માનવ તંદુરસ્તી(૧૩) …જનરલ ચર્ચા…”દર્દ અને ઈલાજો”

ઓગસ્ટ 21, 2010 at 12:42 પી એમ(pm) 25 comments

 
 thPiercedLip2.jpg pain image by redheadedmommy0079-0506-1214-0411
 
 

માનવ તંદુરસ્તી(૧૩) …જનરલ ચર્ચા…”દર્દ અને ઈલાજો”


ગઝલમાં દર્દ અને દવાનો  ડોઝ
સૌજન્ય  લયસ્તરો
જેનું નામ જ મરીઝ છે એમનાથી શરૂઆત કરીએ તો? મરીઝને વાંચતા એટલો અહેસાસ જરૂર થાય છે કે આ માણસ નીલકંઠથી પણ આગળ છે. શંકરે તો માત્ર ગળા સુધી ઉતાર્યું હતું ઝેરને, મરીઝે તો આખા જીવનને!

તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

હો પ્રેમમાં જ ફક્ત દર્દ એ રિવાજ નથી,
મળે ન તક તો હવસનો ય કંઈ ઈલાજ નથી.

દિલના અનેક દર્દ અજાણે મટી ગયાં,
એ પણ ખબર પડી નહિ ક્યારે દવા મળી !

પ્રણયના દર્દનું બસ નામ છે નહિ તો ‘મરીઝ’,
અનેક દર્દ છે, જેની દવા નથી મળતી.

છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’,
હો બધા દર્દની દવા જાણે.

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઈએ.

કદાચિત હતાં દર્દ કારણ વગર,
કે મટતાં રહ્યા એ નિવારણ વગર.

ના, એવું દર્દ હોય મોહબ્બત સિવાય ના
સોચો તો લાખ સૂઝે-કરો તો ઉપાય ના

હજાર દર્દની એક જ દવા છે અવગણના,
જખમ રૂઝાય રહ્યા છે ને સારવાર નથી.

સુરતના કવિઓને પૂછીએ? ડૉ. રઈશ મનીઆર કયો ઈલાજ લઈને આવ્યાં છે?:

એય સાચું કે મારું દર્દ ગઝલ,
એ ય સાચું કે છે ઈલાજ ગઝલ.

અને સુરતના જ ડૉ. મુકુલ ચોક્સી પ્રેમીઓની અંદર જ વસતા દવાખાનાઓને કેવી સહજતાથી પારખી શક્યાં છે?:

ઉન્માદ! આ તે કેવું દરદ બેઉને ગ્રસે !
કે જ્યાં પરસ્પરે જ ચિકિત્સાલયો વસે !

સુરતના શ્રી ગનીચાચા પાસે જે ઈલાજ છે કદાચ એ લાજવાબ છે:

વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,
છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે?

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.

આંખ સામે આંખડી મંડાય જો સદભાવમાં,
રૂઝ આવી જાય આ દુનિયા સરીખા ઘાવમાં

દર્દની વાત હોય અને ઘાયલ માણસો ગેરહાજર રહે એ કેમ ચાલે? ‘ઘાયલ’ના ‘અમૃત’ને નાણી જોઈએ:

ખુદ દર્દ આજ ઊઠી દિલની દવા કરે છે,
જે કામ વૈદનું છે તે વેદના કરે છે.

એક જગાએ દર્દ હો તો થાય કંઈ એની દવા !
હોય જો રગરગ મહીં અંગાર, કોઈ શું કરે !

ભયંકરમાં ભયંકર રોગ લાગે પ્રેમ છો સૌને,
મને અક્સીરમાં અક્સીર એ ઉપચાર લાગે છે.

એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

જલન માતરી સોમરસથી જલન બુઝાવવાની વાત કરે છે:

હું ચિંતાને દરદ માની સુરા પી જાઉં છું કારણ,
કિતાબોમાં દવા સાથે સુરાનું નામ આવે છે.

જે પીતાં વર્ષો વીતે પણ મટે ના રોગ રોગીનો ,
તબીબો પણ ખરા છે એવી વસ્તુને દવા કે’ છે.

કલાપી જખ્મો પર ચુંબનોનો બેમિસાલ મલમ લઈને આવ્યાં છે:

જહીં ઝખમો તહીં બોસા તણો મરહમ હમે દેતા,
બધાંનાં ઈશ્કનાં દર્દો બધાં એ વહોરનારાઓ.

તો નસીમને ઈલાજ તો દૂર, નિદાનની ય પરવાહ નથી:

થઈ રહ્યું છે હૃદયવ્રણ ફરીને મુજ તાજું;
નથી હું પૂછતો એનું નિદાન છે કે નહીં ?

બાગે-વફાના સંચાલક મોહમ્મદઅલી ભૈડુ”વફા” પણ એક વાત લઈને આવ્યાં છે:

કરતો રહ્યો નિદાન જે પ્યારાના દર્દનુ,
એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે?

‘શૂન્ય’ પાલનપુરીએ એટલી માંદગી વેઠી હતી કે એમની ગઝલોમાં તો તબીબ, દર્દ અને દવાનો જાણે સાક્ષાત્કાર થતો અનુભવાય છે:

મલમની કરું શૂન્ય કોનાથી આશા ?
કે મિત્રો જ મારા જખમને ખણે છે.

પ્રેમ-દર્દીનો ઉપચાર મૂકો, સૌ ઈલાજોની એને ખબર છે;
રોગ થઈ જાય જેનો પુરાણો, શું ભલા એ તબીબોથી કમ છે?

તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.

તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ
મુજને પડી દરદની તને સારવારની.

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો,
પીડા જ રામબાણ હતી કોણ માનશે ?

કોઈ જઈને સમજાવો ઉપચારકોને, ચિકિત્સા નકામી છે ખોટા નિદાને;
મરણ થાય ના ક્યાંક રોગીનું એમાં, દરદ પણ અજાણ્યું દવા પણ અજાણી.

બરકત વિરાણી ‘બેફામ’ પણ દર્દને જીવન માનીને બેઠા છે:

હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.

જગતના દુઃખથી ત્રાસ્યા હો તો રાખો દુઃખ મહોબ્બતનું,
એ એવું દર્દ છે જે સર્વ દર્દોને મટાડે છે.

તબીબો કદી માંદા નથી પડતાં એવી મથરાવટી ધરાવતાં લોકોને મારે શું કહેવું?:

તબીબ છું હું તો પોતે, શું દર્દ હોય મને?
શું કહેવું લોકને મારે? ગઝલ લખું છું હું.

From: “Dr. Rajendra Trivedi, M.D.” rmtrivedi@comcast.net
 
 
 

ગઝલકારોની ગઝલોથી “દર્દ”નું જાણ્યું,

 

“ઈલાજો”હોય, ના હોય એવું પણ જાણ્યું,

 

બધું જાણી, “ચંદ્ર”છે વિચારોમાં>>>>

દર્દ અને ઈલાજો !

દાકતરી પેન છોડી, લખ તું ગઝલરૂપે,
  
ના આવડે ગઝલ, તો સૌ સ્વીકારશે શબ્દોરૂપે !
  
દર્દ હોય જેને, એ જ જાણે, બીજા શું જાણે ?
  
ઈલાજ મળ્યો કે ના, એ તો ફક્ત દર્દી જાણે !
  
જ્યાં સૌ કહે,  “નથી દર્દની સારવાર,”
  
ત્યાં, દર્દીનું  હ્રદય કહે,  “છે સારવાર !”
  
જો પ્રભુની યાદ આવે, એવા સમયે,
  
તો, હોય દર્દ કમ, એવા સમયે !
  
જ્યારે ઈલાજોમાં શ્રધ્ધાની વાત થાય,
  
ત્યારે, પ્રભુ સિવાય મોટો કોઈ ના કહેવાય !
  
 
કાવ્ય રચના…તારીખ મે, ૨૫. ૨૦૧૦          ચંદ્રવદન.
  
  

બે શબ્દો…

આ પ્રમાણે “ચંદ્રપૂકાર” પર પહેલીવાર આવી પોસ્ટ છે….જેમાં મેં અનેક ગઝલકારોના ગઝલરૂપી વિચારોને એક “ઝલક”રૂપે પ્રથમ પ્રગટ કરી, મારી રચના “દર્દ અને ઈલાજો” પ્રગટ કરી.
  
વળી, આવી પોસ્ટ “માનવ તંદુરસ્તી”ના વિભાગે પહેલીવાર જ છે !
મને થયું કે ભલે, આ કાવ્ય રચના છે પણ એમાં “હેલ્થ” વિષે જ સંદેશો છે એથી એ કાર્ય યોગ્ય જ કહેવાય !
  
ગઝલકારો જેઓ પાસે તો “શબ્દોનો ખજાનો” છે..એઓ સૌ માનવ હૈયાના દર્દ કે એમા ઈલાજો વિષે જે વર્ણન કર્યું છે તે સૌના દીલો જીતી લેય છે. સૌ ગઝલકારોને મારા “વંદન”.
  
હવે, રહી છે વાત આ પોસ્ટ માટે. મને કેવી રીતે પ્રેરણા મળી?
અનેક ગઝલકારોની ગઝલ ઝલકો “લયસ્તરો”ના બ્લોગ પર હતી …જે મને ડો. રાજેન્દ્રભાઈના ઈમેઈલથી જાણી ( મે ૨૦૧૦)…આ વાંચ્યા બાદ, મને કંઈક લખવા પ્રેરણા મળી.
  
મારા પ્રથમ શબ્દોથી જ સૌ વાંચકોને ખ્યાલ આવશે કે આ કોઈ ગઝલકાર નથી…મેં  વાચ્યું કે સૌએ “દર્દ”નું વર્ણન કર્યું કે ઈલાજો વિષે કહ્યું ….પણ મારા માટે તો ફક્ત એક જ સંદેશો હતો..”પ્રભુશ્રધ્ધા જેવી ગોળી મળી જાય તો દર્દ જરૂર હલકું કે નાબુદ થાય જ !” એટલે સારવારની “ચાવી” ઉપરવાલા પાસે છે….મારા કાવ્યરૂપી રચનામાં આ જ સંદેશો છે !
  
આગળ “માનવ તંદુરસ્તી” નામે તમે અનેક પોસ્ટો વાંચી છે …અને આ પોસ્ટ દ્વારા એવી મારી સફર ચાલુ રહે છે……આ પોસ્ટ બાદ, તમે અનેક પોસ્ટો વાંચશો, જે નીચે મુજબ હશે>>>>>>
  
(૧)…કીડની અને પેશાબ ની સિસ્ટમ.(Kidneys & Urinary System)
  
(૨)… રીપ્રોડોક્ટીવ સિસ્ટમ( Reproductive System)  યાને “વંશવેલો” જીવીત રાખતી માનવ-શક્તિ.
  
(3)…એન્ડોક્રીનોલોગી (Endocrinology) યાને “હોરમોન્સ” વિષેનું વર્ણન.
  
(૪)…ઈમ્યુનોલોજી (Immunology)યાને માનવ દેહની સ્વ-રક્ષણ કરવાની શક્તિ.
     
(૫) ડરમાટોલોજી(Dermatology) યાને દેહની ચામડી વિષે.
  
(૬)… “ડોકટર પૂકાર” રૂપી એક પોસ્ટ
  
(૭)…”ડોકટર પૂકાર” રૂપી બીજી પોસ્ટ.
  
આટલી પોસ્ટો બાદ, આ નામકરણની પોસ્ટોને વિરામ મળશે…..ભવિષ્યમાં બીજી “હેલ્થ”ની પોસ્ટો હશે !
  
“માનવ તંદુરસ્તી”ની પોસ્ટો વાંચવા રસ છે ને ?…આવી માહિતી તમોને વઘુ વિગતમાં જરૂર મળી શકે. અહી વિગતો આપવાનો મારો ઈરાદો નથી..ફક્ત “સરળ ગુજરાતી ભાષા” માં સાધારણ માનવીઓમાં આ સમજ અર્પણ કરૂ, એ જ એક “હેતું” અને મારી હ્રદયભાવના !
 
ચંદ્રવદન.
  
FEW WORDS…
  
After a long break, you rea viewing again the Post on “Manav Tandurasti” meaning “Human Health”
Today’s Post is the “preview” of the Future Health related Posts that you will see. The introduction of the “Health Posts” by a Poem is for the 1st time.
The Title of this Poem “Dard ane Ilaajo” means “Pain & Treatment” is however appropriate to the subject of “Health”.
Hope you will visit this Blog & read the Future Posts !
Thanks !
 
Dr. Chandravadan Mistry
  

 

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

મોટીબેન મળ્યા ! માનવ તંદુરસ્તી(૧૪) “કિડની અને યુરીનરી ટ્રેક”

25 ટિપ્પણીઓ Add your own

 • 1. Shashikant Mistry  |  ઓગસ્ટ 21, 2010 પર 4:25 પી એમ(pm)

  Chandravadanbhai,

  Thank you for most exhilarating expressions on health in gazal forms. It shows novel way to look at illnesses and their remedies.

  Shashibhai

  જવાબ આપો
 • 2. Suresh Jani  |  ઓગસ્ટ 21, 2010 પર 11:42 પી એમ(pm)

  If doctors sing gazals, who will diagnose DARD and give medicine?

  OR

  Listening to GAZALS/ MANTRAS the ailment will be cured?!

  Good old days, back again? !

  જવાબ આપો
  • 3. chandravadan  |  ઓગસ્ટ 22, 2010 પર 12:10 એ એમ (am)

   અરે, સુરેશભાઈ,

   આટલા પોસ્ટ લખાણથી ગભરાય ગયા?…એક્વાર ડોકટર તે હંમેશા પહેલો ડોકટર..એ એનો સ્વભાવ છે !….પણ,…. ડોકટર પણ એક માનવી ! એ ગઝલ કે કાવ્ય કે કાવ્ય-જેવું તો જરૂર લખી શકે ને?..એટલો તો એને હક્ક ખરો ને ?

   તમે પધારી પોસ્ટ વાંચી, અને પ્રતિભાવ આપ્યો તે માટે આભાર !>>>>ચંદ્ર

   જવાબ આપો
 • 4. sapana  |  ઓગસ્ટ 22, 2010 પર 3:18 એ એમ (am)

  આટલી બધાં દર્દ અને ઈલાજના શેર એક સાથે તમારા બ્લોગમા જોવા મળ્યા.આભાર મારા બ્લોગમાં આવી આટલી સરસ કવિતા કરવા માટે.
  સપના

  જવાબ આપો
 • 5. nabhakashdeep  |  ઓગસ્ટ 22, 2010 પર 4:03 એ એમ (am)

  એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
  હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
  Enjoyed remody of દર્દ.
  Nice post.

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 6. pravina  |  ઓગસ્ટ 22, 2010 પર 4:15 એ એમ (am)

  જ્યાં સૌ કહે, ”નથી દર્દની સારવાર,”

  ત્યાં, દર્દીનું હ્રદય કહે, ”છે સારવાર !”
  What a confidence in Dr. You are Dr. cum poet . The best person
  to rely on.
  Really good one.

  જવાબ આપો
 • 7. hemapatel.  |  ઓગસ્ટ 22, 2010 પર 1:58 પી એમ(pm)

  jyare elajoma shradhani vat thay,
  tyare prabhu sivay moto koe nathi.

  tadan sache vat che, moto Dr. to ek prabhuj che.
  rhadymathi niklela shabdama bahuj shakti che.
  ane bhagvan sacha dilthe kareli prarthana jarur
  sabhale che.

  ane mane lage che jyare ek kavi rhaday dharavta
  Dr. jyare sarvar aape tyare daradi jaladi sajo thae jaay.

  જવાબ આપો
 • 8. Harnish Jani  |  ઓગસ્ટ 22, 2010 પર 4:24 પી એમ(pm)

  જ્યાં સૌ કહે, ”નથી દર્દની સારવાર,”

  ત્યાં, દર્દીનું હ્રદય કહે, ”છે સારવાર !”

  જો પ્રભુની યાદ આવે, એવા સમયે,

  તો, હોય દર્દ કમ, એવા સમયે !

  મને તો તમારી ગઝલ ગમી- મેં તમારી આખી મેઇલ -સેવ કરી લીધી છે-આભાર.
  બાય ધ વે-તમારા જેવા ગઝલકાર્નો હું પેશન્ટ નથી તેનો આનંદ છે.

  જવાબ આપો
 • 9. chandravadan  |  ઓગસ્ટ 22, 2010 પર 5:44 પી એમ(pm)

  This was an Email Response to recent Info on HEALTH Post from Vasantbhai Mistry of UK>>>

  From: “Vasant Mistry” View contact detailsTo: “Doctor Chandravadan Mistry” નમસ્તે ચંદ્રવદનભાઈ,
  તમોએ મોકલ્વેલ મીલ મળી.સરસ રીતે અને માહિતી થી ભરપુર છે.
  તમારું ગુજરાતી ગણું સરસ અને વાંચવાની મઝા આવેછે.
  આ સેવા ચાલુ રાખજો.
  અભિનંદન
  રક્ષાબંધન ના પણ અભિનંદન તમોને અંદ કામુબેન્મ ને
  વસંત અને નિર્મલા

  જવાબ આપો
 • 10. pragnaju  |  ઓગસ્ટ 23, 2010 પર 5:38 પી એમ(pm)

  ત્રણ પ્રકારના તાપ, આધ્યાત્મિક (મનના), આધિભૌતિક (શરીરના) અને આધિદૈવિક- (કુદરતી આપત્તિઓ, દુકાળ, અતિવૃષ્ટિ વગેરે) આવા ત્રણ દુઃખો જેને ન હોય તે બ્રહ્મ ઉપરાંત, જ્ઞાાતા, જ્ઞાાન અને જ્ઞોય, કર્તા, કર્મ અને કાર્ય, ભોકતા ભોગ્ય અને ભોગ આ બધાં જેનામાં ન હોય તે બ્રહ્મ છ કોશ એટલે ત્વચા (ચામડી) માંસ, લોહી, હાડકા, સ્નાયુ અને મજ્જા
  છ શત્રુઓ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય (ઈર્ષ્યા) આ છ શત્રુઓ – અંદરના દુશ્મનો છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાાનમય અને આનંદમય આ પાંચ કોશ છે.
  પ્રિય હોવું, જન્મવું, વધવું, બદલાવું ક્ષય થવો અને નાશ થવો એ છ ભાવો છે.
  ભૂખ, તરસ, શોક, મોહ ઘડપણ અને મૃત્યુ એ છે
  ઉર્મિઓ. કુળ, ગોત્ર, જાતિ, વર્ણ, (બ્રાહ્મણ વગેરે) આશ્રમ (બ્રહ્મચર્ય ગૃહસ્થ, વાનપ્રસ્થ, સન્યસ્ત) રૃપ એ છ ભ્રમ છે. આમ ત્રણ પ્રકારે વ્યાધિ થાય.તે રીતે સારવાર કરવી પડે

  જવાબ આપો
  • 11. chandravadan  |  ઓગસ્ટ 23, 2010 પર 7:39 પી એમ(pm)

   પ્રજ્ઞાજુબેન,

   સુંદર પ્રતિભાવ !

   ઉંડી સમજણ આપી તે માટે આભાર !

   માનવીની સમજ એવી હોય કે એ પોતાના દેહને “પરમ તત્વ”રૂપી આત્માના એક મંદિરરૂપે માને ત્યારે એ દેહની સંભાળ રાખવા એ પોતાની ફરજ સમજે …આ એક શરૂઆત !…જ્યારે, એ ઉચ્ચજ્ઞાનરૂપી શિખરે પહોંચે ત્યારે એ “તાપ”..”દુઃખો”..”શત્રુઓ”..”કોશો”..”ભાવો”…ની પર હોય છે…અને, એ પોતાને “પરમ બ્રહ્મ”ના અંસરૂપે નિહાળી, “પરમ તત્વ”માં સમાય જવા પ્રયત્નો કરે છે. ત્યારે માનવ શક્તિ દ્વારા મળતા “જ્ઞાન”માટેની એની દોડ બંધ થઈ જાય છે !

   ફક્ત એક વિચાર !

   >>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 12. અક્ષયપાત્ર/Axaypatra  |  ઓગસ્ટ 24, 2010 પર 2:50 એ એમ (am)

  દર્દ, દવા, ડોકટર અંને પ્રભુ ! આ બધા સાથે કવિ અને કવિતા. યૌગ્ય ઈલાજ જરૂર થશે.

  જવાબ આપો
 • 13. Piyuni no pamrat ( પિયુની નો પમરાટ )  |  ઓગસ્ટ 24, 2010 પર 2:11 પી એમ(pm)

  nice…. I really liked each and every line…. all are meaningful…..

  જવાબ આપો
 • 14. chandravadan  |  ઓગસ્ટ 24, 2010 પર 6:25 પી એમ(pm)

  This was an Email of Ullas Oza to the Health Post with Gazals>>>>>

  From: ULLAS OZA [mailto:ullas_oza@yahoo.co.in]
  Sent: Tuesday, August 24, 2010 12:40 AM
  To: rmtrivedi@comcast.net
  Subject: Re: Tabib….

  મુ. દાક્તર સાહેબ,

  આજકાલ ઘણા ડોક્ટરો / તબીબો / હકિમો ગઝલ લખતા થઈ ગયા છે !
  મરીઝનુ પણ ધ્યાન રાખતા જાવ !!
  હમણા શિકાગોમાં મોટી ઉજવણી થઈ ગઈ. આપ ગયા હતા કે નહી ?

  ઉલ્લાસ ના જય રામજી-કી.

  જવાબ આપો
  • 15. chandravadan  |  ઓગસ્ટ 24, 2010 પર 6:30 પી એમ(pm)

   ઉલ્લાસભાઈ,

   તમે ગઝલભરી પોસ્ટમાં રાજેન્દ્રભાઈનું વાચી…જે લખ્યું તેને તમારો “પ્રતિભાવ” ગણી અહી પોસ્ટ કર્યો છે તો વાંધો નથી ને ?

   આભાર !>>>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 16. P Shah  |  ઓગસ્ટ 29, 2010 પર 4:21 એ એમ (am)

  સુંદર સંકલન કર્યું છે. આનંદ થયો.
  મારો પણ એક શેર ઉમેરું-

  જ્યાં દિલાસા ને દુવા છે
  કામ ત્યાં પણ છે દવાનું.

  જવાબ આપો
 • 17. Dr P A Mevada  |  ઓગસ્ટ 29, 2010 પર 10:17 એ એમ (am)

  Very nice collection on “Dard” and article on Kidney for lay people.
  “Saaj” Mevada

  જવાબ આપો
 • 18. પટેલ પોપટભાઈ  |  સપ્ટેમ્બર 11, 2010 પર 6:02 એ એમ (am)

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  “કદાચિત હતાં દર્દ કારણ વગર,
  હજાર દર્દની એક જ દવા છે અવગણના,

  હું ચિંતાને દરદ માની સુરા પી જાઉં છું કારણ,
  કિતાબોમાં દવા સાથે સુરાનું નામ આવે છે. ” દવા દારૂ ”

  એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
  દર્દ હોય જેને, એ જ જાણે, બીજા શું જાણે ?
  જો પ્રભુની યાદ આવે, એવા સમયે, ”

  પ.પૂ. પ્રગજ્ઞાજુ બહેનના પ્રતિભાવ દ્વારા શારીરિક, પ્રાક્રૂતિક અને આધ્યાતમિક દુખોનું વર્ણન સાથે ” વૈદિક ” વાતો પણ વાંચવા મળી.

  મા. જાની સહેબ અને બીજા અભિપ્રાયો પણ વાંચ્યા .

  દાક્તર કવિતા-ગઝલ લખે !!! ???. ત્રીસેક વર્ષ પહેલાંનો પ્રસંગ યાદ કરી લખુ છું. મને તાવ આવ્યો હતો દાક્તર પાસે ગયો હતો મને તપાસી દવા આપી. (પોતેજ કંપાઉંડર પણ હતા.) બહાર નિકળતાં મારાથી પૂછાઈ ગયું “સાહેબ પાછો ક્યારે આવું ? ” “વોટ” ? મુઝે બેવકૂફ સમજતા હૈ ?” ઝંખવાણો પડી ચૂપચાપ ચાલવા માડ્યું, ” કમબેક ” (સત્તાવાહી અવાજ) મેં પીઠ ફેરવી ” આ દવા આપી તે પણ એક વાર લીધા પછી સારું લાગે તો બાકીની ફેંકી દેજે.

  ઘણા દિવસ પછી સાંઈબાબાના ભજનમાં ઢોલક વગાડતા જોયા. બીજા પાસે જાણવા મળ્યું કે મુંબઈમાં ડીગ્રી મેળવી હતી, ઈટાલિયન હતા.

  વર્ષો પછી એક વાત શિખવા મળી દિલથી કલાકાર હોય છે તેઓ કોઈ પણ ધંધામાં હોય, ભગવાન ( સર્જનહાર)ના માણસો હોય છે.

  ( આથી ઊલ્ટો હ્રદય રોગના દર્દી તરીકે નો મારો પોતાનો અનુભવ પણ કોઈક વાર લખીશ.)

  “દર્દ અને ઈલાજો ! સરસ સુંદર. “ચાવી” ઉપરવાલા પાસે છે.
  ..”પ્રભુશ્રધ્ધા જેવી ગોળી મળી જાય તો !!!! ”
  અભિપ્રાય આપતાં મોડું થયું.

  જવાબ આપો
 • 19. chandravadan  |  સપ્ટેમ્બર 14, 2010 પર 1:53 એ એમ (am)

  14. usha patel | September 14, 2010 at 12:03 am
  ચંઅદ્રવદનભઈ, ક્યારેક દેદ ખૂબ જ વધી જાય ત્યારે તે સહન કર્યે જ રાખે અને કર્યે જ રાખે તો એક સ્ટેજ એવી પણ આવે કે દર્દને દવાની જરૂર જ ના પડે ખુદ ડૉકટર જ મરીજને કહે કે હવે આને દવા ની જરૂર નથી દુવાની જરૂર છે. અને તે લાંબુ જીવ્યો હોય, જેમકે કોઈ નિયમિત રીતે નાનપણથી વ્યાયમ કરતો આવ્યો હોય તો તેનામાં દર્દ સહન કરવાની શક્તિ એક આમ આદમી કરતાં વધુ હોઈ શકે છે. એક કિસ્સામાં એક બહેનને વર્ષો જૂનો દમનો રોગ હતો છતાં તે લાંબુ જીવી અને એના અંતિમ વર્ષોમાં દવા બિલકુલ શરીર જોઈને બંધ કરી દીધી અને દમમાં હાંફ વિગેરે ગાયબ થઈ ગયું અને દવાની જરૂરત જ ન રહી. અને તે 95 વર્ષ લગભગ જીવી છેલ્લાં કેટલાંક વર્ષોથી તો દવા અને પંપ છોડી દીધાં હતાં. આની પાછળનું કારણ શું હોઈ શકે એનો સખત પરિશ્રમ કે પછી દર્દ જ દવા બની ગયું. આશા છે મને આ વિશે વધુ જાણવા મળશે. શું આવું બની શકે? તેનું શું કારણ અન્ય હોઈ શકે? ઉષા
  >>>>>>>>>>>>>>>>>>>>>.>>>>>>>>>>>

  Ushaben Your Comment was on a wrong Post “Chalo Rangoon” and so REPOSTED here and now my RESPONSE to your Comment is>>>>

  ઉષાબેન,

  તમે આવી “પ્રતિભાવ” આપ્યો તે માટે આભાર !

  તમારો પ્રતિભાવ “ચલો રંગુન”ના કાવ્ય માટે ભુલથી હતો…પણ, મારૂં માનવું છે કે તમે “દર્દ અને ઈલાજો”ની પોસ્ટ વાંચ્યા બાદ, નીચે સુધી જઈને “કોમેન્ટ” ક્લીક કરી હશે એથી આવું થયું !

  તો, મેં તમારો પ્રતિભાવ ” કોપી/પેઈસ્ટ” કરી “દર્દ અને ઈલાજો”ની પોસ્ટ લાવી, જવાબ આપી રહ્યો છું !

  >>>>>જ્યારે કોઈને “કેન્સર કે ઈલાજો ના હોય શકે”એવો રોગ હોય ત્યારે ડોકટરો એમની જાણકારી આધારીત કહે કે “દવાની જરૂર નથી, અને દુવાની જરૂર છે” ….પણ એવા સમયે ડોકટર એ દર્દીને દુઃખાવો ઓછો રહે તે માટે દવાઓ ચાલુ રાખે….દવાની જરૂર નથી કહેવાનો મતલબ ત્યારે એવો હોય કે “કેન્સર”ની દવાઓ અસર ના કરશે…..હવે ઘણીવાર, એવી હાલતમાં ડોકટર કદાચ દર્દીને કે ફેમીલીને કહે કે “જીવન આટ્લું જ છે” પણ એવા સમયે ઘણીવાર એવા દાખલાઓ છે દર્દીનો રોગ ઓછો હોય અવું બને ..અને અહી “પ્રભુ શ્રધ્ધા” કે “પોઝીટીવ એટીટ્યુડ” (Positive Attitude) એના દેહમાં વાતાવરણ બદલી નાખે…અહી “શક્તિ”રૂપી પરિણામ છે !…કદાચ એવા સમયે “એન્ડોર્ફીન્સ” (Endorphines ) વધારે અને બીજા તત્વો વધારે બને અને દેહને સહાય કરે !

  હવે, તમે જે “એક બેન” વિષે ઉલ્લેખ કર્યો તેમાં “દમ”ની બિમારી હતી…..” આસ્થમા”થાવાનું કારણ “એલરજી” (Allergy ) છે …બહારનું વાતાવરણ જુદી જગ્યાએ રહેવા જતા, બદલાય છે..અને ઘણીવાર, રોગ ઓછો કે નાબુદ પણ થઈ શકે ..તો, એની સાથે “પોઝીટીવ ફિલિન્ગ્સ” (Positive Feelings ) ના કારણે કે “શ્રધા”ના કારણે દેહમાંથી જ થતા ફેરફારોના લીધે રોગ પર કાબુ હોય શકે છે ..તો એવા સમયે શ્વાસનળીઓ “સંકોચાય નહી..દવાઓ કે “પમ્પ”ની જરૂર ના પડે જીવન દોરી વધે !..આ મારૂં અનુમાન છે !

  >>>>>ચંદ્રવદન

  જવાબ આપો
 • 20. usha patel  |  સપ્ટેમ્બર 14, 2010 પર 4:39 એ એમ (am)

  આભાર આપનો ચંદ્રવદનભાઈ, આપે ઈમેલ પર પણ જાણ કરી તે બદલ. અને આ વિષય ઉપર મારે લખવું હતુ અને પહેલી વખત આપની સાઈટ જોઈ અને તે વખતે શરીરવિજ્ઞાન ની આકૃતિઓ પર મારું ધ્યાન ગયું અને તેમાં ચલો રંગુનનો પ્રતિભાવ છે એના પર ખાસ ધ્યાન ન ગયું તે બદલ સોરી. આપને તુરત ખ્યાલ આવી ગયો અને મને જાણ કરી સાથે સાથે ઉત્તર પણ આપ્યો. આભાર. ઉષા.

  જવાબ આપો
 • 21. usha patel  |  સપ્ટેમ્બર 14, 2010 પર 6:04 પી એમ(pm)

  સૌ પ્રથમ તો કહેવત છે કે “પહેલું સુખ તે જાતે નર્યા” તો નર્યા નો અર્થ મેડીકલ ટર્મીનોલોજી માં કઈ રીતે થાય અને આધ્યાત્મિકતાની શું અસર પડે? કારણ જેવી રીતે તનની મન પર અસર પડે અને મનની તન પર પડે જ છે. તો દર્દ અને દવા પર પણ પડતો હોય કે કેમ? હું આપનો આ કોલમ ફરી થી જરૂર વાં ચીશ..ઉષા આભાર આપનો.

  જવાબ આપો
  • 22. chandravadan  |  સપ્ટેમ્બર 14, 2010 પર 8:00 પી એમ(pm)

   ઉષાબેન,

   તમે પધારી પ્રતિભાવરૂપે સવાલો કર્યા, તે વાંચ્યા !

   “પહેલું સુખ તે જાતે નર્યા”……આ કહેવત ગુજરાતી બોલીમાં અનેકવાર વપરાય છે અને અનેકે એ સાંભળી હશે…પણ કેટલા લોકો એના પર વિચાર કરતા હશે ?

   પ્રથમ, જાણવો જરૂરીત છે શબ્દ “નર્યા” …..નર્યા એટલે “તંદુરસ્તી” યાને “સારા રહેવું “…..હવે, તમે આખી કહેવત ફરી વાંચો ! અને તમે સમજી શકો કે “પહેલું સુખ એટલે પોતે તંદુરસ્ત “…યાને તમારે તમારા દેહની કાળજી લેવી કે જેથી દેહ તંદુરસ્ત રહે !..કહેવત એક “ચેતવણી ” કે “સમજ”કે “માર્ગદર્શન”રૂપે જ છે !

   હવે, બીજો સવાલ હતો……”આધ્યાત્મિકતા” વિષે !..અને શું એની અસર તંદુરસ્તી પર ??…..મારા જ આપેલા આગળના જવાબમાં “પ્રભુશ્રધ્ધા”નો ઉલ્લેખ છે જે !..જ્યારે માનવી પોતાને સમજી, “પરમ તત્વ”ને સમજવા પ્રયાસો કરે ત્યારે એને “આધ્યત્મિકતા”નો પંથ અપનાવવો જ પડે..એ એના “મનની સ્થીરતા” લાવવા પ્રયત્નો કરે…એનામાં “પોઝીટીવ ” વિચારો આવે….આ બધું એના દેહની “સ્થીરતા” પણ લાવે ..અને જે થકી. દેહ પણ પોતાના રક્ષણ માટે વધુ તૈયાર કે “શક્તિમાન” બને..અને રોગો થવા માટે શક્યતાઓ ઓછી થાય ..તંદુરસ્ત રહેવા માટેનો પાયો !

   આનો અર્થ એવો નહી કે માનવીએ “દવા”નો સહારો ના જ લેવો !…અસલના જમાનાના “ઋષીઓ”ને નિહાળો..તો વનસ્પતીમાંથી “જડીબુટ્ટી”નો ઉપયોગ ત્યારે કરતા..તો આજે આ દવાઓ જ “જડીબુટ્ટી”નો નહી ???…જે પ્રમાણે, “પોઝીટીવ”વિચારો શરીરમાં “રક્ષણ તત્વો” બનાવી મદદરૂપ થાય તે પ્રમાણે દવાઓ !

   માનવીએ મગજને ફક્ત “બ્રેઈન” કરતા ઉચ્ચ વિચારોમાં નિહાળવાનું રહે ..તો, “સુબકોન્સીયસ” કે “કોઝમીક શક્તિ” (Subconscious or Cosmic Energy )નો ખ્યાલ આવે !..આવી સમજ માનવીને નવું જ “માર્ગદર્શન” આપશે !>>>>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 23. usha  |  ઓક્ટોબર 20, 2010 પર 12:13 એ એમ (am)

  ચંદ્રવદનભાઈ, મનની અધિભૌતિકશક્તિ એજ કે માનવીએ મગજને ફક્ત “બ્રેઈન” કરતા ઉચ્ચ વિચારોમાં નિહાળવાનું રહે ..તો, “સુબકોન્સીયસ” કે “કોઝમીક શક્તિ” (Subconscious or Cosmic Energy )નો ખ્યાલ આવે !..આવી સમજ માનવીને નવું જ “માર્ગદર્શન” આપશે !> આ અંગે વધુ પ્રકાશ ફેંકશો તો આનંદ થશે. કારણૅ મારું અંગત રીતે એવું માનવું છે કે આધુનિક મેડીકલ સાયન્સ પણ આ વાતને પુષ્ટિ આપે છે કે આસન અને પ્રાણાયામ અને સાથે સાથે ઉચ્ચવિચારો ઘણા કારગર સાબિત થઈ શકે છે અને જલ્દી સાજા થવા માટે ખૂબ મદદ કરે છે. આ હકીકત મેં અનુભવી છે માટે લખું છું. મેડીટેશનથી મગજમાંથી ઉત્પન્ન થતાં આલ્ફા,બીટા અને ગામા કિરણો વિશે વધુ માહિતી મેળવવી ગમશે. મારા પતિ જેઓ એમ.એસસી છે અને અમે આ અંગે ચર્ચા કરતા હોઈએ છીએ. આભાર આપનો. ઉષા

  જવાબ આપો
 • 24. soni kamlesh  |  જૂન 4, 2013 પર 9:26 એ એમ (am)

  મારા પાપા ને ચામડી ની એલર્જી થઈ હતી એ દવા થી મતિ ગઈ.હવે એ ઉભા નથી થઈ સકતા.ચાલવામાં બૌ તકલીફ પડે છે.કૃપા કરી તેમના માટે કોઈ ઉપાય સુજવસો.

  જવાબ આપો
  • 25. chandravadan  |  જૂન 4, 2013 પર 1:36 પી એમ(pm)

   કમલેશભાઈ,

   તમે મારા બ્લોગ પર આવી, પ્રતિભાવ આપ્યો, તે માટે આભાર.

   તમે તમારા બાપાની ચાલવા માટેની તકલીફો માટે કંઈક સલાહ આપવાનું લખ્યું.

   હું દુર છું….પણ માનું છું કે એમની ઉંમર ઘણી જ હશે.

   ઘડપણ આવે ત્યારે આવી તકલીફ માટે બે કારણો હોય શકે>>>

   (૧) ખોરાક બરાબર લઈ ના શકાય કે ભુખ કમ થઈ જતા ઓછું ખાવાનું થાય તો શક્તિ ઓછી થઈ જાય…એવું હોય તો, વધારે “પ્રોટીન”વાળો ખોરાક આપવો….સાથે સાથે, તેલથી કે ક્રીમથી શરીરને મસાજ કરાવાનું રાખવું….આ પ્રમાણે કાંઈક લાભ થઈ શકે….જો એમને ભુખ જ ન લાગતી હોય તો એના કારણો શોધવા માટે દાકતરી સલાહો લેવી.

   (૨) જો એઓ હાથો સારી રીતે વાપરતા હોય, અને ફક્ત પગોમાં દુઃખાવો છે એવું કહેતા હોય કે પગના ગુંટણે સોજાઓ હોય તો જાણવું કે કદાચ એમને વા કે “આર્થાઈટીસ” થયો હોય..એ કારણે પણ ચાલવા માટે તકલીફો હોય શકે….એ માટે અમારી એલોપથી સારવારમાં દવા લેવા માટે સલાહો હોય છે..એ માટે જુદી જુદી દવાઓ હોય એમાં “મોટ્રીન”નામની દવાથી શરૂઆત હોય કે અન્ય દવા. ખાસ ધ્યાનમાં લેવું કે આવી દવા હંમેશા ખોરાક ખાઈને લેવી…દવાથી આરામ થાય અને દુઃખાવો ઓછો થયાના કારણે એઓ ચાલી શકે. આવી સારવાર સાથે પગોનું “માલીશ” કરવું પણ યોગ્ય જ હશે. માલીશ કરવાથી પગના “મસલો”જે “સ્ટીફ”થયા હોય તે ઢીલા થાય અને હલન ચલન માટે લાભકારક બને.

   જો ખુબ જ સાધાનો “આર્થાઈટીસ” હોય ત્યારે અંતે “સર્જરી”ની સલાહ રહે.

   પણ ઘણીવાર, “આર્યુવેદીક” ઉપચારોથી પણ લાભ હોય શકે તો….કોઈ જાણકારની સલાહો લેવા વિનંતી.

   તમે જે કંઈ ઉપચાર કરો અને એમને સારું થાય તો જણાવજો..મને એની ખુશી હશે. તમારા બાપાને મારા પ્રણામ !

   …ડો. ચંદ્રવદન

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 394,955 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: