મોટીબેન મળ્યા !

August 13, 2010 at 1:12 pm 24 comments

Brother and Sister Watching Tv Together Clipart Picture
            BROTHER and SISTER
 

 

મોટીબેન મળ્યા !

 

  

સુરેશ અમેરીકા એક ડોકટર તરીકે આવી કેલીફોર્નીઆના એક નાના ગામમાં સ્થાયી થયો હતો. આશરે ચાલીશ વર્ષ પુરા થયા….એક સરકારી નોકરી કરી, એ એના પરિવાર સાથે આનંદીત જીવન જીવી રહ્યો હતો. પરેવારમાં  એની પત્ની રેખા , અને એક દીકરી હેતલ….ત્રણ વર્ષ પહેલા જ એણે નોકરી છોડી દીધી હતી અને નિવ્રુતિ જીવનમાં ખુબ જ ખુશીમાં હતો. દીકરી હેતલને પરણાવ્યાને પાંચ વર્ષ થઈ ગયા હતા, અને ઘરે સુરેશ અને રેખા એકલા હતા !
  
નોકરી કરતા સુરેશ કોમ્પ્યુટર શીખ્યો ન હતો …..એક દિવસ એનો મિત્ર વિજય એના ઘરે આવ્યો, અને જ્યારે એણે જાણ્યું કે સુરેશ કોમ્પ્યુટરથી અજાણ છે ત્યારે એણે એ શીખવા સલાહ આપી પણ સુરેશે એને ગણકારી નહી ત્યારે વિજય એના ઘરે રોજ આવી કોમ્પ્યુટરની સમજ આપી, અને સુરેશ ટુંક સમયમાં “ઈમેઈલ” કરતો થઈ ગયો …ધીરે ધીરે “ઈનટરનેટ”ની સફરો કરી અનેકના બ્લોગો પર જઈ, લખાણો વાંચવા લાગ્યો …ફરી ગુજરાતી ભાષામાં વાંચી એને આનંદ હતો !
  
એક વાર, ગુજરાતી બ્લોગોની સફર કરતો હતો ત્યારે એ અચાનક “પ્રગ્નાનો બ્લોગ” નામે એક બ્લોગ પર પહોંચી ગયો. આ હતો બ્લોગ “પ્રગ્ના જાની”નો !…..એક બે લેખો અને કાવ્યો વાંચ્યા ….બ્લોગર વિષે કાંઈ માહિતી ના હતી, છતાં એના મનમાં થવા લાગ્યું કે કદાચ મોટીબેન….પ્રગ્નાબેન જેને એણે સુરતમાં જાણેલા એ જ હશે !….બ્લોગ પર જતા એટલું જાણેલું કે એઓ ન્યુ જર્સીના રહીશ હતા !…..આ વાત થોડા દિવસોમાં ભુલાય ગઈ. …..બીજે મહીનામાં એક “મેડીકલ કોન્ફ્રન્સ” માટે એ ન્યુ જર્સી એના પત્ની રેખા સાથે લોસ એન્જીલીસના એરપોર્ટ પર હતો.
 
સુરેશ પહેલીવાર ન્યુ જર્સી જતો હતો. “એડીસન” શહેરની હોટેલમાં બુકીંગ પ્રમાણે એ પત્ની સાથે એ હોટેલના રૂમમા હતો. થાક્યા હતા એટલે આરામ કરવા બેડ પર ……એ ત્રણ કલાકો ક્યાં ગયા તેની જાણ નહી ….પણ ઉઠ્યા ત્યારે ભુખથી પીડાતા હતા. ક્યાં જઈશું ?  ફોન બુક નજીક હતી ….એણે પેઈજીસ ફેરવ્યા, અને “સુરતી ફરસાણ રેસ્ટોરાન્ટ”નું નામ વાંચ્યું …સુરેશને ફરી જાણે એનું સુરત શહેર યાદ આવી ગયું …..રેખા સુરત નજીકના ગામની જ હતી ,….એથી બન્ને ત્યાં જ જવા નિર્ણય લીધો અને ટેક્સી બોલાવી. અર્ધા કલાકમાં તો ટેક્સી રેસ્ટોરાન્ટ આગળ આવી ઉભી રહી ….પૈસા ચુકવી જ્યારે બન્ને રેસ્ટોરાન્ટ અંદર જઈ રહ્યા ત્યારે સાંજ થઈ ગઈ હતી, અને “ડીનર”નો સમય હતો.  રેસ્ટોરાન્ટમાં અનેક સજોડમાં કે પરિવાર સાથે…કે કોઈ મિત્રો સાથે તો કોઈ એકલા. રેસ્ટોરાન્ટમા કામ કરતા માણસે સુરેશ અને રેખા નજીક આવી એમને એમના ટેબલ તરફ લઈ જતા હતા ત્યારે સુરેશની નજર એક ટેબલ પર પડી…એક વ્યક્તિ પર પડી…એ એક નારી હતી, અને એની સાથે એક વ્રુધ્ધ પુરૂષ હતા……રેખા સાથે ટેબલ પર બેસી કહે..” રેખા, પેલી દુર બેઠેલી નારીને હું જાણું છું !”…રેખાએ એ ટેબલ તરફ નજર કરી, અને કહે”સુરેશ, હું નાજાણું …પણ તું કંઈક વહેમમાં હશે !..છોડ એ વાત !”
 
ભોજન માટે ઓર્ડર થઈ ગયો….પણ સુરેશ વિચારોમાં હતો.ભોજન આવે તે પહેલા, એ ઉભો થયો અને રેખાને કહ્યું ” હું પેલા ટેબલ પર જાઉં છે ” રેખા કાંઈ બોલે તે પહેલા એ દુર જઈ ચુક્યો હતો.
 
પેલા ટેબલ નજીક ઉભો રહી એણે પુછ્યું….” બેન તમે પ્રગ્નાબેન ?”
 
“હા,  પણ …” બેને જવાબરૂપે કહેવાનું શરૂ કર્યું અને હજુ વાક્ય પુરૂ ના થાય એટલે….
 
“અને, બેન, તમે સુરતમાં પ્રિયા હોટેલ નજીક આઠવા ગલીમાં રહેતા હતાને ?” સુરેશે પુછ્યું.
 
” હા, પણ તું મને કેવી રીતે જાણે ? ” અચંબા સાથે એમનો પ્રશ્ર્ન હતો !
 
ત્યારે સુરેશે એની કહાણી શરૂ કરી…….
 
“આઠવા ગલીમાં હું હતો સુરેશ ત્રિવેદી…મારા માતા-પિતા કાન્તાબેન અને ભાલચંદ્રભાઈ..અમે ગરીબ હતા…..તમે ત્યારે પ્રગ્નાબેન શુકલ નામે હતા….તમે મારાથી બાર વર્ષ મોટા. હું નાનો હતો ત્યારે ત્યારે શાળામાં સમજ ના પડતી ત્યારે તમે મદદરૂપ થતા અને વધુ ભણવા માટે પ્રેરણાઓ આપતા ……તમારી પ્રેરણાઓના કારણે જ હું ડોકટર બન્યો, અને અમેરીકા આવી શક્યો. મારે ન હ્તો ભાઈ …ન હતી બેન. મેં તમને જ “મોટીબેન”કહી બોલાવ્યા હતા. સુરત બહાર મેડીકલનું ભણતર કરતા હું સુરત ફરી ના ગયો કારણ કે મારા માતાપિતા ગામમાં રહેવા ગયા હતા. એક વાર ડોકટર બની, સુરત આઠવા ગલી ગયો તો તમારા ઘરે તાળા હતા ..બાજુમાં પુછ્યું તો કોઈને તમારા વિષે જાણ ન હતી. હું નારાજ થયો હતો …..અને પછી એક વર્ષ કામ કરી અમેરીકા ૧૯૭૭માં આવ્યો હતો,” …આટલું કહી, એણે ઈશારો કરી રેખાને બોલાવી, અને કહ્યું …” મોટીબેન, આ મારી પત્ની રેખા !”
 
રેખાએ હાથો જોડીને “જય શ્રીક્રુષણ” કહ્યું .
 
પ્રગ્નાબેને બન્નેને ટેબલ પર બેસવા વિનંતી કરી, અને રેખા સુરેશ ટેબલ પર સાથે હતા !…..અને, સુરેશે પુછ્યું ” મોટીબેન, હવે તમે તમારા વિષે કાંઈ કહેશો ? “
 
પ્રગ્નાબેનએ પ્રથમ સાથે બેઠેલા પ્રફુલ્લ તરફ આંગળી કરી કહ્યું ” આ છે પ્રફુલ્લ, મારા જીવનસાથી !”…..પછી, થોડો શ્વાસ લઈ વાત શરૂ કરી….
.
“સુરેશ, તને નાનો હતો ત્યારે જોયો હતો…આજે તને જોયો ત્યારે હું તને ઓળખી ના શકી એનો અફસોસ થાય છે. પણ સત્ય તો એ છે કે મારા ભાગ્યમાં પણ ભાઈ ન હતો …ના હતી બેન !….તું જ મારો વ્હાલો નાનો ભાઈ હતો ! જ્યારે તું મારી પાસે આવતો અને “મોટીબેન” કહેતો ત્યારે મારૂં હૈયું નાચી ઉઠતું …..આજે તને અનેક વર્ષો બાદ મળતા જે આનંદ છે તે શબ્દોમાં કેવી રીતે કહું ?…..હવે, હું તને મારી વાત કહું……..હું સુરતની કોલેજમાં ભણતી તે તો તને યાદ હશે જ…..ગુજરાતી સાહિત્ય અને મેથેમેટિક્સ આ વિષયે મેં ડીગ્રી મેળવી, અને ત્યારબાદ, હું એ જ કોલેજમાં ભણાવતી હતી, અને હજુ એક વર્ષ થયું અને ભાવનગરથી પ્રફુલ્લ મને જોવા આવ્યો….એક બીજાને મળ્યા, ….અને તરત લગ્ન થયા, અને મેં સુરત છોડ્યું અને ભાવનગર રહેવા લાગી ….હું ભાવનગરની કોલેજમાં ભણાવવા લાગી ….મારું જીવન સુખી હતું ….સંતાનસુખરૂપે ચાર બાળકો…પહેલો દીકરો અને ત્યારબાદ, ત્રણ દીકરીઓ. આજે બધા જ પરણી સુખી આનંદમાં છે ……અને બે દીકરી તો પતિના હ્ક્કે અમેરીકા સેટલ થયા બાદ, જ્યારે અમારૂં રીટાયરમેન્ટ ૧૫ વર્ષ પહેલા શરૂં થયું ત્યારે અમોને અહી બોલાવ્યા…ત્યારથી હું અને પ્રફુલ્લ દીકરીઓના પરિવાર સાથે ખુબ આનંદમાં જીવન જીવી પ્રભુનો પાડ માની રહ્યા છે…અરે, ત્રણ સાલ પહેલા જ્યારે અમારી ૫૦મી “વેડીંગ એનીવર્સરી” ઉજવી ત્યારે જે આનંદ અનુભવેલો તેનું વર્ણન આપવું અશક્ય છે !” …….આટલું કહી પ્રગ્નાબેન અટકી ગયા..એમની આંખોમાં આંસુઓ હતા ……અને થોડી મીનીટો બાદ બોલ્યા..” સુરેશ, તું તો મારા દીકરા સમાન મારા દીલમાં હંમેશા રહ્યો છે …ઘણીવાર પ્રફુલ્લ સાથે બેસી અમે તારી જ વાતો કરી આનંદ અનુભવતા” ….આવું કહ્યું ત્યારે પ્રફુલ્લભાઈ, જે અત્યાર સુધી શાંત હતા તે બોલ્યા..” સુરેશ, તને આજે પહેલીવાર જોયો પણ તારા વિષે મેં અનેકવાર સાંભળ્યું છે એ સત્ય છે …..એ સાંભળી , મારા હૈયે તું મારો દીકરો જ છે…..અમારા પ્રણવ કરતા તું જ મોટો અમારો પહેલો દીકરો !”
 
આટલા શબ્દો પ્રગ્નાબેન અને પ્રફુલ્લભાઈના સાંભળી, રેખા આનંદમાં બોલી…” મોટીબેન અને પ્રફુલ્લભાઈ, સુરેશને પરણી ત્યારથી એણે અનેકવાર, પ્રગ્નાબેન્નું નામ કહી સુરતના ગાળેલા દિવસોની કહાણી કહી છે ! એ ગરીબાય ભુલ્યો નથી …એ પ્રગ્નાબેન ને પણ કદી ભુલ્યો જ નથી ..આજે મેં સુરેશને પહેલીવાર આટલો ખુશ જોયો છે, “
 
સુરેશ તો રેખા એનું વાક્ય પુરૂ કરે તે પહેલા ઉભો થઈ પ્રગ્નાબેન ને ભેટી પડ્યો…એની આંખમાં આંસુઓ હતા ! “મોટીબેન, મોટીબેન” કહેતો કહેતો એ તો પ્રગ્નાબેન આનંદમાં દબાવતો હતો !…..પ્રગ્નાબેને છુટો કરી, એના કપાળે હાથ ભેરવ્યો ત્યારે એ શાંત થયો …અને પ્રફુલ્લભાઈના ચરણ સ્પર્સ કરી નમન કર્યા !…..કોન્ફ્રન્સ બાદ, પ્રગ્નાબેનના ઘરે જવાનો નિર્ણય લઈ  સુરેશ અને રેખા એમના ટેબલ પર ગયા …  પ્રગ્નાબેન અને પ્રફુલ્લભાઈ આનંદમાં “ગુડબાય” કહી રેસ્ટોરાન્ટની બહાર ગયા. સુરેશ ડીનર ખાતા ફક્ત એક વિચારમાં હતો “મને મારી મોટીબેન મળી ગઈ !”
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી 
આ વાર્તા લખાણ …તારીખ જુલાઈ ૧૬, ૨૦૧૦
 
 

બે શબ્દો..

આ વાર્તા મારી કલ્પના છે !
પણ….આ વાર્તામાં મારા હ્રદયના ઉંડાણના “વિચાર-ઝરણા” ના તમે દર્શન કરી શકો છો !
મારા માતાપિતાને પ્રથમ મારા “મોટાભાઈ”…ત્યારબાદ, ચાર બાળ અવસાનો…અને અંતે “હું”. ….આથી, અમે બે ભાઈઓ. ના કોઈ “બેન”.
આથી, જગતમાં નિહાળી, મેં “બેન” કહેવાની તકો લીધી .જેને મેં બેન કહી તેને મેં મારા હ્રદયમાં અપનાવી, મારો “પેમ” આપ્યો.
આ વાર્તામાં સુરેશની હાલત એવી જ હતી !…..એને બચપણમાં એક “મોટીબેન” નો પ્યાર મળ્યો…..પ્રેરણાઓ મળી…અને જ્યારે એને સફળતા મળી ત્યારે એની મોટીબેન ક્યાં છે એની ખબર ન હતી. …..એનું જ “દર્દ” એને જીવનભર રહ્યું . અને જ્યારે અચાનક મોટીબેન સાથે એનો ભેટો થાય ત્યારે જે આનંદ સુરેશના હૈયે હતો તે શબ્દોમાં લખવો શક્ય નથી…..એ તો સૌ વાંચકોએ કલ્પના કરી માણવો રહ્યો !
આશા છે કે તમોને આ પોસ્ટ ગમે !
ચંદ્રવદન 
 
 
FEW WORDS…
Today’s Post entitled “Motiben Malya!”meaning “Elder Sister if found !” is a short Story in Gujarati, in which Suresh who accepted Pragnaben as her own Elder Sister, lost contact of her for years & suddenly met her in America. The story is the expression of their “feelings” for each other..their Love !
I hope you like this as a Post !
Chandravadan

 

Advertisements

Entry filed under: ટુંકી વાર્તાઓ.

ઉંદર અને સિંહ માનવ તંદુરસ્તી(૧૩) …જનરલ ચર્ચા…”દર્દ અને ઈલાજો”

24 Comments Add your own

 • 1. સુરેશ જાની  |  August 13, 2010 at 1:46 pm

  તમારી આ કલ્પના … આ સુરેશને માટે સાચી પડે તો કેવું?
  મારે એક મોટીબેન હતી. અમારાં માબાપના કહ્યા મૂજબ . પણ એ તો સાવ નાની હતી , ત્યારે જ અવસાન પામી હતી.
  પણ એક મોટીબેન હોય, તેવી ઝંખના હમ્મેશ રહી હતી. આ બ્લોગ જગતનાં મારાં મોટીબેને બહુ હેતથી એ ઝંખના પૂરી કરી છે.
  કાશ… એમની સાથે રૂબરૂ મુલાકાત થઈ જાય …

  Reply
  • 2. DR. CHANDRAVADAN MISTRY  |  August 13, 2010 at 3:22 pm

   સુરેશભાઈ,

   આભાર !…..તમારી અને મારી “જીવન કહાણી”એક સરખી !જેને બેન ના હોય, તેને “બેનના પ્યાર” માટે જે દીલની હાલત હોય તે હું અને તમે સમજી શકીએ !જગતમાં કોઈને “મોટી બેન” તમે કહી, એમને કદાચ મેં પણ કહી હોય !…હા, એ બેન દુરથી પ્યાર આપે…એમને મળવાની તમન્ના હંમેશા દીલમાં રહે !…અહી, કલ્પના નહી પણ હકીકત છે !>>>>ચંદ્રવદન

   Reply
   • 3. સુરેશ જાની  |  August 13, 2010 at 4:34 pm

    મારે બહેન નથી એમ નથી. બે નાની બહેનો છે.
    પણ મોટીબેન તો માતા સમાન હોય છે.

    પ્રજ્ઞાબેન મારાં માનસિક મોટીબેન છે; એ તમે જાણો જ છો. એમણે લખેલી આધિભૌતિક વાત મારા જેવા નાના, સામાન્ય અને અનેક નબળાઈઓથી ભરેલા જણ માટે બહુ દુશ્કર / અસાધ્ય છે. માટે જ તમારી જેમ આવી વાર્તાઓ, અવલોકનો, સ્વાનુભવોને વાગોળવાની પ્રવૃત્તિમાંથી મૂક્ત થવાતું નથી.

    અને મોટીબેન પણ ક્યાં મુક્ત છે? !!

 • 4. pragnaju  |  August 13, 2010 at 2:08 pm

  સારો પ્રયાસ.
  આ વાર્તાને બદલે ઘટના વધુ લાગે છે.
  તમારા ઘણા ખરા લખાણ-કાવ્ય-ભજનમા આવે છે તેવો વળાંક આપી તમારી રીતે અંતિમધ્યેયનો ભાવ વર્ણવ્યો હોત તો વધુ ઠીક થાત .આમ આ સૌનો વારસો લઈને આપણાં સૂક્ષ્મ શરીર – કારણ શરીરનાં બીજ-તત્વ રૂપે થોડો સમય વિતાવી, વળી પાછાં આવાં જ કોઈ સ્વરૂપે આવા જ પ્રકારની ઘટમાળમાં ઘુંટાયા કરવું. પરંતુ ના, આ સાચા અર્થમાં ‘જીવન’ નથી. નિર્ણિત ધ્યેય વિનાનું જીવન એ જીવન નથી. એ તો મૃત્યુને સરાણે ચઢેલું એક હાંફતું, ધબકતું ખોખું માત્ર છે.
  સાચું જીવન તે કે જેનું હરેક કદમ નિર્વિકાર વિચારથી પ્રેરાએલ હોય, ક્ષુલ્લકને ત્યજી અનંત અને દિવ્યને પામવા જ્યાં પુરુષાર્થ હોય, હર ક્ષણે નાવિન્ય અનુભવતું જે પ્રગતિનું દ્યોતક બની રહ્યું હોય, શાશ્વત સુખ એ જેનું સીમાચિહ્ન હોય, ચરમ લક્ષ્ય હોય. તો આ ધ્યેય હાંસલ કરવામાં અંતરાય કયો છે? જેને આપણે સામાન્ય સંજોગમાં ‘હું’ કહીએ છીએ એવા આપણા આ દૈહિક જીવન પર મનનું વર્ચસ્વ છે. મન આપણાં આ શરીરનો બાહ્ય સ્વામી છે. સ્વભાવે ચંચળ હોવાને કારણે એ આપણાં આ જીવનને અસ્થિર બનાવે છે. આપણો આત્મા મનનાં આવરણ નીચે ઘેરાએલ છે. એ આવરણ જ્યાં સુધી ન હઠે ત્યાં સુધી આપણે આત્માનું સાચું સ્વરૂપ ન સમજી શકીએ. જ્યાં સુધી આપણું આ મન બદ્ધ છે, સીમિત છે, ત્યાં સુધી એ મુક્ત ન બને. આપણે પૂર્વ ખયાલોની નાગચૂડમાંથી ન નીકળીએ ત્યાં સુધી એ સીમિત જ રહેવાનું. એવું મન સર્વગ્રાહી ન બની શકે. જે વસ્તુ સીમિત છે તે મુક્ત શી રીતે હોઈ શકે? એ પૂર્ણ પણે મોકળું થઈ જવું જોઈએ. અને ‘મોકળું’ એટલે સાવ છુટ્ટું કે મર્યાદાહીન નહીં, ‘ખુલ્લું’ – open, સર્વગ્રાહી. વળી આવાં આ મનને કોઈ નિર્ણિત દૃષ્ટિ, કોઈ ઉત્કૃષ્ટ ધ્યેય સાંપડેલું હોવું જોઈએ, એક એવું ધ્યેય જે પ્રતિનું એનું પ્રયાણ મુક્ત અને ચિરંતન બની રહે.

  Reply
  • 5. chandravadan  |  August 13, 2010 at 4:36 pm

   પ્રજ્ઞાજુબેન,

   સુંદર પ્રતિભાવ માટે આભાર !….વાર્તારૂપે લખવું કે કાવ્યરૂપે…એ બધા જ મારા પ્રયાસો છે !..હા. તમે “કલ્પના” કે “ઘટના ” ગણો, પણ, અહી મારો “હ્રદયભાવ” જરૂર સમાયો છે !….તમારૂં “વાર્તાને વળાંક”નું સુચન યોગ્ય જ છે……જો હું મારી કલ્પનામાં તમોને સમાવી દઉં તો તે “ઘટના” પણ હોય શકે!…વાર્તાના “પ્રગ્નાબેન”કે તમે મારા મોટાબેન જ નહી?….ભલે, આ “પ્રેમસબંધ”માં ક્ષણભર હું મારા જ “મનનો કેદી”બનું તો, એ માટે મારો સ્વીકાર છે !….જીવનમાં આવી ઘટનાઓ બને ત્યારે હું “પ્રભુ-નામ”સહારે છુટો થઈ જાઉં છું…અને ફરી મારું ખરું સ્વરૂપ પ્રગટે છે !…આ સંસારમાં અપુર્ણ માનવી આટલું જ કરતો રહે તો એ સત્યના માર્ગે જ હોય છે…ઉચ્ચ “જ્ઞાન કે સમજ”ની ખોટ જરા પણ ના રહે….મારા પ્રયાસો ચાલુ જ છે !>>>ચંદ્રવદન.

   Reply
  • 6. સુરેશ જાની  |  August 13, 2010 at 4:36 pm

   ઉપર લખેલી કોમેન્ટ વાંચો !

   Reply
   • 7. chandravadan  |  August 13, 2010 at 4:51 pm

    સુરેશભાઈ.

    તમારી “કોમેન્ટ” વાંચી !

    મારી તમ સાથે સરખમણીમાં જરા ભુલ થઈ…નાની બેનો તમ ભાગ્યમાં, અને નથી “મોટીબેન” !

    પણ એક સત્ય..તમારો અને મારો “જગતના મોટાબેન” માટેનો સ્વીકાર એક જ વ્યક્તી !>>>>ચંદ્રવદન.

 • 8. pravina  |  August 13, 2010 at 2:26 pm

  Even though it is imagination, awesome. I can understand if you do not have “Sister” how you feel.
  I have two sons always wanted sister. Like it very much

  Reply
 • 9. Dilip Gajjar  |  August 13, 2010 at 4:51 pm

  ખુબ સુન્દર ભાવપૂર્ણ વાર્તા બહેન અને ભાઈની…હદય ભાવ વિભોર કરી દે અને બહેનની યાદ આવી જાય.

  Reply
 • 10. Harnish Jani  |  August 13, 2010 at 7:51 pm

  ગુરુ-તમારી વાર્તાનો હીરો-સૂરજ કે સુરેશ? હિરોઇન રાધા કે રેખા ? સારી વાર્તા બે ચાર વાર વાંચવી જોઇએ- અને સુધારા વધારા કરવા જોઇએ-
  એ પણ બની શકે કે મને વાર્તામાં સમજ ન પણ પડી હોય.
  આ તો ન્યુ જર્સી છે- અહીં તો અદભૂત કિસ્સા બને છે. તમે સુંદર લેખ લખ્યો.

  Reply
  • 11. chandravadan  |  August 13, 2010 at 8:57 pm

   Harnishbhai,
   Thanks a lot for your Comment !
   Yes, I had made some mistakes in the Gujarati write-up of the Varta…yes, it the story of SURESH & REKHA.
   Corrections made !
   It will be nice you read the Post again !
   >>>Chandravadan

   Reply
 • 12. rajeshpadaya  |  August 14, 2010 at 3:13 am

  ન ગમ્યુ ફક્ત આપના બે શબ્દો !! (સોરી હો મજાક કરુ છુ.)

  કેમ કે હુ તો સત્ય વાંચીને હ્રદયના ભાવનો રસ મમળાવતો હતો, પણ છેલ્લે આપના બે શબ્દોએ મારી ભાવનાને સાનંદાશ્ચર્યચકિત કરી મુક્યો………..ઉત્તમ કલ્પના………અભિનંદન અને ધન્યવાદ…

  Reply
 • 13. Ramesh Patel  |  August 14, 2010 at 3:43 am

  જીવન અને આવા લાગણીભીંના સંબંધો એ આ
  સંસારને સુગંધી ભર્યો બનાવ્યો છે.સરસ પ્રસંગ કથા.
  આપની આ હ્ર્દય સ્પર્શી વાર્તા અને પ્રતિભાવો રસભર્યા લાગ્યા.
  રમેશ પટેલ(આકાશદિપ)

  Reply
 • 14. dhavalrajgeera  |  August 14, 2010 at 1:31 pm

  I do love this tell…
  In real life we do have an elder sisters 83 years and 81 years old.
  Both are blessing us and lke their name the are Sun and Light of the family.

  Rajendra Trivedi, M. D.
  http://www.bpaindia.org

  Reply
  • 15. સુરેશ જાની  |  August 14, 2010 at 1:50 pm

   મારો ગોઠીયો રાજિન્દર)!) નસીબદાર છે. એનાં એક મોટાંબેન એમના જમાનામાં ફાર્મસીનાં પ્રોફેસર હતાં અને ‘ રામચરિત માનસ’ ના ચાહક છે.

   મારા ગોઠીયાને હું લાડમાં અનેક નામો અને વિશેષણોથી નવાજું છું. અને માળો ઈવડો ઈ – મારો મોટોભાઈ છે – એ એક જ જણ એવો છે – જે મને તુંકારેથી જ બોલાવે છે !!

   Reply
 • 16. સોહમ રાવલ  |  August 15, 2010 at 6:32 am

  એકદમ સરસ વાર્તા સર…
  ભલભલા કઠણ કાળજા પીગળી જાય એવું લખાણ છે.
  ખરેખર અભિનંદન આપને…

  Reply
 • 17. Rajul  |  August 15, 2010 at 8:15 pm

  નજીક આવતા રક્ષાબંધનના દિવસોમાં ભાઇ-બહેનનુ આમ અણધાર્યુ મિલન ગમી ગયુ.

  Reply
 • Chandamama… you made me cry…….
  one thing now I know for sure…… you are a man of sentiments and emotions….. just like me…..

  such are the people with purest of the pure…Gold heart…..
  Pure Gold is always soft…..
  🙂

  Reply
 • 19. અક્ષયપાત્ર/Axaypatra  |  August 17, 2010 at 1:21 am

  ભાઈ બહેનનો સ્નેહ નિસ્વાર્થ હોય છે તેથી શુધ્ધ ભાવ વધુ ટકી રહે છે. મોટાભાઈઓનો સ્નેહ બ્લોગ જગતમાંથી મળતો રહ્યો છે તેનો આનંદ છે.

  Reply
 • 20. પટેલ પોપટભાઈ  |  August 17, 2010 at 6:59 am

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  સરસ સુંદર હ્ર્દય સ્પર્શી હકીકત લાગતી વાર્તા.

  સંબંધને ગમે તે નામ આપો, જરૂર પડ્યે જે કોઈનો પણ ટેકો મળ્યો હોય,એ થકી આજે જ્યાં પણ હોઈએ, ત્યાંથી સતત એ બાબત યાદ રાખવામાં સાચી માણસાઈ હોય છે.

  જેમ વ્રુક્ષ ખૂબ ફૂલેલું ફાલેલુ હોય એને સતત ખબર હોય કે હું જે છું તે અદ્રશ્ય રહેલા મૂળને આભારી છું.

  સુંદર, ભવ્ય અને ઊંચી દેખાતી ઈમારતના પાયામાં અદ્રશ્ય રહેલી પહેલી ઈંટો.વાર્તાનો કેન્દ્રભાવ આ રીતે હું જોઊ છું.

  “સુરેશના હૈયે હતો તે શબ્દોમાં લખવો શક્ય નથી “

  Reply
 • 21. Pancham Shukla  |  August 18, 2010 at 1:35 am

  Well posted for coming Rakshabandhan.

  Reply
 • 22. અરવિંદ અડાલજા  |  August 24, 2010 at 9:16 am

  શ્રી પોપટભાઈની વાત સાથે સંપૂર્ણ સહમત છું અને તેથી અલગથી પ્રતિભાવ જણાવતો નથી !

  Reply
 • 23. sapana  |  August 26, 2010 at 9:50 am

  હ્ર્દયસ્પર્શી વાર્તા..હેપી રક્ષાબંધન ટુ ઓલ માય ફ્રેન્ડસ..
  સપના

  Reply
 • 24. nilam doshi  |  September 8, 2010 at 12:19 pm

  nice to read this…

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

August 2010
M T W T F S S
« Jul   Sep »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: