Archive for જૂન 23, 2010

૨૩મી જુન !……23rd JUNE !

 American Greetings Greeting Cards sent to your Email!
 
 
 

૨૩મી જુન !

આજની પોસ્ટ છે “૨૩મી જુન”ની તારીખ !
  
આ વર્ષ, યાને ૨૦૧૦માં ૨૩મી જુનનો દિવસ છે બુધવાર !……પણ, એ જ તારીખ ભુતકાળે બીજા વારે હતી, અને ભવિષ્યમાં બીજો વાર હશે !
  
આ વર્ષ તીથી પ્રમાણે, આજે “જેઠ સુદ બારસ”…..પણ, બુતકાળમાં કે ભવિષ્યમાં આ તારીખના તીથી -સંબંધો જુદા જ !
  
અને…..
 
આ તારીખ સાથે જોડાયેલ છે કોઈની “ખુશી” કે કોઈનું “દુઃખ” !……આ તારીખે જન્મ-દિવસ
 
 કે મ્રુત્યુ-દિવસ !…..આ તારીખે સગાઈ કે લગ્નદિવસ કે પછી ચુટાછેડા !…..અને,
 
 માનવીના જીવનમાં બનતી “ઘટના”માંથી અનેક યાદગાર ઘટનાઓ પણ હોય શકે !
 
તો, આજે આ પોસ્ટ શા માટે ?
 
મારા જીવનમાં બનેલી અનેક યાદગાર ઘટનાઓમાંથી આજે છે “અમારો
 
 લગ્નદિવસ” !….યાને અમારી “વેડીન્ગ એનીવરસરી” !
 
આજે ૪૦ વર્ષ પહેલા ( ૧૯૭૦) હું આફ્રિકાથી ભારત આવી દક્ષિણ ગુજરાતના દેસરા ગામે
 
 હતો….અને, મારા લગ્ન….મારા જીવનસાથી બની કમુ !
 
સુખ, દુઃખો એક સાથે …..મારી નબળાયને કમુએ સહન કરી…..મેં હ્રદયનો પ્રેમ આપ્યો,
 
 અને કદાચ મારા આપેલા પ્રેમ કરતા “કમુ-પ્રેમ” વધુ હતો કારણ કે એમાં “સહનશીલતા”
 ભરાયેલી હતી !
 
૪૦મી એનીવરસરી ઉજવવી એ કંઈ નાની વાત નથી !……આ તો ખરેખર પ્રભુની ક્રુપા જ
 કહેવાય !
 
હવે પછી, કેટલી “એનીવર્સરી” હશે એ તો કોણ જાણે ?…..પ્રભુ જ જાણે !
 
આવા શુભ દિવસે અન્ય તરફથી “શુભેચ્છાઓ” મળે એ સ્વભાવીક છે…..કોઈ “ભેટો” આપે
 
 તે કદાચ અન્યની “ઉદારતા” કહેવાય……પણ, ખરેખર તો  પતિ-પત્ની હ્રદયના
 
 ઉંડાણમાંથી “પ્રેમ” દર્શાવે એ જ ખરૂં “કાર્ડ” કે ખરી “ભેટ” !
 
માનવ છીએ…..કૉઈ વાર કઈક “ચીજ”ની ઈચ્છાઓ જાગ્રુત થાય !…..હા, એકબીજાને કાર્ડ
 
 કે ભેટો આપી હતી, અને અન્ય તરફથી પણ મળ્યું હતું , તે માટે આભાર દર્શાવ્યો હતો. આ
 
 અમારા જીવનની એક “અનોખી”ઘડી છે તો એકબીજા પ્રત્યેના પ્રેમ સિવાય કઈક તો
 
 હશે !….અને, પ્રભુને પ્રાર્થના કે “પ્રભુ, ખોટું કરાવીશ નહી, અને કઈક સારૂં કરવા માટે
 
 શક્તિ આપજે !…હવે પછી કેટલી એનીવસરીઓ હશે તે તું જાણે, પણ તું એટલું જરૂર કરજે
 
 કે અમારો એકબીજા પ્રત્યેનો પેમ વધતો રહે, અને અમે ભક્તિપંથે રહી, તારી નજીક
 
 આવી શકીએ !”
 
અંતે એક મારી બીજી પ્રાર્થના……”પ્રભુ, અનેક માનવીઓના હ્રદયમાં તું પ્રેમ-લાગણીઓના
 
 ઝરણાઓ વહેતા કરજે,કે એઓ સૌ “સેવા” તરફ વળે !”
 
 
>>>>ચંદ્રવદન
 
 
 
23RD JUNE 2010…
 
It is 23rd JUNE 2010 !
 
This the Day of our 40th WEDDING ANNIVERSARY !
 
Kamu & I thank God for celebrating this Day !
 
We sincerely pray that we celebrate  THIS DAY many more years together ! ..And,
 
we hope that we are on the BHAKTI PANTH  more and more…..and may be CLOSER to God……and  with the God’s GUIDANCE, doing more JANSEVA !
 
This year’s Anniversary is SPECIAL!
 
Why ????
 
Hope you will READ the NEXT POST.
 
Wil you ?
 
CHANDRAVADAN MISTRY

 

જૂન 23, 2010 at 1:09 એ એમ (am) 33 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 391,415 hits

Disclimer

સંગ્રહ

જૂન 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930