બે ચકલીની વાર્તા

જુલાઇ 19, 2010 at 1:29 પી એમ(pm) 29 comments

 
 
 House Sparrow - House Sparrow House Sparrow - A female House Sparrow
 
 
 

  

 

બે ચકલીની વાર્તા

એક નાનું ગામ. ત્યાં અનેક ચકલી-પરિવારો પોત પોતાના ઘરો બાંધી આનંદમાં રહેતા હતા. ચકલીઓ ગામમાં “ચીં ચીં ” કરી ફરતા, અને સૌ ગામવાસીઓ  ચકલીઓને નિહાળી ખુશી અનુભતા, કંઈક ખાવા માટે આપતા.
અનેક વાર, ચકલીઓએ સભાઓ ભરી ચર્ચાઓ કરતા ત્યારે વડીલો, અને વ્રુધ્ધો નવજવાનોને એક સલાહ આપતા..” આ ગામની હદ બહાર ઉડીને કદી ના જવું !”
એક દિવસ, બે યુવાન ચકલીઓ આનંદમાં રમતા, રમતા ગામની હદ બહાર ગયા. અનેક ઝાડોનું વન નિહાળ્યું ….ફરતે ઉંચા ઉંચા પહાડો હતા. આનંદમા ઉડવા લાગ્યા, ઉડી ઉડી થાકી ગયા, અને ઝાડ પર વિસરામ કરવા બેઠા.
અચાનક, સુસવાટા સાથે પવન શરૂ થયો …ઝાડો હલવા લાગ્યા, પર્વતો પરથી પથ્થરો ગબડવા લાગ્યા…..પથ્થરો એક બીજા સાથે અથડાતા હતા. અને, અથડાતા પથ્થરોમાંથી એક ચમકારો થયો, અને જમીન પર પડૅલા ઘાસના તણખલા પર પડતા ઘાસ બરવા લાગ્યું …..એક ચકલી તો આ નિહાળી નીચે ઉતરી તણાખલાને ચાંચમાં લઈ મોટા ઘાસના ઢગલા પર નાખ્યું ……અને અગ્નિ આગરૂપે પ્રગટ્યો…..આ ચકલી તો ખુશ થઈ બીજા તણખલાઓ ચાંચમાં લઈ બીજે ફેંકવા લાગી.
આ દ્રશ્ય બીજી ચકલીથી સહન ના થયું …..એ તો ઉડી નજીકના તળાવે ગઈ. તળાવ પાણીમાં એનું આખું શરીર ભીંજવી, ચાંચમાં પાણી ભરી ઉડતી ઉડતી જંગલમાં આવી આગ પર શરીર હલાવી પાણી છાંટ્યું , અને ચાંચ ખોલી આગ પર પાણી રેડ્યું ….આ પ્રમાણે ફરી ફરી કર્યું ….એ નિહાળી, બીજી ચકલી  એને કહેવા લાગી…” અરે, ઓ. મુરખ, શા માટે તું આવું કરે છે ? …આટલા પાણીથી આગ બુજાશે નહી !”
  
પેલી ચકલીએ શાન્તીથી સાંભળી, આ પ્રમાણે જવાબ આપ્યો…..
  
“અરે, મારી બેન, હું જાણું છું કે આટલા પાણીથી આ મોટી આગ બુજાશે નહી જ….જો હું કાંઈ ના કરૂં તો મારું દીલ મને માફ કરશે નહી…..અહી આગ લાગી છે, અને નુકશાન થઈ રહ્યું છે …આવા સમયે મારી ફરજ કે હું આ આગને શાંત કરવા કંઈક કરૂં….એ જ શુભ કાર્ય કહેવાય ! જો આ કાર્ય કરતા, હું જો મારા પ્રાણ તજુ તો મને આ જીવન જીવવા માટેનો કૉઈ અફસોસ રહેશે નહી …મારે તો આ જીવન જીવતા શુભ કર્યો જ કરવા છે !”
 
પેલી ચકલી એકદમ શાંત થઈ ગઈ….એને એની ભુલ સમજાય…..એને એના દીલમાં દર્દ થયું !
અચાનક આકાશ વાદળોથી ભરાય ગયું ….વિજળીના ચમકારા થવા લાગ્યા…..અને ઘોઘમાર વરસાદ વરસવા લગ્યો…..આગ બુજાય ગઈ…..અચાનક વરસાદ આવવો એ પ્રભુ-ઈચ્છાથી હશે….પણ જ્યારે શુભ કાર્ય્ની શરૂઆત થાય ત્યારે પ્રભુ સહારે આવે જ !…કદાચ, એક ચકલીએ કરેલા “શુભ કાર્ય”ના પરિણામરૂપે હશે !
 
વરસાદ બંધ થતા, ગામમાંથી વડીલો ઉડતા ઉડતા જંગલમાં આવી ગયા…..ભુલી પડેલી બે “બાળ-ચકલી”ઓ ને વ્હાલ સાથે પંપાળી, ગામમાં લાવ્યા…..ત્યારે એ ચકલીઓના મનમાં શું વિચારો હશે ?….મારૂં માનવું છે કે જે કંઈ પરિવર્તન થયું હશે તે યોગ્ય જ હશે !
  
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
કાવ્યરૂપી લખાણમાંથી આ વાર્તા…..તારીખ જુલાઈ, ૧૪, ૨૦૧૦
 
 
 
 

બે શબ્દો …..

 
“બે ચકલીની વાત” નામે એક કાવ્યરૂપી પોસ્ટ મેં નવેમ્બર, ૨૨, ૨૦૦૯માં પ્રગટ કરી હતી.
એ પોસ્ટ પ્રગટ કર્યા બાદ, મારા મનમાં ફરી ફરી વિચારો આવ્યા કે ” આ લખાણ એક ટુંકી વાર્તાની પોસ્ટરૂપે હોય તો કેવું ?”…..આવો વિચાર હું મારા મનમાંથી કાઢી નાંખતો !
 
હવે, ઘણા લાંબા સમય બાદ, એક ટુંકી વાર્તા “પરમેશ્વરની શોધ” પ્રગટ કર્યા બાદ, પેલો જુનો વિચાર તાજો થયો !
મારાથી રહેવાયું નહી…અને આજે તમે આ પોસ્ટ વાંચી રહ્યા છો !
 
પ્રગટ કરેલા “કાવ્ય” ..કે આજની આ વાર્તારૂપી પોસ્ટમાં એક જ બોધ છે ……આ માનવ દેહ મળ્યો છે “શુભ કાર્યો “કરવા માટે …..શુભ કાર્ય નાનું હોય કે મોટું , અને જો એનાથી કોઈને લાભ કે સહાય થતી હોય તો એક “ફરજ” સમજી દીલથી કરવું !….માનવી સ્વાર્થમાં કે અભિમાનમાં રહી આ ભુલી જાય છે અને “ખોટા કાર્યો” કરવા એની શક્તિનો ઉપયોગ કરે છે…..જેમકે એક ચકલી જંગલમાં આગ લગાડી થતા નુકશાનથી આનંદ અનુભવે છે. ……જ્યારે બીજી ચકલી આગથી થતા નુકશાન તેમજ એની બેનપણીના “ખોટા કાર્ય”ને ધ્યાનમાં લઈ તરત કંઈક “શુભ કાર્ય” કરવા લાગે છે. ……અને, ખોટું કામ કરનાર ચકલી એને મુરખ કહે છે ……માનવ જીવનમાં પણ આવા જ અનુભવો થાય છે ….કોઈ કંઈ સારૂં કરે ત્યારે અનેક ટીકાઓ કરે …”નેગેટીવ દ્રષિ”એ જોનારા કે કહેવાવાળા અનેક હોય !…..નાનું સહાયનું કાર્ય થતું હોય તો લોકો કહેશે ..” એક દુઃખી કે ગરીબને સહાય કરવાથી બધાને લાભ ના થાય …જગતમાં તો એવા બહુ જ છે !”……અને જો કોઈ વ્યક્તિ મોટા પાયે અનેકને સહાય કરે કે મોટું દાન કરે ત્યારે  કહેવાવાળા મળે ….” જો, આ એનું નામ કમાવવા આ બધું કરે છે !” …..માનવીને પ્રભુએ “હ્રદય અને અંતર આત્મા” આપ્યો છે …..એની જાણ એ પોતે જ જાણે , બીજા કોઈ એ ખરેખર જાણતા નથી એ જ પ્રભુની એક “મોટી ક્રુપા” છે ……તો. માનવી જો એના ખરા “હ્રદયભાવ” સાથે સહાય/શુભકાર્ય કરે ત્યારે “એ” અને “પ્રભુ” જ જાણે ! …..અરે, હું તો એ મતનો છું કે જો કોઈ એના “એના સ્વાર્થ ” સાથે પણ “શુભ કાર્ય” કરે તો એ દુર્લ્લભ છે કારણ કે એ બીજાને “દુઃખ કે હાની ” આપતો નથી !
 
અંતે એક જ બોધ છે …..આ માનવ અવતાર અણમોલ છે …..જીવન એવું જીવવું જોઈએ કે અન્યને કંઈક ભલું થાય…કોઈનું બુરૂ ના થાય ! આવા જીવનમાં  પ્રભુ-ભક્તિ આપોઆપ સમાય જાય છે !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
 
 
FEW WORDS….
 
Today I am publishing a Post “Be Chakalini Varta” . It is a “Tunki Varta” or a Short Story, and it’s Title means “A Story of Two Sparrows”.

 

 
The story  narrates that one day 2 young ones accidently are in a Jungle……suddenly, it is windy..rocks fall from the hillside & as the tumbling rocks strike with each other  a spark is generated  & the fire ignites the dry grass.
 
One of the young bird takes the ignited grass & places it on a heap of dry grass ,,…..& there is fire…& with joy this bird spreads this Fire !
 
Another sparrow saddened….fly to nearby pond submerges the entire body in the water…and also takes the water in the beak….& puts on the fire….makes such acts many times.
 
The bird who started the fire calls her a Fool ! And asks “This small amount of water will not put out this fire,….why you do this then ?”
 
The good one replied ” I know that !…While I am alive, I must do “good deeds”…I must do this..the right thing ! Even if I die doing this my Soul will be happy !”
The bird who erred realised the mistake !
 
 The story ends with the “sudden heavy rains…no more fire…& the Elders searching for the young birds find these 2 & take them home “
 
The Morale of this Story is>>>>>
 
DO GOOD..DO NOT DO BAD !
 
Dr. Chandravadan Mistry

Entry filed under: ટુંકી વાર્તાઓ.

પરમેશ્વરની શોધ ચલોરંગુન ! ચલો રંગુન !……..”નટુભાઈને શ્રધ્ધાજંલી !”

29 ટિપ્પણીઓ Add your own

 • 1. dhavalrajgeera  |  જુલાઇ 19, 2010 પર 2:29 પી એમ(pm)

  જીવન એવું જીવવું જોઈએ કે અન્યને ભલું થાય…
  બુરૂ ના થાય !

  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 2. Piyuni no pamrat ( પિયુની નો પમરાટ )  |  જુલાઇ 19, 2010 પર 3:09 પી એમ(pm)

  very nice….. good food for thought, nice to share with young children

  જવાબ આપો
 • 3. pragnaju  |  જુલાઇ 19, 2010 પર 3:30 પી એમ(pm)

  સનાતન ધર્મના જ્ઞાનની શરુઆત જ તમે ચિત્ર આપ્યું છે તે બે પંખીની વાતથી થાય છે

  .એક પંખી પ્રભુ તરફ (નહીં નીજ બલ તાંકે) અને એકની માયિક દ્રુષ્ટિ સંસાર તરફ છે

  હવે એને પોતાનો કર્તુ ભાવ છોડી પ્રભુ તરક ઉડ્ડાન કરવાનું એ જ વિસ્તારથી સમજાવ્યું છે!!

  જવાબ આપો
 • 4. Ramesh Patel  |  જુલાઇ 19, 2010 પર 10:42 પી એમ(pm)

  શુભ કાર્યની નાની શરૂઆત ભવિષ્યમાં મહા યજ્ઞ બનતી
  આપણે જોઈ છે.સંસારમાં બધી જાતના તત્ત્વો હોય છે.
  આ સરસ બોધ કથા એક ચેતના જગવતી માલુમ પડી.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 5. pravina Avinash  |  જુલાઇ 20, 2010 પર 12:32 એ એમ (am)

  Collection of drops make sea. What ever small which is significant.

  જવાબ આપો
 • 6. hema patel.  |  જુલાઇ 20, 2010 પર 1:54 એ એમ (am)

  નાની વાર્તા રુપે એક સરસ બોધ ક્થા. જે દરેકને માટે સમજવાલાયક છે.

  જવાબ આપો
 • 7. ishvarlal r. mistry  |  જુલાઇ 20, 2010 પર 3:51 એ એમ (am)

  Very good saying it has a good meaning behind it.Thankyou for sharing good thoughts.

  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 8. sapana  |  જુલાઇ 20, 2010 પર 4:51 એ એમ (am)

  શુભ કરો .બુરુ ના કરો..અને આ કામ મારી એકલીનુ છે નહી થાય નાસીપાસ ના થાવ ..કારણકે દરેક શુભ કામમા પ્રભુ સાથ આપેજ..
  સપના

  જવાબ આપો
 • 9. અરવિંદ અડાલજા  |  જુલાઇ 20, 2010 પર 8:36 એ એમ (am)

  “……આ માનવ દેહ મળ્યો છે “શુભ કાર્યો “કરવા માટે …..શુભ કાર્ય નાનું હોય કે મોટું , અને જો એનાથી કોઈને લાભ કે સહાય થતી હોય તો એક “ફરજ” સમજી દીલથી કરવું !….માનવી સ્વાર્થમાં કે અભિમાનમાં રહી આ ભુલી જાય છે અને “ખોટા કાર્યો” કરવા એની શક્તિનો ઉપયોગ કરે છે…..”
  શ્રી ચન્દ્રવદનભાઈ
  આપની વાર્તામાં ઉપરોક્ત વાક્ય ટૂકમાં માનવી માટે સુંદર બોધ આપી જાય છે. માનવી ગ્રહણ કરે તેવી આશા રાખીએ !
  સ-સ્નેહ
  અરવિંદ

  જવાબ આપો
 • 10. ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’  |  જુલાઇ 20, 2010 પર 9:31 એ એમ (am)

  સુંદર સમજવાલાયક બોધકથા!!

  જવાબ આપો
 • 11. ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’  |  જુલાઇ 20, 2010 પર 9:32 એ એમ (am)

  EXCELLENT SPARROW……MORE EXCELLENT FLYING ONE!

  જવાબ આપો
 • 12. અક્ષયપાત્ર/Axaypatra  |  જુલાઇ 20, 2010 પર 12:41 પી એમ(pm)

  એક તણખો આગનો અને એક ટીપું પાણીનું પણ બંનેની અસર જુવો. નેગેટીવની અસર જલ્દી થાય છે જ્યારે પોઝીટીવની બહુ ધીમે પણ છતાં ય એ જ સાચુ છે તેવી આ બોધ વાર્તા ગમી. ધન્યવાદ ચન્દ્રભાઈ!

  જવાબ આપો
 • 13. chandravadan  |  જુલાઇ 20, 2010 પર 5:08 પી એમ(pm)

  This is an EMAIL RESPONSE to thePost>>>>>

  ReplyReply AllMove…FamilyFriends AbroadFriends CanadaFriends South AfricaFriends UKFriends USAIFriends INDIAImportant ItemsMisc Flag this messageRe: Fw: NEW POST…BE CHAKALIni VARTAMonday, July 19, 2010 7:40 PMFrom: “Rajul Shah” View contact detailsTo: “chadravada mistry”
  શ્રી ચન્દ્રવદનભાઇ,

  કોઇપણ સારા કામની શરૂઆતને ઇશ્વર પણ સાથ આપે જ છે .નાની અમસ્તી પણ સરસ વાત કહી.

  Rajul Shah
  http://www.rajul54.wordpress.com

  જવાબ આપો
 • 14. himanshupatel555  |  જુલાઇ 20, 2010 પર 10:28 પી એમ(pm)

  જિવન નિસ્વાર્થ અર્થે છે કે સ્વાર્થ અર્થે? આ સવાલ પુછાયો છે-જવાબ ઉદાહરણથી મળે કે સંબોધનથી મળે, આ દ્વિધા વચ્ચે ફસાયેલા છીએ આપણે !!

  જવાબ આપો
 • 15. Capt. Narendra  |  જુલાઇ 21, 2010 પર 2:39 પી એમ(pm)

  મનુષ્યની વૃત્તિઓ વિશેનું રૂપક ઘણું ગમ્યું. આપણી વનરાજીમાં એક ચકલીની જેમ આગ ફેલાવનારા લોકો હોય છે-ક્ષણીક મજા ખાતર, અને તેમાં ફસાયેલા લોકોને બચાવનારા અગ્નિશામક દળના જવાનોનાં દાઝેલા, મેશથી કાળા પડી ગયેલા ચહેરા જોઇ તમે વર્ણવેલી બીજી ચકલીનું ચિત્ર નજર સામે ઉભું થાય છે.

  જવાબ આપો
 • 16. chandravadan  |  જુલાઇ 22, 2010 પર 12:32 પી એમ(pm)

  This is an EMAIL RESPONSE to the Post>>>>

  RE: NEW POST…BE CHAKALIni VARTA….INVITATIONWednesday, July 21, 2010 10:35 AMFrom: “Chandrashekhar Bhatt” View contact detailsTo: “‘chadravada mistry'”>Priy Bhai Chandravadan:

  I have read your inspiring be chakali ni varta. You have been exploring lots of horizons for the gujarati sahitya seva. May you be blessed to kep serving your mission. Jay shri Krushna!!!!!!

  Chandrashekhar

  જવાબ આપો
 • 17. પટેલ પોપટભાઈ  |  જુલાઇ 23, 2010 પર 4:45 એ એમ (am)

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  ચકલીઓના ચિત્ર સરસ છે,

  સરખાં દેખતાં બન્ને પક્ષીઓ અલગ છે.
  સ્વભાવ પણ અલગ હોવાના જ.

  “જો હું કાંઈ ના કરૂં તો મારું દીલ મને માફ કરશે નહી
  આગ-પાણી, પંચત્વની અલગતાના પ્રભાવનો પરિચય.

  માનવીને પ્રભુએ “હ્રદય અને અંતર આત્મા” આપ્યો છે …..એની જાણ એ પોતે જ જાણે

  જીવન એવું જીવવું કંઈક ભલું થાય ”

  ” એકલો જાને એકલો જાને રે
  તારી જો સાદ સૂણી કોઈ ના આવે તો
  એકલો જને રે ” ( શ્રી રવિન્દ્રનાથ ટાગોર )

  સરસ બોધ ક્થા

  જવાબ આપો
 • 18. Dilip Gajjar  |  જુલાઇ 23, 2010 પર 6:11 એ એમ (am)

  મોટી વાતો કરતા અલ્પ આચાર મહત્વનો છે અને તે માટે પોતે લઘુગ્રન્થી તજી સત્કાર્ય કરવા લાગી જવું..કેમ કે આમ જ ક્રુષ્ણ ગીતાજીમાં કહે, સ્વલ્પમપયસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત અર્થાત નાનકડુ કાર્ય પણ મોટા ભયમાંથી ઉગારે છે. આપની ચકલીની વારતામાંથી મને આવો સંદેશ મળ્યો..આભાર

  જવાબ આપો
 • 19. Dr. Hitesh Chauhan  |  જુલાઇ 27, 2010 પર 4:10 એ એમ (am)

  Jay Shree Krishna Kaka,

  Its very good writing ,. Its better to try try and try you will always succed…

  જવાબ આપો
 • 20. kalpesh modasiya  |  ઓગસ્ટ 27, 2010 પર 3:59 એ એમ (am)

  ખુબ જ સરસ મને આ વાર્તા ખુબ જ ગમી.

  સુ તમે આવી વાર્તાઓ મારા જી-મેઈલ ના આઈડી ઉપર પણ આપી શકો?

  જવાબ આપો
 • 22. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  ફેબ્રુવારી 20, 2011 પર 5:55 એ એમ (am)

  આદરણીયશ્રી. ચન્દ્રવદન સાહેબ

  બીજાને માટે હંમેશા સારો વિચારવું જોઈએ

  જવાબ આપો
 • 23. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  માર્ચ 22, 2011 પર 1:59 પી એમ(pm)

  આદરણીયશ્રી. ચન્દ્રવદન સાહેબ

  આપની આ વાર્તા સરસ બોધ આપી જાય છે,

  માનવ જો આ બધુ સમજે તો વિશ્વમાં ઝગડા

  જેવું કશું રહેતુ જ નથી સાહેબ…….!

  અગાઉ આ પોસ્ટ હું તમારા બ્લોગમાં મે વાંચીને

  પ્રતિભાવ આપ્યો જ હતો, તારીખ 20 ફેબ્રુઆરી, 2011

  સાહેબ પૂજ્ય મહાત્મા ગંધીજીના શબ્દોમાં…..,

  ” ઘણાં સારા કાર્યોની શુભ શરૂઆત ખુબ ઓછા

  માણસોથી થતી હોય છે, અંતે બહુજન સમાજ તેમાં જોડાય છે.”

  બસ સાહેબ આપ ખુબજ સારૂ લખો છો,

  ભગવાન તમને વધુ સારૂ લખવાની શક્તિ આપે,

  અંતે એક વાત યાદ રાખવાની સાહેબ,

  ” પ્રભુએ આપેલ દરેક દિવસ આજ્નો છેલ્લો દિવસ

  સમજી સારા કાર્યો કરતા જ જવાનું, કાલ કોણે દીઠી સાહેબ,

  સાથે શું લઈ જવાના. વધારે લખાય ગયું હોય તો,

  ક્ષમાયાચના સાથે……..!

  ડૉ.કિશોરભાઈ પટેલ

  જવાબ આપો
 • 24. ketan shah  |  જુલાઇ 26, 2011 પર 6:25 પી એમ(pm)

  Respected shri Chandravadan Sir,

  today i read this story for son to speak in his school.. wonderfull it has touch my heart and given lesson to me also…

  thanks

  જવાબ આપો
 • 25. chandravadan  |  જુલાઇ 26, 2011 પર 9:37 પી એમ(pm)

  Dear Ketanbhai,
  Thanks a lot for your visit/comment for this Post.
  I am so happy to learn that you liked this Varta….and you even read to your son ..who in turn was tell others in school.
  What a wonderful thing !
  Why this happened ?
  Most likely as per the Wishes of God !
  May God bless & guide your son to the Right Path as grows.
  You are invited to read other Vartao by the LINK below>>>>

  https://chandrapukar.wordpress.com/category/%e0%aa%9f%e0%ab%81%e0%aa%82%e0%aa%95%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%93/
  Hope to see you again !
  CHANDRAVADAN

  જવાબ આપો
 • 26. પરાર્થે સમર્પણ  |  જુલાઇ 27, 2011 પર 7:26 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી. ચંદ્રવદનભાઈ,

  સંત કબીરે દાતણ કરી વડની ચીરી રોપી તો કબીર વડનું સર્જન થયું.

  એમ કોઈ કોઈ શુભ કાર્યની નાની શરૂઆત મોટું વટવૃક્ષ બની જાય છે .

  તાજેતરમાં આપની પોસ્ટમાં તેનું તાજું ઉદાહરણ “શ્રી પ્રજાપતિ આશ્રમ ”

  બીલીમોરાએ ષષ્ઠીપુરતી ઉજવી તે તાદ્રશ્ય છે. ખુબ સરસ બોધદાયક વાર્તા.

  જવાબ આપો
 • 27. babubhai prajapati  |  ઓગસ્ટ 21, 2011 પર 2:53 પી એમ(pm)

  I like this example Anna Hajare Is going Ansan for our his aim is like
  wise sparrow

  જવાબ આપો
 • 28. Shirish Dave  |  સપ્ટેમ્બર 27, 2011 પર 2:07 એ એમ (am)

  વાર્તા બહુ બોધ દાયક છે. પરિણામની આશા રાખ્યા વગર જો ફરજને સમજવામાં આવે તો સોનાનો સુરજ ઉગે.

  જવાબ આપો
 • 29. babubhai prajapati  |  જાન્યુઆરી 13, 2012 પર 2:00 પી એમ(pm)

  i like this story very much

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 396,657 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: