ચલોરંગુન ! ચલો રંગુન !……..”નટુભાઈને શ્રધ્ધાજંલી !”

July 23, 2010 at 4:17 am 15 comments

 
 
http://truefood.files.wordpress.com/2007/04/local-april-flowers.jpg?w=500
 

ચલોરંગુન ! ચલો રંગુન !

ચલો રંગુન ! ચલો રંગુન !
સુનો કહાણી, આ સંસારની, સુનો કહાણી એક કુટુંબની !……ટેક
 
ભાવનગરના  ચોગઠ ગામે,
નારણદાસ અને રતનબેન પરિવારે,
સંસારી કળીઓ ખીલે છે અનેક !……ચલો….(૧)
 
મણીલાલ, રતિલાલ, હરિલાલ, વ્રજલાલ સંગે,
 પ્રાણકુંવર અને જયકુંવર, છે બે બેનડી રંગે.
કોઈકે લીધી વિદાય, છતા ફુલો બને અનેક !…..ચલો……(૨)
 
હરિલાલ તો મુંબઈ જવાનું સહાસ કરે,
મુસલમાન વેપારી સાથે દોસ્તી, ‘ને રંગુનની સફર કરે,
થાય કુદરતની આ લીલા અપાર !……ચલો…..(૩)
 
જાણકારી “મની-લેન્ડર”ની લઈ, વ્રજલાલ ખીલે !….ચલો….(૪)
 
સ્વતંત્ર પૈસા ધીરવાનો ધંધો વ્રજલાલ કરે,
સાથે, ઝવેરાતનું વેચાણ પણ એ તો કરે,
સફળતા ધંધામાં વ્રજલાલને ખુબ મળે !……ચલો…..(૫)
 
થાય રંગુનની “રાઈસ મીલ્સ”નું ઓકસન ૧૯૨૪ની સાલે,
અને, રાઈસ મીલ્સની ખરીદીમાં એક મિત્ર મદદ કરે,
જાણે વ્રજલાલ પર તો પ્રભુ-કૃપા વરસે !……ચલો…..(૬)
 
ખંત મહેનતથી વ્રજલાલ તો મીલો બારે વધુ જાણ્યું,
અને, એકની પાંચ મીલો કરી બધું જ સંભાળ્યું ,
મહેનતના ફળરૂપે વ્રજલાલને સફળતા મળે !……ચલો……(૭)
 
“ડાયમંડ રાઈસ” અને “ગોલ્ડ રાઈસ” ભારતે પ્રખ્યાત બને,
૧૯૩૪માં અમરેલીમાં રતનબા માટે એક બંગલો બને,
આશિર્વાદો એમના તો વ્રજલાલ શીરે !……ચલો……(૮)
 
રતનબાની ઈચ્છા કરવા માટે,
બંગલે મહાઋદ્ર યજ્ઞ અમરેલી ધામે,
કાર્ય આવું કરી, ખુશી છે વ્રજલાલ હૈયે !……(૯)
 
૧૯૪૦માં જાપાન યુધ્ધ કરી, બર્માનો કબજો કરે,
વ્રજલાલ પરિવાર તો મુંબઈ આવી ધંધો કરે,
સંતોષનો ખજાનો હતો વ્રજલાલ હૈયે !……ચલો….(૧૦)
 
ઘણું કહ્યું છતાં ના કહ્યું મેં વ્રજલાલ પરિવારનું,
તો, હવે સાંભળો એ પરિવારનું ,
કહાણી છે વ્રજલાલની !……ચલો……(૧૧)
 
છે ઈન્દુ, વિનું, નટુ, ઈશ્વર, મધુ, સુરેશ, મનુ એમ દિકરાઓ,
પત્ની કમલા, અને રામી, મંજુ નામે બે દીકરીઓ,
પાડ પ્રભુનો છે વ્રજલાલ હૈયે !……ચલો…..(૧૨)
 
વિશ્વયુધ્ધ બાદ, ૧૯૪૬માં બર્મા તો  અંગ્રેજ સત્તામાં ફરી,
અનેક ભારતીય વેપારીઓ સાથે વ્રજલાલને  બર્મા પધારવા વિનંતી કરી,
તો, ફરી રંગુન છે વ્રજલાલ ભાગ્યમાં !….ચલો……(૧૩)
 
જુનું ઘર તો ના મળે, ‘ને હતી રાઈસ મીલો ભંગાર હાલતે,
એક કે બે મીલો થઈ શરૂં, વ્રજલાલ હિમંતે,
રંગુનમાં છે વ્રજલાલ પરિવાર સંગે આનંદમાં !……ચલો….(૧૪)
 
મળે બર્માને સ્વતંત્રતા ૧૯૪૭ની સાલે,
૧૯૪૮માં બળવાખોરા કેદી વ્રજલાલને, રેનસમ પૈસે આવે ઘરે,
આ તે કેવી છે કુદરતની લીલા !……ચલો……(૧૫)
 
સ્વતંત્ર બર્મામાં કરે રાઈસ મીલો નેશનલાઈસ, અને બધું જ સરકાર માન્ય થવું રહ્યું ,
અને, ૧૯૬૦બાદ બળવો થતા, માલ-મીલ્કતો રંગુન છોડી ભાગવું પડ્યું,
આ તે કેવું પ્રભુએ વ્રજલાલ માટે કર્યું ?…….ચલો……(૧૬)
 
હવે, વ્રજલાલ પરિવાર મુંબઈમાં રહી ધંધો કરે,
એ પહેલા વ્રજલાલએ દીકરા મધુને અમેરીકા મોક્લ્યો ૧૯૫૫ની સાલે,
સ્વપના છે અમેરીકાના વ્રજલાલ હૈયે !……ચલો……(૧૭)
 
દીકરા સુરેશ મનુ સાથે ભત્રીજો અમરીશ પણ અમેરીકા આવે,
૧૯૬૨માં દીકરો નટુ અમેરીકા આવી નોકરી શોધે,
પરિસ્થીતી બદલાય છે વ્રજલાલ પરિવારની !…..ચલો……(૧૮)
 
મળી પત્ની સ્વરૂપે “તિલ્લોતમા”નટુભાઈ ભાગ્યમાં,
દીકરી ભાવના, અને દીકરા અતુલ, જનક ખીલે પરિવારમાં,
નિહાળી સંતાનો, નટુ ભુલે પત્ની વિયોગને !……ચલો…..(૧૯)
 
દીકરી ભાવનાને મળે સાથી બિહારી એના જીવન રંગે,
ભલે અતુલ એકલો, પણ છે સિમા જનક સંગે,
નિહાળી એ , નટુ  બીજું કાંઈ ના માંગે !…….ચલો…..(૨૦)
 
યુવાનીમાં પત્ની વિયોગે હિમંત રાખી, જવાબદારીઓ સંભાળી,
ભાઈ વિનું અને ભાભી સગે ગમ્મતોમાં જીવન-નૈયા હંકારી,
આજે નિવૄતી જીવને છે નટુને આશાઓ ઓછી !…..ચલો……(૨૧)
 
કાવ્ય રચના..સેપ્ટેમ્બર,૧૭,૨૦૦૯      ચંદ્વવદન.
 
 

બે શબ્દો…

આજની પોસ્ટ “ચલો, રંગુન ! ચલો,રંગુન !” એ ખરેખર મેં કાવ્યરૂપે થોડા સમય પહેલા રચી હતી…..ત્યારે એ “એક વ્યક્તિની કહાણી”રૂપે થઈ હતી….એ વ્યક્તિ તે …નટુભાઈ દેશાઈ !….નટુભાઈ જેને હું “નટુપપ્પા” કહી બોલાવતો…જેમને મેં આ કાવ્ય-લખાણ વંચાવ્યું હતું ….અને મારી ઈચ્છા હતી કે એક દિવસ આ ચંદ્રપૂકાર પર પોસ્ટરૂપે હશે……જે નટુભાઈ વાંચશે …..પણ….પ્રભુ ઈચ્છા બીજી રહી !
જુલાઈ ૧૯, ૨૦૧૦, અને સોમવારની સવાર, અને કોલંબીઆ, સાઉથ કેરોલીનામાં નટુભાઈએ પ્રાણ છોડ્યા….એઓ આ જગતને છોડી ગયા !…..આ પોસ્ટ દ્વારા હું એમને “શ્રધ્ધાંજલી”રૂપે પ્રગટ કરી રહ્યો છું !
નટુભાઈનો પરિચય થયાને અનેક વર્ષો થયા …..મારી પત્નીના મોટાભાઈ બિહારી સાથે એમની દીકરી ભાવનાના લગ્ન થયા ત્યારથી હું એમને જાણું …એકબીજાને મળ્યા..વાતો કરી, અને ખરી “ઓળખાણ” થઈ!……હું એમને “નટુપપ્પા”કહી માનથી બોલાવતો..એઓ મને “ડોકટર” કહી બોલાવતા ત્યારે જાણે “એક મિત્ર” સાથે વાતો કરતા હોય એવું હૈયે થતું !
જ્યારે મેં “ચંદ્રપૂકાર”નો બ્લોગ શરૂં કર્યો ત્યારે એ પાધારી મારી પ્રગટ કરેલી પોસ્ટો વાંચતા, અને “પ્રતિભાવો” પણ આપી ઉત્સાહ આપતા !….જ્યારે મેં “માનવ તંદુરસ્તિ”ની પોસ્ટ શરૂ કરી ત્યારે, મને સવાલ-જવાબ ફોરમાર્ટમાં “ડોકટર પૂકાર”નામકરણે પોસ્ટે પ્રગટ કરવા પ્રેરણાઓ આપી…અને એમના જ પ્રશ્ર્નથી એની શરૂઆત કરી ત્યારે એમને આનંદ હતો ,…અને મને પણ આનંદ હતો !
 
હું નટુભાઈને કોલંબીઆમાં થોડા મહીનાઓ પહેલા બિહારી-ભાવનાની દીકરી બંસીના લગ્ન સમયે મળ્યો હતો ….એ છેલ્લી મુલાકાત હશે એવી કલ્પના પણ કરી ના શકાય ….એઓ તંદુરસ્ત હતા ! ….પણ પ્રભુ ઈચ્છા ????
 
હું જ્યારે એમને કોલંબીઆમાં છેલ્લો મળ્યો ત્યારે જ અમે રંગુનના એમના જીવન વિષે અને અન્ય ચર્ચાઓ કરી….જે માહિતી મળી તેને જ મેં કાવ્યરૂપે એમને સંભળાવી……આજે એ જ “શ્રધ્ધાજંલી પોસ્ટ”રૂપે તમે વાંચો છો……બર્મામા રંગુનમાં એમના પરિવારનું સ્થાયી થવું ….ધંધામાં સફળતા મળવવી….રંગુન છોડવું પડ્યું …મુંબઈમા ધંધાની ફરી શરૂઆત…નટુભાઈનું અમેરીકા આવવું…..નાની વયે પત્નીના અવસાનનું દુઃખ ….ફરી ના પરણવું, અને ત્રણ સંતાનોની સંભાળ લેવી મોટા કરવા એ એક મોટી જવાબદારી હતી …..એ એક ફરજરૂપે અદા કરી….અને, નટુભાઈનું જીવન એક “સંગ્રામ” હતો !…..મોટી દીકરી ભાવના…નાનો દીકરો જનક પરણી ગયા બાદ…પોત્ર…પોત્રીઓ નિહાળી એઓ આનંદ અનુભવતા હતા….રીટાયર લાઈફમાં એક “અનોખો સંતોષ” અનુભતા હતા …એ જ મેં કાવ્યમાં અંતે આ પ્રમાણે કહ્યું …” આજે નિવ્રુતિ જીવનમાં નટુને આશાઓ ઓછી !”
 
સંસારમાં રહી …પોતાનું કર્તવ્ય પાલન કરી…..પરિવારની “ભરી વાડી” નિહાળી…..નટુભાઈ દેશાઈ આજે પ્રભુધામે છે !…પ્રભુ એમના આત્માને ચીર શાંતી આપે એવી પ્રાર્થના !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
 
 

FEW WORDS

 
Today it is Friday 23rd July…The Post is a Kavya ( Poem) in Gujarati entitled “CHALO RANGON ! CHALO RANGOON “…..It means “LET’S GO to RANGOON ! LET’S GO to RANGOON !”…..It is a Life Story of an Individual, named NATUBHAI DESAI…..It is published as a “SRADHDHANJALI ” to him…..Natubhai passed away on July 19th 2010 . This Poem was read to him & was to be published as a Post in the Future…..but the God had different plans…..Let it be my SALUTATIONS to him !
 
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

બે ચકલીની વાર્તા મેરે જીવનમેં આયી એક આશા-મિલી !

15 Comments Add your own

 • 1. પટેલ પોપટભાઈ  |  July 23, 2010 at 5:37 am

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  સદ ગત નટુભાઈને સુંદર શ્રધ્ધાંજલી !!!!

  ” જીવન એક “સંગ્રામ” હતો “અનોખો સંતોષ” અનુભતા હતા “

  Reply
 • 2. પટેલ પોપટભાઈ  |  July 23, 2010 at 5:37 am

  પ્રભુ એમના આત્માને ચીર શાંતી આપે એવી પ્રાર્થના !

  Reply
 • 3. Dilip Gajjar  |  July 23, 2010 at 6:06 am

  ચન્દ્રવદનભાઈ, આપની અંજલિ સાથે સુંસર કાવ્ય સદગત માટે..પ્રાર્થના

  Reply
 • 4. pragnaju  |  July 23, 2010 at 10:16 am

  નટુભાઈ દેશાઈ
  …પ્રભુ એમના આત્માને ચીર શાંતી આપે એવી પ્રાર્થના !

  Reply
 • 5. Ramesh Patel  |  July 24, 2010 at 12:45 am

  ભારતમાના આ વિરલાઓ, કુટુમ્બો તેમની
  સાહસ અને સંગ્રામથી ભરપૂર જીંદગીઓ એક
  તવારિખ સમાન હોય છે. આપનું આ કાવ્ય
  હ્રુદયમાં એક ભાવ જગાવી ગયું.આવા સુભટ
  સદગત્ત નટુભાઈને અંજલિ.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 6. pravina  |  July 24, 2010 at 2:30 am

  Very nice “Shradhdhanjali”
  You have pour your heart in it.

  Reply
 • 7. અક્ષયપાત્ર/Axaypatra  |  July 24, 2010 at 3:06 pm

  નટુભાઈને આપની સુંદર શ્રધ્ધાંજલિ! પ્રભુ એમના અત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

  Reply
 • 8. hema patel.  |  July 24, 2010 at 10:19 pm

  શ્રધ્ધાંજલિ, બહુજ સુન્દર કાવ્ય, એક સુન્દર પ્રાર્થના.
  પ્રભુ સદગત આત્માને શાંન્તિ આપે.

  Reply
 • 9. himanshupatel555  |  July 25, 2010 at 2:41 am

  કાવ્યાત્મક શ્રધ્દ્ધાંજલિ સરસ છે-સદગતના આત્માને શાંતિ પ્રાપ્ત થાવ એજ અબ્યર્થના…

  Reply
 • 10. Govind Maru  |  July 25, 2010 at 8:40 am

  સદ્ ગત નટુભાઈને હાર્દીક શ્રધ્ધાંજલી..!

  Reply
 • 11. chandravadan  |  July 25, 2010 at 2:30 pm

  This is an EMAIL RESPONSE from GULABBHAI MISTRY of UK>>>>

  Flag this messageRE: NEW POST…….SHRADHDHANJALI….CHALO RANGOONSaturday, July 24, 2010 10:16 AMFrom: “Gulab Mistry” View contact detailsTo: “chadravada mistry”

  ચ્ન્દ્રપુકારજી

  તમારો ફાલ ખીલતોજ જાય છે

  ગુજરાતી સાહિત્ય માટેનું અનુદાન ખરેખર અજાયબ છે

  પ્રવાહને મંદ પડવા નહિ દેતા
  AND my RESPONSE was>>>>>>
  સ્નેહી ગુલાબભાઈ,
  પોસ્ટના “રીસ્પોન્સ”રૂપે તમારો ગુજરાતીમાં દર્શાવલો “પ્રતિભાવ” વાંચી આનદ !
  પ્રથમ આનંદ તમે જે મારા વિષે લખ્યું તે માટે !
  બીજો આનંદ તો એ માટે કે તમે મારી બધી જ પોસ્ટો વાંચો છો !
  તમે મને ઉત્સાહ આપો છો !….યોગ્ય લાગે તો આપણા પ્રજાપતિ સમાજમાં જે કોઈને આ વિષે રસ હોય તેમને મારા બ્લોગની “લીન્ક” જરૂર આપશો !
  યાદ છે વેમ્બલી ઠકોરભાઈને ત્યાં તમે જે સોફા પર સુતેલા તે જ પર સુવાનું ભાગ્ય મારૂં હતું !>>>>ચંદ્રવદન.

  Reply
 • 12. Dinesh Mistry  |  August 4, 2010 at 9:00 pm

  A very profound Shradhdhanjali. Dinesh Mistry, Preston

  Reply
 • 13. pramath  |  August 10, 2010 at 6:58 am

  ચંદ્રવદનકાકા,

  હું કાયમ કહું છું કે ગુજરાતીઓ આટલી જગ્યાએ વસે છે તો યે ગુજરાત, મુંબઈ અને અમેરિકા સિવાયની વાતો સાહિત્યમાં કેમ વાંચવા નથી મળતી? આપણા સાહસો વિષે સાહિત્યકારો કેમ ચૂપ છે? [એક નોંધપાત્ર અપવાદ ગુણવંતરાય આચાર્ય.]
  તમે આ શ્રદ્ધાંજલિ દ્વારા ગુજરાતી પરનું મારું મેણું ભાંગ્યું.
  હવે એ જોવાનું કે પાઠ્યપુસ્તકમંડળને આવી રચનાઓ ગુજરાતી સંસ્કૃતિના ચિતારરૂપે દેખાય છે કે નહીં.

  Reply
 • 14. usha patel  |  September 14, 2010 at 12:03 am

  ચંઅદ્રવદનભઈ, ક્યારેક દેદ ખૂબ જ વધી જાય ત્યારે તે સહન કર્યે જ રાખે અને કર્યે જ રાખે તો એક સ્ટેજ એવી પણ આવે કે દર્દને દવાની જરૂર જ ના પડે ખુદ ડૉકટર જ મરીજને કહે કે હવે આને દવા ની જરૂર નથી દુવાની જરૂર છે. અને તે લાંબુ જીવ્યો હોય, જેમકે કોઈ નિયમિત રીતે નાનપણથી વ્યાયમ કરતો આવ્યો હોય તો તેનામાં દર્દ સહન કરવાની શક્તિ એક આમ આદમી કરતાં વધુ હોઈ શકે છે. એક કિસ્સામાં એક બહેનને વર્ષો જૂનો દમનો રોગ હતો છતાં તે લાંબુ જીવી અને એના અંતિમ વર્ષોમાં દવા બિલકુલ શરીર જોઈને બંધ કરી દીધી અને દમમાં હાંફ વિગેરે ગાયબ થઈ ગયું અને દવાની જરૂરત જ ન રહી. અને તે 95 વર્ષ લગભગ જીવી છેલ્લાં કેટલાંક વર્ષોથી તો દવા અને પંપ છોડી દીધાં હતાં. આની પાછળનું કારણ શું હોઈ શકે એનો સખત પરિશ્રમ કે પછી દર્દ જ દવા બની ગયું. આશા છે મને આ વિશે વધુ જાણવા મળશે. શું આવું બની શકે? તેનું શું કારણ અન્ય હોઈ શકે? ઉષા

  Reply
  • 15. chandravadan  |  September 14, 2010 at 12:42 am

   Ushaben…Thanks for your Comment !
   It seems you read the Post of “Dard ane Ilajo”and then wrongly posted your comment here.
   I have responded to your Comment on the appropriate Post …Please REVISIT & red that Comment in Gujarati !
   DR. CHANDRAVADAN MISTRY

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

July 2010
M T W T F S S
« Jun   Aug »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: