મોહમાયાના સબંધો ના છુટે !

July 29, 2010 at 3:03 am 15 comments

 
 
 
 

મોહમાયાના સબંધો ના છુટે !

મોહમાયાના સબંધો ના છુટે રે,
અરે, ભાઈ, મોહમાયાના સબંધો ના છુટે રે !…..(ટેક)
બચપણમાં, માત-પિતાને પૂજ્ય ગણી,
બાંધ્યા સ્નેહ-સબંધો એ સાચા,
એ તો ના રે છુટે !…….મોહમાયા..(૧)
 
થઈ મોટા, લાગે સ્નેહસબંધો ભાઈ બેનોમાં,
અને, કાકા-કાકી, મામા-મામી, માસા-માસીમાં,
એ તો ના રે છુટે !…….મોહમાયા…..(૨)
 
પરણતા, પત્ની-પ્રેમ સાથે, સંતાન-સ્નેહ રે આવે,
જે, પૌત્ર-પૌત્રીની મોહમાયા રે લાવે,
એ તો ના રે છુટે !……મોહમાયા….(૩)
 
સંસારમાં રેહેતા, મોહમાયા તો હૈયે લાગે,
સંસારમાં રેહેતા, કાંઈ સમજમાં ના આવે,
મોહમાયા ના છુટે રે !…..મોહમાયા…(૪)
 
“અરે, ઓ, બાળ મારા, ભલે રહે તું આ સંસારમાં,
જો, મોહમાયા સતાવે, તો રક્ષણ છે મારી યાદમાં “
 સાંભળી પ્રભુની એવી વાણી,મોહમાયા રે  છુટી મારી !
 
કાવ્ય રચના….તારીખ જુલાઈ ૨૨, ૨૦૧૦                 ચંદ્રવદન.
 

બે શબ્દો…

માનવ જીવન આ જગતમાં !
 
માનવીને સ્વતંત્ર વિચારધારા !
 
માનવીનું આ સંસારમાં રહેવું ….અને પ્રભુએ જ રચેલી મોહમાયાનો સામનો કરવાનો રહે !
 
એથી જ માનવ-જીવન એક સંગ્રામ છે !
 
જીવનમાં “ઘટનાઓ” તો બનતી જ રહે !….ગમતી કે અણગમતી !
 
સુખ કે દુઃખનો  અનુભવ  એ જ મોહમાયા !
 
એ અનુભવમાં જો માનવી “પ્રભુ-સ્મરણ” કરી શકે….તો મોહમાયા જરા દુર…અને એ જો “શ્રધ્ધા” સાથે યાદ કરતો રહે ત્યારે મોહમાયા માનવીની નજીક આવી શકતી નથી જ !
 
મારા કાવ્યમાં આ સંદેશો છે>>>>

માનવીને  સંસારમાં રહેવું એ એક હકિકતરૂપે સ્વીકારવું રહ્યું ….સંસારમાં “મોહમાયા” પણ છે એ જાણી, પ્રભુને યાદ કરી “છુટકારો” મેળવવા પ્રયાસ કરતા રેહવું ….એવી જ યાદમાં માનવી “પરમ તત્વ”ને ખરેખર સમજી શકે છે …આવી સમજ સાથે, માનવી મોહમાયાથી દુર રહી શકે છે !

આ કાવ્ય..આ સંદેશો તમોને ગમે એવી આશા !
ચંદ્રવદન.
 
FEW WORDS…
Today’s Post is a Poem in Gujarati….the meaning of it’s Title is “Unable to Detach from the Worldly Attractions”
In the Poem or the “Few Words” in Gujarati I did not mention how this Poem was inspired….it is the “hurt” that awakened me….it translated into “words” and this Poem….but my “healing” is in the last lines of the Poem with my “surrender” to God !
Hope you like this Post !
Chandravadan.
Advertisements

Entry filed under: કાવ્યો.

મેરે જીવનમેં આયી એક આશા-મિલી ! ચંદ્રવિચારો શબ્દોમાં (૧૫)

15 Comments Add your own

 • 1. pragnaju  |  July 29, 2010 at 1:02 pm

  “અરે, ઓ, બાળ મારા, ભલે રહે તું આ સંસારમાં,
  જો, મોહમાયા સતાવે, તો રક્ષણ છે મારી યાદમાં “
  સાંભળી પ્રભુની એવી વાણી,મોહમાયા રે છુટી મારી !
  ખૂબ સુંદર
  સંતો વારંવાર કહે છે

  તિમિરરૃપ છવાયેલા અંધકારનાં વાદળોને દૂર કરીને જ્ઞાનરૃપી જ્યોતને પ્રગટાવી લેવાની વાત છે. આપણા દરેકના કહેવાતા સંસારના સંબંધોમાં ઘણા બધા કુરિવાજો, ગેરમાન્યતાઓ, વહેમો, અંધશ્રદ્ધા, શંકા-કુશંકા, તંત્ર-મંત્ર, દોરા-ધાગા વગેરે જોવા મળતાં હોય છે. સમાજમાં દરેક વ્યક્તિના પોતાના જ વ્યવહારની અંદર આવી જ રીતે તિમિરના અંધકારનાં વાદળો ઘેરાયેલાં છે, તેને દૂર કરીને જ્ઞાનરૃપી અમૃતને ફેલાવવાની અહીં જરૃર છે. જ્ઞાનરૃપી અમૃત જે વ્યક્તિ એક વાર ગ્રહણ કરે છે, તેવા વ્યક્તિને આ બધી વાતો ક્ષુલ્લક અને નકામી લાગે છે.

  Reply
 • 2. dhavalrajgeera  |  July 29, 2010 at 1:27 pm

  સાંભળી પ્રભુની વાણી,
  મોહમાયા છુટી મારી.

  Thy is within you.Find with your mind and listen with yhe heart.

  Rajendra Trivedi, M. D.
  http://www.yogaeast.net
  http://www.bpaindia.org
  Tulsidal
  Dhavalrajgeera

  Reply
 • 3. Rajul Shah  |  July 29, 2010 at 2:25 pm

  માનવીને સંસારમાં રહેવું એ એક હકિકતરૂપે સ્વીકારવું રહ્યું ….સંસારમાં “મોહમાયા” પણ છે એ જાણી, પ્રભુને યાદ કરી “છુટકારો” મેળવવા પ્રયાસ કરતા રેહવું ….એવી જ યાદમાં માનવી “પરમ તત્વ”ને ખરેખર સમજી શકે છે …આવી સમજ સાથે, માનવી મોહમાયાથી દુર રહી શકે છે .

  જ્યાં સુધી જીવ મોહ-માયામાં છે ત્યાં સુધી શીવ ક્યાં પ્રાપ્ત થવાના ? મોહ માયા જે દિવસે છુટશે તે દિવસથી મોક્ષ તરફી પ્રયાણ થશે–સૌ જાણે છે અને છ્તાં ય આ બંધન ક્યાં છુટે છે?

  Reply
 • 4. Ramesh Patel  |  July 29, 2010 at 5:33 pm

  દાતા એ
  રમાડે એ
  કોઈ કહે કર્મનાં લેખાંજોખાં
  લઈ આવ્યા,
  ઉકેલીયે ભમરડા જેમ.
  પણ લાગે મને
  રાગદ્વેશ છૂટે
  જિવનમાં સુવાસ વછૂટે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 5. pravina  |  July 29, 2010 at 9:01 pm

  yes, it is there. “Mohmaya”.
  But we hve to learn like Lotus.
  “Jalkamalvat”

  Reply
 • 6. hema patel.  |  July 30, 2010 at 2:09 am

  પરમ તત્વને પામવા માટે મોહમાયા છોડવાની છે, જગતની જુઠી માયા
  હ્શે તે ભક્તિ માર્ગમાં અવરોધ ઉભા કરે છે.છ્તાં પણ દરેકને માટે માયા
  છોડવી બહુજ કઠીન છે.

  Reply
 • 7. chetu  |  July 31, 2010 at 10:48 am

  ક્યારેક થાય કે માનવી જેટલી મોહ માયા સંસારમાં રાખે છે એના બદલે ભગવાનમાં રાખે તો ..? પરંતુ એ જ કઠીન છે .. અને જન્મોજન્મ ના ફેરા માં મુક્તિ ને શોધતો ફરે છે ..!!

  Reply
 • 8. sapana  |  August 1, 2010 at 2:04 pm

  “અરે, ઓ, બાળ મારા, ભલે રહે તું આ સંસારમાં,
  જો, મોહમાયા સતાવે, તો રક્ષણ છે મારી યાદમાં “
  સાંભળી પ્રભુની એવી વાણી,મોહમાયા રે છુટી મારી !

  ઈસલામમા આજ વસ્તુ કહી છે આ સંસારમા રહીને મોહમાયાને ત્યાગો સંન્યાસઈ થવા જશો તો અકુદરતી વલણ થશે કારણકે સગાવ્હાલાઓની આસક્તી જવાની નથી તમે ફકત દબાવો છો તો સગાવહાલાઓને ચાહીને ઈશ્વરને ચાહો એજ રસ્તો યોગ્ય!
  સપના

  Reply
 • 9. hema patel.  |  August 1, 2010 at 4:25 pm

  મનુષ્ય જ્યારે અંર્તમુખ થાય, પર્માત્મામાં લીન થાય ત્યારે
  આપોઆપ તેની જાતે જ બધુ છુટતુ જાય પછી તેને કોઈ
  મોહ માયા રહે્તી નથી. અને મોહમાયા હ્શે ત્યાં સુધી અંર્તમુખ
  નહી થવાય.એટલે મોક્ષ માટેના જે ત્રણ માર્ગ બતાવ્યા છે
  વેદાન્તમાર્ગ, યોગમાર્ગ અને ભક્તિ માર્ગ. આ ત્રણ માર્ગમાંથી
  કોઈ પણ માર્ગ અપનાવી સતત પર્માત્મામાં લીન રહેવાનુ છે.
  આ દરેક વસ્તુ માટે જ્ઞાન અને તે વસ્તુમાં વ્યસ્ત રહેવાની
  જરુર છે. આધ્યાત્મિક માર્ગ એ એટલો ઉન્ડો વિષય છે. બે
  શબ્દોમાં સમજાવી શકાય તેમ નથી. અને ક્દાચ એક જ્ન્મમાં
  પણ ન સમજાય તેવો વિષય છે. સતત ભક્તિ કરવા છતા
  પણ ધણી વખત કેટલા જન્મો બાદ મુક્તિ મળે, એવુ પણ
  બની શકે.મોહમાયાની સાથેસાથે રાગ અને દ્વેશ પણ મનુષ્યને
  જન્મો જન્મના બંધનમાં નાખે છે.આ દરેક વસ્તુ સમજાવવા
  માટે પરમેશ્વરે રુષિયો દ્વારા આપણા માટે વેદ, ઉપનિષદ, પુરાણની
  રચના કરી,સ્વયમ શ્રી ક્રિષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો.
  હવે આપણા ઉપર આધાર છે.દરેક વસ્તુ કેવી રીતે અને
  કેટલી અપનાવવી. કયો માર્ગ અપનાવવો. ફરીથી જન્મ કે મોક્ષ.

  Reply
 • 10. MADHAV DESAI  |  August 2, 2010 at 1:33 am

  Good Blog,

  Awaiting your visit to http://www.madhav.in

  thanks

  Reply
 • 11. અશોકકુમાર દેશાઈ  |  August 2, 2010 at 9:40 am

  રચના અને તેનો ભાવાર્થ ખુબજ યથાર્થ અને સુંદર છે.

  અભિનંદન

  આવી જ સારી રચનાઓ સાંભળવા જરૂરથી અમારા બ્લોગની મુલાકાત લેશો.

  ‘દાદીમાની પોટલી’ -http://das.desasi.net

  Reply
 • 12. Capt. Narendra  |  August 2, 2010 at 4:01 pm

  સરસ વાત કહી, ચંદ્રવદનભાઇ. આપના કાવ્યે નરસિંહ મહેતાના ભજન તરફ નિર્દેશ કર્યો, જેમાંની બે પંક્તિઓમાં પર્શ્ન તથા તેનો ઉકેલ મળી જાય છે. જેના મનમાં વૈરાગ્યની દૃઢ ભાવના હોય તેને મોહ માયા વ્યાપી શકતી નથી. ઘણું સારૂં યું આપની કૃતિ વાંચીને.લાગ્

  Reply
 • 13. chandravadan  |  August 2, 2010 at 6:32 pm

  અત્યાર સુધી જે કોઈ પાધારી એમના “પ્રતિભાવો” આપ્યા તે વાંચી, મને ખુબ જ આનંદ થયો છે !

  સૌએ “સરસ” લખ્યું છે, અને જે વાંચી, મારૂં “જ્ઞાન” પણ વધ્યું છે !…..અને, અંતે જે નરેન્દ્રભાઈએ “બે શબ્દો” લખ્યા…અને જેમાં એમણે “નરસિંહ મેહતાની વાણી” નો ઉલ્લેખ કર્યો !…અને આ મારી પોસ્ટમાં આવો જ “સંદેશો” હતો !

  પ્રતિભાવ આપવા માટે સૌનો આભાર !

  >>>>ચંદ્રવદન

  Dear All…My THANKS to all who had posted their COMMENTS for this Post !
  Those who will read this Post in the Future and post their COMMENTS, my “THANKS ” to them too !
  Chandravadan

  Reply
 • 14. Dilip Gajjar  |  August 3, 2010 at 10:53 am

  આપનું કાવ્યું સુંદર છે …અભિનંદન …થોડી મારી પંક્તિ કહું ,….
  વ્યાપી રહી સંસારમાં માયા પ્રભુની છે
  વર્તાઈ રહી છે વિશ્વમાં છાયા પ્રભુની છે
  છે આતમા પરમાત્મા ની કઈ ખબર ના,
  જીવી રહ્યો છે જિંદગી કાયા પ્રભુની છે
  આ બશું કોના લીધે છે જેને લીધે તેનું સ્મરણ અને અર્પણ કરવાથી માયા બાધક નહિ સાધક બની રહે ..
  માયા વિના જગત નીરસ બની જાય …જે જે વિષયની માયા તેવી જ માયા ઈશ્વર માટે તો..માયા શું બગાડી શકે ?
  દિલીપ

  Reply
 • 15. પટેલ પોપટભાઈ  |  August 4, 2010 at 6:30 am

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  “અરે, ઓ, બાળ મારા, ભલે રહે તું આ સંસારમાં,
  જો, મોહમાયા સતાવે, તો રક્ષણ છે મારી યાદમાં “

  સાચા સ્નેહ-સબંધોની મોહમાયા વધારવા માટે છે, પ્રભુ સુધી વધારવી .

  ” માયા બાધક નહિ સાધક બની રહે .. ” Dilip G.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

July 2010
M T W T F S S
« Jun   Aug »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: