માનવ તંદુરસ્તી (૧૭)…”ઈમ્યુન સીસ્ટમ” (Immune System)

સપ્ટેમ્બર 19, 2010 at 1:59 પી એમ(pm) 15 comments

 

Immune system structures
 
Immunology : Smear of peripheral blood - as seen under microscope Stock Photo
 
 

Lymphatic System

 

 

 
 

માનવ તંદુરસ્તી (૧૭)…”ઈમ્યુન સીસ્ટમ” (Immune System)

આજની પોસ્ટ એટલે “ઈમ્યુનોલોજી” (Immunology)યાને માનવ દેહની “ઈમ્યુન સીસ્ટમ” (Immune System) વિષે ચર્ચા !
 
“ઈમ્યુન સીસ્ટમ” એટલે માનવીના દેહના રક્ષણ માટે જે વ્યવસ્થા થઈ છે તેનું જ્ઞાન.
 
માનવ શરીરના રક્ષણ માટે કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે માનવ શરીરના “સેલ્સ”(Cells)પોતાના “સેલ્સ”ને પુરી રીતે ઓળખે …અને બહારથી જંતુ કે પ્રદાર્થ  શરીરમાં પ્રવેશ કરે ત્યારે એની સાથે સામનો કરી, શરીરનું રક્ષણ કરે ….આ જ  શક્તિનું નામ “ઈમ્યુન સીસ્ટમ” !…..આ પ્રમાણે શક્ય કરવા માટે શરીરમાં અનેક ફાળો આપે છે ….”ઓરન”(Organ)થી નાના “સેલ્સ” (Cells).
તો, હવે આપણે આ સીસ્ટમમાં ફાળો આપતા સર્વને વધુ જાણીએ …>>>
 
કોણ કોણ ભાગ લેય છે ?
 
(૧)…”થાઈમસ ગ્લાન્ડ” (Thymus Gland)
(2)…”સ્પ્લીન” (Spleen)
(3)…”લીમ્ફ સીસ્ટમ”(Lymph System)
(૪)…”વાઈટ બ્લડ સેલ્સ”(White Blood Cells)
(૫)…”એન્ટીબોડીઝ”( Antibodies)
(૬)…”કોમ્પ્લીમેન્ટ સીસ્ટમ”( Complement System)
(૭)…”હોર્મોન્સ”(Hormones)
(૮)…”બોન મેરો”(Bone Marrow)
 
હવે, આપણે વિગતે આ સર્વના વિષે જાણીએ !….સમજવા, જરા પ્રગટ કરેલા પિકચરો /ડાયાગ્રામો નિહાળો !
 
(૧)…”થાઈમસ ગ્લાન્ડ”(Thymus Gland) 
 
આ ગ્લાન્ડ શરીરના છાતીના ભાગમાં, અંદરથી છે.અહી “ટી સેલ્સ” (T Cells)  બને છે….જ્યારે બાળક જન્મે ત્યારે બાળ શરીરના રક્ષણ માટે આ “સેલ્સ”ની ખાસ જરૂર પડે છે….જ્યારે માનવી “એડલ્ટ” (Adult) થાય ત્યારે આ થાઈમસ ગ્લાન્ડની જરૂરત ઓછી થઈ જાય છે …અને એથી જ્યારે કોઈ કારણોસર આ ગ્લાન્સને સર્જરી કરી શરીર બહાર કરવામાં આવે ત્યારે કાંઈ વાંધો પડતો નથી, અને માનવી એના શરીરનું રક્ષણ બરાબર કરી શકે છે.
 
(૨)…”સ્પ્લીન” (Spleen)
 
આ માનવ શરીરના પેટના ભાગમાં અંદરથી છે.  ઉપરના ભાગે જમણી બાજુએ “લીવર” (Liver), અને ડાબી બાજુએ “સ્પ્લીન” (Spleen) 
અહી લોહીનું ભ્રમણ ખુબ જ છે….જે પ્રમાણે અહી લોહી ફરે છે તે થકી લોહીમાં જે કાંઈ “ફોરેઈન સેલ્સ” (Foreign Cells) કે જુના પોતાના “રેડ સેલ્સ” (Red Cells) ને છુટા કરે છે અને આ પ્રમાણે લોહી શુધ્ધ થાય છે….આ શરીરના રક્ષણ માટે એક અગત્યનું કાર્ય છે !….કોઈવાર, આ “સ્પ્લીન”ને સર્જરી કરી શરીર બહાર કાઢવાની જરૂરત પડે ત્યારે એ શક્ય છે…શરીરનું રક્ષણ ચાલુ રહે પણ ત્યારે માનવ શરીર જતુંઓ સામે જોઈએ તેવું રક્ષણ ના કરી શકે !
 
(૩)…”લીમ્ફ સીસ્ટમ” (Lymph System )
 
માનવ શરીરમાં અનેક નાના ગ્લાન્ડો છે …એ છે “લીમ્ફ ગ્લાલ્ડ્સ” (Lymph Glands ) આ બધા આખા શરીરમાં છે, અને એક બીજા સાથે “લીમ્ફાટીક ચેનલ્સ” (Lymphatic Channels ) દ્વારા જોડાયેલા છે. આ લીમ્ફાટીક્સમાં પ્રવાહી તત્વ ફરે છે, અને એનું નામ છે “લીમ્ફ” (Lymph ). લોહીમાં ફરતા “સેલ્સ” વગરનું પ્રવાહી તત્વ જેને “સીરમ” (Serum ) કહેવામાં આવે તે નાની નાની “બ્લડ કેપીલરીસ” (Blood Capillaries  )માંથી બહાર આવી “લીમ્ફ” રૂપે ફરે છે …જેમાં પાણી અને શરીરની જરૂરીઆતના “ન્યુટ્રીઅન્ટસ” (Nutrients  )હોય છે.
આ “લીમ્ફ” જુદા જુદા ભાગે “લીમ્ફ ગ્લાન્ડ”(Lymph Gland )માંથી પસાર થાય છે.દરેક ગ્લાન્ડ એક “ફીલટર” (Filter ) તરીકે કાર્ય કરે છે. અહીથી પસાર થતા “લીમ્ફ”માંથી જરૂરત ના હોય તેવું “વેઈસ્ટ” (Waste  ) ત્યાં જ અટકી જાય, અને શુધ્ધ પ્રવાહી શરીરના જુદા જુદા ભાગોના “સેલ્સ” (Cells  ) ને મળી શકે છે.
 
(૪)…”વાઈટ બ્લડ સેલ્સ” (White Blood Cells) 
 
આ સેલ્સ  શરીરના રક્ષણ માટે અગત્યનું કાર્ય કરે છે. અનેક નામના આ સેલ્સ છે…જુદા જુદા કાર્યો કરે અને એમના આકાર/દેખાવ પ્રમાણે નામો છે …આ બધાના નામો જાણીએ. વિગતે એમના કાર્યો વિષે કહેવું એ શક્ય નથી.
>>>”ગ્રેન્યુલોસાઈટ્સ” (Granulocytes )…આ સેલ્સમાં જુદા જુદા “ગ્રન્યુઅલ્સ” ના કારણે નામો છે (૧) “ન્યુટ્રોફીલ્સ” (Neurophils ) (૨) “એઓસીનોફીલ્સ”(Eosinophils ) (૩) “બેસોફીલ્સ” (Basophils  )..વધારે સંખ્યામાં છે “ન્યુટ્રોફીલ્સ” અને ઘણીવાર આ રક્ષણ માટે પ્રથમ હોય છે …એલરજીમાં “એઓસીનોફીલ્સ”નો ફાળો હોય છે. બધા જ ‘વાઈટ સેલ્સ”ને નિહાળતા આ સેલ્સની સંખ્યા ૬૦% હશે.
 
>>>”લીમ્ફોસાઈટ્સ” (Lymphocytes )
 
આ સેલ્સની સંખ્યા ૩૦-૪૦% હશે. આ સેલ્સ અગત્યનું કાર્ય કરે છે…આ સેલ્સ દ્વારા જુદી જુદી “એન્ટીબોડીઝ” (Antibodies  ) બની શકે છે…શરીરના રક્ષણ માટે પાછળની રક્ષા (Delayed Immunity  )માટે આ સેલ્સ અગત્યના છે….જુદા જુદા નામો આપવામાં આવ્યા છે …”ટી સેલ્સ” (T Cells  ) અને આમાં પણ કાર્ય પ્રમાણે “હેલ્પર સેલ્સ” (Helper Cells  ) કે “કીલર સેલ્સ” (Killer Cells  )….”ટી સેલ્સ” સિવાય છે “બી સેલ્સ” (B Cells  ) અને આ સેલ્સ “એન્ટીબોડીઝ” (Antibodies ) બનાવવા મદદરૂપ થાય છે.
>>>>”મોનોસાઈટ્સ” (Monocytes  )
 
આ સેલ્સની સંખ્યા હશે ૭% .જ્યારે કોઈ જતું શરીરમા પ્રવેશ કરે ત્યારે એકવાર પ્રથમ પ્રહાર થયા બાદ, આ “વેઈસ્ટ” (  )ને બહાર લઈ જવાના કાર્ય માટે મદદરૂપ થાય છે …આ સેલ્સની સાઈઝ બીજા સેલ્સ કરતા જરા મોટી અને આ સેલ્સ પણ બીજા બ્લડ સેલ્સ બોન મેરો ના “સ્ટેમ સેલ્સ” (Stem Cells  )માંથી બને છે.
 
(૫)…”એન્ટીબોડીઝ” (Antobodies  )
 
>>>>આ વિષે ઉલ્લેખ “વાઈટ બ્લડ સેલ્સ”માં થઈ ગયો છે…..શરીર પાંચ ( ૫) જાતની “એન્ટીબોડીઝ” બનાવે છે એઓના નામો આલફાબેટના અક્ષરો સાથે જોડેલા છે  અને નામો છે …..(૧) “આઈજી એ” (Ig A ) ..(૨) “આઈજી  ડી ” (Ig D ).. (૩) “આઈજી  ઈ ” (Ig E  ) ..(૪) “આઈજી જી ” (Ig G ) ..(૫) “આઈજી  એમ ” (Ig M  ). જુદા જુદા નામે દરેકનો ફાળો જુદો જુદો છે. અહી વિગતે કહવું શક્ય નથી
 
(૬)… “કોમપ્લીમેન્ટ સીસ્ટમ” ( )
 
“એન્ટીબોડીઝ” જુદી જુદી જાતના “પ્રોટીન” (Protein ) પ્રદાર્થોની બનેલી હોય છે..એની સાથે, લોહીમાં “કોમપ્લીમેન્ટ”નામના પ્રોટીન  ફરે છે , જે “લીવર”માં બને છે. આ પ્રદાર્થો “એન્ટીબોડીઝ” સાથે મળીને કામ કરતા, એની અસર લાવે છે, અને શરીર રક્ષણ થઈ શકે છે.
 
(૭)…”હોરમોન્સ” (Hormones )
 
જુદી જુદી જાતના તત્વો જે શરીરના રક્ષણ માટે કાર્ય કરે તેને “લીમ્ફોકાઈનીન્સ” (Lyphokinines ) કહેવાય છે.
 
(૮)…”બોન મેરો ” (Bone Marrow )
 
ઉપર (૧) થી (૭) તત્વો એકબીજા સાથે હળીમળીને રક્ષણરૂપી શક્તિ લાવે છે…ફક્ત એક મહાન એવું કહી ના શકાય.
તો, “બોન મેરો”નું મહત્વ શું ?
હાડકાઓની અંદરના ભાગમાં ( ખાસ કરીને લાંબા હાડકાઓ) જે પોલી જગ્યા હોય તેમાં ચરબીરૂપે જે પ્રદાર્થ હોય તેને “મેરો” કહેવામાં આવે છે. અહી લોહીના “રેડ સેલ્સ” (Red Cells) તેમજ “વાઈટ સેલ્સ” (White Blood Cells ) અને “પ્લેઈટલેટ્સ” (Platelets ) બને છે.આ બધા જ ત્યાંના “સ્ટેમ સેલ્સ” (Stem Cells) માંથી એક આકારરૂપી સ્વરૂપ લઈ ધીરે ધીરે ત્રણ જાતના સેલ્સ બની લોહીમાં પ્રવેશ કરે છે….આથી શરીરના રક્ષણ માટે અગત્યનો ફાળો આપે છે !….આ મેરોમાં “ડેન્ડ્રીટીક સેલ્સ” (Dendritic Cells ) પણ બને છે જે “લીમ્ફ” માં વધારે પ્રમાણમાં હોય છે ….આ “ડેન્ડ્રીટીક સેલ્સ” શરીરના રક્ષણ માટે અગત્યના છે.
 

શરીરનું રક્ષણ કેવી રીતે શક્ય ?

ઉપર વર્ણન કર્યું તે પ્રમાણે અનેક ભાગ ભજવનારાઓનો ફાળો હોય ત્યારે જ આ “રક્ષણ” શક્ય હોય !
 
ચાલો, દાખલારૂપે  એક જાતના જતુંઓ યાને “બેક્ટરીઆ” (Bacteria )હવામાં છે. જ્યાં સુધી એ શરીર બહાર ત્યાં સુધી કાંઈ વાંધો નહી…પણ જો આપણી ચામડીમાં કાપ હોય તો એ ચામડીના નીચે જઈ શકે….ત્યાંથી એ શરીર અંદર પ્રવેશ કરવા માટે પ્રયત્નો કરે…એવા સમયે, ફરતા “ડેન્ડ્રીટીક સેલ્સ” સાથે ફરતા “બી સેલ્સ”ને મેસેજ આપતા, “બી સેલ્સ” “એન્ટીબોડીઝ” બનાવે…..આ “એન્ટીબોડીઝ” બેક્ટેરીઆના પ્રોટીન યાને “એનટીજન” (Antigen ) સાથે જોડાય એને “ન્યુટરલાઈઝ” (Neutralize ) કરે …..આટલું થતા, શરીરમાં ફરતા “મેક્રોફેઈજીસ” (Macrophages ) કે “વાઈટ સેલ્સ” (White Cells ) ત્યાં આવી આ ઝેરી પ્રદાર્થની ફરતે જઈ એને ઘેરી લેય…આ જે કંઈ થાય તેને “ફેગોસાયટોસીસ ” (Phagocytosis ) કહેવામાં આવે છે ….આ બધુ વર્ણન કર્યું  તેમાં “કોમપ્લેમેન્ટ સીસ્ટમ” (Complement System ) પણ એનો ફાળો આપે કે જેથી “એન્ટીબોડીઝ” અનું કાર્ય બરાબર કરી શકે …..આ પ્રમાણે, મરણ પામેલા બેક્ટેરીઆ અંતે લીમ્ફાટીક્સ અને સ્પીલીન (Lymphatics & Spleen  ) દ્વારા શરીર બહાર.
ઉપરના આ વર્ણન દ્વારા માનવ દેહ ના રક્ષણ વિષે થોડી સમજ પડી જ હશે એવી આશા !
ઉપરના વર્ણનમાં અનેક બીજા ભાગ ભજવનારા વિષે ઉલ્લેખ કર્યો નથી. પણ…તમે જો આટલું “બેઝીક્સ” (Basics ) જાણશો તો શરીરના રોગો વિષે પણ તમારી સમજ વધશે જ ! 
હવે, આ પોસ્ટ પછી એક નવી પોસ્ટ હશે તે વાંચવા જરૂર પધારશો !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
 
Human Immune System..
 
Today’s Post is about the “Human Immune System”.It is only the Basic Understanding of this complex system. It is because of this intact system that the Humans can protect against the Germs from the outside and also against the tumor cells  and also other antigenic materials from the outside such as dust & other particles.
The important players in this are (1) Thymus Gland (esp. in the Childhood) (2) Spleen  (3) Lymph Glands & the Lymphatic System (4) White Blood Cells…different types of with some specific functions (5) Bone Marrow which gives the Stem Cells from which the Mature Cells needed for the immunity are put into the Circulation. Along with these, the body has the asssistnce in this process with Antibodies formation, Complement System activation and the specific Hormonal substances called “Lymphokinines”.
In this Post in the Gujarati Section an attempt is made to explain the chain reaction as the Germ or the “Foreign Body” crosses the protective barrier (Eg Skin) and enters the Human Body. In that, all the players are involved.
This is a very complex system & there are more & more new discoveries which are enriching our understanding of this System.
I hope this brief information will enhance your understanding of this wonderful Human Body !
I hope you like this Post. Your comment for this Post will be appreciated !
 
Dr, Chandravadan Mistry.
Advertisements

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માવવ તંદુરસ્તી(૧૬)…એન્ડોક્રીન સીસ્ટમ. માનવ તંદુરસ્તી (૧૮) “ડરમાટોલોજી” …DERMATOLOGY

15 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  સપ્ટેમ્બર 19, 2010 પર 2:18 પી એમ(pm)

  અમેરિકી વિજ્ઞાનીઓએ આપણા શરીરમાં રહેલા રોગપ્રતિકારક તંત્ર એટલે કે ઈમ્યુન સિસ્ટમ સાથે જોડાયેલી એક હાઈબ્રિડ કોશિકા શોધી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જોર્જિયા મેડિકલ કોલેજના વિજ્ઞાનીઓની આ શોધથી ભવિષ્યમાં કેન્સર અને ર્યૂમેટોઈડ આર્થરાઈટિસ સામે ઈમ્યુન સિસ્ટમને સક્રિય કરી શકાશે. આ કોશિકા માણસના પેટમાં હોય છે પરંતુ તે આખા શરીરમાં ફરી આક્રમણકારી વાઈરસ શોધવાનું કામ કરે છે. વાઈરસ મળતા જ તે ઈમ્યુન સિસ્ટમને સક્રિય એટલે કે ઓન કરે છે.
  જો તમારા શરીરની ઈમ્યુન સિસ્ટમ (રોગ પ્રતિકારકશક્તિ) સારી રીતે કામ કરી રહી છે તો તમે રોગથી દૂર રહો તેની શક્યતા વધુ રહે છે. ઈમ્યુન સિસ્ટમની મજબુત દિવાલો અદ્રશ્યરૂપે શરીરની ઢાલ બનીને રક્ષા કરે છે. તેથી પોતાની ઈમ્યુન સિસ્ટમને મજબુત બનાવવી સૌથી વધારે જરૂરી છે. સામાન્ય રીતે ઘણા લોકો શરદી-ઉધરસ થવા પાછળ ઋતુને જવાબદાર ઠેરવે છે. પણ હકીકતમાં તમારી ઈમ્યુન સિસ્ટમમાં ગડબડ થવાથી આવી નાની મોટી બીમારીઓ થતી રહે છે. ઈમ્યુન સિસ્ટમ શરીરની આંતરીક સુરક્ષાનું કામ કરે છે.

  ઈમ્યુન સિસ્ટમ શરીરને કોઈપણ પ્રકારના સંક્રમણ અને એલર્જીથી રક્ષણ આપે છે. આખા શરીરને નિયંત્રિત રાખનાર આ સિસ્ટમ વાઈરલ સંક્રમણ, ફંગલ કે પછી સેલ્યુલર એટેકથી તમને બચાવવાની ક્ષમતા પણ રાખે છે. ઈમ્યુન સિસ્ટમને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે – નેચરલ, એક્વાયર્ડ અને આર્ટીફિશીયલ. નેચરલ ઈમ્યુન સિસ્ટમ તે છે જે જન્મથી શરીરમાં હોય છે. બીજી ઈમ્યુન સિસ્ટમ છે એક્વાયર્ડ, જે આપણા શરીરને મજબુત બનાવવા ગ્રહણ કરીએ છીએ. એટલે કે બીમારી વખતે કોઈ ડૉક્ટર દ્વારા કોઈ વેક્સીન કે દવા વગેરે આપવી. ત્રીજી છે આર્ટીફિશિયલ ઈમ્યુન સિસ્ટમ, જે એક્વાયર્ડ અને નેચરલ સિસ્ટમ બંને નબળી પડી જાય છે અને રોગ વધુ પ્રમાણમાં વકરે ત્યારે ત્યારે કાર્યરત થાય છે. તેમાં દવાઓ, વેક્સિન એક્વાયર્ડ સિસ્ટમની સરખામણીમાં લગભગ બે ગણી થઈ જાય છે. બીમારી વખતે તેનો પ્રયોગ ડૉક્ટરની સલાહ પ્રમાણે કરાય છે.

  નેચરલ ઈમ્યુન સિસ્ટમ એવી સિસ્ટમ છે, જે શરીરની આંતરીક સુરક્ષાની સાથે બાહ્ય સુરક્ષાનું પણ કામ કરે છે. જેમ કે આંખ, નાક, કાનથી લઈને ત્વચાની જાળવણી. ઈમ્યુન સિસ્ટમ સારી હોય તો ઘા પણ જલ્દી રૂઝાઈ જાય છે. ઈમ્યુન સિસ્ટમ ત્વચા પર પોતાનું સુરક્ષ કવચ બનાવી રાખે છે. એટલે કે કોઈ વ્યક્તિને ઈજા થઈ હોય તો તેને ઠીક કરવાના હેતુથી એન્ટીબાયોટીક્સનો ઉપયોગ કરવો જોઈએ. નહિંતર ખતરનાક જીવાણુ શરીરમાં પ્રવેશે છે જે ઈમ્યુન સિસ્ટમને નુકશાન પહોંચાડે છે.

  તે જ રીતે વધારે ધુમ્રપાન પણ નેચરલ ઈમ્યુન સિસ્ટમને નુકશાન પહોંચાડે છે. ધુમ્રપાનથી ઈમ્યુન સિસ્ટમ એટલી નબળી થઈ જાય છે કે તાવ, શરદી-ઉધરસ, કફ વગેરે સમસ્યા ધુમ્રપાન કરનાર લોકોમાં સદાય બની રહે છે. નેચરલ ઈમ્યુનને પેસિવ કે ઉધાર લેવાયેલ સિસ્ટમ પણ કહી શકાય. જેમ પૌષ્ટીક ખાદ્ય પદાર્થોનું સેવન અને બાળક દ્વારા માનું દૂધ ગ્રહણ કરવું.
  ખૂબ અગત્યનો પ્રશ્ન એન્ટીબાયોટીક અંગે……………………
  રશિયન કેદીઓ ને થયેલા ટી.બી.નો અભ્યાસ કરતા જણાયું કે એમના ટી.બી. ના બેક્ટેરિયા પાંચ જાતના એન્ટી બાયોટીક્સ થી પ્રૂફ હતા.ટી.બી. નો કોર્સ પૂરો ના કરો તો,એના બેક્ટેરિયા તમે લીધેલી દવા વિરુદ્ધ ઈમ્યુન સીસ્ટમ વિકસાવે છે.અને નવી પેઢીના બેક્ટેરિયા ને વારસા માં એ ઈમ્યુન સીસ્ટમ આપતા જાય છે.પછી એ દવા ની અસર થતી નથી.જેમ જેમ રોગોના જીવાણું એન્ટી બાયોટીક્સ થી પ્રૂફ થતા જાય છે,તેમ નવા એન્ટી બાયોટીક્સ રોજ શોધવા પડે છે.

  જવાબ આપો
  • 2. chandravadan  |  સપ્ટેમ્બર 19, 2010 પર 2:36 પી એમ(pm)

   પ્રજ્ઞાજુબેન,

   પોસ્ટ આજે હમણા જ પ્રગટ કરી, અને તમે પધારી પહેલો “પ્રતિભાવ” આપ્યો..તે માટે આભાર !

   તમે જે રસ ધરાવી, પોસ્ટો વાંચો છો, તેમજ સુંદર પ્રતિભાવો આપો છો તે માટે ખુબ જ ખુશી છે !

   જે હું ગુજરાતી ભાષામાં અન્યને સમજ અપી ના શકું તેને તમો તમારા પ્રતિભાવ દ્વારા “પુર્ણતા” આપો છો…એનો લાભ વાંચકોને મળે છે ! જે પણ ખુબ આનંદની વાત છે !

   તમે એકવાર પોસ્ટ વાંચ્યા બાદમ ફરી ફરી બ્લોગ પર આવી પોસ્ટના “પ્રતિભાવો” પણ વાંચો છો..અને યૌગ્ય લાગે ત્યારે ફરી “બે શબ્દો” લખો છે…એ કાર્ય ચાલુ રાખવા વિનંતી !>>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 3. dhavalrajgeera  |  સપ્ટેમ્બર 19, 2010 પર 3:36 પી એમ(pm)

  Doing good service in Gujarati Community!
  This may help too!

  http://health.howstuffworks.com/human-body/systems/immune/immune-system.htm

  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 4. dhavalrajgeera  |  સપ્ટેમ્બર 19, 2010 પર 5:10 પી એમ(pm)

  Discovery Health “How Your Immune System Works”
  http://health.howstuffworks.com/human-bo
  Inside your body there is a mechanism designed to defend you from millions of bacteria, microbes, viruses, toxins and parasites that want to invade your body. Find out how the human immune system works…

  જવાબ આપો
 • 5. pragnaju  |  સપ્ટેમ્બર 19, 2010 પર 6:15 પી એમ(pm)

  “આ ગ્લાન્ડ શરીરના છાતીના ભાગમાં, અંદરથી છે.અહી “ટી સેલ્સ” (T Cells) બને છે….જ્યારે બાળક જન્મે ત્યારે બાળ શરીરના રક્ષણ માટે આ “સેલ્સ”ની ખાસ જરૂર પડે છે….જ્યારે માનવી “એડલ્ટ” (Adult) થાય ત્યારે આ થાઈમસ ગ્લાન્ડની જરૂરત ઓછી થઈ જાય છે …અને એથી જ્યારે કોઈ કારણોસર આ ગ્લાન્સને સર્જરી કરી શરીર બહાર કરવામાં આવે ત્યારે કાંઈ વાંધો પડતો નથી, અને માનવી એના શરીરનું રક્ષણ બરાબર કરી શકે છે.”
  આ વાત સાથે અમે સંમત નથી.
  મારા માનીતા થાયમસ અંગે બે વાત…
  રુદાલીઓ છાતી કૂટે તે અંગે સંશોધન થયેલું કે આના લીધે થાયમસ રીવર્સ થાય અને શોકમા ડૂબેલાઓને ઘણી તકલીફોમા રાહત મળે છે. એક પ્રયોગમા હળવેથી છાતી પર થપથપાવતા સમયે શરીરમાં લોહીનું પરિભમણ વધે છે ,આનાથી એકાગ્રતા વધે છે ઉપરાંત તનાવ સમયે લોહીમાં કોટેસોલની માત્રા વધુ હોય છે તે કોટેસોલ ઘટ્ટી જાય છે.
  અને અમદાવાદની કિડની ઇન્સ્ટીટયુટના ડૉ.એચ.એલ. ત્રિવેદી અને અન્ય ડૉક્ટરોના પ્રયત્નો દ્વારા આ ઐતિહાસિક થાયમસ પ્રત્યારોપણ શક્ય બન્યું છે.આ ટ્રાન્સપ્લાન્ટથી દર્દી જીવનભર કિડની રિજેક્શનમાંથી મુક્ત થઇ શકે . હાર્વર્ડ અને પેરીસમાં પશુઓ પર પ્રરિક્ષણ થઇ રહ્યું છે.ડૉ. એચ.એલ. ત્રિવેદી કહે છે કે,”આપણા શરીરમાં થાયમસ નામના અત્યંત નાજુક અવયવના મહત્ત્વની ખરી જાણકારી ૧૯૬૦ની સાલમાં થઇ. ઓસ્ટ્રેલીયાના વૈજ્ઞાનિક ડૉ.મીલરે પ્રાણીઓ ઉપર પ્રયોગ કરીને થાયમસનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું. પ્રયોગમાં લીધેલા પ્રાણીઓમાંથી થાયમસ કાઢી લેતાં તેઓ એકદમ નબળા પડી ગયા હતાં. કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે તેઓ લડી શક્યા નહી. એ પ્રયોગ દ્વારા તેમણે સાબિત કરી બતાવ્યું કે શરીરની સામાન્ય પ્રતિકાર શક્તિ માટે થાયમસ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે.” કિડનીના પ્રત્યારોપણની સાથે બ્રેઇનડેડ વ્યક્તિનું થાયમસ પણ ટ્રાન્સપ્લાન્ટ કરી દેવાય તો કિડનીના રિજેક્શનના ચાન્સ ઓછા થઇ જાય છે. આ કેવી રીતે શક્ય બને ? એ સમજાવતાં ડૉ. ત્રિવેદી કહે છે કે,”થાયમસ લિમ્ફોસાઇટ નામના સેલને ઓળખવિધિ કરાવે છે. એને શરીરમાં ચોક્કસ કયા પ્રકારનું કામ કરવાનું છે એ નક્કી કરી આપે છે. આ પ્રક્રિયાને પોઝીટીવ સિલેક્શન કહેવાય છે. બૉનમેરોમાંથી તૈયાર થતાં લિમ્ફોસાઇટ નામના સેલને થાયમસમાંથી પસાર થવું જ પડે એવી વ્યવસ્થા છે. જ્યારે એ થાયમસમાંથી પસાર થાય ત્યારે એ પસાર થવાની પ્રક્રિયાને ‘સ્ટુડન્ટ વિઝા’ નામ આપ્યું છે. કેમ કે એણે ત્યાં રહેવાનું નથી. પોતાના કાર્યનું શિક્ષણ લઇને થાયમસમાંથી નીકળી જવાનું હોય છે લિમ્ફોસાઇટ જ્યારે થાયમસમાંથી પસાર થાય ત્યારે થાયમસ એને ત્રણ વસ્તુ શીખવે છે. એક તો જે વ્યક્તિના શરીરમાં તમે છો એ વ્યક્તિનું ડીએનએ સ્ટ્રક્ચર આ છે. એને નામ આપ્યું ‘નો ધાય સેલ્ફ’ એટલે કે તમે જે શરીરમાંથી અને જે શરીર માટે ઉત્પન્ન થયા છો એને ઓળખો. આ ડીએનએ હોય એને નુકસાન ન કરવું. એટલે થાયમસ સૌથી પહેલી આ ઓળખવિધિ કરાવે છે કે આ પ્રાટિન છે આ આપણા વ્યક્તિનું છે. આ પ્રોટિનને ડિસ્ટ્કિટ નહીં કરવાનું. એ સિવાય જે આવે એને ખતમ કરવાનુ. બીજુ આટલું જ્ઞાન આપ્યા પછી એના ઉપર એના કાર્યક્ષેત્રના એટલે કે એને સોંપવામાં આવેલી ફરજની છાપ પાડી દેવામાં આવે છે. ત્રીજું આ થાયમસ પોતે શરીરને નુકસાન કરતા રિજેક્શનસેલનો નાશ કરવાનું કામ પણ કરે છે. પણ એ કિડની પ્રત્યારોપણ પછી આવેલા રિજેક્શન માટે કારણભૂત સેલનો નાશ નથી કરી શકતું. એટલા માટે જ કેડેવરમાંથી આપણે થાયમસનું પ્રત્યારોપણ કર્યુ.”
  કિડની પ્રત્યારોપણ એ આમ તો અત્યંત જટીલ પ્રક્રિયા છે. પ્રત્યારોપિત કિડનીને પ્રતિકારથી બચાવવાનું એથીય વધુ જટિલ કાર્ય છે. ડૉનરની કિડનીની સાથે જ એના ડિસ્ટ્રક્ટિવ સેલ પણ દર્દીના શરીરમાં પ્રવેશે છે. બેસાડેલી કિડની કાર્યરત થાય એ સાથે જ એ સેલ પણ સહજ રીતે જ લોહીમાં ભળીને એ એન્ટીજન પ્રેઝન્ટીંગ સેલ લિમ્ફનોડમાં જાય ત્યાંથી રિજેક્શન સેલ બનાવે. એ જ રિજેક્શન સેલ આવીને કિડની પર હુમલો કરે. હવે જો વિનાશની આ વિચિત્ર અને છતાં વાસ્તવિક પ્રક્રિયાને અટકાવવી હોય તો જેની કિડની એનું જ થાયમસ હોય તો શક્ય બને. અન્યથા પેલા સેલને દર્દીનું પોતાનું થાયમસ ડિસ્ટ્રોય નથી કરી શકતું.
  થાયમસ પ્રત્યારોપણનું કામ અઘરું છે. આ માટે ડૉ. ત્રિવેદી કહે છે કે,”થાયમસ બ્રેઇનડેડ શરીરમાંથી જ લઇ શકાય. થાયમસ પ્રત્યારોપણ અત્યંત કઠિન કામ છે. કારણ કે એની લોહીની નસ માત્ર એક મીલમીટરની સાઇઝની છે. થાયમસની પોતાની સાઇઝ નાની બદામ જેટલી છે. એને એક મીલીમીટરની વેઇન અને આર્ટરી પણ એક મીલીમીટરની છે. એની સાથે મૂળ શરીરમાંથી લઇને દર્દીના શરીરમાં મૂકવા માટે અત્યંત માઇક્રોવેસલ્સ સ્કીલ જોઇએ. એટલે છેલ્લા બે વરસથી એવી સ્કીલની તપાસમાં અમે હતા. હાર્વર્ડ અને પેરીસમાં એ લોકોએ થાયમસ પર કામ કર્યું છે પણ એ પશુઓ ઉપર-મુખ્યત્વે ભૂંડ પર કર્યું છે. એમનો આશય એવો હતો કે જો ભૂંડનું થાયમસ પ્રત્યારોપણ સફળ થાય તો એક નવી દિશા મળી જાય. આગળ જતાં ભૂંડનું થાયમસ માણસમાં મૂકી શકાય એવી શક્યતા પણ ઊભી થાય. જેને ઝેનો ટ્રાન્સ્પ્લાન્ટ કહે છે એવી આ શક્યતા છે. હજુ બધા એ પ્રત્યારોપણની રાહ જોઇ રહ્યાં છે. જો આવું થાય તો ભૂંડની કિડની અને એનું થાયમસ માણસમાં પ્રત્યારોપિત થવાના દરવાજા ઉઘડી જાય.”
  તબીબી સાયન્સની દુનિયા માટે ૧૩ વર્ષનો મૌલેશ એક જીવતો જાગતો ઇતિહાસ બનીને સામે આવ્યો છે. જે હવે જીવનભર કિડની રિજેક્શનમાંથી મુક્ત થઇ ગયો છે. એનું ક્રિએટીન પણ ૧.૦૧ છે, જે નોર્મલ વ્યક્તિ જેવું જ ગણાય.

  જવાબ આપો
 • 6. Ramesh Patel  |  સપ્ટેમ્બર 20, 2010 પર 12:48 એ એમ (am)

  ડૉશ્રી ચંદ્રવદનભાઈ શરીરશાસ્ત્રને આટલું સહજ રીતે હાથવગું કરવાના આપના સ્તુત્ય
  પુરૂષાર્થ માટે ખૂબ જ અભિનંદન. આદરણીય પ્રજ્ઞાનજુબેન કૉઈ થીસીસ લખે તો
  ચોક્સ ડોક્ટરેટ મેળવી જાય. દરેક ક્ષેત્રે નિપુણતા…ભર્યા પ્રતિભાવ.
  સુખદ આશ્ચર્ય તમારી લેખન અને ચીંતન શક્તિ માટે થાય છે..અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 7. Dilip Gajjar  |  સપ્ટેમ્બર 20, 2010 પર 5:39 પી એમ(pm)

  શ્રી ચંદ્રવદનભાઈ , આપે ઈમ્યુન સીસ્ટમ વિષે વિષદ માહિતી આપી અમને જાગૃત કર્યા તે બદલ અભિનંદન …

  જવાબ આપો
 • 8. pravina  |  સપ્ટેમ્બર 20, 2010 પર 9:31 પી એમ(pm)

  Very educative and informative article. Thanks Dr.

  જવાબ આપો
 • 9. Atul Jani (Agantuk)  |  સપ્ટેમ્બર 21, 2010 પર 1:21 એ એમ (am)

  સરસ આર્ટિકલ. આપની પાસેથી ઘણું જાણવા મળે તેમ છે. આપ જેવા સેવાભાવી ડોક્ટરો આ પૃથ્વિના પટ ઉપર ઠેર ઠેર હોવા જોઈએ. તો રોગીઓ બિચારા કેટલી બધી રાહત અનુભવે. હે ઈશ્વર ડો. ચન્દ્રવદન મિસ્ત્રિ જેવા હજ્જારો ડોક્ટરોથી આ ધરતીને છલકાવી દે કે જેથી ક્યાંય કોઈ રોગ ન રહે અને કોઈ રોગી ન રહે.

  આભાર. આપની અવિરત સેવાનો હંમેશા ઈન્તજાર રહેશે.

  જવાબ આપો
 • 10. પટેલ પોપટભાઈ  |  સપ્ટેમ્બર 21, 2010 પર 2:16 એ એમ (am)

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  “માનવ તંદુરસ્તી (૧૭)…”ઈમ્યુન સીસ્ટમ” શરીર શાસ્ત્ર ઉપર સ-ચિત્ર લેખ મારા માટે થોડો સરળ રહ્યો, સાથે આ લેખથી પહેલાંનો લેખ “માનવ તંદુરસ્તી(૧૬)…એન્ડોક્રીન સીસ્ટમ.” સમજવામાં મદદ મળી. શરીરના કોશો અને બીજા અવય્વો બાબત સારી-સરળ માહિતિ આપી. કયા અવય્વો-કોશો કયારે પ્રવત્ત થાય એ પણ સમજાવ્યું આ સાથે પ.પૂ. પ્રજ્ઞાજુબહેનના પ્રતિભાવ રૂપે બે લેખો બીજાના પ્રતિ-પ્રતિભાવો પણ તમારા શરીર વિજ્ઞાનને લગતા લેખો સમજવા મદદ કરે છે.

  ” જે હું ગુજરાતી ભાષામાં અન્યને સમજ અપી ના શકું તેને તમો તમારા પ્રતિભાવ દ્વારા “પુર્ણતા” આપો છો…એનો લાભ વાંચકોને મળે છે ! જે પણ ખુબ આનંદની વાત છે ! ”

  મારા પોતાના માટે આ વાત સાચી છે.

  “‘નો ધાય સેલ્ફ’ એટલે કે તમે જે શરીરમાંથી અને જે શરીર માટે ઉત્પન્ન થયા છો એને ઓળખો ”

  પ.પૂ. પ્રજ્ઞાજુબહેનનું ઉપરોક્ત વાક્ય, મર્મીલું ઊંડું પણ આધ્યાત્મિક છે. આપણું હોવું ના હોવું એ આપણી વૄત્તિ પર નભેલું છે.

  ચન્દ્રવદનભાઈ સાચું લખું તો તમારા લેખો વારંવાર કે અવારનવાર વાંચવા પડતા હોય છે,પણ કંટાળો નથી આવતો. મિત્રો સાથે શારીરિક તક્લીફની થતી વાતોમાં થોડી ચર્ચા કરી શકું છું.

  ઉંમ્મરે પહોચવા પહેલાં કે પછી કોઈ ને કોઈ અંજર-પંજર ઘસાય-ઢીલા પડતા હોય છે એની ચર્ચા થતી હોય છે એમા પોતાના શરીર વિષે જેટલું પણ જાણીએ ફાયદો થાય ના થાય પણ નુકશાન તો નથી જ. કોઈ આગ્રહ કરે તેને તમારા લેખો તેમની પોતાની જવાબદારી પર ફોર્વડ કરૂં છું.

  ખરેખર આ લેખ સૌને ઉપયોગી રહેશે..

  જવાબ આપો
 • 11. સુરેશ જાની  |  સપ્ટેમ્બર 21, 2010 પર 11:49 એ એમ (am)

  બહુ જ સરસ અને કામની માહિતી.

  જવાબ આપો
 • 12. sapana  |  સપ્ટેમ્બર 21, 2010 પર 5:16 પી એમ(pm)

  આભાર! આ પેઝ હું બુકમાર્ક કરિશ..સરસ માહિતી.
  સપના

  જવાબ આપો
 • 13. Rajul shah  |  સપ્ટેમ્બર 22, 2010 પર 10:31 એ એમ (am)

  તમારા દરેક લેખ ખુબ માહિતિ સભર હોય છે. સ્કૂલમાં જ્યારે વિજ્ઞાન ભણ્યા હોઇશું ત્યરે પણ કદાચ આટલી માહિતી નહીં મળી હોય.

  જવાબ આપો
 • 14. chandravadan  |  સપ્ટેમ્બર 22, 2010 પર 12:24 પી એમ(pm)

  This Comment by Ishvarbhai Mistry was for this Post..but wrongly posted for another…so I shifted it here…>>>>>

  ishvarlal r. mistry | September 22, 2010 at 5:34 am
  Chandravadanbhai,
  Very good information,interesting reading your post.
  How things work in this complex body without we cannot function.Thankyou for sharing your knowledge best wishes.
  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 15. chandravadan  |  સપ્ટેમ્બર 22, 2010 પર 12:57 પી એમ(pm)

  This was an Email Response of GOVIND MARU from Navsari, Gujarat>>>>

  Flag this messageRe: Fw: NEW POST ….IMMUNOLOGYTuesday, September 21, 2010 7:23 PMFrom: “govind maru”View contact detailsTo: “chadravada mistry” વહાલા ચંદ્રવદનભાઈ,
  આભાર….
  મઝામાં ?
  – ગોવીન્દ મારુ
  Meet me @ http://govindmaru.wordpress.com/

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,097 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: