Archive for સપ્ટેમ્બર 5, 2010

માનવ તંદુરસ્તી (૧૫) …”રીપ્રોડક્ટીવ સીસ્ટમ” યાને વંશવેલાની શક્તિ

 

 
 
 
 
 

 

 

 
Man & Woman Anatomy Royalty Free Stock Photo 
                               MALE and FEMALE HUMAN BEINGS
  
Mammary gland
 
 
 
 
 
 

File:Sperm-egg.jpg
 
 FERTILIZATION of FEMALE OVUM (EGG) by MALE SPERMATAZOA
                                            LEADING to the
                                       HUMAN EMBRYO
                                                     TO
                              THE DEVELOPMENT of the HUMAN FETUS 
 
 
 
 
 
 
 
Fetus (12 weeks old)
                                          HUMAN FETUS (12 WEEKS)
 
 
 
HUMAN BABY
 
                                        
                                           માનવ વંશવેલા શક્તિ.
 
 
 
 

માનવ તંદુરસ્તી (૧૫) …”રીપ્રોડક્ટીવ સીસ્ટમ” યાને વંશવેલાની શક્તિ

દરેક પ્રાણીમાં વંશવેલો ટકાવી રાખવાની શક્તિ હોય છે…જેને આપણે “રીપ્રોડક્ટીવ સીસ્ટમ” (REPRODUCTIVE SYSTEM ) કહીએ છે. જ્યારે આ સીસ્ટમનું વર્ણન કરવાનું હોય ત્યારે આપણે “સ્ત્રી” તેમજ “પુરૂષ”ના દેહોને જુદા જુદા નિહાળવા પડે.
 
(A)”નારી કે સ્ત્રી” (FEMALE ) રૂપી માનવ દેહ..
.
અહી તમે પ્રથમ પ્રગટ કરેલા પીકચરો/ડાયાગ્રામ્સ (PICTURES/DIAGRAMS ) નિહાળો !
હવે, આપણે આ સીસ્ટમમાં જુદા જુદા ભાગોને જાણીએ >>>
 
(૧) બ્રેસ્ટ (BREAST ) માં આવેલ “મેમરી ગ્લાન્ડ” (MAMMARY GLAND  )..એક ડાબી બાજુ , અને એક જમણી બાજુ
(૨) બે “ઓવરીસ” (OVARIES )
(૩) એક “યુટરસ” (UTERUS )
(૪) બહાર નજરે આવે તે “વલ્વા”(VULVA ) અને એની સાથે અંદરથી “વેજાઈનલ કેનાલ” (VEGINAL CANAL )
આટલું જાણી , હવે આપણે વિગતમાં આ બાધનું વર્ણન કરીશું !
 
(૧) “મેમરી ગ્લાન્ડ્સ” (MAMMARY GLANDS )
 
નારીના દેહના ઉપરના છાતીના ભાગને નિહાળો….તો, બે ઉપસેલા ભાગો છે તેને આપણે “બ્રેસ્ટ” કહીએ છે. …દરેક “બ્રેસ્ટ”ની અંદરના ભાગમાં અનેક ટ્યુબોરૂપી ગ્લાન્ડ્સ છે તેને આપણે “મેમરી ગ્લાન્ડ્સ”(MAMMARY GLANDS )  નામે ઓળખીએ છીએ. આ બધા ગ્લાન્ડ્સ એક તરફ વળે છે અને સૌનું જોડાણ “નીપલ” સાથે છે. આ ગ્લાન્ડ્સ ચરબી (FAT ) અને બીજા તત્વો સાથે હોય છે ….પણ, આ ગ્લાન્ડ્સમાં  “હોરમોનલ” (HORMONAL ) અસરથી ફેરફારો થાય છે, અને જ્યારે સ્ત્રી “ગર્ભવતી” થાય ત્યારે અહી દુધ (MILK) બને છે…જે જ્ન્મ લેતા બાળક માટે પ્રથમ ખોરાક છે. કેવી અદભુત વ્યવસ્થા પ્રભુએ કરી છે !
 
(૨) “ઓવરીસ” (OVARIES )
 
હવે, તમે ડાયાગ્રામો નિહાળશો તો, જાણશો કે પેટના નીચેના ભાગમાં અંદરથી એ “ઓવરીસ”(OVARIES ) છે..એક ડાબી બાજુ, એક જમણી બાજુ.
ખરેખર આ ઓવરીસ જ સ્ત્રીને એનું “સ્ત્રીપણું ” (FEMALEHOOD ) આપે છે..આ સીસ્ટમના મુખ્ય “ઓરગન” (ORAGAN ) કહેવાય. ….એક “ઓવરી”ને અંદરથી નિહાળીએ તો ત્યાં “ઈંડા” (EGG ) ઓ જુદા જુદા સ્ટેજમાં હોય છે …પ્રથમ સ્ટેજ યાને “પ્રામોડીયલ ફોલીક્લ્સ” (PRIMODIAL FOLLICLES ) …એક ફોલીકલ હોર્મોનસની અસરે બદલાય છે….અને મોટું થઈ બહારના “સરફેઈસ”(SURFACE )  નજીક આવી ઓવરીની બહાર જાય છે…અને એ નજીક આવેલી “ફેલોપીયન ટ્યુબ”ના “ઓપનીંગ” તરફ જઈ “યુટરસ ” માં પ્રવેશ કરી શકે છે …આ પણ પ્રભુએ કરેલી વ્યવસ્થા જ છે !..જો, પ્રવેશ કરેલા ઈંડાને પુરૂષના “સ્પરમાટોઝોઆ” સાથે મિલન ના થાય તો  એ ઈંડુ સ્ત્રીના માસીકના લોહી સાથે શરીર બહાર આવે….જ્યાંથી ઈંડુ નિકળ્યું હોય ત્યાં થતા ફેરફારો કારણે એ “કોરપસ લ્યુટીઅમ”( COPUS LUETIUM રૂપે બની એની અસર કરે ….આ થતા ફેરફારો “સેક્સ હોર્મોન્સ” (SEX HORMONES ) ના આધારે શક્ય છે…એની વિગતો બીજી પોસ્ટરૂપે હશે !
 
(૩) “યુટરસ” (UTERUS ) યાને ગર્ભસ્થાન.
 
નારીના દેહના પેટના નીચેના ભાગમાં અંદરમાં વચ્ચે જે ઓરગન છે તેનુ નામ છે “યુટરસ” (UTERUS ) …એને નિહાળો !
વચ્ચેનો મોટો ભાગ એટલે એની “બોડી ” (BODY ) અને એની અંદરના ભાગમાં જગ્યા એ તેને “યુટેરાઈન કેવીટી” (UTERINE CAVITY ) કહેવાય….જેની અંદરનું “કવરીન્ગ” (COVERING )ને “એન્ડોમેટઈઅમ”  (ENDOMERIUM ) કહેવાય છે…..બહારનો ભાગ જેનાથી બનેલું છે તેને “માયોમેટ્રીઅમ” (MYOMETRIUM ) કહેવાય છે….હવે તમે સાઈડમાં નિહાળો તો બન્ને બાજુ એક એક ટ્યુબ (TUBE ) છે જેનું નામ છે “ફેલોપીયન ટ્યુબ” (FALLOPIAN TUBE ) જેની અંતે કાણું યાને “ઓપનીન્ગ” (OPENING ) છે, જે દ્વારા ઓવરીમાંથી છુટું પડેલું ઓવમ (OVUM ) પ્રવેશ કરી શકે છે.
હવે, તમે મુખ્ય બોડીના નીચેના સાંકડા ભાગને નિહાળો….એનું નામ છે “સરવીક્ષ” ( ) જનું ઓપનીંગ છે ‘વેજાઈનલ કેનાલ” ( ) માં …આથી, આ કેનાલ દ્વારા પુરૂષના “સ્પર્માટોઝોઆ” ( ) યુટરસમાં પ્રવેશ કરી સ્ત્રીના ઈંડાને મળી શકે છે !
જ્યારે આ ઈંડાનું સ્પર્મ સાથે મિલન થાય તો જ “ગર્ભ” (EMBRYO ) બની શકે..નહી તો આ આ ઈંડુ અંદરના “એન્ડોમેટ્રીઅમ” (ENDOMETRUM ) સાથે  માસીક કે “મેનસ્ટ્રુઅલ બ્લીડીંગ” (MENSTRUAL BLEEDING ) રૂપે શરીર બહાર જાય….આ બધા સાથે “હોરમોન્સ” (HORMONES ) ની અસ્રર હોય છે …જે વિષે વર્ણન બીજી પોસ્ટરૂપે હશે !
 
(૩) “વલ્વા” અને “વેજાયનલ કેનાલ” (VULVA & VAGINAL CANAL )
 
નારીના દેહના પેટની નીચે જે બહારથી નજરે આવે તેને “વલ્વા” ( ) કહેવામાં આવે…એના ફોલ્ડ્સને “લેબીયા” (LABIA ) કહેવાય છે…અને એની અંદરના ઉપરના ભાગમાં સેન્સીટીવ પાર્ટ છે તેને “ક્લાઈટોરીસ” (CLITORIS ) નામ છે અને નજીકમાં “ઉરેથ્રલ ઓપનીંગ” (URETHRAL OPENING ) છે , અને નીચેના ભાગમાં છે “વેજાઈનલ ઓપનીંગ ” (VAGINAL OPENING ) …જે થકી “વેજાઈનલ કેનાલ” (VAGINAL CANAL ) “યુટરાઈન સરવીક્ષ” તરફ લઈ જાય.
 
 (B ) પુરૂષ (MALE ) રૂપી માનવ દેહ
 
હવે ફરી ડયાગ્રામ્સ નિહાળીએ !
પુરૂષ દેહના ” રીપ્રોડક્ટસન” (REPRODUCTION ) લગતા ભાગો છે >>>>
 
(૧) “ટેસ્ટીકલ્સ ” (TESTICLES ) અને એની સાથે જોડાયેલી “ડક્ટલ સીસ્ટમ” (DUCTAL SYSTEM )
(૨)  પેનાઈલ એપેન્ડેઈજ (PENILE APPENDAGE )
(૩) “પ્રોસ્ટ્રેટ ગ્લાન્ડ ” (PROSTATE GLAND )
 
ચાલો હવે આપણે આ બધા ભાગોનું વર્ણન કરીએ !
 
(૧)  “ટેસ્ટીકલ્સ” (TESTICLES ) અને સાથેની “ડક્ટ” (DUCT ) સીસ્ટમ.
 
પુરૂષના દેહને નિહાળતા  દેહના મુખ્ય ભાગમાંથી વચ્ચે વચ્ચે છે “સ્કોટ્રલ સેક ” (SCROTAL SAC ) ..અને જેમાં છે બે “ટેસટીસ” (TESTIS )
હવે એનો અકાર છે ગોળ…અહી પુરૂષના જીન્સ (GENES ) તત્વો “સ્પરમાટોઝોઆ” (SPERMATOZOA ) બને છે..અહીના બનેલા “ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ” (TESTESTERONE ) માનવીને એનું “પુરૂષપણું” આપે છે …આથી, જે પ્રમાણે  નારીમા ઑવારીસનું મહત્વ તે પ્રમાણે પુરૂષમાં “ટેસ્ટકલ્સ” (TESTCLES ) નું મહત્વ ! દરેક ટેસ્ટીકલના અંદરના ભાગમાં જે સેલ્સ (CELLS ) છે તે સર્માટાઝોઆ બનાવે અને એ ઉપરના ભાગમા “એપીડીડિમસ” (EPIDIDYMIS ) છે ત્યાં એનો સંગ્રહ થાય અને ત્યાર બાદ, “વાસ ડેફેરેન્સ” (VAS DEFERENCE ) નામના ડક્ટ દ્વારા પેટના અંદરના ભાગે ઉપર જાય…એ “યુરીનરી બ્લડર (URINARY BLADDER ) ની પાછળથી પસાર થઈ “સેમીનલ વેસાઈકલ”(SEMINAL VESICLES ) ની રસનળી સાથે “ઈજેક્યુલેટરરી ડક્ટ” (EJECULATORY DUCT ) બની “પ્રોસ્ટ્રેટ ગ્લાન્ડ” (PROSTATE GLAND ) માંથી પસાર થઈ “ઉરેથ્રા” (YRETHRA ) ને મળે.
 
(૨) “પીનાઈલ એપેન્ડેજ” (PENILE APPENDAGE )
 
આ સાથે લોહીનું ભ્રમણ ઓછું વધતું થતા એમાં આવેલા “ઈરેક્ટાઈલ ટીસ્યુ” (ERECTILE TISSUE ) ના કારણે સાઈઝમાં ફેરફારો શક્ય હોય છે ..એના “પીનાઈલ ઓપનીંગ”(PENILE OPENING ) દ્વારા પેશાબ બહાર આવે..પણ જ્યારે “સ્પર્માટીક ફ્લુઈડ” (SPERMATIC FLUID ) વહે ત્યારે પેશાબ ના વહી શકે એવી વ્યવસ્થા પ્રભુએ કરી છે
 
(૩) “પ્રોસ્ટેટ ગ્લાન્ડ” (PRASTATE GLAND )
 
આ ગ્લાન્ડ પેટના નીચેના ભાગમાં છે ..જરા ડાયાગ્રામ નિહાળશો તો ખ્યાલ આવશે !
એના ભાગો તે એના “લોબ્સ” (LOBES ) કહેવાય…અને બે વચ્ચેથી “યુરેથ્રા” (URETHRA ) પસાર થાય ત્યારે એનો રસ “સ્પ્રમાટીક ફ્લુઈડ” (SPERMATIC FLUID ) ની સાથે ભળી શકે…આ અગત્યનું છે કારણ કે તો જ એમાં વહેતા “સ્પ્રમાટૉઝોઆ ” જીવતા અને ઉપયોગી હોય શકે !…આ કાર્ય નાનું છે પણ અગત્યનું છે !
 

અંતે મારે કહેવું છે કે…>>>>>>>>>>

માવન દેહ વિષે તમે જે જાણ્યું તે આધારીત તમે નારી તેમજ પુરૂષને વધુ સમજી શકશો….આવી સમજ માનવીને “આદર ભાવ” આપે છે …મારી તો એ જ આશા કે આ પોસ્ટ ભલે એક “ઝલક” રૂપે છે, અને નાની નાની વિગતો નથી છતાં તમોને ગમી હશે !….આ પોસ્ટ દ્વારા તમોને પ્રભુની અદભુત રચનાનો ખ્યાલ આવશે અને તમે પ્રભુનો પાડ માનવા અચકાશો નહી !….આ તો ફક્ત માનવ “વંશવેલા શક્તિ”ની વાત….આ પછી, તો નારી- તત્વ  અને પુરૂષ-તત્વનું મિલન, અને એક “એમ્બ્રીયો”(EMBRYO ) માંથી માનવ બાળની કહાણી તો એક બીજી અદભુત વાત !

તમે આ પોસ્ટ વાંચી “બે શબ્દો” જરૂર લખશો !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 
 
HUMAN  REPRODUCTIVE SYSTEM 
 
The Female & the MALE Human Bodies are different. Therefore, the Anatomical descriptions are descibed separately.
  
FEMALE
  
The System is made up of>>>
(1) MAMMARY GLANDS
(2) 2 OVARIES
(3)UTERUS
(4) VULVA & VAGINAL CANAL & Related Parts
  
MALE
  
The System consists of>>>
(1) 2 TESTICLES in the SCROTAL SAC
(2) VAS DEFERENCE & EJACTULATORY DUCTAL System
(3) PENLIE APPENDAGE
(4) PROSTATE
 
The Female & the Male Systems are under complex Hormonal infuences….More details are in the Gujarati Section of this Post, and more details will be in a New Post on Endocrinology.
The Creator has made the System so well that ..the OVUM ( Female Gene Carrrier) can be shed out of the OVARY and can enter the UTERUS and can meet the SPERMATOZOA ( Male Gene Carrier ) which is delivered to the Uterus via the the CERVICAL OPENING.
It is the UNION of these 2 Elements that results into the HUMAN EMBRYO which is the starting point for the Developement of a HUMAN BEING…And if that happens, the additional triggers prepare the Uterus to give the Fertile ground for the GROWTH ….and also stimulates the Mammary Glands to be ready for the MILK needed for the NEWBORN Child.
IF FERTILIZATION of the Ovum does not occur, then it has way to shed the inner Uterine Micosa as the MENSRUAL BLEEDING   and then get ready for another Cycle.
 
I hope you have ENJOYED reading this Post !
 
DR. CHANDRAVADAN MISTRY

સપ્ટેમ્બર 5, 2010 at 1:22 એ એમ (am) 17 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,435 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930