતભર નાચી શકે છે. સમય પ્રયોગશીલ ઓપરેશનની મુખ્ય ખાસીયત એ છે કે કલેડીયાનાં શરીરમાં ”હાઈબ્રીડ ઓર્ગન”નું ટ્રાન્સપ્લાન્ટેશન થયું હોવા છતા, એમ્યુનો સપ્રેસીવ ડ્રગ્સ એને લેવાની જરૃર પડતી નથી. પ્રો. પાવલો, બ્રિટન અને ઇટાલીનાં યુનિવર્સિટીનાં વૈજ્ઞાાનિકોનાં સહીયારા પ્રયત્નથી મેડીકલ વર્લ્ડને નવી દીશા મળી છે. સ્ટેમસેલ થેરાપી, બાયોએન્જીનીયરીંગ અને બાયોરીએકટરે કમાલ કરી બતાવી છે. વિશ્વમાં દુર્લભ એવું શ્વાસ નળીનાં પ્રત્યારોપણનાં નવતર પ્રયોગે, મેડિકલ જગતમાં વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. પ્રો. પાવલો એ પોતાનાં પ્રયોગોની વિગતો, ૧૯ નવેમ્બરનાં ૦ ‘લાન્સેટ’ મેગેજીનની ઓનલાઈન એડીસનમાં આર્ટીકલ પ્રકાશીત કરીને આપી છે. પ્રો. પાવલોની ટીમનાં વૈજ્ઞાાનિક માર્ટિન બીર્ચહોલ કહે છે. ”અમે માનીએ છીએ કે અમારી સફળતા એ સર્જીકલ ક્ષેત્રે નવા યુગની શરૃઆત કરી છે. અમને લાગે છે કે શ્વાસનળી જેવાં બંધારણમાં પોલા અંગે જેવાં કે જઠર, પિતાશય, કે પ્રજનન અંગોનાં ટ્રાન્સપ્લાન્ટેશન માટે અમે વાપરેલી ટેકનીક વાપરી શકાય તેમ છે.’

  અને તબિબિ સેવાઓ ક્યાં ભૂલો કરે છે તેનું સામાન્ય જ્ઞાન હોવું જરુરી છે.જેવું કે–

  ‘There are few moments more critical in determining a medical outcome than those which take place in the Emergency Room. Many of the decisions made can quite literally mean the difference between life and death.
  Do the doctors in the Emergency Room possess the proper skills and training needed to ensure that signs and symptoms of a heart attack, an aortic dissection, pancreatitis or infection do not go unrecognized or untreated? Do the doctors in the Emergency Room even work for the hospital? Or, instead, are they independent and largely un-supervised contractors working for a large corporation? How is a patient to know? The wrong decision, to “treat” or “street” a patient can make all the difference.
  Laparoscopic/Surgical Error
  Laparoscopic surgeries can mean smaller incisions, quicker recovery time and better outcomes. However, some procedures are best performed with a traditional “open” surgical technique.
  The wrong procedure, an unnecessary procedure, or poor technical competence during the procedure can extend hospital stays and increase the risk of complications including the need for additional surgeries. Often the patient is unaware of the availability of choices and must accept the judgment of the physician assigned by the hospital.
  Hospital Acquired Infection
  One out of every 20 patients who go into a hospital in the U.S. end up picking up a hospital acquired infection.
  Not all infections are avoidable. However, with the high rate of administration of antibiotics, some infections are being difficult, if not impossible, to avoid and treat effectively. MRSA and VRE are two such examples of “resistant bugs.” For the very young, the elderly and those whose immune systems may already be compromised, contracting a hospital acquired infection can be catastrophic and deadly.
  So how can a patient be certain that their hospital is clean and free from colonized infections? How can a patient be certain that their hospital has adopted and is following proper infection control protocol?
  હવેના લેખમા આ રોગો કેવી રીતે અટકાવી શકાય તથા કઈ દવાઓની કઈ કાળજી રાખવી તે વિષે વિગતે માહિતી આપશો.
  અમારા મિત્રોમા પણ-‘ દેવ પાસે દિકરો માંગ્યો અને વહુ જ મરી ગઈ’ જેવો ઘાટ થાય

  જવાબ આપો
  • 15. chandravadan  |  ઓક્ટોબર 5, 2010 પર 4:57 પી એમ(pm)

   મ્રુનલિનીબેન,

   તમારો “વિગતો ભરપુર” પ્રતિભાવ મળ્યો, અને વાંચી ખુબ જ આનંદ થયો !

   તમે જણાવેલી વિગતો આધારીત હું અનુમાન કરૂં છું કે કદાચ તમે “મેડીકલ ફીલ્ડ”માં હશો કે પછી તમે એ વિષય માટે ખુબ જ રસ હશે.

   તમે જે વિગતે લખ્યું તે “મિડીકલ સાયન્સ રીસર્ચ”ના પરિણામરૂપે કહેવાય…જેના માટે માનવજાતીએ ગૌરવ લેવા જેવી વાત છે !

   તમે શરૂઆતમાં અત્યારના થતાં “ટ્રન્સપ્લાન્ટ” વિષે ઉલ્લેખ કરતા, “ઈમ્યુન સપ્રેસન”ના ઘેરલાભો જણાવ્યા. એ એક સત્ય છે, તેમ છતાં એની જરૂર છે !….જ્યારે “ટ્રાન્સપ્લાન્ટ”દ્વારા ફાયદો હોવા છતાં “રીજેકશન”નો પ્રોબલેમ હતો…અને આ માટે “ઈમ્યુન સપ્રેસન” ખુશીની વાત હતી. અને, “મેડીકલ કોમ્યુનીટી”એ પણ આ ઘટનાને વધાવી લીધી હતી.

   માનવી એની સફળતા સાથે બેસી રહેતો નથી જ !….ત્યારબાદ, “જીન્સ” વિષે વધુ જાણકારી….અને “સ્ટેમ સેલ્સ”ની શક્તિની જાણકારી….હવે “બાયોએમ્જીનીઅરીન્ગ”તરફ દોડ…તમે જે વર્ણન કર્યું એ “સાયન્ટિસ્ટો” નવા માર્ગે જઈ રહ્યા છે તેની માહિતી છે !…એક દિવસ એવો હશે કે જરૂરતના ઓરગન્સ “લેબોરેટરી”માં બનશે…અને રોગો અટકાવવા માટે “જીન્સમાં ફેરફારો” હશે…અને “કેન્સર” એ ભયાનક રોગ ના હશે, એને અટકાવવા કે નાબુદ કરવાની જાણકારી હશે.

   આટલી જાણકારી હોવા છતાં માનવી નવી શોધ માટે એના વિચારો..અને શક્તિનો સહારો લેતો હશે ..કારણ કે એને ખબર છે કે જે જાણ્યું એ “અલ્પ” છે અને ઘણું જ “અજાણ “છે….અહી અજાણમાં “પ્રભુ-શક્તિ” નિહાળવાની તક મળે છે !

   તમે છેલ્લે રોગો અટકાવવા માટે લખાણનો ઉલ્લેખ કર્યો તે યોગ્ય જ છે..પણ માનવ દેહ સમજ અને રોગના કારણો જાણવા એ પણ અગત્ય છે….કોઈ પણ પોસ્ટ પર કોઈ પણ પધારી “સારવાર” વિષે કે “રોગો અટકાવવા માટેની માહિતી યાને ‘પ્રેવેન્ટીવ થેરાપી’ વિષે “પ્રતિભાવ”માં બે શબ્દો લખી શકે છે…તમે નવી પોસ્ટ વાંચવા જરૂર પધારશો….તમારા “બે શબ્દો” અનેકને માર્ગદર્શન આપશે જ !>>>>>>ચંદ્રવદન.

   જવાબ આપો
 • 16. chandravadan  |  ઓક્ટોબર 5, 2010 પર 5:40 પી એમ(pm)

  This is the Email from UK….a portion of it is posted here>>>>>
  Priya Chadravada Ji
  SADAR NAMASTE

  Most gracious dhanyawad for the information….it is good for everyone.
  One think concerns me why we have to engage in some foreign language rather than promoting our own. Is it not true that the words SAVAL & JAVAB are foreign ….. words came into our land ……. Should we not us PRASHNA and UTTAR instead please. Just think.

  Pranam

  AND I had sent a RESPONSE to this by an Email this way>>>>

  Dear Savarkar,
  Thanks a lot for your Email.
  You have a point !
  In the “pure Gujarati Bhasha” your suggested words are the “Right Words”….but in this practical World, many languages had “accepted” the Foreign Words as its own Eg Jungal in English…likewise, Hindi has lots of Urdu Words. The spoken Gujarati (or other Indian Bhasha) has lots of English Words so much so that even the Gujarati Newspapers are the “victims”.
  If you read my Post, I am ignorant of so many Gujarati Words that I had used the “English words” in the Gujarati Script.
  Yes….we all must try to keep our or any Bhasha “pure”. As regards the suggested “change” I do not have any problem. I just wanted you to express my thoughts to you !
  Do you “type” in Gujarati on the Computer? Do you want to learn that ? Please REPLY>>>Dr. Chandravadan Mistry

  જવાબ આપો
 • 17. pragnaju  |  ઓક્ટોબર 5, 2010 પર 8:42 પી એમ(pm)

  ‘But I INVITE you to REVISIT & read the Comments,,,”
  સુંદર વાત છે.અમને સૌથી વધુ ગમી ડૉ સંજય પંડ્યાની કોમેંટ જેમા
  http://www.kidneyingujarati.com …અમે તે વારંવાર વાંચી અને અટકાયત માટે નીચેની દવાઓ કાળજીપૂર્વક લેવા અંગે લખવા વિચાર્યું.દરેક દર્દીને એને અપાતી દવા વિષે જાણવાનો અધિકાર છે અને દર્દીએ પણ દવા અંગે અભ્યાસ કરવો જોઇઍ.અહીંના કાયદાના જાણકારો પણ આવી માહિતી આપે છે.મફત કેસ લડી આપે છે તેથી સારવાર પણ કાળજીથી થાય છે.પ્રમાણમા નિર્દોષ ગણાતી Acetaminophen વિષે પણ જાણકારી અભાવે અમેરિકામા દવાથી થતા મૃત્યુમા તેનો નંબર ૧ આવે છે!Acetaminophen is one of the most common pharmaceutical agents involved in overdose, as reported to the American Association of Poison Control Centers. APAP toxicity is the most common cause of hepatic failure requiring liver transplantation in Great Britain. In the United States, acetaminophen toxicity has replaced viral hepatitis as the most common cause of acute hepatic failure, and it is the second most common cause of liver failure requiring transplantation in the United States
  Medications or substances mentioned in sources as possibe causes of
  Kidney failure includes:
  * Abelcet Injection
  * Aches-N-Pain
  * Advil
  * Aleve
  * Amicar
  * Aminocaproic Acid
  * Amphotericin B Lipid Complex
  * Anaprox
  * Anaprox DS
  * Ancobon
  * Ansaid
  * Apo-Diflunisal
  * Apo-Ibuprofen
  * Apo-Naproxen
  * Apro-Flurbiprofen
  * Arthrotec
  * Atiquim
  * Bayer Select Pain Relief Formula
  * Bonefos
  * Butacortelone
  * Candyl
  * Carboplatin
  * Cataflam
  * Children’s Advil
  * Children’s Motrin
  * Clinoril
  * Daypro
  * Daypro ALTA
  * Dibufen
  * Didrocal
  * Didronel
  * Disodium etidronate
  * Dolac Injectable
  * Dolac Oral
  * Dolobid
  * EC-Naprosyn
  * Ergamisol
  * Etodolac
  * Excedrin
  * Excedrin Extra Strength
  * Feldene
  * Feldene Gel
  * Fensaid
  * Flexen
  * Flogen
  * Flucytosine
  * Flurbiprofen Sodium
  * Froben
  * Froben-SR
  * Fuxen
  * Gelpirin
  * Genpril
  * Goody’s Headache Powders
  * Haltran
  * Hicin
  * IBU
  * Ibuprin
  * Ibuprofen
  * Ibuprohm
  * Indo-Spray
  * Indochron E-R
  * Indocin
  * Indocin SR
  * Indomed
  * Indomethacin
  * Infants’ Motrin
  * Kedvil
  * Ketorolac – injection and tablets
  * Ketorolac Tromethamine
  * Levamisole
  * Lodine
  * Lodine Retard
  * Lodine XL
  * Meclomen
  * Medipren
  * Meloxicam
  * Menadol
  * Midol
  * Midol-IB
  * Mobic
  * Motrin
  * Motrin IB
  * Nalfon
  * Naprelan
  * Naprodil
  * Naprosyn
  * Naproxen
  * Naproxen Sodium
  * Naxen
  * Naxil
  * Novo-Diflunidal
  * Novo-Flurprofen
  * Novo-Naproxen
  * Novo-Profen
  * Nu-Diflunisal
  * Nu-Flurprofen
  * Nu-Ibuprofen
  * Nu-Naproxen
  * Nuprin
  * Orudis KT
  * Pactens
  * Pamprin IB
  * Pediacare Fever
  * PediaProfen
  * Pirox
  * Piroxicam
  * Ponstel
  * Proartinal
  * Pronaxil
  * Quadrax
  * Rufen
  * Saleto-200
  * Saleto-400
  * Sodium clodronate
  * Solareze-Gel
  * Supradol
  * Tabalon
  * Tolectin
  * Trendar
  * Uni-Pro
  * Velsay
  * Vesanoid
  * Vfend
  * Voltaren
  * Voltaren Emugel
  * Voltaren Rapid
  * Voltaren-XR

  જવાબ આપો
 • 18. Bina  |  ઓક્ટોબર 7, 2010 પર 8:10 પી એમ(pm)

  Very good to read this article. Thanks a lot Dr. Chandravadanbhai

  જવાબ આપો
 • 19. પટેલ પોપટભાઈ  |  ઓક્ટોબર 13, 2010 પર 12:56 એ એમ (am)

  મા.શ્રી ચન્દ્રવદનભાઇ,

  માનવ શરીર બાબત સુંદર જાણકારી સરળ ભાષામાં આપી.રીનલ ફેલીયરના એક થી નવ એમ, અંગ્રેજી અને ગુજરાતીમા ચિન્હો-લક્ષણો બતાવ્યાં જે સામાન્ય વ્યક્તિ માટે પોતના શરીરનું ધ્યાન-ખ્યાલ રાખવામાં ખૂબજ મદદરૂપ થશે. સારવારની માહિતી પણ તમે આપી, વધારે પડતી કડક પણ ઉપરવાળો સૌને આ તકલીફથી દૂર રાખે.

  કલેડિયા કાસ્ટીલોની આ કેસ ફાઈલ. પ્રો. પાવલોની ટીમનાં વૈજ્ઞાાનિક માર્ટિન બીર્ચહોલ કહે છે. ”અમે માનીએ છીએ કે અમારી સફળતા એ સર્જીકલ ક્ષેત્રે નવા યુગની શરૃઆત કરી ” જેવા પ્રતિભાવો પણ આ સાથે વાંચવા મળ્યા. ભાઈશ્રી હિમાન્સુની વાત સાથે સહમત છું. જેનુ જ્ઞાન ના હોય એના ઉપર શું લખવું ???

  વાંચવુ જાણવું ઘણું સારું લાગે છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 347,768 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: