પરમેશ્વરની શોધ

જુલાઇ 14, 2010 at 1:06 પી એમ(pm) 21 comments

 om-symbol---yoga-thumb935331.jpg Om image by Archimexis
 
 
 

પરમેશ્વરની શોધ

 
અખિલ બ્રહ્માંડમાં પ્રુથ્વી એક નાનું રમકડુ છે. અને આ પ્રુથ્વી પર અનેક ચેતન જીવીત ચીજો સાથે જડ ચીજોથી બનેલ જગત છે. જીવીત ચીજોમાં માનવી એક ઉચ્ચપદે છે એ એક સત્ય છે. અને, માનવી ઉચ્ચ પદે રહી જગત સર્જનથી માંડી અત્યારે વર્તમાન સુધી સ્વતંત્ર વિચાર કરતો આવ્યો છે અને એ માનવ વિચારોમાં એક પરમેશ્વર
( GOD) નો વિચાર હંમેશ રહ્યો છે.
 જે જાણ્યું  તેનાથી સંતોષ ન રાખી, વધુ જાણવાની ઈચ્છા માનવ સ્વભાવે હંમેશા ગુંથાય છે. આવાસ્વભાવને કારણે વિજ્ઞાનનું પ્રોત્સાહન અને અનેક શોધો શક્ય થઈ તેનો વર્તમાન આજે પુરાવો આપે છે. આવી દશાને આપણે લાભદાયક પરિવર્તન તરીકે ગણીએ તો એ ખોટું નથી. કિન્તુ, આટલી સફળતા બાદ માનવ સ્વભાવ શાંત નથી. જે નવું જાણ્યું તેનાથી એને થોડો સંતોષ થશે કિન્તુ એનું મન વધુ જાણવા તલ્લીન રહે છે.
 હવે, આપણે જગત સર્જન માટે વિચારણા કરીએ. આગળ ઉલ્લેખ કર્યો તે પ્રમાણે અખિલ બ્રહ્માંડમાં પ્રુથ્વી એક રેતીના કણ જેવી છે. માનવીએ પ્રથમ વિચાર્યું કે બ્રહ્માંડમાં ફક્ત પ્રુથ્વી જે એક વિશાળ ઉત્તમ જગ્યા છે. પહેલાં માનવીએ કહ્યું કે પ્રુથ્વી એક સપાટ જગ્યા છે. બ્રહ્માંડને નિહાળવા એણે ચંદ્ર, સૂર્ય ગ્રહો વિગેરે સૌને ગોળ આકારે અનુભવ્યા. ગોળ દડા જેવા નિહાળી, માનવીએ એની શક્તિથી શોધી કાઠ્યું કે પ્રુથ્વી પણ એક ગ્રહ અને દડા જેવી ગોળ છે, અને સુર્યની આજુબાજુ ફરતે કે બીજા ગ્રહોની જેમ ભ્રમણ કરે છે. આકાશમાં નિહાળવા પ્રથમ માનવીએ અનુમાન કર્યું કે રાત્રીના ચમકતાં તારલાઓ નાની નાની જગ્યાઓ હશે કિન્તુ વધુ અભ્યાસ કરતા જાણ્યું કે એક તારલો એક સુર્ય બરાબર છે. માનવીએ પ્રુથ્વી પરના વાતાવરણને સમજવા પ્રયત્નો કર્યા. હવા, પાણી વિગેરેના કારણે જીવીત ચીજોનું જીવન નીભે છે. આટલું બધુ જાણ્યા બાદ એ આકાશ તરક નિહાળતો રહ્યો અને બ્રહ્માંડમાં શું છે એ જાણવા ઈચ્છા કરી. જે થકી બ્રહ્માંડની શોધ ( SPACE -Exploration ) ની શરૂઆત થઈ અને આજે એ સફર ચાલુ છે.
 આ પ્રમાણે માનવ વિકાશ થયો. કહેવાય છે એક દિવસ એક મોટા ધડાકા
( BIG BANG ) સાથે અચાનક પ્રુથ્વીનો જન્મ થયો અને ત્યારે કોઈ જીવીત ચીજો ન હતી. ધીરે ધીરે પાણી, હવા અને અન્યના મિલન સાથે કંઈક નાની જીવીત ચીજની શરૂઆત થઈ…ત્યારબાદ, મોટી જીવીત ચીજો અને અનેક જીવોના જન્મમાં પ્રાણીઓનો જન્મ અને ઉત્તમ પ્રાણી સ્વરૂપે માનવનો જન્મ. આ છે વિજ્ઞાનની દ્રષ્ટીએ જગત જન્મ. ધર્મોના કહેવા પ્રમાણે એક દિવસ પ્રભુએ જગતનું સર્જન કરવાનું વિચાર્યું અને જગત થયું ત્યારે અનેક નું સર્જન કરતા માનવીઓ નર-નારી રૂપે થયા ( Theory of Creation) તો , વિજ્ઞાન ધર્મ પ્રમાણે એના કરેલાં વિચારને ખોટો ઠરાવે છે અને પુરાવા સહિત ભારપુર્વક કહેતું રહે છે કે માનવીઓ ધરતી ઉપર ધીરે ધીરે રહેતાં થયા ( Theory of Evolution ) અને એ દ્રષ્ટિએ નિહાળી,વિજ્ઞાન કહે કે પ્રથમ સુષ્મ જીવતી ચીજ….ત્યારબાદ નાની…મોટી જીવતી ચીજો….પ્રાણીઓ અને વાંદર જાતી અને ત્યારબાદ માનવીઓ. પ્રથમ માનવી જંગલી હાલતમાં હતો. છતાંએનામાં સમજણ શક્તિ હતી…સમજણ શક્તિને કારણે વિચારો અને વિચારોને કારણે અન્ય કાર્ય કરવાની ઈચ્છા અને મુખે અવાજોને એક ભાષા સ્વરૂપ પણ આપ્યું. ધીરે ધીરે આવી એક ઉચ્ચ કક્ષા પર પહોંચી ગયો. આ બધુ એની સ્વતંત્ર વિચારધારા અને સમજણ શક્તિ આધારીત છે એ એક સત્ય છે. ચાલો, આપણે વધુ ચર્ચા કરીએ.
 માનવીઓ એમના સ્વભાવ પ્રમાણે પ્રગતિના પંથે આગેકૂચ કરી રહ્યા અને આજે વર્તમાનમાં સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ પદ છે. સર્જન પછીની શરૂઆતમાં આટલી ઉંચી કક્ષામાં નહતો ત્યારે પણ માનવીએ એક સાથે સમુહમાં રહી જીવન જીવવાનું શીક્યો હતો અને આવા પરિવર્તનમાં એણે એક વ્યકતિને માર્ગદર્શન આપનાર ( Leader ) તરીકે સ્વીકાર કર્યો. અને, અખિલ બ્રહ્માંડને નિહાળી બધુ જે ક્રમસર થતું એનું અનુમાન કરી ધરતીથી બીજે કોઈક વધુ શક્તિમાન તંત્ર ચલાવી રહ્યો છે એવો બેકરાર હતો. આ સ્વીકારમાં પરમશક્તિ રૂપે પરમેશ્વરનો જન્મ માનવ હૈયામાં થયો. આવા સ્વીકાર બાદ, પરમેશ્વરને વધુ જાણવા, મળવા એની ઈચ્છા જાગ્રુત થઈ એ પ્રયાસમાં ધર્મનો જન્મ થયો. જેનો વિકાસ પણ માનવીઓ દ્વારા જ થયો.માનવીમાં છુપાયેલ અપાર શક્તિનો ઉપયોગ કરી કોઈક વ્યક્તિઓ ઉંચુ પદ મેળવી. ઋષી મુની સ્વરૂપે પરમાત્મા વિષે વધુ જ્ઞાન આપ્યું. અહીં અંગ્રેજી ભાષા રૂપે નિહાળતા ફીલોસોફર (Philosopher) ની ઓળખ થઈ. આવી જીવન ઘટના સાથે કોઈકે પ્રભુને મળવા એક રસ્તો પકડ્યો તો બીજાઓએ બીજો રસ્તો પકડ્યો. એ પ્રમાણે જુદા જુદા ધર્મો થયા. કિન્તુ, સર્વ માનવીઓનો હેતુ એકજ હતો. મહાશક્તિ જે સર્વ માં મહાસ્વામી છે જેને પરમેશ્વર કહો, એને મળવાનો કે એની સાથે એક થઈ જવાનો હેતુ હતો જાણેલ ઈતિહાસના પાને આ એક પરમ સત્ય છે.
 માનવ પાસે સ્વતંત્ર વિચારધારા છે અને અપાર શક્તિ છે એને એનો જેણે જે પ્રમાણે ઉપયોગ કર્યો તે પ્રમાણે અને વધું જાણવા મળ્યું. આવી ખોજમાં વિજ્ઞાન ( Science ) નો જન્મ થયો અને વિચાર કરનાર માનવી વૈજ્ઞાનિક ( Scientist ) કહેવાયો. જે આંખ આગળ દેખાતું હતું તેના પર વધુ વિચાર કરતાં એને એ બારે વધુ જાણ્યું-જેની પહેલાં એને ખબર ન હતી.જ્યારે નયનોથી દેખાતું ન હતું તો એને જોવા સાધન-તંત્ર ( Microscope ) વિગેરે શોધ્યુ. આવી શોધ દ્વારા માનવ સુક્ષ્મ દુનિયામાં પહોંચી જંતુઓ
(Bacteria virus) વિગેરે ને જાણી શક્યો. જીવીત સિવાય નજીવી ચીજો પર પણ માનવ વિચારણા કરતો રહ્યો, વધુ જ્ઞાન મેળવી એંતે અણુ (Atom) અને અણુ થી સુક્ષ્મ
( Proton/Electron) દુનિયા પર જાણી શક્યો. આવી દ્રષ્ટિમાં એને બ્રહ્માંડમાં ક્રમ પ્રમાણે ફરતા ગ્રહોની સરખામણી થઈ. માનવ વિચારધારા અહીં અટકી ના ગઈ….એણે અણુમાં છુપાયેલ અપાર શક્તિનું જ્ઞાન થયું અને એટોમ બોમ્બ, હાઈડ્રોજન બોમ્બ બનાવ્યો. માનવ જીવીત ચીજોને જોતો રહ્યો…અને શરીરેના જુદાજુદા ભાગોના નાની સુક્ષ્મકક્ષામાં અનેક સેલ યુનીટો( Cell Unit of  Body) નિહાળ્યા. માનવદેહ કે કોઈ બીજી જીવીત ચીજનું તંત્ર કેવી રીતે ચાલે છે, કેવી રીતે રોગો થાય એ બધું જાણ્યુ. આ જ્ઞાન સાથે એણે જીન ( Gene) ની ઓળખ કરી. માનવી એ સારૂ જીવન આપવાના વિચાર કરતાં કરતાં માનવી નવું જીવન કે જન્મના ક્રમનો અભ્યાસ કરી ગર્ભસ્તાન અને અન્ય ભાગોના સેલ યુનીટ (Cell units )          પર અખતરા કરવા લાગ્યો અને કંઈક સફળતા સાથે જાણે હું પરમેશ્વર છુ એવું અભિમાન કરવા લાગ્યો. વૈજ્ઞાનિક માનવીએ કદાચ પરમેશ્વર રૂપે દાવો ન કર્યો હોય તો પણ એ ચર્ચાના કહેતો રહ્યો “પરમેશ્વર છે તો ક્યાં છે ? મને બતાવ” જાણે એણે કોઈ સાયન્સ પ્રોજેક્ટ લીધો હોય, અને, પુરાવા વગર આવું એ અસ્ત્ય કહેવાય એવું અનુમાન કરવા લાગ્યો. શરીરના દેખાતા જાણેલા ભાગો પર વિજય મેળવી મગજ માટે વધુ જાણવા અનેક પ્રયોગો કર્યાં. મગજ કેવી રીતે ચાલે છે, યાદશક્તિનું શું છે વિગેરે માટે વિચારો હતા. મગજમાં વધતી ઘટતી ક્રિયા જાણવા સ્પેશીયલ સાધનો કર્યા-દાખલા રૂપે કલરમાં ક્રિયા
( Activity)ના પુરાવો આપતા સ્કેનો (Scans) દ્વારા વધુ જ્ઞાન મેળવ્યુ.
 વૈજ્ઞાનિકો બધા માટે પુરાવા માંગતો રહ્યો અને એ એનો સ્વભાવ થઈ ગયો. માનવતાના અસલ સ્વભાવને એ ધીરે ધીરે ભુલવા લાગ્યો. “પરમેશ્વર જેવી ચીજ નથી….હોય તો ક્યાં છે ? બતાવ મને ” આવા પ્રશ્નો સાથે વૈજ્ઞાનિકો પુરાવા વગર પરમેશ્વરને માનવા માંગતો ન હતો. એવું થયુ તેમ છતાં, એકવાર બે વૈજ્ઞાનિકો એકબીજા સાથે ચર્ચા કરતા હતા તે નીચે મુજબ છે.
 
 ”આ બધુ ધર્મ અને પરમેશ્વર બારે તારો શું અભિપ્રાય છે ?”   બીજાને પુછ્યુ.
 
 ”એ તો પરમ સત્ય છે અને ખરેખર સાક્ષાત અહી અને અખિલ બ્રહ્માંડે છે .” બીજાએ એના અનુભવો આધારિત દાવો કર્યો .
 
 ”અરે, તું પણ બીજા ધર્મપ્રેમી માનવીઓ જેમ ગાંડો થઈ ગયો કે શું ?” પ્રથમ પ્રશ્ન પુચનાર વૈજ્ઞાનિક આશ્ચર્ય સાથે પ્રશ્ન કર્યો.
 
 “અરે, ભાઈ હું પણ તારા જેવી જ હાલતમાં હતો. મેં જ્યારે નવા તંત્રો દ્વારા મગજની ક્રિયાનું કલર સ્કેન ( Color Scan ) દ્વારા વધુ જાણ્યુ ત્યારે મને થયુ કે વિજ્ઞાનમાં પણ કંઈક પરમેશ્વરનો પુરાવો હશે જ કિન્તુ અત્યારે આપણે એ જાણી શકતા નથી.”
 એણે શાંત સ્વરે જવાબ આપ્યો.
 
 ”પણ ભાઈ, તેં પરમેશ્વરને જોયો છે ? ન જોયો હોય તો શા માટે આવી વાતો કરે છે ?” બીજા વૈજ્ઞાનિકે ખીજમાં કહ્યું.
 
 ”અરે મારા ભાઈ મારા મિત્ર અનેક વર્ષો પહેલાં આપણે બેકટેરીયા-વાઈરસ ( Bacteria-Virus) જેવાં જંતુઓ જાણતા ન હતા. શું ત્યારે એ નહતા ? જરૂર હતા કિન્તુ આપણી પાસે એને જોવાના સાધનો ન હતાં .
 વિજ્ઞાન સવાલોના જવાબ આપે પણ કોઈવાર એવું કંઈ થયું હોય તે માટે વિજ્ઞાન કે તારી પાસે જવાબ ન હતો, તો તેનું શું કારણ ? અરે, તેં પુસ્તકોમાં વાંચ્યુ હશે કે કોઈ ડોકટરે એના કેન્સર ના દર્દીને કહી દીધું કે રોગની જાણ પ્રમાણે આટલા સમય બાદ તારૂ મ્રુત્યુ થશે…એવા સમયે, દર્દીના મગજે કે દેહમાં જણાયેલ કેંસર ફરી તપાસ કરતાં નાબુદ થઈ ગયું હતુ. એવી ઘડી એ ડોકટરે કહ્યુ હતું: “આ તો મારી સમજણ બહાર છે.” અને એક સામન્ય માનવીએ આ ઘટનાને એક ચમત્કાર ( Miracle) માન્યો. આ પ્રમાણે એક ડોકતરના અચંબામા કે એક સામન્ય માનવીની માનતામાં ફરી એક “મહાશક્તિ” નું દર્શન થાય છે. એ શ્ક્ય કરનારને એઓએ જોયો નથી અને તું પણ જોઈ શકતો નથી છતાં તું જરૂર કબુલ કરે છે કે “કંઈક અદભુત” થયુ આ તારી કબુલાતમાં તારી પરમેશ્વર માટે કબુલાત છે અને, તને સાક્ષાત પરમેશ્વરનાં દર્શન થયાં એમ તું હૈયામાં માનીશ. જે આપણે જાણીએ છીયે તેને વિજ્ઞાન સત્ય કહે છે. જે અત્યારે સત્ય થયું તે સમયના વહેંણમાં ખરેખર સત્ય નથી પણ કંઈક જુદું જ છે એથી વિજ્ઞાનમાં પણ સત્ય બદલાય ગયું કહેવાય. અહીં આપણે પરમેશ્વરરૂપી દિવ્ય તત્વની સરખામણી કરીયે તો તે એકજ છે….પરમ સત્ય !”
 આટલું લાંબુ ભાષણરૂપે વિગતે કરી વૈજ્ઞાનિક ફરી શાંતિ સાથે આનંદ અનુભવવા લાગ્યો!
 
 આ બધુ સાંભળી બીજો વૈજ્ઞાનિક પણ શાંત હતો. વૈજ્ઞાનિક સ્વભાવ પ્રમાણે એ તો એની શોધ ચાલુ રાખશે કિન્તુ એના હૈયામાં કંઈક થયું એવું એને લાગ્યું હતું…કંઈક “નમ્રતાનો ગુણ” એના પર જાણે વિજય મેળવી રહ્યો હોય એવું થયું અને એ વૈજ્ઞાનિક હવે કંઈક ઉચ્ચપદે હતો. આવી હાલતમાં  જગતના મહાન વૈજ્ઞાનિક આલબર્ટ આઈંન્સ્ટાઈન
( Albert Einstein ) ના શબ્દો એના કાનમાં ગુંજતા હતા…………
 
 “આપણે સત્યનો અનુભવ કરીએ તે ઘણીવાર ચમત્કારરૂપે હોય છે. સત્યરૂપી વિજ્ઞાન નો પાયો ખરેખર આપણા માનવીય સ્વભાવના સ્પેશીયલ હ્રદય ઉંડાણના ભાવનાના ઝરણા પર આધારીત છે. જેને આ વિશે અજાણતા છે તે કંઈક કલ્પનાઓ કરી શકે નહી કે ન કહી એની મહત્વતાનો અનુભવ કરી શકે…અને એ તો મ્રુત્યુ પામેલ બરાબર છે.”
 
                                                                                               લેખક
                                                                                               ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ત્રી
 
 

બે શબ્દો….

 “પરમેશ્વરની શોધ ” નામે આ ટુંકી વાર્તાનું લખાણ થોડા વર્ષો પહેલા કરી, આ વાર્તા “વિશ્વનિર્માતા પ્રજાપતિ” નામના માસીકમાં પ્રગટ કરી હતી….અને જ્યારે એ પ્રગટ થઈ ત્યારે મારા હૈયામાં ખુબ જ આનંદ થયો હતો !
આજે, “ચંદ્રપૂકાર”ના બ્લોગ પર એક ટુંકી વાર્તારૂપી પોસ્ટ તરીકે પ્રગટ કરતા, એક “અનોખો આનંદ ” થાય છે ……કારણ ????……..ઈન્ટરનેટના જગત દ્વારા જગતના દુર દુર માં વસતા અનેક વાંચકો વાંચશે…..કોઈને વાર્તા ગમશે….કોઈને વાર્તાના લખાણમાં ભુલો મળશે ….પણ…સૌને વાર્તામાં ભરેલો “ભાવ” જરૂર ગમશે, એવી મારી આશા છે !
 
હું કોઈ “લેખક” નથી …..હું કોઈ “સાહિત્યકાર કે જ્ઞાની ” નથી…….ફક્ત એક સાધારણ માનવી, જેનું ગુજરાતી ભાષા-જ્ઞાન થોડું છે ….પણ, જેના મન/હૈયામાં “વિચારો” છે જેને “શબ્દો”માં દર્શાવવા માટે હંમેશા તમન્ના રહે છે ……આ વાર્તા એના પરિણામરૂપે છે !
 
આ વાર્તામાં  “પ્રભુ કોણ? ….પ્રભુ ક્યાં છે ??” ના સવાલો જે માનવીને સતાવે છે તેના સમાધાન માટે આ વાર્તા છે…..જે “પ્રભુ-તત્વ”નો સ્વીકાર કરે છે તેઓ માટે પણ આ વાર્તા “શ્રધ્ધા” વધારે એવી આશા છે …..જેઓ પ્રભુને “માનવું કે ના માનવું “ની “ગુચવણ”માં અશાન્ત છે તેઓ માટે આ વાર્તા પ્રભુ-તત્વની ઓળખ સાથે “નવો પ્રકાશ ” રેડે છે …….અને, અંતે, વિજ્ઞાનીકોનો વાર્તા-સંવાદમાં “જ્ઞાન-પંથ”પર ચાલનારાઓનો “અહંહાર” દુર કરવાનો પ્રયાસ છે !
 
તમો સૌ આ વાર્તા વાંચે એ જ મારી પ્રથમ આશા !
 
જે કોઈ વાંચે, તેઓ સૌ પોતપોતાના અંતર આત્માને પુછે…..અને જે “સમજ ” મળે તેનો સ્વીકાર કરે એવી બીજી આશા !!
 
જે કોઈ આ વાર્તા વાંચે તેઓ “પ્રતિભાવ” આપે એવી “સ્વાર્થ-ભરી” આશા ભલે હોય…..પણ વાંચી તમે પ્રતિભાવ ના આપો તો હું નારાજ ના થઈશ……જો તમે તમારા વિચારો પ્રતિભાવરૂપે મુકશો તો હું જરૂર વાંચીશ, અને વાંચી મને આનંદ થશે !
 
ઘણા લાંબા સમય બાદ, આ “ટુંકી વાર્તા” રૂપી પોસ્ટ છે  !
 
ચંદ્રવદન
 
FEW WORDS
 
Today, after a long time you are reading “TUNKI VARTA”…..and the Title of thos Post is “PARMESHWARni SHODH” meaning ” A SEARCH for GOD “
In this Post I had introduced 2 Scientists discussing og the Existance of God…one not believing & the other believing.
At the end of the Varta ( story) are the words of World famous Scientist ALBERT EINSTEIN….
WHEN ONE EXPERIENCES THE TRUTH, IT IS OFTEN AS A MIRACLE. THE FOUNDATION Of THHE SCIENCE, BASED ON TRUTH , RESIDES INTO THE DEPTHS OF THE HUMAN HEART ! ONE WHO CAN NOT IMAGINE THIS …CAN NOT EXPERIENCE THIS….IS LIKE A DEAD PERSON !!
 
DR. CHANDRAVADAN MISTRY
Advertisements

Entry filed under: ટુંકી વાર્તાઓ.

ચંદ્રભજન મંજરી (૮)….પ્રભુભરોસો ! …અને જુલાઈ ૪, ૨૦૧૦ બે ચકલીની વાર્તા

21 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જુલાઇ 14, 2010 પર 1:56 પી એમ(pm)

  ખૂબ સુંદર ચિતન
  યાદ આવે
  અહીં ફકત માણસને માણસ સમજવો.
  પરખવું ત્યજીને પ્રથમ એને ચહવો.

  અનાગત પ્રવાસે ભરી તેજ ઝોળી,
  જરૂરત પ્રમાણે જ સૂરજ ખરચવો;

  સમયપત્રકે બદ્ધ છે સર્વ ફૂલો,
  અડાબીડ મહેકે અહર્નિશ મરવો;

  નથી બાદબાકી, નથી ખોટ કાયમ,
  સંબંધોનો ક્યારેક સરવાળો કરવો;

  બધાં સત્ય મૂઠીક લઈ નીકળે ને,
  જડે સ્હેજ કેડી ત્યાં હેમાળો ગળવો;

  તરત તીવ્ર હો તો નદી દ્વાર આવે,
  અમસ્તો અમસ્તો શું દરિયો ચગળવો;

  પકડવી જ પડતી કલમ રિક્ત હાથે,
  કરે ભીતરે શબ્દ સાચે જ બળવો.
  હરિશ્ચન્દ્ર જોશીના વેદની ઋચા જેવા, ભિન્ન ષડ્જના શેરો, ભીતરે શબ્દ બળવો કરે ત્યારે ફ્ક્ત કલમ રિક્ત હાથે પકડતાં જ લખાઈ જાય, તેવું પરમનો અણસાર થાય ત્યારે બને છે. મીરાં, કબીર, તુલસી, નરસીંહ, તુકારામ જેવા અનેક સંતોને અને વર્તમાન સમયમાં માનનીય ભગવતીભાઈને “બે મંજીરા” લખતા આવો અનુભવ થયો છે.
  બધાં સત્ય મૂઠીક લઈ નીકળે ને,
  જડે સ્હેજ કેડી ત્યાં હેમાળો ગળવો;

  તરસ તીવ્ર હો તો નદી દ્વાર આવે,
  અમસ્તો અમસ્તો શું દરિયો ચગળવો;

  પકડવી જ પડતી કલમ રિક્ત હાથે,
  કરે ભીતરે શબ્દ સાચે જ બળવો.
  ——————————————–

  વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
  રાખ્યા છે કિંતુ કેટલા પડદા ? ગણી બતાવ.
  …એ પડદા પરખાય, હટાવાય પછી તો
  મુઝકો કહાં ઢૂંઢેરે બંદે? …
  તલાશ જ પૂરી થઈ જાય

  જવાબ આપો
 • 2. અક્ષયપાત્ર/Axaypatra  |  જુલાઇ 14, 2010 પર 2:06 પી એમ(pm)

  સત્યનું દર્શન અહીં સ્પષ્ટ થાય છે.સરસ !

  જવાબ આપો
 • 3. Harnish Jani  |  જુલાઇ 14, 2010 પર 4:15 પી એમ(pm)

  સુંદર લઘુકથા-સરસ રીતે ગુંથાયેલું સત્ય-

  જવાબ આપો
 • 4. Valibhai Musa  |  જુલાઇ 14, 2010 પર 6:11 પી એમ(pm)

  ધર્મ અને વિજ્ઞાનના સુભગ સમન્વયને ઉજાગર કરતો સફળ પ્રયત્ન એટલે આ વાર્તા. માનવજીવનનો ઉત્ક્રાંતિક્રમ સંક્ષિપતમાં છતાંય બહુ જ સ્પષ્ટ રીતે રજૂ થયો. છેલ્લે બે વૈજ્ઞાનિકોનો સંવાદ મનનીય રહ્યો. આ રચનાને ‘વાર્તા’ કહેવા કરતાં ‘ચિંતનલેખ’ ગણવામાં આવે તો!

  અભિનંદન, ચન્દ્રવદનભાઈ

  જવાબ આપો
 • 5. dhavalrajgeera  |  જુલાઇ 14, 2010 પર 6:26 પી એમ(pm)

  One who thinks and live with such kind of thinking day to day is near and dear to thy, ” GOD.”

  Rajendra M. Trivedi, M.D.
  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 6. pravina Avinash Kadakia  |  જુલાઇ 15, 2010 પર 11:45 એ એમ (am)

  Nicely said by small story.TRUTH is GOD

  જવાબ આપો
 • 7. Ramesh Patel  |  જુલાઇ 15, 2010 પર 6:06 પી એમ(pm)

  ડૉશ્રી ચંદ્રવદનભાઈ એટલે ભારતીય સંસ્કાર અને મેડીકલ લાઈન એટલે આધુનિક વિજ્ઞાનના સહેલાણી.

  આ ચીંતન અને મનન નો આ લેખ જાણે શાશ્વત પથનો મુસાફર.સુશ્રી પ્રજ્ઞાનજુબેન એટલે વિશાળ ક્ષિતિજના

  અનુભવ .આ જગતનો વૈભવ કેટલો નોખો ને નીરાળો. ભીન્નતા પણ કેટલી. તમારે લેબમાં સુવિધા માટે કે

  સાચવી રાખવા કેટલા મોટા ખર્ચા કરવા પડે? તેજ વસ્તુ કુદરત રસ્તે ઉભા ઉભા ઉપલબ્ધ કરી ,સંવર્ધન કરે.

  પરીક્ષાઓ કેટલી લઈ શકીએ? …..તો જવાબ ના મળે…તાગ ના મળે.

  આ મહાશક્તિને માપવામાં પણ આપણે નાના લાગીએ છીએ તો ,પરમ શક્તિને તોલવા કેટલી શક્તિ

  જોઈએ? અને પછી હુંકાર ધરીએ તો!

  નીરખી તારી…..અદભુત શક્તિ…ભાવે કરીએ…..વંદન રે
  સકળ લોકમાં…..તારા ચૈતન્યે…..વરતે કેવો….આનંદે રે
  ઓ …સુંદર…. સર્જનહારા…રે

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 8. neeta kotecha  |  જુલાઇ 15, 2010 પર 11:05 પી એમ(pm)

  khub saras vat, duniyano sauthi moto vaignanik to prabhu che..have to manavi e jiv ne janam aapta pan sikhyu che..evu kyak vachiyu hatu..shu thashe aagad khabar nathi..bas manvi manvi rahe to bas che..

  જવાબ આપો
 • 9. sapana  |  જુલાઇ 16, 2010 પર 1:59 એ એમ (am)

  સરસ વાર્તા..પણ સત્ય લાગે છે..વિજ્ઞાન અને ઈશ્વરની વચે ઘમાસાણ છે..વિજ્ઞાનને માનીએ તો ઈશ્વરને ત્યજવા જેવું છે..પણ આ સાયન્સની વાતો પણ ઈશ્વરે જ માણસના હ્ર્દયમા મૂકીને?સ્ટોનએઈજમાં માણસમા ક્યા આ બધી અક્કલ હતી?અને આમ જોવા જઈએ તો હજું તો ચન્દ્ર સુધી પહોંચી શક્યા.!!!બ્રહ્માંડ વિષે વિચારો? એક રેતના કણ જેવી આ પૃથ્વી ને એક મચ્છરની
  પાંખ જેટલો માનવી!!
  સપના

  જવાબ આપો
 • 10. chandravadan  |  જુલાઇ 16, 2010 પર 12:20 પી એમ(pm)

  This was the EMAIL RESPONSE to this Post>>>>>

  Re: Fw: NEW POST……SEARCH for GODFriday, July 16, 2010 5:08 AMFrom: “Kantilal Parmar” To: “chadravada mistry” >ઈદં ન મમ
  આ માટે આપના વિચારો પ્રસ્તુત કરવા કૃપા કરશોજી.
  કાંતિલાલ પરમાર
  હીચીન

  જવાબ આપો
  • 11. chandravadan  |  જુલાઇ 18, 2010 પર 12:28 એ એમ (am)

   KANTILALBHAI……
   After Discussions the Meaning of EDAM NAMAH is as>>>>>

   MEANING….SIMPLE v/s PHILOSOPHICAL
   Saturday, July 17, 2010 10:32 AM
   From:
   “chadravada mistry”
   To:
   “60PLUS GROUP”

   ઈદં ન મમ
   આ માટે આપના વિચારો પ્રસ્તુત કરવા કૃપા કરશોજી.
   કાંતિલાલ પરમાર
   હીચીન
   ALL in 60+GROUP…..PLEASE REPLY !!!!!

   REPLY of PRAGNAJUBEN VYAS>>>>>

   પ્રલયમા આપણી સંસ્કૃતિ અંગે બધું નષ્ટ થાય અને આ એક જ મંત્ર બાકી રહે તો પણ આપણી સંસ્કૃતિ અંગે જાણી શકાય અને તે
   ઈશાવાસ્યમ્ ઈદં સર્વં, યતકિંચ જગત્યાં જગત્ ।
   તેન ત્યક્તેન ભુંજીથા, મા ગૃધઃ કસ્યસ્વિદ્ ધનમ્ ।।
   આવી જ રીતે અહંકાર ઓછો કરી, પોતાની માલિકીભાવના ઓછી કરી આ વિશ્વ પ્રભુનું જ છે અને આપણે તેનો ભોગ ત્યાગની ભાવના થી કરવાનો છે.
   તેવી જ ભાવનાથી બધું કામ મારે હાથે જ થાય એવા મોહમાંથી મુક્તિ મેળવીને જે યથાશક્તિ યથામતિ કંઈ આજ લગી શુભ કાર્ય થયું તે અંગે મારે હવે બે હાથ જોડીને ‘ઈદં ન મમ’ કહેવું ઘટે.બૃહદારણ્યક ઉપનિષદમાં ઋષિએ કહ્યું : ‘હૃદયેન હિ સત્યં જાનાતિ.’ આપણે અગ્નિની પૂજા કરી અને મંત્રોરચાર કર્યો: ‘ઇદમ્ અગ્નયે ઇદમ્ ન મમ.’
   પ્રતિક્ષણ બે જીવનધારા સમાંતરે વહેતી રહે છે. એક છે હૃદયધારા અને બીજી છે મસ્તિષ્કધારા. પૂર્વમાં હૃદયધારાનો મહિમા વધારે થયો અને પિશ્ચમમાં મસ્તિષ્કધારાનો આદર વધારે થયો.આપણા મસ્તિષ્કમાં બે અડધિયાં છે. ડાબું મગજ ગાણિતિક, તાર્કિક, વૈજ્ઞાનિક અને રેશનલ બાબતો માટે છે. જમણું મગજ ભાવાત્મક, કાવ્યાત્મક, અંત:સ્ફુરણાત્મક અને સંવેદના સાથે જોડાયેલી બાબતો માટે છે. બે જીવનધારાઓ વરચે એકવીસમી સદીમાં સમન્વય થાય તે જરૂરી છે. રેશનલ બ્રેઇન અને ઇમોશનલ બ્રેઇન વરચે સંતુલન ન જળવાય તો જીવનની કલા અધૂરી રહી જાય છે. જીવન સ્વયં એક કલાકૃતિ જેવું બનવું જોઇએ.
   આજના માનવ બેચેન છે કારણ કે એણે હૃદયધારાની અવગણનાને ફેશનમાં ફેરવી નાખી છે.
   ‘ઇદં ન મમ’? તે અંગે તરત જવાબ મળે – ‘જનતાજનાર્દન’ !
   હા, એ જ બરાબર છે. જે અંતર્યામી માત્ર મારા કે તમારા ખોળિયામાં કેદ નથી રહેવાનો, જે ઘટ ઘટમાં રમે છે, જેની આ બધી લીલા છે,તેની જ પ્રીતિ અર્થે આ કાર્ય શરૂ થયું હતું, એ સંપન્ન થતી વેળાએ તેને જ અર્પણ કરવામાં ઔચિત્ય છે. માલિકીપણાનો લેશમાત્ર ભાવ ક્યાંય ચોંટી ન રહે એટલા માટે હાથ ખંખેરીને ઊભા થઈ જવાનું છે.
   પરમ વૈરાગ્યની આ ક્ષણ છે અને એ જ ક્ષણ પરમ આનંદની પણ છે.
   ‘અંત:સ્ફુરણાથી રસાયેલું મન એ પરમ પવિત્ર ભેટ છે, અને બુદ્ધિગમ્યતાથી ભરેલું મન એ વફાદાર નોકર છે.આપણે એવો સમાજ રચી બેઠાં છીએ કે જે નોકરનો તો આદર કરે છે,
   પરંતુ ભેટને ભૂલી ગયો છે.’- આલ્બર્ટ આઇન્સ્ટાઇન
   અંત:સ્ફુરણાથી રસાયેલું મન એ પરમ પવિત્ર પવિત્ર કાર્ય બાદ સહજ શ્રધ્ધાથી ઉચ્ચારે…
   આપણે અગ્નિની પૂજા કરી અને મંત્રોરચાર કર્યો: ‘ઇદમ્ અગ્નયે ઇદમ્ ન મમ.’
   કહી સ્વાહા કરી
   તેરા તુજકો અર્પણ કરવાથી કર્તુ ભાવ ઓછો થાય છે.

   SURESH JANI’S RESPONSE >>>>

   જન્મે બ્રાહ્મણ એવા આ જણને વેદ મંત્રો બહુ જ ગમે છે.
   ‘ ઈદમ ન મમ’ નો ભાવ તો અતિ ઉમદા છે. નિર્વિવાદ …
   પણ ભારતીય સમાજના પરિપ્રેક્ષ્યમાં આ ‘ પોથીમાંના રીંગણાં ‘ જ રહ્યાં છે. આપણા સમાજનો દંભ આ ભાવથી સાવ વિપરીત છે.
   કદાચ આ ભાવના અતિરેકે આપણને સાહસિક થતાં રોક્યા છે.

   જવાબ આપો
 • 12. Dilip Gajjar  |  જુલાઇ 16, 2010 પર 12:20 પી એમ(pm)

  Sunder chintan…
  પરમેશ્વરની શોધ ? સુંદર પ્રશ્ન ..જેને શોધવો હોય યે શોધે ..હું છું અને તે નથી ? સર્જન છે અને સર્જક નથી ? દીકરો છે પણ બાપ નથી ?
  ખુદા શબ્દ છે તો ખુદા પણ હશે
  સુરા પણ હશે અપ્સરા પણ હશે

  જવાબ આપો
 • 13. P Shah  |  જુલાઇ 16, 2010 પર 2:29 પી એમ(pm)

  ખૂબ જ સુંદર ચિંતન !

  અભિનંદન !

  જવાબ આપો
 • 14. ishvarlal r. mistry  |  જુલાઇ 16, 2010 પર 4:41 પી એમ(pm)

  Hello Chandravadanbhai,well said there is some power who controls this universe that is amazing which is beyond our imagination.We should always be thankful for that. That is God.

  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 15. Capt. Narendra  |  જુલાઇ 17, 2010 પર 7:22 પી એમ(pm)

  સુંદર અને સરળ ભાષામાં ચિંતનાત્મક કથામાં ઘણી ઉંડી વાત કહી, ચંદ્રવદનભાઇ.

  જવાબ આપો
 • 16. chandravadan  |  જુલાઇ 17, 2010 પર 11:44 પી એમ(pm)

  From TULSIDAL to this Post on CHANDRAPUKAR.I hope ALL enjoy this AARTI..”.JAI JAGDISH HARE >>>>>>>

  Listen and Enjoy the arati….

  જવાબ આપો
 • 17. Shashikant Mistry  |  જુલાઇ 18, 2010 પર 11:24 એ એમ (am)

  Dear Chandravadanbhai,
  While reading your views about “In search of God”, I was reminded by what Swami Tadrupanandji said about God. He said that there is creator behind every creation. Creation can be seen and that is ample proof that creator exists. If you see a watch, somebody some where in the world has made it. So he is a creator of the watch. You do not have to see the creator of the watch to believe it for watch is in front of you.Similarly, you see Sun, Moon, Stars , entire world and universe. If you see them, there must be a creator of them. This creator is what we call God.
  You do not have to see God to believe it for creation is perceived by all. Our Rishis say that to realise this eternal truth should be the goal of human life.

  Shashibhai

  જવાબ આપો
 • 18. himanshupatel555  |  જુલાઇ 18, 2010 પર 10:55 પી એમ(pm)

  જેને જે ગમે તે તરફ માણસ વળશે પોતાના કારણોથી-તેથી જ કદાચ કહેવાયું
  છે મુંડે મુંડે મતુર્ભિન્ના…

  જવાબ આપો
 • 19. hema patel.  |  જુલાઇ 18, 2010 પર 11:03 પી એમ(pm)

  એક નાનકડી વાર્તામાં સુન્દર આત્મચિન્તન. ભગવાન જ્યારે
  ચમત્કાર કરે ત્યારે વિજ્ઞાન ત્યા આગળ સમજવા માટે અસમર્થ છે.

  જવાબ આપો
 • 20. પટેલ પોપટભાઈ  |  જુલાઇ 23, 2010 પર 5:22 એ એમ (am)

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  સર્જનહાર વિના સર્જન ક્યાંથી હોય ???

  માનવીનુ મન-બુધ્ધી સતત પ્રવ્રૂત્ત રહેશે જ્યાં સુધી, સત્ચિદાનંદ્ ને ના પામે એને પ્રવ્રુત્તિ કહો વિજ્ઞાન કહો.

  જે ” છે ” અને “નથી ” કહો તે નથી પણ છે.
  અંતે દરેક્ની અનુભૂતિની બાબત છે.

  ચિંતનાત્મક સુંદર લેખ છે

  જવાબ આપો
 • 21. Ajay D. Desai  |  એપ્રિલ 12, 2013 પર 9:16 પી એમ(pm)

  Dear Chandravadanbhai,

  I liked your story. I pray Almighty GOD for peace, Unity, Helping the poorest, to remove sorrow in the World Today. GOD, Make Use of me.

  OM SHANTI, OM SHANTI, OM SHANTI!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,061 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: