મેરે જીવનમેં આયી એક આશા-મિલી !

જુલાઇ 25, 2010 at 12:57 પી એમ(pm) 22 comments

 
 
 Child Sleeping With His Thumb in His Mouth
 

મેરે જીવનમેં આયી એક આશા-મિલી !

મેરે જીવનમેં આયી એક આશા-મિલી !
દીલમેં ખુશીયા, ખુશીયા હી  લાયી!…….(ટેક)
 
એક નન્નીસી પરી, એ તો,
આભસે ઉતરકે વો આયી !…..મેરે….(૧)
 
એક નન્નીસી ગુડીયા એ તો,
સ્વર્ગસે બન કર વો આયી !……મેરે….(૨)
 
એક ફુલકી કલી એ તો,
 મહેક દેને કે લીયે આયી !…..મેરે…..(૩)
 
પ્રભુને ઉસકો બનાયા જે સે,
કે, દીલમેં પ્યાર દેને આયી !….મેરે….(૪)
 
અબ આશા-મિલી ઘરપે જો આયી,
નહી આરઝુઓ કોઈ  બાકી !….મેરે ….(૫)
 
કાવ્ય રચના…જુલાઈ, ૨૨, ૨૦૧૦                 ચંદ્રવદન
 
 
 

બે શબ્દો…

આજની પોસ્ટ છે એક “આશા-મિલી” વિષે !
 
એક કાવ્યરૂપે મેં મારા હ્રદયભાવો દર્શાવ્યા છે !
 
ગુજરાતી ભાષા બરાબર ના આવડે ,,,,અને હિન્દી ભાષાનું જ્ઞાન તો અલ્પ….જરા બોલી શકું ….તેમ છતાં, કાવ્યરૂપે લખાવાનો મારો આ પ્રયાસ છે !
 
“આશા-મિલી” એટલે અમારી પૌત્રી ( Grand Daughter)..અને અમે એના આજાબાપા, આજીમા ( Maternal Grandparents) !
 
મોટી દીકરી નીનાની એ દીકરી !
દીકરી રૂપાના લગ્ન જુલાઈ ૪, ૨૦૧૦ના રોજ હતા …..અને આશા-મિલી અમારે ઘરે પહેલીવાર આવી…..જુન, ૨૧, ૨૦૧૦ના દિવસે આવી, અને જુલાઈ, ૨૩. ૨૦૧૦ના દિવસે ફરી ઈન્ગલેન્ડ ગઈ !
 
એક મહીનામાં એણે અમારા દીલ જીતી લીધા !…..જ્યારે એ કાલુ કાલુ બોલી “બા..પા” કે “મા” કહેતી ત્યારે અમારા હૈયા નાચી ઉઠતા ….એને રમતી નિહાળી હૈયે આનંદ આનંદ હતો !….જે ઘરમાં ખુશી હતી તે અચાનક એના ગયાથી દુર ચાલી ગઈ …હવે એની યાદ જ રહી ગઈ !
 
આ કાવ્યમાં ફક્ત ખુશીનું વર્ણન છે !
 
આ રચના ગમે કે નહી….પણ એમાં ભરેલો “ભાવ” સ્વીકારશો !…..અને જો યોગ્ય લાગે તો “પ્રતિભાવ” જરૂર આપશો …જે વાંચી મને આનંદ થશે !
 
તમે “બે શબ્દો” ના લખી શકો તો કાંઈ નહી …તમે આ પોસ્ટ વાંચી તેનો મને આનંદ છે !
 
ચંદ્રવદન.
 
FEW WORDS…
 
Today you are reading a Post of a Kavya ( Poem in Gujarati) & it is entitled ” Mere Jivame Aayi Ek Aasha-Mili”….Today it is GURU-PURNIMA Day too !
Aasha-Mili is the name of our GrandDaughter.
We are her Maternal GrandParents !
For a month she was at our Home & we were SO HAPPY !
In the Poem I had expressed that “Happiness”!
I hope you like this Post !
Chandravadan

Advertisements

Entry filed under: કાવ્યો.

ચલોરંગુન ! ચલો રંગુન !……..”નટુભાઈને શ્રધ્ધાજંલી !” મોહમાયાના સબંધો ના છુટે !

22 ટિપ્પણીઓ Add your own

 • 1. Suresh Jani  |  જુલાઇ 25, 2010 પર 1:36 પી એમ(pm)

  Oh! what a great charm grand children give to old people? It is the happiness, only people like us can rejoice.
  They add s new value in your life.
  When you get old, you enter a neo childhodd and the infants/ toddlers add rosy colors in that new dawn of life.
  Old stage is not stale, as young people despise.

  જવાબ આપો
 • 2. pragnaju  |  જુલાઇ 25, 2010 પર 1:51 પી એમ(pm)

  સચમુચ નન્હી પરી હી હૈ મિલી

  વિશ્વમાં જન્મ લેતાની સાથે જ માણસ અગણિત સંબંધો અને ઘટનાઓથી બંધાઈ જાય છે. જન્મનો હેતુ આપણે જાણતા નથી. કોઈ દૈવી શક્તિથી નિર્મિત આપણો જન્મ નિશ્ચિત કરેલા પરિબળોના આધારે ધીરે ધીરે આકાર પામે છે. જીવનની દરેક પળનો અભિગમ જે કુદરતે આપણી માટે નક્કી કર્યો છે તે સહજતાથી સ્વીકારવો પડે છે. જિંદગીમાં જે નથી મળ્યું તેનો અફસોસ અને જે મળ્યું છે તેનો આનંદ સહજ રીતે માણવો મુશ્કેલ બને છે. જિંદગીની રમતમાં ગમતી કે અણગમતી, સમ કે વિષમ પરિસ્થિતિ, સફળ કે અસફળતાના માપદંડની પારાશીશી જે વ્યક્તિએ વ્યક્તિએ જુદી હોય છે. આપણા અંગત સુખ-દુ:ખને સ્પર્શતી એવી દરેક પરિસ્થિતિને જીરવવી પડે છે. દરેક અવસ્થાને મને-કમને સ્વીકારવી પડે છે. જરૂરી નથી કે આપણા જીવનમાં બનતી દરેક ઘટના આપણી ઈચ્છા મુજબ રૂપ ધારણ કરીને પ્રસ્તુત થતી રહે.

  આયુષ્યપર્યંત દરેક ક્ષણ આપણી માટે આનંદની જ હોઈ શકે, શક્ય નથી. જીવનના માર્ગ પર ઘણીવાર અકલ્પનીય મુશ્કેલીઓ, સમસ્યાઓ તથા સંઘર્ષોનો સામનો માણસે કરવો પડે છે. ક્યારેક અપ્રતિમ સફળતાનું સુખ પરમ આનંદનો અનુભવ કરાવે છે તો કદીક નિષ્ફળતાની ચરમ સીમા મન અને મગજને અસંતુલિત કરી મૂકે છે. જેના ગર્ભમાંથી જન્મે છે ચિંતા, હતાશા, નિરાશા – જેમાંથી બચવાનો કોઈ કિનારો દેખાતો નથી. મૂંઝવણમાં મૂકી દેતી આ સ્થિતિનો ભાર સતત મનને અકળાવી મૂકે છે. એક જ ટ્રેક પર દોડતું આપણું મન પોતાને જ ઓળખી શકતું નથી. જ્યાં પરિવર્તનને અવકાશ છે ત્યાં સુધી નજર પહોંચતી જ નથી. જિંદગીના બગીચામાં ખરી ગયેલા વરસોમાં પોતાને ગોતતો રહે છે. ભૂતકાળના થાકથી કે ભવિષ્યની ચિંતાના ભારથી નાની-નાની વાતોમાં ચિડાઈ જતો માણસ જો પોતાના જીવન પ્રત્યેનો અભિગમ બદલે તો તેના જીવનમાં જરૂર પરિવર્તન લાવી શકે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. જીવનની દરેક ક્ષણ પર કોઈ અદશ્ય શક્તિની સંપૂર્ણ પકડ હોય છે જેને તમે ઈશ્વર કે દૈવી શક્તિના નામથી ઓળખી શકો છો.

  જો માણસ એટલું સમજી લે કે દરેક કર્મ ઈશ્વરાધિન છે, યોગ્ય સમયે યોગ્ય ફળ આપણને મળશે જ તો ઘણો રીલેક્સ રહી શકે. પણ માનવમન ચિંતા કે જવાબદારીના પોટલાનો ભાર પોતાના માથા પર મૂકીને જ ફરતો રહે છે. જ્યારે ખરી જવાબદારી તો ઈશ્વરની છે. આનો અર્થ હરગિજ એવો નથી કે પુરુષાર્થ કરવો જ નહીં અથવા કોઈ પણ પ્રકારનું બૂરું કર્મ કરીને છૂટી જવું. ગીતામાં ભગવાન કૃષ્ણે આપેલ સંદેશ પ્રમાણે ‘સત્કર્મ કરો ફળ ઈશ્વરની ઈચ્છા પર છોડી દો.’ આ સંદેશને પચાવવા માટે ઈશ્વર પ્રત્યેનો દઢ વિશ્વાસ હોવો અત્યંત જરૂરી છે.

  .. જન્મપ્રસંગે બધાઈ અને શુભકામનાએં !!

  જવાબ આપો
  • 3. chandravadan  |  જુલાઇ 25, 2010 પર 2:48 પી એમ(pm)

   પ્રજ્ઞાજુબેન,

   ઉંડા ચિંતન-ભર્યો તમારો પ્રતિભાવ વાંચી ઘણો જ આનંદ !

   પ્રતિભાવના અંતે તમે લખ્યું કે ..” જો માણસ એટલું સમજી લે કે કર્મ ઈશ્વરાધિન છે, યોગ્ય યોગ્ય સમયે ફળ મળશે જ…”

   અને પછી ઉમેર્યું ….”આનો અર્થ હરગિજ એવો નથી કે પુરૂષાર્થ કરવો જ નહી ..”

   અને, અંતે….ગીતાનો શ્રી ક્રુષ્ણ ઉપદેશ મુક્યો..” સત્કર્મ કરો, ફળ ઈશ્વરની ઈચ્છા પર છોડી દો!”

   આથી….તમારા પ્રતિભાવમાં એક જ સંદેશ હતો “સત્કર્મ કરો અને ફળની આશાઓ છોડો !”

   પોસ્ટ માટે પૌત્રી માટે શુભકામનાઓ દર્શાવી તે માટે આભાર !>>>>ચંદ્રવદન

   જવાબ આપો
 • 4. neetakotecha  |  જુલાઇ 25, 2010 પર 3:45 પી એમ(pm)

  khush thavano koi pan samay ane koi pan karan hoy e hamesha aanad bharyo j hoy che..bas hamesha badha khush rahe e j shubhkamna mari..

  aapni khushi ma ame pan khush thaiye..
  aapne khush joine aap karta vadhare ame khush thaiye..
  neeta kotechaa

  જવાબ આપો
 • 5. Vinod Khimji Prajapati  |  જુલાઇ 25, 2010 પર 5:20 પી એમ(pm)

  RESPECTED DR. SAHEB, VERY NICE KAVYA (POEM) IN HINDI LANGAUAGE KEEP IT UP THANK YOU VINOD

  જવાબ આપો
 • 6. Vinod Khimji Prajapati  |  જુલાઇ 25, 2010 પર 5:22 પી એમ(pm)

  Very Nice poem in hindi and your hindi langauage is very powerful it seens your heartasd;rirm./lcvc’; klkdflfvkml, cv,l,.

  જવાબ આપો
 • 7. Thakorbhai & Parvatiben Mistry  |  જુલાઇ 25, 2010 પર 9:19 પી એમ(pm)

  Your poem on the advent of your grand daughter Asha-Mili in Hindi is excellent and without any flaw in Hindi. You may be able to write more in Hindi.

  જવાબ આપો
 • 8. pravina Avinash  |  જુલાઇ 25, 2010 પર 9:47 પી એમ(pm)

  You are absolutelyright, In our life we have two sweet girls
  Veda & Riya
  and three grandchildren Boys. total five

  જવાબ આપો
 • 9. પટેલ પોપટભાઈ  |  જુલાઇ 26, 2010 પર 12:08 એ એમ (am)

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  “એક ફુલકી કલી ,મહેક દેને કે લીયે આયી”
  ઔર વાપસ ગયી
  તો
  યાદો કી ખુશીયોં કા બરસતે બાદલ છોડ કે ગયી !!!!!!

  જવાબ આપો
 • 10. ડૉ.મહેશ રાવલ  |  જુલાઇ 26, 2010 પર 4:18 એ એમ (am)

  શ્રી ચંદ્રવદનજી,
  સુંદર, લાગણીથી તરબતર અભિવ્યક્તિ…..
  આપના જીવનમાં બસ આમજ, ઈશ્વર ખુશી…ખુશી…અને ખુશી જેવા પુષ્પનો પમરાટ ભરી સહુને ખુશખુશાલ રાખે….
  ખૂબ-ખૂબ અભિનંદન.

  જવાબ આપો
 • 11. hema patel.  |  જુલાઇ 26, 2010 પર 11:15 એ એમ (am)

  લાગણી અને પ્રેમ ભાવથી ભરેલ બહુજ સુન્દર રચના.

  જવાબ આપો
 • 12. હિરેન બારભાયા  |  જુલાઇ 26, 2010 પર 11:36 એ એમ (am)

  પૌત્રી માટે ખૂબ-ખૂબ અભિનંદન અને બહુજ સુન્દર રચના.

  જવાબ આપો
 • 13. Rajul Shah  |  જુલાઇ 26, 2010 પર 12:11 પી એમ(pm)

  મુડી કરતા વ્યાજ વધારે જ વ્હાલુ લાગે ને?

  જવાબ આપો
 • 14. Rajul Shah  |  જુલાઇ 26, 2010 પર 12:12 પી એમ(pm)

  મુડી કરતા વ્યાજ જ વધારે વ્હાલુ હોય .એની આ પ્રતિતી.

  જવાબ આપો
 • 15. dhavalrajgeera  |  જુલાઇ 26, 2010 પર 3:49 પી એમ(pm)

  વિશ્વમાં જન્મ લેતાની સાથે જ માણસ અગણિત સંબંધો અને ઘટનાઓથી બંધાઈ જાય છે.
  જન્મનો હેતુ આપણે જાણતા નથી.
  કોઈ દૈવી શક્તિથી નિર્મિત આપણો જન્મ નિશ્ચિત કરેલા પરિબળોના આધારે ધીરે ધીરે આકાર પામે છે.
  Enjoy every second of life for self and others and make best use of it!

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 16. Ramesh Patel  |  જુલાઇ 26, 2010 પર 4:46 પી એમ(pm)

  પ્રભુને ઉસકો બનાયા જે સે,
  કે, દીલમેં પ્યાર દેને આયી !….મેરે….(૪)
  ……………………….
  નાની લાડલી દીકરી રૂપાબેનના આ લગ્ન પ્રસંગે સૌ સ્વજનો
  દૂરદૂરના માળાએ રહેતા ,માવતરને મળવા આવ્યા.
  પ્રસંગ પ્રભુ કૃપાએ હરખના હીંડોળા લેતો સૌને ઝૂલાવી ગયો.
  આવા જ ભાવ બાળગોપાળના સહવાસમાં રમ્યા અને ઊર્મી
  ભર્ય્ં આ કવન અંતરને સ્પર્શતું રમ્યું.
  આપના આનંદના તરંગો અમે પણ ઝીલ્યા.
  આદરણીય પ્રજ્ઞાનજુ બેનનો પ્રતિભાવ ગહન ચીંતનભર્યો
  પ્રેરક લાગ્યો.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 17. સોહમ રાવલ  |  જુલાઇ 27, 2010 પર 8:36 એ એમ (am)

  વાહ ચંદ્રવદનભાઇ,

  આટલો પ્રેમ પૌત્રી માટે થાય એ સ્વાભાવિક છે અને જ્યારે એ એટલે દુર(ઈન્ગલેન્ડ) ગઇ પછી એના કાલા કાલા શબ્દોના ભણકારા કાને અથડાતા જાણે એ ખુદ જ બોલતી હોય તેમ લાગે…

  -સોહમ રાવલ

  જવાબ આપો
 • 18. sapana  |  જુલાઇ 27, 2010 પર 9:18 પી એમ(pm)

  પૌત્રી આવીને ગઈ એમાં સરસ કાવ્ય સ્ફ્રી ગયુ…પ્રેમ વસ્તૂ એવી ખુશિયા લાવે..
  અભિનંદન
  સપના

  જવાબ આપો
 • 19. Capt. Narendra  |  જુલાઇ 29, 2010 પર 11:59 પી એમ(pm)

  અભિનંદન! પુત્ર-પુત્રી મૂડી નથી અને પૌત્ર-પૌત્રી વ્યાજ નથી. આ બધાં પરમાત્માએ આપણને આપેલ પ્રસાદીના સદા બહાર પુષ્પ છે. તે કદી કરમાતા નથી અને આખું આયુષ્ય આનંદ અને સૌરભ આપતા રહે છે. તમારા ચિર-આનંદનું મર્મ આપની આ પોસ્ટ વડે જાણવા મળ્યું.

  જવાબ આપો
 • 20. Paru Krishnakant 'Piyuni'  |  ઓગસ્ટ 6, 2010 પર 11:53 એ એમ (am)

  Dear Chandrawadanbhai, first of all i am really sorry for such a belated reply for your valuable visit and comment to my blog.Actually i underwent a surgery and I am still in the bed accessing this from a laptop.
  You really write well and i would love to keep in touch.
  By the way,this poem of yours is really your love speaking out for your grand child.I do very well understand your feelings…. even my parents feel the same way for our children…. now specially when my daughter…though age 19… stays with them for her studies …Dentistry at Baroda medical college… we feel they are are -10 years of their age…always involved in each and every activity of hers….
  Salute to loving grandparents like you people…. may we be the same….someday in our life.
  Please keep visiting my post….to boost up my moral…
  Regards, Paru.

  જવાબ આપો
 • 21. pramath  |  ઓગસ્ટ 10, 2010 પર 6:53 એ એમ (am)

  સંતાનો (મૂડી) વિષે તો ઘણું લખાયું છે: “તમે મારા દેવના દિધેલ છો…” વગેરે.
  બીજી પેઢી (વ્યાજ) વિષે બહુ નથી વાંચ્યું. સુંદર રચના!
  મારા ઘરમાં ત્રણ પેઢી ભેગી થાય ત્યારે બાળકોના દૃષ્ટિકોણથી તો અમે બધાં ’અમે બધાં’ના વિપીનની દૃષ્ટિએ દાદાજીને યાદ કરી લઈએ છીએ. પણ દાદાજીની નજરે વિપીન કેવો હશે તે આવાં કાવ્યો જ સમજાવી શકે!

  જવાબ આપો
 • 22. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  ફેબ્રુવારી 20, 2011 પર 3:02 એ એમ (am)

  આદરણીયશ્રી.

  ” ચક્રવૃધ્ધિ વ્યાજ જ સૌને વધારે લાગે,

  વહાલુ લાગે અને લાગવું જ જોઈએ.”

  લિ.કિશોરભાઈ પટેલ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,373 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: