માનવ તંદુરસ્તી(૧૪) “કિડની અને યુરીનરી ટ્રેક”

ઓગસ્ટ 27, 2010 at 7:52 પી એમ(pm) 41 comments

 

 
 
Photo of healthy kidney
  Human Kidney
 
 
Urinary System
 
 
 
 
Excretory System
 
 
 
 
 
 
 
 
 
 
 
  
 

માનવ તંદુરસ્તી(૧૪) “કિડની અને યુરીનરી ટ્રેક”

કિડની (KIDNEY)ને ગુજરાતીમાં મૂત્રપિન્ડ કહેશો?…કે પછી હું વર્ણનમાં કિડની કે કિડનીસ ( KIDNEY or KIDNEYS) કહીશ તો તમે ખોટૂં લગાડશો નહી.
જેવી રીતે, હ્રદય, મગજ, ફેફસાઓ માનવ દેહ માટે અગત્યના છે , તેવી જ રીતે માનવ દેહની બે કિડનીઓ અગત્યનો ફાળો ભજવે છે…..કોઈ પણ તંત્ર ચાલતું હોય ત્યારે “કચરો” હોય શકે. તો, માનવરૂપી દેહતંત્રને પણ દેહમાંથી “પ્રદાર્થોને બહાર કાઢવાની વ્યવસ્થા એ જ  ” યુરીનરી સીસ્ટમ” (URINARY SYSTEM) જેમાં  આવે છે…>>( ૧) બે કિડનીઓ ( KIDNEYS)..(૨) એક યુરીનરી બ્લેડર, યાને મૂત્રાશય કોથરી (URINARY BLADDER)….અને આ બેને જોડનાર બે “યુરેટર્સ” (URETERS)…અને “પેશાબ”(URINE)રૂપે શરીર બહાર લઈ જતી નળી, “યુરેથ્રા” (URETHRA), જે બ્લેડરના નીચેના ભાગેથી શરૂ થાય છે ( ડયાગ્રામ નિહાળતા વધુ ખ્યાલ આવશે !)
  
કિડનીસ (KIDNEYS)
  
તમે જો છાતીની નીચેની પાંસરીઓ તપાસો તો એની નીચેના પેટના ભાગની અંદર બન્ને બાજે  એક એક કિડની છે….એની સાઈઝ આશરે ૪ ઈન્ચ લંબાઈ, અને ૨ ૧/૨ ઈન્ચ પોહળાય(4 inches Long & 2 and a half inches wide)
હવે આપણે કિડની અંદરથી કેવી છે તે જરા જાણીએ…..જો આપણે કાપ મુંકી બે ભાગો કરીએ તો, સમજાશે કે  બહારનો ભાગ તે “કોરટેક્સ” (CORTEX)કહેવાય, અને અંદરનો ભાગ તે “મેડ્યુલા” (MEDULLA) કહેવાય….અને અંતે ત્યાં જાણે મોટી “ટ્યુબ” (TUBE)રૂપી શરૂઆત જેને “રેનલ પેલ્વીસ” (RENAL PELVIS)કહેયાય, અને જેમાંથી “યુરેટર” (URETER)ની શરૂઆત થાય
મિકોસ્કોપથી નિહાળો તો, આખી કિડનીનું બંધારણ અનેક નાની નાની ટ્યુબોથી થયું છે , જેને “નેફ્રોન્સ” (NEPHRONS)કહેવાય છે.એક એક “નેફ્રોન”ની જ્યાં શરૂઆત થાય ત્યાં લોહીની નાની નાની “કેપીલરીસ”(CAPILARIES) બનીને ભેગી થાય એનું નામ છે “ગ્લોમેરૂલસ”(GLOMERULUS)…અહી લોહીમાથી પાણી તેમજ સમાયેલા “મીનરલ” તત્વો જેની દેહને જરૂર નથી તે લોહીમાંથી ટ્યુબમાં પ્રવેશ કરે…..પણ આ ટ્યુબનો આગળ વધતો ભાગની પાસે ફરી લોહીનું ભ્રમણ નજીક આવે, અને જે થકી, જરૂર પડતું પાણી/તત્વો ફરી લોહીમાં આવી શકે…અને અંતે આ નાની નાની “નેફ્રોન ” (NEPHRON)ટ્યુબો પેશાબરૂપે “પેલવીસ”ના ભાગે વહેતું પ્રવાહી તત્વ લાવે, જે અંતે “યુરેટર” દ્વારા કિડની બહાર આવી શકે.
  
યુરેટર્સ URETERS)
  
યુરેટર એટલે કિડનીમાંથી નીકળતી મૂત્ર કે પેશાબની નળી….બે કિડની એટલે ડાબી, અને જમણી એમ બે પેશાબની નળીઓ. ઉપર ઉલ્લેખ કર્યો તે પ્રમાણે કિડનીથી એની શરૂઆત, અને દરેકનો અંત છે યુરીનરી બ્લડરના ઉપરના ભાગે. જ્યાં એ મળે ત્યાં એક સ્ફીન્ક્ટર (SPINCTURE)રૂપી વાલ્વ હોય જેથી પેશાબ પાછો યુરેટરમાં ના જઈ શકે.
  
યુરીનરી બ્લેડર (URINARY BLADDER)
  
“યુરીનરી બ્લેડર” યાને “મૂત્રાશય કોથળી” !…..કીડનીમાંથી જે પેશાબરૂપે સ્વરૂપ લેય તેને હવે શરીર બહાર જવું જોઈએ….જો આ કોથળીરૂપી વ્યવસ્થા કરી ના હોત તો માનવીની હાલત ખરાબ હોત !….પણ કુદરત તો “મહા-જ્ઞાની” છે  ! માનવ દેહમાં આ બ્લેડર એટલે પેશાબને થોડા સમય ટકાવી રાખવાનું “સંગ્રઃહ -સ્થાન”. ….જેટલું શક્ય હોય ત્યાં સુધી ..પણ જ્યારે પ્રેસર વધે ત્યારે માનવીને એ પેશાબ શરીર બહાર કાઢવો જ રહ્યો….જેને માટે માનવીને સમજ આપી જ છે !
 
યુરેથ્રા (URETHRA)
 
બ્લેડરના નીચેના ભાગે એક નળી છે …એ સાંકડી નળી છે ….અનું નામ છે “યુરેથ્રા” (URETHRA). આ નળી પેટની અંદરના ભાગે પસાર થઈ અંતે એના કાંણા(URETHRAL OPENING) દ્વારા પેશાબરૂપી તત્વને શરીર બહાર પહોંચાડે છે !
જ્યાંથી યુરેથ્રા શરીર અંદર કે બહાર પસાર થાય તે સ્ત્રી અને પુરૂષમાં જરા જુદું છે કારઅન કે સ્ત્રી અને પુરૂષનું બંધારણ જુંદુ છે ….જ્યારે બીજી પોસ્ટ “રીપ્રોડક્ટીવ સીસ્ટમ”માં જે વર્ણન વાંચશો ત્યારે તમોને પુરો ખ્યાલ આવશે .
 
આટલા લખાણ સાથે હું આ પોસ્ટરૂપી સમજને વિરામ આપું છું .
આશા છે કે આ પોસ્ટ તમોને ગમે !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
KIDNEYS & URINARY TRACT SYSTEM
 
You are reading the Post on yet another System of the Human Body.
Kidneys plays an important role in the proper functioning of the Humans. There are 2 Kidneys which are within the abdominal cavity, each are acting as the “Excretory Organ”of the body & removing the waste materials out of the Human Body.
If one sees the cross-section of a kidney, the outer part is called the “cortex”and the inner part is called the “medulla”. There are tubules within to carry the excreted materials & they are called the “Nephrones”. These neprones eventually empty its content into the “renal pelvis” which narrows down into a tube called the “Ureter”.And, from each kidney, an ureter goes lower down to enter the centrally located “Urinary Bladder”.
The Urinary Bladder acts as the temporary storage site for the Excretion which is known as “Urine”. The urine is made up of the excess water of the body with unwanted dissolved minerals.
The urine from the Urinary Bladder is able to pass through a narrow tube called the “Urethra”which via its penile opening (in the Male) or the its opening within the vagina (in the Female) can discharge the urine out of the body.
In a nutshell, the Kidneys act as the “Filters” where the body keeps what is needed and throws our “what is not needed “by the body. Without this function of the Kidneys, Humans can not survive.
This function of the kidneys is under the infuence of the “Hormones”…the details of which can be via a different post .
I hope you like this “brief” description of a System….The idea is to give you the “Basic Understanding”. Did I do OK ??
 
Dr. Chandravadan Mistry MD    
 
 

બે શબ્દો…

આજની પોસ્ટ તમોને માનવ દેહ વિષે કંઈક જ્ઞાન/સમજ આપી.
તમે “ઈનટરનેટ” જાશો તો અંગ્રેજીમાં વધુ વિગતોમાં મહિતીઓ મળશે.
બધી જ માહિતી આપવાનો મારો ઈરાદો ના જ હતો…ફક્ત  હેતું એટલો જ કે  “સરળ ગુજરાતી ભાષા”માં કંઈક લખું કે એક “સાધારણ “માનવી આ વાંચે ત્યારે એ પોતાના દેહને જરા વધુ જાણી , એ એના દેહની “કાળજી” વધુ લેય, અને જ્યારે “ઈલાજો” કરવાનો સમય આવે ત્યારે એ ડોકટર કે “ડોકટરી સલાહો”ને વધુ સમજી શકે !
 
જો વાંચી તમે જો તમારા અભિપ્રાયરૂપે “બે શબ્દો” જો જણાવશો, અને જો અનેક્ને આ પોસ્ટ ગમી હોય તો હું એમ માનીશ એ મારી આશા પુરી થઈ કે મારા હેતું ને સફળતા મળી !
>>>>ડો. ચંદ્રવદન મિસ્ત્રી
 
Few Words…
 
Today’s “Manav Tandurasti (14)” is a Post on Kidneys & the Urinary System of the Human Body.
In Gujarati, I had tried to explain that the Kidneys act as the Excretory Organs filtering out the unwanted water & the dissolved Minerals out of the Body as the Urine.
 
The inner structure of the Kidney is illustrated with the Diagram which shows the Nephron as the Filtering Units which are in close contact with the Blood circulating within each Kidney.
 
Along with the Kidneys are the tubes called Ureters, which empty the Urine in the Urinary Bladder,where the Urine is temporarily stored, before being discarded out of the body via a single passage called Utethra.
 
The proper functioning of this System needs the Hormonal Support…& this is done via Renin…Antidiuretic hormone Etc…..This is for the discussion via another Post.
 
I hope you like this Post !
 
Dr. Chandravadan Mistry
 
 
 
 
 
Excretory System
 
 
 
 
 
 
 
 
 

 

Advertisements

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માનવ તંદુરસ્તી(૧૩) …જનરલ ચર્ચા…”દર્દ અને ઈલાજો” માનવ તંદુરસ્તી (૧૫) …”રીપ્રોડક્ટીવ સીસ્ટમ” યાને વંશવેલાની શક્તિ

41 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ઓગસ્ટ 27, 2010 પર 11:00 પી એમ(pm)

  જીવતા જ દાન કરી જીવનદાન આપી શકાય તેવા મહત્વના અવયવની સરળ સમજૂતી.
  યુરીનને પિશાબ, મૂત્ર અથવા શિવાંબુ કહો તો વધુ સારું લાગે.તેના ઉપયોગ વિષે વાત કરતા પણ ગદગદ થવાય…
  વિનોબા ભાવેના પવનાર આશ્રમમાં આજેય આવું કુદરતી ખાતર વપરાય છે. વાસ્તવિકતા એ છે કે એક ઉત્તમ ટોનિક અને મલ્ટિપર્પઝ ઔષધ તરીકે પણ માનવમૂત્ર રામબાણ ઇલાજ સાબિત થયું છે. તાજેતરમાં એક વ્યક્તેએપોતાના દાંતમાં કળતર હોવાની ફરિયાદ કરી. એમને બીજું કોઇ વ્યસન નહોતું પરંતુ વરસોથી સોપારી ખાવાની ટેવ. એમને કોઇ જાણકારે પોતાના પેશાબના કોગળા કરવાનું કહ્યું. ચોવીસ કલાક પછી એમણે જણાવ્યું કે મને બિલકુલ કળતર રહ્યું નથી. સ્વમૂત્ર ચિકિત્સા વિશે ઘણું લખાયું છે અને દેશ-વિદેશમાં બે ડઝનથી વઘુ તો પુસ્તકો લખાયંા છે. એમાંય મૂળ કેનેડાના ડૉક્ટર આર્થર લિંકન પોલ્સ અને બ્રિટનના જ્હૉન આર્મસ્ટ્રોંગ આ બે લેખકોનાં સ્વમૂત્ર ચિકિત્સા વિશેના પુસ્તકોની તો લાખો નકલો વેચાઇ છે. આર્મસ્ટ્રોંગ તો સ્વમૂત્ર માટે વૉટર ઑફ લાઇફ (જીવનજળ) જેવો શબ્દ વાપરે છે. હવે તો ગુજરાતી ભાષામાં પણ સ્વમૂત્ર ચિકિત્સા વિશે અઢળક સાહિત્ય ઉપલબ્ધ છે.અહીં એક વાત નોંધવી રહી. જે લોકોને સ્વમૂત્ર માટે સૂગ છે અથવા પોતે વિજ્ઞાની છે માટે આવી કિંવદંતિમાં માનતા નથી એવા લોકોેને આ વાતમાં રસ નહીં પડે. પરંતુ ચીનની સિંહુઆ ન્યૂઝ એજન્સીના એક રિપોર્ટ મુજબ ચીનમાં પચાસ લાખથી વઘુ લોકો નિયમિત સ્વમૂત્રનું પાન કરે છે અને સાજાસારા રહે છે. ભાવનગરના ઘોઘા સર્કલમાં રહેતા એક વડીલ આજે લગભગ એંસી વરસેય અખબારો આરામથી વાંચી શકે છે અને દ્રઢપણે માને છે કે પોતે વરસોથી આંખમાં શિવામ્બુ અંજન કરે છે એટલે હજુય મોતિયો આવ્યો નથી. ૪૦ વરસના સુબીર ને જૂનો દમ હતો અને એલોપથીની દવા કરીને કંટાળી ગયો હતો. એણે સ્વમૂત્ર ચિકિત્સા શરૂ કરી અને દમ હંમેશ માટે નાસી ગયો. શ્રીમતી મોહિની દત્તને ચામડીનો વિકાર હતો. ત્વચા પર સફેદ ડાઘ હતા, પરંતુ કોઢ નહોતો. તેમની તકલીફનું નિદાન ડૉક્ટરો કરી શક્યા નહોતા એટલે ઉપચારનો પ્રશ્ન નહોતો. પોતાના મૂત્રના માલિશથી એમની ચામડી પરના ડાઘ નિર્મૂળ થયા અને નવી ચામડી આવી.
  વિજ્ઞાનમાં માનતા લોકો માટે એક વાત. હૃદય અને મગજની ગંઠાઇ ગયેલી રક્તવાહિનીમાં રક્તાભિસરણ સ્વાભાવિક કરવા એલોપથીના નિષ્ણાતો યુરોકિનેસ નામની દવા આપે છે. આ યુરોકિનેસ એક એન્ઝાઇમ છે જે માનવમૂત્રમાંથી મેળવવામાં આવે છે અને એ મેળવવા ચીન અને જાપાન જેવા દેશોમાં જાહેર મૂતરડીઓમાંથી રોજનું હજારો લિટર મૂત્ર મેળવવામાં આવે છે. આપણે ત્યાં તામિલનાડુમાં કેળાના પાકમાં લાભ થતાં હવે અઠવાડિયે અઢીસો લિટર માનવમૂત્ર પૂરૂં પાડે એવી યુરીન બેંક શરૂ કરવામાં આવી છે. તામિલનાડુની એક એનજીઓ નામે સ્કોપ આ દિશામાં કાર્યરત છે. કોઇ પશુ ચિકિત્સકને પૂછજો. પશુ-પક્ષી બીમાર પડે ત્યારે પોતાના મૂત્રનું પાન કરે છે. બાકી પશુ-પક્ષી કયા ડૉક્ટર પાસે દવા લેવા જાય છે ? અને માણસ પણ ગૌમૂત્ર તથા બકરીના મૂત્રનો ઉપયોગ ઐાષધ તરીકે કરે છે.
  એક અભિપ્રાય મુજબ કિડનીમાં લોહી શુદ્ધ થયા પછી જે પ્રવાહી રહે છે એને ભલે બહાર ફેંકી દેવાની વ્યવસ્થા કુદરતે કરી હોય, લોજિક કે વિજ્ઞાન, કોઇ પણ દ્રષ્ટિએ વિચારીએ, ગાયના મૂત્રમાં ઔષધિય ગુણો છે એમ સ્વીકારીએ તો માનવમૂત્ર નકામું છે એમ શી રીતે માની શકાય ? ઊલટું સ્વમૂત્ર ચિકિત્સાથી કેન્સર જેવી સામાન્ય માણસને લાખોના ખર્ચના ખાડામાં ઊતારી દેતી બીમારી દૂર થયાના કિસ્સા બન્યા છે.માનો તો અમૃત છે અને ના માનો તો કચરો છે. માને છે એને કોઇ પુરાવાની જરૂર નથી અને નથી માનતા એમને લાખ પુરાવા પણ મનાવી નહીં શકે.
  અમારા કાકા પ્રીમેરીન લેતા હતા.તેમણે પૂછ્યું આમા શું આવે? મેં કહ્યું કે-ગાભણી ઘોડીનો પિશાબ!

  જવાબ આપો
 • 2. pravina  |  ઓગસ્ટ 27, 2010 પર 11:00 પી એમ(pm)

  This articale gives clear picture of kidney. I got email today that if you boil water with ‘parsely’ , and drink it, flushes kidny well. How much truth in that.

  જવાબ આપો
 • 3. Harnish Jani  |  ઓગસ્ટ 28, 2010 પર 1:32 એ એમ (am)

  Thank you Doctor Saheb- I know kidney very well- I had kidney stones-removed surgically-

  જવાબ આપો
 • 4. Ramesh Patel  |  ઓગસ્ટ 28, 2010 પર 1:37 એ એમ (am)

  Thanks for sharing such nice article.

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 5. ishvarlal r. mistry  |  ઓગસ્ટ 28, 2010 પર 6:08 એ એમ (am)

  Hello Chandravadanbhai,
  Thankyou for sharing the knowledge about Kidneys.I
  I will talk to you next time about kidneys as i have issues about it.
  Sorry I was out and could not respond to your past blocks.
  Thanks
  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 6. Piyuni no pamrat ( પિયુની નો પમરાટ )  |  ઓગસ્ટ 28, 2010 પર 3:04 પી એમ(pm)

  Nice piece of information for a layman….
  Shall I suggest something?
  How about covering the the organs which can be donated….. while alive and after death….and also provide guidelines on how to go about the donation process…
  Actually people will value it trust and value it more if it comes from a medical person like you.

  જવાબ આપો
  • 7. chandravadan  |  ઓગસ્ટ 29, 2010 પર 12:02 એ એમ (am)

   પારૂ…પ્રતિભાવ માટે આભાર !…માનવ દેહ વિષે માહિતી આપવી છે …થોડી “સીસ્ટમ્સ” વિષે પોસ્ટો પ્રગટ થઈ ગઈ છે. ..અને અત્યારે શરૂ કરેલી પોસ્ટો દ્વારા થોડી બીજી “સીસ્ટીમ્સ” હશે…અને જ્યારે બધી જ “સીસ્ટમ્સ”ની માહિતી અપાય ગઈ હશે ત્યારે આ “ઓરગ ડોનેશન” વિષે એક પોસ્ટરૂપે હોય શકે. તમે “સજેશન” કર્યું તે યોગ્ય છે ..અને એ માટે આભાર !>>>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 8. Thakorbhai & Parvatiben Mistry  |  ઓગસ્ટ 28, 2010 પર 3:07 પી એમ(pm)

  You gave simple and clear understanding of kidneys’ existence in our body and their functoning. Albeit these organs are small in size they do amazing work to cleanse the blood. The Almighty had made fantasitic arrangement. If a person’s kidneys fail i.e. stop their cleansing function, he or she is put on a big dialysis machine for several hours almost everyday or alternate days and one would realise the importance of these small organs. We look forward to read more from you on other systems and organs of human body. Keep it up.

  જવાબ આપો
 • 9. shirish dave  |  ઓગસ્ટ 28, 2010 પર 4:40 પી એમ(pm)

  કીડનીની કાર્યપ્રણાલી વિષેની માહિતિ રસપ્રદ છે.
  મારા એક સગાને પેઢુમાં ડાબી બાજુએ દુખાવો થયો અને અઠવાયામાં જ બધા ટેસ્ટ કરાવ્યા તો જમણી બાજુની કીડની ઉપર મોટી ગાંઠ માલુમ પડી. અને તે કેન્સરની હતી. એ કીડની ફેઈલ થયી ગયેલી. બીજી કીડની ઉપર પણ અસર થયેલી.
  પહેલો દુખાવો ખ્યાલમાં આવ્યાના ૪૦ દિવસમાં ગુજરી ગયા. આ પ્રમાણે માહિતિ છે.
  સવાલ એ થાય છે કે શું કોઈ અવલોકનો નથી કે કિડની ખરાબ થવાની આગોતરી નિશાનીઓ જાણવા મળે?

  જવાબ આપો
  • 10. chandravadan  |  ઓગસ્ટ 29, 2010 પર 12:03 એ એમ (am)

   ભાઈશ્રી શિરીશ,

   પધારી પ્રતિભાવ આપ્યો તે માટે આભાર !

   જે જણાવ્યું તે આધારે, તમારા સગાને અચાનક “ડાબી” બાજુએ દુઃખાવો..અને તપાસ કરતા “જમણી ” કિડની પર કેન્સરની ગાંઠ. ….મારા અનુમાન પ્રમાણે, એમને જરા જરા પેટનો દુઃખાવો હશે કે કોઈવાર હશે..કે પછી, પેશાબમાં લોહી પડ્યું હશે …અને જો “કિડની ફેઈલ” થઈ ગઈ હોય તો એના ચિન્હો “પગે સોજા..શરીરમાં “સારૂં ” ના લાગવું કે “લેથાર્જી” પણ હોય શકે….પણ ઘણીવાર એને ગણકારવામાં ના આવે, એવું પણ હોય શકે….આવી શંકાઓ થાય છે !..આથી, જ્યારે “મોટો દુઃખાવો” થયો ત્યારે “એડવાન્સ સ્ટેઈજ” હતી, એવું લાગે છે !….અહી, એટલું જાણવું જરૂરીત છે કે કોઈવાર કિડનીમાં “કેન્સર” બીજા ઓરગનમા કેન્સરમાંથી ફેલાઈને આવે છે…આ પ્રમાણે જો હોય તો, ઓરીજીનલ કેન્સરની એ “લેઈટ ” સ્ટેઈજ પણ હોય !…પ્રભુ એમના આત્માને ચીર શાંતી બક્ષે !>>>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 11. P Shah  |  ઓગસ્ટ 29, 2010 પર 4:29 એ એમ (am)

  ખૂબ જ સુંદર અને માહિતીસભર લેખ થયો છે.
  ભાવકોના ખાસ કરીને પ્રજ્ઞાજુબેનના અભિપ્રાયો વાંચવા ગમ્યા.

  થોડા વખત પહેલા મને પણ કિડનીમાં 0.5 મિ. મી. નો સ્ટોન હતો. જે ખૂબ જ પાણી પીવાથી અને જોગિંગ કરવાથી નીકળી ગયો જેની ખાતરી ફરીથી સોનોગ્રાફી કરાવીને કરી હતી.

  આવા લેખો આપતા રહેશો.

  આભાર.

  જવાબ આપો
  • 12. P Shah  |  સપ્ટેમ્બર 6, 2010 પર 6:33 એ એમ (am)

   સ્ટોન 0.5 સે.મી. વ્યાસનો હતો.
   0.5 મિ. મી ભૂલથી લખાયું છે.

   જવાબ આપો
 • 13. સોહમ રાવલ  |  ઓગસ્ટ 29, 2010 પર 5:37 એ એમ (am)

  સરસ લેખ ચંદ્રવદનભાઇ….
  ઘણી માહિતિ મળી રહી….
  આભાર…

  જવાબ આપો
 • 14. Bhupendrasinh Raol  |  ઓગસ્ટ 29, 2010 પર 6:51 એ એમ (am)

  ડો.સાહેબ,
  સુંદર માહિતી આપી.મને પોતાને લગભગ ૩૦ વર્ષ થી સ્ટોન ની બીમારી છે.સ્ટોન થાય અને નીકળી જાય.ઘણી વાર છ મહીને નીકળે,કોઈ વાર વર્ષે.કાયમનું છે માટે ટેવાઈ ગયો છું.કેલ્શિયમ ઓક્ઝાલેટ ની પથરી થાય છે.સવારે ઉઠી ને તરત જ ચાર ગ્લાસ પાણી પીવાના નિયમે કોઈ દિવસ ઓપરેશન કરાવવું પડ્યું નથી.મારા વાઈફ ને હાઈડ્રો નેફ્રોસીસ થયેલું ૧૯૯૩ માં એક કીડની કાઢવી નાખેલી,ત્યારથી એકજ કીડની ઉપર ચાલે છે.કોઈ તકલીફ હાલ નથી.આભાર.

  જવાબ આપો
  • 15. chandravadan  |  ઓગસ્ટ 29, 2010 પર 9:47 પી એમ(pm)

   ભુપેન્દ્રસિંહજી,

   પધારી પ્રતિભાવ આપ્યો તે માટે આભાર !

   તમને પથરીની બિમારી છે તે જાણ્યું . પાણી વધારે પીવું એ અગત્યનું છે …સવારે ચાર ગ્લાસ પીવાની ટેવ એ યોગ્ય કહેવાય..પણ, એ સિવાય દિવસમાં વધારે વાર પીવાનું પણ રાખશો એવી સલાહ છે…અને આ સાથે, ખોરાકમાં “ઓક્ઝલેઈટ” વધારે હોય એવા પ્રદાર્થો ઓછા હોય તો વધારે સારૂં …જેવાં કે>>>>

   Although there are many foods that contain large amounts of oxalate, eight foods have been shown to be most at fault for raising urine oxalate levels. They are rhubarb, spinach, strawberries, chocolate, wheat bran, nuts, beets, and tea….તો, આવી ચીજો ઓછી ખાવી એ પણ યોગ્ય કહેવાય !

   તમારા પત્નીને “હાઈડ્રોનેફ્રોસીસ”ના કારણે એક કિડની કાઢી નાંખવામાં આવી હતી એ જાણ્યું ..એમણે “ઉરીન ઈન્ફેક્ષન” ના થાય તે માટે સંભાળ ખાસ રાખવી રહે..એથી પાણી વધારે પીવું જોઈએ…જરા પણ દુઃખાવો કે તાવ હોય ત્યારે પેશાબનો “ટેસ્ટ” કરવવો..અને કિડની કેમ કામ કરે છે તે વિષે “બ્લડ ટેસ્ટ” કરાવવી અગત્યનું છે !

   તમે તમારા માટે “આર્યુવેદીક દવાઓ”ની તપાસ કરી છે કે નહી ??…જે એલોપથી ના જાણે તેવી માહિતીઓ હોય શકે…જે દવાઓથી પથરી ના થાય કે અટકાવે તે અજમાવી , અને જો ટુંક સમયમાં ફેર લાગે તો ચાલુ રાખવી એવી મારી સલાહ છે !…તમારે પણ સમય સમયે “કિડની ટેસ્ટ” કરાવવી યોગ્ય હશે !

   >>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 16. અક્ષયપાત્ર/Axaypatra  |  ઓગસ્ટ 29, 2010 પર 11:24 પી એમ(pm)

  Good Info ! pragnaben also gave more insight of urine as a medicin

  જવાબ આપો
 • 17. chandravadan  |  ઓગસ્ટ 30, 2010 પર 12:24 એ એમ (am)

  This was the Email Response to the Post on HEALTH>>>

  From: “Kantilal Parmar” View contact detailsTo: “chadravada mistry” સ્નેહિશ્રી ડૉ. ચંદ્રકાંતભાઈ, નમસ્તે.
  આભાર, આપના ઈમેલ માટે. મારે પ્રોસ્ટેટની તકલીફ માટે કંઈક માર્ગદર્શન થશે.
  આવજો.
  કાંતિલાલ પરમાર
  હીચીન

  જવાબ આપો
  • 18. chandravadan  |  ઓગસ્ટ 30, 2010 પર 12:31 એ એમ (am)

   કાન્તીભાઈ,

   ઈમેઈલથી તમે “પ્રોશ્ટ્રેટ” વિષે પુછ્યું …..આ માહિતી જરા આ પછીની પોસ્ટમાં હશે !

   બિમારી વિષે પ્ણ “ડોકટર પૂકાર” માં હશે !……તો, જરૂરથી “હેલ્થ”ની પોસ્ટો વાંચતા રહેશો !

   પોસ્ટ વાંચી જરૂરથી આ બ્લોગ પર “પ્રતિભાવ” પણ આપશો !

   >>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 19. sudhaunshu  |  ઓગસ્ટ 30, 2010 પર 2:47 પી એમ(pm)

  કીડનીને સાચવવાની કાળજી અંગે જાણકારી ન હોવાથી તકલીફમા મૂકાય છે.સર્વાંગ તંદુરસ્તી માટે હૃદય અને મગજ જેટલા જ પાયારૂપ માનવઅંગ કીડનીના સ્વાસ્થ્ય માટે પ્રત્યેક જણે દિવસમાં દસથી બાર ગ્લાસ પાણી પીવું જોઇએ. આ પાણીમાં ફ્લોરાઇડ અને અન્ય રાસાયણિક પદર્થો ના હોય તો એ વઘુ લાભપ્રદ બની રહે છે. વળી, સવારના પહોરમાં ખાલી પેટે વઘુમાં વઘુ પાણી પીવાથી કીડનીને ઉત્તમ સ્નાન મળે છે.કીડનીની વિવિધ બીમારીથી પીડાતા ૮૦ ટકા દર્દીઓ ડાયાબીટીસ અથવા ઉંચું બ્લડપ્રેશર જેવા હવે સામાન્ય થઇ પડેલા રોગનો ભોગ બનયા હોય છે. કીડની સ્ટોન (પથરી)ની બીમારી પણ વ્યવસ્થિત પણે કાર્ય કરતી કીડની માટે અવરોધરૂપ છે. આથી કીડનીને સ્વસ્થ રાખવા માટે આ ત્રણ તકલીફોથી બચીને રહેવું અનિવાર્ય છે. કેટલીક વાર તબીબો પણ બેકાળજીભરી સારવારથી નુકશાન કરે છે.તે અંગે આ માહિતીનો અભ્યાસ જરુરી છે.

  Prerenal causes (pre=before + renal=kidney) causes are due to decreased blood supply to the kidney. Examples of prerenal causes of kidney failure are:

  hypovolemia (low blood volume) due to blood loss;

  dehydration from loss of body fluid (for example, vomiting, diarrhea, sweating, fever);

  poor intake of fluids;

  medication, for example, diuretics (“water pills”) may cause excessive water loss; and

  abnormal blood flow to and from the kidney due to obstruction of the renal artery or vein.
  Renal causes of kidney failure (damage directly to the kidney itself) include:

  Sepsis: The body’s immune system is overwhelmed from infection and causes inflammation and shutdown of the kidneys. This usually does not occur with urinary tract infections.

  Medications: Some medications are toxic to the kidney, including nonsteroidal anti-inflammatory drugs like ibuprofen and naproxen. Others potentially toxic medications include antibiotics like aminoglycosides [gentamicin (Garamycin), tobramycin], lithium (Eskalith, Lithobid), iodine-containing medications such as those injected for radiology dye studies.

  Rhabdomyolysis: This is a situation in which there is significant muscle breakdown in the body, and the damaged muscle fibers clog the filtering system of the kidneys. this can occur because of trauma, crush injuries, and burns. Some medications used to treat high cholesterol can cause rhabdomyolysis.

  Multiple myeloma

  Acute glomerulonephritis or inflammation of the glomeruli, the filtering system of the kidneys. Many diseases can cause this inflammation including systemic lupus erythematosus, Wegener’s granulomatosis, and Goodpasture syndrome.
  Post renal causes of kidney failure (post=after + renal= kidney) are due to factors that affect outflow of the urine:

  Obstruction of the bladder or the ureters can cause back pressure because the kidneys continue to produce urine, but the obstruction acts like a dam, and urine backs up into the kidneys. When the pressure increases high enough, the kidneys are damaged and shut down.

  Prostatic hypertrophy or prostate cancer may block the urethra and prevents the bladder from emptying.

  Tumors in the abdomen that surround and obstruct the ureters.

  Kidney stones. Usually, kidney stones affect only one kidney and do not cause kidney failure. However, if there is only one kidney present, a kidney stone may cause the lone kidney to fail.
  Chronic renal failure develops over months and years. The most common causes of chronic renal failure are related to:

  poorly controlled diabetes,

  poorly controlled high blood pressure, and

  chronic glomerulonephritis.
  Less common causes of chronic renal failure include:

  polycystic kidney disease,

  reflux nephropathy,

  kidney stones, and

  prostate disease.મારી બેનને બેઉ કીડની ફેઈલ થતા ત્રીજી કીડની મૂકી છે.તેની સાથે રહીને ઘણી માહિતી મળી છે.
  અમેરિકાના નિષ્ણાત મારા આ પ્રશ્નનો ઉતર સંતોષકારક નથી આપી શક્યા! મારો પ્રશ્ન છે કે બધું બરોબર ચાલતું હોય ત્યારે કેટલા વખત પછી ઈમ્યુનોસપ્રેસન્ટ દવાઓ બંધ કરવી? નિષ્ણાતો કહે છે કે
  તેને બંધ કરી શકાય પણ હવે ફરીથી તકલીફ થાય તો ઊપાય કરવાનૂ અસંભવ થાય તેથી હંમણા બીનજરુરી છે છતા ચાલુ રાખવી પડે છે!!

  જવાબ આપો
  • 20. chandravadan  |  ઓગસ્ટ 30, 2010 પર 5:12 પી એમ(pm)

   સ્નેહી સુધાન્શુંભાઈ,

   તમે પધારી, એક લાંબો વિગતોભરપુર પ્રતિભાવ આપ્યો તે માટે આભાર !

   તમે પ્રતિભાવમાં “કિડની કે રીનલ ફેઈલીયર”ના કારણો આપ્યા…અને અંતે લખ્યું કે ..”મારી બેનની બે કિડની ફેઈલ થતા, ત્રીજી કિડની મુકી છે “…..પણ, તમે બેનની કિડની ફેઈલ થવાનું કારણ ના જણાવ્યું …એ તો એક અગત્યની માહિતી કહેવાય ! એ કારણ તો વર્ણન કરેલા “અનેક કારણો”માંથી એક હોય શકે !…જે જણાવ્યું તેમ છતાં એક પ્રશ્ર્ન ઉભો થાય છે..તમારી બેનની એક કિડની ફેઈલ થઈ ત્યારબાદ, બીજી થઈ ..અને ત્યારબાદ ત્રીજી કિડની મુકવામાં આવી કે એક ટ્રન્સપ્લાન્ટ થયા બાદ બીજું અને હવે ત્રીજું ??? સમજાતું નથી !

   ચાલો, જે હશે તે !…..પણ, હવે ચર્ચાઓ વિષય છે ..”ટ્રાન્સપ્લાન્ટેશન” (TRANSPLANTATION ). અહી ચર્ચા છે “કિડની ટ્રાન્સપ્લાન્ટેશ”….પ્રથમ તમે જાણો કે જ્યારે શરીરની એક કિડની કામ ના કરે ત્યારે બીજી સારી કિડની દ્વારા શરીર ચાલતું રહે …પણ જો બન્ને કિડની કામ ના કરે ત્યારે “રેનલ કે કિડની ફેઈલીયર” કહેવાય,,,અને ત્યારે, નવી કામ કરતી કિડનીની જરૂરત પડે ,,……..ત્યારે મરેલા માનવીની કિડની લઈ શકાય કે પછી, કોઈ જીવતા માનવીની કિડની લઈ શકાય…જ્યારે પણ બીજા શરીરનો ભાગ નવા શરીરમાં મુકવામાં આવે ત્યારે એ “ફોરેઈન” કહેવાય, ભલે બધી જ જાતના “ટેસ્ટ” કર્યા હોય. આથી , ટ્રાન્સપ્લાન્ટ બાદ, એને જીવતા/કામ કરતા રાખવા માટે “ઈમ્યુનોસપ્રેશન” (Immunosupression)ની કાયમ માટે જરૂર પડે છે…નહી તો “ટીસ્યુ રીજેક્શન” (Tissue Rejection) થાય.

   તમે તમારા પ્રતિભાવમાં અંતે લખો છો કે આ ઈમ્યુનોસપ્રેશન હવે “બીનજરૂરી” છે તે સાથે હું સહમત નથી !

   તમારી બેનનું જીવન સારૂં રહે એવી મારી પ્રાર્થના !

   >>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 21. Bina Trivedi  |  ઓગસ્ટ 31, 2010 પર 2:26 પી એમ(pm)

  Dear Dr. Chandrakantbhai,
  I just had my right kidney removed in late April. (Oncocytoma)
  I would like to know from you what I could do for the well being of my other kidney. I am getting my blood tests done regularly as per my Urologist. If possible let me know about ayurvedic medicine too.
  Thanks Bina.

  જવાબ આપો
  • 22. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 31, 2010 પર 8:43 પી એમ(pm)

   બિના,

   ઘણા સમય બાદ, આ મુલાકત છે ! પધારી આ પોસ્ટ માટે પ્રતિભાવ આપ્યો તે માટે આભાર !

   પ્રતિભાવથી જાણ્યું કે તમારી જમણી બાજુની કિડનીમાં “ઓન્કોસાઈટોમા” (Oncocytoma ) નામનો ટ્યુમર(Tumor ) હતો, અને ડોકટરની સલાહથી એ કિડની સર્જરી કરી કાઢી નાંખવામાં આવી છે ,…અને હવે તમારા શરીરનું કાર્ય એક કિડની પર નભે છે. સવાલ હતો….હવે મારે એક કિડની સાથે શું કરવું ???

   પ્રથમ મારે કહેવું છે કે આ ટ્યુમર બેનાઈનીન (Benign ) છે..યાને એ “કેન્સર ” નથી આ જાણવું અગત્યનું છે !…તેમ છતાં જ્યારે પણ કિડનીમા મોટી ગાંઠ હોય ત્યારે ટેસ્ટો દ્વારા કેન્સર છે કે નહી તે ખાત્રી સાથે ના કહી શકાય અને એટલે ડોકટરી સલાહ એ કિડનીને કાપી શરીર બહાર કાઢી નાંખવી ! તે પ્રમાણે જે થયું હતું. આ ટ્યુમર કિડનીના ટ્યુબ્યુલ (Renal Tubules) ના “એપીથેલીઅમ” (Epithelium) માંથી થાય છે …જીન(Gene )ના એક “ક્રોમોઝોમ” (Chromosome ) પર ફેરફારો જોવા મળ્યા છે પણ હજું એનાથી વધુ જાણકારી નથી.

   આ જાતના ટ્યુમરો ૬૦% -૯૦% કોઈ બીજા કારણે “ઉલટ્રાસાઉન્ડ” કે ” કેટ સ્કેન” (Ultrasound or CAT Scan ) કરતા માલમ પડે…જ્યારે ૧૭-૨૦% કોઈક “સિમ્ટોમ” (Symptoms) ના કારણે ટેસ્ટ કરવાથી જાણવામાં આવે …દાખલારૂપે..પેટમા એક બાજુ દુઃખાવો, કે પેશાબમાં લોહી (Hematuria ) કે પેટની તપાસ કરતા ગાંઠ જેવું લાગે . …એકવાર, કિડનીનો ટ્યુમર છે એવી જાણ સાથે સર્જરીથી કિડની કાઢી નાખવામાં આવે છે , અને એ કિડનીને તપાસતા “ફાઈનલ ડયાગ્નોસીસ ” (Final Diagnosis) થાય !..આ સાઈટ પર ફરી એવી ગાંઠ ના થાય (NO RECURRENCE)

   હવે ખાસ જણાવવાનું કે >>>>
   કોઈ પણ કારણોસર એક કિડની કાઢી નાખવામાં આવે ત્યારે એ વ્યક્તીનું જીવન એક કિડની પર નભે છે …આ સારી રહે તેની બધી જ રીતે કાળજી રાખવી એ એક અગત્યનું કાર્ય છે. અને એ માટે નીચે મુજબ કરવું યોગ્ય કહેવાય>>>>

   (૧) દરરોજ સારા પ્રમાણમાં પાણી પીવું જઈએ ( ૬-૮) ગ્લાસ.

   (૨) પેશાબે “ઈનફેક્ષન” (Infection ) ના થાય તેના માટે કાળજી..અને જ્યારે પણ તાવ કે પેશાબે ઝાર કે બળતરા હોય ત્યારે એની જલ્દી તપાસ કરાવી સારવાર કરવી રહે…પેશાબમાં લોહી હોય તો તરત ડોકટર પાસે જાવું .

   (૩) સમય સમયે બ્લડ તેમજ યુરીન ટેસ્ટ કરી કિડની કેમ કામ કરે તે જાણવું રહ્યું ….અને ડોકટરી તપાસમાં પેટમા ગાંઠ હોય એવી શંકા થાય તો “સોનોગ્રામ” (Sonogram ) કરાવવો.

   (૪) બ્લડ પ્રેસર તેમજ શરીરની તપાસ પણ ચાલુ રહે !

   આ બધું એલોપથી પ્રમાણે…આર્યુવેદીક જાણકારી નથી ..પણ એ બાબતે જાણતાની સલાહ લેતા કદાચ કોઈ દવાથી કિડની પર સારી અસર હોય શકે .

   બિના,,,,તારી તબિયત સારી રહે એવી મારી પ્રાર્થના !

   >>ચંદ્રવદન

   જવાબ આપો
 • 23. Bina  |  ઓગસ્ટ 31, 2010 પર 10:20 પી એમ(pm)

  આભાર, આપના ઈમેલ માટે, માર્ગદર્શન માટે …

  જવાબ આપો
 • 24. chandravadan  |  સપ્ટેમ્બર 2, 2010 પર 3:17 એ એમ (am)

  This is an EMAIL Response to this Post from MRUNALINI UPADYAY>>>>>

  ડાયાલીસીસ પર જીવતા શશીકપુર પણ મજાકમા કહે ‘
  યે મેરા કીડ’ હૈ ઔર યે મેરી ‘કીડની’ હૈ !’’
  ત્યારે જગતમા જગૃતિ અંગે
  યુરોલોજિસ્ટ તેમજ નેફ્રોલોજિસ્ટ વગેરે તજજ્ઞો ઉપયોગી માહિતી પૂરી પાડે છે તથા વ્યક્તિને વિના મૂલ્યે કીડનીના સ્વાસ્થ્યની સ્થિતિ જાણવા માટે આવશ્યક યુરિન પ્રોટિન ટેસ્ટ કરી આપવામાં આવશે. નોંધનીય છે કે પેશાબમાં પ્રોટિન જતું હોય તો એ કીડની નિષ્ફળ જઇ રહી હોવાની પ્રથમ નિશાની છે.

  લોકોની કીડની નિષ્ફળ જતી અટકે એ માટે કીડની અને કીડનીના રોગો વિષે લોકજાગૃતિ, દર્દીઓના પુનર્વસન, સારવાર, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે વડોદરા ઉપરાંત અમદાવાદ, સુરત અને રાજકોટમાં કાર્યરત ઉપરોક્ત સંસ્થા ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશને જે દર્દીઓનું મગજ મૃત્યુ (બ્રેઇન ડેથ) પામ્યું હોય અને જેઓ હોસ્પિટલમાં માત્ર વેન્ટિલેટરની સહાયથી જ શ્વાસોચ્છવાસ કરીને જીવિત રહી શકયા હોય એમના સ્વજનોને આગ્રહપૂર્વક અનુરોધ કર્યો છે. કે જેમનું મગજ મૃત્યુ પામ્યું હોય એવા ઉપરોક્ત જેવા દર્દીઓના કિસ્સામાં દર્દીની કીડનીનું દાન કરવામાં આવે તો નિદાન બે અન્ય દર્દીને એ કીડની દ્વારા જીવતદાન મળી શકે. એટલે કે ઉપરોક્ત દર્દીની કીડની, અન્ય દર્દીના શરીરમાં કીડની પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટેશન) મોટ ઉપયોગી થઇ શકે છે.

  કીડની નિષ્ફળ જાય એ પછી સારવાર પેટે દર્દીએ કાંતો ઉપરોક્ત ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું પડે છે. અથવા નિયમિતપણે ડાયાબીલીસીસ કરાવતા રહેવું પડે છે

  જવાબ આપો
 • 25. Capt. Narendra  |  સપ્ટેમ્બર 2, 2010 પર 10:54 પી એમ(pm)

  કિડની વિશેના આપના લેખથી ઘણી મહત્વની વાતો સમજમાં આવી. સરળ ભાષામાં સમજાવતા લેખ માટે આપનો આભાર. પ્રજ્ઞાબહેનનો પત્ર આપના લેખની પૂર્તિ સમાન છે અને તે માટે તેમનો પણ આ પત્ર દ્વારા આભાર માનું છું. શિવામ્બુ વિશે આપેલા સંદર્ભગ્રંથ માટે ફરી એક વાર આભાર. આપનો લેખ તથા આપના વાચકોએ આપેલા પ્રતિભાવોનું printout કાઢીને સંદર્ભ-સાહિત્ય તરીકે જાળવી રાખ્યું છે.

  જવાબ આપો
 • 26. પટેલ પોપટભાઈ  |  સપ્ટેમ્બર 11, 2010 પર 9:10 એ એમ (am)

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  “કિડની અને યુરીનરી ટ્રેક”ની સચિત્ર માહિતી લેખ વાચકો માટે ખૂબ ખૂબ ઉપયોગી રહ્યો-રહેશે.

  કીડની આંતરિક રચના, શરીરના કયા પ્રવાહી પદાર્થો માટે અને કેવી રીતે કામ કરે છે તે દર્શાવવાનો ખૂબ સરસ પ્રયત્ન લેખ દ્વારા કર્યો.

  આ લેખ માટે મળેલા અભિપ્રાય-અનુભવોમાંથી સાથે તમારા પ્ર્ત્યુતરમાથી પણ સારી એવી જાણકારી મળી.

  પ.પૂ. પ્રજ્ઞ્નાજુબહેનના અભિપ્રાય લેખના સમર્થનમા એટલુજ લખુ શિવામ્ભુ પ્રયોગનો હૂં પોતે સાક્ષી છુ. એ પણ હ્રિદયરોગ ઉપર.

  શિવામ્ભુ પાન ૧૯૮૪ થી ૨૦૦૦ સુધી, ૧૫ વર્ષ કર્યું. સાથે ત્રણથી પાંચ દિવસનું વાસી શિવામ્ભુનુ માલિશ શરિર પર ૨૧ મહિના ક્રર્યું હતુ.

  આ પ્રયોગો અમદાવાદના લાલ બંગલામા, વિધ્યાપીઠના છાત્રજીવન દરમ્યાન સેવાદળમાંથી અનુભવ મેળ્વ્યો હતો. ” માનવ મુત્રપ્રયોગ ” શ્રી રાવજીભાઈ પટેલ લિખિત પુસ્તક્નો અભ્યાસ ઉપરાંત જ્યારે શ્રી મોરારજીકાકા વર્ષમાં એક મહિના માટે ( કુલપતિના નાતે ) વિધ્યાપીઠમાં હંમેશાં આવતા ત્યારે પણ શિવામ્ભુ ઉપર એકાદ વ્યાખ્યાન એમનુ રહેતું. આ સિવાય સર્વોદય મૂળના અધ્યાપકો આ વિષય સમજાવતા હતા,ખબર હતી.

  ” દર્દ હોય જેને, એ જ જાણે, બીજા શું જાણે ?” મને ફાયદો થયો તે હું અને મારો પરિવાર જ જાણે સાથે માનસિક ભય શું તે પણ અનુંભવ્યુ. ૧૯૮૪માં ચિર-ફાડ માથી બચ્યો તે હું જાણું.આજે પણ નાના-મોટા સામાન્ય દર્દોમા આ પ્રયોગ કરીએ છીએ. શિવજીની મહેરબાની પણ ખરી જ.

  જવાબ આપો
 • 27. પટેલ પોપટભાઈ  |  સપ્ટેમ્બર 11, 2010 પર 9:26 એ એમ (am)

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  મારી ભૂલ ના થતી હોય તો જનતા દળના વડાપ્રધાને આ વિષયનો ઈરાદા પૂર્વક ઉલ્લેખ કર્યો હતો, લોકોએ મજાક્માં શિવામ્ભુને ” ! ! ! ! ! જીકોલા ” નામ આપ્યું હતું.

  જવાબ આપો
 • 28. pragnaju  |  સપ્ટેમ્બર 11, 2010 પર 2:40 પી એમ(pm)

  કેટલાક શિવાંબુને અપવિત્ર માને છે.
  તેઓને મારી મિત્ર સલમાએ થયેલા ફાયદા અંગ કહ્યું હતું ત્યારે ખૂબ આનંદ થયો હતો.આજે ભાઇશ્રી પોપટભાઇની હકીકત વાંચી આંખ ભીની થઈ ગઈ.આવા અદભૂત પ્રયોગથી થયેલા પોતાના અનુભવો જણાવે તો ઘણાને પ્રેરણા મળે.
  તેવી જ રીતે કેટલાક દાનમાં તો કાંઈ તકલીફ નથી જેવા કે વાળનું દાન કેન્સરની સારવાર લેતા દર્દીઓ માટે અને સ્તનદૂધ દાન અસંખ્ય બાળકોની જરુરીઆત માટે!
  પ્રોસ્ટેટ બાદ સ્તન,દૂધ તથા તે અંગે આદિ શંકરાચાર્યથી માંડીને અન્ય કવિઓના આ અંગે વિચાર અંગે લખવા વિચાર છે.

  જવાબ આપો
 • 29. chandravadan  |  સપ્ટેમ્બર 30, 2010 પર 10:04 પી એમ(pm)

  If one is INTERESTED to know MORE about KIDNEYS & KIDNEY DISEASES in GUJARATI & HINDI then one can use this LINK below>>>

  Date: Thursday, September 30, 2010, 11:20 AM

  http://www.kidneyingujarati.com

  http://www.kidneyinhindi.com

  First Indian & Global Website on Kidney Disease in Hindi Language

  >> Forward this Email to Your Friends, Let Us Fight Against Rapidly Increasing Kidney Diseases . . .
  Dr. Sanjay Pandya MD DNB Nephrologist

  જવાબ આપો
 • 30. Hemagehani  |  નવેમ્બર 2, 2010 પર 6:30 એ એમ (am)

  mane urine ma infection rahya kare chhe . urine yellow colour nu aave che .me urine test ,,blood test ,urine culture karavya doctore mane dava prescribe kari aapi parntu farak padyo nathi,please mane guidance karo

  જવાબ આપો
  • 31. chandravadan  |  નવેમ્બર 2, 2010 પર 7:14 પી એમ(pm)

   Hamangini,
   THANKS for your VISIT/COMMENT !
   If you have Incresed Frequncy of Urination, Pain or Burning on urination,,,and Fever or low Backache you MOSTLIKELY have the Infection.
   Is it the 1st time ? Or do you have infectins many times ?
   Fristly, if the Doctor had done the CULTURE then find out what BACTERIA causing the Infection. And also find out if the RIGHT ANTIBIOTIC was given…If so, and you feel not well ask for a REPEAT Culture..If POSITIVE treat as needed..If negative have a bit peace of mind.
   The yellow or Dark urine may suggest you are not drinking adequet WATER…drink several glasses a Day..may try Cranberry Jice…or herbal drinks as per Aryuvedic Dava.
   If you are havinf FREQUENT INFECTIONS, it is time for an Ultrasound of Bladder & Kidneys.
   You doctor knows you best,,,so get his Advice.
   It will nice to know what you did & how you feel as your 2ND Comment !
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 32. હેમંત ઢેબરિવલા  |  જાન્યુઆરી 11, 2011 પર 5:36 પી એમ(pm)

  hi

  જવાબ આપો
  • 33. chandravadan  |  જાન્યુઆરી 11, 2011 પર 7:26 પી એમ(pm)

   Hemantbhai,
   THANKS for your 1st visit to Chandrapukar & for reading this Post on Health.
   You said “Hi”….I hope you liked the Post on Kidney.
   Did you read other Posts on HEALTH too ?
   Please do REVISIT my Blog.
   Hoping to see you more !
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 34. Rahul  |  જાન્યુઆરી 21, 2013 પર 10:46 એ એમ (am)

  બ્લેડર માંથી ડાબી કીડની તરફ પેશાબ રીવર્સ જતો હોય તો તે દવા થી આવી શકે છે કે ઓપરેશન કરાવવુ જ પડે છે પેશન્ટ હમણા છ માસનુ છે.

  જવાબ આપો
  • 35. DR. CHANDRAVADAN MISTRY  |  જાન્યુઆરી 21, 2013 પર 11:06 પી એમ(pm)

   રાહુલભાઈ,

   તમે મારા બ્લોગ પર આવી પોસ્ટ વાંચી જે પ્રતિભાવ આપ્યો તે માટે આભાર.

   જે તમે લખ્યું એને અંગ્રેજીમાં “Vesicoureteric Reflux” કેહવામાં આવે છે.

   આ પ્રમાણે થવાના કારણો અનેક હોય શકે છે.

   (૧) માનવ દેહ બને ત્યારે ઉરેટર નળી અને બ્લેડર્નું જોડાણ થાય ત્યાં કઈક “વીકનેસ ” હોય ..પણ બાળ શરીર જેમ મોટો થાય ત્યારે આ “વીકનેસ” દુર પણ થઈ જાય

   (૨) જન્મ પહેલા આ જગાએ “એનાટોમીકલ” યાને બંધારણમાં ખામી હોય તો પણ આવું થાય

   (૩) જેને પેશાબના “ઇનફેક્શઓ”થાય તેઓ પર અહી સોજો થાય તેથી પણ હોય શકે..આ ઈનફેકશન એન્ટીબાયોટિક્સથી નાબુદ થાય તો પણ કોઈને એકદમ સારૂં થઈ જાય..અહી મારે ઉલ્લેખ કરવો છે કે આવો “રીફ્લેક્ષ” જેને હોય તેઓને ફરીફરી યુરીનરી યાને પેશાબના ઈન્ફેક્શનો થાય છે અને લાંબા સમયે એની અસર “કીડની” પર પડે છે.

   (૪) કોઈવાર ફરી ફરી ઈન્ફેકશનો કારણે નળી સાંકડી થઈ જાય, અને એ પછી “રેફ્લક્ષ”ની શરૂઆત થાય

   મારો મત છે કે બાળપણમાં થયેલ બિમારી આપોઆપ સારી થઈ શકે …જો ના મટે તો ડોકટરી સલાહો પ્રમાણે જે કરવાનું હોય તે કરાવવું જ યોગ્ય રહે

   હવે..તમો છો યુવાન…જ્યારે એક “એડલ્ટ” તરીકે આવું હોય ત્યારે જો ઈનફેકશનું કારણ હોય તો લાંબો સમય “એન્ટીબાયોટીક્સ” આપવાની રહે..ત્યારબાદ પણ આવું રહે તો તમે “સ્કેન” વિગેરે કરાવી કોઈ સ્પેસીઆલીસ્ટ “યુરોલોજિસ્ટ” ની સલાહો લેવાની મારી સલાહ છે….જો બધા જ ટેસ્ટો બાદ, સર્જરીની જરૂરત હોય તો તે માટે તમારે નિર્ણય લેવાનો રહે.

   આ વિષયે આર્યુવેદીક સારવાર શું કહે છે તેની જાણ નથી.

   આશા રાખું છું કે તમે જે કંઈ કરો અને ત્યરબાદ કેમ છો તેની જાણ આ બ્લોગ પર આવી જરૂરથી કરશો એવી વિનંતી છે..તમારા પાસેથી જાણેલું કોઇને લાભ આપી શકે છે એવો મારો મત છે !

   ડો. ચંદ્રવદન મિસ્ત્રી
   Rahul,
   I have tried to answer to your question.
   Hope you are now more informed.
   May you get the right treatment for the problem
   Dr. Chandravadan Mistry

   જવાબ આપો
   • 36. Rahul  |  જાન્યુઆરી 22, 2013 પર 10:33 એ એમ (am)

    આપનો જવાબ ખુબજ સંતોષકારક છે. હાલમાં મારા બાળકના “Vesicoureteric Reflux” પ્રોબલેમ માટે ડોકટરની સલાહ મુજબની એન્ટીબાયોટીક દવા ચાલુ જ છે.
    એ સિવાય મારા બાળકને ટોયલેટ માટેનુ કાણુ હતુ નહી જેના બે ઓપરેશન થયા છે અમે ત્રીજુ ઓપરેશન ૧૫મી ફેબ્રુઆરીએ છે. આમ તો બધુ નોર્મલ છે. પણ આ તકલીફ બાબતે આપની સાથે ટચમાં રહીશ અને મારા ફ્રેન્ડ સર્કલમાં આ બ્લોગ વિશેની માહીતી પણ આપીશ. આભાર……

 • 37. Hardik Patel  |  ઓગસ્ટ 22, 2014 પર 3:23 એ એમ (am)

  શરીર મા પેશાબ માથિ પ્રોટિન ૨.૮૮ જેટલુ બાર નિકડે છે. તો તેનિ કોઇ દ​વ ખરિ ?

  જવાબ આપો
  • 38. Hardik Patel  |  ઓગસ્ટ 22, 2014 પર 3:27 એ એમ (am)

   plz rply fast

   જવાબ આપો
  • 39. chandravadan  |  ઓગસ્ટ 22, 2014 પર 12:38 પી એમ(pm)

   હાર્દીકભાઈ,

   તમે આવી તંદુરસ્તીની પોસ્ટ વાંચી…તે માટે આભાર.

   તમે સવાલ કર્યો છે “શા કારણે પિશાબમાં “પ્રોટીન?…ઈલાજ?”

   પ્રથમ અગત્યનું છે કે ઉરીન યાને પીશાબ આપણી “કીડનીઓ” બનાવે છે.

   એક ફીલટર તરીકે કામ કરતા, ઝેરી પ્રદાથોને શરીર બહાર..પણ પ્રોટીનને ના જવા દે.

   જયારે પણ પ્રોટીન જવા માંડે ત્યારે એને “પ્રોટીનુરીઆ” કહેવાય…અને ત્યારે કીડનીમાં વાંધો હોય એવું અનુમાન થાય.

   મુખ્ય સમયે કીડનીઓનું બગડવાનું કારણ >>

   (૧) ડાયાબીટીસ

   (૨) હાઈ બ્લડ પ્રેસર

   કોઈકવાર…ઈનફેકશન, દવાઓની બુરી અસર, કોઈવાર કીડની પર ટ્રોમા ( ) કે વાગ્યું હોય એવું કારણ હોય શકે.

   ઈલાજ કારણ પ્રમાણે હોય શકે….દાખલારૂપે ડ્યાબીટીસ હોય તો આવું ના થાય તે માટે ડાયાબીટીસની સારવારનું મહત્વ છે.

   જો “ઈનફેકશન”ના કારણે હોય તો આ ઈનફેકસનની સારવાર બાદ તદ્દન સારૂં થઈ શકે.

   તમે તમારા ડોકટરની સલાહ જરૂર લેશો. કારણ પૂછશો…ઈલાજ છે કે નહી તે પણ પૂછજો.

   તંદુરસ્ત રહો એવી પ્રાર્થના.

   ડો. ચંદ્રવદન

   જવાબ આપો
 • 40. pragnaju  |  ઓગસ્ટ 22, 2014 પર 12:03 પી એમ(pm)

  પીશાબમા પ્રોટીન અંગે માહીતી નીચે પ્રમાણે છે તેનો અભ્યાસ કરી યુરોલોજીસ્ટને કારણ નક્કી કરી કહે તે સારવાર કરશો

  Protein in urine — known as proteinuria (pro-tee-NU-ree-uh) — is any excess amount of protein found in a urine sample. Protein is one of the substances identified during urinalysis, a test to analyze the content of your urine.

  Low levels of protein in urine are normal. Temporarily high levels of protein in urine aren’t unusual either, particularly in younger people after exercise or during an illness. If a urinalysis shows you have protein in your urine, you might have a follow-up test that determines how much protein is present and whether it’s a cause for concern.

  If you have diabetes, your doctor may check for small amounts of protein in urine — also known as microalbuminuria (my-kroh-al-byoo-min-U-ree-uh) — once or twice each year. Newly developing or increasing amounts of protein in your urine may be the earliest sign of diabetic kidney damage.
  Your kidneys filter waste products from your blood while retaining components your body needs — including proteins. However, some diseases and conditions can allow proteins to pass through the filters of your kidneys, causing protein in urine.

  Conditions that can cause a temporary rise in the levels of protein in urine, but don’t necessarily indicate kidney damage, include:

  Cold exposure
  Emotional stress
  Fever
  Heat exposure
  Strenuous exercise
  Diseases and conditions that can cause persistently elevated levels of protein in urine, which may indicate kidney disease, include:

  Amyloidosis (buildup of abnormal proteins in your organs)
  Certain drugs
  Chronic kidney disease
  Diabetes
  Glomerulonephritis (inflammation in the kidney cells that filter waste from the blood)
  Goodpasture’s syndrome (disease involving the kidneys and lungs)
  Heart disease
  Heart failure
  High blood pressure (hypertension)
  Hodgkin’s lymphoma (Hodgkin’s disease)
  IgA nephropathy (Berger’s disease) (kidney inflammation resulting from a buildup of the antibody immunoglobulin A)
  Kidney infection
  Leukemia
  Lupus
  Malaria
  Multiple myeloma
  Orthostatic proteinuria (urine protein level rises when in an upright position)
  Pericarditis (inflammation of the sac that surrounds the heart)
  Preeclampsia
  Pregnancy
  Rheumatoid arthritis
  Sarcoidosis (development and growth of clumps of inflammatory cells in your organs)
  Sickle cell anemia ત્યાં સુધી તમારી કીડની વધુ બગડે નહીં તેના ઉપચાર ચાલુ રાખશો

  જવાબ આપો
  • 41. chandravadan  |  ઓગસ્ટ 22, 2014 પર 12:40 પી એમ(pm)

   Pragnajuben,
   So nice of you to respond to Hardikbhai’s Question on PROTEINURIA.
   Thanks.
   Chandravadan

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,061 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: