Archive for ઓગસ્ટ 13, 2010

મોટીબેન મળ્યા !

Brother and Sister Watching Tv Together Clipart Picture
            BROTHER and SISTER
 

 

મોટીબેન મળ્યા !

 

  

સુરેશ અમેરીકા એક ડોકટર તરીકે આવી કેલીફોર્નીઆના એક નાના ગામમાં સ્થાયી થયો હતો. આશરે ચાલીશ વર્ષ પુરા થયા….એક સરકારી નોકરી કરી, એ એના પરિવાર સાથે આનંદીત જીવન જીવી રહ્યો હતો. પરેવારમાં  એની પત્ની રેખા , અને એક દીકરી હેતલ….ત્રણ વર્ષ પહેલા જ એણે નોકરી છોડી દીધી હતી અને નિવ્રુતિ જીવનમાં ખુબ જ ખુશીમાં હતો. દીકરી હેતલને પરણાવ્યાને પાંચ વર્ષ થઈ ગયા હતા, અને ઘરે સુરેશ અને રેખા એકલા હતા !
  
નોકરી કરતા સુરેશ કોમ્પ્યુટર શીખ્યો ન હતો …..એક દિવસ એનો મિત્ર વિજય એના ઘરે આવ્યો, અને જ્યારે એણે જાણ્યું કે સુરેશ કોમ્પ્યુટરથી અજાણ છે ત્યારે એણે એ શીખવા સલાહ આપી પણ સુરેશે એને ગણકારી નહી ત્યારે વિજય એના ઘરે રોજ આવી કોમ્પ્યુટરની સમજ આપી, અને સુરેશ ટુંક સમયમાં “ઈમેઈલ” કરતો થઈ ગયો …ધીરે ધીરે “ઈનટરનેટ”ની સફરો કરી અનેકના બ્લોગો પર જઈ, લખાણો વાંચવા લાગ્યો …ફરી ગુજરાતી ભાષામાં વાંચી એને આનંદ હતો !
  
એક વાર, ગુજરાતી બ્લોગોની સફર કરતો હતો ત્યારે એ અચાનક “પ્રગ્નાનો બ્લોગ” નામે એક બ્લોગ પર પહોંચી ગયો. આ હતો બ્લોગ “પ્રગ્ના જાની”નો !…..એક બે લેખો અને કાવ્યો વાંચ્યા ….બ્લોગર વિષે કાંઈ માહિતી ના હતી, છતાં એના મનમાં થવા લાગ્યું કે કદાચ મોટીબેન….પ્રગ્નાબેન જેને એણે સુરતમાં જાણેલા એ જ હશે !….બ્લોગ પર જતા એટલું જાણેલું કે એઓ ન્યુ જર્સીના રહીશ હતા !…..આ વાત થોડા દિવસોમાં ભુલાય ગઈ. …..બીજે મહીનામાં એક “મેડીકલ કોન્ફ્રન્સ” માટે એ ન્યુ જર્સી એના પત્ની રેખા સાથે લોસ એન્જીલીસના એરપોર્ટ પર હતો.
 
સુરેશ પહેલીવાર ન્યુ જર્સી જતો હતો. “એડીસન” શહેરની હોટેલમાં બુકીંગ પ્રમાણે એ પત્ની સાથે એ હોટેલના રૂમમા હતો. થાક્યા હતા એટલે આરામ કરવા બેડ પર ……એ ત્રણ કલાકો ક્યાં ગયા તેની જાણ નહી ….પણ ઉઠ્યા ત્યારે ભુખથી પીડાતા હતા. ક્યાં જઈશું ?  ફોન બુક નજીક હતી ….એણે પેઈજીસ ફેરવ્યા, અને “સુરતી ફરસાણ રેસ્ટોરાન્ટ”નું નામ વાંચ્યું …સુરેશને ફરી જાણે એનું સુરત શહેર યાદ આવી ગયું …..રેખા સુરત નજીકના ગામની જ હતી ,….એથી બન્ને ત્યાં જ જવા નિર્ણય લીધો અને ટેક્સી બોલાવી. અર્ધા કલાકમાં તો ટેક્સી રેસ્ટોરાન્ટ આગળ આવી ઉભી રહી ….પૈસા ચુકવી જ્યારે બન્ને રેસ્ટોરાન્ટ અંદર જઈ રહ્યા ત્યારે સાંજ થઈ ગઈ હતી, અને “ડીનર”નો સમય હતો.  રેસ્ટોરાન્ટમાં અનેક સજોડમાં કે પરિવાર સાથે…કે કોઈ મિત્રો સાથે તો કોઈ એકલા. રેસ્ટોરાન્ટમા કામ કરતા માણસે સુરેશ અને રેખા નજીક આવી એમને એમના ટેબલ તરફ લઈ જતા હતા ત્યારે સુરેશની નજર એક ટેબલ પર પડી…એક વ્યક્તિ પર પડી…એ એક નારી હતી, અને એની સાથે એક વ્રુધ્ધ પુરૂષ હતા……રેખા સાથે ટેબલ પર બેસી કહે..” રેખા, પેલી દુર બેઠેલી નારીને હું જાણું છું !”…રેખાએ એ ટેબલ તરફ નજર કરી, અને કહે”સુરેશ, હું નાજાણું …પણ તું કંઈક વહેમમાં હશે !..છોડ એ વાત !”
 
ભોજન માટે ઓર્ડર થઈ ગયો….પણ સુરેશ વિચારોમાં હતો.ભોજન આવે તે પહેલા, એ ઉભો થયો અને રેખાને કહ્યું ” હું પેલા ટેબલ પર જાઉં છે ” રેખા કાંઈ બોલે તે પહેલા એ દુર જઈ ચુક્યો હતો.
 
પેલા ટેબલ નજીક ઉભો રહી એણે પુછ્યું….” બેન તમે પ્રગ્નાબેન ?”
 
“હા,  પણ …” બેને જવાબરૂપે કહેવાનું શરૂ કર્યું અને હજુ વાક્ય પુરૂ ના થાય એટલે….
 
“અને, બેન, તમે સુરતમાં પ્રિયા હોટેલ નજીક આઠવા ગલીમાં રહેતા હતાને ?” સુરેશે પુછ્યું.
 
” હા, પણ તું મને કેવી રીતે જાણે ? ” અચંબા સાથે એમનો પ્રશ્ર્ન હતો !
 
ત્યારે સુરેશે એની કહાણી શરૂ કરી…….
 
“આઠવા ગલીમાં હું હતો સુરેશ ત્રિવેદી…મારા માતા-પિતા કાન્તાબેન અને ભાલચંદ્રભાઈ..અમે ગરીબ હતા…..તમે ત્યારે પ્રગ્નાબેન શુકલ નામે હતા….તમે મારાથી બાર વર્ષ મોટા. હું નાનો હતો ત્યારે ત્યારે શાળામાં સમજ ના પડતી ત્યારે તમે મદદરૂપ થતા અને વધુ ભણવા માટે પ્રેરણાઓ આપતા ……તમારી પ્રેરણાઓના કારણે જ હું ડોકટર બન્યો, અને અમેરીકા આવી શક્યો. મારે ન હ્તો ભાઈ …ન હતી બેન. મેં તમને જ “મોટીબેન”કહી બોલાવ્યા હતા. સુરત બહાર મેડીકલનું ભણતર કરતા હું સુરત ફરી ના ગયો કારણ કે મારા માતાપિતા ગામમાં રહેવા ગયા હતા. એક વાર ડોકટર બની, સુરત આઠવા ગલી ગયો તો તમારા ઘરે તાળા હતા ..બાજુમાં પુછ્યું તો કોઈને તમારા વિષે જાણ ન હતી. હું નારાજ થયો હતો …..અને પછી એક વર્ષ કામ કરી અમેરીકા ૧૯૭૭માં આવ્યો હતો,” …આટલું કહી, એણે ઈશારો કરી રેખાને બોલાવી, અને કહ્યું …” મોટીબેન, આ મારી પત્ની રેખા !”
 
રેખાએ હાથો જોડીને “જય શ્રીક્રુષણ” કહ્યું .
 
પ્રગ્નાબેને બન્નેને ટેબલ પર બેસવા વિનંતી કરી, અને રેખા સુરેશ ટેબલ પર સાથે હતા !…..અને, સુરેશે પુછ્યું ” મોટીબેન, હવે તમે તમારા વિષે કાંઈ કહેશો ? “
 
પ્રગ્નાબેનએ પ્રથમ સાથે બેઠેલા પ્રફુલ્લ તરફ આંગળી કરી કહ્યું ” આ છે પ્રફુલ્લ, મારા જીવનસાથી !”…..પછી, થોડો શ્વાસ લઈ વાત શરૂ કરી….
.
“સુરેશ, તને નાનો હતો ત્યારે જોયો હતો…આજે તને જોયો ત્યારે હું તને ઓળખી ના શકી એનો અફસોસ થાય છે. પણ સત્ય તો એ છે કે મારા ભાગ્યમાં પણ ભાઈ ન હતો …ના હતી બેન !….તું જ મારો વ્હાલો નાનો ભાઈ હતો ! જ્યારે તું મારી પાસે આવતો અને “મોટીબેન” કહેતો ત્યારે મારૂં હૈયું નાચી ઉઠતું …..આજે તને અનેક વર્ષો બાદ મળતા જે આનંદ છે તે શબ્દોમાં કેવી રીતે કહું ?…..હવે, હું તને મારી વાત કહું……..હું સુરતની કોલેજમાં ભણતી તે તો તને યાદ હશે જ…..ગુજરાતી સાહિત્ય અને મેથેમેટિક્સ આ વિષયે મેં ડીગ્રી મેળવી, અને ત્યારબાદ, હું એ જ કોલેજમાં ભણાવતી હતી, અને હજુ એક વર્ષ થયું અને ભાવનગરથી પ્રફુલ્લ મને જોવા આવ્યો….એક બીજાને મળ્યા, ….અને તરત લગ્ન થયા, અને મેં સુરત છોડ્યું અને ભાવનગર રહેવા લાગી ….હું ભાવનગરની કોલેજમાં ભણાવવા લાગી ….મારું જીવન સુખી હતું ….સંતાનસુખરૂપે ચાર બાળકો…પહેલો દીકરો અને ત્યારબાદ, ત્રણ દીકરીઓ. આજે બધા જ પરણી સુખી આનંદમાં છે ……અને બે દીકરી તો પતિના હ્ક્કે અમેરીકા સેટલ થયા બાદ, જ્યારે અમારૂં રીટાયરમેન્ટ ૧૫ વર્ષ પહેલા શરૂં થયું ત્યારે અમોને અહી બોલાવ્યા…ત્યારથી હું અને પ્રફુલ્લ દીકરીઓના પરિવાર સાથે ખુબ આનંદમાં જીવન જીવી પ્રભુનો પાડ માની રહ્યા છે…અરે, ત્રણ સાલ પહેલા જ્યારે અમારી ૫૦મી “વેડીંગ એનીવર્સરી” ઉજવી ત્યારે જે આનંદ અનુભવેલો તેનું વર્ણન આપવું અશક્ય છે !” …….આટલું કહી પ્રગ્નાબેન અટકી ગયા..એમની આંખોમાં આંસુઓ હતા ……અને થોડી મીનીટો બાદ બોલ્યા..” સુરેશ, તું તો મારા દીકરા સમાન મારા દીલમાં હંમેશા રહ્યો છે …ઘણીવાર પ્રફુલ્લ સાથે બેસી અમે તારી જ વાતો કરી આનંદ અનુભવતા” ….આવું કહ્યું ત્યારે પ્રફુલ્લભાઈ, જે અત્યાર સુધી શાંત હતા તે બોલ્યા..” સુરેશ, તને આજે પહેલીવાર જોયો પણ તારા વિષે મેં અનેકવાર સાંભળ્યું છે એ સત્ય છે …..એ સાંભળી , મારા હૈયે તું મારો દીકરો જ છે…..અમારા પ્રણવ કરતા તું જ મોટો અમારો પહેલો દીકરો !”
 
આટલા શબ્દો પ્રગ્નાબેન અને પ્રફુલ્લભાઈના સાંભળી, રેખા આનંદમાં બોલી…” મોટીબેન અને પ્રફુલ્લભાઈ, સુરેશને પરણી ત્યારથી એણે અનેકવાર, પ્રગ્નાબેન્નું નામ કહી સુરતના ગાળેલા દિવસોની કહાણી કહી છે ! એ ગરીબાય ભુલ્યો નથી …એ પ્રગ્નાબેન ને પણ કદી ભુલ્યો જ નથી ..આજે મેં સુરેશને પહેલીવાર આટલો ખુશ જોયો છે, “
 
સુરેશ તો રેખા એનું વાક્ય પુરૂ કરે તે પહેલા ઉભો થઈ પ્રગ્નાબેન ને ભેટી પડ્યો…એની આંખમાં આંસુઓ હતા ! “મોટીબેન, મોટીબેન” કહેતો કહેતો એ તો પ્રગ્નાબેન આનંદમાં દબાવતો હતો !…..પ્રગ્નાબેને છુટો કરી, એના કપાળે હાથ ભેરવ્યો ત્યારે એ શાંત થયો …અને પ્રફુલ્લભાઈના ચરણ સ્પર્સ કરી નમન કર્યા !…..કોન્ફ્રન્સ બાદ, પ્રગ્નાબેનના ઘરે જવાનો નિર્ણય લઈ  સુરેશ અને રેખા એમના ટેબલ પર ગયા …  પ્રગ્નાબેન અને પ્રફુલ્લભાઈ આનંદમાં “ગુડબાય” કહી રેસ્ટોરાન્ટની બહાર ગયા. સુરેશ ડીનર ખાતા ફક્ત એક વિચારમાં હતો “મને મારી મોટીબેન મળી ગઈ !”
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી 
આ વાર્તા લખાણ …તારીખ જુલાઈ ૧૬, ૨૦૧૦
 
 

બે શબ્દો..

આ વાર્તા મારી કલ્પના છે !
પણ….આ વાર્તામાં મારા હ્રદયના ઉંડાણના “વિચાર-ઝરણા” ના તમે દર્શન કરી શકો છો !
મારા માતાપિતાને પ્રથમ મારા “મોટાભાઈ”…ત્યારબાદ, ચાર બાળ અવસાનો…અને અંતે “હું”. ….આથી, અમે બે ભાઈઓ. ના કોઈ “બેન”.
આથી, જગતમાં નિહાળી, મેં “બેન” કહેવાની તકો લીધી .જેને મેં બેન કહી તેને મેં મારા હ્રદયમાં અપનાવી, મારો “પેમ” આપ્યો.
આ વાર્તામાં સુરેશની હાલત એવી જ હતી !…..એને બચપણમાં એક “મોટીબેન” નો પ્યાર મળ્યો…..પ્રેરણાઓ મળી…અને જ્યારે એને સફળતા મળી ત્યારે એની મોટીબેન ક્યાં છે એની ખબર ન હતી. …..એનું જ “દર્દ” એને જીવનભર રહ્યું . અને જ્યારે અચાનક મોટીબેન સાથે એનો ભેટો થાય ત્યારે જે આનંદ સુરેશના હૈયે હતો તે શબ્દોમાં લખવો શક્ય નથી…..એ તો સૌ વાંચકોએ કલ્પના કરી માણવો રહ્યો !
આશા છે કે તમોને આ પોસ્ટ ગમે !
ચંદ્રવદન 
 
 
FEW WORDS…
Today’s Post entitled “Motiben Malya!”meaning “Elder Sister if found !” is a short Story in Gujarati, in which Suresh who accepted Pragnaben as her own Elder Sister, lost contact of her for years & suddenly met her in America. The story is the expression of their “feelings” for each other..their Love !
I hope you like this as a Post !
Chandravadan

 

ઓગસ્ટ 13, 2010 at 1:12 પી એમ(pm) 24 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 394,955 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031