માનવ તંદુરસ્તી (૧૮) “ડરમાટોલોજી” …DERMATOLOGY

September 25, 2010 at 12:27 pm 13 comments

 

 
 
 

 

 
 

માનવ તંદુરસ્તી (૧૮) “ડરમાટોલોજી” …DERMATOLOGY

માનવ દેહની ચામડી…..અને એ વિષે ચર્ચા એટલે “ડરમાટોલોજી ” (Dermatology) !
 
તમે મને તરત પ્રશ્ર્ન કરશો કે ચામડી તે કેવી રીતે એક સીસ્ટમ કહેવાય ?
 
ચામડીને માનવ દેહના એક “ઓરગન” (Organ) તરીકે ગણવામાં આવી છે, જેનો બહારના ભાગ “એપીથેલીઅમ” (Epithelium)થી બનેલો છે તેને “એપીડરમીસ ” (Epidermis) કહેવાય છે , અને એની નીચે બીજા બે ભાગો છે …આ પ્રમાણે, ત્રણ વિભાગોમાં આપણે ચામડીને નિહાળી શકીએ.
 
(૧) “એપીડરમીસ” (Epidermis )
 
(૨) “ડરમીસ” (Dermis )
 
(૩) ” સબક્યુટીસ” (Subcutis) કે “હાઈપોડરમીસ” (Hypodermis).
 
હવે, તમે આ પોસ્ટ સાથે પ્રગટ કરેલા પીકચર/ડાયાગ્રામ  (Picture/Diagram) નિહાળો !
 
તમોને ખ્યાલ આવશે કે ચામડીના અંદરમા ભાગમાં નાના “બ્લડ વેસલ્સ” (Blood Vessels ) “નર્વસ” (Nerves ) તેમજ “લીમ્ફાટીક્સ” (Lymphatics ) અને “સ્વેટ ગ્લાન્ડસ”( Sweat Glands) સાથે બીજા ગ્લાન્ડસ પણ છે….આથી, માનવ દેહનો જીવતો જાગતો ભાગ !…આટલી સરસ ગોઠવણી થઈ હોય તો એ એક “સીસ્ટમ” નામે ઓળખાય તે યોગ્ય જ કહેવાય ને ?
 
હવે, તમે ફરી ડાયાગ્રામ્સ (Diagrams) નિહાળો !
 
માનવ શરીરની બહાર ચામડીના વાળો (Hairs) ની શરૂઆત નીચેના ભાગમાંથી થાય છે…એ “રુટ્સ” (Roots)માંથી બહાર આવે છે અને મોટો થાય છે….સાથે છે પરસેવા યાને “સ્વેટ” (Sweat) બનાવતા “સ્વેટ ગ્લાન્ડ”( Sweat Gland)..અને નજીકમાં છે તેલ-જેવો પ્રદાર્થ બનાવતો “સીબેસીઅસ ગ્લાન્ડ” (Sebaceous Gland) …અને, ચામડીને રંગ આપતા “મેલાનોસાઈટ્સ” (Melanocytes) જેની અંદર છે “મેલાનીન પીગમેન્ટ” (Melanin Pigment) …..અને ચામડીને પણ બરાબર રાખવા માટે છે “પીલાઈ મસલ્સ” (Pili Muscles)  !
આખા શરીરની ચામડીને એક “ઓરગન”રૂપે નિહાળતા, એ માનવ દેહનો એક મોટામાં મોટો “ઓરગન” છે. માનવ દેહના કુલ્લે જે વજન હોય તેમાં ૧૫% ચામડીનું વજન હોય છે !
 

તો, ચામડી શું કાર્ય કરે અને શા માટે માનવ દેહ માટે અગત્ય કહેવાય ?

ચામડીમાં આવેલા નર્વ્સ (Nerves) ના કારણે માનવી સ્પર્શ યાને “ટચ” (Touch) નો અનુભવ કરી શકે ….આ અગત્યનું કાર્ય કહેવાય ને ?
 
ચામડી દ્વારા વાળો શરીરને ઠંડક અને રક્ષણ આપે છે ….આ પણ અગત્ય જ કહેવાય ને ?
 
ચામડી દ્વારા પરસેવા કે સ્વેટ (Sweat) શરીર બહાર આવી શકે…આ માનવ દેહની અંદરના પાણીના પ્રમાણનો “કન્ટ્રોલ” (Control) કરવામાં મદદરૂપ થાય , સાથે “સોલ્ટ” (Salt) નો કન્ટ્રોલ પણ ખરો…આ પરસેવારૂપી પાણીથી ચામડીને ઠંડક પણ મળે છે અને સુંવાળી રાખવા ફાળો આપે છે…અને શરીરનું એક સરખું અંદરનું “ટેમ્પરેચર” (Temperature) ૯૮ની નજીક રાખવા માટે ફાળો આપે છે….. હેવે તમે કહો ચામડી કેટલું બધુ કામ કરે છે ….આટલું કાર્ય કરે તેને અગત્યનો ભાગ જ કહેવાય ને ?
 
પરસેવા સાથે “સેબાસીઅસ ગ્લાન્ડસ” (Sebaceous Glands) મારફતે તેલ જવો પ્રદાર્થ ચામડી પર લાવી ચામડીને સુંવાળી રાખે છે…અને, ચામડીના કારણે જતુંઓ વિગેરે શરીરની અંદર ના જઈ શકે…યાને શરીરનું રક્ષણ !…અને, ચામડીની અંદર આવેલા “લેન્ગર્હાન્સ સેલ્સ” (Langerhans Cells ) ” ઈમ્યુન સીસ્ટમ” (Immune System ) ને પણ “એલર્ટ” (alert) કરે છે..જેથી શરીરનું રક્ષણ શક્ય થાય છે !…..આટલું કાર્ય ઘણું જ કહેવાય !…હવે તો તમે માનશો કે ખરેખર ચામડી માનવ દેહની એક અગત્યની “સીસ્ટમ ” છે ! 
 
માનવ ચામડીમાં “વાઈટામીન ડી”  (Vitamin D ) બને છે જે હાડકાઓમાં “કેલસીઅમ” (Calcium ) મુકવા માટે મદદરૂપ થાય છે,…અને સાથે સાથે અહી ચામડીમાં “વીટામીન બી” (Vitamin B ) માટે પણ ફાળો આપે છે !…આ કાર્ય પણ કેટલું અગત્યનું કહેવાય !
 
તમે માનવ દેહની ચામડી વિષે જાણ્યું.
 
તમે જે જાણતા હતા તેનાથી જરા વધુ જાણ્યું કે નહી ?
 
આ બધુ જાણેલું હોય તો ફરી એ તાજું થઈ ગયું !
 
આશા છે કે આ પોસ્ટ તમોને ગમી હશે !
 
ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી.
 
DERMATOLOGY
This Post is about the “General Information”on Human Skin, which can be regarded as the Largest Organ of the Human Body, making about 15% of the Total Body Weight.
It is made up of 3 Layers, namely…
(1) Epidermis
(2) Dermis
(3) Hypodermis
If you see the posted Diagrams,you can get the “full picture” and understand that there are many elements that make the entire skin portion of the Human Body.
The Skin is involved in the (1) Body Temperature Regulation (2)Protection of the Inner parts & involved in alerting the Immune System of a possible Foreign Invaders (3) Tactile Sensations (4) Vitamin D production & the Calcium Metabolism…& also some Vitamin B  function (5) Protection against the harmful Sunrays.
I hope you like this Post with the “Basic Informations”.
Hope to see you to re-visit this Blog for the “Doctor Pukar” Posts that will follow this Post !
 
Dr, Chandravadan Mistry
Advertisements

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માનવ તંદુરસ્તી (૧૭)…”ઈમ્યુન સીસ્ટમ” (Immune System) માનવ તંદુરસ્તી (૧૯) … “ચંદ્રપૂકાર”માં “ડોકટરપૂકાર” (૪)…રીનલ ફેલીયર/ડાયાલસીસ/ટ્રાન્સપ્લાન્ટ

13 Comments Add your own

 • 1. pragnaju  |  September 25, 2010 at 12:56 pm

  સરસ ચિત્રો દ્વારા ચામડી અંગે સરળ સમજાવતો સુંદર લેખ

  સાંપ્રત સમયમા ચામડીના રોગ માટે સ્ટીરૉઈડ,એન્ટીબાયોટીક વિ.નો વધુ પડતો ઉપયોગ થાય છે એમ નિષ્ણાતોનું કહેવું છે ત્યારે મને આવા ઘરઘથ્થુ ઉપાયો ગમે છે.

  ગ્લિસરીન, ગુલાબજળ અને લીંબુનો રસ સરખે ભાગે લઈ
  શીશીમાં ભરી રાખો. આ મિશ્રણની માલિશ કરવાથી ચામડી સાફ
  બનશે. હાથ-પગમાં ચીરા પડ્યા હોય તો મટે છે.
  મૂળાના રસમાં થોડું દહીં મેળવી ચહેરા ઉપર લગાડવાથી
  ચહેરો સુંવાળો, ચમકીલો બને છે.
  એક ડોલ ગરમ અથવા ઠંડા પાણીમાં એક લીંબુ નીચોવી તેનાથી
  સ્‍નાન કરવાથી સુવાળી થાય છે અને ચામડીમાં ચમક આવે છે.
  કારેલીનાં પાનનો રસ ચોપડવાથી ચામડીના બહુ જૂના કોઈ પણ
  રોગ મટે છે.
  તલના તેલને સહેજ ગરમ કરી રોજ માલિશ કરવાથી ફીકી ચામડી
  ચમકતી થાય છે.
  કાકડીને ખમણી તેનો રસ ચોપડવાથી ચીકાશવાળી તેમજ
  ચીમળાયેલી ચામડી સુંવાળી બને છે.
  હાથ કે પગની ચામડી ફાટે ત્‍યારે વડનું દૂધ લગાડવાથી મટે
  છે.
  સંતરાની છાલને સૂકવી, તેનો પાઉડર કરી, ગુલાબજળમાં
  મેળવી, તેને મોં પર લગાડી અર્ધા કલાક સુધી રહેવા દઈ, પછી
  ધોવાથી ચામડી મુલાયમ બનશે. ડાઘા નીકળી જશે અને ચહેરાની
  કરચલી દૂર થશે.
  હાથ કે પગમાં ચીરા પડ્યા હોય, અળાઈ થઈ હોય તો એક ભાગ
  લીંબુનો રસ લઈ તેનાથી ત્રણ ગણું તલનું તેલ અથવા કોપરેલ
  મેળવી લગાડવાથી રાહત થાય છે.
  ચણાના લોટમાં પાણી અને થોડું ઘી મેળવી શરીર પર અને મોં
  પર માલિશ કરવાથી ચામડી ગૌરવર્ણની અને તેજસ્‍વી બને છે.
  દાઝી ગયેલી ચામડી પર સફેદ ડાઘ રહી જાય છે તેના ઉપર રૂને
  મધમાં ભિંજાવી પાટો બાંધવાથી ડાઘ નીકળી જાય છે.
  દૂધ અને દિવેલને સરખે ભાગે લઈ નિયમિત શરીરે માલિશ
  કરવાથી શરીર પરથી કરચલી દૂર થાય છે.
  લીમડાનાં ૧૦૦ પાન લઈ તેનું ચૂર્ણ રોજ ૬ મહિના સુધી
  લેવાથી સફેદ કોઢ મટી જાય છે.
  રોજ સવારે બબ્‍બે તોલા મધ ઠંડા પાણીમાં પીવાથી ચામડીના
  રોગો જેવા કે દાહ, ખંજવાળ ફોલ્‍લી મટે છે.
  ચોખાના ધોવામણમાં થોડીક હળદર મેળવીને ચહેરા પર માલિક
  કરી પછી સ્‍નાન કરવાથી શરીર અને ચહેરાની સુંદરતા વધે છે.

  Reply
  • 2. chandravadan  |  September 25, 2010 at 1:27 pm

   પ્રજ્ઞાજુબેન,

   આ ચામડીની પોસ્ટમાં મેં જે માહિતી આપી, તેની સાથે તમે પધારી તમારા પ્રતિભાવ દ્વારા એની સારવાર વિષે ઘર-ઉપાયો (Home Teatments) જણાવ્યા તે માટે આભાર…..આ પ્રમાણે, પોસ્ટ દ્વારા વાંચકોને ચામડી વિષે “સમજ” ..અને તમારા પ્રતિભાવ દ્વારા ચામડીની “કાળજી” લેવા માટે અગત્યની “જાણકારી”…..સૌને લાભ જ છે !>>>>ચંદ્રવદન

   Reply
 • 3. pravina  |  September 25, 2010 at 10:56 pm

  Yes, you provided good info. about skin. Enough water intake and healthy food helps to keep skin in good conditioned.

  Reply
 • 4. sudhir patel  |  September 26, 2010 at 12:58 am

  Enjoyed very explanatory article on dermatology and usefulness of our skin. Thank you for sharing your valuable knowledge and experience.
  I also liked Pragnaben’s comment on suggestions on home-treatments of skin care.
  Sudhir Patel.

  Reply
 • 5. ishvarlal r. mistry  |  September 26, 2010 at 5:48 am

  Chandravadanbhai,
  Very good explanation about skin and how important it is to protect internal organs. Thankyou for sharing your knowledge and some good hints how to protect it.

  Ishvarbhai R. Mistry

  Reply
 • 6. pragnaju  |  September 26, 2010 at 11:31 am

  મારી કોમેંટમા અગત્યની વાત, ત્વચા દાનની ,રહી ગઈ હતી તે અંગે સાધારણ વાત.
  નેત્ર દાન, કિડની દાનની જેમ મૃત્યુ બાદ ચામડી પણ દાન કરી શકાય છે. મૃત્યુના છ કલાકમાં જો ચામડી દાન કરવામાં આવે અને એને ઓછા તાપમાનમાં જાળવવામાં આવે તો આ ચામડીનો ઉપયોગ વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી કરી શકાય. દેહમાંથી લગભગ ૧.૬ સ્કેવર મીટર ચામડી મળી શકે છે.ચામડી દાતાઓના કારણે દાઝી જવાના કેસમાં દર્દીઓની સારવાર કરવી શકય બનશે. મોટા ભાગના દર્દીઓ ૫૦ ટકાથી વધુ દાઝેલા હોય છે. ત્યારે દર્દી માટે તેની પોતાની જ ચામડીનો ઉપયોગ કરવો આવા સંજોગોમાં ઘણો મુશ્કેલ હોય છે. આવા સમયે સ્કિન બેન્કની તાતી જરૂર ઊભી થઇ છે. જયાં માણશ મૃત્યુ બાદ તેની ચામડી દાન કરી શકે છે. જેથી ગંભીર રીતે દઝાયેલા દર્દીઓને મદદ મળી રહે. દાઝેલા દર્દીઓની સારવાર સામાન્ય રીતે મોંઘી હોય છે. જયારે તેમને કત્રિમ ચામડી લગાવવાનો ખર્ચો એનાથી પણ મોંઘો હોય છે. જયાં ચામડીની અવેજીમાં મીક માઇક્રો ગ્રાફટનો ઉપયોગ કરાય છે. જેમાં ચામડીના નાનકડા ભાગને તેના મૂળ કદના ચાર, છ કે નવ વાર જેટલો લંબાવી શકાય છે. તેના કારણે દાઝેલા દર્દીઓમાં ઇન્ફેકશનનું પ્રમાણમાં ખૂબ જ ઘટી જશે. વળી એક માણસ પાસેથી લગભગ ૧.૬ સ્કવેર મીટર ચામડી મળે છે. જેછી ઘણાં દર્દીઓની સારવાર વહેલી શકય બનશે.દાઝવાને કારણે ઘણાં લોકો મૃત્યુ પામે છે. જેમાંથી મોટા ભાગના ઇન્ફેકશનને કારણે મૃત્યુ પામતા હોય છે. અમારા ત્યાં ઘણાં દર્દીઓ માટે ચામડીની જરૂર પડતી હોય છે. લગભગ એક મહિનામાં ૧૦૦ જેટલાં દાતાઓની જરૂર છે. એટલે કે એક .મૃત્યુના છ કલાકમાં ચામડી દાન કરી શકાય.ઇન્ફેકશનથી બચી શકાય.દાઝેલા માટે બહારની ચામડીનો ઉપયોગ કરવાથી તેને ઇન્ફેકશન સામે રક્ષણ મળી રહે છે. તથા તે શરીરમાંથી પ્રવાહીના નાશ સામે પણ રક્ષણ આપે છે. જેને કારણે દાઝેલા દર્દીની બચવાની શકયતાઓ વધી જાય છે. ૮૦ થી ૯૦ ટકા દાઝેલા દર્દી માટે બે

  માણસની ચામડીની જરૂર પડે છે.

  Reply
 • 7. Ramesh Patel  |  September 26, 2010 at 8:15 pm

  સરળ સમજાવતો સુંદર લેખ and
  મૃત્યુના છ કલાકમાં ચામડી દાન કરી શકાય.ઇન્ફેકશનથી બચી શકાય.દાઝેલા માટે બહારની ચામડીનો ઉપયોગ કરવાથી તેને ઇન્ફેકશન સામે રક્ષણ મળી રહે છે.

  ……“જાણકારી”…..સૌને લાભ જ છે

  Thanks for sharing your knowledge.

  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 8. Dilip Gajjar  |  September 27, 2010 at 9:02 pm

  Thanks for posting impoetant information aout our body..Dermatology..

  Reply
 • 9. neetakotecha  |  September 29, 2010 at 5:22 pm

  ha ganu vadhare janva maliyu..mane pan hamesha prashn thato ke chamdi nu dan kevi rite karta hashe..pan e pan pragnaju ben e samjavi didhu..aapno lekh pan saras mahiti bhariyo..

  Reply
 • 10. Bina  |  September 30, 2010 at 1:59 am

  સુંદર લેખ!

  Reply
 • 11. અક્ષયપાત્ર/Axaypatra  |  September 30, 2010 at 9:14 pm

  સરળ શબ્દોમાં ઉપયોગી માહિતી. પ્રજ્ઞાબેન પણ ઉપયોગી માહિતી ઉમેરતા રહે છે તે માટે એમનો પણ આભાર !
  આભાર સહ…..

  Reply
 • 12. પટેલ પોપટભાઈ  |  October 6, 2010 at 6:51 am

  મા.શ્રીચન્દ્રવદનભાઈ

  ચામડી ઉપરના તમારા સ-ચિત્ર લેખ દ્વારા સારી એવી માહિતી વાંચવા-સમજવા મળ્યું. સાથે બીજા અભિપ્રાયો વાંચ્યા.

  ” માનવી સ્પર્શ યાને “ટચ” (Touch) નો અનુભવ કરી શકે ….આ અગત્યનું કાર્ય કહેવાય ”

  ચક્ષુ-દાનની જેમ “ચર્મ-દાન ” થઈ શકે છે જાણવા મળ્યું.

  Reply
 • 13. Dr P A Mevada  |  November 14, 2010 at 2:53 pm

  Dear Dr. Chandravadan,
  I just visited your blog. It is nice and informative to the point with good quality photos and drwings. When there are many sites on medical information, yours’ is unique in a way it gives information without much problems of advertisements and net bugs. I heartily CONGRATULATE YOU and wish all the best.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

September 2010
M T W T F S S
« Aug   Oct »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: