માવવ તંદુરસ્તી(૧૬)…એન્ડોક્રીન સીસ્ટમ.

September 13, 2010 at 1:00 pm 15 comments

 
 
Illustration of hormone secretion from endocrine glands 
 
 
Endocrine SystemRelationships of the Endocrine Organs

 

 

માવવ તંદુરસ્તી(૧૬)…એન્ડોક્રીન સીસ્ટમ.

માનવ શરીરને  પોતાનું  રક્ષણ કરવું એ અગત્યનું છે.
આ કાર્ય માટે પ્રભુએ જુદા જુદા “ગ્લાન્ડસ”(GLANDS)ની વ્યવસ્થા કરી છે.
આ સર્વ ગ્લાન્ડસનું વર્ણન એટલે “એન્ડોક્રીન સીસ્ટમ” (ENDOCRINE SYSTEM).
આ ગ્લાન્ડસ જે પ્રદાર્થ બનાવે તેને આપણે “હોરમોન્સ”(HORMONES)કહીએ….શરીરમાં જુદા જુદા હોરમોન્સ બને, જેને જુદા જુદા નામો આપવામાં આવ્યા છે.પ્રથમ આપણે સમજીએ કે “હોરમોન” એટલે શું ?…..આ એક શરીરના રસાયણોમાંથી બનેલા “કેમીકલ”(CHEMICAL)તત્વો છે જેઓ “કેમીકલ મેસેન્જર્સ”(CHEMICAL MESSANGERS)તરીકે કામ કરે છે.જ્યાં આ બને ત્યાંથી દુર એની અસર હોય..અને એ પ્રમાણે શક્ય કરવા માટે લોહીના ભ્રમણની જરૂરત કારણ કે જે તત્વ બનેલું હોય તે “ડક્ટ્સ” (DUCTS)ના હોવાથી લોહી દ્વારા જ દુર જઈ શકે…અને, એથી જ આ ગ્લાન્ડસને “ડક્ટલેસ ગ્લાન્ડસ” (DUCTLESS GLANDS)કહેવામાં આવે છે.
જુદા જુદા ગ્લાન્ડસ નીચે પ્રમાણે….>>>>
 
(A)…મગજ (BRAIN)માં>>>
 
(૧)…”પીટ્યુટરી ગ્લાન્ડ”(PITUITARY GLAND)
 
આ મગજના અંદરના ભાગમાં છે. આ ગ્લાન્ડને “માસ્ટર ગ્લાન્ડ” કહેવામાં આવ્યો છે કારણ કે એ શરીરના અન્ય ગ્લાન્ડસને માર્ગદર્શન/કોન્ટ્રોલ કરે છે.અહી જુદા જુદા ભાગોમાંથી જુદા જુદા “હોર્મોન્સ” બને છે, જે જુદા જુદા “એનડોક્રીન ગ્લાન્ડસ” પર એની અસર કરે છે.
પીટ્યુટરીના આગળના ભાગ(Anterior Pituitary)માંથી અનેક તત્વો બને છે>>>
 
(a)…”કોરટીકોટ્રોપીન હોરમોન”(Cotricotropin Hormone)…જેની અસર કિડની ઉપર આવેલા “એડ્રીનલ ગ્લાન્ડ”(Adrenal Gland)પર પડે છે.
 
(b)…”ગ્રોથ હોરમોન”(Growth Hormone)..જેની અસરના કારણે માનવ દેહ વધી એનું પુર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરેછે.
 
(c)…”થાયરોટ્રોપીન હોરમોન”(Thyrotropin Hormone)…જેની અસર “થાઈરોડ ગ્લાન્ડ”(Thyroid Gland)પર પડે છે.
 
(d)…”ફોલીકલ સ્ટીમ્યુલેટીંગ હોરમોન”( Follicle Stimulating Hormone)…જેની અસર “ઓવરીસ” (Ovaries)પર પડે છે.
 
(e)…”લ્યુટેનાઈઝીન્ગ હોરમોન” (Lutenizing Hormone)…જેની અસર પણ “ઓવરીસ”(Ovaries) પર પડે છે.
 
(f)…”પ્રોલેકટીન”(Prolactin)…જેની અસર “મેમરી ગ્લાન્ડ”(Mammary Gland)પર પડે છે.
 
પીટ્યુટરીના પાછળના ભાગPosterior Lobe of the Pituitary Gland)માંથી જે તત્વો બને તે>>>>>
 
(a)…”ઓક્સીટોસીન”(Oxytocin)… “હાઈપોથાલામસ”માંથી બની, પીટ્યુટરીમાથી લોહીમાં પ્રવેશ કે છે…એની અસર “ઈમોશનલ રીએક્ષન્સ” (EMOTIOAL REACTIONS) પર હોય છે..બાળકના જન્મ સમયે પણ અગત્યનો ફાળો આપે છે….મગજ સિવાય શરીરના બીજ ગ્લાન્ડોમાં પણ આ બને છે
(b)…”વાસોપ્રેસીન”(Vasopressin)…જેની અસર પેશાબ વાટે પાણી કેટલું શરીર બહાર જાય તેનો “કોન્ટ્રોલ” રહે.
 
પીટ્યુટરીના મધ્ય ભાગ (Intermediate Lobe of the Pituitary Gland)માંથી>>>>
 
(a)…”મેલાનોસાઈટ સ્ટીમ્યુલેટીંગ હોરમોન”( Melanocyte Stimulating Hormone)…જેની અસર ચામડી વિગેરે ભાગો પર પડે છે.
 
આપણે વિગતમાં “પીટ્યુટરી ગ્લાન્ડ” વિષે જાણ્યું ….પણ મગજમાં જ એ જે કાર્ય કરે તેનો કોન્ટ્રોલ થાય છે…કેટલો, અને ક્યારે હોરમોન બને એ……… “હાઈપોથાલામસ” (HYPOTHALAMUS)નામના વિભાગ દ્વારા થાય છે……અને, આ સિવાય, એક બીજો મગજનો ભાગ છે તે પણ માનવ દેહ માટે અગત્યનો ફાળો આપે છે..અને આ છે “પીનીઅલ બોડી”(Pineal Body)
 
(B)…મગજની બહાર “એન્ડોક્રીન ગ્લાન્ડસ”(ENDOCRINE GLANDS outside of the BRAIN)
 
(૧)…”થાઈરોડ ગ્લાન્ડ”(Thyroid Gland)…આ ગળાના ભાગમાં છે…..મુખ્ય હોરમોન જે અહી બને તેનું નામ છે “થાયરોક્સીન”(Thyroxin)….આની અસર આખા શરીર પર પડે છે..આખા શરીરના “મેટાબોલીઝમ”(Metabolism)ને ચાલતું રાખે છે.
 
(૨)…”પારાથાઈરોડ ગ્લાન્ડ”(Parathyroid Gland)…આ ગ્લાડ ગળામાં “થાઈરોડ”ગ્લાન્ડની બહાર સાથમાં છે….જે “પારાથોરમોન”(Parathormon)નામનો હોરમોન બનાવે છે, અને જે શરીરના “કેલ્સીઅમ મેટાબોલીઝમ” (Calcium Metabolism)નો કોનટ્રોલ કરે છે, અને શરીરના હાડકાઓને મજબુત રાખે છે.
 
(૩)…”થાઈમસ ગ્લાન્ડ”(Thymus Gland)…આ છાતીના અંદરના ભાગમાં છે…બાળપણમાં આ ગ્લાન્ડનું મહત્વ દેહના રક્ષણ માટે હોય છે.
 
(૪)…”પેનક્રીઆસ ગ્લાન્ડ”(Pancreas Gland)…આ છે પેટની અંદર જઠરની પાછળ. એની અંદર “આઈલેટ સેલ્સ”(Islet Cells)છે તે મુખ્ય હોરમોન”ઈનસુલીન” (Insulin) બનાવે છે. એની અસર શરીરના જુદા જુદા ભાગમાં થાય છે..અને એના કારણે જ “ગ્લુકોઝ”(Glucose)રૂપી સુગરનું વિભાજન થઈ શરીરને શક્તિ મળે છે.આ “ઈનસુલીન” સિવાય અહી બીજા હોરમોન્સ બને છે ..અને એના નામો છે>>>
 
(ક)…”ગ્લુકાગોન”(Glucagon)
 
(ખ)…”સોમાટોસ્ટાટીન”(Somatostatin)
 
(ગ)”પેન્ક્રીઆટીક પોલીપેપટાઈડ્સ”( Pancreatic Polypeptides)
આ બીજા હોરમોન્સ પણ જરૂરતના છે..દાખલારૂપે “ગ્લુકાગોન”ની અસર ઈનસુલીનથી “ઓપોઝીટ”(OPPOSITE)છે એથી એ શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. આ બધી જ વિગતોનું વર્ણન બીજી પોસ્ટરૂપે હશે.
 
(૫)…”એડ્રીનલ ગ્લાન્ડસ”(Adrenal Glands)…આ બે ગ્લાન્ડો પેટની અંદર “કિડની”ની ઉપર છે. બહારના ભાગ “કોરટેક્સ”(Cortex)માંથી જુદા જુદા હોરમોન્સ બને છે..નામે (a)જુદા જુદા “કોરટીકોસ્ટેરોઈડ્સ હોરમોન્સ” (Corticosteroid Hormones) (b)”આલ્ડોસ્ટેરોન”(Aldosterone), જે “મીનરલ મેટાબોલીઝમ”(Mineral Metabolism)નો કોનટ્રોલ કરે છે……એડ્રીનલ ગ્લાન્ડના અંદરના ભાગ “મેડ્યુલા”(Medulla)માંથી જુદા જુદા તત્વો બને છે, જેના નામો છે (a)”ડોપામીન”  (b) “એપીનેફ્રીન” (Epinephrine)  (c)”નોર એપીનેફ્રીન” (Nor Epinephrine )….આ બધા તત્વોની અસર “નર્વસ”(Nerves)પર પડે છે અને અન્ય કાર્યો શક્ય બને તેમજ કાર્યોને ગતિ મળે. 
 
(૬)…”ઓવરીસ” અને “ટેસ્ટીકલ્સ” (Ovaries..two in a Female and 2 Testicles in a Male)…..આ વિષે તમે “રીપ્રોડ્ક્ટીવ સીસ્ટમ”ની પોસ્ટમાં જાણ્યું જ છે એથી વધુ ચર્ચા કરવાની જરૂર નથી.
 
ઉપરના વર્ણન સિવાય, અનેક બીજા અનેક હોરમોન કે હોરમોન-લાઈક (હોરમોન જેવા)તત્વો માનવ શરીર બનાવે છે…આ “લોકલ”(Local)અસર કરે છે. દાખલારૂપે>>>
જઠરના સેલ્સ “ગેસત્રીન “(Gasrin)., “ડુઓડેનમ”(Duodenum)માંથી “સેક્રીટીન” (Secretin)….અને કિડનીઓ “રેનીન” અને “એરીથ્રોપોએટીન” (Renin & Erythopoetin )નામના તત્વો બનાવે છે…..રેનીન આપણા “બ્લડ પ્રેસર”ના કોન્ટ્રોલ માટે ફાળો આપે છે અને એરીથ્રોપોએટીન આપણા લોહીના “રેડ સેલ્સ” બનાવવા માટે મદદરૂપ થાય છે….આ એક એક ઓરગન સિવાય, શરીરના જુદા જુદા લગભગ બધા જ “પ્રોસ્ટાગ્લાન્ડીન્સ” (Prostaglandins)બનાવે છે જે અનેક જુદી જુદી જ્ગ્યાએ ફાળો આપે છે…દાખલારૂપે હાડકાના “જોઈન્ટ” (Joint)પર એની અસર કરે છે.
 

અંતે આટલું જ કહેવું છે>>>>

માનવ શરીર એક અદભુત “યંત્ર” છે ….એને બરાબર કાર્ય કરવા માટે જુદા જુદા “ઓરગન્સ”(Organs)જરૂર પડે છે…હ્રદય, ફેફસાઓ, મગજ વિગેરે…અને કાર્યો સારી રીતે અને જરૂરત પ્રમાણે થાય તે માટે “એન્ડોક્રીન સીસ્ટમ” (Endocrine System) એક અગત્યનો ફાળો ભજવે છે.
આ સમજ તમો સૌને આ પોસ્ટ દ્વારા મળી હશે…આ જ એક મારી ઈચ્છા હતી. 
જરૂરથી “બે શબ્દો” લખી જાણ કરશો તો એ વાંચી મને ખુબ જ ખુશી હશે !
ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી
 
ENDOCRINOLOGY SYSTEM
  
The Human Endocrinology System is a comlpex system made of several Glands , some are within the Brain & several are outside of the Brain at the different locations in the Body.
The Specialised tissues of the brain which are perform these endocrine function are>>>
(1) Pituitary Gland.
      The anterior Lobe of this gland secretes many hormones, while the Intermediate & the Posterior Lobe also secrete several Hormones.
(2) Hypothalamus.
     This regulates the secretions from the Pituitary and produces Hormones specific to the targeted Hormone Secretion of the Pituitary..Eg. Thyrotrpin Releasing Hormone (TRH)of the Hypothalamus will regulate the Secretion of the Thyrotrpin Hormone from the Pituatary Gland.
(3)Pineal Body
    This small area of the Brain plays am important role in maintaining the “circadian “rhythm of the Body with the adjustments for the Day & Night periods.
Outside of the Brain are the TARGET Endocrine Glands at different locations in the Human Body. They are >>>
(1)Thyroid Glands
(2) Parathyroid Glands
(3)Thymus Gland
(4) Pancreas
(5) Adrenal Glands
(6) Ovaries (in Females) & Testicles (in Males)
Each of these Glands secrete Specific Hormone or Hormones under the direction of the Pituitary Gland which is under the control of the Hypothalamus part of the Brain.
We will not discuss the effects of these Hormones here but will do so in a different Post.The effects can be due to “hyposecretion” or “hypersecretion” .
Eg. Insulin is secreted by the cells of Pancreas. If less then adequate then one will have ” Diabetes” !
You can read more details with the names of the hormones in the Gujarati section of this Post.
I hope you enjoyed reading this Post !
 
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માનવ તંદુરસ્તી (૧૫) …”રીપ્રોડક્ટીવ સીસ્ટમ” યાને વંશવેલાની શક્તિ માનવ તંદુરસ્તી (૧૭)…”ઈમ્યુન સીસ્ટમ” (Immune System)

15 Comments Add your own

 • 1. pragnaju  |  September 13, 2010 at 1:39 pm

  “Pineal Body- This small area of the Brain plays am important role in maintaining the “circadian “rhythm of the Body with the adjustments for the Day & Night periods…”મારો પ્રિય પીનીઅલ અને ‘મેલેટોનીન હોર્મોન’ છે. તમને ઊંઘ લાવવામાં આ હોર્મોન જવાબદાર છે અથવા એમ સમજો કે જ્યારે તમે ઘસઘસાટ ઊંઘી જાઓ છો ત્યારે આ હોર્મોન વધારે પ્રમાણમાં નીકળે છે. આ હોર્મોનને વૈજ્ઞાનિકોએ ખૂબ શક્તિશાળી એન્ટીઓક્સીડંટ ગણાવ્યો છે, જેની અસરથી શરીરમાં રોગ ઉત્પન્ન કરનારા ઝેરી પદાર્થો જે ‘ફ્રીરેડીકલ’ તરીકે ઓળખાય છે તે નાશ પામે છે. એન્ટીઓક્સીડંટ અને ફ્રીરેડીકલની ઓળખાણ પણ કરી લો. પરદેશની કોઈ નાઈટ કલબમાં જ્યારે કપલ્સ આવે ત્યારે તેમને કોઈ તોફાની તત્ત્વો હેરાન ના કરે માટે કલબના માલિક મજબૂત ઓફીસર રાખે જે બાઉન્સર તરીકે ઓળખાય. આ બાઉન્સર્સ જેટલા તોફાની તત્ત્વો હોય તેમને ઉચકીને બહાર નાખી આવે. શરીરની વાત કરીએ તો ‘‘ફ્રીરેડીકલ’’ એ તોફાની તત્ત્વો છે શરીરમાં રોગ ઉત્પન્ન કરે અને માનવીને અકાળે ઘરડા કરે, જ્યારે ‘એન્ટીઓક્સીડંટ’ તે બાઉન્સર્સ કહેવાય. આ એન્ટીઓક્સીડંટ જે જાણીતા છે તે ૧. વિટામિન એ ૨. વિટામિન સી ૩. વિટામીન ઈ ૪. સેલેનીઅમ અને ૫. નિયમિત ૪૦ મિનિટની કસરત, જેનાથી તમારા શરીરની (ફેફસાની) ઓક્સીજન લેવાની શક્તિ વધે એટલે ઓક્સીજન તે પાંચમો એન્ટી ઓક્સીડંટ. આ પાંચ એન્ટી ઓક્સીડંટમાં હવે છેલ્લા પ્રયોગો અનુસાર એક છઠ્ઠો ખૂબ શક્તિશાળી એન્ટી ઓક્સીડંટ ઉમેરાયો છે જેને ઉપર જણાવેલ ‘‘મેલેટોનીન’’ નામ આપેલ છે. તમારા શરીરમાંનો ‘એજીંગ પ્રોસેસ’ (ઉંમર વધવાની ગતિ) ધીમો પાડવામાં વૈજ્ઞાનિકોએ નક્કી કર્યા પ્રમાણે આ ‘મેલેટોનીન’ જવાબદાર છે. થોડું વધારે સમજો. માનવી જન્મે ત્યારે તેના શરીરની વૃદ્ધિ દરેક કોષમાં રહેલ ‘ડી.એન.એ.’ ઉપર આધાર રાખે છે. શરીરના દરેક કોષના ‘ડી.એન.એ.’નો નાશ કરનારા બધા જ ઝેરી પદાર્થો સામે આ ‘મેલેટોનીન’ હોર્મોન રક્ષકની ગરજ સારે છે. આનો અર્થ એટલો કે તમારા શરીરમાં ‘મેલેટોનીન’ હોર્મોનનું પ્રમાણ જેટલું વધારે તેટલા તમારા શરીરનાં બધાં જ અંગોના બધા જ કોષોની નાશ થવાની ક્રિયા ધીમી પડવાની મતલબ કે ‘એજીંગ પ્રોસેસ’ ધીમો પડવાનો. તકલીફ એટલી કે જેમ જેમ તમારી ઉંમર વધે તેમ તેમ વાતાવરણના, જીવનશૈલીના અને બીજાં અનેક કારણોથી તમારા શરીરમાં ‘મેલેટોનીન’ ઓછો ઉત્પન્ન થાય. માટે જ મેલેટોનીન અને ગ્રોથ હોર્મોન મોટી ઉંમર સુધી તમારા શરીરમાં ઉત્પન્ન થયા જ કરે માટે તમારે નિરાંતે છથી આઠ કલાક ઊંઘવું જરૂરી છે.
  પીનીઅલના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મૂલ્યો પણ છે.માથાની મધ્ય ભાગ પર સ્થિત સહસ્રાર ચક્ર અથવા શિખ ધર્મ અનુસાર દશમ દ્વારનો આ પ્રદેશ છે તેની રાક્ષા થાય છે. સહસ્રાર ચક્ર ઘણુ સહનશીલ હોય છે. જેનાથી આપણા મન બહારનુ ખરાબ વાતાવરણથી જલ્દી પ્રભાવિત થઈ જાય છે. આ જ બહારના વાતાવરણ માં મનને બચાવવાં માટે લાંબા વાળ રાખવાની પરંપરા પ્રાચીન ઋષિમુનીઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જે આજે પણ સંત અને મહાત્માઓ દ્વારા અપનાવવામાં આવી છે.
  લાંબા વાળ માથા પર લપેટ્યા પછી પાઘડી બાંધવામાં આવે છે જેનાથી માથાની સુરક્ષા વધારે મજબુત થઈ જાય છે. પાઘડી બાંધવાથી જે દબાણ માથા પર આવે છે તેનાથી મન મગજ બીજી બાજુ ના ભટકે. જડપથી માનસિક થાક નથી થતો દિવસ ભર શરીરમાં ઉર્જા અને સ્ફુર્તિ બની રહે છે. સિખમાટે પાઘડી ગુરૂ ગોવિંદ સિંહનો ઉપહાર સ્વરૂપ માનવામા આવે છે. તે ઘણા સમ્માન સાથે માથા પર ધારણ કરવામાં આવે છે. લાંબા વાળ રાખવા પરમાત્માના આપેલા ઉપહારનુ સમ્માન કરવુ જોઇએ.
  મારી સાધનામા ધ્યાનમા મને આ ભાગમા પરમ તત્વનો અણસાર થાય છે..કદાચ તે પીચ્યુટરી અને પીનીઅલ વચ્ચેનો પ્રદેશ હશે.
  જ્ઞાનવૃધ્ધ ભાઈ ચિરાગ તથા આ ક્ષ્રેત્રમા રસ લેનાર આ અંગે વધુ પ્રકાશ પાડશે તો આનંદ થશે

  Reply
 • 3. ishvarlal r. mistry  |  September 13, 2010 at 4:53 pm

  Namaste Chandravadanbhai,
  Very good information of how humanbody organs work and how important it is to maintain it so you have a good healthy life. Thankyou for sharing your knowledge may it help lot of people knowing about it. May you get more knowledge so you can share among our family and friends.

  Thankyou again and it was nice meeting you this last weeekend.
  Best wishes

  Ishvarbhai R. Mistry..

  Reply
 • 4. Harnish Jani  |  September 13, 2010 at 10:56 pm

  Thank you-very informative article- Thank you Chandrabhai.

  Reply
 • 5. sapana  |  September 14, 2010 at 2:29 am

  ચંદ્રવદનભાઈ બધી ગ્રંથીઓ માટે માહિતી આપવા માટે આભાર!
  સપના

  Reply
 • 6. Sudhir Patel  |  September 14, 2010 at 2:51 am

  Thank you for sharing wonderful and useful information on how Endocrine system works in the human body with charts and pictures!
  I also enjoyed your prior articles sharing your experience and knowledge of human body and its various parts.
  Sudhir Patel.

  Reply
 • 7. Dilip Gajjar  |  September 14, 2010 at 9:30 am

  Sunder post Chandravadanbhai,…aapni body vishe vadhu jaanva malyu..aabhar aa post mukva badal..ane pratibhav badal.

  Reply
 • 8. પટેલ પોપટભાઈ  |  September 15, 2010 at 1:19 am

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  સાચું લખું તો તમારો લેખ વાંચ્યો ખરો પણ ચાંચ બરાબર ડૂબતી નથી. દક્તરી વિજ્ઞાનના ધંધાદારી અંગ્રેજી શબ્દોનુ, તમે ગુજરાતી અક્ષરીકરણ ક્ર્યું,

  શરીરના અવયવોની તથા કેટ્લીક ગ્રંથી નામ વાંચેલાં-સાંભળેલાં એ સ્મજાયું. સ્મજવામાં ચીત્રો સારી એવી મદદ કરે ચે.

  મા.શ્રી ધવલભાઈની સાઈટ ઘણી મદદક્રર્તા થઈ – થશે.
  ફરી ફરી વાંચવો રહ્યો.

  Reply
 • 9. chandravadan  |  September 15, 2010 at 2:19 am

  This is the EMAIL RESPONSE of VASANTBHAI MISTRY of UK to this Post>>>

  Flag this messageRE: NEW POST ….ENDOCRINE SYSTEMTuesday, September 14, 2010 6:21 AMFrom: “Vasant Mistry” >View contact detailsTo: “Doctor Chandravadan Mistry” >નમસ્તે ચંદ્રવદનભાઈ
  તમોએ મોકલ્વેલ તંદુરસ્તી પર મીલ વાંચી ગણું જાણવાનું મળેછે. આ સેવા ચાલુ રાખ્છો.
  તમો સેવા સારી કરોછો હમોને ગણો આનદ થાય છે.
  વસંત અને નિર્મલા નાં નમસ્તે.

  Reply
 • 10. Ramesh Patel  |  September 16, 2010 at 9:40 pm

  આપના જેવા તજજ્ઞના હસ્તે અને આ શરીર શાસ્ત્રનું જ્ઞાન આપતી પોષ્ટ માટે આપે આપેલા
  સમય અને મહેનત સાચે જ લાભદાયી છે.આપને ખૂબ ખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 11. chandravadan  |  September 19, 2010 at 12:42 pm

  This is an EMAIL RESPONSE from JANAKBHAI for this Post>>>>>>

  Flag this messageRe: NEW POST ….ENDOCRINE SYSTEMFriday, September 17, 2010 8:06 AMFrom: “J B NAIK” View contact detailsTo: “chadravada mistry” >Chandravadanbhai,
  article like this helps to understand anatomy of body
  parts in ordinary layman terminology.I bet most of people donot
  understand [even educated peoples]medical terms.Your articles
  like this one will help many people.keep up good work.
  Janak,columbia[sc]

  Reply
 • 12. ishvarlal r. mistry  |  September 22, 2010 at 5:34 am

  Chandravadanbhai,
  Very good information,interesting reading your post.
  How things work in this complex body without we cannot function.Thankyou for sharing your knowledge best wishes.
  Ishvarbhai R. Mistry

  Reply
 • 13. hemapatel.  |  September 23, 2010 at 2:41 pm

  ઘણીજ સરસ માહિતિ, એક એક નાની બાબતો સમાવી લીધી છે.
  અને ઘણીજ સુન્દર રીતે સમજાવી છે. આ જમાનામાં કોણ ડાક્ટર
  આટલી માહિતિ આપશે ? ખરેખર આપ બધાને શરીર વિશેનુ
  સાચુ જ્ઞાન વહેચી રહ્યા છો . જે બધા ડાક્ટર નથી કરી શકતા.
  બધાને ઉપયોગી થઈ શકે એ પ્રકારના આર્ટીકલ છે. કેમકે
  દરેક વ્યક્તિને કોઈ ને કોઈ બિમારી હોય છે.

  Reply
 • 14. Harnish Jani  |  April 21, 2014 at 12:49 am

  ચંદ્રભાઈ મેં આપનો લેખ નથી વાંચ્યો કારણકર જ્યારે હું કોઈ રોગ વિષે વાંચું છું ત્યારે મને તે રોગના સિમ્પ્ટન્સ મારા શરીરમાં દેખાય છે. ટૂંકમાં મને માનસિક રોગ છે.– હવે મશ્કરી રહેવા દઈએ અને સિરીયસ વાત કરીએ. માહિતી બદલ આભાર. બધી સેવ કરી દીધી ખે.– ફરીથી વાંચતાં મને લાગે છે કે હું મેડિકલની પરિક્ષામાં પાસ થઈ જાઉં. આભાર.

  Reply
  • 15. chandravadan  |  April 21, 2014 at 1:55 am

   હરનિશભાઈ,

   નમસ્તે !

   તમે પધારી જે લખ્યું તે વાંચી, ખુશીભર્યો આભાર !

   તમોએ પ્રતિભાવમાં લખ્યું કે માહિતી”બધી સેવ કરી દીધી છે”….એ વાંચી થયું કે એક લેખક તરફથી આવા શબ્દો “આશીર્વાદો”સમાન છે.

   જે સેવ કર્યું એ તમોને કે અન્યને ઉપયોગી બની રહે એવી આશાઓ.

   ઈમેઈલથી “લીન્ક” મોકલી મારી ઈચ્છા એટલી હતી કે જે કોઈએ “માનવ તંદુરસ્તી”ની પોસ્ટો ના વાંચી હોય તેઓ વાંચી શકે કારણ કે એ “લીન્ક” દ્વારા આજ સુધી પ્રગટ કરેલી બધી જ પોસ્ટો વાંચવાનું શક્ય બને.

   આ મુખ્ય હેતુ સિવાય, બીજો હેતુ એટલો જ કે …થોડા સમયમાં માનવ શરીર વિષે થોડી પોસ્ટો બાકી છે તે પ્રગટ કરી માનવ શરીર વિષેની જાણકારી પુર્ણ કરી શકું…..આ પ્રમાણે જ્યારે થશે ત્યારે મારા મનમાં “પુર્ણ સંતોષ “હશે. ત્યારબાદ એવું નથી કે માનવ તંદુરસ્તીની પોસ્ટો ના હશે…એ “ડોકટર પૂકાર”નામે ચાલુ રહેશે.

   ફરી સૌ કોઈ માટે બધી પોસ્ટો જોવા માટે મોકલેલી “લીન્ક” નીચે મુજબ છે>>>

   https://chandrapukar.wordpress.com/category/%e0%aa%a4%e0%aa%82%e0%aa%a6%e0%ab%81%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b9%e0%ab%87%e0%aa%b2%e0%ab%8d%e0%aa%a5-health/

   હરનિશભાઈ ફરી બ્લોગ પર મળીશું !

   ચંદ્રવદન

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

September 2010
M T W T F S S
« Aug   Oct »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: